Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિની વેદના ના પ્રતિકાર માટે યથાવસર અભિલષિત પુદ્ગલ પરિણામને વેદાય છે, તેથી મનને સમાધિ-પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે, આ સાતાદનીય કર્મના અનુભાવ છે. - તાત્પર્ય એ છે કે સાતાદનીય કર્મના ફલ સ્વરૂપ સાતા-સુખનું સંવેદન થાય છે. એ પરનિમિત્તથી સાતા વેદનીય કર્મના ઉદય કહ્યો.
હવે તેને સ્વત: ઉદયનું વર્ણન કરવામાં આવે છે. સાતવેદનીય કર્મને ઉદય થતાં મને શબ્દના વગર પણ ક્યારેક કયારેક સાતાનું છેદન થાય છે. જેમ નારક જીવ તીર્થકર ભગવાનને જન્મ થતાં થોડા સમય પયન્ત સુખનું છેદન કરે છે.
આ વિષયનો ઉપસંહાર કરતાં કહે છે કે... હે ગૌતમ ! આ સાતવેદનીય કર્મ કહેવામાં આવ્યું છે. અને છેવ દ્વારા તે બદ્ધ, પૃષ્ટ, બદ્ધપર્શ પૃષ્ણ, સંચિત, ચિત, ઉપચિત, આપાક પ્રાપ્ત, વિપાક પ્રાત, ફલ પ્રાપ્ત, છવદ્વારા નિર્ધાતિંત છવ દ્વારા પરિણામિત, સ્વયં ઉદયને પ્રાપ્ત થયેલ, બીજાનાથી ઉદય પ્રાપ્ત થયેલ અથવા બન્ને દ્વારા ઉદીર્ય માન સાતા વેદનીય કર્મના ગતિ, સ્થિતિ, ભવ, પુગલ, અને પુગલ પરિણમના નિમિત્તથી થનારો અનુભાવ આઠ પ્રકારના કહેવામાં આવેલ છે. - ગૌતમસ્વામી–હે ભગવત જીવથી બદ્ધ, સ્પષ્ટ, વિગેરે વિશેષણોથી યુક્ત આસાતા વેદનીય કર્મનો અનુભાવ કેટલા પ્રકારને કહેવામાં આવેલ છે ?
ભગવાન–હે ગૌતમ! સાતવેદનીય કર્મના વિપાકની સરખે અસાતા વેદનીય કર્મને પણ વિપાક સમજી લે.
એ રીતે જે વિષ, શસ્ત્ર કટક વિગેરે પુદ્ગલને વેચવામાં આવે છે, જે ઘણું વિષ, શસ્ત્રાદિ પુદલેનું વેદન કરવામાં આવે છે. અપથ્ય આહાર રૂપ જે પુઠ્ઠલ પરિણામનનું વેદન કરવામાં આવે છે. અથવા સ્વભાવથી યથાકાળે થનારા અનિષ્ટ શીત, ઉsણ, તડકા વિગેરે રૂપે પુગલ પરિણામનું જે વેદન કરાય છે. તેનાથી મનને અસમાધિ થાય છે. તેથી તને અસાતા વેદનાને અનુભાવ કહેવામાં આવેલ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–અસાતા વેદનીય કર્મના ઉદયથી અસાતા–દાખ રૂ૫ ફળની પ્રાપ્તિ થાય છે. આ પરતઃ અસાતવેદનીય કર્મના ઉદયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે.
હવે સ્વતઃ ઉદયનું કથન કરવામાં આવે છે–અસાતા વેદનીય કપુદ્ગલોના ઉદયથી દુઃખનું પેદન થાય છે.
અસાતા વેદનીય કર્મના અનુભાવ સાતવેદનીય કર્મને સમાન જ છે. પરંતુ તેનાથી વિપરીત અસાતવેદનીય કર્મના ઉદયથી અમનેશ શબ્દનું, અનિષ્ટ રૂપનું, અરમણીય ગધનું અપ્રિયરસનું અને અકમનીય સ્પર્શનું વેદન કરવું પડે છે, તેના ઉદયથી માનસિક, વાચિક અને કાયિક દુઃખની પ્રાપ્તિ થાય છે. હે ગૌતમ ! આ અસાતવેદનીયકમ કહેલાં છે અને આ અસાતા વેદનીય કર્મના આઠ પ્રકારના અનુભવ પણ કહ્યા છે.
શ્રી ગૌતમસ્વામી–ભગવાન ! જીવના દ્વારા બાંધેલા, સ્પષ્ટ કરેલા, બદ્ધ સ્પર્શ પૃષ્ટ, સંચિત, ચિત, ઉચિત, આપાઝપ્રાપ્ત, વિપાઠપ્રાપ્ત, ફલપ્રાપ્ત, ઉદય પ્રાદત જીવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫