Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જોઇને મદેન્મત્ત યુવતીઓ ઈષ્ટસ્વરમાં ગાન કરવામાં પ્રવૃત્ત થાય છે, તેના પ્રભાવથી શુભ નામકર્મનું વદન કરાય છે. અર્થાત્ શુભનામ-કર્મનું ફળ ઈષ્ટ સ્વરતા આદિને અનુભવ થાય છે. એ રીતે પરનિમિત્તથી શુભ નામકર્મના ઉદયનું પ્રતિપાદન કરી ને હવે સ્વત તેના ઉદયનું કથન કરે છે.—અથવા શુભનામકર્મના પુદ્ગલના ઉદયથી ઈષ્ટ શબ્દાદિ શુભનામ કર્મનું વદન થાય છે. જ ઉપસંહાર કરતા કહે છે હે ગતમ! આ શુભનામકર્મ કહેલું છે અને આ શુભ નામ કર્મના ચૌદ પ્રકારના અનુભવ કહેલા છે, કે જે જીવ દ્વારા બદ્ધ, સ્પષ્ટ, બદ્ધસ્પર્શ સ્પષ્ટ સંચિત, ચિત ઉપચિત, આપાકપ્રાપ્ત, વિપાકમાપ્ત, ફલપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત જીવદ્વારાકૃત, નિર્વતિંત; પરિણામિત, પિતે ઉદયને પ્રાપ્ત તથા બીજાના દ્વારા ઉદીરિત અથવા બન્ને દ્વારા ઉદીર્યમાણ છે.
હવે અશુભનામ કર્મના વિપાકની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! દુઃખનામ કર્મ અર્થાત અશુભનામ કર્મના, જે જીવ દ્વારા બદ્ધ, સ્પષ્ટ, બદ્ધસ્પર્શપૃષ્ટ, સંચિત, ચિત, ઉપચિત, આ પાક પ્રાપ્ત, વિપાક પ્રાપ્ત આદિ વિશેષણેથી વિશિષ્ટ છે, અનુભાવ કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, સ્પષ્ટ, આદિ વિશેષણોથી વિશિષ્ટ દુઃખનામ કર્મના અબભાવ ચૌદ પ્રકારના કહેલા છે. તે ચૌદ પ્રકારના શુભનામકર્મના સમાન છે, પણ તેમાં વિશેષતા એ છે કે શુભનામકર્મના વિપાક ઈષ્ટસ્વરતા આદિ છે, જ્યારે અશુભનામકર્મને વિપાક અનિષ્ટ સ્વરતા આદિ છે. અર્થાત્ (૧) અનિષ્ટ શબદ (૨) અનિષ્ટરૂપ, (૨) અનિષ્ટ ગંધ (૪) અનિષ્ટ રસ (૫) અનિષ્ટ સ્પર્શ (૬) અનિષ્ટગતિ (૭) અનિષ્ટ સ્થિતિ (૮) અનિષ્ટ લાવણ્ય (૯) અનિષ્ટયશકીર્તાિ (૧૦) અને અનિષ્ટ ઉત્થાન, કર્મ બલવીય પુરૂષકાર પરાક્રમ (૧૧) હીન સ્વરતા (૧૨) દીન સ્વરતા (૧૩) અકાત સ્વરતા (૧૪) અમનોજ્ઞ સ્વરતા.
જે ગર્દભ, ઊંટ, આદિના પુગલનું વેદન કરાય છે, કેમકે તેમના સમ્બન્ધથી અનિષ્ટ શબ્દ આદિ ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પૂર્વોક્ત શુભ નામ કર્મોથી વિપરીત અહી સમજી લેવું જોઈએ. એજ પ્રકારે જે બહુવચનથી પુદ્ગલનું વેદન કરાય છે અથવા ! વિષ આદિ આહાર પરિણામ રૂપ જે પુગલ પરિણામનું વેદન કરાય છે, અથવા સ્વભાવથી વજાપાત આદિ રૂપ જે પુદ્ગલ પરિણામનું વેદન કરાય છે, તેના પ્રભાવથી અશુભ નામકર્મનું ફલ અનિષ્ટ સ્વરતા આદિને અનુભવ થાય છે. એ પ્રકારે પરતઃ અશુભનામ કર્મના ઉદયનું વર્ણન કરાયેલું છે.
હવે સ્વતઃ થનારા ઉદયનું નિરૂપણ કરે છે ? અથવા અશુભકર્મ પુદ્ગલોના ઉદયથી અનિષ્ટ શબ્દ આદિનું વદન થાય છે.
હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ આદિ વિશેષણોથી યુકત અશુભ નામકર્મને આ ચૌદ પ્રકારના અનુભાવ કહ્યા છે.
ગોત્રકર્મના બે ભેદ છે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. તેઓમાંથી પહેલા ઉચ્ચગોત્ર નું પ્રતિપાદન કરાય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૭૩