Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મના ઉદયથી વજીર્ષભનારાચ સંહનનની પ્રાપ્તિ થાય છે, તે વર્ષભનારાચ સંહનન નામકર્મના કહેવાય છે. એ જ પ્રકારે કષભનારા સંહનન આદિમાં પણ સમજી લેવું જોઈએ.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! સંસ્થાન નામકર્મ કેટલા પ્રકારના કહેલાં છે? શ્રી ભગવાહે ગતમ! છ પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે
(૧) સમચતુરસસંસ્થાનનામ (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાનનામ (૩) સાદિ સંસ્થાના નામ (૪) વામન સંસ્થાનનામ (૫) કુજસંસ્થાનનામ (૬) અને હુંડક સંસ્થાનનામકર્મ
જે કર્મના ઉદયથી જેને સમચતુરસ સંસ્થાનની પ્રાપ્તિ થાય છે, તે સમચતુરસ્ત્ર સંસ્થાનનામકર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી પ્રાણિને ન્યો પરિમંડલ સંસ્થાન પ્રાપ્ત થાય છે, તે જોધપરિમંડલ સંસ્થાનનામકર્મ કહેવાય છે. એ જ પ્રકારે સાદિ સંસ્થાનનામકર્મ આદિની પરિભાષા પણ સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! વર્ણ નામકર્મ કેટલા પ્રકારનાં છે?
શ્રીભગવાન-હે ગૌતમ! વર્ણ નામકર્મ પાંચ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે(૧) કાલવર્ણ નામકર્મ (૨) નીલવર્ણ નામકર્મ (૩) પીતવર્ણ નામકર્મ (૪) રક્તવર્ણ નામકર્મ અને (૫) શકલઘણું નામકર્મ.
જે કર્મના ઉદયથી પ્રાણિયેના શરીરમાં કૃષ્ણવર્ણ ઉત્પન્ન થાય છે. જેમ કે કાગડા અને કોયલના શરીરમાં, તે કાલવર્ણ નામકર્મ કહેવાય છે. એ જ પ્રકારે શેષ વર્ણ નામકર્મ પણ સમજી લેવાનાં છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવાન્ ! ગન્ધ નામકર્મ કેટલા પ્રકારના કહેલાં છે? - શ્રીભગવાન-હે ગોતમ ! ગબ્ધ નામકમ બે પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે(૧) સુરભિ ગન્ધ નામકર્મ અને (૨) દુરભિગંધ નામકર્મ.
જે કર્મના ઉદયથી જીનાં શરીરમાં સુગન્ધ હોય છે, તે સુરભિ ગન્ધ નામકર્મ કહેવાય છે, જેમ-કમળ-પાટલ, માલતી આદિના પુપમાં, જે કર્મના ઉદયથી પ્રાણિએનાં શરીરમાં દુર્ગધ ઉત્પન્ન થાય, તે દુરભિગંધનામકર્મ છે, જેમ-લસણ, ડુંગળી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૯૩