Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાથ–પહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના, જ્ઞાનાવરણીયાદિ કર્મોને જઘન્ય સ્થિતિ બન્ધ અન્તર્મુહૂર્ત આદિ પ્રમાણ વાળ કહેલ છે. અહીં એ નિરૂપણ કરાય છે કે કયા કમને કણ જઘન્ય સ્થિતિ બન્ધ કરે છે? શ્રીગૌતમસ્વામી–હે ભગવન! જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ બાંધનાર કો જીવ હોય છે?
શ્રી ભગવાન હે ગૌતમ! સૂમ સંપાય જીવ જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિને બન્ધક બને છે. અન્યતરનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે-ઉપશમક અર્થાત્ ઉપશમશ્રેણીવાળા સૂમસં૫રાય અથવા ક્ષેપક અર્થાત્ ક્ષેપક શ્રેણવાળા સૂમ સંપરાય. જ્ઞાનાવરણીય કર્મના બન્ધ સૂફમ સં૫રાય ઉપશામક અને ક્ષેપક બનેનો જઘન્ય અન્તર્મુહૂર્ત પ્રમાણ થાય છે. તેથી જ બન્નેની સ્થિતિ બન્ધને કાળ સમાન હોવાથી કહેલું છે-ઉપશામક અથવા ઉપક બને જ્યારે સૂફમ સમ્પરાય અવસ્થામાં હોય છે, ત્યારે તેઓ જ્ઞાનાવરણીય કર્મને સર્વ જઘન્ય સ્થિતિ બન્ધ અન્તર્મુહૂર્ત પ્રમાણ કરે છે, પણ ઉપશામક અને ક્ષેપક સ્થિતિ બન્ય કાળ યદ્યપિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તથાપિ બનેના અન્તર્મુહૂર્ત પ્રમાણમાં અન્તર હોય છે. ક્ષેપકની અપેક્ષાએ ઉપશમકને બધુ કાળ બમણો સમજવો જોઈએ.
કહ્યું પણ છે-ક્ષપક શ્રેણી ચઢતાં ઉપશમક અને શ્રેણીથી ઉતરતાં ઉપશમના તે તે ગુણસ્થાનમાં અર્થાત્ એક જ સ્થાનની અપેક્ષા એ બમણ–બમણું બંધ થાય છે. ઉદાહરણ-જેમકે દશમ ગુણ સ્થાનમાં ક્ષેપકને જેટલા કાળનો જ્ઞાનાવરણીય કર્મને સ્થિતિ બન્ય થાય છે. તેની અપેક્ષાએ શ્રેણી ચઢતા ઉપશામકને બમણા કાળને સ્થિતિ બન્ધ થાય છે અને શ્રેણીથી પડતાં જ્યારે તે દશમ ગુણ સ્થાનમાં આવે છે તે તેને ચઢતાં જીવની અપેક્ષા એ બમણ સ્થિતિ બન્ધ થાય છે.
તે પણ તેના કાળ તો અન્તર્મુહૂર્તને જ હોય છે. એ કારણે વેદનીય કર્મના સાપરાવિક બન્ધની પ્રરૂપણા કરતી વખતે ક્ષેપકનો જઘન્ય સ્થિતિ બન્ધ બાર મુહુર્ત અને ઉપશમકને ચોવીસમુહૂતને કહેલ છે. નામ અને ગોત્ર કર્માના ક્ષેપક જીવ આઠ મુહૂ
ના કહેલ છે. અને ઉપશમક સેળ મુહૂર્ત કરે છે. પણ ઉપશામક જીવન ઉપર જે બન્ધ કહેલ છે તે શેષ બન્ધની અપેક્ષાએ સર્વ જઘન્ય બબ્ધ સમજવો જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૫૯