Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન હે ગૌતમ! આહારના રૂમમાં ગૃહીત તે પુદ્ગલો તેમને માટે શ્રેત્રે. ન્દ્રિયની વિમાત્રા, ચક્ષુરિન્દ્રિયની વિમાત્રા, ધ્રાણેન્દ્રિયની વિમાત્ર, રસેન્દ્રિયની વિમાત્રા અને સ્પશેન્દ્રિય ની વિમાત્રાના રૂપમાં પુનઃ પુનઃ પરિણત થાય છે.
મનુષ્યની વક્તવ્યતા પણ એજ પ્રકારે સમજી લેવી જોઈએ. અર્થાત મનુષ્ય જે પુદ્ગલોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેમને માટે શ્રેત્રન્દ્રિયની વિમાત્રા, ચક્ષુરિન્દ્રિયની વિમાત્રા, ધ્રાણેન્દ્રિયની વિમાત્રા, રસનેન્દ્રિની વિમાત્રા અને સ્પર્શેન્દ્રિયની વિમાત્રાના રૂપમાં પુનઃ પુનઃ પરિણત બને છે. ઈત્યાદિ પૂર્વવત જ કથન સમજી લેવું જોઇએ. હા ! પૂર્વની અપેક્ષાએ વિશેષતા એ છે કે, આભેગનિર્વતિત અર્થાત ઈચ્છાપૂર્વક કરાયેલ આહાર જઘન્ય અત્તમુહૂર્તમાં થાય છે, અર્થાત્ અન્તર્મુહૂર્ત વ્યતીત થતાં આહારની અભિલાષા થાય છે અને ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્ત કલવ્યતીત થતાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. આ કથન પણ દેવકુફ અને ઉત્તરકુરૂ ક્ષેત્રની અપેક્ષાથી જ સમજવું જોઈએ.
વાનવ્યન્તર દેવાનું કથન નાગકુમારોના સમાન સમજવું જોઈએ. તિષ્ક દેવોનું કાન પણ નાગકુમારના જ સમાન છે. કિન્તુ તેમાં વિશેષતા એ છે કે, તિષ્ક દેને આહારની અભિલાષા જઘન્ય દિવસ પૃથકમાં અર્થાત બે દિવસથી લઈને નવ દિવસમાં અને ઉત્કૃષ્ટ પણ દિવસ પૃથકત્વમાં ઉત્પન્ન થાય છે. જ્યોતિષ્ક દેવેની જઘન્ય સ્થિતિ પણ પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ હોય છે, તેથી જ જઘન્યથી પણ અને ઉત્કૃષ્ટ રૂપથી પણ દિવસ પૃથકત્વ વ્યતીત થતાં પણ તેમને પુનઃ પુનઃ આહારની ઈચ્છા થાય છે. તાત્પર્ય એ છે કે જેનું આયુપલ પમના આઠભાગનું હોય છે, તેમને સ્વભાવથી જ દિવસ પૃથકૃત્વ વ્યતીત થતાં આહારની અભિલાષા થાય છે.
વૈમાનિકની વક્તવ્યતા પણ તિષ્કની સમાન સમજવી જોઈએ પણ તેમાં વિશેષતા એ છે કે વૈમાનિક દેવને અગનિવર્તિત આહારની ઈચ્છા જઘન્ય દિવસ પૃથકમાં થાય છે. અને ઉત્કૃષ્ટ તેવીસ હજાર વર્ષોમાં આહારની ઈચ્છાનુ જે વિધાન કરાયું છે, તે અનુત્તપિપાતિક દેવની અપેક્ષાથી સમજવું જોઈએ શેપકથન જેવું અસુરકુમારોના વિષયમાં કરાયેલું છે. તેવું જ વૈમાનિકેના વિષયમાં પણ જાણી લેવું જોઈએ. યાવત શુભાનુભાવરૂપ બાહુલ્ય કારણની અપેક્ષાથી વર્ણથી પીત અને શ્વેતગંધથી સુરભિગન્ધવાળા, રસથી અમ્બ અને મધુર, સ્પર્શથી મદુ, લઘુ, સિનગ્ધ અને રૂક્ષ પુદ્ગલોના પુરાતન વર્ણગુણ, ગન્ધગુણે, રસગુણ અને સ્પર્શગુણને બદલીને-નષ્ટ કરીને નૂતનવર્ણ ગુણ, ગધગુ, ૨ ગુણો, અને સ્પર્શગુણે ઉત્પન્ન કરીને પિતાના શરીર ક્ષેત્રમાં અવગાઢ પુત્ અલોના સમસ્ત આત્મપ્રદેશથી વિમાનિક આહાર કરે છે. તે આહાર કરેલા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૧૮