Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન–હે ગૌતમ! નામકર્મ બેંતાલીસ પ્રકારના કહેવાયેલા છે. તે આ પ્રકારે (૧) ગતિનામ (૨) જાતિનામ (૩) શરીરનામ () શરીર પાંગ નામ (૫) શરીર બન્ધન નામ (૬) શરીરસં હનનનામ (૭) સંધાતનામ (૮) સંસ્થાનનામ (૯) વર્ણનામ (૧૦) ગધનામ (૧૧) રસનામ (૧૨) સ્પર્શનામ (૧૩) અગુરુલઘુનામ (૧૪) ઉપઘાતનામ (૧૫) પરાઘાતનામ (૧૬) આનુપૂર્વનામ (૧૭)ઉછૂવાસનામ (૧૮) આતપનામ (૧૯) ઉદ્યોતનામ (૨૦) વિહાગતિ નામ (૨૧) ત્રસનામ (૨૨) સ્થાવરનામ (૨૩) સુમનામ (૨૪) બાદરનામ (૨૫) પર્યાપ્ત નામ (૨૬) અપચોપ્તનામ (૨૭) સાધારણ શરીરનામ (૨૮) પ્રત્યેક શરીરનામ (૨૯) રિથરનામ (૩૦) અસિથરનામ (૩૧) શુભનામ (૨૩) અશુભનામ (૩૩) સુભગામ (૩૪) દુર્ભાગનામ (૩૫) સુસ્વરનામ (૩૬) દુસ્વરનામ (૩૭) આદેયનામ (૩૮) અનાદેયનામ (૩૯) યશ :કીર્તિનામ (૪૦) અયશઃ કતિનામ (૪૧) નિમણનામ અને (૪૨) તિર્થંકરનામ તેમના વરૂપ આ પ્રકારે છે–
(૧) ગતિના કર્મ-કર્મવશવતી પ્રાણિ દ્વારા ગમન કરાય છે. તે ગતિનામકર્મ છે, અર્થાત્ નારકત્વ આદિ પર્યાયરૂપ પરિણામને ગતિ કહે છે. ગતિને ચાર ભેદ છે—નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ આ ગતિને ઉત્પન્ન કરનારાં નામકર્મ ગતિનામ કમી છે.
(૨) જાતિનામ કર્મ–એકેન્દ્રિય આદિ છેવોની એકેન્દ્રિયાદિના રૂપમાં જે સમાન પરિણતિ છે, તે જાતિ કહેવાય છે. જેના કારણે “આ પણ એકેન્દ્રિય છે, આપણ એકેન્દ્રિય છે, એ પ્રકારની એકાકાર પ્રતીતિ ઉત્પન્ન થાય છે. એ જાતિના કારણભૂતકર્મને જાતિનામ કર્મ કહે છે. દ્રન્દ્રિ , અંગોપાંગનામકર્મના ઉદયથી તથા પર્યાતનામકર્મના સામર્થ્યથી ઉત્પન થાય છે. ભાવેન્દ્રિય ઈન્દ્રયાવરણ કર્મના ક્ષાપશમથી થાય છે. કેમ કે ઇન્દ્રિ
પશમિક છે, એમ કહેવું છે. પણ જેના કારણે જીવ એકેન્દ્રિય આદિ કહેવાય છે અને અકેન્દ્રિયના રૂપમાં તેમાં સશતા પ્રતીત થાય છે, તે જાતિનામ કમ છે. તેના પાંચભેદ છે.
(૩) શરીરનામકર્મ–જે શીર્ણ અર્થાત્ ક્ષણ ક્ષણમાં ક્ષીણ થતાં જાય છે તે શરીર કહેવાય છે, શરીરના જનક કર્મ શરીરનામ કર્મ છે, દારિક, વૈકિય, આહારક, તેજસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૮
૬