Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક વર્ણ આદિને સદ્ભાવ વ્યવહાર નયની અપેક્ષાએ સમજવો જોઈએ. નિશ્ચયનયની અપેક્ષાએ અનન્ત પ્રદેશી કન્ય ભલે તે કેટલાયે ના હોય, પાંચ વર્ણવાળે જ હોય છે. વિધાનમાર્ગની અપેક્ષાએ અર્થાત્ ભેદની વિવક્ષાથી નાકજી કૃષ્ણવર્ણવાળા દ્રવ્યોનો પણ આહાર કરે છે. યાવત્ નીલવર્ણવાળા, પીતવર્ણ વાળ, લાવવર્ણવાળા તેમજ સફેદ વર્ણવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે.
શ્રી ગૌતમસ્વામી–-હે ભગવન નારક જીવ જે કૃષ્ણવર્ણ વાળા દ્રવ્યોને આહાર કરે છે, તેઓ શું એક ગુણ કૃષ્ણવર્ણવાળા હોય છે. યાત્-બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ગુણ કૃષ્ણવર્ણવાળા હોય છે ? અથવા સંખ્યાત ગુણ કૃષ્ણવર્ણ વાળા અસંખ્યાગુણ કૃષ્ણવર્ણવાળા અગર અનન્તગુણ કૃષ્ણવર્ણવાળા હોય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! એકગુણ કૃષ્ણવર્ણવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે, બેથી લઈને દશ ગુણ કૃષ્ણવર્ણવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે, એજ પ્રકારે સંખ્યાત ગુણ. અસંખ્યાતગુણ અને અનન્તગુણ કૃષ્ણ વર્ણવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે.
એ જ પ્રકારે શુકલવર્ણ સુધી સમજી લેવું જોઈએ. અર્થાત્ એક ગુણ નીલ, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશગુણ, નીલ સંખ્યાત, અસંખ્યાત તેમજ અનન્તગુણ નીલ દ્રવ્યોને પણ આહારના રૂપમાં ગ્રહણ કરે છે. એ જ પ્રકારે એક ગુણ પીતથી લઈને સંખ્યાત અસંખ્યાત અને અનંતગુણ પતિ દ્રવ્યને આહાર કરે છે. એકગુણ ૨ક્તથી લઈને અનન્ત ગુણ રક્ત સુધી તથા એક ગુણ શુકલથી આરંભીને અનતગુણ શુકલ દ્રવ્યને પણ આહાર કરે છે. એ જ પ્રકારે, ગન્ધ રસ અને સ્પર્શની અપેક્ષાથી પણ કહેવું જોઈએ.
ભાવથી સ્પર્શવાળા જે પુદ્ગલ દ્રવ્યને નારક આહાર કરે છે તેઓ એક સ્પર્શવાળા દ્વને આહાર નથી કરતા, બે સ્પર્શવાળા દ્રવ્યને આહાર નથી કરતા ત્રણ સ્પર્શવાળા દ્રવ્યને આહાર નથી કરતા પરન્તુ ચાર સ્પર્શવાળા દ્રવ્યોને આહાર કરે છે.
યાવ-પાંચ સ્પર્શવાળા, છે સ્પર્શવાળા, સાતસ્પર્શવાળા અને આઠ પશવાળા, દ્રવ્યોને પણ નારક આહારના રૂપમાં સ્વીકારે છે. વિધાનમાર્ગણ અર્થાત્ ભેદની વિરક્ષાથી કર્કશ દ્રવ્યોને પણ આહાર કરે છે. યાવત્ ગુરૂ સ્પર્શ વાળા ઉણ સ્પર્શવાળા રક્ષપર્શ વાળા દ્રવ્યને પણ આહાર કરે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જે કર્કશ સ્પર્શવાળા દ્રવ્યને નારક આહાર કરે છે. તેઓ શું એક ગુણ કર્કશને આહાર કરે છે. કે બેથી લઈને દશ ગુણ કર્કશ દ્રવ્યોનો આહાર કરે છે, અથવા સંખ્યાત ગુણ કર્કશ, અસંખ્યાત ગુણ કકશ અગર અનન્ત ગુણ મુકેશ દ્રવ્યોને આહાર કરે છે ?
શ્રી ભગવાન –હે ગૌતમ ! એક ગુણ કર્કશ દ્રવ્યોને પણ આહાર કરે છે. વાવતું દસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૦૧