Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને કાશ્મણ શરીરના ભેદથી શરીર પાંચ પ્રકારનાં છે, શરીરના ભેદથી શરીરનામકર્મના પણ પાંચ ભેદ છે, તે આગળ કહેવાશે.
(૪) શરીર પાંગનામ કર્મ–મસ્તક વિગેરે શરીરના આઠ અંગ હોય છે, કહ્યું પણ છે-શિર, ઉર, ઊદર, પીઠ, બે હાથ, બે જાંઘ આ આઠ અંગ છે, એ આઠે અંગોના અવયવ આંગળી આદિ ઉપાંગ કહેવાય છે અને તેમના પણ અંગ જેમ કે આંગળીના વેઢા. રેખા વગેરે અંગોપાંગ કહેવાય છે. જેમ કે અંગો અને ઉપાંગોનું કારણ થાય, તે અંગોપાંગ કહેવાય છે. તેના ત્રણ ભેદ આગળ કહેવાશે.
(૫) શરીરબન્ધન નામકમ-જેના દ્વારા બંધાય તે બધન, પૂર્વ ગૃહીત અને વર્તમાનમાં ગ્રહણ કરાયેલાં દારિક પુદ્ગલેના પરપરમાં અથવા તેજસ આદિ પુદ્ગલેની સાથે સબવ ઉત્પન્ન કરનારાં કર્મ બન્ધન નામકર્મ કહેવાય છે, તેના પાંચ ભેદ આગળ કહેવાશે.
(૬) શરીરસંહનન નામકર્મ–હાડકાઓની વિશિષ્ટ રચના હનન કહેવાય છે. સંહના આદારિક શરીરમાં જ થઈ શકે છે અન્ય શરીરમાં નહીં, કેમ કે અન્ય શરીર હાડકાંઓવાળાં નથી હોતાં, સંહનના છ ભેદ આગળ ઉપર કહેવાશે.
(૭) સંઘાત નામકર્મ – જે દારિક શરીર આદિના પુદ્ગલોને એકત્ર કરે છે, તે નામકર્મ સંઘાત નામકર્મ કહેવાય છે. તેના પાંચ ભેદ છે, તે આગળ કહેવાશે,
(૮) સંસ્થાન નામકમ–સંસ્થાનો અર્થ છે આકાર જે કર્મના ઉદયથી ગૃહીત, સંઘાતિત અને બદ્ધ ઔદારિકાદિ પુદ્ગલોમાં આકૃતિ ઉત્પન્ન થાય છે, તે સંસ્થાન નામકમ કહેવાય છે, તેના છ ભેદ આગળ કહેવાશે. | (૯) વર્ણનામકર્મ–જેના દ્વારા શરીર વણિત અર્થાત ભૂષિત બને તે વર્ણ કહેવાય છે. તેનાં પાંચ ભેદ છે. તેના જનકકમ વર્ણનામકર્મ છે.
(૧૦) ગંધનામકર્મ–જે સુંઘવામાં આવે તે ગંધ કહેવાય છે. ગંધ બે જાતની હોય છે, તેમાં કારણભૂત કર્મ પણ બે પ્રકારનાં છે.
(૧૧) રસનામકર્મ–જેનું આસ્વાદન કરાય તે રસ. રસના પાંચ પ્રકાર બને છે, તેમના નિમિત્ત કર્મ પણ પાંચ પ્રકારનાં છે.
૧૨) સ્પર્શનામકર્મ–જે સ્પષ્ટ કરી શકાય તે સ્પર્શ, સ્પર્શના જનક કમ તે સ્પર્શ નામ કમ છે અને તેના આઠ ભેદ છે.
(૧૩) અગુરુલઘુ નામકર્મ-જેના કારણે જીવેના શરીર ન પાથરના સમાન ન ગુરૂ અને રૂના સમાન લધુ હોય છે. તે અગુરુલઘુ નામકર્મ કહેવાય છે.
(૧૪) ઉપઘાત નામ કર્મ-જે કર્મના ઉદયથી પિતાનું શરીર પોતાના જ અવયથી બાધિત થાય છે, તે ઉપધાત નામ કર્મ કહેવાય છે, જેમકે પ્રતિજિહવા (પડ છભ) ગલવૃન્તલમ્બક, ચેરદન્ત, સ્વયં તૈયાર કરેલ ઉદ્બન્ધન (ફાંસી) મહાપાતક આદિથી પિતાના જ શરીરને પીડા પહોંચાડનાર કર્મ
(૧૫) પરાઘાત નામકર્મ–જે કર્મના ઉદયથી બીજે કોઈ પ્રતિભાશાલી, એ જરવી માણસ પણ જોતજોતામાં અથવા વચન ચાતુર્યથી પરાજિત થઈ જાય છે જે કર્મના ઉદયથી રાજ સભામાં જવાથી સભ્યોને પણ ચકિત કરી દે છે અને પ્રતિવાદિયાને પ્રતિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫