Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાન-હે ગૌતમ! નિદ્રાપંચકના પાંચ ભેદ છે-(1) નિકા (૨) નિદ્રાનિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા–પ્રચલા (૫) રયાનદ્ધિ.
જે સુષુપ્તિ અવસ્થામાં મન આમ તેમ ખરાબ રીતે ભ્રમણ કરતું રહે છે, તેને નિદ્રા કહે છે. આંગળીના સ્પર્શમાત્રથી જે ઊંઘ દૂર થાય, તે નિદ્રા કહેવાય છે. જે કર્મ પ્રકૃતિના ઉદયથી એ પ્રકારની ઊંઘ આવે છે. તે કર્મપ્રકૃતિ પણ કારણમાં કાર્યના ઉપચારથી નિદ્રા કહેવાય છે. નિદ્રાની અપેક્ષાએ અધક ગાઢી ઊંઘ નિદ્રા નિદ્રા કહેવાય છે. નિદ્રાનિદ્રાની અવસ્થામાં ચેતના અસ્પષ્ટ બની જાય છે. તેથી ઘણું પ્રયાસ કરવાથી જણાય છે.
તાત્પર્ય એ છે કે નિદ્રા-નિદ્રા નિદ્રાની અપેક્ષાએ ગાઢી ઊંઘ હેાય છે. એવી ઊંઘ જે કર્મ પ્રકૃતિના ઉદયથી આવે છે, તેને પણ નિદ્રાનિદ્રાં કહે છે. બેઠા-બેઠા અગર ઉભા ઉમા જે ઊંઘ આવી જાય તે પ્રચલા કહેવાય છે. જેના ઉદયથી એવી ઊંઘ આવે છે, તે કર્મ પ્રકૃતિ પણ પ્રચલા કહેવાય છે હાલતાં ચાલતાં આવનારી ઊંઘ પ્રચલા-પ્રથલા કહેવાય છે તેથી આ પ્રચલાનિદ્રાની અપેક્ષાએ પણ અધિક ગાઢ નિદ્રા છે જે નિદ્રામાં રાધિ અર્થાત આત્માની શક્તિ ત્યાન અર્થાત્ કેન્દ્રીભૂત થઈ જાય છે, અને તેના પ્રભાવથી દિવસમાં વિચારેલ કાર્ય નિદ્રાવસ્થામાં જ કરી લેવામાં આવે છે, તે ત્યાનદ્ધિ નિદ્રા કહેવાય છે.
શ્રી ગૌતમ સ્વામી-હે ભગવન્ ! દર્શન ચતુષ્કના કેટલા ભેદ કહ્યા છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! દશન ચકના ચાર ભેદ છે-જેમકે (૧) ચક્ષદર્શનાવરણ (૨) અચક્ષુદર્શનાવરણ (૩) અવધિદર્શનાવરણ અને (૪) કેવલદર્શનાવરણ.
- ચક્ષુદર્શનથી થનારા દર્શન અર્થાત્ સામાન્ય જ્ઞાન ચક્ષુદર્શનાવરણ કહેવાય છે. તેને આવૃત્ત કરવાવાળું કમ ચક્ષુદર્શનાવરણ કહેવાય છે. ચક્ષુથી અતિરિકત શેષ ઇન્દ્રિયોથી થનારાં દર્શનને આવૃત્ત કરનારા કર્મો અચક્ષુદર્શનાવરણ છે. અવધિરૂપ દર્શનને અર્થાત્ અવધિજ્ઞાનથી પૂર્વે થનારા સામાન્ય જ્ઞાનને અવધિદર્શન તથા તેને આવૃત્ત કરનારા કર્મ અવધિ દુર્જનાવરણ કહેવાય છે. કેવળ રૂપદશ નને અવરૂદ્ધ કરનાર કર્મ કેવલ દર્શનાવરણ કહેવાય છે.
અહીં એટલું સમજી લેવું જોઈએ કે નિદ્રા પંચક પ્રાપ્ત દર્શનશક્તિના ઉપઘાતક છે. જયારે દર્શન ચતુષ્ટય મૂલથી જ દરશન લબ્ધિનું ઘાતક બને છે.
શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન ! વેદનીયકર્મ કેટલા પ્રકારના કહેલાં છે?
શ્રી ભગવન–હે ગૌતમ-વેદનીયકર્મ બે પ્રકારના કહેલાં છ-સાતવેદનીય અને અસાતા વેદનીય. જે કર્મ સતા અર્થાત્ સુખનારૂપમાં વેદાય છે તે સાતવેદનીય અને જે અસાતા અર્થાત્ દુઃખરૂપમાં વેદાય તે અસાતા વેદનીય કહેવાય છે.
સાતા વેદનીયકર્મના ઉદયથી શારીરિક તેમજ માનસિક સુખની પ્રાપ્તિ થાય છે અને અસાતા દ્વીયન ઉદયથી શારીરિક અને માનસિક દુઃખનું વદન થાય છે.
શ્રી ગૌતમ સ્વામી–હે ભગવન્! સાતાદનીય કર્મ કેટલા પ્રકારના કહેલાં છે. શ્રી ભગવાન-હે ગૌતમ! સાતવેદનીયકર્મ આઠ પ્રકારનાં કહયાં છે, તે આ રીતે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
/૨