Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આહારકશરીર બન્ધન નામકર્મ કહેવાય છે. જેના ઉદયથી પૂર્વ ગૃહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાઈ રહેલા તેજસ શરીરનાં પુદ્ગલેના પરસ્પર અને કાશ્મણ શરીરના પુદ્ગલોની સાથે સમ્બન્ધ થાય છે, તે તેજસ શરીર બન્ધન નામકર્મ છે. જેકર્મના ઉદયથી પૂર્વ ગૃહીત અને વર્તમાનમાં ગદ્યમાન કામણ પુદ્ગલોને પરસ્પર સંબંધ થાય છે, તે કામણ શરીર બન્ધન નામકર્મ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! શરીર સંઘાત નામકર્મ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! શરીર સંઘાત નામકર્મ પાંચ પ્રકારના છે જેમકે-(૧) દારિક શરીર સંઘાત નામકર્મ (૨) ક્રિય શરીર સંઘાત નામકર્મ (૩) આહારક શરીર સંઘાત નામકર્મ (૪) તેજસ શરીર સંઘાત નામકર્મ અને (૫) કામણ શરીર સંઘાત નામકર્મ,
કર્મના ઉદયથી ઔદારિક શરીર આદિના પુદ્ગલ છિદ્રરહિત એક રૂપતાને પ્રાપ્ત થાય છે, તે સંઘાત નામકર્મ કહેવાય છે. ઔદારિક શરીર સંઘાત આદિ બધાના સ્વરૂપ એજ પ્રકારે સમજી લેવાં જોઈએ.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! સંહનન નામકર્મ કેટલા પ્રકારના કહેવાયેલાં છે? શ્રીભગવાન–હે ગૌતમ ! અસ્થિની રચનારૂપ સંહનન છ પ્રકારનાં કહ્યાં છે તે આ પ્રકારે.
(૧) વર્ષભનારા સંહનન નામ (૨) ઝષ નારા સંહના નામ (૩) નારાચ સંહનન નામ (૪) અર્ધનારા સંહના નામ (૫) કલિકા સંહના નામ અને (૬) સેવા સંહનન નામકર્મ.
અહીં વજને અર્થ છે (કીલી) ખીલી, અષભને અર્થ છે વેપ્ટન રૂપ પદ્ધો અને નરાચનો અભિપ્રાય છે બને તરફ મર્કટ બન્ધન, કહ્યું પણ છે
કાષભ પટ્ટાને કહે છે, કીલીકાને વજ, સમજવું જોઈએ અને બને તરફના મર્કટ બને નારાય જાણવું જોઈએ. ૧
એ પ્રકારે જે અસ્થિબનમાં બે હાડકાંઓ બન્ને બાજુથી મર્કટ બન્યથી બંધાયેલાં રહે છે, પટ્ટાની આકૃતિ ત્રીજા અસ્થિથી વેખિત હોય છે અને તે ત્રણે અસ્થિને ભેદન કરનાર વજ, (કીલ) નામક અસ્થિ પણ હોય છે, તે વર્ષભનારાચ સંહનન કહેવાય છે. જે સંહનનમાં કલીકા નથી તે ઋષભ નારાચ સહનન કહેવાય છે. જેમાં કેવલ અસ્થિને મર્કટ બન્ધજ હોય છે, તે મારા સંહનન કહેવાય છે. જે સંતનનમાં એક તરફ મર્કટ બન્ધન અને બીજી તરફ કીલી હોય છે, તે અર્ધનારા સંહનન છે. જેમાં અસ્થિ કલીકા માત્રથી જ બાંધેલ હોય છે, તે કીલીકા સંહનન સમજવું જોઈએ. જે સંહનામાં પર્યત ભાગમાં પારસ્પરિક સ્પર્શરૂપ સેવાને પ્રાપ્ત અસ્થિ હોય અને તે સદેવ ચિકાસ-માલિશ આદિના સેવનની અપેક્ષા રાખે છે, તે સેવા સંહનન કહેવાય છે.
આ છ પ્રકારના સંહનનના કારણથી નામકર્મ પણ છ પ્રકારના કહેલ છે જે નામ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫