Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેડીકેડી સાગરોપમની છે. એક હજાર વર્ષનો તેને અબાધાકાળ છે, અર્થાત્ બંધના સમયથી માંડીને એક હજાર વર્ષ સુધી તે તેના ઉદય દ્વારા જીવને કઈ બાધા પહોંચાડતું નથી કારણ કે એટલા સમયમાં કર્મદળિયાંને નિષેક થતું નથી. આથી અબાધાકાળ બાદ કર્યા પછીની જેટલી શેષ સ્થિતિ રહે છે તે તેને નિજ કાલ અથવા અનુભવયોગ્ય સ્થિતિને કાળ છે
દરભિગંધ નામકર્મની સ્થિતિ સેવા સંહનન નામકર્મની સ્થિતિની સમાન છે. એ પ્રમાણે દુરભિગંધ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમને બે સપ્તમાં હું ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરેપની સમજવી જોઈએ.
વીસસે (બે હજાર) વર્ષને તેનો અબાધાકાળ છે અર્થાત બંધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે તેના ઉદય દ્વારા જીવને કઈ બાધા પહોંચાડતું નથી કારણ કે એટલા સમયમાં તેના દળિયાંને નિષેક થતો નથી. આથી બે હજાર વર્ષ ઓછા એવા વીસ કડાકડી સાગરોપમને તેને નિષેક કાલ યાને અનુભવગ્ય સ્થિતિને કાળ છે.
મધુર–આદિ રસની સ્થિતિ અનુક્રમથી વર્ણોની સમાન સમજવી જોઈએ. મધુરરસની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાત ભાગ એ છે એવા સાગરોપમના ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કડાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષોનો તેનો અબાધાકાળ છે અને તે અબાધાકાળ બાદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિક કાળ યા અનુભવાગ્ય સ્થિતિને કાળ છે.
અમ્બ (ખા) રસ નામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમના ૪ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાડાબાર કોડકેડી સાગરેપમ પ્રમાણ છે. અમ્લ રસનો અબાધાકાળ સાડાબારસે વર્ષો છે. એટલે કાળ બાદ કર્યા પછી જે શેષ સ્થિતિ રહે છે તેટલે તેને નિષેક કાળ છે અથવા અનુભવાગ્ય સ્થિતિને કાળ છે.
કષાય (તુરો) રસ નામકર્મની જઘન્ય સ્થિતિ પામન અસંખ્યાતમે ભાગ એક એવા સાગરોપમના કુક ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કેડાડી સાગરે ૫મની છે. તેનો અબાધાકાળ પંદરસો વષને છે. તે અબાધાકાળ બાદ કરતાં જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાલ અથવા અનુભવગ્ય સ્થિતિને કાલ છે.
કટુરસ નામકર્મની જઘન્ય સ્થિતિ પામન અસંખ્યાતમો ભાગ ઓછો એવા સાગરોપમને છ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાડીસત્તર કડાકડી સાગરોપમની છે. સાડીસત્તર વર્ષને તેના અબાધાકાળ છે. (તે અબાધા કાળ બાદ કરતાં જે શેષ સ્થિતિ રહે છે તે તેને નિષેક કાલ યાને અનુભવયોગ્ય સ્થિતિને કાલ છે.)
તિક્તરસ નામકર્મની જઘન્ય સ્થિતિ, પોપમને અસંખતમે ભાગ ઓછા એવા સાગરોપમના ૩ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની છે. બે હજાર વર્ષને તેને અબાધાકાળ છે, તે અબાધાકાળ બાદ કર્યા પછીની જે શેષ સ્થિતિ રહે છે. તે તેને નિષેક કાલ યા અનુભવેગ્ય સ્થિતિકાળ છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૨૮