Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેનાથી પ્રતી થાય છે કે આહારના પરિણામ વિશેષથી પણ કદાચિત કર્મ પુદ્ગલોમાં વિશેષતા આવે છે.
કહ્યું પણ છે– કર્મોના ઉદય, ક્ષય ક્ષયપશમ તેમજ ઉપશમ કહ્યા છે, તેઓ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. અને ભાવ તેમજ ભવનું નિમિત્ત પામીને થાય છે. પેલા
સ્વભાવથી જે પુદ્ગલ પરિણામના જેમ અત્રિવિકારાદિનું વેદન કરાય છે. જેના કારણે મનુષ્યને એ વિવેક ઉત્પન્ન થાય છે કે, માનવોનું આયુ શરદઋતુના વાદળની સમાન. સંપત્તિ પુધિપતવૃક્ષના સારની સમાન છે, અને વિષયેના ઉપગ સ્વપ્નના ઉપભેગની સમાન છે. વાસ્તવમાં આ જગતમાં જે પણ રમણીય દેખાય છે, તે કેવળ કલ્પના માત્ર જ છે ?
તથા પ્રશમ આદિને કારણભૂત જે કઈ બીજાના દન કરે છે, તેના પ્રભાવથી સમ્યકત્વવેદનીય આદિ મેહનીય કર્મને વેદે છે, અર્થાત્ સમ્યક્ત્વ વેદનીયનું ફળ પ્રશમ આદિનું વેદન કરે છે, એ પ્રકારે પરત મેહનીય કર્મના ઉદયનું પ્રતિપાદન કરાયું છે.
હવે સ્વતઃ ઉદયનું પ્રતિપાદન કરે છે ;
તે સમ્યક્રવ વેદનાથ આદિ કર્મ પુદ્ગલેના ઉદયથી મેહનીય કર્મનું વદન કરાય છે. અર્થાત્ પ્રશમદિરૂપ ફળનું વદન થાય છે.
હબે પ્રકૃત વિષયને ઉપસંહાર કરે છે–હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધસ્પર્શ સ્પષ્ટ, સંચિત, ચિત, ઉપચિત, યાવત્ મોહનીય કર્મના પાંચ પ્રકારના વિપાક રહ્યા છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! છવદ્વારા બદ્ધ, પૃષ્ઠ. બદ્ધસ્પર્શપૃષ્ટ, સંચિત, ચિત, ઉપચિત આપાઝપ્રાપ્ત, વિપાકમાપ્ત, ફલપ્રાપ્તિ, ઉદયકાત, જીવ દ્વારા કૃત નિર્વતિત, પરિણામિત, સ્વયં ઉદયને પ્રાપ્ત, બીજાના દ્વારા ઉદીતિ અથવા બનેના દ્વારા ઉદીયુંમાણ આયુકર્મના અનુભાવ કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રી ભગવન–હે ગૌતમ! જીવધારા બદ્ધ યાવત્ આયુકર્મના અનુભાવ ચાર પ્રકારના કહ્યા છે. તે ચાર પ્રકારના અનુભાવ આ પ્રમાણે છે-(૧) નેરકાયુ (૨) તિર્યંગ્યાનિકાયુ (૩) મનુષ્પાયુ અને (૪) દેવાયુ.
હવે પરતઃ આયુકર્મના ઉદયનું પ્રતિપાદન કરે છે–આયુનું અપર્વતન કરવામાં સમર્થ જે શસ્ત્ર આદિ પુદ્ગલનું વદન કરાય છે અથવા જે શસ્ત્ર આદિ ઘણા પુદ્ગલોના વેદન કરાય છે, અથવા વિષ તેમજ અન આદિ પરિણામરૂપ મુદ્દામાલ પરિણામનું પેદન કરાય છે અથવા સ્વભાવથી આયુનું અપવર્તન કરનારા શીત ઉષ્ણ આદિરૂપ પુદ્ગલ પરિણામનું વેદન કરાય છે, તેનાથી ભૂજ્યમાન આયુનું અપવર્તન થાય છે. એ પ્રકારે આયુકર્મનું પરતઃ ઉદયનું નિરૂપણ કર્યું. - હવે તેના સ્વતઃ ઉદયની પ્રરૂપણા કરાય છે
નરકાયુકર્મ આદિના પુદ્ગલેના ઉદયથી નારકાયુ આદિ કર્મનું વેદન કરાય છે. ઉપસંહારમાં કહ્યું છે- હે ગૌતમ ! આ આયુકર્મનું સ્વરૂપ કહેલું છે. આ જીવના દ્વારા બદ્ધસ્કૃષ્ટ, બદ્ધપર્શપૃષ્ટ, સંચિત ચિત, ઉપચિત આદિ વિશેષણવાળા આયુકર્મના ચાર પ્રકારના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૭૧