Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ પ્રકારે કર્મચણાના પુદ્ગલેને ગ્રહણ કરીને જ્ઞાનાવરણીય આદિના રૂપમાં પરિણત કરાવવું એ જ નિવર્તન કહેવાયું છે. તથા જે જ્ઞાનાવરણીય કર્મજ્ઞાન પ્રદ્વૈષ, જ્ઞાનનિહુનવ આદિ વિશેષ કારણોથી ઉત્તરોત્તર પરિણામને પ્રાપ્ત કરાય છે, જે સ્વયમ જ ઉદયને પ્રોત થયેલ છે અથવા બીજાના દ્વારા ઉદીતિ કરાયેલ છે.
અથવા સ્વ અને પર–ઉભયના દ્વારા ઉદયને પ્રાપ્ત કરાઈ રહેલ છે, તથા જે ગતિને પ્રાપ્ત કરીને કેમકે કોઈ કર્મ કઈ ગતિને પ્રાપ્ત કરીને તીવ્ર અનુભાવવાળા થાય છે, જેમકે અસાતવેદનીય કર્મ નરકગતિના વેગથી તીવ્ર અનુભાવવાળા થઈ જાય છે.
નરયિકોને માટે અસાતા તદનીયકર્મ જેટલા તીવ હોય છે, તેટલા તિય વિગેરેના માટે નથી હોતાં. એ જ પ્રકારે સર્વોત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત અશુભકમ તીવ અનુભાવવાળા હોય છે, જેમ મિથ્યાત્વ. તથા ભવને પ્રાપ્ત કરીને કેમકે, કઈ કમ કોઈભવ વિશેષને પ્રાપ્ત કરીને પિતાનો વિપાક વિશેષરૂપે પ્રગટ કરે છે. જેમ મનુષ્ય અને તિયચ ભવના રોગથી નિદ્રા દર્શનાવરણ કર્મ પિતાનો વિશિષ્ટ અનુભાવ પ્રગટ કરે છે.
તાત્પર્ય એ છે કે, કર્મને, અમુક ગતિ સ્થિતિ અને ભવને પ્રાપ્ત કરીને ત્ર્ય ઉદયને પ્રાપ્ત થાય છે. પર નિમિત્તથી પણ કમને ઉદય થાય છે, તેનું કથન કરે છેકાષ્ઠ, લેષ્ઠ, ખડૂગ આદિ પુદ્ગલેને પ્રાપ્ત કરીને પણ કર્મ ઉદયમાં આવે છે, જેમ કેઈના દ્વારા ફે કેલ કાષ્ઠલેષ્ઠ અગર બળ આદિના વેગથી અસાતા વેદનીયને અગર ક્રોધ આદિને ઉદય થઈ જાય છે.
પુગલ પરિણામના વેગથી પણ કોઈ કર્મ ઉદયમાં આવે છે જેમાં ખાધેલ આહાર ન પચવાથી અસાતા વેદનીયનો અગર મદિરાપાનથી જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જે જ્ઞાનાવરણ કર્મજીવના દ્વારા પહેલા બંધાયેલું છે અને વિભિન્ન પ્રકારના નિમિત્તોનો રોગ પામીને ઉદયમાં આવેલ છે. તેના અનુભાવ (વિપાક) કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રીભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! જીવના દ્વારા બદ્ધ, પૃષ્ટ, બદ્ધ સ્પર્શપૃષ્ટ, સંચિત, ચિત, ઉપચિંત, આપાઝપ્રાપ્ત, વિપાકપ્રાપ્ત, ફલપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, જીવના દ્વારા પરિણામિત પોતે જ ઉદયને પ્રાપ્ત અથવા બીજાના દ્વારા ઉદીરિત અગર બન્ને દ્વારા ઉદયમાન જ્ઞાનાવરણ કર્મની ગતિને, સ્થિતિને, ભવને, પુદ્ગલ અગર પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને દશ પ્રકારના અનુભાવ કહેલા છે, તે આ પ્રકારે છે–
(૧) શ્રેત્રાવરણ અર્થાત્ શ્રોત્રેન્દ્રિય વિષયક પશમનું આવરણ. (૨) શ્રેત્રવિજ્ઞાનાવરણ અર્થાત્ શ્રોત્રેન્દ્રિયના ઉપયોગનું આવરણ (૩) એજ પ્રકારે નેત્રાવરણ (૪) ત્રિવિજ્ઞાનાવરણ (૫) ધ્રાણુવરણ (૬) ઘાણવિજ્ઞાનાવરણ (૭) રસાવરણ (૮) રસવિજ્ઞાનાવરણ (૯) સ્પર્શાવરણ અને (૧૦) વિજ્ઞાનાવરણ.
તેમનામાંથી એકેન્દ્રિય જીવોને પ્રાયઃ શ્રેત્ર, ચક્ષુ, ઘાણ અને રસના વિષયક લબ્ધિ અને ઉપયોગ નું આવરણ થાય છે. કીજિયેને ત્રચક્ષ અને પ્રાણસમ્બન્ધી લબ્ધિ અને ઉપયાગનું આવરણ થાય છે. ત્રીન્દ્રિયોને શ્રોત્ર અને ચક્ષુવિષયકલબ્ધિ અને ઉપયોગનું
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫