Page #1
--------------------------------------------------------------------------
________________
T
ધરીએ
Τα gel,
OXOBO, OXOXOXO
OOOOOOG
મુનિ દેવરત્નસાગરજી
Page #2
--------------------------------------------------------------------------
________________
100 લીં શ્રી અ8 શ્રી વિમલનાથ સ્વામિને નમઃ 11
વલ થી | GIC Cીઓ...
* વાયનાદાતા * કચ્છી સમાજના હૃદયસમ્રા રાષ્ટ્રસંત અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી
મહારાજાના શિષ્ય આગમાભ્યાસી પૂ. ગણિશ્રી મહોદયસાગરજી મ. ના શિષ્ય.
મુનિશ્રી દેવરત્નસાગરજી મ.
૭૪
શ્રી શ્રુતજ્ઞાન પ્રસારણ નિધિ ટ્રસ્ટ
તલકે ગાલા ૩૦, હાજી હબીબ બિલ્ડીંગ, એ-વીંગ, ૨ જે માળે, નાયગામ ક્રોસ રોડ, દાદર, મુંબઇ-૪૦૦ ૦૮૪.
ફોન : ૪૧૬ પપપપ
Page #3
--------------------------------------------------------------------------
________________
* પ્રાપ્તિ સ્થાન *
શ્રી અનંતનાથ જિનાલય તીર્થ અનંતનાથ ચોક, નરશી નાથા સ્ટ્રીટ, મુંબઇ-૪૦૦ ૦૦૯.
ફોન : ૩૪૨ ૧૩૪૪, ૩૪૪ ૧૯૨૯
શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ ૨૧, કેશવજી નાયક રોડ,
દામજી મેઘજીનો માળો, ૧લા માળે, મુંબઇ-૪૦૦ ૦૦૯. ફોન : ૩૭૭ ૮૭૩૯
શ્રી શીતલનાથ જૈન મંદિર શ્રી દાદર કચ્છી જૈન સંઘ
આરાધના ભવન,
૧૩૫, દાદાસાહેબ ફાળકે રોડ, દાદ૨, મુંબઇ-૪૦૦ ૦૧૪. આ ૪૧૧ ૦૮૯૦
મુલ્ય રૂા. ૨૦/
મુદ્રક
રાજુલ આર્ટસ્, ઘાટકોપર, મુંબઇ. ફોન : ૫૧૪ ૯૮૬૩, ૫૧૧ ૦૦૫૬
......
મુનિ પ્રતથી શોભે
શ્રાવક વ્રતથી શોભે
ના
ગતિ બદલાય ત્યારે સ્થળનું સુખ પણ મતિ બદલાય ત્યારે
સ્થિતિનું સુખ મળે.
T
સમાધિ ટકાવવા
સથવારા ઓછા કરો.
::::
FORN CENT
સંવેદનશીલતા... સહનશીલતા...સ્નેહશીલતા જીવનમાં પ્રતિષ્ઠિત કરો.
પક્ષપાત એ પાપનો ગર્ભકાળ છે...પ્રશંસા એ પાપનો
જન્મકાળ છે. પ્રવૃત્તિ એ પાપનો ક્રિયાકાળ છે.
આત્માએ ખેડુત છે. શરીર એ ખેતર છે. પરિણતિનો પાક ઉભો કરજો.
Page #4
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રસંત, હૃદય સમ્રાટ પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાને અમારા કોઇમ્બતુરની ધરતી પર
લાવવામાં સહાયક બનનારા મુનિવરની પ્રેરણા સદેવ અમને મળો. શ્રી કાંતીલાલ ગાંગજી વોરા પરિવાર
રંગપુર-કોઇમ્બતુર.
અમો યુથી આભાર છીએ... અમારા શ્રી શીતલનાથ પરમાત્માના જિનાલયે સરસ્વતી કૃપાપાત્ર મુનિરાજશ્રીના જ્યારે જ્યારે પગલા પડ્યા છે ત્યારે ત્યારે ભાવમંગલ સર્જાયું છે...એમણે સંગીતબધ્ધ કરાવેલી ભાવયાત્રા...
ઉપમિતિ ભવપ્રપંચા કથાના આધારે આત્માનો ૧૦ કન્યા સાથેનો લગ્નોત્સવ હેયે ગૂંજે છે... શ્રી દાદર ચ્છી જૈન સંઘ (પૂર્વ) પૂજ્યશ્રીને વંદન કરે છે. આ શ્રુત ભક્તિના
મળેલા લાભની અનુમોદના કરે છે..
શ્રી અનંતનાથ જિનાલયે પૂજ્યશ્રીની ધારાબધ્ધ વાણી
પ્રવાહને ઝીલતા અત્યંત ભાવિભોર બન્યા છે. વારંવાર વિનંતિ કરતા પ્રસ્તુત પ્રકાશનમાં થોડો લાભ
મળતા ગૌરવ અનુભવીએ છીએ. માતુશ્રી ગજરાબેન અમરચંદજી ધનરેસા
રાણીગામ-રાજસ્થાન હાલ. મસ્જિદબંદર-વડગાદી.
Page #5
--------------------------------------------------------------------------
________________
ચાલી જુના શામજોસ્સોઉથફ્રભારું,૦૦ આ0 ઉછીવે છેઠીને GTU ?
• દિલના દરવાજે જેમની તસ્વીર હમેંશા કંડારાયેલી રહેશે એવા નિર્વિકારી, નિર્મોહી, નિરાભિમાની, નિસ્પૃહતાના સ્વામી રાષ્ટ્રસંત, હૃદયસમ્રાટું, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા ! જેમના સોળેકળાએ ખીલેલા પુણ્યોદયને કારણે મહાનગરમાં સામુદાયિક અનુષ્ઠાનોની રંગત જામી, સળંગ ૩૪-૩૪ વર્ષથી વરસીતપની અલખ સ્વજીવનમાં લગાવી રહેલા, ૭૧ મા વર્ષેય પગે વિહરનારા પ્રબળ આત્મબળના સ્વામી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજા. સંપર્ક સેતુ દ્વારા દૂર દૂરના પ્રદેશોમાં પથરાયેલા ગચ્છના શ્રાવકોને દિગ્દર્શન દેનારા, ઉવસગ્ગહર અને દંતાણી તીર્થમાં આરાધકોને ચાતુર્માસિક આરાધનાનો રંગ લગાડનારા સૂરિમંત્રારાધક પૂજ્યપાદું આ.ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજા. દિલના દેવાલયમાં અને મનના મહાલયમાં જેમના ઉપકારોની કસ્તૂરી સુગંધ સચવાયેલી છે ઉદયપુરમાં ઋષભાનન સ્વામીના તીર્થના જિર્ણોધ્ધારનું કદમ ઉઠાવનારા આગમાભ્યાસી પૂ.ગણિવર્યશ્રી મહોદયસાગરજી મ.સા. [ આ સગૃહીત ગુરૂ પરંપરાના ઉપકારોનાં ઋણમાંથી મુક્ત બનવા યત્કિંચિત પણ શક્તિ મળે એજ ભાવના...
ગુરૂ ગુણચરણરજ મુનિ દેવરત્નસાગર
Page #6
--------------------------------------------------------------------------
________________
।। શ્રી અનંતનાથાય નમઃ ।।
શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ-નીતિ-ગુણ-ગુણોદય-કલાપ્રભ-મહોદય ગુરુભ્યો નમઃ દષ્ટિ બદલો. દશા બદલાશે...
રસ્તા પરથી પસાર થયેલા ઊંટને જોઇને માણસ ખડખડાટ હસવા લાગ્યો...પોતાની મશ્કરી થઇ રહી હોય એવું ઊંટને લાગ્યું અને એટલે તે ઊભું રહ્યું...સામે જ ઊભેલા માણસને તેણે પૂછયું, ‘તું મને જોઇને હસ્યો ?’
‘હા...’ ‘કેમ?’
‘આવું ઢંગધડા વગરનું શરીર લઇને આ પૃથ્વી પર તું ફરે છે...તેના કરતાં તું હયાત ન હોય એ વધુ સારું છે...શી રીતે તને જીવન ટકાવવાનું મન થાય છે એ મને સમજાતું નથી...તારા જેવાથી આ પૃથ્વી ભારે થઇ રહી છે...' માણસે ઊંટને કહ્યું.
‘અલ્યા મૂરખ ! ભાર તે હું વધારું છું કે તું ? અમે તો કાંટાઓ ખાઇને અમારું જીવન ચલાવવાની સાથે આ પૃથ્વી પરથી કાંટાઓ ઓછા કરી રહ્યા છીએ...જ્યારે તું તો અનેકના જીવનપથ પર કાંટાઓ વેરીને આ પૃથ્વીને વધુ ને વધુ કાંટાળી અને કલંકિત બનાવી રહ્યો છે...બીજાના રસ્તામાં કાંટાઓ વેર્યા વિના તને ચાલતું જ નથી...અને એટલે જ કહું છું, આ પૃથ્વીને ભાર અમારા જેવા ઢંગધડા વિનાના શરીરવાળા પશુઓથી નથી લાગતો પરંતુ તારા જેવા સુડોળ શરીરવાળા પણ બેડોળ દિલવાળા માણસોનો લાગે છે...' ઊંટે રોકડો જવાબ આપ્યો. માણસ શું બોલે ?
ઊંટની વાત ક્યાં ખોટી છે ? આખી દુનિયાને લેવાની તાકાત જે માનવીને મળી છે એ માનવી સાવ મામૂલી સ્વાર્થ ખાતર આખી દુનિયાને ખતમ કરી નાખવાની પેરવીમાં આજે પડ્યો છે...એવું કહેવાય છે કે ૨૫૦ વાર આ દુનિયાનો નાશ થઇ શકે તેટલો શસ્ત્ર સરંજામ આ દુનિયામાં આજે ખડકાયો છે ! માનવે કીડા-મંકોડાને માર્યા...પશુ-પંખીને માર્યા...અરે ! પોતાના જાતભાઈઓને માર્યા...અને એથીય આગળ વધીને પોતાના સંતાનોનેય આ પૃથ્વી પર આવવા દેતા પહેલાં જ એને માતાના પેટમાં ને પેટમાં ખતમ કરી નાખ્યાં !
માત્ર પોતાના જીવનને ટકાવવા ખાતર માણસ આજે એટલી હદ સુધીનો ક્રૂર બન્યો છે કે તેનું વર્ણન થાય તેમ નથી...૫-૧૫ હડકાયા કૂતરાઓ કરડે તો એ કૂતરાની આખી જાતિને ખલાસ કરી નાંખવા તૈયાર થઇ જાય છે ! ૨-૫ સાપ કો'કને ડંખ મારી જાય તો એ સાપ માત્રને નામશેષ કરવા તૈયાર થઇ જાય છે...તો ઉંદર સપ્તાહ, માખી સપ્તાહ, મચ્છર સપ્તાહ ઊજવી ઊજવીને લાખો-કરોડોની સંખ્યામાં નિર્દોષ જીવોને મોતને ઘાટ ઉતારી દેવા આજે તૈયાર છે ! હમણાં જ પશ્ચિમના દેશમાં એક માણસનું હડકાયો કૂતરો કરડવાના કારણે મોત થયું...દવાઓ પુષ્કળ કરી છતાં ન જ બચ્યો...માણસ એકદમ સ્થિતિસંપન્ન હતો...તેના મોત પછી તેણે બનાવેલું વિલ ખોલવામાં આવ્યું...તેમાં લખ્યું હતું કે
‘મારી અમૂલ્ય જિંદગી એક નાચીઝ એવા હડકાયા કૂતરાએ ખતમ કરી નાંખી છે...હું
Page #7
--------------------------------------------------------------------------
________________
ઇચ્છું છું કે મારી જેમ જ બીજા કોઇની જિંદગી આ રીતે ખતમ ન થાય !” એ તમામની જિંદગી સુરક્ષિત રાખવા માટે હું જાહેર કરું છું કે “પાંચ લાખની મારી સધળીય મિલ્કત જ્યાં ક્યાંય પણ કૂતરાઓ દેખાય એ સઘળાય કૂતરાઓને ખતમ કરી નાંખવામાં જ વપરાય !”
કેટલી દૂર લેશ્યા ? “મને મારનાર આ દુનિયામાં જીવતો ન જ રહેવો જોઇએ.’ આ ગણિત પર ચાલનાર આજના માનવ પાસે હમદર્દી માગવા જનારને હમદર્દી મળે શી રીતે ? વિચાર તો એ આવે છે કે માણસને સાપ સાથે દોસ્તી નથી છતાં એ સાપ કરતાંય વધુ ઝેરી શી રીતે બન્યો ? વાઘ સાથે તેને મૈત્રી નથી છતાં વાઘનેય પાછા પાડી દે એવી ક્રૂરતા એ ક્યાંથી શીખી લાવ્યો ? શિયાળની સાથે તો મેં તેને ક્યારેય ફરતો જોયો નથી તો પછી શિયાળ કરતાંય વધુ લુચ્ચાઇ તેનામાં ક્યાંથી પ્રગટી ? અરે ! રોજ સાંજે પોતાના હાથમાં સાંકળ લઇને કૂતરા સાથે ફરવા જવા છતાં કૂતરાની વફાદારી તેનામાં કેમ ન આવી ? મૈત્રીના પ્રતીક તરીકે કબૂતરોને આકાશમાં ઉડાડવા છતાં તેનામાં મેત્રીની છાંટ પણ જોવા કેમ ન મળી? “સંગ તેવા રંગની કહેવત આજના માનવીએ ખોટી પાડી દીધી હોય એવું નથી લાગતું?
આટલી હદ સુધીનું માનવીનું અધઃપતન કોને આભારી છે ? નજર સામે માત્ર આ લોક જ અને આ લોકના ક્ષણભંગુર સુખો જ દેખાય છે તેને ! બસ, આ બે ચીજોએ માનવીને માનવના ખોળિયે હેવાન બનાવ્યો ! પરમાત્મા બનીને આ દુનિયામાંથી વિદાય લઇ શકાય એવા કિંમતી ભવમાં એ પોતાનો આત્મા પણ ગુમાવી બેઠો !
ખેર ! આપણે હવે આ ઘરેડમાંથી કોઇપણ હિસાબે બહાર નીકળવું જ છે ! અત્યાર સુધીની જિંદગી ભલે બેકાર ગઇ, પરંતુ હવેની જિંદગી તો સુધારવી જ છે ! ૧૦૦ ફૂટ ઊંડા કુવામાં ખાલી બાલદી સાથે દોરડું ભલે ને ગમે તેટલું નીચે ગયું હોય, દોરડાનો છેડો જો આપણા હાથમાં હોય તો તમામ દોરડાને અને બાલદીને પણ સાથે આપણે બહાર લાવી શકીએ તેમ છીએ...બસ, એ જ રીતે અત્યાર સુધીમાં ભલે ગમે તેવું જીવન જીવ્યા હોઇએ પરંતુ આયુષ્ય જ્યાં સુધી પુરું નથી થયું ત્યાં સુધી જીવનને જીતી જવાની પૂરેપૂરી શક્યતા છે ! શા માટે એ શક્યતાને આપણે વાસ્તવિકતામાં ન ઉતારીએ ? આ દુનિયામાંથી વિદાય થતા પહેલાં શા માટે સજ્જન ન બની જઇએ ?
બહુ થયું, હવે સાવધ બનીએ. સજ્જન બનવાની સાથે શ્રાવક બનીએ. મુલુન્ડ ચાતુર્માસમાં અપાયેલી ૧૨ વ્રતોની વાચનાઓનું પુનઃ સંકલન અત્રે મૂક્યું છે. આ બધામાં જીવન ઉદ્યોત, પ્રતિક્રમણ પ્રશ્નોત્તરી, ચેતન ! જ્ઞાન અજવાળીએ, આદર્શ શ્રાવક જીવન, આત્મ પ્રબોધ આદિ પુસ્તકોનો સહારો લીધો છે. હું નિમિત્ત માત્ર છું.
હરકોઇ આત્મા એ સાધુપણું પાળવાની શક્તિ ધરાવતા નથી હોતાં એવા અલ્પ સત્વવાળા જીવો સાધુપણાની મહાસત્વશાળી આત્માઓનો જીવન આદર્શ રાખી, ચાલો કૂદીએ જંગમાં.. વિજયને વરીએ. વિજયાદશમી
ગુરુ ગુણ-મહોદય શિષ્યાણ અનંતનાથ જિનાલય તીર્થ સં. ૨૦૧૮
મુનિ દેવરત્નસાગર
Page #8
--------------------------------------------------------------------------
________________
सम्मदंसणरता, अनियाणा सुक्क लेसामो गाढा । इय जे मरंती जीवा, तेसिं सुलहा भवे बोही ।।
ઉત્તરા અ.૩૬ ગાથા ૨૬૪ ભાવાર્થ - જે જીવો સમ્યગ્દર્શન અનુરક્ત, નિયાણા રહિત ક્રિયા-અનુષ્ઠાન
કરવાવાળા, અને શુક્લ વેશ્યાપારી હોય તે જીવો આરાધના કરતા જો મૃત્યુને પામે તો એ જીવોને આ ભવે અને પરભવમાં
બોધિ બીજ (સમ્યકત્વ) ની પ્રાપ્તિ ખૂબ સહેલાઈથી થઈ શકે છે. રામાયણમાં યુધ્ધનો પ્રસંગ છે.
રાવણ અને વાલી વચ્ચેનો જંગ છે. આ યુધ્ધમાં હજારોનો નાશ થશે એ વિચારથી વાલીએ રાવણ પાસે એક સુંદર પ્રસ્તાવ રજૂ કર્યો.
રાવણ, આપણે બન્ને શ્રાવકપણાને પામ્યા છીએ. આપણે બન્ને જિનેશ્વર ભગવાનના શાસનને પામ્યા છીએ. ઝઘડો આપણી બે વચ્ચેનો છે તેમાં આ સૈન્યનું કચ્ચરઘાણ શું કામ કરવો ?
રાવણ પણ ધર્માત્મા છે. તેથી તેણે વાલીની વાત તરત વધાવી લીધી. બન્ને વચ્ચે યુદ્ધ થયું. જેમાં વાલી વિજેતા બન્યો હોવા છતાં પુણ્યના ભરોસે રહેવા જેવું નથી. આવી વિચારણા આવતા ચારિત્રના માર્ગે ચાલી નીકળ્યો.
જન્મ અને મૃત્યુની વચ્ચે જીવન નામનો એક સુંદર સમય છે. જન્મ પામનારા આ જગતમાં જીવે છે તો ખરા. પણ જન્મને પ્રધાન બનાવીને જીવવું અને આત્માને પ્રધાન બનાવીને જીવવું એ બન્નેમાં ફરક છે.
* બે પૈસા ખાતર પણ ભયંકર કષાયો કરનારા જીવો પણ છે અને બે લાખ રૂપિયા ગયા પછીય સમાધિ ટકાવી રાખનારા પણ જીવો જોવા મળે છે.
* તુચ્છતાના ઘરની ફરિયાદ કરનારા પણ મળશે અને સાત્વિકતાના સ્વભાવ દ્વારા ફરી ફરી યાદ કરી શકાય તેવા જીવો પણ મળશે.
રોટલાનો ટુકડો મળે છે. અને કુતરો ખુશ થઇ જાય છે. વિષ્ટા ચાટવા મળે છે. અને ડુક્કર આનંદિત થઇ જાય છે. ગાય વગેરેનું મારણ કરીને.. સિંહ મસ્તીથી પડ્યો રહે છે.
અનાજના દાણાઓ મળે છે. અને કબુતર, ચકલા, મેના, હોલા-પોપટ વગેરે ખુશ થઈ જાય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
ટૂંકમાં પશુઓની દુનિયામાં એક જ ભૂખ છે પેટની !
એમની દોટ-વ્યથા મહેનત વેદના આનંદ મસ્તી એ બધાયના કેન્દ્રમાં લગભગ પેટ હોય છે.
જ્યાં સફળતા તો એ મસ્ત, જ્યાં નિષ્ફળતા ત્યાં એ સુસ્ત !
જ્યારે માણસોની દુનિયામાં પેટની ભૂખ ઉપરાંત બીજી અનેકવિધ ભૂખ છે. પદની પ્રતિષ્ઠાની... પૈસાની.. જેઓના પેટ નથી ભરાયા એ માણસો પેટની ભૂખ પૂરી કરવા આવે છે. પણ જેઓના પેટ ભરાઇ ગયા છે એ માણસો પછી પદ-પ્રતિષ્ઠા અને પૈસાની ભૂખને શાંત કરવા દોડે છે.
હ.. પુણ્યનો સાથ હોય તો એ ભૂખના ખાડા પૂરવામાં તેઓ સફળ બને છે. પણ એમાં સં થી મોટી તકલીફ એ છે પેટનો ખાડો પૂરાયા બાદ જેમ તૃપ્તિનો ઓડકાર આવે છે તેમ પદ પ્રતિષ્ઠા પૈસાના ખાડાની પૂર્તિમાં ક્યારેય તૃપ્તિનો ઓડકાર આવતો જ નથી.
હા..! વિરલ પુણ્યાત્માઓ એવા છે કે જેઓ પેટ પદ પ્રતિષ્ઠા પૈસાની ભૂખના ખાડાને પૂરવા પાછળ આ જિંદગી પૂરી કરવાને બદલે અંતરમાં જાગેલી પરમપદની ભૂખને શાંત કરવા પ્રયત્નશીલ બનતા હોય છે.
અને આમાં મઝાની વાત એ છે કે પરમપદની આ ભૂખ શાંત થતાં જ દુનિયાની સઘળીય ભૂખો શાંત થઇ જાય છે.
માનવજીવન આપણે પામ્યા છીએ ! પરમપદની તીવ્ર ઝંખના.. અને અમલી બનાવવાની નક્કર સામગ્રીઓ... એમાં સો ટકા સફળ બનવાની શક્યતા... એ બધુંય માત્ર અહીંયા જ સુલભ છે.
તપાસી જુઓ જીવનને... શરીર કેન્દ્રિત પેટની ભૂખને શાંત કરવાના જ આપણા પ્રયત્નો છે ? કે મન કેન્દ્રિત પદ પ્રતિષ્ઠા પૈસાની ભૂખની પૂર્તિ પાછળ જ આપણે દોડી રહ્યા છીએ ? કે પછી આત્મકેન્દ્રિત પરમપદની દુર્લભ ભૂખને શાંત કરવા આપણે પ્રયત્નશીલ છીએ ?
પરમ પદની પ્રાપ્તિની ભૂખ જેને હોય તેનાં કેન્દ્રમાં ‘આત્મા' જ હોય ! - અનાદિ કાળથી સંસારમાં ભમી રહેલો આત્મા સતત કર્મ બંધનોથી બંધાઇ રહ્યો છે. એ બંધનોથી છોડાવનારૂ અને પરમપદની પ્રાપ્તિ કરાવનારું આપણને અભૂત જિનશાસન મળ્યું છે.
અનંતગુણી અનંતા તારક તીર્થકર ભગવંત તો આ જગતના કલ્યાણને માટે શાસનની સ્થાપના કરે છે. અનંતકાળથી જીવના માથે ચાલી આવતી જન્મ મરણની
Page #10
--------------------------------------------------------------------------
________________
આપદાઓનો અંત લાવવા, મોક્ષની પ્રાપ્તિ કરવા, અનાદિકાલીન મિથ્યાજ્ઞાનની ભયંકર દુર્ગધને જડમૂડથી ખતમ કરવાની અમોઘ શક્તિ ધરાવે છે જિનશાસન ! નરક અને તિર્યંચોની દુર્ગતિઓના દ્વારે તાળાં મરાવીને દેવ અને ઉત્તમ માનવભવની સદ્ગતિઓના દરવાજા ખોલાવી આપે છે શ્રી જિનશાસન !
જીવનને જીવવાની કળા શીખવે છે આ શ્રી જિનશાસન ! માણસને સાચા અર્યમાં માણસ બનાવનારું, શયતાનને શયતાન મિટાવીને ઇન્સાન બનાવનારું અને અંતે ભગવાન બનાવી દેનારું અનુપમ છે આ શ્રીજિનશાસન ! વાસનાનાં બંધનોમાંથી સદા કાળ માટે મુક્તિ અપાવનારું અને અત્તે શાશ્વત કાળ માટે સુખનું પ્રદાન કરનારું છે આ શ્રી જિનશાસન !
અનંત તીર્થંકર પરમાત્માઓનો આ કેવો અણમોલ ઉપકાર ! જિનશાસન રૂપી નૈયાને આ સંસાર સાગરમાં તરતી મૂકીને તેમણે આપણા ઉપર કેવો અનંત ઉપકાર અને કેવી અપરિસીમ કરુણા વહાવી છે !!! ક્ષણભર વિચાર કરીએ.... આ જિનશાસન આપણને ન મળ્યું હોત તો ? તો આપણે આ ભવસાગરમાં ક્યાંય અટવાતા, અથડાતા, અને ટીચાતા-કૂટાતા હોત ! શી આપણી દશા હોત અને કેવી આપણી અવદશા હોત તેનો કદી ગંભીરતાપૂર્વક આપણે વિચાર કર્યો છે ખરો ?
પેલા આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું તે દિવ્ય શાસ્ત્રવચન યાદ આવે છે
कत्थ अम्हारिसा पाणी, दुसमा दोस दूसिया हा ! अणाहा कहं हंता, जइ न हुज्ज जिणागमो ।।
શ્રી જિનેશ્વર પરમાત્માનું આ અણમોલ જિનાગમ જો અમને ન મળ્યું હોત. એનું અસ્તિત્વ જ ન હોત.. તો દુઃષમ કાળના દોષથી દૂષિત અનાથ એવા અમારું આ જગતમાં શું થાત ?”
આપણને ક્યારે પરમાત્માના શાસન વિહોણી આપણી જીત “અનાથ” લાગી
છે ?
– અનાથતા લાગી છે, મનચાહી ધનસંપત્તિ ન મળી ત્યારે. – અશરણતા લાગી છે, મનવ્હાલી પત્ની મરણ પામી ત્યારે.
–અસહાયતા અનુભવી છે, ધંધામાં મોટી ઉથલપાથલો થઇ અને અકલ્પેલી મંદીના ફટકાએ તમારી કમર તોડી નાંખી ત્યારે.
– આંધી આવી છે, જીવનમાં વીંઝાયો જ્યારે અણધાર્યો અને અકળાવનારો દુઃખોનો ઝંઝાવાતી વાયરો ત્યારે.
Page #11
--------------------------------------------------------------------------
________________
પણ..પણ... * અનાથતા નથી લાગી... જિનશાસન ન મળ્યાની કલ્પનામાં !
* અશરણતા નથી લાગી.. જિનશાસન મળવા છતાં તેને સફળ ન કરીને જીવનની પળોને આપણે સરિયામ વેડફી રહ્યા છે ત્યારે...
* અસહાયતા નથી અનુભવાતી સદ્ગુરુદેવોનો સંગ મળવા છતાં જીવનનો કોઇ રંગ પલટાતો નથી ત્યારે..
* અકળામણ નથી અનુભવાતી.. નોટોનાં બંડલો ઉપર જ્યારે તમે આળોટો છો ત્યારે, કંઇ ભૂખ્યા દુખ્યા હજારો સાધર્મિકો અને લાખો દીન-દુઃખિતોની બિસ્માર હાલતનો કદી મનમાં વિચાર પણ નથી આવતો.
જે સાંસારિક સુખોના રાગને જ્ઞાની તીર્થંકર પરમાત્માઓએ અનંત દુઃખોનું મૂળ અને દુર્ગતિઓનું દ્વાર કહ્યું, તેની જ પાછળ આપણે ભમ્યા-ભટક્યા અને હજી એ ભ્રમણ અને ભટકામણ ચાલુ જ છે.
મનચાહાં સુખોને મેળવી લેવાને અણચાહાં દુઃખોને મિટાવી દેવા આપણે “બધું જ કરવા તૈયાર છીએ. હા... બધું જ. નીતિ-અનીતિ, ન્યાય કે અન્યાય, ધર્મ કે અધર્મ, પાપ કે પુણ્ય, વિશ્વાસઘાત કે લૂંટ, ચોરી કે જુગાર, ગમે તે રસ્તે, ગમે તે રીતે મેળવી લેવું સુખ.... મનગમતું ! અને ગમે તે રસ્તે ગમે તે રીતે કાઢી મૂકવું દુઃખ... અણગમતું ! આ જ છે આજના માનવનું એક માત્ર લક્ષ્ય !
“સુખ મેળવવા જેવું” અને “દુઃખ કાઢવા જેવું” એ બે મિત્રો મોહરાજે આજના માનવને એવા પાકા પઢાવી દીધા છે કે એનાથી ઊલટી વાત સાંભળવાયે એ તૈયાર નથી.
આ કુસંસ્કારોના કાતિલ બંધને એવો બંધાણો છે આપણો આતમરામ ! કે હવે એને ભાઇ ! તું બંધાયેલો છે' એવું કહીને તેને જગાડનાર સદ્ગુરુમળે તોય તે માનવા ધરાર લાચાર છે.
- જ્યાં બંધનથી હું બંધાયો છું ! સાંસારિક સુખોની કારમી રાગ-દશા અને દુઃખો પ્રત્યેની ક્રૂર દ્વેષબુદ્ધિ આ જ મહાબંધન છે એનું ભાન જ ન થાય ત્યાં સુધી એ બંધનોથી છૂટવાનું મન થાય જ શી રીતે ? અને જ્યાં સુધી એ બંધનોથી છૂટવાનું મન ન થાય ત્યાં સુધી એ બંધનોથી છૂટવાના ઉપાયોને પરમાત્મશાસન દ્વારા આપણી પાસે ઉપલબ્ધ હોવા છતાં પામવાનું આપણને સૂઝે પણ ક્યાંથી ?
સુખોની વાસના એ એક એવી કારમી ખણજ છે એને તમે જેમ જેમ ખંજવાળો તેમ તેમ તેની ચળ વધુ ને વધુ તીવ્ર બનતી જાય.... ખંજવાળતાં આનંદની અનુભૂતિ નહિ, પણ “આભાસ' ઊભો થતો જાય. જેમ ખુજલીના દર્દીને ખણતી વખતે કેવી મઝા આવતી
Page #12
--------------------------------------------------------------------------
________________
હોય છે ! એ જ્યારે ખણતો હોય નખ વડે કે કોઇ તીક્ષ્ણ છરી વડે ત્યારે એ સમયનો આનંદ કેવો અવર્ય લાગતો હોય છે ! શું હકીકતમાં આ આનંદ છે કે આનંદનો આભાસ માત્ર ! આનંદ મળી રહ્યાની જૂઠી ભ્રમણ માત્ર !
જો ખણવામાં સાચો આનંદ હોય તો પણ શાંત થયા પછી પણ આનંદની અનુભૂતિ ચાલુ જ રહેવી જોઇએ. પણ ઊલટ પશે. ખણ્યા પછી એ ભાગમાં બળતરાની તીવ્ર પીડા ઉપડે છે. ખુજલીનો દર્દી હાય. લ્હાય. પોકારી ઉઠે છે. એની વેદના અસહ્ય છે. વેદનાની એ અસહ્ય પીડા સામે, ખુજલી સમયની આનંદની કાલ્પનિક અનુભૂતિ અગ્નિ પાસે મૂકેલા બરફની જેમ ઓગળીને વિલીન થઇ જાય છે. - સાંસારિક સુખોની વાસનાની ખણજો બરાબર આવી જ છે પછી ભલે તે સુંદર સ્પર્શવાની.. હોય ! કામવાસના ભોગવવાની હોય !જીભેથી સુમધુર ભોજન આરોગવાની હોય ! નાકેથી સુગંધી સેંટ અત્તર સૂંઘવાની કે આંખેથી રૂપાળાં રૂપદર્શનની હોય ! કે પછી કર્ણપ્રિય સુમધુર ફિલ્મી-ગીતો સાંભળવાની હોય ! પાંચેય ઇન્દ્રિયોના સુંદર પદાર્થોને ભોગવવાની લાલસા તે “વાસના' છે. “વાસના' શબ્દનો આ વ્યાપક અર્થ બરોબર સમજી લેવા જેવો છે. “વાસના' નો અર્થ વર્તમાન સામાન્ય સમાજ -સ્પર્શેન્દ્રિયના વૈષયિક સુખને (sex) ભોગવવા રૂપ જ સમજે છે. પણ તે સ્થૂલ અર્થ છે. સૂક્ષ્મ અર્થ છે પાંચ ઇન્દ્રિયોના મનગમતા પદાર્થોને ભોગવવાની ઝંખના તે વાસના. અને વાસના એ પણ છે. જેને તમે જેમ જેમ ખણતા જશો, ભોગવતા જશો, માણતા જશો તેમ તેમ તે વધુ ને વધુ ભભૂકશે. ભડકશે. અને તેની આગ તીવ્ર ને તીવ્ર બનતી જશે. આગમાં ઇંધનને નાંખો તો આગ વધે કે ઘટે ? ચોક્કસ, વધે. ઇંધન નાંખો અને આગ ઘટે એ કદી શક્ય જ નથી.
આગને ઠારવાનો એક જ ઉપાય છે પાણી. વાસનાની આગમાં તમે ભોગ ભોગવવા રૂપી ઇંધન (લાકડાં) નાંખે જ જશો તો તે આગ ભડકે જ બળવાની છે વાસનાની આગમાં ભોગના પેટ્રોલ નાંખવાનું કામ કદી ન કરશો. તેના ઉપર તો પાણી જ નંખાય... અને વાસનાની આગને બુઝાવનારું પાણી છે જિનેશ્વર પરમાત્માની ઉપાસના.
ઉપાસનાના અનેક પ્રકાર છે ઃ
(૧) જિનેશ્વર પ્રભુએ બતાવેલા સર્વવિરતિ ધર્મના સંપૂર્ણ આશા પાલનના સ્વીકાર રૂપ.
(૨) સર્વવિરતિ ધર્મને જ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય માનીને, હૃદયથી સ્વીકારીને, તેના યથાશક્ય અલ્પ અંશના દેશવિરતિ ધર્મના પાલન રૂપ ૧૨ વ્રતો નો સ્વીકાર.
(૩) એ સર્વવિરતિ અને દેશવિરતિના સન્માર્ગ સુધી પહોંચવા માટેના જરૂરી
Page #13
--------------------------------------------------------------------------
________________
આવશ્યક ગુણોનું પાલન એટલે, માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો.
આ ૧૨ વ્રતો તો સ્વીકાર જીવને સન્માર્ગ સુધી લઈ જાય છે. આ વ્રતો મોક્ષ રૂપી માર્ગને અનુસરનારા છે.
પરંતુ આ વ્રતોને પામવા માટેની આપણામાં લાયકાત છે? પાત્રતા છે ? પાત્રતા વગર ગમે તેવું ઉત્તમ ભોજન પણ પચતું નથી...
શું કરીએ તો આ પાત્રતા આવે ? બહુ સરળ અને સુંદર બતાવી દઉં આ પાત્રતાની વ્યાખ્યાને ! એ વ્યાખ્યા સાંભળતાં જ તમે બોલી ઊઠશો તો તો જરૂર અમે પાત્ર છીએ, એ વ્રતોનાં ગુણોને પામવાને માટે.
, “આ વ્રતો મારામાં ભલે નથી, પરંતુ આ વ્રતો મારે પામવા જ છે, અને તે બહુ ગમે છે. અને એને મેળવવા માટે મારી શક્તિ મુજબ તમામ કરી છૂટવું છે.” બસ. આવી ઝંખના જ આ ગુણોને પામવાની પાત્રતા છે.
પોગલિક પદાર્થોમાં જ સુખ છે' આ ભ્રામક માન્યતાએ જીવને એવો ઊંધા રવાડે ચડાવ્યો છે કે જેને સવળે પાટે ચઢાવવો તે એક અતિ મુશ્કેલ કાર્ય બની ગયું છે.
• રૂપાળી પત્નીના પતિ બની જવામાં સંસારી જીવે સુખ જોયું છે.
• પોતાની પાસે સ્કૂટર હોવા છતાં બાજુવાળાને ત્યાં મારુતિકાર આવી ગઇ એટલે એ પોતાની જાતને દુઃખી માનવા લાગ્યો છે. મારુતિકારની પ્રાપ્તિમાં તે સુખની કલ્પના કરી રહ્યો છે.
પોતાના પડોશીને ત્યાં હજી “વીડિયો’ નથી આવ્યો પરંતુ જો પોતાના ઘરે “સોની ટી.વી. વીથ વી.સી.આર.” આવી ગયું હોય અને બેડરૂમમાં ડનલોપની ગાદી ઉપર સૂતાં સૂતાં મનગમતાં પિકચરોની કેસેટો જોઇ શકાય છે તો તે પોતાની જાતને મહાસુખી માને છે.
• એસેલ્ફીની ચૂંટણીમાં નહોતી ધારી તોય ટિકિટ મળી ગઇ તેથી પોતાને અત્યંત ભાગ્યશાળી સમજે છે.
જેમ જેમ મનની આકાંક્ષાઓ, અપેક્ષાઓ પૂર્ણ થતી જાય છે તેમ તેમ તે પોતાની જાતને વધુ ને વધુ સુખી સમજવા લાગે છે. અને એ આકાંક્ષા કે અપેક્ષા જ્યાં પૂર્ણ થતી નથી ત્યાં જ તે પોતાની જાતને અત્યંત દુઃખી સમજવા લાગે છે.
પળમાં રાજી ! પળમાં નારાજ!
ક્ષણે રુઝાઃ ક્ષણે તુષ્ટાઃ ! આવી લાચાર... પામર અને પંગુ દશા છે આ સંસારી જીવાત્માની !
Page #14
--------------------------------------------------------------------------
________________
પર્યુષણમાં આઠ આઠ દિવસ સુધી ઉપવાસ ખેંચી નાંખનારો... એક દિવસ નિશ્ચિત સમયે દૂધ ન મળતાં, ચાહ પીવાનું/મોડું થઇ જાય છે તો તે બિચારો પાંગળો બની જાય છે. એનું માથું ચડી જાય છે. એ પોતાની જ વ્હાલી પત્ની ઉપર ઊકળી ઊઠે છે. ઊકળતી કડક મીઠી ગિરનાર ચાહની જેમ જ !
કેવી કારમી પરાધીનતા ! પરાધીનતામાં સુખ છે જ નહિ !
સુખ સ્વાધીનતામાં જ છે ! આ સત્ય જ્યાં સુધી નહિ સમજાય ત્યાં સુધી ‘કુંવાના દેડકાને દરિયાની વિશાળતાનું જ્ઞાન’ નહિ જ થાય. એની દશા હોકો પીવામાં જ જીવનનું પરમ સુખ સમજતા પેલા રબારી જેવી જ રહેવાની...
ત્યાં હોકો પીવા મળશે ?
પંડિતે રબારીને ધર્મનો ઉપદેશ આપવો શરૂ કર્યો. ત્યારે રબારીએ પૂછયું ધર્મથી શું મળે ?’’ પંડિત કહે, ‘ધર્મથી મોક્ષ મળે.’
રબારી કહે,‘‘મોક્ષ કેવો હોય ?’’
પંડિત કહે,‘‘મોક્ષમાં અપાર આનંદ હોય. બસ... ખૂબ આનંદ ! આનંદ આનંદ અને આનંદ. દુઃખનું તો ત્યાં નામ માત્ર ન હોય. ધર્મથી આવો મોક્ષ મળે.’’
ત્યારે રબારી કહે,‘‘આનંદની વાત તો ઠીક છે. પણ એ કહો. તમારા મોક્ષમાં ‘હોકો’ પીવા મળે ?'’
રબારીને મન હોકો પીવાના આનંદ કરતાં ચડિયાતો આનંદ બીજો હોઇ શકે છે, એ વાત ગળે ઊતરે તેમ જ નથી.
પ્રાયઃ આપણા જેવા બધા સંસાર રસિયા જીવોની આવી જ કરુણ દશા છે. રબારીને હોકો પીવામાં આનંદ અનુભવાય છે.
બિલાડીને ઉંદર ખાવા મળી જાય તો તે પોતાને સુખી માને છે.
તમને ફિલ્મના કોઇ હીરો સાથે ‘શેક-હેન્ડ' કરવા મળી જાય તો આનંદ. રાતે બાર વાગ્યે રસ્તા ઉપર પાઉભાજી અને ભેળપૂરી ખાવામાં.. અણ્ણાહારી પદ જેનો સ્વભાવ છે એવો આપણો આત્મા... આનંદ અનુભવે છે. હાય ! કરુણતા ! · પાંચે ઇન્દ્રિયોના વિષયોથી સદા માટે પર બનીને પરમાત્મ પદ પામવાની પાત્રતાવાળો આપણો આત્મા...એજ પાંચ ઇન્દ્રિયોના વિષયોની વિષ્ટામાં આળોટતો.. એને જ ચાટતો અને આરોગતો પોતાની જાતને ગૌરવશાળી સમજે છે.
હાય ! આત્મરામ ! તારી આ ભૂંડ જેવી કારમી દશા કોણે કરી ? કંઇક તો
૭
Page #15
--------------------------------------------------------------------------
________________
વિચાર !
“પૌદ્ગલિક સુખોનાં સાધનોની પ્રાપ્તિમાં જ સુખ છે અને એ સુખનાં સાધનોની અપ્રાપ્તિમાં કે અલ્પપ્રાપ્તિમાં દુઃખ છે.” આ પાપી વિચારણાએ વિચારવંત જીવાત્માને મૂઢ બનાવી દીધો છે. અને આ મૂઢતા તે જ મિથ્યાત્વ છે અને આ મિથ્યાત્વ તે જ સમ્યગ્દર્શનનો મહાશત્રુ છે.
હવે વિચારદિશાને પલટીએ.
અણમોલ પ્રભુ મહાવીરનું શાસન પામ્યા છીએ. શુદ્ર વિષયોના આનંદને મેળવવાની પાછળ આત્માના અખૂટ અને અનુપમ આનંદને ગુમાવવાનું હવે આપણને ન પાલવવું જોઇએ.
મહાવીરનું શાસન પામ્યા છીએ. મહાવીર નહિ તો મહાવીરનાં સંતાન તો બનીએ.
વીરના સંતાનનું જીવન કેવું હોય! એનું જીવન તો એવું હોય છે અને કોને પ્રેરણાનો આદર્શ પૂરો પાડે.
એનું સાન્નિધ્ય એવું હોય જે બીજાઓને હિંમત અને હૂંફ આપે.પ્રેમ અને વાત્સલ્યના અમૃતનું દાન આપે.
પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં જો અટવાઇ જઇશું તો યાદ રાખજો આ જીવનનું મોત તો ભયંકર બનશે જ. પણ પરલોકમાંય ત્રાસદાયક દુર્ગતિઓ આપણો કેડો નહિ છોડે. દુર્ગતિઓની એ દારુણ વ્યથાઓને ભોગવી લેવાનું શું આપણને પોષાય એવું છે ખરું? જો ના... તો પછી એ વિષય વાસનાઓની આગને અડવાના. અને એને બાઝીને ભોગવી લેવાના આત્મઘાતક રસ્તેથી પાછા વળીએ. અને જીવીએ જિનની આજ્ઞાને શિરસાવંદ્ય કરીને જિનાજ્ઞા મુજબના સાત્વિક આનંદભર્યા જીવનને..
અનાદિ કાળના પરિભ્રમણ પછી મળેલો આ માનવ અવતાર હવે તો એળે નથી જ જવા દેવો. આટલો દઢ સંકલ્પ કરીએ. અનંત જન્મોની પુણ્યરાશિ એકઠી થયા પછી મળેલા જિનશાસનને સફળ બનાવીએ. આપણી ઉપર કરેલા તીર્થકર ભગવંતોના અનંત ઉપકારને આપણે સાર્થક કરીએ.
આપણે જે વર્તમાન જીવન જીવીએ છીએ તેમાં કેટ-કેટલાં માણસોનો સહયોગ સહકાર અને ઉપકાર છે ! એ બધાયના ઉપકારને માનનારા આપણે તારક તીર્થકર દેવોના જ ઉપકારને વિસરી જઇશું ? એ ઉપકારનો બદલો વાળવાનું કોઇ જ સામર્થ્ય આપણામાં નથી. ફરંતુ એ અનંત ઉપકારીઓના ઉપકારના ત્રણમાંથી મુક્ત થવા માટેની કાંઇક કોશિષ તો આપણે જરૂર કરવી જ રહી. એ કોશિષ એટલે જ પહેલાં જણાવી ગયા
Page #16
--------------------------------------------------------------------------
________________
તે ઉપાસનાઓના ત્રણ પ્રકાર.
(૧) સર્વવિરતિ ધર્મનો સ્વીકાર. (૨) દેશવિરતિ ધર્મનો સ્વીકાર અને
(૩) એ સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મને પામવા માટે પાયાની ભૂમિકારૂપી માર્ગાનુસારીના પાંત્રીશ ગુણોનું જીવનમાં આદરપૂર્વકનું આચરણ.
આ ગુણો અને વ્રતોને ખિલવવા માટે જીવનની દૃષ્ટિને પલટવી જરૂરી છે. સૃષ્ટિ પલટવી એ આપણા હાથમાં નથી.
પરંતુ સૃષ્ટિ પ્રત્યેની દૃષ્ટિ પલટવી એ જરૂર આપણા હાથની વાત છે. આખું ગામ ફેરવી ન શકાય. પણ ગાડું જરૂર ફેરવી શકાય.
• આખા શહેરના ઝાડુથી વાળી ઝૂડીને સાફ કરવું તે શક્ય નથી, પરંતુ પોતાના ઘરનો કચરો તો સાફ કરી શકાયને ?
• કંટકથી છાઇ ગયેલા આખા રસ્તાને કાંટાવિહોણો બનાવી દેવો તે શક્ય નથી, પરંતુ કાંટાથી બચવા માટે આપણા પગમાં તો બૂટ પહેરી શકાય ને ?
• સૂસવાટા - બંધ વાઇ રહેલા ભયંકર વાવંટોળથી ઘરને બચાવવું છે તો વાવંટોળને શમાવી દેવો તો શક્ય નથી. પણ ઘરની બારીઓ અને બારણાંઓ તો સંપૂર્ણ પણે બંધ કરીને આપણે ઘરને સુરક્ષિત જરૂર કરી શકીએ છીએ.
દૃષ્ટિને પલટવા માટે જીવનમાં ૧૨ વ્રતોનું યથાશક્તિ આચરણ અતિ અનિવાર્ય છે, પરંતુ એ વ્રતોને પામવા કાજે જીવનમાં પાત્રતાની પણ અનિવાર્ય જરૂરિયાત છે. “પોગલિક સુખોનાં સાધનોની પ્રાપ્તિમાં જ સુખ. અને અપ્રાપ્તિમાં દુઃખ” આ વિચારણાને તજવાની અતિ આવશ્યકતા છે. અને “આ વ્રતોને મારે જીવનમાં પામવા જ છે. તે મને બહુ ગમે છે. એ માટે મારે તમામ ભોગ અને બલિદાન આપવું પડે તો તે માટે મારી તૈયારી છે.” આ પ્રકારની દૃઢ માન્યતા રૂપી પાત્રતાને આપણે જરૂર કેળવીએ.
- શ્રી સમ્યક્ત ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. ધર્મ અંગીકાર કર્યા પહેલા સમકિત પ્રાપ્ત કરવું અતિ આવશ્યક છે. “શ્રધ્ધા પરમ દુલહા...” રૂચિ ઊભી થવી જ દુર્લભ છે. સમ્યક્તરત્નની પ્રાપ્તિ અને રક્ષણ માટે પૂર્ણ રૂપે સાવધાની રાખવી જોઇએ. જેણે અંત મૂહૂર્ત માત્ર સમકિતની સ્પર્શના કરી લીધી તેનો મોક્ષ નિશ્ચિત જ છે.
સમ્યગ્દર્શન શું ચીજ છે ? સમ્યગ્દર્શન કોઇ ક્રિયા નથી પરંતુ ચિત્તની પવિત્રતા છે સાથે સાથે સુદેવમાં દેવબુધ્ધિ, સુગુરુમાં ગુરુ બુધ્ધિ અને શુદ્ધધર્મમાં ધર્મ બુદ્ધિ રાખવી, એના પર શ્રધ્ધા રાખવી એનું નામ સમ્યગ્દર્શન. ધર્મની શરૂઆત થાય છે શ્રદ્ધાથી. સમ્યગ્દર્શન ન આવે ત્યાં સુધી સાચા સાધુ-સાચા શ્રાવક બની શકાય નહીં. પરમાત્માએ
Page #17
--------------------------------------------------------------------------
________________
કરેલા તત્ત્વ પર અંતરંગ વિશ્વાસ એનું નામ સમ્યગ્દર્શન. પ્રભુએ જે કહ્યું તે સાચું જ છે. એમ જે માને સુગુરુ સિવાય કોઇને પોતાના ગુરુ તરીકે સ્વીકારે નહીં. સુદેવની આજ્ઞા પ્રમાણે જ વર્તે અને સુદેવની જ આરાધના કરે. તે સુગુરુ સુદેવના સિદ્ધાંત પ્રમાણે જ ચાલે અને સુધર્મની જ આરાધના કરે. “અરિહંતો મહદેવો..” અરિહંત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે અને કેવલી પ્રણિત મારો ધર્મ એમ જે શ્રદ્ધાથી માને તે સમ્યગ્દર્શન. સુગુરૂ એ સંસાર અટવીમાં ભોમિયા સમાન છે. એના વિના જંગલમાં આથડી જવાય. સમ્યકત્વ એ આત્માનો વિષય છે. પ્રભુ મહાવીરે જેમ કહ્યું છે તે જ કરવા યોગ્ય છે. તે જ માનવા યોગ્ય છે. બીજા કોઇ ગમે તેટલા ચમત્કારો દેખાડે છતાં તેમાં લોભાય નહીં ઘણા એવા હોય છે. “ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ અને દ્વારકા ગયા તો દ્વારકાદાસ.' સમ્યગ્દર્શન ધરાવનાર પોતાનું મસ્તક (ઉત્તમાંગ) ગમે ત્યાં ઝુકાવનાર ન હોય. પરમાત્માને પણ જો અર્થકામની પ્રાપ્તિ માટે માને તો થયું લોકોત્તર મિથ્યાત્વ. ભગવાન પાસે પ્રાર્થના કરે મારા આર્તધ્યાન રૌદ્રધ્યાન દૂર થાઓ. મારી સમાધિ ટકી રહો એવી કૃપા કરો. જે દિવસે એમ લાગે કે હવે સમાધિ ખંડિત થશે ત્યારે પરમાત્મા પાસે પોતાના અંતરની વ્યથા વ્યક્ત કરવી. એક ભાઇ વાસક્ષેપ લેવા આવ્યા. સાહેબ, હરીયાણા સ્ટેટની લોટરીનું પરિણામ છે. આ લોટરી પર વાસક્ષેપ નાંખી આપો. લાગી જશે તો તમે કહેશો ત્યાં રૂપિયા લખાવીશ. આવા સોદાગરો પણ સમાજમાં ફરતા હોય છે. જ્યાં જુઓ ત્યાં મસ્તક નમાવી ન દેવાય. કંસારાના કબૂતર જેવા થઇ ગયા છો. એ બધા પણ અવાજથી ટેવાઈ ગયા હોય એમ તમો પણ સંસારના ભાવોથી જ ટેવાઇ ગયા નથીને ?
૧૮ દેશના માલિક કુમારપાળ ગુરુ પાસે જાય ત્યારે મસ્તક નમાવી દે. એમના જીવનમાં સમ્યગ્દર્શનની ખુમારી હતી. કુમારપાળ રાજાએ જ્યારે કંટકેશ્વરીદેવીને પશુઓનો ભોગ આપ્યો નહીં. કંટકેશ્વરી દેવી કહે છે કુળ પરંપરાથી મને મળતું આવ્યું છે. કુમારપાળ કહે છે હું નહીં આપું. સમ્યક્ટષ્ટિમાં ખુન્નસ એ તો રીએકશન છે. કંટકેશ્વરી દેવી ગુસ્સામાં આવીને કુમારપાળને ત્રિશુલ મારે છે. કુમારપાળ રાજાના આખા શરીરે કોઢ ઉત્પન્ન થઇ જાય છે. રાજા વિચારે છે કે હવે શું કરવું? ઉદયન મંત્રીને રાતના બોલાવે છે ને કહે છે કે ગામની બહાર ચિત્તા રચાવો. મંત્રી કહે છે કે એનું કારણ શું ? રાજા કહે છે આ મારૂં શરીર તો જુઓ. મંત્રી કહે છે આપણે ઉપચાર કરાવીશું. રાજા બનેલી હકીકત કહે છે. રાજા કહે છે સવાર પડશે ત્યાં લોકો મને જોશે તો જિનશાસનની નિંદા કરશે. જેની ઉપર શ્રદ્ધા હોય એનું કોઈ ખરાબ બોલે તો સહન ન થાય. શ્રદ્ધાના ત્રણ પગથિયા છે. પરિચય પ્રેમશ્રદ્ધા. પરમાત્માના શાસનનો પરિચય કુમારપાળને છે. કુમારપાળના હૃદયમાં અવિહડ શ્રદ્ધા હોવાથી તેઓ કહે છે કે મારા શાસનનું ખરાબ ન દેખાવું જોઇએ. હું બળીને મરી જઇશ તો લોકો એટલું જ કહેશે રાજા બળીને મરી ગયા. મહાપુરુષોને મનાવવાની એક રીત હોય છે એમની વાતનો ક્યારેય વિરોધ ન કરવો. પહેલા એમની વાત સ્વીકારો.
Page #18
--------------------------------------------------------------------------
________________
ઇન્કારો નહીં. મહાપુરુષોની વાતનો ઇન્કાર કરશો તો મનાવી શકશો નહીં. મંત્રીજી કહે તમારી વાત સાચી છે. પરંતુ ગુરૂદેવને પૂછ્યું ? રાજા કહે છે ના. મંત્રી કહે છે આપ આજ્ઞા આપો તો પૂછી આવું. કુમારપાળ કહે છે ભલે. મંત્રી જાય છે. કુમારપાળના વિચારો જણાવે છે. ગુરૂદેવ પાણી અને કોઇ એક પદાર્થ મંત્રિત કરી આપે છે. મંત્રીને કહે છે આ પાણી રાજાના શરીર ઉપર છાંટી દેજો. મંત્રી રાજા પાસે આવી કહ્યા પ્રમાણે ઉપચાર કરે છે. શરીર પૂર્વવત થઇ જાય છે. સવારના ગુરૂદેવ પાસે આવે છે ત્યાં કોઇક સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાય છે. ગુરુદેવને પૂછે છે કોણ છે ? ગુરુદેવ કહે છે જા જોઇ આવ. કુમારપાળ જઇને જુએ છે તો એ જ કંટકેશ્વરી દેવી હતી. એ રાજાને કહે છે બચાવો. રાજા ગુરુદેવને કહે છે મુક્ત કરી દો. ગુરુદેવ કહે છે તારે કાંઇ કહેવું હોય તો કહી દે. કુમારપાળ રાજા કહે છે કે હે દેવી ! હું અહિંસાનું પાલન કરાવું એમાં તમારે સાથ આપવાનો એવું તમે મને વચન આપો. કંટકેશ્વરીએ કહ્યું “તથાસ્તુ' કુમારપાળની આ પરીક્ષા હતી. શ્રદ્ધા હતી તો ટકી શક્યા. સમ્યકદષ્ટિ જીવોના જીવનમાં ખાનાખરાબીના ખેલ આવી જાય પણ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા ચલિત ન થાય. આપણી શ્રદ્ધા કેવી ? ચંચળ શ્રદ્ધામાં પણ સ્થિરતા આવે તો ફળ્યા વગર ન રહે. શ્રેણિક મહારાજા પાસે ચારિત્ર ન હતું પણ સમકિત પાવરફુલ હતું. અનાથિમુનિ સાથેના સત્સંગમાં જે પ્રાપ્ત થયું અને મહાવીર પ્રત્યેની અવિહડ પ્રીતિમાં એ સમકિતને ઝગારા મારતું કરી દીધું. શ્રેણિકની ચિતામાંથી પણ વીર વીરનો નાદ સંભળાતો હતો.
પેલા બ્રહ્મદત્ત ચક્રવર્તિ નરકમાં છે. અત્યારે પણ નરકમાં દુખ પડે તો શું બોલે ? હા કુર્મા... હા કુર્મા... કહીને પોકાર કરે છે. કર્માવતી નામની પોતાની પત્ની પર રાગ હતો. જેના અસ્થિમજ્જામાં અરિહંત વસી ગયા છે તેના મુખમાંથી ગમે તેવી સુખની કે દુ:ખની પરિસ્થિતિમાં અરિહંત શબ્દ નીકળશે. જે ગમે એમાં જ મન રમે. એક મહાત્મા કાળધર્મ પામ્યા. ત્યારે એમની ઉપાધિમાંથી ડાયરીઓ નીકળી. એ ડાયરીઓમાં ૩ કરોડ અરિહંતના જાપ લખેલા હતા. ઘણીવાર ચડતીના નિમિત્તોમાં ઉત્થાન થતું નથી ત્યારે પતન નિમિત્તોમાં પણ ઉત્થાન થઇ જાય છે. શ્રેણિક મહારાજા રાજમાર્ગથી પસાર થતા હતા ત્યારે એક સાધ્વીજી જુએ છે. વંદના કરે છે. પણ નજર નીચી થઇ ગઇ. સાધ્વીના શરીરની પરિસ્થિતિ જોતાં દુઃખ લાગે છે. તમે તો વેશને લજવો છો. એવા ૨-૪ કડવા વેણ આપણે કહી દઇએ. શ્રેણિક કશું જ બોલ્યા. કોઇને કહેતા નથી. શ્રેણિક મહારાજા સાધ્વીજીનું તમામ કાર્ય પોતાના હાથે કરે છે. પરમાત્માના શાસન પ્રત્યે દઢ વિશ્વાસ પેદા થઇ જાય અને જગતના તમામ જીવો સાથે સદ્ભાવ આવે. જીવનમાં સમભાવ અંતે પરલોકમાં સદ્ગતિ. જીવો સાથે સભાવ નથી ત્યાં અકળામણ અને અથડામણ થાય છે. જીવનમાં મૈત્રીન આવે તો સમ્યક્ત આવવાની કોઇ શક્યતા નથી. સમ્યક્તરૂપી સૂરજનો
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રકાશ આપણા જીવનમાં થવો જરૂરી છે. ચારિત્રભષ્ટ, જ્ઞાનભ્રષ્ટ, તપભ્રષ્ટ આત્માઓ હજી તરી જાય પણ દર્શનથી ભ્રષ્ટ આત્માઓ ક્યારેય નિર્વાણ ન પામે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ચારે ગતિમાં થઇ શકે છે. પણ એનું ફળ મનુષ્યગતિ સિવાય બીજે ક્યાંય મળતું નથી. એટલે જ મનુષ્ય જન્મની મહત્તા છે.
સમકિતિ આત્માનો નાદ હોય છે. “જે જિનભક્ત થાય તે જગથી નવિ થાય.” દઢ વિશ્વાસથી એ આત્માઓ જીવે છે. સમકિતિ આત્મા શિખર જેવો હોય. ધજાની જેમ આમ-તેમ ફર્યા કરનારો ન હોય.સમકિત વિનાની બધી ક્રિયા એકડા વિનાના મીંડા જેવી છે. સમકિતની સહેજ પણ પ્રાપ્તિ આવી જાય તો સંસાર પરિમિત થયા વગર ન રહે.
આજથી પ્રભુને ગદ્ગદ્ હૈયે પ્રાર્થજો, હે પ્રભુ! તારૂં શાસન પામ્યો. શાશ્વત સિદ્ધક્ષેત્ર પણ મળ્યું. હવે મારે સમ્યકત્વ મેળવવું છે. વ્રતધારી શ્રાવક બની શકું. પરમાત્માની સાથે વધુને વધુ પરિચય કરો. પરિચયથી પ્રેમ પ્રગટશે અને પ્રેમથી શ્રદ્ધા પ્રગટશે. જ્યાં શ્રધ્ધા આવી એટલે સમર્પણ આવશે. એ પ્રક્રિયા દ્વારા સમકિત ઝળહળશે. સુખ-દુઃખના નિવેદનો પ્રભુને જ કરો. સમ્યગ્દર્શનની વૃદ્ધિ માટે દ્રવ્યભક્તિ પણ અભૂત છે.
‘અરિહંત મારા પરમાત્મા, સુસાધુ મારા ગુરુ અને સર્વશભાષિત તત્ત્વો, તે મારો ધર્મ આવી શ્રદ્ધા તે સમ્યગ્દર્શનની પ્રાથમિક ભૂમિકા છે. ભલે, આ ત્રણે તત્ત્વોનું સ્વરૂપ ન જાણતા હોય, છતાં શ્રદ્ધા થઇ શકે. આવી શ્રદ્ધાનું મહત્ત્વ પણ ઘણું હોય છે. આવો શ્રદ્ધાભાવ આત્માનું ઉત્થાન કરતો હોય છે.
આવું સમ્યગ્દર્શન કેટલાક જીવોને જન્મથી જ હોય. તેમને સહજભાવે દેવ ગુરુ ધર્મ ગમે અને શ્રદ્ધા થાય.
કેટલાક જીવો એવા હોય કે સરનો સંપર્ક થાય, પરિચય થાય, શ્રદ્ધાવાન સાધર્મિકોનો પરિચય થાય અને સમ્યગ્દર્શન પ્રગટ થાય.
કેટલાક આત્માઓને જાતિસ્મરણ જ્ઞાનથી શ્રદ્ધાભાવ પ્રગટે. કોઇ વખતે પૂર્વજન્મ યાદ આવી જાય, પૂર્વજન્મમાં આરાધેલા પરમાત્માની, સદ્ગુરુની અને ધર્મની સ્મૃતિ થઇ આવે ! અને આ જન્મમાં જીવાત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થઇ જાય.
આ સમ્યગ્દર્શનની જુદી જુદી અપેક્ષાઓથી ઘણા પ્રકારો છે. તે સમજવા માટે તો વ્યવસ્થિત અધ્યયન કરવું પડે.
આવું સમ્યગ્દર્શન આપણામાં પ્રગટ્યું છે કે કેમ, તેનો તમે સ્વયં નિર્ણય કરી શકો છો ! તે માટે પાંચ લક્ષણ બતાવવામાં આવ્યા છે. હા, કોઇ અવધિજ્ઞાની મહામુનિ કે કેવળજ્ઞાની તો સ્પષ્ટ રીતે કહી શકે કે તમારામાં સમકિતગુણ પ્રગટ્યો છે કે નહીં ?
- પાંચ લક્ષણો છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧) પહેલું લક્ષણ છે આસ્તિકતાઃ આસ્તિકતા એટલે શ્રદ્ધા, પહેલાં સમજાવ્યું - એ પ્રમાણે પરમાત્મા ઉપર, સગુરુ પર અને સદ્ધર્મ ઉપર શ્રદ્ધા જાગે. એવી સમજણ પણ આવે કે “આ દેવ ગુરુ ધર્મનું શરણ અક્ષયપદ આપે છે. માટે એ જ મંગલકારી છે, ઉત્તમ છે અને શરણભૂત છે.” સમકિતીના મનમાં આવો પાક્કો નિર્ણય થયેલો હોય.
જે મંગલકારી હોય તે જ ઉત્તમ હોય, અને તે જ શરણ્ય હોય. “ત્રણે લોકમાં અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મ જ મંગલકારી છે, કલ્યાણકારી છે અને હિતકારી છે. તેમનું હું શરણ સ્વીકારું છું”
શ્રદ્ધાનું આસ્તિકતાનું આ સ્વરૂપ છે. જેના પ્રત્યે તમને શ્રદ્ધા થશે તમે એને શ્રેષ્ઠ સમજવાના અને તેના શરણે જવાના. એના શરણમાં તમે તમારી જાતને સુરક્ષિત માનવાના.
તેમ આ ઉત્તમ વિભૂતિઓના શરણે જશો એટલે તમારામાં બીજું લક્ષણ પ્રગટ
થશે.
(૨) બીજું લક્ષણ છે વૈરાગ્ય સંસારનાં ભૌતિક સુખો, તરફ, પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ મન વિરક્ત બનશે. જેમ જેમ શરણાગતિનો ભાવ વધતો જશે તેમ તેમ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ તીવ્ર બનતો જશે.
વૈરાગ્યભાવ પ્રગટશે એટલે ત્રીજું લક્ષણ પણ આત્મામાં પ્રગટ થવાનું.
(૩) ત્રીજું લક્ષણ છે સંવેગ: મોક્ષસુખની અભિલાષા જાગશે ! એક સુખ પસંદ ન આવે તો બીજું સુખ ગમી જાય. સંસારના સુખ ન ગમ્યાં એટલે મોક્ષસુખ ગમે ! “સંસાર અસાર છે.' આ વાત સમજો તો “મોક્ષ સરસ છે, સારભૂત છે,” એમ લાગે. ક્ષણિક સુખ પ્રત્યે વૈરાગ્ય જાગે તો શાશ્વત સુખ પ્રત્યે રાગ જાગે. સંસારનાં સુખોમાં જીવ અનાસક્ત બને તો મોક્ષસુખમાં આસક્તિ જાગે.
(૪) ચોથું લક્ષણ છે અનુકંપા : અનુકંપા એટલે દુઃખી જીવો પ્રત્યે દયા. બીજાનું દુઃખ જોઇને આત્મા કંપી ઊઠે, તે અનુકંપા કહેવાય. સમકિતી આત્મા દયાથી ભરેલા હોય. એ બીજા જીવોના દુઃખ દૂર કરવાની ભાવનાવાળો હોય અને યથાશક્તિ દુઃખ દૂર કરવા ઉપાય પણ કરે.
(૫) પાંચમું લક્ષણ છે: પ્રશમ ઉપશમભાવ પ્રશમભાવ સમકિતદષ્ટિ આત્માનું વિશિષ્ટ લક્ષણ છે. જિનધર્મની શોભા આ ઉપશમભાવથી હોય છે. સમકિતદષ્ટિ જીવમાં એટલી સમજણ આવેલી હોય કે “સુખ અને દુઃખ મારાં જ કર્મોનું ફળ હોય છે. મારા પાપકર્મોથી દુઃખ આવે, મારાં પુણ્યકર્મથી સુખ આવે.” તો પછી દુઃખ આપનાર પ્રત્યે દ્વેષ નહીં થાય. આ છે ઉપશમભાવ !
Page #21
--------------------------------------------------------------------------
________________
દર્શનના આઠ આચાર ૧) નિસંકિય - વીતરાગના વચનોમાં શંકા ન કરવી ૨) નિષ્ક્રખિય - પરદર્શનની આકાંક્ષા ન કરવી
૩) નિવિતિ ગિચ્છા - ધર્મના ફળમાં સંદેહ ન કરવો. સાધુઓના શરીરે મેલ આદિ જોઇ ધૃણા ન કરવી.
૪) અમૂઢદિડી - કુતીર્થિઓની ઋદ્ધિ જોવા છતાં પોતાની શ્રધ્ધા દઢ રાખવી. ૫) ઉવધૂહ - ગુણીજનોની પ્રશંસા કરવી, તેવા ગુણોને પ્રાપ્ત કરવા પ્રયત્ન
કરજો.
૬) થિરીકરણે - ધર્મની આસ્થામાં ડગી જતા આત્માઓને સ્થિર કરવા. ૭) વરછલ્લ - સ્વધર્મનું હિત રાખી સાધર્મિકોની ભક્તિ કરવી. ૮) પભાવ - જૈન ધર્મની પ્રશંસા, ઉન્નતિ થાય તેવો પ્રચાર કરવો.
આ આઠ ગુણો સમ્યક્તના અંગો છે. આના પાલનથી સમકિતને પૂર્ણતા અને પુષ્ટતા મળે છે. શ્રેણિકની વિચારધારા
અંત સમયે શ્રેણિકને રોજ ૧૦૦ હંટર મારવા કોણિક સૈનિકને મોકલે. સૈનિક મારતા મારતા થાકી જાય છે. ત્યારે શ્રેણિક મારનાર ને કહે છે નજીક આવ તારા હાથ દબાવી દઉં.
તારો હાથ દુખે એમાં કોઇ આશ્ચર્ય નથી. માર ખાવા છતાંય મારો હાથ નથી દુઃખતો કારણ હું ત્રિલોકના નાથનો ભક્ત છું જ્યારે તું મગધના રાજા કોણિકનો સેવક છે. દુઃખો તણાં ડુંગર તૂટી પડે મુજ ઉપરે... પણ સર્વકાળે હાથ તારો રહો મુજ ઉપરે..
બસ.. આવી ખુમારી હોય !
૧૨ વ્રતોનો પાયો જ સમ્યક્ત છે ! બેઝમેન્ટ સમકિત છે. મળેલા દેવ ગુરુ ધર્મનો અંતરમાં રૂબાબ હોય ! મારા જેવો સમ્રાટ બીજો કોઇ નથી એવો હૃદયમાં રૂબાબ હોય ! સુંદર મઝાની રૂપાળી પુત્રવધુ મળે તો સાસુસસરાને રૂબાબ હોય ! માણસને સારી ચીજ મળી ગઈ હોય તો તેનો રૂબાબ હોય ! વાલકેશ્વરના એરિયામાં રહેનારને ત્યાંના સ્થાનનો રૂબાબ હોય તેમ દેવ ગુરુ ધર્મ મળ્યાનો રૂબાબ હોય. આપણને ત્રણ અબજની વસ્તીમાં આ ત્રણ અભૂત ચીજો મળી છે. ૧૪ રાજલોકના સ્ટેટમાં આપણી લોટરી લાગી ગઈ.
પ્રભુની કરુણાભરી આંખ અને સૌમ્યતા ભરી વાત ચોર પણ પારખી શકે.
Page #22
--------------------------------------------------------------------------
________________
વિજળી પૈસો વગેરે વાપરે નહીં તેવા ત્યાગી ગુરૂ મળ્યા ! મહારાષ્ટ્રનો એક પ્રસંગ
મહારાષ્ટ્રમાં વણીમાં એક આચાર્ય ભગવત્ત પધાર્યા સામૈયું નીકળ્યું છે. એક મરાઠી બાઇચરણનો સ્પર્શ કરવા નીચે નમી. ગીતાર્થ આચાર્ય ભગવંતે તેમ કરવાની ના કહી તેથી પેલી બાઈને ખાટું લાગી આવ્યું તેણે કહ્યું “આમ્હી અછૂત નાહી” આચાર્ય ભગવંત એનો ભાવાર્થ સમજી ગયા. તરત જ પેલી બાઇને જવાબ આપ્યો, બાઇ ! રાજાચી રાણી પણ આવ્હાલા અછૂત આહે' પેલી મરાઠી બાઇ કહે આવા તો અમારા દેવ પણ નથી. આવા તમારા ગુરુ છે. એ મસ્તક ઝૂકાવતી ગઇ. જિંદગી સુધી આપણને ખ્યાલ કરાવી દે તેવા શબ્દો બોલી ગઇ.
વર્તમાનનું શિક્ષણ જ શ્રધ્ધા અને સંસ્કાર ભ્રષ્ટ કરે છે. માછલીમાં જીવતત્વ છે એવું દર્શન જૈનદર્શન કરાવે છે. જ્યારે માછલીમાં પોષણત્વ છે એવો ખ્યાલ આજનું શિક્ષણ કરાવે છે.
જૈન દર્શન દયા જયણાનું સ્વરૂપ દેખાડે છે જ્યારે બીજામાં ખાવાનું બતાવે છે ને પોષણને પુષ્ટિ આપે છે. આજનું શિક્ષણ આચાર, શ્રધ્ધા, અને ધર્મથી ભ્રષ્ટ કરે છે.
તમે કહો કે બધા ધર્મો સરખા છે. મારા ભગવાન ઊંચા છે. અમારા ૮મે પગથીએ બીજાના દેવ ૭મે પગથીએ છે માટે આપણે બધાયને માનીએ આ તમારી ફિલોસોફી ખરું ને ? તમારી રસોઇ ફિક્સ, સલૂન ફિક્સ, ડોક્ટર વડીલ બધાય ફિક્સ પણ ભગવાન બધા માનો તો ન ચાલે. એય પણ ફિક્સ જોઇએ. કપડા પણ આઠ સ્ટોર્સ ફરીને લો છો. ગમે તે દુકાન ના કપડા નથી ચલાવતા.
નારીને મન એક પતિ, સીતા ને મન એક રામ તેમ ભક્ત ને મન એકજ ભગવાન. કોઇ સ્ત્રી બધાને પતિ તરીકે માને તે બરોબર છે ? ના, વ્યવહાર શુદ્ધિ તો જરૂરી જ હોય. સુલસાનું સમ્યગ્દર્શન
અંબડ પરિવાજક ગજગામિની ઇત્યાદિ લબ્ધિઓનો સ્વામી. વિદ્યાબળે આકાશમાં ઉડતો યાત્રાઓ કરતા ચંપાનગરીમાં આવ્યો. ત્યાં જિનમંદિરોની સ્પર્શના કરી પ્રભુ વીર ને વંદન કરી પૂછે છે “પ્રભુ ! રાજગૃહીની યાત્રાએ જાઉં છું મારા યોગ્ય ત્યાંની કોઇ કાર્યસેવા ? પ્રભુ જોઇ રહ્યાં છે કે અંબડ ને સમકિતનો આફરો ચડ્યો છે. જુઓ પ્રભુ ! હું આવો વિદ્યાધર અને અનેક શિષ્યોનો ગુરુ હોવા છતાં પણ તમારું સમકિત લીધું છે !” હવે એને સમ્યગ્દર્શનીનું દર્શન કરાવવું જોઇએ. આ મોકો છે, સેવા કાર્ય પણ માંગે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રભુ કહે છે. “હે અંબડ ! રાજગૃહીમાં શ્રેણિક રાજાના અંગત રાજપુરુષ નાગસારથિની ધર્મપત્ની સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેજો અને અમારા વતી એની ધર્મ પ્રવૃત્તિની ખબર પૂછજો ! અંબડ અચંબો પામી ગયો. આશ્ચર્ય થયું. ત્રણ લોકના નાથ એક શ્રાવિકાની પૂછા કરે. એમાં કોઇક દેવત હશે. લાવ હું એનું પારખું કરું.
અંબડ સુલસાના ભવનમાં આવી ચડે છે. એને જોતાંજ અંદર સુલતાએ તરત મોં ફેરવી લીધું. રખેને કુગુરુના દર્શનથી અનંતકાળે મળેલું સમ્યક્ત રત્ન મેલું થઇ જાય તો ? એ કારણથી મોં ફેરવી લીધું. અંબડ પાછો સાધુવેશ ધારણ કરી આવે છે. ત્યારે સુલાસાએ એને આવકાર્યો. પણ ત્યાં એણે આખા સચિત્ત ફળની માંગણી કરે છે. ત્યાં સુલસા ચમકીને બોલે છે. “સાધુથી સચિત્ત ને અડાય પણ ખરું? એને રવાનો કરે છે.
પછી અંબડે નગરના એક દરવાજા બહાર આકાશમાંથી જીવંત બ્રહ્માનું રૂપ ઉતાર્યું. લોકોના ટોળાં ઉભરાયાં, પણ સુલસા ન ગઈ. બીજે દરવાજે શંકરનું રૂપ ઉતાર્યું. લોક ઉભરાયું પણ સુલસા ન ગઈ, ત્રીજે દરવાજે વિષ્ણુનું રૂપ ઉતાર્યું. ખોળામાં લક્ષ્મીદેવી છે. લોકના ટોળે ટોળા જામ્યાં, સુલસાની પડેશણ કહે, “અલી બાઇ સુલસા ! હવે તો ચાલ, આ લક્ષ્મીદેવી સાક્ષાત્ પધાર્યા છે, એમનાં દર્શન કરીએ તો ઘરે ધનના ઢગલા થાય.
સુલસા કહે, મારે મારા મહાવીર ભગવાનનું જોવાનું એટલું બધું છે કે મને બીજો સમય નથી.” જોવું હોય એને ભગવાનનું ચારિત્રજીવન, વિકલ્પો વિનાનું ચારિત્રજીવન, અભિગ્રહોવાળા તપ, ૨૨ પરિષહ સહન, પ્રખર ત્યાગ, ઉપસર્ગ સહન, ચારિત્ર જીવનમાં જે તત્ત્વો વિચારતા હશે એ.... વગેરે વગેરે એટલું બધું જોવાનું છે કે કલાકો શું, દિવસોના દિવસો એમાં એવા પસાર થઇ જાય કે કુરસદનો સમય જ ન મળે. ચોથે દરવાજે તીર્થકરનું રૂપ અને સમવસરણનો દેખાવ કર્યો. પાડોશણો કહે,“લે બાઇ! હવે તો જોવા ચાલીશ ? આ તો તારા તીર્થકર પધાર્યા છે !” સુલસા હરખે હરખે કહે, “કોણ ? મહાવીર ભગવાન ?”. પાડોશણો કહે, “ના, ના, એ તો ચોવીસમાં, આ તો પચીસમાં તીર્થકર, સુલસા તરત કહે,“માયાજાળ !.. પચીસમાં તીર્થકર હોય નહિ. જાઓ, મારે કોઇ જોવું નથી.” અંબઇ ટોળા તરફ ઝીણી આંખે જુએ છે, સુલસા ક્યાંય દેખાય ?'શાની દેખાય? અંતે અંબડ થાક્યો. હવે શું કરે ? ભગવાનનો સંદેશો કહેવો છે, શ્રાવકનું રૂપ કરીને આવે છે. પગે પીતાંબર, ઉપર અંગરખું, ખસ, માથે પાઘોટી, કપાળે બદામિયો ચાલ્લો, સુલસા આવકારે છે,“પધારો પધારો, પાવન કીધું અમ ગરીબનું આંગ. ગાદી પર બેસાડી પૂછે છે, પરગામથી પધાર્યા લાગો છો ? ક્યાંથી પધારવું થયું?'
ચંપાનગરીથી”
Page #24
--------------------------------------------------------------------------
________________
સુલસા થાળ ને પાણી લાવી કહે, “આમાં આપના ચરણ રાખો, હું એને ધોઇ નાખું. સાધર્મિકના ચરણ પ્રક્ષાલવાનું મારું અહોભાગ્ય ક્યાંથી ?”
અંબડ કહે,“ઓ મહાન શ્રાવિકા ! તું મારા પગ શું ધુએ? હું તારા પગ ધોવાને લાયક છું.”
આવું કાં બોલો ?' કેમકે પ્રભુએ તને સંદેશો કહેવડાવ્યો છે.'
ચંપાથી આવતો હતો ત્યાં મહાવીર પ્રભુને પૂછ્યું, “પ્રભુ રાજગૃહી જાઉં છું મારા લાયક કોઇ સેવા ?'
“તો પ્રભુએ તારુ નામ આપી સંદેશો કહેવાનો આપ્યો.”
પ્રભુનું નામ સાંભળતાં સુલસા એકદમ અધીરી થઇ જાય છે ને કહે છે, “કહો કહો, મારા જેવી રાંકડીને જગદ્ગુરુએ શો સંદેશો કહેવરાવ્યો છે ?”
અંબડ કહે છે, “પ્રભુએ તમને ધર્મલાભ કહેવરાવ્યા છે અને તમારી ધર્મપ્રવૃત્તિની ખબર પૂછી છે !'
આ સાંભળતાં જ સુલસા ક્યાં ઊભી રહે ? એ તો પાણી પાણી થઇ ગઇ ! એના તો રોમ રોમ ખડા થઇ ગયા ! ઊભી થઇ થઇને ચંપાનગરીની દિશા તરફ મોં કરી ખમાસમણાં દેતાં પ્રાર્થના કરે છે “ઓ મારા પ્યારા પ્રભુ ! ઓ મારા તારણહાર ! ઓ મારા વહાલા મહાવીર ભગવાન ! આ રાંકડી પર આટલી બધી તમારી દયાનો ધોધ વહેવડાવ્યો !'
બોલતાં બોલતાં મોં લાલચોળ થઇ ગયું છે. આંખે શ્રાવણ-ભાદરવાનાં પાણી વહે છે. કહે છે, ઓ નાથ ! જ્યાં તમે ઇંદ્રોના યે પૂજ્ય, લોકના સ્વામી.. ને ક્યાં હું વિષયકષાયના કીચડમાં ખૂંપેલી રાંક સ્ત્રી !... મને તમે યાદ કરો ! ને તમે સંદેશો મોકલો ! પ્રભુ ! તમારા ઉપકારની અવધિ નથી. તમારા આટલા બધા ઉપકારનો બદલો ક્યાં ભવે વાળી શકીશ ? ઓ વીર ! ઓ વીર !'
અખંડ પણ આ જોતાં પાણી પાણી થઇ ગયો. ચકિત થાય છે કે “શું મહાવીરનો પ્રેમ ! શું મહાવીરના સંદેશાનો પ્રેમ ને બહુમાન !' આ બાઇના હૈયામાં “વીર વીર' ના નાદ સિવાય બીજો કોઇ અવાજ નથી દેખાતો. ધન્ય જીવન ! ધન્ય સમ્યગ્દર્શન ! ખરેખર, પ્રભુએ મને સુલતાને સંદેશો આપવા નથી કહ્યું. પરંતુ સુલતાના દર્શનમાં સમ્યગ્દર્શનનાં કરવા કહ્યું કે “જો સમ્યગ્દર્શન કેવું દર્શન હોય એ જોવું હોય તો તુલસાનું દર્શન કર.”
સુલસાનું અડોલ સમ્યક્ત ! કેવી અણનમ શ્રાવિકા ! સર્વધર્મ સમભાવ નહીં, સર્વધર્મ સહિષ્ણુતા જોઇએ. પોતાની માં ને મા કહે.
Page #25
--------------------------------------------------------------------------
________________
બીજાની માં ને ડાકણ ન કહેવાય. એ એની માં છે. પોતાના બાપ ને બાપ કહે. બીજાને રાક્ષસ કહે એ બરાબર નથી એ બિન સાંપ્રદાયિકતા છે. ચોઇસ કરવાની કળા જોઇએ. ગમે તે કાપડ ન લેવાય. ગમે તે જ લેવાય. સમ્યગ્દર્શન શ્રધ્ધાનો વિષય છે. તમે બધે વસ્તુ બુધ્ધિથી જ લો છે. બીજા ધર્મનાં તિરસ્કાર ન કરાય. ઉતારી ન પડાય. અપમાન ન કરાય તે સર્વધર્મ સહિષ્ણુતા. સ્ત્રી પોતાના મિત્રોને ચા પીવડાવે પણ વહાલ તો પોતાના જ પતિને કરે. “નમે તે સર્વને ગમે' આ વાત સાચી નથી. ગમે ત્યાં ન નમાય. સ્થાને નમો તો ગમો. આપણા ગુરૂ જેવા તો મરાઠી બાઇના દેવ પણ નથી પણ આપણને આની ખુમારી ખમીરી ખરી?
સમ્યક્તનો દીવડો પ્રગટાવવાનો છે. પણ એ દીવડા ના પાયામાં સદાચાર જોઇએ. શાક ગમે ત્યાં ન મૂકાય તેમ સંતાનોને પણ ગમે ત્યાં રખડવા ન દેવાય. તમારી છાતી ગજવેલની બની ગઇ છે.મોડી મોડી રાત સુધી દીકરા દીકરીઓ ગમે ત્યાં રખડે તોય રોકી શકતા નથી. સુલસા મયણાનું રો મટેરીયલ રૂપ આજના સંતાનો છે. ઉકરડામાં રત્ન સડે તેમ નવરાત્રિમાં એ સડે એ ન ચાલે. જ્યાં લજ્જા મર્યાદા ન હોય એને પર્વ કેમ કહેવાય ?
નવરાત્રી લફરાબાજી માં પતી ગઇ. શિવરાત્રી ભાંગ પીવામાં ગઇ. ગોકુલાષ્ટમી જુગારમાં પતી ગઈ. એક પ્રસંગ
સાહેબ ! નવરાત્રિ માટે આ વખતે ડ્રેસ આવી જ ગયા છે તો એક વખત હવે જઇ આવીએ. તો ? જવાબ : એક ભાઇ હતા એને એટેક આવ્યો શરીર ઠંડું પડી ગયું ડોક્ટર આવીને કહ્યું કે કેસ ખલાસ છે. સ્ત્રી વિગેરે રડે છે. ઠાઠડીમાં બાંધે છે પેલો માણસ ઠાઠડીમાં ઉભો થઇ કહેવા લાગ્યો કે મને કેમ લઇ જાઓ છો ? બધા પરિવારજનો કહે હવે આ વખતે તો બાળીજ આવીએ.. હવે આટલી તૈયારી તો થઇ ગઇ છે. આ બધી મૂર્ખતાભરી વાતો છે. કુતુહલથી પણ એ ત્યોહારની ઉજાણી ન જોવાય. સંઘજમણમાં જૈન” બનીને જઇએ. અને બહાર જઇએ ત્યારે “જન' બનીએ એ ન ચાલે. જૈન શ્રાવકથી આમ ન જ થાય. (સાવચેતી)
૧) સમ્યકત્વ સ્વીકારનારે લૌકિક પર્વો આચરણાઓ છોડી દેવી જોઇએ.
૨) કોઇપણ વાર/ ગ્રહોની નડતર દૂર કરવા કરાતા તપો/વ્રતો/ જાપો વગેરેમાં પણ અતિચારનો સંભવ છે.
૩) દેવ ગુરુ ધર્મના સોગંદ ખાવા નહીં કોર્ટ આદિમાં સોગંદ ખાવા પડે તો
Page #26
--------------------------------------------------------------------------
________________
જયણા.
૪) મિથ્યાધર્મમાં દ્રવ્યખર્ચવું નહીં. સંજોગ કે લાચારીને કારણે કરવું પડે તો તારકની બુધ્ધિએ કરવું નહીં.
૫) જૈન શાસનને માન્ય દેવ દેવીઓને સાધર્મિક રૂપેજ માનવા.
૬) મિથ્યાદષ્ટિ દેવ દેવીઓને માનવા પૂજવા નહીં કદાચિત અનિવાર્ય સંજોગોમાં માનવા પડે તો હેય (ખોટું) સમજી ને કરવું ગોત્રાજ (જુવાર) આદિ કરવું જ પડે તો
જયણા.
કરણી
૭) બાવા/સંન્યાસી તેમજ મહાવ્રત લોપક ને માનવા વાંદવા નહીં ૮) લૌકિક ધર્મની પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવો.
દાન, શીલ, તપ, ભાવ ધર્મની જાગૃતિ રાખવી.
. સાત ક્ષેત્રમાં યથાશક્તિ દાન કરવું.
♦ પ્રભુ દર્શન કર્યા પછી પચ્ચખ્ખાણ પારવું
♦ સ્વદ્રવ્યથી ભાવોલ્લાસ પૂર્વક પૂજા કરવી
♦ તીર્થયાત્રા, સ્નાત્ર મહોત્સવ આદિ કરવા.
સૂત્ર અર્થ ગોખવા/ધા૨ણ ક૨વા
રાત્રિ ભોજન ત્યાગ, ઉકાળેલું પાણી વાપરવા માટે નો આગ્રહ, પર્વતિથિઓએ પૌષધ આદિ માટેનું લક્ષ રાખવો.
અતિચાર
શંકા :કાંક્ષા : :
જિનવચનમાં શંકા કરવી તે.. અન્યમતની અભિલાષા કરવી તે...
વિચિકિત્સા :
ધર્મના ફળ વિષે સંદેહ કરવો તે...
મિથ્યાદષ્ટિ પ્રશંસા :
અન્યધર્મીઓની પ્રશંસા કરવી તે..
તત્વસંસ્તવ :
અન્યધર્મીઓનો તથા કુલિંગીઓનો પરિચય કરવો તે..
ઉપરના પાંચે ય અતિયારો તથા સમ્યક્ત્વને લાંછિત કરનારી પ્રવૃત્તિઓ ટાળવાથી સમ્યક્ત્વ ઉજ્જ્વળ રહે છે...
મજબુરી :
સમ્યક્ત્વના શુદ્ધઆચારો પાળવાની ઇચ્છા હોવા છતાં કઇંક નિર્બળતા કે સંયોગાધીન અવસ્થામાં તેવા આચારો ન પાળી શકે તો નીચેની છ છૂટો ધારવામાં 1X11X1 1X1 DX13X1XXXQOXXXXX D84 DX1 DX1
Page #27
--------------------------------------------------------------------------
________________
આવે છે..
રાજાભિયોગ :ગણાભિયોગ :બલાભિયોગ :- ચોરાદિકના કારણે કરવુ પડે તે..
દેવાભિયોગ :
રાજા અથવા નગરમાલિકના દબાણ વશ કરવુ પડે તે.. :- જનસમૂહના દબાણવશ કરવુ પડે તે...
ક્ષેત્રપાલાદિક દેવતાના કારણે કરવુ પડે તે..
ગુરૂ અભિયોગ :- માત-પિતા ગુરુ આદિના આગ્રહને વશ કરવુ પડે તે... વૃત્તિકાંતાર :- આજીવિકાના કારણે કરવુ પડે તે..
મિથ્યાત્વના પ્રકારો
વ્રતપ્રાસાદના પાયારૂપે જ્યારે સમ્યક્ત્વ સ્વીકારવું હોય ત્યારે મિથ્યાત્વનું સ્વરૂપ સમજવું પણ જરૂરી બની જાય છે. કારણ મિથ્યાત્વના પરિહારથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તેથી અહિં મિથ્યાત્વના પ્રકારોનું વર્ણન કર્યું છે. જેનું સ્વરૂપ વિગતવાર ગુરૂગમથી સમજી સ્પષ્ટ સમજણ મેળવવી.
પાંચ પ્રકાર
૧) આભિગ્રહિક :
-
૨) અનાભિગ્રાહિક :
૩) આભિનિવેશિક
૪) સાંશયિક :૫) અનાભોગિક :
છ પ્રકાર
૧) લૌકિક દેવગત :૨) લૌકિક ગુરૂગત :
૩) લૌકિક ધર્મગત :
પોતે ગ્રહણ કરેલ કુદર્શનને છોડવું નહીં તે. સર્વદર્શનોને સરખા માનવા તે. ઇરાદાપૂર્વક માનપાનાદિકની લાલસાથી સાચાદર્શનને જાણવા છતાં પણ પોતાના મતમાન્યતાની સ્થાપના માટે ઉલટી પ્રરૂપણા કરવી તે...
સર્વજ્ઞના વચનમાં શંકા રાખવી તે... અસંજ્ઞીજીવોને અનુપયોગપણે વર્તે છે તે...
રાગ – દ્વેષી કુદેવને સુદેવ તરીકે માનવા તે.. આરંભ સમારંભ - પરિગ્રહમાં રહેલા અન્યદર્શનીઓના ગુરૂને ગુરૂબુદ્ધિએ માનવા તે..
લૌકિક પર્વો – હોળી - બળેવ વગેરેને
૨૦UTR
03
Page #28
--------------------------------------------------------------------------
________________
૪) લોકોત્તર દેવગત:
૫) લોકોત્તર ગુરૂગત:
લોકોત્તર પૂર્વની બુદ્ધિએ માનવા તે. અઢાર દુષણોથી રહિત દેવને આલોક - પરલોકના પૌદ્ગલિક સુખના ઇરાદાથી માનવા તે.. કંચન કામિનીના ત્યાગી ગુરૂને આલોક અને પરલોકના પૌદ્ગલિક સુખના ઇરાદાથી માનવા અને આહાર - પાણી આદિ આપવા તે. સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા દાન શીલ તપ અને ભાવરૂપ ધર્મને આલોક અને પરલોકના પૌદ્ગલિક સુખની અપેક્ષાથી આરાધવો તે..
૬) લોકોત્તર ધર્મગત -
ચાર પ્રકાર
૧) પ્રરૂપણા - શ્રી જિનભાષિત અર્થથી અવળી પ્રરૂપણા કરવી તે. ૨) પ્રવર્તન - લૌકિક તથા લોકોત્તર મિથ્યાત્વની કરણી કરવી તે.. ૩) પરિણામ - મનમાં જુઠ્ઠો હઠવાદ રાખી કેવલિભાષિત નવતત્ત્વનો
અર્થ યથાર્થ સ્વીકારવો નહીં તે. ૪) પ્રદેશ - સત્તાગત રહેલી મોહનીય કર્મની ૭ પ્રકૃતિ તે.
આપણો આત્મા જગતના અનંતાનંત જીવોની જેમ જન્મમરણના ચકરાવામાં છે. આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય છે, ને નવ-નવા જન્મે નવી-નવી કાયામાં કેદ પુરાય છે. કર્મ વિના જન્મ હોય નહિ, કર્મ છે તો જન્મ લેવો જ પડશે. આત્માને આ કર્મબંધાવાનાં ચાર કારણ છે. - મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. મિથ્યાત્વ સેવા એટલે કર્મ બંધાય, અવિરતિમાં પડ્યા રહો એટલે કર્મ બંધાય. કર્મથી જનમ, જનમથી શરીર, શરીરથી પાછા મિથ્યાત્વાદિનું સેવન, એટલે નવાં કર્મ, એથી જન્મ, શરીર, પાપો, એથી વળી કર્મ. આ ક્યાં સુધી ચલાવવું છે ?
૧૮ પાપસ્થાનક આમાં સમાય. સત્તર પાપસ્થાનકના મથાળે મિથ્યાત્વશલ્ય છે. ચારમાં પહેલું મિથ્યાત્વ, મિથ્યાત્વો
મિથ્યાત્વ એટલે, અનંતજ્ઞાનીઓએ સંપૂર્ણ જ્ઞાનવાળાએ જે તત્ત્વો કહ્યા “જીવો
Page #29
--------------------------------------------------------------------------
________________
કેમ સંસારમાં ભટકે છે ?” એ બતાવ્યું, એમાંથી જે માર્ગે ચાલવાથી એનો ઉદ્ધાર થાય” એ મોક્ષમાર્ગ બતાવ્યો, એવો જ્ઞાનીનાં વચન પર શ્રદ્ધા જ નહિયા શંકા કુશંકા કે એમનાં બીજાં વચનોની શ્રધ્ધા છતાં માત્ર એક જ વચનની પણ શ્રદ્ધા નહિ, એ મિથ્યાત્વ, જમાલિ એમાં મિથ્યાત્વ પામ્યો. અજ્ઞાની અધૂરા જ્ઞાનીના વચન પર શ્રધ્ધા એમનાં કહેલાં મિથ્યા તત્ત્વો પર શ્રદ્ધા એ ય મિથ્યાત્વ. અજ્ઞાનીને તુક્કા લગાવવા પડે. અરિહંત ભગવાન જન્મથી અવધિજ્ઞાની હોય છે. કેટલું ય દૂર દૂરનું ભૂતકાળનું સ્પષ્ટ દેખે. છતાં જ્યાં સુધી અનંતજ્ઞાન કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ઉપદેશ ન કરે, કેમકે એમણે કોઈનું કહ્યું નથી કહેવું પણ સ્વયં સંપૂર્ણ ત્રિકાળનો લોકાલોક દેખીને સ્વતંત્ર પણે ધર્મ શાસન સ્થાપવું છે, એટલે લોકાલોકનું અને ભૂતભાવી અનંતાનંત કાળનું સાક્ષાત દેખે પછી જ ઉપદેશ દે. એમને અસાચા બોલવાનાં કારણો રાગ નથી, દ્વેષ નથી. અજ્ઞાન નથી, માટે જ કહે તે સત્ય જ કહે. તેથી એમનાં સર્વવચન પર શ્રદ્ધા તે સમકિત. એ ન હોય તે મિથ્યાત્વ. ચારિત્ર એ આચરણ છે. એમાં ઓછું હોય તોય ચારિત્ર રહે, શ્રદ્ધા માન્યતામાં જરાય ઓછું ન ચાલે.
અવિરતિઃ અવિરતિ એટલે વિરતિ નહીં. વિરતી એટલે હિંસાદિ પાપના ત્યાગની પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા નહિ તે અવિરતિ.
તમે ભલે હાલ હિંસાદિ ન કરતા હો. છતાં એના ત્યાગની પ્રતિજ્ઞા નથી લેતા, તો અવિરતિ છે, ને તેથી કર્મ બંધાય. પાપ ન કરવા છતાં કર્મ કેમ બંધાય ?
જો એના ત્યાગની પ્રતિજ્ઞા નથી લેતા તો એનો અર્થ એ કે મનમાં ભય છે કે, “બાધા લઉં ને કાલે એવા સંયોગમાં હિંસાદિ પાપ કરવું પડે તો ?' આ બતાવે છે કે અવસરે પાપ કરી લઉ' એવી દિલમાં થોડી પણ પાપની અપેક્ષા છે. પાપની બાધા વિના છૂટ હોય તો સારું” એમ બેઠું છે, એ અવિરતિ છે. પાપની છુટ એ પણ પાપ છે, માત્ર પાપનું આચરણ જ પાપ નહિ, પણ પાપની વાણી પાપ, પાપના વિચારો પણ પાપ, ને પાપની અપેક્ષા, પાપમાં છૂટાપણું એ પણ પાપ છે. એથી સતત કર્મ બંધાય. તો વિચારી જોજો. જીવનમાં કેટલાંય પાપ નહિ આચરવાં છતાં એના ત્યાગની પ્રતિજ્ઞા નથી કરી એટલા જ વાંકે સમયે સમયે કેટલાં અઢળક કર્મ બંધાય છે !
આ અવિરતિ એ મોટું પાપ છે, કેમકે (૧) એક તો એમાં દુનિયાભરના પાપારંભો પરિગ્રહ, વગેરેની છૂટ છે એટલે અઢળકકર્મ બંધાવે. (૨) બીજું એ કે જંગી મોટી કાયસ્થિતિ એના પર ઉભી થાય છે. ભવસ્થિતિ એટલે એકજ ભવમાં રહેવાનો કાળ અર્થાત્ આયુષ્યકાળ કાયસ્થિતિ એટલે ફરી ફરીને સમાન જ કાયામાં જન્મે એનો કાળ. તો દેવ અને નારકને એક જ ભવની કાયસ્થિતિ, કેમકે દેવ મરીને તરત દેવ ન થાય, એમ નારક મરીને તરત નારક ન થાય. મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચ મરી મરીને ૭-૮ ભવે મનુષ્ય કે
Page #30
--------------------------------------------------------------------------
________________
પંચેન્દ્રિય તિર્યંચ થાય. વિકલેજિયને સંખ્યાના વરસોની કાયસ્થિતિ, પરંતુ એકન્દ્રિયને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કે અનંતા કાળચક્રની કાયસ્થિતિ ! વધુમાં વધુ એટલા જંગી કાળ સુધી એકેન્દ્રિયપણે જન્મી જન્મીને મરે, એને મન નહિ હોવાથી (૧) મિથ્યાત્વ જોરદાર નથી (૨) કષાયો જોરદાર નથી, (૩) હિંસાદિ પાપયોગો જોરદાર નથી, દા.ત. ઝાડ કોઇની હિંસા કરે? જૂઠ બોલે ? ચોરી કરે ? સ્ત્રી રાખે ? પરિગ્રહ રાખે ? ના, પણ (૪) અવિરતિ જોરદાર છે.
પૃથ્વી પાણી પ્રમુખના જી, થાવર ભેદ અનેક,
પ્રગટપણો તેહને નહિ જી, પાપસ્થાનક એક, તો પણ અજ્ઞાની અવિરત પણે જી. લાગે સઘળાં રે પાપ'
માટે જો વિરતિ સ્વીકારો તો અઢળક પાપબંધથી બચાય, માટે જ સામાયિકની મોટી કિંમત. “જાવ મણે હોઇ નિયમસંજુતો. છિન્નઇ અસુહંકમ્મ” જ્યાં સુધી મનમાં નિયમવાળો હો ત્યાં સુધી અશુભ કર્મ છેદાતા જાય ! શું? નિયમ લો ત્યારે જ પાપ-છેદ ? એમ નહિ. પણ નિયમ પહોંચે ત્યાં સુધી પ્રત્યેક સમયે પાપ-છેદ ચાલુ!અહીંવ્યાખ્યાનમાં બેઠા, પણ નિયમ કરીને બેસો કે-અહીં છું ત્યાં સુધી ખાનપાન ને સંસારનાં કામ બંધ” તો નવા કર્મબંધ અટકે ને પ્રતિસમય જૂનાં પાપ છેદાતા રહે. કિષાય યોગ
(૩) કર્મ બંધાવામાં ત્રીજું કારણ કષાયો. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ હાસ્ય શોક હર્ષ ઉગ વગેરે કષાયો મનમાં આવે કે પાપ કર્મ બંધાય.
(૪) યોગ એટલે હિંસા જૂઠ ચોરી વિષયો પરિગ્રહ વગેરેની ત્રિવિધ પ્રવૃત્તિ વિચાર વાણી વર્તાવ એથી પણ પાપ કર્મ બંધાય.
ચાર કારણોથી જીવ કર્મ બાંધી, કર્મનાં ફળ ભોગવવા પડે એવી ચાર ગતિઓના સંસારમાં જનમ મરણ જનમ મરણ કર્યા કરે છે.
આવો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ભાવથી સમકિતને આરાધી લઇએ.. મસ્તીથી લલકારીએ... પ્રભુ ! નિરમલ દર્શન દિજીએ.
Page #31
--------------------------------------------------------------------------
________________
सवे पाणा पियाउया, सुहसाया दुकरव पडिकुला
आचारांग अ. २ उद्देश - ३ सव्वे जीवावि इच्छन्ति, जीविउं न मरिज्जिउं ।।
__ दशवैकालिक
अ. ६ गाथा ११ ભાવાર્થ - સર્વ જીવોને જીવન પ્યારું છે. બધાજ સુખના જ અભિલાષી છે.
દુઃખ કોઇને ગમતું નથી. બધા પ્રાણીઓને પોતાનું આયુષ્ય બહુ
પ્રિય છે. સુખ ચાહે છે પણ મૃત્યુ કોઇજ ઇચ્છતું નથી. પ્રભુએ સાડા બાર વર્ષની ઘોર સાધના કરી. કર્મો એમના પર તૂટી પડ્યા. અંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. દેવતાઓએ સમવસરણની રચના કરી. પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળતા ગઇ. પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દેશના આપી. શાસનની સ્થાપના કરી. ગણધર પદની સ્થાપના કરી. સાધ્વી ચંદનબાળાને દીક્ષા આપી તે પ્રથમ સાદવી બન્યા. જે ગૃહસ્થો સર્વ વિરતિ ન પામ્યા તે મોક્ષમાર્ગની આરાધના રૂપે શ્રાવક દીક્ષા પામ્યા. પ્રભુએ કોન્સોલેશન પ્રાઇજ રૂપે શ્રાવક દીક્ષા આપી. ચતુર્વિધ સંઘ બને તો જ શાસનની સ્થાપના કહેવાય. ૨૧ હજાર વર્ષ પૂર્ણ થતાં જ્ઞાનીઓ જાહેર કરશે કે શાસનનો વિચ્છેદ થયો. છેલ્લા ચાર અવશેષો મૃત્યુ પામશે ત્યારે શાસનનો અંત થશે. શાસનનો વિચ્છેદ થશે. સાધુપણાંનો શ્રાવકપણાનો વિચ્છેદ સાથે રહેલો છે. માત્ર સાધુ વિચ્છેદથી નહીં પણ શ્રાવક પણાના વિચ્છેદથી પણ શાસનનો અંત થશે.
ચતુર્વિધ સંઘની ગેરહાજરીથી શાસનનો અંત ચતુર્વિધ સંઘની હાજરીથી શાસનની શરૂઆત !
આજના આવા ભૌતિક કાળમાં સંયમ સ્વીકારાય છે. તે મહાઆશ્ચર્ય છે. આજે શ્રાવકપણાનો દુષ્કાળ છે એમાં ખામી અમારી તમારી બની છે. તમારા મગજમાં છે કે સંસારમાં રહીને ધર્મ ન થાય. ફેક્ટરી તો નાંખવી જ પડે ! પણ સંસારમાં તો સંસારની રીત જ રહેવાય. આજે શ્રાવક જીવનની દીક્ષાનો અભાવ વર્તાયો છે. પાપોની ભયંકરતા, ટી.વી. અને ચેનલોથી થતાં અધ્યવસાયોની હિંસકતા, કામ-વિકારોના અધ્યવસાયોથી થતા પાપો, અભક્ષ્ય વિગેરેના પાપો, અપેયના પાપો, ફ્રીજ વગેરેના પાપો, રાત્રિભોજનના પાપો પેસી ગયા છે. ટી.વી. આદિનો બહિષ્કાર અત્યંત દુષ્કર છે. ૫૦ યુવાનો દીક્ષા લે છે પણ પાંચના ઘરમાંથી ટી.વી. ન નીકળે ? શ્રાવકોને ૧૨ વ્રતો પ્રત્યે ભાવ નથી. સંસારમાં આવું ન થાય ! એવી માન્યતા છે. શાસ્ત્રીય રીતે શ્રાવકધર્મની દીક્ષા લેવી. સાધુઓ
Page #32
--------------------------------------------------------------------------
________________
હજારો છે. જેનો લાખો છે પણ શ્રાવકની ખામી છે. દુષ્કાળ છે. આ શ્રાવકદીક્ષાની ખાસ જરૂર છે. શ્રાવક તે છે જે ૧૨ વ્રતથી યુક્ત હોય. પ્રથમ વ્રતનું સ્વરૂપ સમજીએ...
ચારે ય ગતિમાં પરિભ્રમણ કરી રહેલા અનંતા જીવો..તે તે ગતિમાં તે તે જીવોની વસ્તુઓ પાછળની દોટ જુદી જુદી હોય છે. કીડી સાકર પાછળ... મંકોડો ગોળ પાછળ. ભેંસ ઘાસ પાછળ. ભૂંડ વિષ્ટા પાછળ.. માણસ પૈસા પાછળ દોડે છે... આ બધામાં ભેદ હોઇ શકે છે. પરંતુ એક બાબતમાં સઘળા ય જીવોની વૃત્તિ સમાન છે. મરવું કોઇને નથી..” ગમે તેવી પરાધીન દશા હોય તો ય તિર્યંચો મરવા તૈયાર નથી. માટે શાસ્ત્રકારોએ તિર્યંચગતિને પાપપ્રકૃતિમાં ગણી છે, પરંતુ તિર્યંચઆયુષ્યને પુણ્યપ્રકૃતિમાં ગયું છે. નરકના જીવોને એટલું બધું ભયંકર દુઃખ છે કે જેનાથી છૂટવા તે પ્રતિપળ મોતને ઝંખે છે. આ સિવાય નિગોદના જીવથી માંડીને અનુત્તરવાસી દેવતાઓ સુધીના સહુ જીવનને ઝંખે છે..
આ જીવૈષણા ક્યારેક એટલી બધી તીવ્ર બની જાય છે કે માણસ પોતાના જીવનને ટકારવા બીજાના જીવનને નષ્ટ કરી દેવા સુધીની કૂરતા પણ આચરી બેસે છે.. અને આ ક્રૂરતા જ તેના જીવનના દુઃખ-અશાંતિ મોતનું કારણ બની જાય છે...
આપણી રખડપટ્ટી અનાદિકાળની છે. જ્યાં પુયયોગે સામગ્રી મળી છે.. શક્તિઓ પ્રાપ્ત થઇ છે ત્યાં એ સામગ્રીઓનો.. શક્તિઓનો ઉપયોગ આપણે કમજોરને દબાવવામાં જ કર્યો છે.. બહાદુરોથી દબાયા છીએ.... કમજોરોને દબાવ્યા છે. હવે આ ઉત્તમ જીવનમાં આપણા આ અવળા ગણિતને ફેરવીએ..
કમજોરોને બચાવીએ.... કમજોરોથી પણ દબાઇએ.... જન્મતાવેંત વીપ્રભુને જન્માભિષેક માટે મેરુપર્વત પર લઇ જવાયા. ઇન્દ્રને મનમાં શંકા પડી... “આવા નાના બાળ આટલા બધા કળશાઓના અભિષેકને સહન શી રીતે કરી શકશે ?.... ઇન્દ્રની શંકાને દૂર કરવા પ્રભુએ એક લાખ યોજનના મેરુપર્વતને પગના જમણા અંગૂઠાથી દબાવ્યો.. મેરુપર્વત ડોલી ઉઠ્યો.. પ્રભુની બાળવયમાં આ તાકાત હતી તે પ્રભુએ છવાસ્થાવસ્થામાં હાલતાં ચાલતાં માણસો દ્વારા આવેલા કષ્ટો પણ કેવી પ્રસન્નતાથી સહ્યાં ? ખીલા ઠોકનારો ખીલા ઠોકી ગયો. તેજલેશ્યા ફેંકનારો તેજોવેશ્યા ફેંકી ગયો. ક્યાંય પ્રતિકાર નહિ.. ક્યાંય બચાવ નહિ. ક્યાંય સામનો નહિ !
કારણ... ?. કારણ એ કે શક્તિનો સદુપયોગ સહન કરવામાં છે. સામનો કરવામાં નહિ ! આ ગણિત જે દિવસે આપણા દિલમાં બેસી જશે તે દિવસથી જીવનમાં અહિંસા આવતી જશે...પ્રતિકારવૃત્તિ હિંસાના સંસ્કારો પેદા કરે છે. પેદા થયેલી કઠોરતા જીવને દુર્ગતિઓની ભેટ ધરી દે છે..
Page #33
--------------------------------------------------------------------------
________________
પરિણામની કોમળતા અહિંકાચાર્ય !
અણિકાપુત્ર આચાર્યના જીવનમાં ભયંકર ઉપસર્ગ આવ્યો. નદી પાર કરતા પૂર્વ ભવના વેરના કારણે ભાલાથી વિંધાયા. આંતરડા બહાર નીકળી આવ્યા. માંસલોહી નીકળે છે. એમને એની વેદના નથી પણ અપકાયના જીવોની વિરાધનાથી વેદના થાય છે.
“ધન્ય છે સિદ્ધોને ! શરીરનથી માટે હિંસા નથી, શરીર છે તો એના દ્વારા હિંસા જોરદાર છે. શરીર જન્મ છે. લાખોજીવોના સંહાર પર ! શરીર ટકે છે લાખો જીવોના સંહાર પર. શરીર મરે છે લાખો જીવોના સંહાર પર !
માટે તો શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે કઠોરતા કેળવવાના ભવો આ દુનિયામાં ઘણા... કોમળતા કેળવવાનો ભવ એક માત્ર મનુષ્યગતિનો જ !... ઝાંઝરીયા ઋષિ... ખંધકવિ.. મેતારજ યુનિ. ગજસુકુમાળ. ધન્ના.. શાલિભદ્ર વગેરેનાં કોમળતાનાં આચરણનાં જ્વલંત દષ્ટાંતો આપણી સામે મોજુદ છે..
દુનિયાના રાહ જુદા છે.. “થાય તેવા થઇએ તો ગામ વચ્ચે રહીએ ના સૂત્ર પર દુનિયા ચાલે છે. “શક્તિ હોય તો સહન જ કરજો.. સામનો કરશો જ નહિ.' એ સૂત્ર પર શાસ્ત્રકારો ચાલે છે. આપણે આત્મઘાતક રાહ અનાદિકાળથી પકડ્યો છે. જ્યાં તક મળી ત્યાં પ્રતિકાર કર્યો છે... તક મળી ત્યાં સામાને દબાવ્યા છે. હવે એ છોડીએ તો જ સદ્ગતિ..સમાધિ. સુસંસ્કાર.. શાંતિ વગેરે શક્ય છે. | બાકી, બીજાને ખતમ કરીને જીવવાની વૃત્તિ તો તિર્યચોમાંય ક્યાં નથી ? લાતનો જવાબ લાતથી ગધેડો ય આપે છે. ભસવાનો જવાબ ભસવાથી કૂતરો ય આપે છેઆપણે પણ જો આ જ રાહ અપનાવીએ તો આપણામાં અને ઢોરોમાં ફેર શું ? - પેલા યુવકની કથા આવે છે ને ?... સવારના પહોરમાં રસ્તા પરથી પસાર થતો હો... અચાનક ઉપરથી ઇંટ પડી સીધી પોતાના ખભા પર, ગુસ્સે થઇ ગયો. હાથમાં એ ઇંટ લઇને ઉપર ચડ્યો. ઇંટ ફેંકનારના માથામાં જ આ દેટ લગાવી દઉં' ઉપર જઇને જોયું તો એક પહેલવાન દંડ-બેઠક કરતો હતો. “આને ઇંટ મારવા જઇશ તો ક્યાંય ઉચકીને મને જ નીચે ફેંકી દેશે. એ વિચારે પેલો યુવક મૌન.. પહેલવાને તેની સામે જોયું. “અય ! ઉપર કેમ આવ્યો છે ? ના. ખાસ કાંઇ નથી. આ તો તમારી ઇંટ ઉપરથી નીચે પડી ગયેલી તે આપવા આવ્યો છું. અને હા ! બીજું કાંઇ કામકાજ હોય તો કહેતા રહેજો.. હું બાજુમાં જ રહું ...!”
જોયું ને ? ગયો હતો મારવા, પણ જ્યાં જોયું કે સામો કમજોર નથી, પરંતુ બહાદૂર છે. ત્યાં તરત જ વિચાર ફેરવી નાખ્યો. આમ બહાદુરોનું તો ઘણું સહન કર્યું છે...
Page #34
--------------------------------------------------------------------------
________________
હવે કમજોરોનું પણ સહન કરીએ.
અને તેની જ સાથે શક્તિ હોય તો કમજોરોને બચાવતા પણ જઇએ. કુદરતનો નિયમ છે કે અન્યને બચાવશો તો તમે બચશો. બીજાને સમાધિ આપશો. તો સમાધિ પામશો. શાતા આપશો તો શાતા પામશો.
સાધુ ભગવંતોનાં પાંચ મહાવ્રતોમાં પ્રથમ મહાવ્રત અહિંસાનું છે. શ્રાવકનો બાર વ્રતમાં પણ પહેલું વ્રત સ્થૂલપ્રાણાતિપાતવિરમણ વ્રત છે. કલિકાલસર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ યોગશાસ્ત્રમાં ‘અહિંસા’ ને સર્વજીવોની માતા તરીકે ઓળખાવે છે. આના પરથી સમજાશે કે જીવનમાં ‘અહિંસા’ કેટલી મહત્ત્વની છે ?
યાદ રાખજો ‘પાપનું મૂળ પ્રમાદ છે !
તો... ધર્મનું મૂળ યતના છે !
તમામ પ્રવૃત્તિમાં ‘યતના’ નો ખાસ ખ્યાલ રાખીએ તો પ્રમાદના કારણે નિષ્કારણ થતી અનેક જીવોની હિંસા અટકી જાય ! કેવો વ્યાપક પ્રચાર આજે ચગ્યો છે હિંસાનો ! ‘કૃત્રિમ’ નિર્જીવ શાકાહારી ( ?) ઇંડાં... દરિયાઇ ખેતી ના નામે મત્સ્યોદ્યોગ....
પ્રોટીન વગેરેનાં જૂઠાણાં હેઠળ ઇંડાંઓનો ધૂમ પ્રચાર... આ બધામાં કોણ નથી ફસાતું તે પ્રશ્ન છે... યુવાનોમાં વ્યાપક પ્રમાણમાં આવા પ્રકારનો આહાર વધવા લાગ્યો છે... અને આ હિંસક આહારને પરિણામે અનેક પ્રકારનાં અનિષ્ટો તેઓના જીવનમાં ઘૂસી ગયાં
છે.
ક્યાં ભક્ષ્ય ઘેબરમાં પણ માસની થતી કલ્પનાથી એ ઘેબરનો સર્વથા ત્યાગ ક૨ના૨ અઢાર દેશના માલિક રાજા કુમારપાળ ! અને ક્યાં પોતાના ટેસ્ટ ખાતર નિર્જીવ ઇડાંના જૂઠા ઓઠા હેઠળ એ ઇંડાંઓને ટેસ્ટથી પોતાના પેટમાં પધરાવી પોતાના જાતને અહિંસક માનતી આજની જૂઠી ભ્રમણાનો ભોગ બનેલી મોટા ભાગની પ્રજા !
ખેર ! જવા દો એ વાત.
આપણા જીવનમાં આ પાપો... આવી ક્રૂરતાપૂર્વકની આત્મવંચનાવાળી હિંસા ન પ્રવેશી જાય તેની પૂરેપૂરી તકેદારી રાખીએ.
શાસ્ત્રકારો ગૃહસ્થનાં જીવનમાં નિરર્થક-હિંસા ન થાય.. શક્ય હિંસામાંય કઠોરતાના પરિણામે પેદા ન થાય તેના માટે યતના પર ખૂબ જ ભાર મૂકે છે.
કેવી સુંદર યતનાની પ્રવૃત્તિઓ આપણે ત્યાં પૂર્વે હતી ! શેઠ સાત માળનું બિલ્ડીંગ કડિયા પાસે બંધાવે તો ય એ બંગલાની પહેલી ઇંટ કડિયો નહોતો. મૂક્તો.... એ શેઠને જ
Page #35
--------------------------------------------------------------------------
________________
બોલાવી શેઠને કહેતો
“શેઠ ! બંગલો એ તો બધા ય પાપોનું કારખાનું છે. માટે એ બંગલાની પહેલી ઇંટ હું નહિ મૂકું. તમે મૂકો. પાપની શરૂઆત હું નહિ કરું... તમે કરો... અને ખરેખર ! શેઠને જ પહેલી ઇંટ મૂકવી પડતી..
ચૂલાની ઉપર ચંદરવા બંધાતા. પાણીના ય સંખારા થતા. પર્વતિથિએ આરંભ-સમારંભ બંધ રહેતા.. કોલસા ચળાઈને પછી જ સગડીમાં નંખાતા. પાપનાં સાધનોનું દાન નહોતું થતું.
પ્રાપ્ત થતી ચીજો પાછળ કારમી હિંસા જો એક વાર પણ નજરોનજર દેખાઇ જાય તો તે વસ્તુઓનો રસપૂર્વક ઉપયોગ કરવાની બુદ્ધિ ખતમ થયા વિના રહે તેમ નથી.
કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવવા લાખો દેડકાં વાંદરાઓની નિકાસ વાસના ભુખ્યા માણસોની આગને સંતોષવા ગામડાઓની નિર્દોષ કન્યાઓને વેશ્યાપણે ધકેલી દેતાં અચકાતા નથી. માલામાલ થઇ જવાની વૃત્તિએ ત્રણથી ચાર કરોડ સાપોને ઊભા છોલાવી દેતાં હૈયું અચકાતું નથી.
આજે આપણે અહિંસાના પાલનમાં વધુને વધુ બેદરકાર બન્યા છીએ. હિંસાની અગનજવાળામાં જાયે અજાયે સપડાઇ ગયા છીએ. ભોગવિલાસના અને સૌંદર્ય પ્રસાધનોના સાધનો હજારો અબોલા જીવોનો ખાત્મો બોલાવ્યા પછી જ તૈયાર થાય છે. આ વસ્તુઓનો કાંતો ખ્યાલ નથી અને ખ્યાલ હોય તો એટલી હદે નિષ્ફર બની ગયા છીએ કે કોઇ અફસોસ થતો નથી.
હિંસામાં બીજાને મારવાની તાકાત જોઇએ છે જ્યારે અહિંસાનાં પાલનમાં જાતે મરવાની તૈયારી જોઇએ છે. કર્તવ્ય પાલન ખાતર પોતાનું બલિદાન આપી દેવાની ભાવનાનું સત્વ ન ખીલે ત્યાં સુધી અહિંસાનું પાલન પ્રાયઃ શક્ય બનતું નથી.
શ્રાવકના અણુવ્રતમાં જે હિંસા છે તે અનિવાર્ય છે કે નિવારી શકાય તેમ છે ? તે વિચારવા આ ચાર મુદાઓને સમજીએ.
૧) સગવડતા માટેના પાપ (Compulsion) ૨) બેદરકારીના પાપો (Careless) ૩) મોજશોખ ના પાપો (Comfort)
Page #36
--------------------------------------------------------------------------
________________
૪) ક્રૂરતાના પાપો (Cruelty)
સવારના ચા-પાણી કે રસોઇ કરવા જે પાપો કરવા પડે તે અનિવાર્ય છે ફરજીયાત છે. પણ પગના નીચે કીડી મરે છે તે ઉપયોગની ખામી છે. બેદરકારી છે. ગ્લાસ ન લૂછવાથી અસંખ્ય જીવોની હિંસા/ એઠા વાસણોથી હિંસા ! એક મુનિરાજના માતુશ્રી બે ઘડી પહેલા બધા વાસણો પણ કોરા કરી લે. ઘરમાં A.C. કે પંખા જરૂરી નથી. બીન જરૂરી પાપો છે.
કાયદેસર ગર્ભપાત જેવું કૃત્ય આચરી હજારો નિર્દોષ પંચેન્દ્રિય જીવોની હત્યામાં અરેરાટી થતી નથી. જેના જીવનમાં સાધ્ય તરીકે પૈસા ગોઠવાઇ જાય છે તેના જીવનમાં ક્યા ક્યા પાપો ન પ્રવેશે એ એક સવાલ છે ? ક્રૂરતાથી જીવોને મારવાની, હેરાન ક૨વાની, રીબાવાની પ્રવૃત્તિઓ ન જોઇતી હોય તો ઉ૫૨ જણાવ્યા પ્રમાણે ત્રણ નંબરની હિંસામાં બ્રેક લગાવો. જીવોનું જ્ઞાન હોય તો જ દયા આવે છે. એઠાં ભોજનમાં પણ જીવો છે એવું જ્ઞાન જોઇએ. જ્ઞાન હોય પણ સાથે શ્રધ્ધા પણ જોઇએ. ક્યાં જીવો દેખાય છે ? આવી અશ્રધ્ધા ન જોઇએ. માટે જ્ઞાન, શ્રધ્ધા સંયમ અને યતના જોઇએ. કાળજી રાખો કે મચ્છર, ઉધઇ, કીડી, વિગેરે ન જ થાય.
કરુણા નામની નદીના કિનારે સામાયિક પૂજા, વિગેરેના છોડ ઉગે છે.
સાધુને ત્રસ સ્થાવર કારણ નિષ્કારણ પણ હિંસા નથી. સાધુની ૧૦૦% ની અને શ્રાવકને 12% ની દયા હોય. સાધુને ત્રસ, સ્થાવર (પૃથ્વી અપ, તેઉ, વાયુ વન્સપતિકાય) ની પણ હિંસા ન કરવી શ્રાવકને રસોઇ આદિ વિગેરે કરવી પડે માટે આ પાંચની હિંસા કરવી પડે પણ કીડી કબૂતર વિગેરેની હિંસાની જરૂર નથી.
. વર્ષો પહેલા એક ભાઇ રુંવાટીવાળા પર્સ, ચપ્પલ, બટવા આદિનો વેપાર કરતા તેમજ તે વસ્તુઓની નિકાસ પણ કરતા. લાખોની કમાણી કરના૨ એ વેપારીને એ એકવાર એ રુંવાટીવાળા પ્રાણીઓને ત્રાસ ગુજારી મારવાની પ્રક્રિયા નજરે જોતા ત્રાસ છૂટી ગયો. આટલી ક્રૂરતા પછી જ ધન મળે છે ? ખલાસ.. જીવનભર માટે એ ધંધોને સલામી આપી દીધી. એટલું જ નહિ પણ એ ધનને જીવદયાની પ્રવૃત્તિમાં વાપરવાનો નિર્ણય લઇ લીધો !
વઢવાણના રતીલાલભાઈ શ્રાવકની વાત જાણીતી છે નકામા ઘોડાઓને સૂટ કરી નાંખવાની અંગ્રેજ સરકારની નીતિ સામે વચ્ચે કૂદીને પણ તેમને અભય અપાવ્યું.
૩ ૨૯
RULE
Page #37
--------------------------------------------------------------------------
________________
૧લુ સ્કૂલ (દેશથકી) પ્રાણાતિપાત વિરમણ વ્રત
નિરપરાધી ત્રસ (હાલતા ચાલતા) જીવોને મારી નાખવાના સંકલ્પપૂર્વક (જાણી જોઇને) મારવાની બુદ્ધિથી મારવા નહી...
સાવચેતી અઠ્ઠાઇ વગેરે પર્વોના દિવસોમાં ખાંડવું દળવુ પીસવુ વગેરે આરંભ સમારંભની પ્રવૃત્તિઓ ન કરવી...
• બાગ બગીચા ઉભા કરવા નહીં લોન કાપવી નહી નિષ્કારણ ઝાડ પાન વગેરે કાપવા નહી...
• તળાવ, નદી, હોજ વગેરે જળાશયોમાં નહાવુ નહી. ' • ગર્ભપાત કરવો કરાવવો નહી.
• પ્રાણીઓના માળા ભાંગવા નહી. ઇંડા દૂર કરવા નહી.. • ઉંદર, કીડી વગેરે જીવજંતુના દર પૂરવા નહી. કરણી • અનાજ વગેરે જયણાપૂર્વક દળાવવું.
• ચૂલો આદિ વસ્તુના ઉપયોગ પૂર્વે જયણાપૂર્વક પૂંજણી આદિથી પ્રમાર્જન કરવું.
• અણગળ પાણી વાપરવુ નહી. • થાળી ધોઇને પીવાનો આગ્રહ રાખવો.
• ભાજીપાલો, બદામ સિવાયનો સૂકો મેવો ફાગણચોમાસાથી કાર્તિકચોમાસી સુધી વર્જવા..
• આંગણા વગેરે સ્થાનોમાં નિગોદ ન થાય તેની ખાસ કાળજી રાખવી.
જયણા
• ઘર, કવો, નદીતળાવાદિ, ધંધા રોજગાર કારખાનાદિક તથા ઔષધાદિના પ્રયોગમાં જીવહિંસા થાય તેની જયણા (ન છૂટકે છૂટ)
• મૃતભોજન આદિમાં જમવું નહી. છેવટે જયણા.
• હિંસક દવા છાંટવી નહી. છાંટવી જ પડે તો ખૂબ જ ઉપયોગ સાવધાની જયણાપૂર્વક વર્તવું.
• હિંસક દવાઓ ખાવી નહી. (છેવટે જયણા....)
ચોમાસામાં નીલ/ફૂગ ઉપર પગ દઇને ને ચાલવું, ઘાસ ઉપર પણ ન
Page #38
--------------------------------------------------------------------------
________________
ચાલવું.
વારંવાર નહાવાની અને વારંવાર હાથ મોં ધોવાની ટેવ છોડો. એઠું મૂકો નહિ. ઇન્સ્ટન્ટ ફૂડ, ઠંડાપીણાદિનો ત્યાગ કરો.
પ્લાસ્ટીકની ઝબલા થેલીનો ત્યાગ કરો. • ફટાકડા ફોડવા નહિ. • પશુ પક્ષીને ગોફણ પથ્થર આદિથી ન મારવા. • બાથ, તળાવ, ધોધ આદિમાં ન જવું.
અતિચાર | નીચે જણાવાતા અતિચારો જાણીને છોડવાનો પ્રયત્ન કરવો.. ૧) વધ:- કોઇનો વધ કરવો, કે કોઇના પ્રાણોને નાશ થાય તે રીતે મારવું તે. ૨) બંધ:- બાળકાદિ કે પશુ વગેરેને ગાઢ બંધનથી બાંધવા તે. ૩) છવિચ્છેદ - કોઇ પ્રાણી આદિથી ચામડી કે અંગોપાંગ કાપવા તે. ૪) અતિસાર - મજૂર, પશુ કે વાહન પર તેના ગજા ઉપરાંત ભાર લાદવો તે.
૫) ભાત પાણી વિચ્છેદ - મનુષ્ય પશુ વગેરેને ભોજન - પાણીનો અંતરાય કરવો તેના ખાવા પીવાના સમય કરતા મોડું આપવુ કે પ્રમાણ અલ્પ આપવુ તે..
ત્રસ, સ્થાવરની હિંસા નહિ, નિરપરાધીની હિંસા નહિ, સંકલ્પપૂર્વકની હિંસા નહિ. પશુ બાળક, નોકર ને સકારણ મારવા પડે પણ દુભાતા હૈયે કરવું. કારણ વિના ન
મારવા
મુંબઈમાં એક ભાઇ વ્યાખ્યાનમાં સાંભળતાં સ્નાન કરવા બેસતાં પહેલાં બેસવાનો પાટલો અજવાળામાં ખાસ જોઇ લેવો.' તેની વ્યાખ્યાનમાં વાત ચાલતી હતી. બીજે દિવસે વ્યાખ્યાન પહેલાં તે ભાઇ આવ્યા.. કહે, સાહેબ ! કમાલ થઇ ગઇ ! કેમ શું થયું ? આજે સ્નાન કરવા બેસતાં પહેલાં પાટલાને ચારે ય બાજુથી બરાબર જોયો લગભગ ૪૦ થી ૫૦ જેટલાં જીવડાંઓ પાટલા પર બેઠેલાં હતાં.... બાથરૂમમાં ઠંડકને કારણે એ જીવડાઓ આવીને પાટલા પર બેસી જતા હશે.. આજે જોયું તો ખબર પડી. પાટલાને એક બાજુ લઇ જઇ આસ્તેથી તેના પરનાં જીવડાંઓ દૂર કર્યા. સાહેબ ! અત્યાર સુધીમાં આવા ઘણા જીવોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો !. ખેર ! હવેથી બાથરૂમમાં પાટલો જ ન રાખવાનો. નિર્ણય કર્યો છે !... કારણ ઘગ્ના બધા સભ્યોને આવી કાળજી
Page #39
--------------------------------------------------------------------------
________________
ન હોય તો નાહકના એ નિર્દોષ જીવો મોતને ઘાટ ઊતરી જાય !
ભૂલશો નહિ, આપણી અલ્પ પણ સાવધાની અનેક જીવોની સુરક્ષા કરનારી બને છે. તો આપણો અલ્પ પણ પ્રમાદ અનેક જીવોના મોતનું પણ કારણ બની જાય
છે..
સાંભળો, બીજો સુંદર પ્રસંગ..
એક ભાઇ અમદાવાદમાં વ્યાખ્યાનમાં યતનાની મહત્તા સાંભળી. ગેસનો ચૂલો સળગાવતા પહેલાં પૂંજણીથી તેને પૂંજી લેવો એ નિયમ લીધો. એક દિવસ કોઇ કારણસર પોતાને જ ચા બનાવવાનો પ્રસંગ આવ્યો.. ચા બનાવવા બેઠા ગેસના ચૂલા પાસે જ લટકતી પૂંજણી જોઇ પૂજવાનો નિયમ યાદ આવ્યો.. પૂંજવા બેઠા. બરનરના કાણામાં વાંદો જોયો. પૂંજણીથી કાઢવા ગયા. પણ વાંદો ન નીકળ્યો. બરનર બહાર કાઢી ખંખેર્યું... તો લગભગ ૨૫૦ થી ૩૦૦ જેટલી કીડીઓ નીચે પડી !... સ્તબ્ધ થઇ ગયા.. પત્નીને પૂછતાં ખબર પડી કે આગલે દિવસે સાંજના ચા બનાવતાં ચા ઉભરાયેલી તેમાં રહેલી મીઠાશ બધી બરનર પર ચોંટી ગઇ.... તેનાથી કીડીઓ ખેંચાયેલી ! પેલા ભાઇના આનંદનો પાર ન રહ્યો ! પૂંજીને જે ચૂલો સળગાવવાની આ યતનાએ કેટલા બધા જીવોની રક્ષા કરી દીધી !
આવી યતના ને તમામ પ્રવૃત્તિમાં ગોઠવી દો. સ્નાન કરવા બેસતાં પહેલાં, પાટલો બરાબર ચારેય બાજુથી જોઇ લો. કપડાં ધોવા નાખતાં પહેલાં, કપડામાં રહેલા પોલાણના ભાગો ખાસ જોઇ લો. કોઇ જીવજંતુઓ ભરાયા હશે તો તમારી આટલી સાવધાનીથી જરૂર બચી જશે. જો આવું જીવન બની જશે તો પછી શ્રાવકનાં બારવ્રતમાંનું પહેલું વ્રત હાલતા ચાલતા નિરપરાધી ત્રસ જીવોને મારવાની બુદ્ધિથી મારું નહિ એ આપણા જીવનમાં અમલી બન્યા વિના રહેશે નહિ, એ નિશંક છે.
હિંસાનો પંજો જ ખતરનાક છે, એ જ્યાં પળે છે ત્યાં રાખ સર્જે છે. આ ખતરનાક હિંસામાં આપણો નંબર ન ગોઠવાઇ જાય તેની તકેદારી રાખીએ. હિંસાના પરિણામોથી કષાય ભરપૂર જીવન બને છે. સતત સંક્લેશ વાળુ ચિત્ત બની જાય છે. એનાથી દુઃખ ભરપૂર અને પાપ ભરપૂર દુર્ગતિઓને ભેટ લમણે ઝીંકાય છે.
જીવને મારવા માટેની બુદ્ધિ થાય છે તે અતિક્રમ નામનું પ્રથમ પગથિયું છે. ત્યાર બાદ એ બુદ્ધિમાં વર્તમાન જીવના પરિણામ ભળે છે તે વ્યતિક્રમ. હવે પછી હિંસાદિ કરવા માટે પુરુષાર્થ કરી તૈયાર થાય છે અતિચાર અને કોઇપણ જાતના રોકાણ, અંતરાય, વિદ્ધ કેડર કે ચિંતા વગર જીવ અશુભ કાર્ય કરે તો અનાચાર. દુર્ગતિઓમાં લઇ જવાનું જો કોઇ કારણ હોય તો તે અનાચાર.
Page #40
--------------------------------------------------------------------------
________________
હિંસા કરવી યોગ્ય નથી, હિંસા કરવાનો મને અધિકાર નથી. શું હિંસાનો માર્ગ મારે અપનાવવો યોગ્ય છે ? આ ત્રણ વિચારોથી પાપથી બચી જવાશે. શાસ્ત્રમાં હિંસા (પ્રાણાતિપાત) સંબંધિ માનસિક સંકલ્પ કરવો તેને સંરંભ કહ્યો છે. અન્ય જીવોને પીડા દુ:ખ ઉપજાવવા તે સમારંભ અને જીવને ઉપદ્રવ ને વિનાશ કરવો તે આરંભ તત્વાર્થસૂત્રમાં પ્રમત્તયોગાત્ પ્રાણવ્યપરોપણ એ સૂત્રમાં હિંસાદિના પાપ માટે પ્રમાદને નિમિત્ત ગણાવ્યું છે. જે જીવ અપ્રમત્ત છે. ઉપયોગમાં છે. તે હિંસાદિ પાપથી બચી શકાશે.
કોઇ પણ આત્મા નાની યા મોટી, મનથી, વચનથી અને કાયાથી હિંસા કરે છે ત્યારે તેની વેશ્યા અલ્પાતિઅલ્પ અશુભ હોય છે. ચાર કષાયોમાંથી કોઇ એક કષાયને આધીન બની અકાર્ય કરવા પ્રેરાયેલા હોય. તેથી જ્ઞાનીનો કહે છે કષાયોને વશ ન થતા વધુમાં વધું શુભધ્યાનમાં રહેવાનું છે.
દરેક જીવને એક સરખા પ્રાણ નથી હોતા. એકેન્દ્રિયને ૪ પ્રાણ બેઇન્દ્રિયને ૬ પ્રાણ તે ઇન્દ્રિયને ૭ પ્રાણ ચઉરિન્દ્રિયને ૮ પ્રાણ અસંજ્ઞી પંચેન્દ્રિયને ૯ પ્રાણ સંજ્ઞી પંચેન્ટિયને ૧૦ પ્રાણ હોય છે. તે અનુસાર પાપના બંધની માત્રા પણ ઓછી વધુ થઇ શકે છે.
સંસારમાં ચાલતા, બોલતા, બેસતાં, ખાવા પીવામાં કર્મજ બંધાતું હોય. હિંસા જ થતી હોય તો જીવન વ્યવહાર કેમ ચલાવવું ? ત્યાં જ્ઞાનીઓ જવાબ આપે છે કે આવી કોઇ પણ ક્રિયા સકારણ કરવી હોય તો તે કરતી વખતે જયણા નજરમાં રાખવી. જયણા પૂર્વક કરવામાં આવતી ક્રિયાના પાપ ચીકણાં નહિ બંધાય. જયણાના પાલનના પ્રભાવે દીર્ધાયુષ્ય,નિરોગીતા, સંપત્તિ, ઐશ્વર્ય, રૂપ, સૌભાગ્ય, સુસ્વર, યશ, શાંતિ, સમાધિ, અને સદ્ગતિની પ્રાપ્તિ સુલભ બને છે. દયા એ ધર્મની માતા છે. જીવનમાં દયાના પરિણામો શ્રેષ્ઠકોટિનો વિકાસ પામે છે ત્યારે તે ભાવદયામાં અથવા વિવેકદયામાં પરિણમે છે સત્ય ધર્મ પણ પામે છે. સુક્ષ્મજીવો પ્રતિ દયાનું સ્વરુપ અને વ્યવહાર બતાવનાર જૈન ધર્મ આજે સાચો ધર્મ છે. અને સાચો જૈન ધર્મી એ છે જે પાણી, પવન અગ્નિ, વનસ્પતિનો બને એટલો ઓછો ઉપયોગ કરે ધર્મનો પાયો અહિંસા છે અને સ્વરૂપ દયા છે.
હિંસાના ત્રણ પ્રકારો બતાવાયા છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રાણઘાત કરવો, પીડા આપવી અને સંક્લેશ કરાવવો. કોઇનાય પણ પ્રાણનો નાશ કરવો, હત્યા કરવી કરાવવી તે પ્રાણઘાત. કોઇનેય પણ શારીરિક ત્રાસ આપવો તે છે પીડા. કોઇનેય પણ માનસિક ત્રાસ, સંતાપ આપવો તે સંક્લેશ. આ ત્રણેય પ્રકારની હિંસામાં બે બે ભેદ છે ૧) સ્વ ૨) પર
આત્મહત્યાને પણ પ્રાણઘાત હિંસા કહી છે. શારીરિક અનુકૂળતા ન હોય ત્યારે આર્તધ્યાનમાં રહી છાતી કૂટવી ઇત્યાદિ દ્વારા પોતાને કષ્ટ આપવું તે આત્મપીડા છે. ચિત્તમાં અસ્થિરતા લાવવી, સંકલ્પ વિકલ્પ કરવા તે આત્મસંક્લેશ છે. બીજાને શક્તિથી વધુ કામ કરાવવું એદ્રારા કષ્ટ આપવું, મેણા ટોણાં વગેરે દ્વારા માનસિક સંક્લેશ કરાવવો એ પણ પર હિંસા છે.
બાહ્ય નિમિત્તથી કોઇની પણ હત્યા, પીડા કે સંક્લેશને દ્રવ્યહિંસા કહી છે અને આત્યંતર નિમિત્તથી અર્થાત્ મનથી થતી હત્યા, પીડા, સંક્લેશને ભાવ હિંસા કહી છે. દરેક જીવને સ્વતંત્રતા જોઇએ છે. કોઇને પણ પરાધીન રહેવું નથી. એના પર બીજાનું શાસન છે એ જેમ નચાવે તેમ નાચવું પડે છે. ઘણીવાર ઘણા આત્માઓ પોતાના વ્યક્તિત્વ પર પડેલી ચોટને સહન કરી શક્તા નથી કેટલીક વખત તો આત્મહત્યા કરતા પણ અચકાતો નથી.
• મધ્યપ્રદેશમાં એક ગામમાં સસરાના માત્ર ટોણાથી પુત્રવધુએ શરીર પર કેરોસીન છાંટીને મૃત્યુ પામી. પાછળ સંતાનોને નમાયા બનાવી ગઈ.
મનુષ્ય ભવમાં વ્યક્તિત્વને મહત્ત્વ આપનાર ને સામાન્ય અપમાન પણ એને આકરું લાગે છે.
• એક રાજા હતો. એકવાર એક સંન્યાસી સાથે તેની મુલાકાત થઇ. રાજાને જોઇને એ તો ઊંડા વિચારમાં પડી ગયા. રાજાએ પ્રણામ કર્યા છતાં તેમની ગંભીર મુદ્રા દૂર ન થઇ. ત્યારે રાજાએ તેમને ગંભીર રહેવાનું કારણ પૂછ્યું. સંન્યાસીએ કારણ બતાવવાની ના પાડી. રાજાએ અત્યંત આગ્રહ સાથે જણાવ્યું કે ભલે ગમે તે વાત હોય હું સ્વસ્થતા ટકાવી રાખીશ.
અત્યંત આગ્રહને વશ થઇ સંન્યાસીએ તેને તેના માત્ર સાત દિવસના આયુષ્યની વાત જણાવી આ સાંભળતાં રાજા એકવાર વિચલિત થઈ ગયો. પછી જો મૃત્યુ અવશ્યભાવિ છે તો ડરવાથી શું ફાયદો ? એમ સમજી રાજા સ્વસ્થ થઇ ગયો. સંન્યાસીને છતાં ગંભીર જોઈ રાજાએ પાછું કારણ પૂછ્યું. સંન્યાસીએ કહ્યું, 'રાજન, આ વાત તો પહેલી વાત
Page #42
--------------------------------------------------------------------------
________________
કરતાં પણ વધુ ભયંકર છે, તમે સાંભળી નહિ શકો, જવાદો એ વાત.” પણ રાજાએ સંન્યાસીને વિશ્વાસ આપી કહ્યું, “જો હું મારા મોતની વાત સાંભળીને પણ વિચલિત નથી થયો. તો પછી મોતથી વધુ ભયંકર બીજી કઈ વાત હોઇ શકે ? તમારે મને કહેવું જ પડશે.” સંન્યાસીએ કહ્યું, “સાંભળો રાજન, તમે મરીને તમારા નગરની બહાર આવેલા નાળામાં કીડારૂપે ઉત્પન્ન થશો.” મોત તો બધા માટે સમાન છે. આથી ભયજનક હોવા છતાં અપમાનજનક નથી લાગતું. જ્યારે ઉચ્ચપદે બિરાજેલાને પદમ્યુતિ કે અધમગતિ તેના અહંકારને ચોટ લગાડે છે. આથી રાજા આ સાંભળી વિચલિત થઇ ગયો. સંન્યાસીની ભક્તિ કર્યા પછી તેણે પોતાના સેનાપતિને બોલાવી કહ્યું, “સાતમેં દિવસે નાળામાં એક કિડો ઉત્પન્ન થશે. તેને તરત જ ખતમ કરી દેવો.” સાતમે દિવસે રાજા મરી ગયો અને કીડાના રૂપમાં ઉત્પન્ન થયો. સેનાપતિએ એને મારવા જેવો ઘા કર્યો, કે તરત જ કીડો મોતના ભયથી અંદર છુપાઇ ગયો. એને પણ મરવું પસંદ ન હતું.
આપણે વિચારીએ છીએ, કે આવું જીવન તો નથી જીવવું. કીડી મંકોડા બનવું કોને પસંદ હોય ? પરંતુ એ જ યોનિમાં જન્મ લીધા પછી મરવાનું પસંદ નથી પડતું.
સેનાપતિ એ કીડાને મારવામાં નિષ્ફળ ગયો એટલે આગળ શું કરવું? સલાહ લેવા સંન્યાસી પાસે ગયો. સંન્યાસીએ જવાબ આપ્યો, “રાજાને ભલે કીડાના રૂપમાં જીવવું પસંદ નહોતું. પણ કીડાને તો પસંદ છે. હવે એ ન ભૂલો કે એ રાજા નથી. પરંતુ કીડો છે.”
આમ પ્રાયઃ કોઇને મરવું, દુઃખી થવું, સંતાપ પામવો પસંદ નથી. હિંસાથી (૧) વેરભાવ ઊભા થાય છે. જેની ભવોભવ પરંપરા ચાલે છે. (૨) દુઃખી થયેલા એ જીવોની હાય હિંસકના દુઃખી કરનારના જીવનની શાંતિને હરી લે છે. (૩) તીવ્ર રાગદ્વેષ દુર્ગાનના કારણે ક્લિષ્ટ કર્મો બંધાય છે. આમ ક્ષણિક સુખ લાભના બદલામાં દીર્ધકાળ દુઃખ ઊભા થાય છે. (૪) બીજા ને અશાતા આપી હોવાથી વારંવાર પોતાને અશાતાનો અનુભવ થાય છે. (૫) બીજાને પીડા આપવા દ્વારા બીજાને દુર્બાન અસમાધિમાં નિમિત્ત બનનારાને પણ રોગાદિ વખતે અસમાધિ જ રહે છે. (૬) જીવો પ્રત્યે દયાભાવ પ્રેમભાવ ન રહેવાથી બીજા કરેલા કરાતા તમામ ધર્મો ઉચિત ફળથી રહિત બની જાય છે. (૭) બીજાની નબળી કમજોર પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવ્યો હોવાથી પોતાની તેવી પરિસ્થિતિ સર્જાય, એટલું નહીં એવી સર્જાયેલી નબળી પરિસ્થિતિમાં કોઇ સહાયક બનવાને બદલે ગેરલાભ ઉઠાવી વધુ ત્રાસદાયક પરિસ્થિતિ સર્જશે. (૮) જીવો પ્રત્યે પ્રેમભાવ રાખવાની પ્રભુની આજ્ઞાનો ભંગ થવાથી આ આજ્ઞાભંગના કારણે મિથ્યાત્વ દીર્ધસંસારવગેરે દંડ ઊભા થાય છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
જિનાજ્ઞા મુજબ પરમાત્મભક્તિ કરવામાં જિનાજ્ઞાની આરાધના જ છે. જીવોની હિંસા નથી. આ વાત પ્રતિમાશતકવગેરે ગ્રંથો જોવાથી તદ્દન સ્પષ્ટ થાય છે.
પરમાઈત કુમારપાળના રાજ્યમાં કોઇપણ વ્યક્તિ મારી' શબ્દનો પ્રયોગ કરે તો તેને દંડ થતો.
હિંસાના પ્રકારો ઇરિયાવહિયં સૂત્રમાં સારી રીતે વર્ણવાયા છે. આ વાતો મનમાં બેસી જાય તો જીવન ધન્ય બને. જીવની વિરાધના મુખ્યત્વે આ સૂત્રથી ૧૦ પ્રકારે થાય છે. જીવના મુખ્ય ભેદો ૫૬૩ થાય. ૫૬૩x ૧૦ કરવાથી પ૬૩૦ થાય પછી રાગ દ્વેષ (૨) દંડ ત્રણ (૩) કરણ, કરાવણ, અનુમોદન (૩) કાળ (૩) છેલ્લે અરિહંતાદિની છ સાક્ષીએ ગુણતા ૧૮,૨૪,૧૨૦ પ્રકારો થાય. કહેવાનું એટલું જ કે સુક્ષ્માતિસુક્ષ્મ ભાવે આત્મા જીવ'ની વિરાધના કર્યા જ કરે છે. મારે વિરાધના નથી કરવી. અશાતા નથી આપવી આવા વિચારો કરવા પડશે.
ઘણી વખત અંધ, મૂરખા, બોબડા, લંગડા જેવા વચનો વાપરીને વચનથી હિંસા કરી નાંખીએ છીએ. દુઃખીના દુઃખ દૂર કરવાની દવા તો સાંત્વના છે.
ઘણીવાર જુગારના પાના લઇને રમનારા હોય છે. એમાં રાજા રાણી જોકર ને માર્યો એવા શબ્દ પ્રયોગો થાય છે. તે પણ વચન દ્વારા રસપૂર્વકની હિંસા કરી કહેવાય.
[ હિંસાના કારણે ભવ ભ્રમણ વધારનાર | - તંદુલીયો મત્સ્ય માત્ર મનથી પાપ બાંધી નરકે ગયો.
- શ્રેણિક હરણી અને હરણીના બચ્ચાને એક જ બાણે શિકાર કરી અભિમાન કર્યું. મિથ્યાત્વના કારણે કરેલું પાપ નરકે લઇ ગયું.
-મહેશ્વરદત્ત જૂ મારવાના બદલે યુકાવિહાર જિનાલય બાંધ્યું. - અઈમુત્તામુનિએ પાણીમાં પાતરુંતરાવ્યું પછી પશ્ચાતાપથી કેવળજ્ઞાન પામ્યા.
- ધર્મરૂચિ અણગાર તુંબડીનું શાક પરઠવતા હિંસા થતી જોઇ કરુણાથી અણસણ કરી વાપરી તરી ગયા.
કાલસીરિક કસાઇ રોજના ૫૦૦ પાડા મારતાં નરકગતિ પામ્યો. સુભૂમચક્રવર્તી બહ્મદર રૌદ્રધ્યાનનાં કારણે નરક ગતિને પામ્યા.
અહિંસાનો ધર્મ સર્વક્ષેત્રીય અને સર્વકાલીય બને તો જ જીવન સફળ થાય. અણું બોમ્બના ઓછાયા નીચે થરથર ધ્રુજતી ધરતી માટે અહિંસા એ શાંતિનો દૂત છે કતલખાનેથી જીવો જરૂર છોડાવીએ પણ પરિચયમાં આવતા જીવોને ધિક્કારવાનું બંધ કરીએ.
પારેવડાને ચણ જરૂર આપીએ પણ સાથોસાથ સહવર્તિને વાણીના ડામ આપવાનું
Page #44
--------------------------------------------------------------------------
________________
બંધ કરીએ.
• બેદરકારીથી થતા પાપોથી દૂર રહીએ.
મોજશોખ ના કારણે બંધાતા પાપોથી બચીએ... ક્રૂરતાના પાપોથી છેટા રહીએ. • પોતાની રકમની વસૂલી માટે ગુંડાઓ ન મોકલીએ.
રીવોલ્વોરની ધાક ધમકી ન અપાવીએ. • ખેતરોમાં ઝેરી દવા ન છંટાવીએ.. • ગર્ભપાત જેવી કારમી ક્રૂર હત્યાઓ બંધ કરાવીએ. ઉજ્જવળ એવો શ્રાવક સંઘ ત્રણેય હિંસાઓ કરે ? ના..ના.ના.
જીવદયા જેના હૈયામાં વસી છે એવી શ્રાવિકાથી ભૂલથી ઉદરના બાળકને સુખ માટે મારી નાંખે ? આ પાપ નથી પણ મહાપાપ છે.
એક કબુતર કે ઇયળ મરી જતાં પશ્ચાત્તાપ કરતી શ્રાવિકા શું પોતાના બાળકની હિંસા કરી શકે ? માસક્ષમણ કરનાર શ્રાવિકા આવા પાપ કરી શકે ? પાપ બાદ થડકાર નથી. દુઃખ નથી લાગતું તેના પર કરુણા ઉપજે છે.
એિક પ્રસંગો
પૂનામાં બે બાળકોની માતા એલાર્સન કરાવવા ગઇ. કિશ્ચયન ડોક્ટરે આ કૂર હત્યાની ના કહી. સમજાવ્યું... આ બાળક જન્મ્યો. સંસ્કાર અને નિમિત્ત જોરદાર મળી જતાં ૯ વર્ષની ઉમરે દીક્ષા લીધી. બે ભાઇ મહાન પ્રભાવક સારા સંયમી બન્યા. જો બાઇએડોક્ટરની સલાહ સ્વીકારી ન હોત તો જિનશાસનને ભાવિના મહાન આચાર્યની ભેટ ન મળત. વસ્તુપાળ-તેજપાળ, મીરા, સુલસા, સીતા કેમ થતાં નથી? કારણ આવી પાપી માતાઓને કારણે. આ મહાન આત્માઓ થનારા બાળકો પેટમાંથી જ રવાના થઇ ગયા.
જે નિર્દોષ છે, જે જન્યું જ નથી એવા બાળક પર એટમ બોમ્બ એનું નામ એબોર્શન. પશુની હત્યા કરનાર કસાઇ કરતા આવી માતાઓ વધુ ક્રૂર છે.
A = એટમ B = બોમ્બ 0 = ઓવર R = ગુલાબી T = ટીનર 1= સંવેદના (નિર્દોષ) અનાથ, ઓપરેશન
કીટ હત્યાઃ એક બેન ભીંતના કીટ પર ઝેરી એ છાંટી હજારો કલેવરોને નીચે પાડી રહ્યા હતા. ઉપરના માળે સામે શ્રાવક-શ્રાવિકા રહેતા હતા આ દશ્ય જોઇ કંપારી છૂટી ગઇ. આવા દૃશ્યો રોજ જોવાય તો જીવદયા પરિણામો કેમ ટકે ? તપાસ કરતા ખબર પડી કે દવા છાંટનાર પણ બેન જૈન હતા. વાંદા, ઉદર, ઉધઇ, કીડા મારવાની દવાઓના વપરાશથી એવા સંસ્કારથી હૃદય કઠોર બનતું જાય છે. ટી.વી. માં પાવડર ની
Page #45
--------------------------------------------------------------------------
________________
દવાઓની અઢળક જાહેરાતો આવે છે. આની વચ્ચેય પરિણામોને ટકાવી રાખવાના છે
:
જીવનમાં ગમે તે અંધાધૂંધી આવે તો તે કર્મના ઉદયથી આવે છે માનસિક સમતુલા ગુમાવી ન બેસતા.
આટલું કરજો
પૃથ્વીકાય
નવા મકાનો, બંગલા બનાવવા પડે તો સંખ્યા ધારજો. કુવા,બાગ-બગીચા,તળાવ, બોરીંગ, સૂરંગ, ભોંયખાનું, પથ્થરની ખાણ, સડક, નહેર, પુલ, આદિના કાર્યો કરવા પડે તો સંખ્યા ધારવી.
ખેતીવાડી સંબંધી જમીન ખેડવી ગજ-મીટ૨, એકર-વીધા આદિનું પ્રમાણ ધારવું.
અપ્લાય
પીવાનું પાણી, નહાવાનું પાણી, સમારંભ માટે પાણી, ખેતીવાડી મકાન નિર્માણ, ફેક્ટરી આદિ માટે પાણીનું પ્રમાણ ધારવું.
ઘડા, ગેલન, ટેંકર, આદિનું પ્રમાણ ધારવું.
•
તેઉકાય
પોતે અને પોતાના પરિવારમાં ઉપયોગમાં આવનારા અગ્નિ, ઇલેકટ્રીક સાધનો, ભટ્ટી, ગેસ, સ્ટવ, ગીઝર,ફોન, કોમ્પ્યુટર ઇત્યાદિની સંખ્યા ધારવી.
વાયુકાય
નાના-મોટા પંખાઓ, પાલખી, ઝૂલા, પારણા, હીંચકા, લીફટ, હારમોનીયમ, પિયાનો, સારંગી, તબલા આદિની સંખ્યા ધારવી. વનસ્પતિકાય)
શાક ભાજી, ફ્રૂટ્સ નું પ્રમાણ ધારવું.
ખેતર વાડીમાં ઘાસ, પાકની કપાઇ, નિંદામણ આદિની સંખ્યા ધારવી.
અસિકર્મ
સોઇ, ચપ્પુ, કાતર, બ્લેડ, બંદુક, તલવાર, કટારી, કોદાળી આદિની સંખ્યા ધારવી.
[મસિકર્મ )
પેન-બોલપેન-પેન્સીલ-પેડ, નોટ, કાગળ, પત્ર-પત્રિકા, ફાઇલ, ઝેરોક્સ, ટાઇપ રાઇટર, ફેક્સ મશીન, આદિની સંખ્યા ધારવી.
કૃષિકર્મ
હળ, પાવડા, તગારા, સંબલ આદિની સંખ્યા ધારવી.
૩૮
LLLLLLL
Page #46
--------------------------------------------------------------------------
________________
'જુડુ કદિ ન બોલીએ मूसावाओ य लोगम्मि, सव्वं साहूहिं गरिहिओ अविस्सामो य भूआणं, तम्हा मोसं विवज्जए
શર્વત્રિક (ન. ૬ થી ૧૩) ભાવાર્થ - લોકમાં બધા સાધુ ભગવંતોએ અસત્ય વચનની નિંદા કરી છે.
બધાના અવિશ્વાસના નિર્માણનું કારણ હોવાથી જુઠું બોલવાનું
ત્યાગવું જોઇએ. પ્રશ્ન વ્યાકરણમાં લખેલું છે કે “સચંખું ભયનં' અર્થાત્ સત્ય એજ ભગવાન છે. સહજાનંદી સત્ય સ્વરૂપી આત્મા સદા સનાતન સભાવોથી પરિપૂર્ણ છે. તેમ છતાં અજ્ઞાનના કારણે સુંદર મહેલને છોડીને અસત્યની અંધારભરી કોટડીમાં દુઃખી થઇ રહ્યો છે. સત્યની ઉત્થાપના અને અસત્યની સ્થાપના કરી રહ્યો છે. ભાષા વર્ગણાના પુદગલો ને અસત્યમાં પરિણમાવી સત્યને છોડી મતાગ્રહ પ્રમાણે સ્વ અને પર બન્ને આત્માઓને ફસાવી નિકાચિત કર્મોનું બંધ કરી રહેલ છે. બધા પ્રકારના અસત્યવચન અવિશ્વાસનું કારણ બને છે.
લોકમાં રહેલ બધા જડ ચેતન તત્વો / દ્રવ્યો સ્વરૂપે છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતાના મૂળ અસ્તિત્વને કાયમ રાખી નિરંતર પરિણમી રહેલ છે. આવું માનવું જાણવું અને કહેવું એ નિશ્ચય સત્યવ્રત છે.
આજે સ્થૂલ મૃષાવાદવિરમણ નામના બીજા વ્રતની વાત કરવી છે...આમાં સૌથી પહેલાં આપણે એ જોવું છે કે જૂઠ બોલવાનું મન કેમ થાય છે ? શાસ્ત્રકાર ભગવંતો જૂઠ બોલવાનાં ચાર કારણો બતાવે છે.. ૧. ક્રોધથી..૨. લોભથી.. ૩. ભયથી..૪. હાસ્યથી.
જ્યારે જ્યારે પણ જૂઠ બોલાતું હોય...બોલવાનું મન થતું હોય ત્યારે ત્યારે તેના મૂળમાં જશું તો આ ચાર કારણેમાંથી જ કોઇ એકાદ કારણ મળશે.
આશ્ચર્ય તો એ છે સત્ય બોલવું કાયમ માટે સરળ છે. જૂઠ બોલવું કઠિન છે. છતાં લોકો માટે ભાગે જૂઠના સહારે જ જીવે છે.
તમારી દુકાને એક ઘરાક આવ્યો. કાપડ જોઇ તેણે તમને ભાવ પૂક્યો તમે પાંચ રૂપિયે મીટર કહ્યું...થોડી વાર પછી બીજો ધરાક આવ્યો...તેની સ્થિતિ સારી જોતાં તમે તેને છ રૂપિયે મીટર કહ્યું. ત્રીજા ધરાકને સાડા પાંચ રૂપિયે મીટર કહ્યું...હવે આ જ ત્રણે ય ધરાકને જો બે-ત્રણ દિવસ પછી આવે તો તમારે વ્યવસ્થિત યાદ રાખવું પડે કે ક્યા ધરાકો કેટલા રૂપિયે મીટર કાપડ પહેલાં કહ્યું હતું ! આને બદલે તમે જો ત્રણે ય
Page #47
--------------------------------------------------------------------------
________________
ધરાકને એક જ ભાવ કહ્યો હોય તો તમારે કાંઇ યાદ રાખવું ન પડે ! તમે સીધેસીધું કહી શકો કે આટલા રૂપિયે મીટર છે ! સત્ય બોલનારની યાદશક્તિ ઓછી હોય તો ચાલે પરંતુ જૂઠ બોલનારની યાદશક્તિ તો મજબૂત જ હોવી જોઇએ ! કેટલી વિચિત્રતા છે ?
જૂઠ બોલવું આટલું કઠિન હોવા છતાં જૂઠ આટલું બધું વ્યાપક કેમ બની ગયું છે તે વિચારણીય છે..પૂર્વના કાળમાં રાજા મહારાજાઓને નાની ઉંમરથી જ તેમના ભોજનમાં થોડી થોડી માત્રામાં ઝેર અપાતું હતું...ક્રમસર ઝેરની માત્રા વધારતા...આની પાછળ કારણ એ હતું કે કોઇ દુશ્મન વ્યક્તિ રાજાના ભોજનમાં કદાચ ઝેર મેળવો દે તો ય એ ઝે૨ રાજાને મારે નહિ....એટલે ધીમે ધીમે ખવાતું ઝેર જેમ પચી જાય છે, તેમ ધીમે ધીમે પણ સતત બોલાતું જુઠ ઘણાયને પચી ગયું છે...
સાંભળ્યું છે કે વરસો પહેલાં અમેરિકામાં અબ્રાહમ લિંકનની જયંતિ ઉજવાતી હતી..તેની ઉજવણી એક વરસ સુધી ચાલવાની હતી...તેમાં જે માણસ લિંકનનું પાત્ર ભજવવાનો હતો તેને, એક વરસની મુદત પૂરી થઇ ગયા પછી પણ ભ્રમ જ થઇ ગયો કે.‘હું’ લિંકન જ છું...’ બધી ય જગ્યાએ તે ‘લિંકન' ની જેમ જ વર્તે..લોકોએ બહુ સમજાવ્યો તો ય સમજ્યો નહિ...વાત વધતી ગઇ... જતે દહાડે લોકો તરફથી હેરાનગતિ વધતી ગઇ...ક્યાંક ગાળો ખાવી પડતી તો ક્યાંક લાતો ખાવી પડતી....આ અરસામાં કોઇએ કોર્ટમાં કેસ દાખલ કર્યો કે ‘આ લિંકન નથી અને પોતાની જાતને લિંકન તરીકે ઓળખાવે છે.’ આ માણસ કોર્ટમાં હાજર થયો... રોજની હેરાનગતિથી ત્રાસી ગયેલો...તેણે નિર્ણય કર્યો કે ‘હું કોર્ટમાં કહી દઇશ કે હું લિંકન નથી...’ એ કોર્ટમાં લાઇ ડીટેકટર મશીન હતું કે જે મશીન ૫૨ આરોપીને ઉભો રાખી જુબાની લેવાતી... આરોપી જે જૂઠ્ઠું બોલે તો મશીનમાં ગોઠવાયેલ ગ્રાફ પર તરત આડી લીટી થઇ જતી... આ લિંકન ને ઉભો રાખ્યો..ઘણા પ્રશ્નો પૂછાયા પછી કોર્ટમાં જજે પૂછ્યું,‘તમે લિંકન છો ?’ પેલાએ જવાબ આપ્યો,‘ના’ તરત જ ગ્રાફમાં આડી લીટી થઇ ગઇ...મશીને બતાવ્યું કે માણસ જૂઠ્ઠું બોલે છે, હકીકતમાં તે લિંકન જ છે !
એક વરસ સુધી લિંકનમય થઇ ગયેલા આ માણસના મનમાં ઊંડે સુધી કેવા લિંકનપણાના સંસ્કાર બેસી ગયા હશે કે સત્ય બોલવા છતાં મશીને ‘અસત્ય બોલ્યો છે’ તેવું જાહે૨ કર્યું ! એક વરસ માટે પણ જૂઠને સત્ય તરીકે સ્વીકારી લે તો પછી જૂઠ, જૂઠ તરીકે ઓળખાય નહિ... તો પછી વરસોથી જૂઠ બોલવાનો જ સ્વભાવ બનાવી દીધો હોય તેને આ જૂઠ જૂઠ તરીકે દેખાય નહિ તેમાં શું આશ્ચર્ય છે ?
આપણે જૂઠા છીએ માટે આપણને જૂઠ ગમે છે...સરળ લાગે છે...લાભકારી લાગે છે...તેના વિના જીવાય જ નહિ તેવું લાગે છે...ઉપાદેય લાગે છે...અને તેના જ કા૨ણે સત્ય બોલનારો વેદીયો લાગે છે... સત્ય બોલીએ તો મરી જ જઇએ તેવું લાગે
Page #48
--------------------------------------------------------------------------
________________
છે..અવસર આવ્યું સત્ય છોડતાં વાર જ નથી લાગતી ! પણ આપણી આ વૃત્તિ પ્રવૃત્તિ આપણને કેટલા નુકશાનમાં ઉતારી રહી છે તેનો આપણને ખ્યાલ નથી... એક જૂઠ સો જૂઠને ખેંચી લાવે છે' એ પંક્તિના આધારે જીવનમાં અનેક જૂઠ્ઠાણાંઓ ધૂસ્યાં. જૂઠનો બચાવ કરવા માયાનો સહારો લીધો...માયાએ મિથ્યાત્વને આમંત્રણ આપ્યું.
“સાચામાં સમકિત વસે છે માયામાં મિથ્યાત્વરે પ્રાણી, મ કરીશ માયા લગાર.” આમ જૂઠ પ્રત્યેની દોસ્તી અનેક અવગુણોને ખેંચી લાવનારી બને છે. !..
બાકી તો આજના કાળમાં સિફતપૂર્વક જૂઠ બોલનારો વધુ હોશિયાર ગણાય છે. પુણ્ય પહોંચે છે ત્યાં સુધી તો કદાચ એ જૂઠના કટુ વિપાકો નહિ દેખાય પરંતુ જે દિવસે પુણ્ય પરવાર્ય અને અસત્યભાષણથી બાંધેલાં કર્મો ઉદયમાં આવ્યાં તે દિવસે બધીય ખબર પડી જશે..
ત્યારે તો જ્ઞાનીઓ કહે છે કે, “બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ?'... કર્મો બાંધતા ખૂબ વિચાર કરજો..ઉદયમાં આવશે ત્યારે સમાધિ જાળવવી ખૂબ મુશ્કેલ બની જશેસમજુ માણસ દુઃખને આમંત્રણ આપતાં પાપોની સામે લાલ આંખ કરીને જીવતો હોય...જ્યારે મૂરખ માણસ માત્ર દુઃખને જ રોતો હોય.... પાપો ખૂબ મજેથી કરતો હોય...
એક જગ્યાએ પોતાની કન્યાનું વેવિશાળ કરવા ઇચ્છતા એક ભાઇએ પોતાના ભાવિ જમાઇના પિતાને પૂછ્યું,...
તમારો દીકરો આમ તો અમને પસંદ છે. પરંતુ જે જગ્યાએ તે નોકરી કરે છે ત્યાં તેનો પગાર કેટલો છે ?'
“એવું છેને કે પગાર તો માત્ર ૧૨૦૦ રૂ. નો જ છે. પરંતુ આડું અવળું કરીને બીજા લગભગ ૧૦૦૦-૧૨૦૦ લાવે છે....બોલો, પૂછવું છે કાંઇ બીજું ?”
ના ના..હવે શું પૂછે ?...તમારા જેવું ખાનદાન (!) કુટુંબ અને આવો હોશિયાર (!) જમાઇ મળતો હોય પછી કોણ બીજે ફાંફાં મારવા જાય ? કરો કંકુના મૂરતિયો પસંદ છે!”
.ખાનદાનીનું અને હોશિયારનું માપ લોકો અત્યારે આમાં માને છે. સત્ય બોલનાર ખાનદાન નહિ, હોશિયાર નહિ, પરંતુ જૂઠ બોલવા છતાં તે જૂઠને જે માણસ ખૂબ ચાલાકીથી સત્યના વસ્ત્રો પહેરાવી શકે તે ખાનદાન.તે હોશિયાર.
જગતના રાહે અનાદિથી ચાલ્યા છીએ...હવે જિનના રાહે ચાલીએ... બાકી તમને ખબર છે ? પાંચેય ઇન્દ્રિયોમાં બળવાનમાં બળવાન ઇન્દ્રિય જીભ કેમ છે? કાન બે છે....કામ એક છે...સાંભળવાનું...
Page #49
--------------------------------------------------------------------------
________________
આંખ બે છે...કામ એક છે...જોવાનું.. જીભ એક છે..કામ બે છે...બોલવાનું...ખાવાનું. આવી પરિસ્થિતિમાં જીભ પર કંટ્રોલ કેવો હોય ?
‘આંધળાના દીકરા આંધળા જ હોય' એ દ્રૌપદીના મશ્કરીના વાક્યે મહાભારતના ખૂંખાર યુદ્ધનાં બીજ રોપી દીધાં એમ અજૈન મહાભારત કહે છે...
પ્રતિસ્પર્ધિરાજાની સભામાં ગયેલા દૂતને તે રાજાએ પૂછ્યું કે,‘તારા રાજામાં અને મારામાં ફેર શું ?'
‘રાજન્ ! ક્યાં અમારો રાજા ક્યાં આપ ?'
‘એટલે ?’
‘એટલે એ જ કે અમારો રાજા તો બીજાના ચન્દ્ર જેવો છે અને આપ તો સોળે કળાએ ખીલી ઉઠેલા પૂર્ણિમાના ચન્દ્ર જેવો છો !’
ખુશ થયેલા રાજાએ લાખ સોનામહોરનું ઇનામ આપ્યું ! આ સમાચાર વાયુવેગે જે રાજાની સેવામાં આ દુત હતો તો રાજાને પહોંચી ગયા...રાજા તો ધૃવાપૂવાં થઇ ગયો !...દૂત આવે એટલી વાર...નાલાયકને તલવારથી ઉડાડી દઉં !
પેલો
ત બે-ચાર દિવસ બાદ આવ્યો.
‘નાલાયક ! દુશ્મન રાજાના દરબારમાં મારી હલકાઇ કરી ?' એમ કહી રાજા ખુલ્લી તલવાર લઇ દૂતને મારવા દોડ્યું.
‘રાજન્ ! મને ખબર નહિ કે આપ પણ મૂરખ હશો !'
‘નીચ ! જીભ સંભાળીને બોલ ! નહિતર આ તલવાર સગી નહિ થાય !' ‘રાજન ! સાંભળો તો ખરા...પ્રતિસ્પર્ધિ રાજાની સભામાં હું જે બોલ્યો છું તેમાં આપનું ગૌરવ મેં ઘટાડ્યું નથી, પરંતુ વધાર્યું છે !’
‘શી રીતે ?’
‘મેં તે રાજાને પૂર્ણિમાના ચન્દ્ર સાથે અને આપને બીજના ચન્દ્ર સાથે સરખાવ્યા..બીજના ચન્દ્રનાં લોકો દર્શન કરે છે..પણ પૂર્ણિમાના ચન્દ્રનાં કોઇ દર્શન નથી કરતું.... વળી, બીજના ચન્દ્રની કળા રોજ રોજ વધતી જાય છે...જ્યારે પૂર્ણિમાનો ચન્દ્ર તો દિવસે દિવસે નાનો થતો જાય છે. હવે બોલો રાજન્ ! બીજના ચન્દ્રની સાથે આપની સરખામણી કરીને આપનું ગૌરવ મેં વધાર્યું છે કે ઘટાડ્યું છે ? તેનો નિર્ણય તો આપ જ કરી લો !
આ સાંભળી રાજા ખુશ થઇ ગયો...
Page #50
--------------------------------------------------------------------------
________________
લાખ સોનામહોરનું ઇનામ આપી દીધું !
વાણીનો ઉપયોગ કરતાં આવડે તો ઝઘડાની શક્યતાં હોવા છતાં શાંતિ થઇ જાય અને જો તે કળા ન હોય તો શાંત...વાતાવરણમાં ય કલહ ઉત્પન્ન થઇ જાય !
આમ વાણીની આટલી જબરદસ્ત તાકાતનો ખ્યાલ રાખીને જીવનમાં પ્રિય પથ્ય સત્ય વચન બોલવા માટે સતત્ ઉપયોગ રાખવો...
તેમાં ય કોઇને ભારે નુકસાનમાં ઉતારી દે તેવા મોટા જૂઠાનો તો સર્વથા ત્યાગ જ કરી દેવો. કન્યા નોકર ચાકર વગેરે સંબંધી જમીન મકાન વગેરે સંબંધી જૂઠું ન બોલવું..કોઇની થાપણ ઓળવવી નહિ. જૂઠી સાક્ષી ભરવી નહિ....
આ વ્રતને જાળવવા વિચારીને બોલવું. જરૂર પૂરતું જ બોલવું શક્ય મૌન રાખવું..ક્લેશ કંકાસથી બને તેટલા આધા રહેવું....
જો આટલી સાવધાની ન રાખી અને ફાવે તેમ...ફાવે ત્યારે બોલતા જ ગયા, તો જીવનમાં ક્યા જુઠાણાં નહિ પ્રવેશે તે પ્રશ્ન છે?
શરાબી ઘરમાં પાંચ છ બોટલ દારૂ ચડાવીને એક શરાબી ઘરે આવ્યો. નશો ઉતાર્યા પછી તેના મિત્રે તેને પૂછ્યું.
કિતની બોટલ તુ પીતા છે ? મેં તો એકહી બોટલ પીતા હું, યાર ઇતના જૂઠ બોલતા હૈ?..મને મેરે સામને તુજે છહ બોટલ પીતે દેખા હૈ |
સુન દોસ્ત ! મેં તો સિર્ફ પહલી બોટલ પીતા હૂં ફિર દૂસરી બોટલકા પીનેકા કામ પહલી બોટલ કરતી હે ! તીસરી કો પીનકા કામ દૂસરી બોટલ કરતી હે ! ઇસી તરહ છ બોટલ ગલે કે ચે ચલી જાતી હૈ પહલી બોટલ પીના યા ન પીના વહ મેરે હાથ મેં હૈ | મગર જબ પહલી બોટલ પેટ મેં ગઇ ફિર બાકી સબ બોટલ કા સહાલના મેરે લિયે મુશ્કિલ છે !
કેટલી સીધી વાત છે ! જૂઠની શરૂઆત કરવી કે ન કરવી એ આપણી મરજીની વાત છે. પરંતુ, એક વાર જૂઠ શરૂ કર્યા પછી, બાકીનાં જૂઠને અટકાવવાં બહુ મુશ્કેલ છે. માટે જ જીવનમાં અસત્યોચ્ચારણને તિલાંજલિ દઇ દો..
જૂઠના સ્વીકારમાં મિથ્યાત્વનો સ્વીકાર છે,
સત્યના સ્વીકારમાં સમ્યગ્દર્શનનો સ્વીકાર છે.... જૂઠના બચાવ માટે માયા આચરવી પડે...માયાનું સેવન મિથ્યાત્વને લાવે...
મિથ્યાત્વને આત્માનો અનંત સંસારવધારે...આ બધા સંભવિત અપાયોથી બચવા જીવનમાંથી જૂઠને કાયમી વિદાય આપી દઇએ.. અને તે દ્વારા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી લેવા જેવું છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
ર જુ સ્થલ (દેશથકી) મૃષાવાદ વિરમણ વ્રત)
સ્થૂલ મૃષાવાદના ત્યાગરૂપ આ દ્વિતીયવ્રતમાં ખાસ નીચે જણાવાતાં પાંચ મોટા જૂઠનો ત્યાગ કરવામાં આવે છે.
(૧) કન્યાલીક – છોકરા છોકરીદાસ દાસી વગેરે કોઇપણ મનુષ્યના રૂપ ઉંમર ગુણ કે આદત વગેરે બાબતમાં જૂઠું બોલવું નહિ. કોઇ સલાહ માંગે તો સ્પષ્ટ વાત કરવી. પણ જૂઠું બોલવુ નહિ. ઉપરાંત કોઇને સખ્ત આઘાત લાગે, હાર્ટફેઇલ થઇ જાય અગરતો આપઘાત કરવાનો પ્રસંગ આવે તેવું જૂઠું બોલવું નહિ. ઇરાદાપૂર્વક જાણી જોઇને જૂઠું બોલવું નહિ.
(૨) ગવાલીક - ગાય, બળદ, ઘોડો વગેરે ચાર પગવાળા જાનવરને અંગે ઉંમર, દૂધ, વેતર કે આદત વગેરે બાબતમાં જૂઠું બોલવું નહિ.
(૩) ભૂમિ અલીક ભૂમિ, ખેતર, મકાન, બ્લોક, ફ્લેટ, ઘર, દુકાન, ઓફીસ, વાડી પ્રમુખ ભૂમિ સંબંધી જૂઠું બોલવું નહિ. બીજાની જમીન વગેરે ઉપર પોતાનો હક્ક કરીને દબાવવું નહિ. મકાનના કેસમાં પણ સામાને નુકસાન પહોંચાડવા ખાતર જૂઠું બોલવું નહિ.
(૪) થાપણ મોસો - પારકી થાપણ (મિલ્કત) ઓળવવી નહિ. (માલિક લેવા ન આવે અને રહી જાય તો જયણા) (૫) કૂટસાક્ષી - બીજાને નુકશાનમાં ઉતારે એવી જૂઠી સાક્ષી પૂરવી નહિ.
સાવચેતી : હાસ્ય, લોભ, ભય, ક્રોધ, આ ચાર મુખ્યતઃ અસત્યના કારણો જણાવાયા છે. તેથી તેના અતિરેકમાં નહિ આવવું... • ફરજવગરનીકોઇવ્યવહારિક પ્રવૃત્તિમાં રસ નહિ લેવો જેના કારણે અસત્યભાષણનો પ્રસંગે ઉપસ્થિત થાય.. • ખાસ જિનધર્મની નિન્દા થાય તેવા જૂઠથી તો વેગળા જ રહેવું.
જયણા : સાંસારિક ફરજ આદિના કારણે જૂઠું બોલવું પડે તો.. • હિતબુદ્ધિથી કે બીજાને મૃત્યુથી બચાવવા માટે અસત્ય બોલવું પડે તો... • આવેશમાં, આજીવિકા માટે કે પરાધીનતાથી અસત્ય બોલવું પડે તો...
- કરણી : શાસ્ત્રવિરૂદ્ધ, જિનાજ્ઞાવિરૂદ્ધ ભાષાનો ત્યાગ કરવો.... • ઉસૂત્ર - કુયુકિત - કુતર્કોનો પરિહાર કરવો.... • પુલ પ્રશંસા તથા રાગપોષક વાણીનો ત્યાગ કરવો..
Page #52
--------------------------------------------------------------------------
________________
અિતિચાર
(૧) સહસાકાર - વિનાવિચારે જેમ ફાવે તેમ બોલવું. ગાળ દેવી, કલંક દેવું કે માર્મિક વચન બોલવું તે..
(૨) રહસ્યભાષણ - કોઇની ગુપ્ત વાતો જાહેર કરવી તે... ગુપ્ત વાતો જાણ્યા પછી સામાને ડરાવવો તે.
(૩) વિશ્વસ્ત મંત્રભેદ – પોતાની સ્ત્રી - સગાસંબંધી આદિ વિશ્વાસુના દુષણ બોલવા તેમજ નાદાનપણામાં કરેલી ભૂલને બીજાની પાસે કહેવી તે..
(૪) ભૂષા ઉપદેશ - જૂઠો ઉપદેશ દેવો - ખોટી સલાહ આપવી તે..
(૫) કૂટલેખ - ખોટા દસ્તાવેજ કરવા. તેમજ તેમાં લખેલ અક્ષરો કાઢી નાખવા તે...
ઇરાનના ખ્યાતનામ તત્વજ્ઞાની લુકમાનને એકવાર કોઇએ પૂછ્યું, “શરીરના અંગોમાં શ્રેષ્ઠ અંગ કર્યું ? જીભ, કારણ કે મડદાને પણ બેઠા કરવાની તાકાત જીભમાં છે. શ્રેષ્ઠ અંગ જો જીભ છે તો શરીરના તમામ અંગોમાં સૌથી કનિષ્ઠ અંગ કર્યું? જવાબ : જીભ, કારણ કે પાંચ ફૂટ ઉંચા માણસને પણ ઉભા ઉભા ચીરી નાંખવાની તાકાત ત્રણ ઇંચની જીભમાં પડેલી છે.
જીભ ને જોખમદારી ભરી જવાબદારી સોંપાયેલી છે. બ્રોડકાસ્ટીંગ કરવાનું કામ પણ કરે અને ફૂડ સપ્લાય કરવાનું પણ કામ કરે. બન્ને ક્ષેત્રમાં જીભની જમોનોપોલી છે.
આ જીભ દ્વારા અર્થહીન, મર્મઘાતક, અહિતકારી, વચન વગેરે બીજાનું અહિત થાય તેવા વચનો બોલવા ન જોઇએ, કારણ કે એ પણ જૂઠ છે. અહિતકારી સત્ય પણ આખરે અસત્ય મૃષાવાદ બની જાય છે.
કોઇના પણ સ્વાભિમાનને ધક્કો પહોંચે એવા મર્મઘાતક વચનો ભૂલમાં પણ ન બોલવા જોઇએ. સત્ય ઘૂયાત, પ્રિયે તૂયાત, ન ઘૂયાત સત્યપ્રિય સત્ય બોલો, પ્રિય બોલો. કિન્તુ અપ્રિય એવું સત્ય ન બોલો.
વાણીના આઠ ગુણ છે. સ્તોકમ્, મધુર, નિપુણ, કાર્યાપતિત, અતુચ્છ, ગર્વરહિત, પૂર્વ સંકલિત, ધર્મસંયુક્ત.
(૧) સ્તોકમ્- ઓછું બોલો, ટેલીગ્રામ (તાર)ની માફક ઓછા શબ્દોમાં પૂરી વાત થવી જોઇએ. બે શબ્દો કહીશ એમ કહી બે કલાક ભાષણ કરવું. એ કોઇ કલા નથી, પરંતુ શ્રોતાઓ માટે બલા છે.
એક સભામાં એક વક્તાએ કલાકો સુધી ભાષણ ચલાવ્યું. બધા કંટાળી ગયા.
Page #53
--------------------------------------------------------------------------
________________
સભાધ્યક્ષે તેમને રોકવા પ્રયત્ન કર્યો. બધું નકામું ગયું. છેવટે ભાષણના અંતે પ્રવચન પુરુ કરતાં વક્તાઓ માફી માંગતા કહ્યું - માફ કરજો. મારી પાસે ઘડિયાળ ન હતી. અધ્યક્ષે કટોક્ષ કરતાં કહ્યું - પણ સામે કેલેન્ડર તો હતું. જે પોતે સમજતો નથી અથવા સમજાવતાં આવડતું નથી તે જ વધુ બોલે છે. એક વાક્યથી સમાધાન થાય છે, બે વાક્યથી સંશય અને ત્રણ વાક્યોથી મુંઝવણ. બ્રેક વિનાની કાર, અંકુશ વિનાનો હાથી કે લગામ વિનાનો ઘોડો જો જોખમી છે, તે બ્રેક વિનાની વાણી તો મહા જોખમી છે. જેને ક્યાં અટકવું ? ક્યારે અટકવું ? એ ખબર નથી. એણે ચાલુ જ કરવું જોઇએ નહિ.
(૨) મધુર- કર્ણપ્રિય વચન બીજાના મનને જીતવાની ચાવી છે. કાગડા કોયલ વચ્ચે આ જ ફરક છે.
(૩) નિપુર્ણ : અર્થસભર બોલવું જોઇએ. અર્થ વગરનું બોલનારને પાગલ ગણવામાં આવે છે.
(૪) કાર્યાપતિતં ઃ અવસ૨૫૨ અવસરને યોગ્ય બોલવું જોઇએ. ન બોલવાથી કાર્યમાં કોઇ અવરોધ ઉભો થતો હોય, તો જ બોલવું જોઇએ.
(૫) અનુચ્છે : વક્તા તથા શ્રોતા બંનેનું ગૌરવ વધે, એવા વચન બોલવા જોઇએ. વાણી એ તો આપણી પાત્રતાની ઓળખ છે. વાણીથી બીજાને તુચ્છકરનાર પોતે તુચ્છ મનનો ગણાય છે.
(૬) ગર્વરહિત : સ્વપ્રશંસા, આપવડાઇ, મેં અમેં એવા પોતાના ગર્વને પ્રગટ કરનારા શબ્દો પોતાને જ પ્રિય લાગે છે, બીજાને નહિ. ગર્વોકિત કદી યુકિત ન બની શકે. એને ક્યારેય વન્સ મોર મળતું નથી.
(૭) પૂર્વ સંકલિત : પૂર્વાપર સંબંધ, આગળ પાછળનો વિચાર, પૂર્વે કહેલા વચનોને ખ્યાલમાં રાખી બોલવું જોઇએ.
(૮) ધર્મસંયુક્ત : પોતાની વાણી બીજાની ધર્મશ્રધ્ધા વધારે એવી ધર્મપ્રેરક હોવી જોઇએ. નીતિસંપન્ન હોવી જોઇએ. ધર્મનીતિની ઘાતક ન હોવી જોઇએ.
વધુ બોલવું એટલે જૂઠ્ઠું બોલવું. એમ સમજી ક્યા સમયે કેટલું બોલવું જોઇએ એનો વિવેક રાખવો જોઇએ. વગર વિચાર્યે આવેશમાં આવીને કે જ્ઞાનના અહંથી બોલવાથી એનું પરિણામ ખરાબ આવે છે. ઉદાહરણ -
(૧) કામથી થાકેલો પુત્ર ઘરે આવ્યો. ભૂખ લાગી હતી. મા ઘરમાં ન હતી. શોધવા છતાં ખાવાનું ન મળ્યું. મા બહારથી પાણી લઇ ઘેર આવી. પુત્રે કહ્યું,‘‘ક્યાં ગઇ હતી ? શું શૂળી પર ચડવા ગઇ હતી ?'' માએ પણ ગુસ્સામાં કહ્યું,“ આટલી ભૂખ લાગી હતી, તો તારા હાથ શું કપાઇ ગયા હતા ? ખાવાનું અહી રાખીને ગઇ હતી. તો
LLLL
நில்
Page #54
--------------------------------------------------------------------------
________________
તું જાતે લઇ શકતો નહોતો ?” આવા મર્મઘાતક વચનોનું પરિણામ એ આવ્યું, કે ઘરમાં કંકાસ થયો. પછીના ભાવમાં પુત્રને નિર્દોષ હોવા છતાં ચોરીના આરોપસર ફાંસીની સજા મળી અને માના હાથમાંથી બંગડી ન નીકળવાથી ચોરોએ તેના હાથ કાપી નાખ્યા.
() એક મહિલાનો પતિ બાર વરસથી પરદેશ હતો. પત્રવગેરેથી કોઇ સમાચાર મળતા નહિ. પતિવ્રતા સ્ત્રી પતિની ગેરહાજરીમાં સાધ્વી જેવું જીવન જીવી રહી હતી. સફેદ કપડાં, આભૂષણનો ઉપયોગ નહિ. મિષ્ટાન્નત્યાગ, પાર્ટીમાં જવું નહિ વગેરે વગેરે. એકવાર એક સાધુ ગોચરી લેવા તેના ઘરે આવ્યા. ગોચરી વહોરાવ્યા પછી, એ સ્ત્રીએ મુનિને પૂછ્યું - મારા પતિ ઘર ક્યારે પાછા આવશે ? પ્રશ્ન વખતની ગ્રહદશા, વાતાવરણ, સ્વર વગેરેના આધાર પર ભાષાસમિતિનો સાવધ નિરવદ્યનો વિચાર કર્યા વિના સાધુએ કહી દીધું, “કાલે સવારે આટલા વાગે તારો પતિ આવશે.” પેલી સ્ત્રી ખૂબ આનંદમાં આવી ગઇ. પતિના સત્કારની તૈયારી રૂપે ઘર સ્વચ્છ કર્યું. બીજે દિવસે પોતે પણ સુંદર વસ્ત્રાભૂષણથી બનીઠનીને તૈયાર થઇ ગઇ. સૂચિત સમય પર ઘોડાપર બેસી તેનો પતિ ઘેર આવ્યો. પત્નીએ સત્કાર કર્યો પણ પતિએ તેના સાજ શણગાર જોઇ તેના ચારિત્ર પર શંકા વ્યક્ત કરી. પત્નીએ સાધુ મહારાજના જ્ઞાનની પ્રશંસા કરી ગઇ કાલે આપેલા સચોટ જવાબની વાત જણાવી. આથી પતિની શંકા વધુ મજબૂત થઇ. શંકા કૃમિ જેવી છે. કેટલું ય સારું ભોજન હોય, પણ પેટમાં રહેલા કૃમિ જ તે ખાઇ જાય ને પુષ્ટ બને. ખાનારો નહીં. શંકાની હાજરીમાં સારી અને સાચી વાત પણ શંકાને પુષ્ટ કરે છે પતિને લાગ્યું કે પત્ની સાધુ સાથે દુરાચારમાં ફસાઈ છે. પતિએ પત્નીને જણાવ્યું - જો તારો સાધુ સાચું કહી શકતો હોય, તો હું તેની પરીક્ષા લઇ ખાતરી કરીશ. તેણે સાધુ પાસે જઇને કહ્યું - જો તમે તમારા જ્ઞાનથી સાચું કહી શકતા હો, તો મારી ઘોડીના ગર્ભમાં નર છે કે માદા તે કહો. પહેલાં પોતાના જ્ઞાનના અહં વડે સાવદ્ય વાત કરનાર સાધુ હવે પોતાની આબરૂ બચાવવા ભાષાસમિતિ ચૂક્યા અને કહી દીધું - તેના ગર્ભમાં નર છે. ઘરે જઈ પત્નીને સાધુની વાત કહી અને ઘોડી પર તલવારનો ઘા કર્યો. ઘોડીનું પેટ ફાટતાં નર બચ્યું તરફડતું બહાર આવ્યું. ઘોડી અને બચ્ચે બંને મર્યા. આ હિંસાથી પીડિત થઇ, અને બાર વરસ પતિના વિરહના કારણએ સાધ્વી જીવન ગાળવા છતાં પતિએ પોતાના શીલપર શંકા કરી, એ વાતથી દુઃખી થઈ સ્ત્રીએ પણ આત્મહત્યા કરી. પતિને સત્યની ખાતરી થતાં શંકા તો દૂર થઇ, પરંતુ પતિવ્રતા પત્નીએ પોતાના કારણે આત્મહત્યા કરી, તેથી દુઃખી થઈ, પતિએ પણ આત્મહત્યા કરી. આ સમાચાર મળતાં સાધુએ પોતાના સાવધવચનનું પરિણામ જાણી આત્મશુદ્ધિમાટે અનશન કર્યું. એક સાવધવચનનું કેવું ભયાનક પરિણામ ! આમ સત્યવન પણ સાવદ્ય વચન હોય, તો એ મૃષાવાદ છે.
નિરવદ્ય હિતકારી મધુર સત્યનો મહિમા અપરંપાર છે. વિશ્વાસની ભૂમિ સત્ય
Page #55
--------------------------------------------------------------------------
________________
છે. અહિંસાની સિદ્ધિ અને ધર્મની આરાધના સત્યપર નિર્ભર છે. એકાન્ત વાદના અસત્યપર આધારિત થવાથી જ અન્ય દર્શનના બધા સિદ્ધાંત અને અનુષ્ઠાન વ્યર્થ થઇ જાય છે. જેને સિદ્ધાંત અને અનુષ્ઠાન તાકાતવાન બને છે, એનું મુખ્ય કારણ છે અનેકાન્તનો સત્યઆધાર
એક સંત પાસે એક યુવક આવ્યો. સંતે સન્માર્ગે વાળવાની ભાવનાથી પૂછ્યું - તમે શરાબ પીઓ છો? યુવકે ના પાડી, ફરી પૂછ્યું - સીગરેટ ! યુવકે ના પાડી - પાન પરાગ ? ના. જૂગાર? ના. પરસ્ત્રીગમન ? ના. યુવકની સારી ચાલચલગતથી પ્રભાવિત થઇ અને તેને સુધારવાનો અવસર નહિ મળે. એમ સમજી દુઃખી થતાં સંતે પૂછયું, “તો પછીતારામાં શીખામી છે?"યુવકે જવાબ આપ્યો, “જી, મને જૂઠું બોલવાની આદત છે.”
- હવે તમે જ વિચારો, આ એક આદતથી બાકીના જવાબ કેવા થઇ ગયા ? બસ, વાત આમ છે. એક અસત્યના લીધે બધી સારી બાબતો તથા બધા ધર્મો અસત્ય બની જાય છે.
સત્યવચની બનવાથી (૧) સત્વની શુદ્ધિ થાય છે. (૨) હૃદય સ્વચ્છ રહે છે. (૩) બુદ્ધિ નિર્મળ બને છે. (૪) મૌન સહજ બને છે. (૫) મન સ્વાર્થમુક્ત બને છે. (૬) વચનસિદ્ધિ થાય છે. (૭) લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે. (૮) નિર્ભયતા પ્રગટ થાય છે. (૯) સ્થિરતાગુણની પ્રાપ્તિ થાય છે. (૧૦) આત્મા મોહમુક્ત બને છે. આવા તો અગણિત લાભ છે. હિંસાદિ દોષથી દુર્ગતિ થાય છે, પણ દોષમાં કારણભૂત દુબુદ્ધિથી ઉસૂત્રપ્રરુપણા, અસન્માર્ગની સ્થાપના, પુણ્ય પાપમાં નિષેધરૂપ નાસ્તિકવાદનો પ્રચાર, વિજ્ઞાનવાદ, ઉપભોક્તાવાદ, વર્તમાનની મજા માણી લેવાની વાતો વગેરે રૂપ મૃષાવાદથી તો મિથ્યાત્વનું પોષણ અને અનંત સંસારમાં ભ્રમણ નિશ્ચિત થાય છે ને જીભ ન મળવાના એકેન્દ્રિયભવો મળે છે.
આટલું જરૂર કરીએ I કઠોર શબ્દો બોલી કોઇનુંય જાહેરમાં તો અપમાન ન કરવું. જ જાતિ, સમાજ, ગચ્છ અને દેશમાં ફૂટ પડે અથવા પરસ્પર કષાયો વધે એવું પગલું ન ભરીએ. * કોઇની પણ નાની પણ અનામત ન દબાવવી. #િ કોઇ નક્કર પુરાવાઓ વિના માત્ર અનુમાનો દ્વારા કોઇની પર જૂઠ્ઠો કલંક, આરોપ ન લગાવીએ ન નામા પત્ર ન લખીએ.
કોઇનેય સ્વાર્થવશ થઇને ખોટી સલાહ ન આપવી. જ કોઇના ય પણ ખોટા દસ્તાવેજ, સર્ટીફીકેટ ન બનાવી દેવા. જ કોઇનો ય ખોટો કેસ દાખલ ન કરવો.
કોઇને ય ઇર્ષ્યા આદિ ભાવોથી નીચે પાડવાના પેંતરા ન રચવા.
Page #56
--------------------------------------------------------------------------
________________
કોઇના ય દિલને ઠેસ લાગે એવો ભાષા પ્રયોગ ન કરવો. અશ્લીલ વાણી, કટાક્ષો, વ્યંગબાણો, જોકસ આદિ ન ઉરચરવા
કોઇની પણ ગુપ્ત વાતો ન સાંભળવી. કદાચ સંભળાઇ જાય તો રહસ્ય ખુલ્લા ન કરવા. ગંભીર બનવાનું લક્ષ રાખો.
કેિટલાક પ્રશ્નોત્તરી
ભવ રાશિમાં ભમતાં પોતાના માટે, કુટુંબ પરિવાર માટે હે પ્રભુ! નાનું મોટું જુઠું બોલી ક્રોધાદિથી પણ અસત્ય ઉચ્ચારી મારા સત્ય સ્વરૂપી આત્માના ગુણોનો વિધાતક બન્યો, અધે ! આત્માનું અભાષક
સ્વરૂપ મને પ્રાપ્ત થાઓ એવી અશ અભિલાષા! પ્ર. ૧ મૃષાવાદ વિરમણ વ્રત કોને કહે છે? ઉત્તર જુઠનો ત્યાગ કરવો તેને મૃષાવાદ વિરમણ વ્રત કહે છે. પ્ર. ૨ કેટલા પ્રકારના જુઠ છોડવા લાયક છે? ઉત્તર કન્નાલિકગોવાલિક, ભોમાલિક, થાપણમોસો, મોટી કૂડી સાખ આ પાંચ જુઠ છોડવા લાયક છે. પ્ર. ૩ જીવ સંબંધી જુઠ કેટલા ? ઉત્તર કન્નાલિક, ગોવાલિક, અને સચિત ભૂમિ હોય તો ભોમાલિક. પ્ર.૪ ભગવાનના ખોટા સોગંધ ખાય તો કયો દોષ લાગે ? ઉત્તર કુડી સાખ. પ્ર. ૫ ખોટી ઉંમર બતાવી દિકરી પરણાવે તો કયો દોષ લાગે ? ઉત્તર કઢાલિકનો દોષ લાગે છે. પ્ર. ૬ દેવાળું ફૂંકનારને કયો દોષ લાગે? ઉત્તર થાપણ મોસાનો દોષ લાગે. . પ્ર. ૭ વિશ્વાસે મૂકી જાય વસ્તુ, આરોગી જાય જેમ પશુ તો કયો દોષ લાગે ? ઉત્તર થાપણમોસો. પ્ર. ૮ વિશ્વાસનું વ્રત કર્યું? ઉત્તર બીજું વ્રત. સત્યભાષી સદા વિશ્વાસ હોય છે. પ્ર. ૯. મૃષાવાદના અતિચાર કેટલા છે ? ક્યા કયા? ઉત્તર મૃષાવાદના અતિચાર પાંચ છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
(૧) સહસાભખાણે, ૨) રહસાભખાણે,
(૩) સદારમતભેએ, ૪) મોસોવએએ, ૫) કુડલેહકરશે. પ્ર. ૧૦. એપ્રિલ કુલ કરી કોઇને ગભરાવે તો કયો અતિચાર લાગે? ઉત્તર સહસ્સાભખાણેનો અતિચાર લાગે. પ્ર. ૧૧. હાર્ટએટેકનો કોઈ કારણ ? ઉત્તર બીજા વ્રતમાં સહસ્સાભખાણેના દોષથી. પ્ર. ૧૨ સહસાભકખાણ એટલે શું ? ઉત્તર ક્રોધાદિ કષાયના આવેશમાં આવીને વિના વિચાર્યે કોઇના ઉપર દોષારોપણ કરવું. કોઇપણ ખાત્રી વિના શંકાથી બીજા ઉપર આરોપ લગાવવો અને પોતા ઉપર આવેલા આરોપને મિટાવવા માટે કોઇને દોષિત કહેવું ધ્રાસ્કો પડે તેવું જોરથી બોલવું. પ્ર. ૧૩ રહસ્સાભક ખાણ એટલે શું ? ઉત્તર કોઇના રહસ્ય પ્રગટ કરવા તે અથવા કોઇએ વિશ્વાસ રાખીને કરેલી વાત પ્રગટ કરવી. પ્ર. ૧૪. પેટ ન રાખે મોટું ને બોલે ખોટું તો કયો અતિચાર લાગે ? ઉત્તર રહસ્સાભખ્ખાણે (પતિ - પત્નીનું પરસ્પર હોય તો તે સદારમંતરભેએ) નો અતિચાર લાગે. પ્ર. ૧૫ પોતાની સ્ત્રી યા પુરુષના મર્મ ખુલ્લા કરે તો કયો અતિચાર લાગે? ઉત્તર સદારમતભેએનો અતિચાર લાગે. પ્ર. ૧૬ તે મર્મની વાત સાચી હોય અને પ્રગટ કરે તો અતિચાર કેવી રીતે લાગે ? ઉત્તર આમ કરવાથી સ્ત્રી કે પુરુષનો વિશ્વાસઘાત થાય છે. તે લજ્જિત થઇને કદાચ આત્મઘાત પણ કરી લે. આમ વિશ્વાસઘાત અને હિંસાની અપેક્ષાથી સત્યવાત પ્રગટ કરવી તે પણ અતિચાર છે. પ્ર. ૧૭. ખોટી સલાહ તથા ઉપદેશ આપે તો કયો અતિચાર લાગે ? ઉત્તર કોસોવએસેનો અતિચાર લાગે. જેનાથી તેનું અહિત થાય. ધર્મ અને ધનની હાનિ થાય છે. પ્ર. ૧૮ બનાવટી સહી કરવી, ખોટો દસ્તાવેજ બનાવવો તો કયો અતિચાર લાગે? ઉત્તર કુડલેહકરણનો અતિચાર લાગે. પ્ર. ૧૯ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સત્યને શું ઉપમા આપી છે ? ઉત્તર ભગવાનની ઉપમા આપી છે. સચ્ચે ખુ ભયd.
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૨૦ શ્રી ઠાણાંગ સત્રમાં સત્યના કેટલા પ્રકાર કહ્યાં છે ? ઉત્તર સત્યના ચાર પ્રકારના કહ્યા છે.
૧) કાઉજ્જયયા કાયાની સરળતા. ૨) ભાસુજ્યયા ભાષાની સરળતા.
૩) ભાવજુયયા ભાવની સરળતા.૪) અવિસંવાયણા જોગે અસંવિવિવાદિતા. પ્ર. ૨૧ સત્ય વાત નિશંક પાળવાથી આત્મકલ્યાણ કોણે કર્યું? ઉત્તર આનંદ શ્રાવક. પ્ર. ૨૨ ભગવાને કેટલાં પ્રકારની ભાષા કહી છે? ઉત્તર ચાર પ્રકારની ૧) સત્ય, ૨) અસત્ય, ૩) વ્યવહાર, ૪) મિશ્ર. પ્ર. ૨૩ ચારમાંથી કેટલા પ્રકારની ભાષા સાધુને બોલવાની કહી છે ? ઉત્તર સત્ય અને વ્યવહાર એમ બે પ્રકારની
કાયા અને કુટુંબ જીવનની આધારશીલા છે.
પૂ. હરિભદ્રસૂરિ મહારાજાના જીવનમાં સુખદ આશ્ચર્ય સર્જાયું છે. જિનશાસન તો પામ્યા સાથે સાધુપણું પણ પામ્યા. અને એમાં પણ આચાર્ય પદે પહોંચ્યા. હા અણાહા કહે હુનો, જઇ ન હુંતો જિણાગમો. જો આગમ ન મળ્યું હોત તો કઇ દુર્ગતિમાં અમે ટીચાયા હોત. ટી.વી. ના ઝેરીલા યુગમાં પણ સેંકડો યુવાનો જિનપૂજા તથા ૩-૩ કલાક આ શિબિરોમાં વાચના શ્રવણ કરે છે. આ શિબિરોને તો જિનશાસનની ગરિમાને જાળવી છે. જીવનશુદ્ધિ અને ચારિત્રશદ્ધિને પાઠ આપ્યો છે. ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ શિરમોર છે. ભાવશ્રાવક ના ગુણોનું વર્ણન આપેલું છે. માત્ર કપડાથી સાધુ કે શ્રાવક ન બનાય.
એક આચાર્ય ભગવંતે શ્રાવકને પત્રમાં ૨૧ ગુણથી વિભૂષિત સુશ્રાવક.. એમ લખ્યું શ્રાવકે ગુરુ મ. ને પૂછ્યું સાહેબ ! હું તો એક ગુણના નામ પણ જાણતો નથી તો પછી આપને મૃષાવાદનો દોષ ન લાગે ? ના. ઉપચાર ભાષાનો પ્રયોગ દશવૈકાલિકમાં છે. કોઇ બાળક લાકડાની ઘોડી બનાવી રમતા હોય એ વખતે આપણે એને કહીએ કે એ ય ઘોડી દૂર કર તો આમ કહેલું એ મૃષાભાષા નથી પણ ઉપચાર ભાષા નામે સત્ય ભાષા છે. જેમ લાકડાની ઘોડી ને ઘોડી કહેવાય તેમ આ ઉપચાર ભાષાથી તને લખેલું આ ધર્મરત્ન ગ્રંથના અંદરથી આપણે થોડી વાતો વિચારશું.
જીવનમાં શાંતિ મૃત્યુમાં સમાધિ અને પરલોકમાં સદ્ગતિ જોઈતી હોય તો બે ચીજ તરફ આપણું લક્ષ જોઇએ. અન્યથા પરભવ પણ બગડી જશે. ભગવાને આપણી ચિંતાકરી એમણે આ બે ચીજ બતાવી કાયા અને કુટુંબ એ આપણા જીવનની આધારશીલા છે.
કાયા રોગોથી ઉભરાય તો પણ ધર્મ ન થાય. અને કુટુંબમાં ધર્મ ન હોય તો પણ ન ચાલે. કાયામાં રોગ હોય તો દુર્ગાન
Page #59
--------------------------------------------------------------------------
________________
થાય. કર્મબંધ થાય. કાયાની તંદુરુસ્તી સાથે ધર્મની ચુસ્તતા બેય જોઇએ.
શરીરમાદ્ય ખલુ ધર્મ સાધનના ધર્મનું સાધન શરીર છે. શરીર વિના ધર્મ ન થાય. નિકાચીત કર્મોદય સિવાય કોઇ રોગ ન આવે એની તકેદારી જોઇએ. શરીર વ્યાધિગ્રસ્ત હોય તો કોઇજ આરાધનામાં મજા ન આવે. તપ પણ એટલોજ કરવાનો જેનાથી શક્તિ ક્ષીણ ન થઇ જાય. આંખોના તેજ ખલાસ થઇ જાય તો ૪૯૨ આયંબિલે પણ પારણું કરવાની જિનાજ્ઞા છે.
તંદુરસ્તી જાળવવાના બે ઉપાયો બતાવાયા છે. ૧ નિયમીતતા ૨) નિયંત્રિતતા
અસાધ્ય વ્યાધિઓ શરીરને ઘેરી વળે છે કારણ નિયમીતતા નથી. સવારના ચાર વાગ્યે ઉઠી જવું. બપોરે ૧૨ વાગ્યે જમવું એવું ખરુંને? હોજરીનું કમળ ખીલે ત્યારે જમવું જોઇએ. આજે કેન્સર, બી.પી. ડાયાબિટીશ આદિના રોગો વધી રહ્યા છે એના મૂળમાં આ બેય કારણો હોઈ શકે છે. સૂવાનું ઉઠવાનું અને વાપરવાનું તો અમારે પણ હોય છે. અને તમારે પણ હોય ! આપણા બન્નેમાં ફરક છે સાધુનું બધુંય નિયમિત હોય અને જે હોય એમાં પણ નિયંત્રણ પણ હોય ! જે હોય તે ખાઓ, જ્યારે ત્યારે ખાઓ, ઉભા ઉભા ખાઓ, સૂતા સૂતા ખાઓ, હાલતા ચાલતા ખાઓ આ બ્રેક વિનાની ગાડી જ ઘણાં અકસ્માત સર્જી દે છે. માત્ર આહારની બાબતમાં નિયમિતતા અને નિયંત્રણ નથી. ઉઠવાનું, પહેરવાનું, જાપમાં, સાધનામાં,બધામાં જરૂરી છે. બ્રાહ્મ મૂહૂર્તમાં જાગવાથી લાભો પણ ઘણા મળે છે. માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ વધે ? વિશિષ્ટ શક્તિનો પ્રાદુભાવ પણ વહેલા ઉઠવાથી થાય છે. રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર
બળ, બુદ્ધિ ધન વધે, સુખમાં રહે શરીર..”
બ્રહ્મમૂહૂર્તમાં ઉઠવાથી બુદ્ધિ વધે, લાભાંતરાય નો ક્ષયોપક્ષમ થવાથી તિજોરી છલકાય.
શ્રાવકના કૂળની મર્યાદા છે રાત્રે ક્યાંય જાય નહિ કુળને ખાનદાનની કલંક લાગે, કામી અને ચોર રાત્રે નીકળે.
“યા નિશા સર્વ ભૂતાનાં, તયાં જાગર્તિસંયમી !' રાત્રે ૧૨ વાગ્યે પણ ટીવી ની ચેનલો ચાલુ હોય રાત્રે પણ દિવસ જેવી દોડાદોડ ખરુ ને ? પંખીઓ પણ સાંજે માળામાં હોય, ઢોરો પણ રાત્રે રખડતા ન હોય પણ આજના નબીરા રાત્રે રખડે ! અનિયમીતતા અને અનિયંત્રતતા બન્ને ખતરનાક દોષો છે. ખાવા પીવામાં દ્રવ્ય, ક્ષેત્ર કાળનાં નિયમોની ઉપેક્ષાથી તંદુરસ્તીની ઘોર ખોદાઇ ગઇ છે. • ઘરમાં જ ખવાય, બહાર નહીં (ક્ષેત્રની નિયમીતતા) • ભક્ષ્યજ ખવાય, અભક્ષ્ય નહીં (દ્રવ્યની નિયમીતતા)
Page #60
--------------------------------------------------------------------------
________________
• દિવસે જ ખવાય, રાતે નહીં (કાળની નિયમીતતા)
આજે આ ત્રણેયમાં બેફામ બન્યા માટે બિમારી છે. કંદમૂળમાં માત્ર હિંસાજ કારણભૂત નથી પણ દીર્ધદ્રષ્ટા ભગવાને શરીર બગાડે, પ્રકૃતિ તામસી બનાવે, માનસિક તંદુરસ્તી પણ બગાડે છે આથી એને પણ અભક્ષ્ય કહ્યું છે. આજે માણસ છ“વા” થી માંદો પડે છે. ૧) હવા ૨) ખાવા ૩) પીવા ૪) કુંકવા ૫) માવા ૬) દવા. આ છવાના પનારે ફસાયા છીએ. કાર્બન ડાયોકસાઇડ મોનોકસાઇડ ભરપુર શરીરમાં જાય છે. આથી શરદી, છીંક, આવ્યા જ કરે. ભરપુર વાહનોની વણઝારથી એની પ્રદુષણ ભરી હવાથી ફેફસાને નુકશાન થાય છે. જે નુકશાન સિગરેટ ફૂંકવાથી થાય તે આ હવાથી પણ થાય.
ભક્ષ્યાભઢ્યથી મર્યાદા તૂટી છે. સંસ્કૃતિનું શિર્ષાસન થઇ ગયું છે. પહેલાં ઘરમાં ખાતા અને જાડે ફરવા બહાર જાતા.આજે ઉધું થઇ ગયું. જ્ઞાનીઓએ લોટ વિગેરેના પણ કાળ બતાવ્યા છે. બ્રેડ બટર ઇત્યાદિ પણ ન ચાલે. સુખડી આદિના પણ કાળ બતાવેલ છે. શાસ્ત્રના ભંગમાં પણ આરોગ્યની હાની છે.
એક ભાઇ હોટેલમાં ગયો. સમોસા મંગાવ્યા અંદરનો મસાલો ખાવા લાગ્યો. વેઇટરે આમ કરવાનું કારણ પૂછતા જણાવ્યું કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે અર્થનો કેવો અનર્થ કર્યો. બે જડબાં વચ્ચે અનંતા તીર્થકરોની આજ્ઞાને ચાવી જવાનું પાપ ન કરશો. ઇંડા, માંસ દારૂ જેટલું અજુગતુ રાત્રિભોજનનું પાપ છે.
1 ઝીંઝુવાડામાં ૐકાર સૂરિ મહારાજાના પરિવારની વાત સાંભળી છે. કાંતીભાઇ નામ, ભાઇ અત્યંત ચુસ્ત ૧૫ મા વર્ષે માસક્ષમણ વગેરે કર્યા છે. દક્ષિાની ભાવના ન જ થાય તો નક્કી કરે કે લગ્નમાં બરફ નહીં, અભક્ષ્ય વગેરે તો નહિ જ. જમાઇ માથાનો ! જમાઇએ સસરાનું માથું નીચે નમાવવાની ટેક લીધી !
સૂર્યાસ્ત બાદ બહારથી આવ્યો. જમવાની ના પાડી, મામલો બિચકાઇ ગયો. કાંતીભાઇને બાંધછોળ કરવા કહ્યું. બેય નમવા તૈયાર નથી. સબંધ બગડવાથી દીકરી ઘરે રહેશે તે મને મંજૂર છે પણ ભગવાન સાથે સબંધ બગડે એ ન ચાલે ભગવાનની આજ્ઞારૂપ શ્રાવકની શોભારૂપ આદર્શ જીવનમાં ઉતારો. આન્નાદ્રોહી ન બનીએ. ગમે તે ઉપાય અજમાવીને પણ પ્રભુની આજ્ઞા પાળો.
એક અંધ દરિદ્રીએ દેવની આરાધના કરી. દેવ પ્રસન્ન થયો. એકજ વરદાન માંગવા કહ્યું. એણે માંગ્યું કે મારી આંખે ૭મા માળની હવેલીમાં બેસી સોનાના હિંચકે મારી સાતમી પેઢીને ઝૂલાવું. એકમાં કેટલું માંગ્યું? અમો પણ ચાર મહિના માટે વ્યાસણાના પચ્ચખાણ ગુરુદક્ષિણામાં માંગીએ છીએ. ઘણા પાપોથી બચી જશો.
કંઇક કરો.. કશુંક કરો.
Page #61
--------------------------------------------------------------------------
________________
ચોરી નવિ કરીએ...
ક્રિયાનું કામ બંધનું છે. રસનું કામ અનુબંધ છે.
♦ રસવિનાની ધર્મક્રિયા સદ્ગતિમાં લઇ જતી નથી.
રસ વિનાની પાપક્રિયા દુર્ગતિમાં પ્રાયઃ કરીને લઇ જતી નથી.
• પ્રવૃત્તિના સંસ્કાર આવતા જન્મે નહીં આવે પણ
વૃત્તિના સંસ્કાર આવતા જન્મે જરૂર આવશે.
♦ જે ક્ષેત્રમાં ચોરી કરવાની તમારે બિલ્કુલ જરૂર નથી તેવા ક્ષેત્રમાં મોરી બિલ્કુલ નહીં કરવાનો નિયમ લો.’
.. ાર્થી માણસ કોઇ દિવસ ભલો ન હોય
લોબી માણસ કોઇ દિવસ દાતા ન હોય
ભોગી માણસ કોઇ દિવસ નિરોગી ન હોય !
• પેટના ભુખ્યાને ઠારી શકીએ
પણ મનના ભુખ્યાને ઠારવું મુશ્કેલ છે.
૦ પગદંડી તો ક્યાંક અટકે છે પણ આ મનદંડી ક્યાંય અટકતી નથી ♦ જે પદાર્થની આસક્તિ હોય છે તેની અલ્પતા
આપણને ફાવતી નથી.
चितमन्त मचितं वा, अप्पं वा जड वा बहु । दंत्त सोहण मित्तं पि, उग्गहंसि अजारुया दशवैकालिक अ-६ गा. १४
ભાવાર્થ – સચિત હો યા અચિત્ત, અલ્પ હોય કે વધારે ચાહે દાંત સાફ કરવાની સળી કેમ ન હોય તો પણ પૂછ્યા વિના ગ્રહણ ન કરો.
શરીર પુદ્ગલ, ભૌતિક સુખ સામગ્રીઓ આદિ બધા પદાર્થો આત્માથી સર્વથા ભિન્ન છે. એમાં ઇંચ માત્ર પણ સુખ નથી પરંતુ અજ્ઞાનવશ થઇ એમાં લુપ્ત બની નિજના ભાવો એમાં ગ્રહણકારી ઉપભોગ કરવું તે ભાવચો૨ી છે. આવા ભાવોથી રહિત બની આત્માના સહજ સ્વભાવમાં રમણતા કરવી એ રમણતાના આનંદને માણવું તે અસ્તેય વ્રત છે.
શ્રાવકનાં ૧૨ વ્રતમાંનું ત્રીજા નંબરનું વ્રત છે.‘સ્કુલ અદત્તાદાન વિરમણ વ્રત’
ક
8888 888 ૫૪
Page #62
--------------------------------------------------------------------------
________________
માલિકની રજા વિના વસ્તુ લેવી રાખવી! તેનું નામ અદત્તાદાન અને તેનાથી અટકવું તેનું નામ “વિરમણ'.
જેમ મૃષાવાદના મૂળમાં હાસ્યાદિ ૪ છે, તેમ અદત્તાદાનના મૂળમાં મુખ્યતયા અસંતોષ છે. જીવનમાં જેટલો અસંતોષ વધારે તેટલો અદત્તાદાનનો દોષ વધારે..! સંતોષી નર સદા સુખી’ એમ કહેવાને બદલે એમ કહો કે “સુખી નર સદા સંતોષી
જે સુખી છે તે કાયમ માટે સંતોષી હોય...તળિયા વિનાના અતૃપ્તિના ખપ્પરને પૂરવા માટે તે આખી જિંદગી બરબાદ ન કરી નાખે.. પુણ્યના ઉદયકાળમાં પુણ્યના માલિક તરીકે તે જીવતો હોય. ગુલામ તરીકે નહિ !..કોઈ જગ્યાએ પરમાત્મભક્તિનો ભવ્ય મહોત્સવ ચાલતો હોય..ક્યાંક જિનવાણી શ્રવણ કરવાની તક મળતી હોય.કોઇક ઠેકાણે ધર્મનું કોઇ કામ આવી ગયું હોય તો સુખી પરંતુ સંતોષી માણસ દુકાન વગેરે બંધ કરી ખુશીથી તે તે કાર્યોમાં ભાગ લે..તેને દુકાને ગયા વિના ન જ ચાલે એવું નહિ.પરંતુ આ બને ક્યારે ?
ત્યારે જ કે જ્યારે જીવનમાં સંતોષને મુખ્ય રાખ્યો હોય. એક વાત સમજી રાખજો કે કાયાની જરૂરિયાત મર્યાદિત છે. ખાવા માટે ચાર રોટલી..સૂવા માટે ચાર ફૂટ જમીન ઈત્યાદિ મળી જાય પછી તે વધારે માંગવા તૈયાર નથી...વધારે આપો તો તેને ચાલે તેમ નથી. જ્યારે મનની માંગણી અમર્યાદિત છે. ગમે તેટલું તમે તેને આપો. ઓછું જ પડે છે ! તેની માંગણવૃત્તિ ગમે તેટલું મળવા છતાં ઊભી જ રહે છે...! ક્યારેય તે તૃપ્ત થતી નથી..!..આનું કારણ એ છે કે મનની માંગણીઓ અમાપ છે. !
દસ હજારની ગણત્રીથી ધંધો શરૂ કરો....નવ હજાર મળે કે તરત જ મન એક લાખનું લક્ષ્ય બતાવે..નવાણું હજાર પહોંચો કે દસ લાખનું લક્ષ્ય બતાવે નવ લાખ પહોંચો કે કરોડનું લક્ષ્ય બતાવે.હવે આ ખપ્પર પુરાય શી રીતે ? ભૂલશો નહિ, આપણું વાસનાનું શરીર એટલું બધું મોટું છે કે આખી દુનિયાનાં કપડાંથી તે ઢંકાય તેમ નથી.
એટલે ડાહ્યો માણસ વાસનાની યાત્રાને પૂરી કરવાને બદલે અધૂરી જ છોડી દે છે. અને આશ્ચર્ય તો એ વાતનું છે જે આ યાત્રાને અધૂરી છોડી દે છે તેની વાસના નામશેષ થઇ જાય છે !.જે પૂરી કરવા દોડે છે તેની વાસના વધુ ને વધુ પ્રજવલિત થતી જાય છે..
દનિયાની ચીજો મેળવી લેવાની લોભવૃત્તિ જીવને ચોરી કરવા પ્રેરે છે. એ ચીજો ન મળે ત્યાં સુધી સતત અસમાધિ.સંક્લેશની આગમાં જીવને બાળો છે. ધારેલી ચીજ કરતાં ઓછી મળે તો ય અજંપામાં તેને રાખ્યા કરે છે.
૧૯૯૨ ની સાલમાં શેરબજારમાં તેજી આવી તેજીના મોજામાં રાતોરાત લખપતિ
Page #63
--------------------------------------------------------------------------
________________
અને કરોડપતિ બની જવાના મોહમાં કેટલાએ ફ્લેટ વેંચીને શેરમાં રોકાણ કર્યાં. ઇન્સન્ટ લાભની ઘેલછામાં બમણો જુગાર રમ્યા. કરોડપતિ બનવાના અરમાનો અધૂરા રહ્યા. આલિશાન ફ્લેટો ગયા ને નાલાસોપારા કે ડોંબીવલીની ચાલીઓમાં રહેવા જવું પડ્યું. રોજ એક સુવર્ણનું ઇડું મૂક્તી મરધી એક માણસને ભેટ મળી પણ હજારો સુવર્ણ ઇંડા એક સાથે મેળવી લેવાની ઉતાવળે તેણે મરધીને ચીરી નાંખી એક ઇંડું ન મળ્યું પણ પારસમણિ જેવી મરધી સદાના માટે ખોઇ નાંખી. 1 પ્રાય: સન્ ૧૯૫૩-૫૪ માં અરબસ્તાનમાં એક ભયાનક વિચિત્ર રોગચાળો લોકોમાં
ફેલાયો. શરીરમાં ઠેકઠેકાણે ગુમડા ફૂટી નીકળે. ભયંકર ખાજ આવે. લહાય હાય ઊઠે. દવાખાનાઓ આવા રોગીથી ઉભરાઇ ગયા. સામાન્ય દવા ટ્રીટમેંટ ફેલ જવા માંડ્યા. કેટલાક તો બિચારા પીડાથી રિબાઇ રિબાઇને મરી ગયા.
સરકાર ચોંકી ઊઠી. આ નવા પ્રકારનો રોગ ફેલાવાનું કારણ શું? તપાસ માટે ગુપ્તચર ખાતાની મદદ લીધી. અને ભાંડો ફૂટી ગયો. કેટલાક તેલના વેપારીઓએ પેટ્રોલ રીફાઈનરી ઓના સંચાલકોનો સાથ લઇ ક્રૂડ ઓઇલમાંથી વાસ દૂર કરાવી તેલ સાથે ભેળસેળ કરવા માંડી હતી. તગડો નફો કમાવા માંડ્યા હતા. એ વેપારીઓના તેલના નમૂના લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા. નક્કર સાબિતીઓ પૂરાવાઓ રીપોર્ટી મળ્યા. કેસ થયા પકડાયેલા બધાને ફાંસી થઇ.
એ પછી થોડા જ દિવસોમાં એક અખબારમાં સનસનાટીભર્યા સમાચાર છપાયા. જેમાં તેલના એક વેપારીના આપઘાતની સિલસિલાબંધ હકીકત છપાયેલી હતી. એ વેપારીએ આપઘાત કરતાં પૂર્વે પત્ર લખેલો.-“તેલમાં ભેળસેળના કૌભાંડમાં હું પણ ભળેલો હતો. પણ હું પકડાયો નહીં. પરંતુ પેપરમાં રોજે રોજ પકડાયેલા વેપારીઓની ચકચારભરી વિગતો વાંચતો હતો. લોકોના ફિટકારભર્યા વચનો સાંભળતો હતો, અને અંતે તેઓને મળેલી ફાંસીની સજાથી લોકોએ અનુભવેલો આનંદ પણ જોયો. આથી મારું હૈયું હચમથી ઊડ્યું છે. મારા પાપો મને ધ્રુજાવી રહ્યા છે. રોજ રાતના પશાચિક સ્વપ્નાઓ આવી રહ્યા છે. મારા ભેળસળીયા તેલથી પરેશાન થયેલા લોકો મારી છાતીએ ચઢી મારું લોહી ચૂસવા પડાપડી કરી રહ્યા છે. એવા બિહામણા સ્વનો અને વિચારોથી હું ભાંગી પડ્યો છું. મારા ગોઝારા પાપની સજા જાતે જ લઇ હવે આ ભાર, ડર અને અકળામણથી મુક્ત થવા આપઘાત કરી રહ્યો છું. ધનની લહાયમાં દગાબાજ ભેળસેળીયા તરીકે જીવતા રહેવાનો મારો કોઈ અધિકાર નથી. મારા નામને થંકજો, મને ખાંસડાનો હાર પહેરાવી, પછી મારા મડદાને પથ્થરોથી છુંદી
Page #64
--------------------------------------------------------------------------
________________
નાંખજો, અને દાટશો નહીં, ભૂમિ અપવિત્ર બની જશે. અને મારા અનુભવે સૌને વિનંતિ કરું છું કે થોડા લોભમાં ભેળસેળીયા પ્રવૃત્તિથી કદી કોઈના જીવન સાથે ચેડા
કરશો નહીં T ડ્રાઇવરની બાજુમાં બેઠેલા શેઠ આજે જ પરદેશથી આવેલા.મોઢા પર ઉદાસી ભારે...કાર ચલાવતાં ચલાવતાં જ ડ્રાઇવરે પૂછ્યું, 'કેમ શેઠ ! મજામાં નથી ?'
ના..પરદેશમાં ગયો હતો કમાવા...પણ પાંચ લાખનું નુકશાન થયું. આ સાંભળતાં જ પાછળની સીટ પર બેઠેલા શેઠાણી ખડખડાટ હસવા લાગ્યાં !
પાંચ લાખ ગુમાવ્યા નથી, પાંચ લાખ કમાયા છે...
ડ્રાઇવર મુંઝાયો....શેઠ કહે છે. પાંચ લાખ ગુમાવ્યા..” શેઠાણી કહે છે “પાંચ લાખ કમાયા. !” સાચું કોણ ? ગાડી ઊભી રાખી..
શી વાત છે શેઠ ?'
જો શેઠ જવાબ નહિ આપે..! વાત એમ હતી કે અહીંથી પરદેશ જતી વખતે શેઠના મનમાં એમ હતું કે. પરદેશમાં દસ લાખ તો કમાઇશ જ...પણ ધારી કમાણી થઇ નહિ.પાંચ લાખ જ કમાયા.એ ગણત્રીએ શેઠ કહે છે, “પાંચ લાખનું નુકશાન થયું...' જ્યારે હું એમ માનું છું જે મૂડી હતી તેમાં પાંચ લાખનો તો વધારો જ થયો છે ને ! એટલે પાંચ લાખ કમાયા..' પડી સમજ ?' ડ્રાઇવર શું બોલે ?
મનનો સ્વભાવ અભાવને પકડવાનો છે. પોતાની પાસે શું છે, તેની મનને પડી નથીપોતાની પાસે શું નથી, તેની મનને પડી છે. અને દુનિયામાં છે કરતા નથીનું લીસ્ટ બહુ મોટું છે...એટલે જ ડાહ્યો માણસ છે તેને નજર સામે રાખી સંતોષથી જીવે છે અને નથી ને પકડવાની મહેનત નથી કરતો...
આવી વૃત્તિ જીવનમાં આવી જાય તો અદત્તાદાનના પાપને આચરવાનું મન ન થાય. ! અને યાદ રાખજો...આત્મામાં સંસ્કાર વસ્તુના નહિ, વૃત્તિના પડે છે. બે રૂની કે બાર રૂ.ની રકમના સંસ્કાર નથી પડતા, પણ સંસ્કાર તો ર્ચારીના જ પડે છે. એટલે જ ઝીણામાં ઝીણી ચોરી કરતાં પણ ખૂબ વિચારજો....
હમણાં જ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ મિ. ડીન અચેસને લખેલ પ્રસંગ ક્યાંક વાંચવામાં આવ્યો.
બસમાં મુસાફરી કરતા એક યુવકના ખીસામાં કો'કનો હાથ ગયો. યુવકને ખબર પડી જતાં તુર્તજ હાથ દાવ્યો. પાછળ જોયું તો ખીસામાં હાથ નાંખનાર એક યુવતી હતી. બન્નેની નજર મળી. યુવતીને જેલ ભેગી કરી દેવાને બદલે યુવતીની સાથે
Page #65
--------------------------------------------------------------------------
________________
લગ્ન કરવાનો તેને વિચાર જાગ્યો.યુવતી પાસે પ્રસ્તાવ મૂક્યો..મંજૂર થઇ ગયો..બન્ને પરણી ગયા..યુવતી પાસેથી તફડંચી કરવાની કળા યુવક શીખ્યો. બન્ને સારામાં સારા નામચીન ઉઠાવગીર થયા..
એક દિવસે યુવતીએ યુવકને કહ્યું કે આપણે આપણા છોકરાને એવી ટ્રેનીંગ આપવી છે કે ઉઠાવગીરીમાં તેને એમેરિકામાં કોઇ પહોંચે નહિ ! તેને કોઇ પોલીસ કે સી.આઇ.ડી. પકડી શકે નહિ ! લગ્ન જીવનના ત્રીજે વરસે યુવતીએ પુત્રને જન્મ આપ્યો.પરંતુ બાળક ચાર મહિનાનો થયો ને કોણ જાણે શું થયું.. છોકરાના જમણા હાથની મુઠ્ઠી બંધ થઈ ગઈ. ડોક્ટર પાસે લઇ ગયા.. પણ મુઠ્ઠી ન ખૂલી..છેવટે થાકીને માનસશાસ્ત્રી પાસે લઇ ગયા..માનસશાસ્ત્રીએ ઘણા ય નુસખાઓ અજમાવ્યા....પણ તે ય સફળ ન થયો. છેલ્લે તેણે પોતાને કાંડે બાંધેલી સોનાના પટ્ટાવાળી ઘડિયાળ છોડી..છેક સૂતેલા છોકરાના બંધ મુઠ્ઠીવાળા હાથ પાસે ઘડિયાળ લાવી, તે પટ્ટાથી ઘડિયાળને હલાવવા લાગ્યો.
અને ચમત્કાર થયો ! એ ઘડિયાળ લેવા માટે છોકરાએ હાથ ઉછાળ્યો.મુઠ્ઠી ખોલી.અને ભારે આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે એ બંધ મુઠ્ઠીમાંથી સોનાની વીંટી બહાર પડી ! એ વીંટી તેની માતાની જ હતી કે જે પહેલા ગુમ થઇ ગયેલી !
માનસશાસ્ત્રી ડોક્ટર.અઠંગ ઉઠાવગીર આ યુવક યુવતી આજુબાજુના માણસો ય સ્તબ્ધ થઇ ગયા ! માત્ર ચાર મહિનાની કુમળી વયમાં ચોરીના આ સંસ્કાર ! માતા પિતાના મનમાં જીવનમાં વ્યાપ્ત થઇ ગયેલ આ ચોરવૃત્તિ પુત્રના જીવનમાં કેવી સાંગોપાંગ ઉતરી ! - વિચાર કરતા કરી દે તેવું આ દષ્ટાંત છે..આડેધડ ચોરીઓ કરતા હોઇએ પુણ્ય જોર કરતું હોય અને કદાચ ન પકડાતા હોઇએ તો ય પરલોકમાં તેનાં પરિણામ કેવા ભયંકર ! આ લોકમાં ય અશાંતિ અજંપા કેટલા ? ચોરી કરતાં પકડાઇ જવાય તો અપયશ....અપકીર્તિ..સજા વગેરેનાં સંભવિત નુકશાનો કેટલાં ? માટે જીવનમાંથી આ પાપને રવાના જ કરી દેવા જેવું છે..અન્યની દેખાદેખી..ઇર્ષા વગેરે પણ ચોરી કરાવનારાં પ્રેરક તત્ત્વો છે..એ બધાયને તિલાંજલિ દઇ દેવાનો નિર્ધાર કરીએ તો જ આ પાપથી છુટાય....આજે હાલત વિચિત્ર છે..બાજુવાળાના દૂધપાકને જોઇને માણસ પોતાની થાળીમાં રહેલ રોટલો ફેંકી દેવા તૈયાર થયો છે. પુણ્યહીન દશાને કારણે દૂધપાક મળતો નથી અને હાથમાં રહેલ રોટલો શાંતિ આપતો નથી.. 1 ચોરી કરતાં પકડાઇ ગયેલા એક ચોરને ફાંસીની સજા જાહેર થઇ...ફાંસીને માંચડે જઇ રહેલો ચોર રડતો હતો..
Page #66
--------------------------------------------------------------------------
________________
‘નાલાયક ! ચોરી કરતાં શરમ ન આવી અને હવે સજા ભોગવવાનો વખત આવ્યો, ત્યારે રોવા બેઠો છે ?’ સૈનિકે કહ્યું.
‘ના, મોતના ડરથી નથી રડતો !'
‘તો ?’
‘મારી પાસે સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ છે...તે મારા મોતની સાથે જ નિષ્ફળ થઇ જશે..એ વિચારે રડી રહ્યો છું !’
‘અલ્યા ! આટલું બધું જુઠું બોલે છે ?..જો તારી પાસે આવો કોઇ પ્રયોગ હોય તો ચોરી કરવા તું જાય શું કામ ?’
‘જિંદગીમાં એક વાર તો રાજાને ત્યાં ચોરી કરવી જ છે.’ એ વિચારે ચોરી કરવા ગયેલો...નસીબ વાંકું તે પકડાઇ ગયો...બાકી મારી પાસે સુવર્ણ સિદ્ધિનો પ્રયોગ છે તેમાં કોઇ શંકા નથી..’
સૈનિકે રાજાને વાત કરી...રાજાને થયું, આવા માણસને મારી નાંખવો ઠીક નહિ...બોલાવ્યો પોતાની પાસે..‘તું લોખંડનું સોનું બનાવી દઇશ ?'
‘હા..પણ એક શરતે..આખા ગામના બધા માણસોની હાજરીમાં આ પ્રયોગ કરી દેખાડીશ ’
નિશ્ચિત સમય આખું ગામ પ્રયોગ જોવા ભેગું થયું..પેલા ચોરના હાથમાં રસનો વાટકો છે. નીચે લોખંડ પડ્યું છે..ચોર મંત્રો બોલી રહ્યો છે...
‘રાજન ! મને મંત્ર આપનાર ગુરુએ કહ્યું છે કે આ પ્રયોગ એવા માણસથી જ સફળ થશે કે જેણે જિંદગીમાં ક્યારેય ચોરી ન કરી હોય ! હું તો ચોર છું..એટલે મારાથી આ પ્રયોગ નહિ થાય..આપનામાંથી જેણે ક્યારેય ચોરી ન કરી હોય તેને આગળ આવવા દો..’
વાત સાંભળતાં બધા ઘર ભેગા રવાના. રાજા..મંત્રી..કોટવાલ...સૈનિક...નગરશેઠ...પ્રધાન...આટલા જ માણસો હાજર..એક બીજાનાં મોઢા જોયા કરે..
‘રાજન્ ! ચોરીની સજા જો ફાંસી હોય તો તમારે બધાએ ફાંસીને માંચડે ચડી જવા જેવું છે....નહિતર તો એમ જ જાહેર કરો કે ચોરીની સજા ફાંસી નથી !' ચોરી કરતાં પકડાઇ જવાય તો તેની સજા ફાંસી છે !
આ
રાજા શું બોલે ? ચોરને છોડી મૂક્યો..
પુણ્ય હોય તો ચોરી કરવાં છતાં અહીં યા છૂટી જઇએ...પણ પરલોકમાં શું ?
830
૫૯ LA
L&L
Page #67
--------------------------------------------------------------------------
________________
આ વાસ્તવિક્તાને નજર સામે રાખી જીવન જીવીએ તો આ કાળમાં ય ચોરી કર્યાં વિના સુખ-ચેનથી જીવી શકાય તેમ છે..એવા જીવનના સ્વામી બનવા માટે કમસે કમ કોઇનાં ખીસાં કાપવાં...ગઠડી ઉપાડવી..ધન માલની તફડંચી કરવી...વેચવાના માલમાં ભેળસેળ ક૨વી...રાજદંડ થાય તેવી ટેક્સાદિની ચોરી કરવી...ઉપકારીઓ સાથે પણ ઠગાઇ કરવી..વગેરે રૂપ મોટી ચોરીઓનો તો સર્વથા ત્યાગ જ કરી દેવો...તે માટે વ્યવહાર પ્રમાણિક રાખવો..રસ્તે પડેલી ચીજ સામે નજરેય ન નાખવી...
ન
નહિતર દુનિયાની ચીજો અહિંયા જ રહી જશે...અને તેને આપણી ક૨વા કરેલાં ચોરી વગેરેનાં પાપો પરલોકમાં સાથે આવશે..
બોલ્યો.
પેલા ત્રણ દારૂડિયા રસ્તામાં અરસપરસ વાત કરતા હતા..
‘યાર ! દિલ હોતા હૈ તાજમહાલ ખરીદ લું.’ પહેલો બોલ્યો.
‘તું કિતને ભી રૂપયે દે મગર અભી બેચનેકા મેરા ઇરાદા નહિ હૈ ।' બીજો
‘અરે ! તું ભલે બેચનેકે લિયે તૈયાર હો જાય ઔર વહ લેને કે લિયે ભી તૈયાર હો જાય ! મેં જબ ખાલી કરૂંગા તબ યે હો સકેગા ન ? તાજમહાલ મેં ખાલી કરનેવાલા હી નહિ’ ત્રીજો બોલ્યો.
આ દારૂડિયાઓ જેવી મૂર્ખાઇ જનમોજનમ આપણે કરી છે.... હવે સમજણના ઘરમાં આવીએ....‘સંતોષ' ને કેન્દ્રમાં રાખીને જીવીએ અને ‘ચિત્ત ચોખ્ખું ચોરી નવિ કરીએ' ના મંગળકારી વચનને જીવનમાં અમલી બનાવીએ... તો જ ‘સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત' ના પાલનના આરાધક બની શકશે...
બીજાનું ધન ચોરી આનંદિત થવું. આ ચોરી અનેક પ્રકાર થાય છે. ચોરી, ડાકુગીરી, અનીતિ, વગેરે.
અનીતિ – ભાવ વધુ કહેવો, સારા માલમાં ખરાબ માલ ભેળવવો, માલનું તોલ ઓછું કરવું, ઓછું આપવું તે અનીતિ છે.
આજે આપણી માનસિક પરિસ્થિતિ એવી થઇ ગઇ કે કોઇ ચીજ મફતમાં મળે, વગર મહેનત મળે, કે તરત જ હ૨ખાઇ જઇએ છીએ. અનેકો આનંદ મળે. છે. મફતમાં, વગર પરિશ્રમે કે ઓછી મહેનતે મેળવવાની લાલસાના પરિણામે આપણે માનસિક બીમાર બન્યા છીએ. અનીતિથી મેળવેલા રૂપિયામાં આનંદ મળે છે. આમ લોટરી, રેસ, સત્તા, શેર, જુગારની બોલબાલા વધી છે.
ચારની આજ્ઞા વિના જો કોઇપણ ચીજ લેવામાં આવે છે તે અદત્તાદાન છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
(૧) સ્વામી આદત - ધન સુવર્ણ વગેરે તે તેના માલિકની આજ્ઞા સિવાય લેવામાં આવે તો. (૨) જીવ અદત્ત - મચ્છર, ગાય, ઘેટાં વગેરે જીવોની હત્યા વખતે તેમની અનુજ્ઞા વિના તેમનો પ્રાણ લેવાથી. (૩) તીર્થકર અદત્ત - જૈન હોવા છતાં કાંદા બટાટા વગેરે અનંતકાય-કંદમૂળ ખાવા, રાત્રિભોજન કરવું, આઇસ્ક્રિમ જેવી અભક્ષ્ય વસ્તુ ખાવી, વગેરે કરવાથી તીર્થંકરની આજ્ઞાનો ભંગ થવાથી. (૪) ગુરુ અદત્ત - ગુરુભગવંતની આજ્ઞાનો ભંગ કરી જે કાંઇ કરવામાં આવે છે તે. ચાતુર્માસના દિવસોમાં વિનંતી કરવાથી પધારેલા ગુરુભગવંતની નિશ્રામાં તપ જપ વગેરે આરાધના કરવી જોઇએ. ગુરુની આજ્ઞા મુજબનો તપ કરવો જોઇએ. પ્રવચન શ્રવણાદિ કરવા જોઇએ. તો ગુરુઆજ્ઞા પાલનનો લાભ મળે
ચોર સાત પ્રકારના હોય છે. (૧) ચોરી કરવાવાળો. ૨) ચોરને આજીવિકા આપવાવાળો, (૩) ચોરને ચોરી કરવાની સલાહ આપનાર, (૪) ચોરને ચોરી કરવાનું સ્થાન બતાવનાર, (૫) ચોરીનો માલ ખરીદનાર, (૬) ચોરને ભોજન કરાવનાર, (૭) ચોરને આશરો આપનાર.
વેપારના નામ ચોરીઃ- (૧) ચોરને ચોરી કરવામાં સહાયક બનવું, વ્યાજે પૈસા આપવા. (૨) ચોરીનો માલ ખરીદવો. (૩) દેશમાં જેનો પ્રતિબંધ હોય, તેનો વેપાર કરવો. (૪) મિલાવટ ભેળસેળ કરવી. (૫) તોલમાપમાં ગડબડ કરવી.
આ પણ ચોરી છે:- (૧) કોઇની થાપણને દેવાળું ફૂંકવાના નામે ખાઇ જવી. (૨) કોઇની ગુમ થયેલી વસ્તુને પોતાની ગણી રાખવી, (૩) કોઇ પોતાની મૂલ્યવાન વસ્તુ ભૂલી ગયો હોય તેના માલિક બની બેસવું, (૪) રસ્તામાં જતાં આવતાં કોઇની પડી ગયેલી વસ્તુને ઉપાડી લેવી.
ચોરી કે અનીતિનું ધન અશુદ્ધ છે. એ ધનના વ્યયથી જે આહાર મેળવીએ છીએ તે પણ અશુદ્ધ છે. અશુદ્ધ આહારથી શરીર, મન તથા પાંચ ઇન્દ્રિયો અશુદ્ધ બને છે. અશુદ્ધ દેહથી કરેલી ધર્મક્રિયા પણ અશુદ્ધ છે. અશુદ્ધ ક્રિયાનું ફળ પણ અપૂર્ણ અને અશુદ્ધ મળે છે.
ચોરીના નુકસાનો-(૧) ધન અગ્યારમો પ્રાપ્ય છે. ચોરી કરનાર પ્રાણ લેવારૂપે હિંસા કરે છે - હિંસાના દોષ સેવે છે. (૨) બીજા ભવોમાં બળદ-ભેંસ બનીને કંઇક ગણું વધુ ચૂકવી આપવું પડે છે. (૩) જેની ચોરી કરી, એ લેણદાર બને છે, બીજા ભવોમાં બીમાર પુત્ર વગેરે બની લેણું ચૂકતે કરે છે - અને તમને માનસિક ત્રાસ વગેરે મળે છે. (૪) ચોરીથી મનની પવિત્રતા નાશ પામે છે. (૫) એવું દર્ભાગ્ય ઉદયમાં આવે છે, કે પછી મહેનત કરવા છતાં મજૂરી કરવા છતાં પેટજોગું પણ મળે નહીં. સર્વત્ર નિષ્ફળતા
Page #69
--------------------------------------------------------------------------
________________
અપમાન સહેવાના આવે. (૬) પોતાની પોતાના માટેની સખત મહેનતનું ફળ બીજો જ ઝાપટી જાય છે. અને સંતાપ પેલાને મળે છે. દેવાનંદા બ્રાહ્મણીએ પૂર્વભવમાં રત્નનો દાબડો ચોરેલો...બીજા ભવમાં તીર્થંકર જેવા શ્રેષ્ઠ પુત્રરત્નનું ગર્ભમાંથી જ અપહરણ થયું. શંબૂકે ઉપવાસ સાથે એક મહીના સુધી ઝાડપર ઊંધા માથે લટકાઇ સૂર્યહાસ ખડ્ગ મેળવવાની મહેનત કરી. પણ મળી ગયું એ ખગ લક્ષ્મણને....શંબૂકને તો એ ખડ્ગથી જ માથુ કપાવાથી મોત ને નરક મળ્યા.
માર્ગ ઉપર કોઇની, જેનું વિશેષ મૂલ્ય નથી એવી વસ્તુ કે ૫/૧૦ રૂપિયાની નોટ પડી હોય તો તે લઇ ગરીબને કે ભંડારમાં નાખીએ તો શો વાંધો ? એવી ઘણાં દલીલ કરે છે. પણ જે વસ્તુ તમારી નથી એનું દાન કરી મફતનું પુણ્ય મેળવવા જવું અયોગ્ય છે.
એક-બે સેકન્ડમાં પાકીટમાર પાકીટની ચોરી કરે છે અથવા ગળાની ચેન લૂંટે છે. તેથી હકીકતમાં ચોરનાર માત્ર પાકીટ કે ચેન લેતો નથી પણ તેના પ્રાણ લો છો. પાકીટ કે ચેન દ્વારા બે-પાંચ હજારની રકમ જવાથી એ વ્યક્તિને કેટલું દુઃખ થાય ? કદાચ ચોરનાર પકડાઇ જાય તો આજ કારણે ચોરનારને બે-પાંચ વર્ષની સજા અપાય છે. શાસ્ત્રોમાં મંડિક અને વિજય ચોરના દ્રષ્ટાંત આવે છે. તેઓને આ અપલક્ષણના કારણે શૂળીએ ચઢવું પડ્યું હતું.
રોહણીય ચોર, પ્રભસ્વામી વિ.ની. જેમ જે ગુણવાન વિચારવાન આત્મા બીજાનું ધન ચોરવાની કુટેવને અયોગ્ય માને છે. તેનાથી નિવૃત્ત થવા ભાવના ભાવે છે. જીવનમાં સદ્ગુણોની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે. તે આ લોકમાં પણ અને પરલોકમાં પણ સુખ યશ કીર્તિના અધિકારી બને છે.
પૂર્વકૃત કર્મના કારણે ભલે અમુક સમય સુધી અયોગ્ય આચારોનું પાલન કર્યું પણ જ્યારે સત્ય સમજાય છે, એ માર્ગે જવા અપનાવવા પ્રયત્ન થાય છે. ત્યારે તેવા આત્માનો ઉદ્ધાર થતાં વાર લાગતી નથી.
બીજાનું ધન ચોરી લેવું એ જેમ અયોગ્ય છે તેમ વ્યાજ મર્યાદાથી વધુ લેવું, ગરજવાન જોઇ તેની સાથે અયોગ્ય લેવડ દેવડ કરવી એ પણ ચોરીના કામ જેવું કૃત્ય છે. બીજા શબ્દમાં ધન ચોરવામાં નથી આવતું પણ ધનને લૂંટવામાં આવે છે એમ કહેવાય, આ કારણે અદત્તાદાનના પાંચ અતિચારોથી દૂર રહેવું, એ વ્રતધારી શ્રાવકનું કર્તવ્ય થઇ જાય છે.
પાંચ અતિચાર
૧) તેનાહત ગ્રહણ :- તેના ચોર, આહત - ચોરેલી, હરણ કરેલી, ગ્રહણ
માઁ
૬૨
Page #70
--------------------------------------------------------------------------
________________
લેવી, સ્વીકારવી, ચોર દ્વારા ચોરી કરીને લાવેલી વસ્તુ લેવી.
૨) તસ્કર પ્રયોગ :- તસ્ક૨ - ચોર, પ્રયોગ - પ્રેરણા આપવી. ચોરને ચોરી કરવા સલાહ, પ્રેરણા, મદદ આપવી.
(૩) તસ્મ્રુતિરૂપક વ્યવહાર :- તત્ - અસલી વસ્તુ, પ્રતિરૂપ - સમાન (તેના જેવી કરીને) વ્યવહાર - વેચવું, અર્થાત્ વસ્તુમાં ભેળસેળ કરવી. અસલી વસ્તુના સ્થાને ખોટી નકલી આપવી. વિ.
૪) વિરુદ્ધ રાજ્યાગમન :- રાજ્ય વિરુદ્ધ, રાજ્યના નીતિ નિયમો વિરુદ્ધ, રાજ્યના કાયદા નિયમોથી વિરુદ્ધ જઇ કરચોરી, વ્યાપાર આદિ ક૨વો.
(૫) કુંડતુલા કુંડમાન :- તુલ વજન કરવું, માન માપવું, ભરવું, વેપાર આદિમાં તોલ માન માપ ખોટા રાખવા. ઓછા ભરવા, વધારે લેવા વિ.
ઉપરના અતિચારો સેવન કરનાર ભલે બાહ્ય રીતે ચોર કહેવાતો કે જાહેર થતો નથી. પણ ચોરનો ભાઇ ઘંટીચોર ની જેમ ચોરીનો પોષક અનુમોદક પણ ચોર કહેવાય છે. છૂટછાટ
જયણા
અજાણપણે અન્યની વસ્તુ ભૂલથી લેવાય જાય, વપરાય જાય તો તે માટે જયણા. સ્વપ્નમાં પણ આજીવિકાદિના કારણે સૂક્ષ્મદોષ સેવાઇ જાય તો જયણા.એજ રીતે કૌટુંબિક સંબંધે બીજાની વસ્તુને મારી બોલાઇ જાય, લેવાય, જોવાય કે વપરાય જાય તો જયણા. T ઘણાંને બીજાને ઘરે જઇ પૂછ્યા વગર છાપું, પુસ્તક, ટેલિફોન, પંખો આદિ વાપરવાની જોવા અડવાની ટેવ હોય છે. પણ ઘર સંબંધિનું કે ઓળખતી વ્યક્તિનું હોય તો પણ વિના કારણે અડવા જોવાની પ્રવૃત્તિ કરવી નહિં. પૂછીને કારણ હોય તો જ વાપરવી. આ પણ સૂક્ષ્મ રીતની ચોરી છે.
-
ચોરીનું પાપ કરનાર (૧) દૌર્ભાગ્ય – દુર્ભાગ્યવાન. ભવાંતરમાં ધર્મનો દ્વેષી (૨) પ્રેષ્ય – ભાગ્યમાં નોકરી, દાસપણું, ગરીબાઇ જે લખાઇ હોય તેમાં સુધારો ન થાય. (૩) દાસ્ય – શેઠના મેણાં ટેણાં સાંભળવા, હીન કાર્યો કરવા, ગુલામ થવું. (૪) અંગછેદ - ગુનાહિત કામોના કારણે ઉપાંગોનું છેદન ભેદન, શક્તિહીન થવું, દુઃખી દુઃખી થવું. (૫) દરિદ્રતા – લક્ષ્મી દેવીની કૃપાથી વાંછીત થવું.
ધન ધાન્યનો પરિગ્રહ ભૂલેથી પણ કોઇ લઇ ન જાય, ચોરી ન કરે તેથી ઘણાં ઉંઘમાં ને ઉંઘમાં બડબડ કરે છે. એટલું જ નહિં પણ સર્પ, ઉંદર જેવા તિર્યંચ જીવો પણ સંગ્રહ કરી રાખેલા ધન ઉ૫૨ ફણીધર થઇને બેસે છે. પોતે ભોગવે નહિં, બીજાને ભોગવવા દે નહિં.
Page #71
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના માતા દેવાનંદા ને ત્રિશલા રાણી પૂર્વ ભવે જ્યારે દેરાણી જેઠાણી હતા ત્યારે અલંકારનો દાબડો છૂપાવ્યો હતો. તેથી આ ભવમાં ૮૨ દિવસ પછી બન્ને વચ્ચે ગર્ભાહરણનો પ્રસંગ થયો. કહેવાનું તાત્પર્ય એજ કે માત્ર ચોરી જ નહિં, કોઇનું મશ્કરીમાં છુપાવવાથી પણ પાપ લાગે છે. જે લોકો ખાતર પાડી, ધાડ પાડી, તાળા તોડી, ખીસ્સા કાપી કે અપહરણાદિ કરી મોટી ચોરીઓ, નિંદનીય કૃત્યો કરે છે, તેઓને કેટલું પાપ લાગે છે તે સમજી શકાય તેવું છે. T કુમારપાળ રાજાએ દુઃખી અવસ્થામાં ઉંદરે બીલમાંથી કાઢેલી સુવર્ણ મુદ્રા (ચોરી હતી) લીધી હતી. પરિણામે ઉંદર મરણ પામ્યો. 0 શેઠને ઘરે ચોર ચોરી કરવા આવ્યા. તો શેઠને ઉંઘમાં જ આ બોલ્યા કે, ધન લીધું કે, ગાઠડી બાંધી કે, એવા વચન બોલતા હતા. એ સાંભળી ચોર મુંઝાયા અને ચોરીનો માલ લીધા વગર ગયા. 0 પુણિયા શ્રાવકની શ્રાવિકાએ પડોસીને ત્યાંથી કહ્યા વગર એક છાણું લાવી તેના દ્વારા રસોઇ કરી તેથી શ્રાવકનું સામાયિકમાં મન ન ચોંટ્યું.
ચોરનું જો વર્તમાન જીવન તપાસવામાં આવે, તો (૧) ભીખારી કે દયાપાત્ર દશામાં સમય પસાર કરે. (૨) ચોરેલું ધન ગમે તેટલું હોય પણ લાંબુ ટકે નહિં. (૩) ચોરેલા ધનમાંથી ભાગ માગનારા ઘણાં આવે. જો ન આપે તો વેર વધે. (૪) ચોરને શાંતિથી ખાવા, ઉંઘવા કે જીવવા ન મળે. (૫) ચોરને સાંત્વન આપી આંસુ લૂછનારા કોઇ ન મળે. (૬) ભયથી હંમેશાં એ ભયભીત હોય. (૭) પકડાય જાય તો મરણતોલ માર ખાવો પડે, જેલમાં જવું પડે યાવત્ ફાંસીના માચડે પણ ચડવું પડે. પ્રિસંગો) 0 દેવાનંદા - પૂર્વ ભવે દાબડો છૂપાવ્યો. 0 રોહણીય ચોર- પ્રભુવીરનું એકવચન સાંભળી તરી ગયા.
પ્રભવ ચોર- જંબુકમારને ત્યાં ચોરી કરવા માટે આવ્યા પણ સફળ ન થતાં
ઉપદેશ સાંભળી સંયમી થયા. 0 લક્ષ્મી મુંજ (ગણધર) - વ્રતને દઢતાથી પાળી ધન્ય બન્યા.
વંકચૂલ - ચાર પ્રતિજ્ઞાના પ્રભાવે ધન્ય બની ગયો. રાજાનો વિશ્વાસુ મહાઅમાત્ય ,
બન્યો. આ ચોરીથી... T સત્વની હાનિ થાય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
|
D
0 અસત્યના સંસ્કારો પડે છે. 0 અન્યનો અવિશ્વાસ ઉભો થાય છે.
જિનાજ્ઞાનો લોપ કરાય છે. 0 લોકમાં અપયશ મળે છે. 0 પરલોકમાં દુઃખોને નોંતરે છે. 1 અશુભ કર્મનો બંધ કરે છે.
જીવનમાં અશાંતિ સાથે આરોગ્યની હાનિ થાય છે. || આત્મ વિકાસમાં રૂકાવટો ઉભી થાય છે. માટે આવી ચોરીના સંસ્કારોથી છ ગાઉ છેટા રહેજો.
D
D
D
કેટલાક પ્રશ્નોત્તર
હે પ્રભુ ! પોતાનું અચૌર્ય સ્વરૂપ ભૂલી મારા આત્માએ જીવ અદd, સ્વામી, ગુરુ, તીર્થંકર અદત્ત આચરી પર યુગલને ગ્રહણ કરવાની વ્યર્થ ઇચછાઓ દ્વારા ગાઢા કર્મોના બંધનથી બંધાયો છે. હવે શીધ્રાતિશીવ્ર
અહg વિરમણ થાઓ. પ્ર. ૧ અદત્તદાન કોને કહે છે ? ઉત્તર માલિકની આજ્ઞા ન હોવા છતાં આપ્યા વિના વસ્તુ લેવી તે. પ્ર. ૨ અદત્ત કેટલા પ્રકારનું છે ? ઉત્તર ચાર. ૧) સ્વામી, ૨) જીવ, ૩) ગુરુ, ૪) તીર્થકર અદત્ત છે. પ્ર. ૩ શ્રાવકને કેટલી ચોરી છોડવાનું કહ્યું છે? ઉત્તર ચાર પ્રકારની ચોરી છોડવાનું કહ્યું છે. ૧) ખાતર ખોદીને, ૨) ગાંઠ ખોલીને, ૩) તાળા ઉપર ફેંચી લગાડીને, ૪) કોઇની વસ્તુ પડી છે એમ જાણીને છતાં લેવી ઇત્યાદિ. પ્ર. ૪ શ્રાવકને કેટલી ચોરીનો આગાર છે ? કઇ કઇ ? ઉત્તર શ્રાવકને ત્રણ ચોરીનો આગાર છે. ૧) સગાસંબંધી, ૨) વ્યાપાર સંબંધી, ૩) પડેલી તુચ્છ વસ્તુનો. પ્ર. ૫ અદત્તાદાનના અતિચાર કેટલા છે ? કયા કયા ? ઉત્તર અદત્તાદાનના અતિચાર પાંચ છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
૧) તેત્રાહડે, ૨) તક્કરપાઓગે, ૩) વિરુદ્ધરજ્જાઇકમે, ૪) કૂડતુલ-કૂડમાણે, ૫) તખડિરુવગવવહારે. પ્ર. ૬. વિદેશી વસ્તુનો વ્યાપાર કરે તો કયા અતિચાર લાગે ? ઉત્તર તેત્રાહડે, તક્કરપગે, વિરુદ્ધ રજ્જાઇકમે. આ ત્રણ અતિચાર લાગે. પ્ર. ૭. એક ને એક ટીકીટમાં બીજો મુસાફરી કરે તો કયો અતિચાર લાગે? ઉત્તર વિરુદ્ધરજ્જાઇકમેનો અતિચાર લાગે. પ્ર. ૮. અસલી ઘીમાં ડાલડા મિલાવીને વહેંચે તો કયો અતિચાર લાગે? ઉત્તર “તપૂડીરૂવગવવહારે' નો અતિચાર લાગે. પ્ર. ૯. ચોરાઉ વસ્તુ લીધી હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર તેત્રાહડેનો અતિચાર લાગે. પ્ર. ૧૦ ચોરને મદદ કરી હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર “તક્કરપ્પઓગે” નો અતિચાર લાગે. પ્ર. ૧૧ દાણચોરી વગેરે કરે તો કયો અતિચાર લાગે ? ઉત્તર વિરુદ્ધ રજ્જાઇક્કમેનો અતિચાર લાગે. પ્ર. ૧૨ બોટા-તોલ માપ કરે તો કયો અતિચાર લાગે? ઉત્તર ફૂડતોલે-કૂડમાણેનો અતિચાર લાગે. પ્ર. ૧૩ વસુદેખાડે સારી, આપે ખરાબ તો કયો અતિચાર લાગે? ઉત્તર તખડિરુવગવવહારેનો અતિચાર લાગે. પ્ર. ૧૪ કાપડ વહેંચતાં થોડું ઓછું માપીને આપે તો? અગર તો વારમાંથી તસુચોરે તો કયો અતિચાર લાગે ? ઉત્તર કૂડતોલે-કૂડમાણેનો દોષ લાગે. પ્ર. ૧૫ પરિક્ષામાં ચોરી કરવાને મદદ કરે તો કયો અતિચાર લાગે? ઉત્તર તક્કરપ્પઓગેનો દોષ લાગે. પ્ર. ૧૬ ખોટા તોલ-માપ કરવાથી કઇ ગતિનું આયુષ્ય બંધાય? ઉત્તર તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાય છે. પ્ર. ૧૭ હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા એવું ક્યાં બતાવ્યું? ઉત્તર ત્રીજા વ્રતમાં તખડિરુવનવવહારે શબ્દથી જણાય છે. પ્ર. ૧૮ અદત્તાદાનનું સેવન કરીને અદત્તાદાનનો ત્યાગ કોણે કર્યો?' ઉત્તર પ્રભવ ચોર.
Page #74
--------------------------------------------------------------------------
________________
વિનય માનકષાયને તોડે છે.
કર્મસત્તાની સતામણી આ જીવે અનંતી કાળ સહી છે. મનુષ્યભવમાં ગરીબી, દાસત્વના દુઃખો સહ્યા છે. દેવગતિમાં ઇર્ષ્યા અને અતૃપ્તિના વિપાકો સહ્યા છે. નકગતિમાં પરમાધામીની વેદના સહી છે અને તિર્યંચ ગતિમાં પણ પાર વિનાની વેદના સહી છે. હવે છૂટકારો ક્યારે ? કેમ થાય ? કયુ સ્થાન ? જ્યાં જન્મ જરા મરણ આધિ-વ્યાધિ-ઉપાધિ ન હોય. તે સ્થાન છે મોક્ષ. ત્યાં જવાય કેમ ? ચારિત્ર દ્વારા અસંગ બની ૨૨ પરિષહો આદિનું પાલન કરીએ તો મોક્ષ થાય. દુઃખમય સંસારનું ભાન તે સમ્યગ્દર્શન છે. તે દર્શન જ્ઞાનથી પ્રાપ્ત થાય. જિનવચનોમાં બતાવેલું નવતત્વ, જીવના ૫૬૩ ભેદોનું સ્વરૂપ જાણીએ તો શ્રધ્ધા પ્રાપ્ત થાય. પણ જ્ઞાનને પ્રાપ્ત કેમ કરવું ? તેનો રાહ છે વિનય. અનાદિથી ઝૂકવામાં રૂકાવટ કરનાર હોય તો તે છે માનકષાય છે. માનકષાયની પોલાદી ભેખડને દૂર કરો. ઉપકારીઓનો વિનય કરો. તે અગાધસાગરથી તરવા માટે નાવ બની રહેશે.
મોક્ષ માટે ચારિત્ર, ચારિત્ર માટે દર્શન, દર્શન માટે જ્ઞાન, જ્ઞાન માટે વિનય જોઇએ. નજર સમક્ષ ગૌતમ સ્વામિનું જીવન વિચારીએ તો થાય કે અનંત ઉત્સર્પિણી અવસર્પિણીમાં આવું પાત્ર જોવા ન મળે. અભિમાનના શિખરે રહેલ ઇન્દ્રભૂતિ પ્રભુના ચરણે કેટલા નમ્ર...ખીરનું પાત્ર અક્ષય બને આવી અનંત લબ્ધિ... સૂર્યના કિરણથી અષ્ટાપદ પર્વત ચડી ગયા...જિહાં જિહાં દીજે દિખ્ખ....તિહાં તિહાં કેવલ ઉપજે ! જેમ વેપારી ખરીદીમાં ગીફટ આપે તેમ ગૌતમ સ્વામિ દીક્ષા લેનારને કેવલજ્ઞાન આપે બક્ષીસરૂપે !
પોતાની પાસે હજાર હોય અને ૯૦૦ આપે તે બને !
પોતાની પાસે ક્રોડ હોય અને ૫૦ હજાર આપે તે પણ બને પણ પોતાની પાસે ૧૦૦ હોય અને ૧૫૦ આપે તેવી લબ્ધિને ધારણ કરનાર અનંતકાળમાં કોઇ ભડવીર હોય તે તે છે....
વીરના પ્રથમ ગણધર !
ભૌતિક લબ્ધિને પ્રાપ્ત કરાવે છે તે છે પૈસો !
તેમ આત્મિક લબ્ધિને પ્રાપ્ત કરાવનાર છે વિનય !
વિનયની લબ્ધિથી અષ્ટાપદ તીર્થને વંદન કર્યા, પાત્રને અક્ષય બનાવી લીધું. નામને પ્રભાતમાં સ્મરણનું કારણ બનાવી દીધું. આવો વિનય આવે તો જ્ઞાન ચડે. આ. ગુણસાગરસૂરિજી મહારાજ ! પોતાની હયાતિમાં બે આસનથી વધારે
Page #75
--------------------------------------------------------------------------
________________ ક્યારે વાપર્યું નહિ. કારણ? ઉચ્ચાસણનો દોષ લાગે. પોતાના દાદા ગુરુદેવ ગૌતમ સાગરજી મ. ની ગેરહાજરીમાં આ વિનય જાળવ્યો. દાદા ગુરુદેવની નાદુરુસ્ત તબિયતના કારણે બેસવા માં ત્રણેક આસન વાપરાતા. સ્વર્ગસ્થ ગુરુદેવનો પણ કેટલો વિનય ! એ વિનય દ્વારા કેટલો પુણ્યપ્રભાવ ભવ્ય તીર્થોના સંઘો, 72 જિનાલય - 20 જિનાલય જેવા ભગીરથ જિનાલયોની ભેટ સંઘને મળી. ગુરુકૃપા પણ મળે છે વિનયથી ગુરુભક્તિ અને ગુરુવિનયના કારણે આપત્તિ વાદળો પણ વિખરાય જાય છે. આવી લબ્ધિનો સ્ત્રોત કયો? વિનય છે. વર્તમાન કાળમાં ગૌતમ સ્વામિ જેવા ઉદયસૂરિ મહારાજ થઇ ગયા. રોજ નેમિસૂરિજી મહારાજના પગ દબાવે. જ્યાં સુધી ગુરુ મ. ના કહે નહીં ત્યાં સુધી સેવા છોડવાની નહિ. એક દિવસ રાતે ભક્તિ કરી. સવારે ચાર વાગ્યે નેમિસૂરિજી મહારાજની આંખ ખૂલી. દયસૂરિને બેઠેલા જોઈ પૂછ્યું અલ્યા ઉદય ! અત્યારમાં કેમ આવ્યો? ઉદયસૂરિજી જવાબ આપે છે સાહેબ! રાતથી જ બેઠો છું. આવો વિનય ક્યારે આવે. સંસારમાં લાભાલાભની દૃષ્ટિએ વિનય કરો છો. એ વિનય નહીં પણ દશ સુપાત્ર વ્યક્તિનો વિનય કરો. એનાથી કર્મજ દૂર થશે. લબ્ધિઓ પણ પ્રગટાવશે. અરિહંત, સિધ્ધિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ ચૈત્ય છે. પ્રભુ સાથે અભેદ બનવા માટે જનરેટર સમાન આ ચૈત્ય છે. પાંચ પરમેષ્ઠિ, ગુણાધિક, રત્નાધિક સહુનો ઉછળતો વિનય કરી...પ્રભુના શાસનનો પણ વિનય કરો. જીવનમાં ત્રણ એલ ને સ્થાન આપજો. જીવનને દિવ્ય બનાવવા ત્રણ એલ ની જરૂર છે. 1) પ્રથમ એલ એટલે લર્ન - શીખવાની વૃત્તિ રાખજો. હાથ, પગ હલાવે તે બેગારી, હાથ પગ સાથે બુદ્ધિ હલાવે તે કારીગર અને હાથ, પગ, બુધ્ધિ સાથે હૃદય હલાવે તે કલાકાર છે. 2) બીજો એલ છે લવ - પ્રેમની શરૂઆત માતાપિતાથી કરજો. માતા-પિતા-ગુરુ અને ભગવાનનો બદલો વાળી શકાતો નથી. 3) ત્રીજો એલ લીવ - ખુમારીથી જીવવું. પદાર્થો વિના ચલાવી લેતા શીખજો. ઓછી સામગ્રી પ્રસન્નતાથી જીવી જાણજો.
Page #76
--------------------------------------------------------------------------
________________ છે એ વ્રત જગમાં દીવો કે ચતુર્થ વ્રત છે બ્રહ્મચર્ય. આત્માને જડ પદાર્થોનું આકર્ષણ એજ અબ્રહ્મ છે. શરીરનો સ્વભાવ છે વાત, પિત્ત, કફ મનનો સ્વભાવ છે કામ, ક્રોધ, લોભ, આત્માનો સ્વભાવ છે સત્ ચિત્ત આનંદ શરીર કરતા મન ચડે અને મન કરતા આત્મા ચડે શરીરની સમસ્યા મન દ્વારા Solve થાય મનની સમસ્યા આત્મા દ્વારા Solve થાય આત્માની સમસ્યા પરમાત્મા દ્વારા Solve થાય. બ્રહ્મચર્યનો અર્થ આટલો જ છે. આત્માને તેના સ્વભાવમાં રમવા દો. સર્વ પાપોનો ત્યાગ ન થાય તો શકય પાપોનો ત્યાગ કરો. * નિર્મળ વૃત્તિ નિર્મળ પ્રવૃત્તિ વગર થતી નથી - સાધુ છે સુખનો ત્યાગી. શ્રાવક છે સુખનો વૈરાગી. તમારા સુખમાં સ્વછંદતા છે. સાધુના દુઃખમાં જિનાજ્ઞા નું પાલન છે. ભાગ્ય ભોગવવાના ભાવો ઘણા છે. પણ ભાગ્યને ઘડવાનો ભવ આ એક છે. * સ્વદારામાં સંતોષ ખરો પણ સ્વદારામાં પણ સંતોષ રાખવાનું છે. કપાળે ચાંદલો એલાન કરે છે કે ક્યાંક આપણે બંધાઇ ગયા છીએ. * ધર્મના પ્રવેશ માટે ત્રણ તબક્કા. * શિવમાં શિવના દર્શન (ભક્તિ) * જીવમાં શિવના દર્શન (મંત્રી) * જાતમાં શિવના દર્શન (શુદ્ધિ). * બરફીમાં ત્રણ ચીજો જોઇએ રંગ, આકૃતિ, વજન, ધર્મી આત્મામાં પણ ત્રણ ભૂમિકા જોઇએ. ભક્તિ, મૈત્રી, શુદ્ધિ.
Page #77
--------------------------------------------------------------------------
________________ देव दाणव गंधवा, जक्ख रक्तस्स किन्नरा / बंभयारी नमसंति, दुक्करं जे करंति त / / - ઉત્તર ક. 16 ગ્રા. 16 ભાવાર્થ - જે દુષ્કર બ્રહ્મચર્ય વ્રતની આરાધના કરી રહ્યા છે તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. આત્મા સ્વભાવથી જ બ્રહ્મસ્વરૂપી, વેદાતીત, પ્રકાશનો પુંજ અને જયોર્તિમય છે. તેમ છતાં અજ્ઞાન વશ ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતા અનેક વખત દેવ દેવી. પુરષ સ્ત્રી, તિર્યંચમાં નર માદાના રૂપમાં ઉત્પન્ન થયો. પર વસ્તુ અને પર વ્યક્તિ દ્વારા આકર્ષિત બની સાત પ્રકારના અબ્રહ્મ (દષ્ટિ, આહાર, પોષાક, ભાષા, મન, વાણી અને કર્મ) થી ઇન્દ્રિયોને તૃપ્ત કરતો રહ્યો. દુષિત કામનાઓની પૂર્તિ હેતુ સતીઓની લજ્જા તૂટી, શ્રધ્ધાવંતોની શ્રદ્ધા ભ્રષ્ટ બની, કામિનીઓની પ્રાપ્તિ માટે યુદ્ધ થયા પંચેન્દ્રિયોનો હત્યાઓ થઇ છતાંય આ વાસનાઓના તોફાન શાંત ન થયા. હવે અનંતજ્ઞાનીઓએ, બતાવેલા રાહ/ચાહ નિહાળીએ.. શ્રાવકનાં 12 વ્રતમાંના ચોથા વ્રતનું નામ છે. રવદારાસંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રત. -- “એ વ્રત જગમાં દીવોની પંક્તિ દ્વારા મહાપુરુષોએ શાસ્ત્રને પાને પાને બ્રહ્મચર્યનાં જબરદસ્ત ગુણગાન ગાયાં છે. તાકાત હોય તો જીવનભર બ્રહ્મચર્ય પાલનના માર્ગને અપનાવી લેવો. પરંતુ કુસંસ્કારોની, કર્મોની ગુલામીને કારણે કદાચ એવું સત્ત્વ ફોરવવાની તાકાત ન જ દેખાતી હોય તો પછી કમસે કમ પરસ્ત્રીના વિષયભોગનો સંપૂર્ણ ત્યાગ કરવા સાથે સ્વસ્ત્રીમાં પણ સંતોષ રાખવો એ પણ બ્રહ્મયર્ય પાલનની જીવનમાં શક્યતા ઊભી કરવાનો રસ્તો છે. એક વાત આપણે એ સમજવી છે કે જીવને વાસનાની આટલી બધી ગુલામી કેમ છે ? વિચાર કરતાં, ઘણાં કારણોમાનું એક કારણ એક દેખાય છે કે આ જીવને અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અનંતીવાર રસનેન્દ્રિયનો, ધાણેજિયનો ચક્ષુરિન્દ્રિયનો અને કર્મેન્દ્રિયનો વિરહ થયો છે પરંતુ સ્પર્શનેન્દ્રિયનો વિરહ કોઇ ગતિમાં ક્યારેય થયો નથી. સઘળી ગતિના સઘળા ય ભવોમાં આ સ્પર્શનેન્દ્રિયનો તો મળી જ છે. અને તેને કારણે જ તેના વિષયો તરફ આ જીવનું આકર્ષણ ખૂબ ભારે છે. તેથી સ્પર્શનેન્દ્રિયજન્ય સુખ તરફ જીવને હેયતાની બુદ્ધિ પેદા થવી પણ મુશ્કેલ બની છે. અલબત્ત, શાસ્ત્રચક્ષુથી આવી ભયંકરતા જોઇ. તેની ચુંગાલમાંથી છૂટવાના શાસ્ત્રકારોએ જે ઉપાયો બતાવ્યા છે તેને જો જીવનમાં આદરીએ, તો બળવાનમાં
Page #78
--------------------------------------------------------------------------
________________ બળવાન ગણાતી કામવાસના પણ પરાજિત થયા વિના રહે નહિ. એ નિઃશંક છે. .વાસનાને ઉત્તેજિત કરનારાં મુખ્ય તત્ત્વો ત્રણ છે. 1. કુસંસ્કારો 2. તેને પ્રગટ કરવામાં સહાયક બનતાં કુનિમિત્તો 3. કુનિમિત્તોની ગેરહાજરીમાં ય ચિત્તને સતત વાસનાગ્રસ્ત બનાવી રાખતા કુવિચારો.... કસંસ્કારો તો પ્રાય: કરીને મોટાભાગના જીવો પૂર્વભવોમાંથી લઇને જ આવ્યા હોય છે. અને એટલે જ ક્યારેક તો મામૂલી પણ કનિમિત્ત તેના જીવનને પાયમાલ કરી નાખ્યા વિના રહેતું નથી. પરંતુ જો કુનિમિત્ત ન મળે તો મોટે ભાગે કુસંસ્કારો હેરાન કરતા નથી.. કુનિમિત્તોમાં એક પ્રકારનાં નિમિત્તોમાંનું એક નિમિત્ત છે વિગઈઓનું સેવન. વિગઇઓ એ વિકારોની જન્મદાત્રી છે. જેના જીવનમાં કોઇપણ જાતના ખચકાટ વિના વિગઇઓનું સેવન ચાલુ છે તે કાયાથી કદાચ પવિત્ર દેખાતો હોય તો ય માનસિક રીતે તેનામાં પવિત્રતા હોવાની ખૂબજ ઓછી સંભાવના છે... - પેલા બ્રહ્મદત્ત ચક્રવર્તીનો બાળપણનો ગોઠીયો ચિદાનંદ, બ્રહ્મદત્તની સભામાં ગયો. બ્રહ્મદર ઓળખી ગયો ચિદાનંદને. બ્રહ્મદને પૂછ્યું, “બોલ, શું જોઇએ છે ?' આપવા માંગતા જ હો, તો મને અને મારા સંપૂર્ણ કુટુંબને એક ટંક માટે આપ જે ભોજન કરો છો તે જ ભોજન આપો... “ચિદાનંદ ! બીજું કાંઇ માંગી લે.હીરા માણેક મોતી જોઇતાં હોય તો તે આપી દઉં. ધન ધાન્યથી કહેતો હોય તો તારા કોઠારો ભરી દઉં. અરે ! કો'ક રાજ્યના રાજા બનવું હોય તો તે બનાવી દઉં..પણ પણ ભોજનના આગ્રહને જતો કરી દે. તારા જીવનમાં રહેલી પવિત્રતાને ખલાસ કરી દેશે આ ભોજન !" “ના, રાજન ! આપવું જ હોય તો એ ભોજન જ આપો.બ્રાહ્મણકુળના પવિત્રતાના સંસ્કારોની મારી પાસે મૂડી છે. એ મૂડીને સફાચટ કરી નાખવાની તાકાત કોઇનામાં નથી અને આપ એ ભોજન ન જ આપવા માંગતા હો તો મારે બીજું કાંઇ જોઇતું નથી. ચિદાનંદની માંગણી આગળ બ્રહ્મદત્ત ઝૂકી ગયો. પરંતુ ચિદાનંદના ભાવિની કલ્પના કરતાં તે ધ્રુજી ઉઠ્યો... સાંજના ચિદાનંદ સહકુટુંબ બ્રહ્મદત્તને ત્યાં ભોજન લેવા ગયો.વિગઈ ભરપૂર
Page #79
--------------------------------------------------------------------------
________________ ભોજનનો આસ્વાદ માણતું કુટુંબ સહર્ષ પાછું ફર્યું. સાંજ વીતી ગઇ રાત પડી. અને પેટમાં ગયેલા વિગઇઓના ભોજને સમસ્ત કુટુંબના સભ્યોમાં વિકારોની આગ લગાડી દીધી, કાળી રાતને ય શરમાવે તેવાં કાળાં કામો ચાલુ થયાં કોઇના સંબંધો પવિત્ર ન રહ્યા.. બાપ દીકરી ભાઇ બહેન આ બધા ય સંબંધોની મર્યાદા તૂટી ગઇ અને આખુંય કુટુંબ અપવિત્રતાના કાદવથી ખરડાઈ ગયું! પેલી કહેવતની ખબર છે ! પાલો પતિ ખાત છે, ઉનકે સતાવે કામ, નિશદિન હલવા નીગલતે, ઉનકી જાને રામ. પાંદડાંઓ ખાઇને જીવન પસાર કરનારા તિર્યંચો પણ કામવાસનાના અજગરથી ગ્રસિત થઈ ગયા તો પછી રોજ રોજ હલવા ખાનારાઓનું શું થતું હશે તે તો રામ જાણે ! માટે જેણે પોતાના જીવનમાં વધુને વધુ પવિત્રતા જાળવવી છે તેણે વિગઇઓનો યથાશક્ય બહિષ્કાર કરતા રહેવું એ જ હિતાવહ છે. સાથે સાથે વિજાતીયના પરિચય પ્રત્યે પણ જરા ય આંખમીંચામણાં કરવા જેવાં નથી. જીવન માટે ઝેરના અખતરા થાય નહિ, તેમ ધર્મસંસ્કારો ટકાવવા પાપક્રિયાઓના અખતરા થાય નહિ.જેણે જેણે આવા અખતરાઓ કર્યા તેણે તેણે પોતાના અણમોલ જીવનને દુર્ગતિઓને રવાડે ચડાવી દીધું. પેલી વિધવા યુવતીએ ચારિત્ર સ્વીકારવાની રજા માંગી. પરંતુ જ્ઞાની આચાર્ય ભગવંતે કહ્યું કે તારે હજી બાળક છે ! વિધવા સ્તબ્ધ ! હિંમત કરીને પૂછ્યું, કોના થકી !' તારી જ દુકાનના મુનિમ થકી !" યુવતી ઘેર આવી. પિતાને સમજાવીને મુનિમને 400-500 માઇલ દૂર રવાના કરાવ્યો.વરસો પછી સંઘયાત્રામાં આ વિધવા નીકળી .જે ગામમાં મુનિમ રહેતો હતો તે જ ગામમાં સંઘ પહોંચ્યો. રસ્તામાં મુનિમ મળ્યો. મુનિએ યુવતીને ઘરે આવા કહ્યું. ઘણી આનાકાની પછી યુવતી ગઇ...મુનિમપત્ની ઘરમાં નહોતી. મુનિએ પોતાના હાથે દૂધ બનાવી તૈયાર કર્યું. યુવતીને પીવડાવવાનો આગ્રહ કર્યો.યુવતી નાં નાં કરતી રહી. મુનિમ આગ્રહ કરતો રહ્યો યુવતીનો હાથ પકડીને કપમાં દૂધ રેડવાનો મુનિમે પ્રયત્ન કર્યો: વિજાતીયનો સ્પર્શ થયો. અને પરિણામ એ આવ્યું...બંને પતિત થઇ ગયા !
Page #80
--------------------------------------------------------------------------
________________ એક જ અણછાજતી છૂટ અને કેવું ભયંકર પરિણામ ! અશ્લીલ દશ્યોવાળાં સિનેમા નાટકોજાતીયવૃત્તિને ઉશ્કેરતાં માસિકો, નોવેલો, ઉદ્ભટવેશપરિધાનનાં ચારેય બાજુ ચાલતાં પ્રદર્શનો વિકારોની અગ્નઝાળ પેદા કરતાં મસાલેદાર ભોજનો આપતી હોટલો..આ બધા ય કુનિમિત્તોને સેવનારો જીવ પોતાના જીવનસત્ત્વને નીચોવી નાખવાનું કરુણ કૃત્ય રહ્યો છે ! પરિણામ ? આ લોક ભયંકર પરલોક તેથી વ વધુ ભયંકર ! યાદ રાખજો લોહી બળે છે કષાયોથી વીર્ય ઢળે છે વાસનાથી.. વિષયવાસના અને કષાયો આ બે ભયંકર પાપને જીવનમાંથી રવાના કરવા કુનિમિત્તો, કુવિચારોનો સર્વથા ત્યાગ કરી દો. તો પછી સત્તામાં રહેલાં કુસંસ્કારોના જોર માટે ભાગે ઘટ્યા વિના નામશેષ થયા વિના રહેશે નહિ ! ગૃહસ્થજીવનમાં ચોથા વ્રતને આસાનીથી પાળવાના શાસ્ત્રકારોએ આ ઉપાયો બતાવ્યા છે. બ્રહ્મચર્યની નવ વાડનું પાલન એ સૌથી સુંદર ઉપાય છે. બાકી તો, જેને પોતાના જીવનમાં બ્રહ્મચર્યનું લક્ષ્ય હોય છે તેને પોતાના જીવનને અને પોતાના આશ્રિતોના જીવનને પણ અપવિત્રતાનો કાળો પડછાયો ક્યાંય ન સ્પર્શી જાય તેની સતત કાળજી રહે જ છે... પેલા રાજાએ માત્ર છ મહિનાના બાળકની હાજરીમાં રાણીના શરીર સાથે અડપલું કર્યું. “અરરર ! આ તમે શું કર્યું ! રાણીએ પૂછ્યું.. “કેમ ! આમાં શું થઇ ગયું !" જુઓ, તમે અડપલું કર્યું ત્યારે આ બાળકની નજર મારા તરફ હતી. આપણી દૃષ્ટિએ સાવ અબૂઝ ગણાતા આ બાળકના મનમાં પણ આના ખરાબ સંસ્કારો પડી જ ગયા હશે. આ પાપનું પ્રાયશ્ચિત મારે કરવું પડશે' એમ કહીને રાણીએ તુર્ત જ જીભ કચડીને આપઘાત કરી નાખ્યો ! જેના જીવનમાં પવિત્રતા મુખ્ય છે તેના જીવનમાં એ પવિત્રતા ટકાવી રાખવાના તમામ ઉપાયો સ્વાભાવિક રીતે જ અમલમાં આવતા જાય. પછી પ્રાય: કરીને તેની પવિત્રતા ખંડિત થવાનો સંભવ નથી રહેતો. જ્યાં ક્યાંય પણ આ પવિત્રતા તૂટી છે ત્યાં તેનાં કારણો તપાસશો તો દેખાશે કે અણછાજતી છૂટે જ આ પરિણામ લાવીને મૂક્યું છે. આપણી પાસે તો અણમોલ જિનશાસન છે..કામવિજેતા સ્થૂલભદ્ર મહાસત્ત્વશાળી
Page #81
--------------------------------------------------------------------------
________________ સુદર્શન શેઠ વગેરેના બ્રહ્મચર્યના પાલનમાં જોમ પૂરે તેવાં દૃષ્ટાંતો આપણી સામે મોજુદ છે.તો બીજી બાજુ મહામુનિ નંદિષેણ, લબ્ધિધર ફૂલવાલક મુનિ વગેરેનાં કર્મના પરિણામના ભોગ બનેલાઓનાં લાલબત્તી ધરનારાં દષ્ટાંતો પણ મોજુદ છે.... સાવધાન બનીએ.. અપવિત્રતાના જીવનો આ દુનિયામાં ઘણાં છે. પવિત્રતાનું જીવન માત્ર અહિયા જ ! તેને કુસંસ્કારોને આધીન થઇને ગુમાવી દેવાની મૂર્ખાઇ હવે ન જ કરીએ ! અનંતકાળે મળેલ આ માનવભવને પવિત્રતાના જીવનથી અજવાળીએ એ પવિત્રતા જાળવવા કુનિમિત્તોની ભયંકરતા સદાય નજર સામે રાખીએ ! પેલો રાજાનો હસ્તી યુદ્ધના મેદાનમાં જવા છતાં લડવા તૈયાર જ ન થયો. સાંજના ટાઇમે રાજાએ મંત્રીને પૂછ્યું, સદા ય મર્દાનગી દાખવતો આ પરાક્રમી હાથી સાવ શાંત કેમ થઇ ગયો છે.' મંત્રીએ તપાસ કરી મહાવતને પૂછવું,“આ વખતે હાથીને બાંધ્યો કયાં હતો?” સાધુ ભગવંતોની વસતીની સામે ! બસ, મંત્રીને કારણે મળી ગયું, સાધુ ભગવંતોની પ્રતિલેખનાની ક્રિયા હાથી રોજ જોતો હતો..જીવદયાની એ પવિત્ર ક્રિયાઓ જોઇને હાથીના મનમાં પણ જીવદયાના ભાવો પેદા થઇ ગયા છે. અને તેને કારણે જ હાથી. લડવા તૈયાર થતો નથી. મંત્રીએ તુરત જ સૈનિકો જ્યાં કવાયત કરતા હતા ત્યાં હાથીને બાંધી દીધો. શસ્ત્રોના ખડખડાટને સતત જોતાં જ હાથીના મનમાં પડેલા શૂરાતનના સંસ્કારો પાછા જાગૃત થઇ ગયા... ચારે ય પગે કૂધો. અને બીજે જ દિવસે યુદ્ધના મેદાનમાં હાથી પોતાની તમામ તાકાતથી લડ્યો. | નિમિત્તોની કેવી ભારે અસર છે તેનું જ્યવંત દૃષ્ટાંત છે. માટે જ કનિમિત્તોને છોડી સુનિમિત્તોને સદા સેવો... તો જ સંભવિત અનેક અનર્થોમાંથી જાતને બચાવી શકશો. જીવનમાં જેમ 1. બ્રહ્મચર્યાશ્રમ, 2. ગૃહસ્થાશ્રમ, 3. વાનપ્રસ્થાશ્રમ અને 4. સંન્યાસશ્રમની વ્યવસ્થા છે. તેમ કુમાર (કુમારી) અવસ્થા, બ્રહ્મચર્ય અવસ્થા અને મૈથુન સેવનની આદત એમ મુખ્ય વિભાગો પાડી શકાય. જન્મથી જીવ મૈથુન સંજ્ઞાનો શિકાર સ્વીકાર કરતો નથી. અજ્ઞાનતાના કારણે પૂર્વકૃત કર્મના કારણે એ અયોગ્ય ઉંમરે, અયોગ્ય સમયે, અયોગ્ય રીતે મૈથુનનું સેવન કરે છે. તેનાથી બચવા માટે આ મૈથુન વિરમણ વ્રત સ્વીકારવાનું પાળવાનું હોય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________ મૈથુન વિરમણ વ્રત સ્વીકારનારે મોટી ઉંમરની વ્યક્તિને માતા પિતાના સ્થાને અને નાની ઉંમરની વ્યક્તિઓને ભાઇ બહેનના સ્થાને સ્થાપવા, માનવા, સ્વીકારવાના હોય છે. એટલું જ નહિં પણ ઉદ્ભર્ વેશ, અશ્લીલ સાહિત્યનું વાંચન, અયોગ્ય દ્રશ્યોનું અવલોકન અને રાગ વધારે એવો શબ્દપ્રયોગ કરવો ન જોઇએ. આ જીવને અનંતકાળથી ચાર સંજ્ઞાઓ વળગેલી છે. તેનાથી મુક્ત થવા એટલે જન્મ મરણ ઘટાડવાનો પ્રયત્ન એટલે વ્રતનો સ્વીકાર. શીયળને સારી રીતે પાળવા માટે આહાર ઉપર પણ કાબૂ રાખવો પડશે. આયંબિલ તપનું ભોજન ભલે લખ્યું કે નિરસ હોય પણ તે શરીરના રોગોને અને મનની ચંચળતાને દૂર કરે છે. જો ભારી પદાર્થ ભોજન કરવામાં આવે તો આળસ ને પ્રમાદ જીવનમાં પ્રવેશ કરશે અને એ દુષણો જ દોષને આમંત્રણ આપશે. પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં કહ્યા અનુસાર જો એક જીવની હિંસા થાય કરીએ તો 10 કે તેથી વધુ વખત મરણને શરણ થવું પડે છે. જ્યારે એક વખતના ભોગમાં અસંખ્ય જીવોની હિંસા થાય છે. શરીરની શક્તિ ઘટે છે. મન, વચન, કાયબળ ઢીલું થાય છે. ફરી ફરી ભોગોને ભોગવવાની લાલસા જાગે છે. ટૂંકમાં કામઇચ્છા કોઇ દિવસ પૂર્ણ થતી નથી. માટે જ જીવનને સારા વાતાવરણમાં રાખવા આગ્રહ કરાય છે. બાર વ્રતો અપેક્ષાએ ભલે સ્વતંત્ર છે. તેના અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત, એમ ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે તે પણ બરાબર છે. તેથી વધુ સ્પષ્ટ ને સમજવા જેવી વાત એ છે, કે - શીયળ એ સર્વોપરી છે. 18 પાપસ્થાનકમાં જેમ મિથ્યાત્વશલ્ય છે. તેમ બારે વ્રતોમાં શીયળ બ્રહ્મચર્ય પાલન સર્વોત્તમ છે. બાકીના 11 વ્રતો તેની સામે નબળા કહી શકાય. ઇન્દ્ર 32 લાખ વિમાનોના સ્વામી જ્યારે ઇન્દ્રસભામાં બેસે તે પહેલાં “નમો બંભયારણ” એ શબ્દનો ઉચ્ચાર કરી બ્રહ્મચર્યનો અને બ્રહ્મચારીનો મહિમા વધારે છે. કહી શકાય કે ત્રણે લોકમાં બ્રહ્મચર્ય વ્રતધારી પૂજનીય આદરણીય બને છે. જેમ આકાશમાં ગ્રહ, નક્ષત્ર, તારાઓ કરતાં ચંદ્ર સુશોભિત અને દર્શનીય છે. | મુનિજીવન અને મહાવ્રતા બ્રહ્મચર્ય જેમ શ્રાવકને સ્થૂલથી સ્વીકારવાનું હોય છે. તેમ સાધુ મહાપુરુષોને મૂળથી સ્વીકારવાનું હોય છે. યતિધર્મના 10 વિભાગમાં તેથી જ પ્રથમ “ક્ષમા” અને દશમું “બ્રહ્મચર્ય” દર્શાવાયું છે. ત્યાં એની ઘણી કિંમત છે. | મુનિઓ ચોથા વ્રતના પાલન માટે ખાસ નીચેની પાંચ ભાવના ભાવતા હોય છે. એ દ્વારા પોતાના મન, વચન, કાયાને, તેઓ નિર્મળ કરે, કરાવે છે.
Page #83
--------------------------------------------------------------------------
________________ 1. શુદ્ધ વસતિની જયણા. 2. રાગમય કથા વાર્તાલાપનો ત્યાગ. 3. પૂર્વાનુભૂત સ્મરણનો ત્યાગ. 4. સ્ત્રીના અંગોપાંગાદિનિરખવા નહિ. શરીર શૃંગાર આદિ રાગમયદ્રષ્ટિથી જોવા નહિ. ટાપટીપ જોવી નહિ વિ. 5. પૌષ્ટિક અથવા ઇન્દ્રિયપોષક આહાર કરવા લેવા નહિ. શરીર નભાવવા અલ્પ, નિરસ આહારી થવું. વ્રતપાલન, માટેના આ ભય સ્થાનોમાં મુખ્યત્વે નિવાસ, વચન, ચિંત્વન, નિરીક્ષણ અને આહારની ચર્ચા કરી છે. આત્મા નિમિત્તવાસી છે. જો નિમિત્ત સારા, સાનુકૂળ ન મળે તો સંયમનું શિયળનું શુદ્ધ પાલન કરી શકે નહિં એજ આનો સાર છે. બ્રહ્મચર્ય અને નવવાડો : બ્રહ્મચર્ય શુદ્ધ રીતે પાળવા માટે ખાસ સાધુ અને શ્રાવક માટે નીચે મુજબની નવ વાડો (નિયમો) પણ જ્ઞાની પુરુષોએ બતાડી છે. તેથી જીવનનું પતન થતું અટકે છે. 1) વસતિ - સ્ત્રી, નપુંસક, પશુરહિત સ્થાનમાં રહેવું. 2) કથા - સ્ત્રીઓની સાથે રાગથી એકાંતમાં વાતચીત કરવી નહિં. 3) નિષદ્યા - જે આસન (જગ્યા) ઉપર સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધી પુરુષે પુરુષ બેઠા હોય તો સ્ત્રીએ) બેસવું નહિ. 4) ઇજિય - સ્ત્રીના અંગોપાંગ જોવા કે ચિંતવવા નહિ. 5) કુક્યાંતર - સ્ત્રી પુરુષ સાથે સૂતા હોય, કામક્રિડા કરતા હોય ત્યાં ભીંતના આડે બેસવું (જોવું) નહિ. 6) પૂર્વક્રીડિત - પૂર્વે કરેલી કામક્રિડાનું સ્મરણ કરવું નહિં. 7) પ્રણિત આહાર - સ્નિગ્ધ, રસકસવાળો આહાર (ભોજન) લેવો નહિ. 8) અતિ માત્ર આહાર - સુધા શાંત થાય તેથી વધુ આહાર લેવો નહિં. 9) વિભૂષા - શરીરની શોભા (શૃંગારાદિથી) કરવી નહિ. | પાંચ અતિચાર નવવાડ જેમ બ્રહ્મચર્યના પાલન વખતે નજર સામે જેમ હોવી આવશ્યક છે. તેમ નીચેના પાંચ અતિચારો રહિત પણ વતન સુવિશુદ્ધ રાખવા અત્યંત આવશ્યક છે. 1. અપરિગૃહિતાગમન - વેશ્યા જેવી સ્ત્રીઓ સાથે ગમન કરવું. 2. ઇત્વવ પરિગૃહિતાગમન - થોડા ટાઇમ માટે રાખેલી સ્ત્રી સાથે ગમન.
Page #84
--------------------------------------------------------------------------
________________ 3. અનંગ કિડા - સ્ત્રીના અવયવોને સ્પર્શ કરવો. 4. પરવિવાહકરણ - બીજાના (નાતરું પુનર્લગ્ન) લગ્ન આદિ ગોઠવી આપવા. 5. કામભોગનો તીવ્ર અભિલાષ - વિષય વિલાસ ભોગવવાની અત્યંત ઉત્કંઠા. બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરનાર (ચુસ્ત રીતે પાળનાર) આત્માને મુખ્યત્વે નરકાદિ દુર્ગતિમાં જવું પડતું નથી. જેણે ધર્મસાધના કે આધ્યાત્મિક રીતે કાયોત્સર્ગ ધ્યાનાદિ અઅલીત કરવાની મનોકામના હોય તેણે સર્વપ્રથમ આ વ્રતનો દ્રઢતાથી સ્વીકાર કરવો જોઇએ. Iબ્રહ્મચર્યના પાલનના પગથિયા બ્રહ્મચર્ય પાલન એક અગ્નિ પરીક્ષા સમાન છે. સાવધાની જો બરાબર રાખે તો તરી જાય. માટે તેના પતનના પગથિયા જોઇ લઇએ. 1) સર્વપ્રથમ એક બીજાને આંખ આમંત્રણ આપે. 2) ચિત્તભ્રમ થવાથી સામી વ્યક્તિનું વારંવાર સ્મરણ થાય. 3) મેળવવા મળવા માટે પ્રયત્ન થાય. 4) ન મળે તો બેચેની થાય, ઉંઘ હરામ થઇ જાય. 5) અનિદ્રાથી શરીરમાં વ્યાધિ | હાની થાય. 6) દિવસભર અન્ય પ્રવૃત્તિમાં ઉદાસીનતા આવે. 7) શરમ લજ્જા ત્યાગની ભાવના. 8) ઉન્માદ પાગલપણું. 9) કામાંધતાના કારણે વિવેક બુદ્ધિનો અભાવ. 10) કાર્ય ન સધાતા મૃત્યુની પસંદગી. 11) એકાંત (12) અંધકાર 13) અનુકૂળતા એક જ ભવ (જીવન) માં આ રીતે અબ્રહ્મના સેવનના વિચારો માત્રથી પતન થવું સંભવિત છે. શીલ બ્રહ્મચર્યની વિરાધના પતનના પગથિયાની સાથે શીયળ પાળવામાં વિનરૂપ નિમિત્તો આવા અનુભવાય છે. 1. સ્ત્રી સંસર્ગ, 2. રસિક આહાર, 3. સુગંધિત શરીર, 4. કોમળ શવ્યા. 5. શૃંગાર, 6. મધુર-મીઠા શબ્દ શ્રવણ, 7. ધન લાલચ, 8. કુશીલ સંસર્ગ, 9. સેવા, 10. રાત્રીમાં પ્રવાસ.
Page #85
--------------------------------------------------------------------------
________________ 1. સ્મરણ, 2. કીર્તન, 3. કેલિ, 4. પ્રેક્ષણ, 5. ગુહ્મભાષણ, 6. સંકલ્પ, 7. અધ્યવસાય, 8. ક્રિયા નિવૃત્તિ. આ પ્રકારે મૈથુન છે. જેનાથી વિપરીત રીતે પ્રવૃત્તિ કરવી એ આઠ પ્રકારનું બ્રહ્મચર્ય સમજવું. ચક્રવર્તિનો ઘોડો (અચરત્ન) જે 14 રત્નમાં મહત્વનું સ્થાન શોભાવે છે. તેના દ્વારા પણ બળજબરીથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવામાં આવે છે. કારણ કે તેણે યુદ્ધભૂમિ આદિમાં મહત્વનું કાર્ય કરવાનું હોય છે. છેલ્લે એ તિર્યંચનો જીવ બ્રહ્મચર્યના કારણે ૮માં દેવલોકને પામે છે. સર્વ સામાન્ય રીતે નીચે મુજબના લાભો બ્રહ્મચર્યના વ્રતધારીને જીવનમાં થાય છે. 1. જીવનમાં આરંભેલા શુભ કાર્યમાં યશ મળે. 2. જીવનમાં આધિ વ્યાધિ, ઉપાધિ, રોગાદિને પ્રવેશ ન મળે. 3. લોકોપવાદ, લોકનિંદા, પ્રાણનાશાદિ ભયોથી બચી જવાય. 4. મન, વચન, કાયાની શુદ્ધિથી ધર્મધ્યાનમાં વૃદ્ધિ થાય. 5. પરભવમાં સદ્ગતિ, દેવગતિ, કર્મરહિત મોક્ષ પ્રાપ્તિ થાય. 6. સુસાહિત્ય વાંચન વિવેકબુદ્ધિ અપાવે. 7. વેષભૂષાથી સંસ્કારી સભ્ય, વ્યક્તિની ઓળખ થાય. 8. આંખો તેજસ્વી, નિર્વિકારી ને અમિદ્રષ્ટિવાળી બને. 9. વિચાર સાત્વિક, દયાળુ, હિતકાંક્ષી હોય. ૧૯માં મલ્લીનાથ ભગવાન પૂર્વ ભવમાં માયા કરવાના કારણે સ્ત્રી અવતારને પામ્યા હતા. સ્ત્રી ભવની ચિંતકોએ સારા સંસ્કારી પુત્ર આપનારી માતા હોવાથી પ્રશંસા કરી છે. તે જ રીતે સ્ત્રીને નરકની ખાણ તરીકે વર્ણવી છે. બ્રહ્મચર્યનું જે સ્ત્રી પુરુષ પાલન કરે છે તેના જન્મોજન્મ સુધરે છે. આ દ્રષ્ટિ નજર સમક્ષ રાખી મલ્લકુમારીએ પોતાનું માગણું કરવા આવનારને પ્રતિબોધ થાય તે ભાવથી એક સુવર્ણકુમારી(સોનાની પોતાના પુતળી) બનાવી હતી અને રાજપુત્રોને તેની મુલાકાત કરી આવવા કહેવામાં આવતું હતું. પુતળું જેટલું મોહક હતું તેટલી જ મલ્લીકુમારી સર્વ રીતે યોગ્ય જ હતી. રૂપમાં મોહીત થયેલા રાજપુત્રો માટે કુમારીએ પુતળાની નીચે વૈરાગ્યમય સંદેશો લખેલો સ્ત્રી - એ દુઝતી (દઝાડતી) વિષવેલી છે. હોઠ - પરવાળા જેવા લાલ (રાતા) હોઠ વિષવેલીના તાજા સુકમાળ પાન છે. હાસ્ય - મંદ મંદ હાસ્ય વિષવેલીના ફૂલ છે. સ્તન - કઠણ અને વિશાળ સ્તન વિષવેલીના તાજાં ખીલેલા ફળ છે.
Page #86
--------------------------------------------------------------------------
________________ રામાન - સ્ત્રીની સાથે કરેલો સમાગમ (ભોગ) નરકની ખાણ છે. માટે હે આત્મન્ ! ચેત. કિંપાકના ફળ જેવાં અબ્રહ્મના સેવનથી વિરામ પામ. અટકી જા. ' બ્રહ્મચર્યના પાલન કરતી વખતે નજર સામે મુનિઓ જે પાંચ ભાવના ભાવતા હોય છે. તે 1. આહારથી ગુપ્ત હોય, 2, અવિભૂષિતાત્મા હોય, 3. સ્ત્રીને (રાગાદિ) નજરે ન જૂએ, 4. સ્ત્રીના સંસ્તવ ન કરે અને 5. યુદ્ધ કથા ન કરે. તે ભાવનાને ધ્યાનમાં રાખવી જરૂરી છે. સારી ભાવના, સારા વિચાર, વતપાલનમાં સારું મનોબળ આપે છે. ચાર ગતિમાં રહેલાં જીવોમાંથી ત્રણ ગતિના જીવો ઓદારિક અને દિવ્ય (વેક્રિય) એ બે ભેદમાંથી ગમે તે રીતે મૈથુનનું સેવન અલ્પ યા અધિક માત્રામાં કરે છે. નરકના જીવોને તો અશુભલેશ્યા, મૈથુન, કષાયો અદિ દ્વારા જે કુકર્મો કર્યા હોય તે ભોગવવાના જ હોય છે. દેવગતિના જીવો તો વૈષયિક સુખના પરમ અનુભવી હોય છે. આઠમાંથી ૧૪માં રાજલોક સુધીમાં તેઓ ક્રમશઃ સુખ સમૃદ્ધિ આયુષ્યાદિની વૃદ્ધિનો અનુભવ કરનારા હોય છે. એટલે તેઓનું મૈથુન સેવન પણ ક્રમશઃ ઓછું થતું જાય છે. માત્ર વિરતિના પચ્ચખાણનો સ્વીકાર કરી શકતા ન હોવાથી જે રીતે લાભ મળવો જોઈએ તે રીતે લાભ મેળવી શકતા નથી. (ન ભોગવવાં છતાં ત્યાગી કહેવડાવી શકતા નથી.) દેવલોક દેવલોકના નામ ભોગવવાના પ્રકાર સૌધર્મ ઇશાન માત્ર શરીરથી સુખ ભોગવે. 3/4 સનત મહેન્દ્ર દેવીના અવયવોને સ્પર્શી આનંદ પામે. બ્રહ્મ / લાંતક દેવીઓના માત્ર રૂપ જોઇને તૃપ્ત થાય. મહાશુક, સહસ્ત્રાર દેવીઓના માત્ર શબ્દોનું શ્રવણ કરી તૃપ્ત થાય. આનત / પ્રાણત દેવીઓના માત્ર મનથી સ્મરણ કરી તૃપ્ત થાય. આરણ અશ્રુત ચિંતન કરી વૈષયિક સુખ અનુભવે. બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરવાથી જીવને વિધવાપણું, વંધ્યાપણું, મૃતક પુત્રનું જન્મવું, યોનિ પેટમાં શૂળાદિ ઉત્પન્ન થવું વિગેરે રોગ અને દુઃખો આત્માને ભોગવવા પડે છે. હાથના કર્યા હૈયે વાગે અથવા બીજાને દુઃખ આપવાથી આર્થિક સાનુકૂળતા હોવા છતાં ડાયાબિટીસના રોગીને મીઠું ગળપણ ચાળખા પણ મળતું નથી. એમ જીવ અકલ્પનીય દુઃખ પામે છે. તેથી વ્રતને અખંડ રીતે શ્રદ્ધાથી પાળવું જોઇએ. 1/2 W8
Page #87
--------------------------------------------------------------------------
________________ સ્વાશ્ય અને શીલવત માત્ર અનેક વખત ભોગ ભોગવવાથી જેમ 2 થી 9 લાખ સમૂચ્છિમ્ પંચેન્દ્રિય જીવોની હત્યાનું પાપ લાગે છે. તેમ શરીર વિજ્ઞાનીઓ કહે છે, કે એક વખતના ભોગમાં 3 થી 10 દિવસ જેટલી માનસિક શારિરીક શક્તિનું નુકસાન થાય છે. તેથી જ દીધું જીવનની, સ્વાવલંબી જીવનની જો પ્રાપ્તિ કરવી હોય તો ક્ષણભરના સુખને ત્યજી અનેક ભવના દુઃખોને આમંત્રો નહિં. પ્રાચીન કાળમાં વૈદ્યો કોઇ પણ દર્દની દવા દર્દીને આપે તો તે પહેલા વિધેયાત્મક પથ્ય પાળવાનું ભારપૂર્વક કહેતા હતા. કોઇ પણ દવા રોગને દૂર ક્યારે કરે ? જ્યારે રોગને પોષક તત્ત્વો શરીરમાં ન જાય ત્યારે. માટે જ શરીરની સુખકારી શીલવ્રતને પાલનમાં છુપાઇ છે. એ નિશ્ચિત છે. કિર્મશાસ્ત્ર ને શીયળ | કર્મ 8 છે. 4 ધાતી જે કર્મનો નાશ કરે અને 4 અધાતી જે બાંધેલા કર્મભોગવે. વેદનીય કર્મ અધાતી કર્મમાનું એક છે. તેના દ્વારા જીવ સુખ દુઃખનો અનુભવ કરે છે. શારીરિક સુખ ત્યારે જ મળે જ્યારે જીવદયાનું ઉત્તમ રીતે પાલન કર્યું હોય તો.. જે આત્મા શીલવતને પાળે છે. તે 2 થી 9 લાખ સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવોને અભયદાન આપે છે. આમ જે બીજાને સુખ આપે છે તે પોતે સુખી થાય છે. ધાતી કર્મમાં અંતરાય કર્મ છે. તેના પાંચ ભેદ છે. વીર્યાન્તરાય અને ભોગવંતરાય એમ તેમાંના બે ભેદ છે આમ શક્તિનો વિકાસ કે ભોગ ઉપભોગ સંયમી વપરાશ કરનાર નવા કર્મ બાંધતા નથી. સુવર્ણાક્ષરે લખાયેલા બ્રહ્મચારીઓ / આ નવ નારદ - બ્રહ્મચર્યના કારણે મોક્ષે ગયા. સ્થૂલિભદ્રજી - સંસારી અવસ્થામાં કોશા વેશ્યાને ત્યાં રહ્યાં છતાં સંયમી થઇ ચોમાસું કરતાં વેશ્યાને શ્રાવિકા બનાવી પોતે નિષ્કલંક બ્રહ્મચારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. 84 ચોવીશી નામ અમર રહેશે. જ વિજય શેઠ- વિજયા શેઠાણી ત્રિવિધે બ્રહ્મચર્ય પાળી સંયમ લઇ ધન્ય બન્યા, વિમળ કેવળીના વચન અનુસારતેઓની ભક્તિમાં 84 હજારસાધુની ભક્તિનું પુણ્ય થશે. સુભદ્રા સતિએ ચંપાનગરીના દ્વાર ખોલ્યા. રાણી કલાવતિના સેવકોએ રાજાજ્ઞાથી બન્ને કાંડા કાપ્યા, પણ શીયળના પ્રભાવે
Page #88
--------------------------------------------------------------------------
________________ આ બન્ને હાથ જેવા હતા તેવા થઈ ગયા. સતિ અંજના ઉપર કલંક લગાડ્યું પણ શીલવ્રતધારીનું 22 વર્ષ બાદ પવનંજય સાથે સમાધાન થયું. સતિ દ્રોપદીનું રાજા પધોત્તરે હરણ કર્યું પણ દ્રઢ મનવાળી સામે તેનું કાંઇ ન ચાલ્યું. રાણકપુર તીર્થના નિર્માતા ધરણા શાહે 21 વર્ષની યુવાન વયે બ્રહ્મચર્ય સ્વીકાર્યું. રહનેમિને રાજીમતિજીએ બ્રહ્મચર્યમાં સ્થિર કર્યા. અષાઢાભૂતિ ભાન ભૂલેલી નટકન્યાને જોઇ ફરી સંયમી થયા. સુદર્શન શેઠ અભયારાણીની ઇર્ષાના કારણે આપત્તિમાં આવ્યા પણ દ્રઢ વ્રતના કારણે શૂળીનું સિંહાસન કર્યું. સતિ સીતાની અગ્નિ પરીક્ષા થઇ. મહામંત્રી પેથડ શાહ - 32 વર્ષની યુવા ઉમરે બ્રહ્મચારી થયા. | શીલનું પાલન ન કરનારા દુઃખીયારા) કુબેરદત્ત - કુબેરદત્તા એક ભવમાં અનેક (18) નાતરા થયા. વેગવાન - ધનમાલાના સુખની વિધાધરે ઇર્ષા કરી અપહરણ કર્યું. મુનિ કુલવાલક - જંગલમાં ગયા છતાં કર્મ વેશ્યાના કારણે જીવન બગડ્યું. રાવણે વિષયાંધ થઇ સીતાનું હરણ કર્યું. રાજા ભુંજને તિલંગદેશની રાજકન્યાના કારણે ઘરે ઘરે ભીક્ષા માગવી પડી. બ્રહ્મદત્ત ચક્રવર્તી સ્વપત્નિ કુરુમતિમાં ઘણો આસક્ત હતો તેથી મૃત્યુ સમયે પણ તેનું રટણ કરી નરકે ગયો. ઉત્તમ સાધક ચિત્રમુનિને સનતચક્રીની પટરાણી સુનંદાના વાળ માત્રનો સ્પર્શ થયો. તેથી મુનિએ વિવશ થઇ નિયાણું કર્યું. ઉત્તમોત્તમ નારીનો સ્વામી થાઉ. પરિણામે એ બ્રહ્મદત્ત ચક્રી થયા. કુમારનંદી સોનાર હાસા પ્રહાસા પાછળ પાગલ થઇ અગ્નિકુંડમાં બળી મર્યો. કુંડરિક મુનિ પુંડરિક રાજાની સેવા સુશ્રુષાના તથા 2 દિવસના રાજ્યલોભે નરકે ગયા. *
Page #89
--------------------------------------------------------------------------
________________ સાધ્વી લક્ષ્મણાએ 80 ચોવીસી સુધી સંસાર વધાર્યો. સ્વરૂપવાન સાધ્વી સુકુમાલિકા શીલને સાચવવા અનશન કર્યું, કાળધર્મ પામેલા સમજીને જંગલમાં ત્યજી દીધા. વટેમાર્ગુની ઉત્તમ સેવાના કારણે શુદ્ધિમાં આવ્યા પણ અંતે રૂપના કારણે પતન થયું. છેલ્લે] આ ભવનું પ્રથમ કર્તવ્ય છે પરિવર્તન અને પછીનું મહત્વનું કામ પરીવર્તનનાં ભાવોને ટકાવી રાખવાનાં અધ્યાત્મના માર્ગે ટકી રહેવા માટે સતત સત્સંગની જરૂર છે. અધ્યાત્મનો માર્ગ એ યુદ્ધનો માર્ગ છે. એ કુરુક્ષેત્રમાં બુંગીયા વાગવાના, શંખનાદ થવાના પણ વીરયોધ્ધો એનું નામ છે જે ગભરાયા વિના લડી લે. વ્યામોહમાં સપડાતો નથી. પાપના નિમિત્તો સાથે આવે ત્યારે હારી જાવ, કાયર બની એની શરણાગતિ સ્વીકારી લો. તે કેમ ચાલે ? એવા પ્રસંગે જોરથી લડી લેવાનું. કર્મોનું કામ હુમલા કરવાનું અને આપણું કામ પ્રત્યેક હુમલાને ફેઇલ કરવાનું. સાંજે રોડ પરથી પસાર થઇ રહ્યા હો સામે પાઉભાજીની લારી દેખાય, આઇસ્ક્રીમની રેંકડી દેખાય, પાન વાળાનો ગલ્લો દેખાય એટલે અંદરમાં એક હુમલાની તૈયારી શરૂ થઇ જાય. સૌ પ્રથમ મન તેયારી કરે પછી જીભસવવળે અને કરે તે સુતેલા આંતરડાને જગાડે. મન બ્લેક મેઇલ કરે. પણ આને ફેઇલ કરી નાખવાનું સત્વ તુરંત જ ફોરવવું પડશે. સત્વને ફોરવે એનું જ બીજું નામ યૌવન છે. સૌથી મહત્વની ટોપ મોસ્ટ પિરિયડ જ યુવાની છે. લસલસતા યૌવનને સત્વની સાંકળીથી બાંધી દો તો વિજય તમારે હાથ છે. યૌવન એકાંત અને અંધકાર ત્રણેય તત્વો ભેગા હોય અને નિમિત્ત પણ સાથે હોય આવી ક્ષણોમાં વિરોધ્ધાની જેમ નબળા વિચારોનું પોસ્ટમોર્ટમ કરી જીવનની ચાદરને પવિત્ર રાખવી જોઇએ. પાકીટમારની નજર ખીસ્સા તરફ હોય પણ યુવાનની નજર સદાચાર તરફ જ હોય. બેસ્ટમેન આઉટ થયા પછી અમ્પાયર આંગળી ઊંચી કરે છે. આંગળી ઉંચી કરનાર અમ્પાયર ખરાબ નથી. ચકલી ઉડી એ ખરાબ નથી પણ પોતે બરાબર ન રમ્યો એ ખરાબ છે. રાવણ જેવા રાવણ પણ જંગતને બે સંદેશા આપી ગયા કે કોઇ ચીજનો તંત પકડતા નહી અને પરસ્ત્રી પાછળ પાગલ બનતા નહી.
Page #90
--------------------------------------------------------------------------
________________ યુવાનો ! યૌવનને સદાબહાર મસ્ત રાખવાનાં આ બે સૂત્રોને સદેવ સાથે જ રાખજો. કેટલાક પ્રશ્નોત્તર અો તારક દેવ ! આપના જેવો જ મારો આત્મા અવેદી બ્રહ્મ સ્વરૂપી છે. તેને ભૂલી તૃષ્ણાના તાર લંબાવી વિષય વાસનાને વશ બની અનંતળી એંઠ જેવા પુદ્ગલના ભોગવટામાં પાગલ બન્યો. ધિક્કાર છે મને.... હવે પાછો ફરું નિર્વિકાર ભાવમાં... બ્રહ્મલીન બનું, સ્વરૂપમાં જામી જાઉ એવી કરુણા કરજો. પ્ર. 1 મૈથુન વિરમણ એટલે શું ? ઉત્તર અબ્રહ્મચર્યનો ત્યાગ યથાશક્તિ બ્રહ્મચર્યનું પાલન. પ્ર. 2 બ્રહ્મચર્યના પાલનથી શું લાભ થાય છે ? ઉત્તર ઇન્દ્રિયો સતેજ બને છે. હૃદય બળવાન, શરીર નિરોગી બને છે. બુદ્ધિની તીણતા તથા ચિત્ત સ્વસ્થ રહે છે. આ બધા બાહ્ય લાભ છે. અંતરંગ લાભ આનાથી પણ મહાન છે. સંસાર પરિમિત બને છે. કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્ર. 3 બહાચર્યમાં વિકારનો શિકાર બનાવનાર પ્રચલિત સાધન કયા કયા છે ? ઉત્તર અશ્લીલ સાહિત્ય, સ્ત્રીના ખુલ્લા અંગોપાંગવાળા ચિત્રો, ટી.વી., સિનેમા, નાટક, વિડીયો વગેરે જોવા. હોટલ, કલબોમાં જવું. ડીસ્કો, ગરબામાં સ્ત્રી પુરુષો સાથે રમે વગેરે. પ્ર. 4 શ્રાવક આ વ્રત કેવી રીતે ગ્રહણ કરી શકે છે ? ઉત્તર સ્વ સ્ત્રીની મર્યાદા અને પરસ્ત્રીનો ત્યાગ કરીને આ વ્રતની પાલના કરી શકાય છે. પ્ર. 5 આ વ્રત કેટલા ભાંગાથી કરવામાં આવે છે? ઉત્તર 1) દેવ-દેવી સંબંધી દુવિહં તિવિહેણ બે કરણ અને ત્રણ જોગ આ ભાંગાથી પ્રત્યાખ્યાન લેવાય છે. 2) મનુષ્ય તિર્યંચ સંબંધી એગવિહં-એગવિહેણ આ ભાંગાથી પ્રત્યાખ્યાન લેવામાં આવે છે. એક કાયાથી કરવું નહિ.
Page #91
--------------------------------------------------------------------------
________________ પ્ર. 6 શારીરિક આત્મિક વિટામીનનો પાઠ કયો ? ઉત્તર બુરા મત દેખો બુરા મત સોચો. પ્ર. 7 સૌથી ઉત્તમ તપ કર્યું? ઉત્તર બ્રહ્મચર્ય, તવેસુ વા ઉત્તમ બંબચે. પ્ર. 8 શક્તિ વર્થિકા ને બુદ્ધિ વર્ધિક ગુટીકા કઈ ? ઉત્તર બ્રહ્મચર્ય. પ્ર. 9. વીર્ય રાજાનો રશક કોણ ? ઉત્તર બ્રહ્મચર્ય પ્ર. 10. અબ્રહની ઇચ્છા કઇ સંશા કહેવાય ? ઉત્તર મૈથુન સંજ્ઞા. પ્ર. 11. શ્રી દશવૈકાલિક સૂત્રમાં અધર્મનું મૂળ કોને કહ્યું છે ? ઉત્તર અબ્રહ્મચર્યને મૂલમેયમહમસ્સ. પ્ર. 12 આ ચોથા વ્રતમાં કેટલી ગતિના જીવો બતાવ્યા? કયા કયા ? ઉત્તર ત્રણ. દેવતા, મનુષ્ય અને તિર્યચ. પ્ર. 13 વૈશ્યાગમન અતિચાર છે કે અનાચાર ? ઉત્તર વેશ્યાને વેશ્યા સમજીને ગમન કરવું તે અનાચાર છે અને તેની સાથે આલાપ સંલાપ કરવો તે અતિચાર છે. પ્ર. 14. પ્રતિક્રમણમાં જીવોનું કતલખાનું કયાં બતાવ્યું છે ? ઉત્તર ચોથા વ્રતમાં. મૈથુન ક્રીડા. પ્ર. 15. મૈથુનના અતિચાર કેટલા છે? કયા કયા ? ઉત્તર મૈથુનના અતિચાર પાંચ છે. 1) ઇત્તરિપરિગ્નેહિયાગમો, 2) અપર પરિગ્નહુઆગમણે, 3) અનંગકીડા, 4) પરવિવાતકરણે, 5) કામભોગસુતિવાભિલાસા. પ્ર. 16. લગ્નના દલાલ બને તો કયો અતિચાર લાગે ? ઉત્તર પરવિવાહકરણનો અતિચાર લાગે.
Page #92
--------------------------------------------------------------------------
________________ પ્ર. 17. કોઇ શ્રાવક પોતાના પુત્ર-પુત્રીનો વિવાહ સંબંધ કરાવે તો શું એનું વ્રત દુષિત થાય છે? ઉત્તર ના ! ગૃહસ્થીને પોતાના પુત્ર-પુત્રીનો વિવાહ સંબંધ કરવો તે તેમનું કર્તવ્ય છે. એટલે સ્વસંતાન માટે વિવાહ સંબંધથી વ્રત દુષિત નથી થતું. પણ પરવિવાકરણનો અતિચાર લાગે છે. પરંતુ બીજાનો વિવાહ સંબંધ કરે તો જરૂર દોષ લાગે છે. પ્ર. 18. નાની ઉંમરની પોતાની સ્ત્રી સાથે ગમન કર્યું હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર ઇત્તરિ પરિગ્દહિયા ગમણનો અતિચાર લાગે. પ્ર. 19 જે સ્ત્રીની સાથે સગાઇ થઇ છે પણ લગ્ન થયા નથી તેની સાથે ગમન કર્યું હેય તો કયો અતિચાર લાગે ? ઉત્તર અપર પરિગ્રહિયાગમાણેનો અતિચાર લાગે. પ્ર. 20. સ્વભાવિક અંગ સિવાય અન્ય અંગ સાથે કામક્રીડા કરી હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર અનંગકીડાનો અતિચાર લાગે. પ્ર. 21. કામભોગને વિષે તીવ્ર અભિલાષા કરી હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર કામભોગસુતિવાભિલાષાનો અતિચાર લાગે. પ્ર. 22. શુદ્ધ અને શિયળ પાળવાથી પરમ કલ્યાણ કોણે કર્યું ? ઉત્તર સુદર્શન શેઠ, સીતા, વિજય શેઠ વિજયા શેઠાણી વગેરે. પ્ર. 23. સૌથી શ્રેષ્ઠ બહાચર્ય કોનું વખાણાયું? ઉત્તર પ્યુલિભદ્રનું. પ્ર. 24. ચોથા વ્રતમાંથી ડગતાને સ્થિર કરનાર કોણ ? ઉત્તર રાજીમતી રહનેમિને સ્થિર કરે છે. પ્ર. 25. કયા વ્રતના પાલનથી શુળીનું સિંહાસન થયું? અને કોનું થયું ? ઉત્તર ચોથા વ્રતનું પાલનથી સુદર્શન શેઠને શૂળીનું સિંહાસન થયું. પ્ર. 26. બહાચર્યને ઉપમા કેટલી આપી છે ? ઉત્તર 32 (બત્રીસ) પ્ર. 27. બ્રહ્મચર્ય સંરક્ષક વાડ કેટલી છે? ઉત્તર 9 (નવ) નવવિહ બંભર્ચર ગુત્તિહિ.
Page #93
--------------------------------------------------------------------------
________________ છે તૃષ્ણામાં ન થશો લીન , * પુણ્ય ઉપરનો વિશ્વાસ જેટલો ઓછો એટલી સંઘરવાની વૃત્તિ વધુ. લોભવૃત્તિ ભોગવવા માંગતી નથી માત્ર ભેગું કરવામાં માને છે. ભોગમાં મર્યાદા છે પણ લોભમાં કોઇ મર્યાદા નથી. કોઇપણ માણસ કેવો છે એનો નિર્ણય કરવો હોય તો તેને ચિક્કાર પૈસો આપી દો. મૂડીમાંથી 25% ધંધા ખાતે, 25% ધર્મખાતે 25% કુટુંબ ખાતે 25% અનામત ખાતે જ્ઞાની સામગ્રીના માલિક હોય અજ્ઞાની સામગ્રીના ગુલામ હોય જીવનમાંથી તૃષ્ણા ઘટી તે સુખી અઢળક સંપત્તિની પથારી કાયમ મુલાયમ હોય છે.તેમાં સૂઇ જવું સહેલું છે પણ એમાંથી ઉઠવું બહુ મુશ્કેલ છે. સંતોષી નર સદા સુખી સુખી માણસ સદા સંતોષી હોય. રાખ્યું તે રાખ થયું આપ્યું તે આપણું થયું - 'मृच्छा परिग्गहो वृत्तो / इइवृत्तं महेसिणा दशवै अ-६ गा.२१ ભાવાર્થ - પ્રભુ મહાવીરે વસ્તુને નહિ પણ વસ્તુ પ્રત્યેની મૂર્છાને પરિગ્રહ કહ્યો છે. रवेतं,वत्थुहिरण्णं च, पुत्तदारं च बांधव / चइताणं इमं देहं, गन्तवमव सस्स मे / ભાવાર્થ - ક્ષેત્ર, ઘર, સુવર્ણ, પુત્ર, સ્ત્રી, બંધુજંન અને આ શરીરને પણ એક દિવસ પરવશ થઇ છોડી જવાનું છે. શ્રાવકનાં 12 વ્રતમાંના પાંચમા વ્રતનું નામ છે. “સ્યુલપરિગ્રહ પરિમાણ વ્રત.” સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવ પ્રત્યેક ગતિમાં મળેલી સામગ્રી પર મમતા
Page #94
--------------------------------------------------------------------------
________________ કેળવી કેળવીને મૂર્છાના સંસ્કારો ગાઢ બનાવ્યા છે. કીડીના ભાવોમાં સાકર પાછળ..તો મંકોડાના ભાવોમાં ગોળના રવા પાછળ..બિલાડીના ભાવોમાં ઉદર પાછળ...તો કૂતરાના ભવમાં રોટલાના ટુકડા પાછળ ! વાપીના ઉપાશ્રયની અંદરના ભાગમાં જ એક કુતરીએ ગલૂડિયાઓને જન્મ આપી દીધો...સવારના એ બાજુ મુનિવરને જવાનું થયું ત્યારે ખ્યાલ એમને આવ્યો...કરવું શું ? બાજુમાં જ રહેતા એક ભાઇએ ભૂખી થયેલી કુતરી પોતાનાં બચ્ચાઓને મારી ન નાખે તે માટે શીરો લાવીને કૂતરીને ખવડાવ્યો. કૂતરી તો એ ઘર ભાળી ગઇ. ચાર પાંચ દિવસ સુધી પેલા ભાઈ અવારનવાર કૂતરીને રોટલા આપ્યા કરે...એક વખત તો કૂતરીને 12/15 રોટલાઓ નાંખી મોઢામાં લઇને કૂતરી પોતાના ગલુડિયા આગળ આવી .કલાક બાદ પછી ક્યાંયથી મોઢામાં રોટલીઓ લઇને આવી..આશ્ચર્ય થયું કે શું આટલી બધી રોટલીઓ કૂતરી ખાઇ જાય છે ? પરંતુ જ્યાં કૂતરી બચ્ચાઓં સાથે રહેતી હતી ત્યાં જઈને જોયું, તો નવી રોટલીઓ બાજુમાં પડી હતી અને કૂતરી બે પગે ખાડો ખોદી રહી હતી. ખાડામાં નજર કરી તો 60/70 રોટલીઓ તેમાં પડી હતી. આ નવી રોટલીઓ પણ કૂતરીએ અંદર નાખી દીધી..અને ખાડો પાછો પુરી દીધો ! તિર્યંચના અવતારે પણ સંગ્રહવૃત્તિના કેવા કાતિલ સંસ્કાર ! એટલે ભેગું કરતાં માત્ર માનવને જ આવડે છે તેવું નથી. ઢોરને પણ આ બધું આવડે છે ! માનવ પાસે વિવેકદૃષ્ટિ છે..સારાસારનો ભેદ તે પાડી શકે છે..અને એટલા જ માટે તેના જીવનને અતિ કિંમતી જીવન ગયું છે... ગૃહસ્થ પોતાનું જીવન ચલાવવા માટે જીવન જરૂરિયાતની જોઇતી ચીજોમાં મૂછના ત્યાગ સાથે, રાખવાની વસ્તુઓનું જો પરિમાણ અર્થાત્ મર્યાદા નક્કી કરી દે, તો જીવન ખૂબ જ શાન્તિથી પસાર કરી શકે છે. આ એક અર્થમાં કહીએ તો પરિગ્રહ પરિમાણ એટલે ખવાઇ જતા પુણ્ય પર બ્રેક લગાવી દેવી...પાપકર્મના ઉદયથી આવતાં દુઃખોને અગવડોને પ્રતિકૂળતાઓને રોગોને વધાવી લેવાની વાત શ્રી જિનશાસને કહી છે, પરંતુ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થતાં માન સન્માન, અનુકૂળતા સુખસાહ્યબી.સગવડો વગેરેને તો લાત મારવાની જ વાત કરી છે. પરિગ્રહપરિમાણમાં આજ વાત છે...પુય જોર લગાવતું હોય અને કદાચ કરોડપતિ થઇ જવાની શક્યતા દેખાતી હોય અને અત્યારથી જ પચાસ લાખનું પરિગ્રહપરિમાણ નક્કી કરી દે તો ખવાઇ જવાની શક્યતાવાળા પુણ્યકર્મને સ્થગિત જ કરી દીધું ને ? તુચ્છ ક્ષણભંગુર ચીજોની પ્રાપ્તિ ખાતર મહામૂલા પુણ્યકર્મના મૂડી જો વેડફી નાખવામાં આવે તો પછી આત્મકલ્યાણમાં સહાયક બનનારી ઉત્તમ ધર્મસામગ્રીની પ્રાપ્તિ કઈ મૂડીથી થાય ?
Page #95
--------------------------------------------------------------------------
________________ ભૂલશો નહિ.સામગ્રીઓ પ્રત્યેની કાતિલ મૂર્છાએ આત્માને માટે દુર્ગતિઓની પરંપરા સર્જી દેનાર ભયંકર પાપ છે...આ દુનિયાના બધા વિગ્રહોનું મૂળ પરિગ્રહ છે.જેના જીવનમાં પરિગ્રહનું પાપ ઘટયું તેના જીવનમાં વિગ્રહો સ્વાભાવિક રીતે જ ઘટી જવાના...! રાજગૃહીનોદ્રમક રોટલાના ટુકડાની મૂછએ સાતમી નરકમાં ગયો તો મમ્મણ શેઠ પણ મળેલી સામગ્રી પ્રત્યેની તીવ્ર આસક્તિથી સાતમી નરકે ગયો... પેલા દરિયાની મુસાફરી કરી રહેલા શેઠને કોઇકે સલાહ આપી.શેઠ ! આગ અને પાણીનો ભરોસો કરવો નહિ..તમે મોટો ભાગે દરિયામાં મુસાફરી કરતા હો છો...ક્યારેક દરિયામાં ભયંકર તોફાન ઉપડે અને વહાણ તૂટે તો તમે શું કરો ? તરતાં તો તમને આવડતું નથી.એમ કરો, અઠવાડિયાની અંદરતરતાં શીખી જાઓ...પછી દરિયાઇ મુસાફરીમાં કોઇ જોખમ નહિ રહે..!” “ભાઇ ! અઠવાડિયું તો શું એક દિવસ પણ મારી પાસે ફાજલ નથી. ધંધું એટલો બધો મોટો છે કે તેમાંથી સમય મેળવવો મારે માટે કઠિન છે...એટલે બીજો કોઇ ઉપાય હોય તો કહો.. “શેઠ ! તો એમ કરો. જ્યારે જ્યારે પણ દરિયાઇ મુસાફરીએ નીકળો ત્યારે ત્યારે વહાણમાં ખાલી પીપ ખાસ રાખજો. કદાચ તોફાનાદિ થાય અને વહાણ તૂટે તો કમ્મરે આ પીપ બાંધી દેજો. પાણીમાં પડવા છતાં તમે અચૂક બચી જશો... ત્યારથી શેઠ વહાણમાં ખાલી પીપ રાખવા લાગ્યા. ચારેક વરસ બાદ એક વાર ભયંકર વાવાઝોડું આવ્યું..વહાણનાં પાટિયે..પાટિયાં જુદાં થઈ ગયાં...જેને જેને તરતાં આવડતું હતું તે બધા ય કુદી પડ્યા....શેઠ પણ ખાલી પીપ બાંધીને કૂદવાનો વિચાર કરવા હતા. પરંતુ તેમના મનમાં થયું કે વહાણમાં પડેલી લખલૂટ કમાણીની આ સોનામહોરો દરિયામાં ફેંકી દેવા કરતાં ખાલી પીપમાં ભરી દઉં તો શું વાંધો? " તુર્ત જ સોનામહોરો ખાલી પીપમાં ભરી દીધી .અને એ ભરેલું પીપ કમરે બાંધીને કૂદી પડ્યા દરિયામાં ! - પરિણામ જે આવવાનું હતું તે જ આવ્યું. છેક તળિએ જઇને શેઠ ગુંગળાઇ ગુંગળાઇને પરલોકભેગા રવાના થઈ ગયા ! સંસારસમુદ્રમાં ખાલી પીપવાળા (મૂછ વિનાના) બચવાના..અને ભરેલા પીપવાળા (મૂર્છાવાળા) બધા ય ડૂબવાના ! “મુચ્છા વુતો પરિગ્રહો' શાસ્ત્રકારો મૂર્છાને પરિગ્રહ કહે છે. આ મૂછવધે છે સામગ્રીઓ વધારવાથી ભૂલશો નહિ.ધન ધાન્ય મકાન મિલકત
Page #96
--------------------------------------------------------------------------
________________ વગેરે સામગ્રીઓ જેટલી વધું તેટલી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનની શક્યતા વધુ ! જીવનમાં અશાંતિ અજંપા સંક્લેશ ઓછા કરવા હોય તો એ અશાંતિ વગેરેના જનક એવા સામગ્રીઓના ખડકલાઓને ઓછા કરતા ચાલો નહિતર તો બન્ને રીતે મોત છે. પ્રાપ્ત સામગ્રીઓની મૂછ મારશે...અપ્રાપ્ત સામગ્રીઓની લાલસા મારશે. જરૂરિયાતો કેટલી અલ્પ છે અને ઇચ્છાઓ કેટલી ભરપૂર છે ? જરૂરિયાતથી જેટલા આગળ વધશો તેટલા દુઃખી થશો !.. જરૂરિયાત પૂરતું મળી જવું કદાચ કઠિન હશે પરંતુ અશક્ય તો નથી જ્યારે ઇચ્છાપૂર્તિ થવી તો અસંભવિત જ છે ! - જરૂરિયાતોનું લીસ્ટ કરો તો ખબર પડશે કે કેટલી અલ્પ જરૂરિયાતો છે! રહેવા માટેની જગ્યા પહેરવાં માટેનાં કપડાં...ખાવા માટેના રોટલા. એ બધું આસાનીથી પ્રાપ્ત થઇ જાય તેલ્લા પૈસા. જીવન ટકાવવા આનાથી વધુ શું જોઈએ ? પણ ના.મનની વાત જ ન્યારી છે. તેને રહેવા માટે માત્ર જગ્યા જ નથી જોઇતી સાથે વાલકેશ્વરનો એરીયા પણ જોઇએ છે.. પહેરવા પુરતાં કપડામાંથી તેને નથી ચાલતું..ટેરેલીન ટેરીપુલના કપડાં જ તેને મંજૂછે...પેટ પુરતા રોટલા મળી જાય તેટલા માત્રથી તેને સંતોષ નથી.તેને તો ફરસાણ અને મિઠાઇવાળા ભોજન જ ફાવે છે..જરૂરિયાત પુરતા પૈસાથી તેને શાંતિ નથી..ચાર જણ વચ્ચે પોતાનો ભાવ પુછાય તેવી શ્રીમંતાઇ પણ તેને જોઇએ છે ! બસ. આ વિચારધારા જ બધા દુઃખોની જનક છે...! જે બીજાને નથી મળ્યું એ મને મળ્યું છે' એવો ભાવ આવવાથી આપણી અપેક્ષાએ તૃપ્તિ અને બીજાને માટે કરુણા થાય છે. જે બીજાને મળ્યું એ મને નથી મળ્યું, એવા ભાવ આવવાથી પોતે તૃષ્ણાથી પીડિત થાય છે, અને બીજાની ઇર્ષા થવાથી જલન થાય છે. સંસારની પ્રત્યેક તૃષ્ણા મૃગતૃષ્ણા હોય છે. તૃષ્ણાની શૂન્યતાપર જ અપૂર્વ તૃપ્તિની પૂર્ણતા ઊભી થાય છે. બંને એક જ મનની પુત્રી છે, પરંતુ વિરુદ્ધ દશામાં ઊભી છે. તૃષ્ણાના કારણે માનવી ભટકે છે. તેનું મન ભટકે છે. રમેશ મહેશને કહ્યું, “હું થોડા જ સમયમાં કરોડપતિ બની જઇશ” મહેશે પૂછ્યું, કેવી રીતે ?' રમેશે જણાવ્યું રેલ્વેમાં વગર કારણે સાંકળ ખેંચવા માટે સરકારે દંડના 250 રૂપિયામાં વધારો કરી 1000 રૂપિયા કરી દીધા છે. મહેશે નવાઇ પામતાં પૂછ્યું, એનાથી તને કઈ રીતે લાભ થાય ? તું કેવી રીતે કરોડપતિ બનીશ ?" રમેશે કહ્યું, ‘તું આટલું ય સમજતો નથી. હું રોજ બોરીવલીથી ચર્ચગેટ ટ્રેનમાં Up down કરું
Page #97
--------------------------------------------------------------------------
________________ છું. હું કદી સાકળ ખેંચતો નથી. પહેલા આના કારણે મને રોજ 500 રૂપિયાનો ફાયદો થતો હતો. હવે પૂરા બે હજાર રૂપિયાનો ફાયદો થશે. આથી હું ટૂંક સમયમાં કરોડપતિ બની જઇશ.” આ જ વાત છે. ધન, ધાન્ય, સાધનોની મૂચ્છ, આસક્તિ કે તુણા માનવીને આ રીતે ભટકાવે છે. મનને દોડાવે છે. તેથી કહેવું પડશે કે જે વધુ દોડે છે, તે સુખી નથી. તૃષ્ણાના કારણે વધુ દુઃખી છે. જે ઊભો છે, તે વધુ સુખી છે. જેની પાસે કશું નથી, તેની દયા ખાવા કરતાં જેની પાસે ઘણું હોવા છતાં પણ સંતોષ નથી, તેની દયા ખાવાની વધુ જરૂર છે. મૂર્છા બે પ્રકારની છે. (1) અપ્રાપ્ત વસ્તુનીતૃણા 2) પ્રાપ્ત વસ્તુ પર આસક્તિ. ગૃહસ્થજીવનમાં ઘણું મોટું પાપ પરિગ્રહથી થાય છે. મન પર વ્યક્ત ક્રોધનું પ્રભુત્વ મર્યાદિત સમય માટે જ હોય છે. પરંતુ પરિગ્રહનો સ્પષ્ટ પ્રભાવ 24 કલાક, મહિનાઓ, વરસો અને જિંદગી સુધી રહે છે. બીજું કોઇ પણ આટલો લાંબો સમય ટકતું નથી. વિષયનું સેવન પણ સીમિત છે. શરીર જાય છે, ને મન તૃપ્ત થઇ જાય છે. TV. જોવામાં પણ કાળમર્યાદા છે. વધુ જોયા બાદ શરીર પોતે જ મના કરી દે છે. આહાર પર પણ પુરું નિયંત્રણ, ચારની જગ્યા હોય, તો પાંચ નહિ. ભૂલથી પણ થાળીમાં વધુ લેવાઈ જાય તો બાજુ પર મૂકી દઇશું. બધી ચીજપર મર્યાદાનું લાલ સિગ્નલ હોય છે. હિંસા, ચોરી, જૂઠ, મૈથુન, વગેરે પાપ મર્યાદિત કાળના છે, પરંતુ પરિગ્રહમાં કોઇ મર્યાદા નહિ. એ અમર્યાદિત છે. વિષયોનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, કે જે થાકી જાય છે. તેથી એકના એક વિષયમાં લાંબો કાળ ટકી શકાતું નથી. પરંતુ પરિગ્રહનો સંબંધ મન સાથે છે. મનની ઇચ્છા, ભૂખ જલ્દી તૃપ્ત થતા નથી. વળી વિષય વાસનાના અતિરેકમાં લોકનિંદાનો ભય રહેલો હોય છે. લોકો કહેવા માંડશે કામી છે, લંપટ છે, વિકારી છે. પરંતુ પરિગ્રહના વિષયમાં આવું નથી. વઘુ પરિશ્રમ કે મહેનત કરનારના લોકો વખાણ કરે છે. શ્રીમંતના વખાણ સન્માન થાય છે. બીજું કારણ એ પણ છે કે મનનો સંબંધ વસ્તુ સાથે નથી, પરંતુ વસ્તુની ઇચ્છા સાથે છે. ઇચ્છા તો આકાશ જેટલી છે. તેથી મન તૃપ્ત થવાનો સંભવ જ 'ક્યાં છે ! માણસ સંપત્તિ પાછળ ક્રમશ ચાર કારણોથી દોડે છે. 1) આવશ્યક સાધનો માટે : જેમ કે રોટી, કપડા, મકાનની પ્રાપ્તિ માટે, આત્રણેની પ્રાપ્તિ બાદ પણ દોડે છે.
Page #98
--------------------------------------------------------------------------
________________ 2) સુવિધા માટે જેવા કે સ્કૂટર, ફર્નિચર, ફોન, ફ્રીજ વગેરે. આ બધું મળ્યા પછી પણ તે દોડે છે. 3) વૈભવ માટે જેમ કે બંગલો, બે ત્રણ કાર, ચાર ફોન, નવી નવી જાતના ઉપભોગીય સાધનો વગેરે. આ બધું મળ્યા પછી પણ તે દોડે છે. 4) અહંને પોષવા માટે ? તેની ઇચ્છા બધા કરતાં આગળ જવાની છે. પ્રથમ નંબરે શ્રીમંત બનવાની અને પછી એ સ્થાન ટકાવી રાખવાની છે. પહેલા ત્રણ કારણોમાં સંતોષ થવાનો હજુ સંભવ છે, પરંતુ છેલ્લા કારણોમાં અંત જ નથી, કારણ કે ધન વધવાથી અહ વધે છે, એ અહંને ટકાવવા ધનની આવશ્યકતા રહે છે. વધુ પડતી વિષય વાસના દુનિયાની નજરે ખરાબ છે. એથી એને લોકો ધુત્કારે, નીદે છે, પરંતુ પરિગ્રહ તેમની નજરમાં પાપ નથી, આથી તેઓ અનુમોદના કરે છે. શાબાશી આપે છે. વર્તમાનકાળમાં સમાજમાં પૈસાનું પ્રભુત્વ જામ્યું છે. પૈસા હશે, તો લોકોમાં સન્માન મળશે. પૈસા નહિ તો સન્માન નહિ. ગુજરાતમાં કહેવત છે કે નાણા વગરનો નાથિયો, પૈસા હોય તો નાથાલાલ. જો કંગાલ થઇ ગયો તો “નાથિયો' વાસ્તવમાં આ એક ભ્રામક માન્યતા છે, કારણ કે નજર સામે માન દેનારા પીઠ પાછળ નિંદા જ કરતા હોય છે. ધન ન હોવાનું એક દુઃખને ધન હોવાના હજાર દુઃખ હોવા છતાં લોકોને ધનવાળું દુઃખ વધુ ગમે છે. જીવને “અહં' સૌથી વહાલો છે, અને એ માટે માલિક થવાનું - બધી વસ્તુઓમાં માલિકીનો ભાવ ઊભો કરવાનું ખૂબ ગમે છે. અનંતકાળથી એની આ પ્રિય પ્રવૃત્તિ રહી છે. ઘાસની ગંજીપર બેઠેલા કૂતરાને ઘાસ સાથે કોઇ લેવા દેવા નથી, છતાં ગાયને ખાવા ન દે. ભસે, કેમ કે માલિકીનો ભાવ આવી જાય છે. જરૂરિયાત કરતાં વધુ ભેગું કરી સંગ્રહ કરી રાખનાર અને બીજાના ઉપયોગમાં આવવા ન દેનારે આ દૃષ્ટાંત પોતાની સાથે ઘટાવવું. પરિગ્રહની વાસનાને લીધે ગૃહસ્થને સમ્યકત્વ ટકાવવું બધુ મુશ્કેલ બને છે. પૈસા વગર કશું થઈ શકતું નથી એવી દઢ માન્યતા રાખવાવાળાનું સમ્યકત્વ ચાલી જવાનો પૂરો સંભવ છે. તે અનીતિ તો કરે છે, પરંતુ સાથે એની વકીલાત પણ કરે છે કે અનીતિ વગર ચાલી શકે જ નહીં. અત્યારે લાગ મળે ત્યારે) નહીં કમાઇએ, તો ક્યારે કમાઇશું ? આમ મનની ભૂખ કદી સંતોષાતી નથી.
Page #99
--------------------------------------------------------------------------
________________
આપણને જોઇએ કેટલું ? દેહ ઢાંકવા વસ્ત્રો, શરીર ટકાવવા આહાર અને સમાજમાં રહેવા પૂરતું બચત. આજે આપણી મનોદશા વિચિત્ર બની ગઇ છે.
જો દસ વીસ પચાસ ભયે, શત હોય હજાર તો બનેગી લાખ. કોટિ અરબ અસંખ્ય ધરાપતિ હોને કી ચાહ જલેગી. સ્વર્ગ પાતાલકા રાજ્ય કરું, તૃષ્ણા અધિક અતિ આગ લગેગી સુંદર એક સંતોષ બિના, દુનિયા કી ભૂખ કભી ન મિટેગી
આજે દસ મળ્યા, કાલે વીસની લાલસા, વીસ મળે તો પચાસ, સો, હજાર, લાખ, કરોડ...સ્વર્ગ પાતાલનું રાજ્ય મળવા છતાં સંતોષ ન રાખ્યો, તો આ ભૂખ મટવાની જ નથી. મનની ભૂખ અગ્નિ જેવી છે. જેટલું એને અર્પણ કરો તેટલું બધું સ્વાહા, કદી તૃપ્ત ન થા। આગ વધતી જ જવાની, પરંતુ શાંત નહિ થાય.
લક્ષ્મીની ચાર ઉપમા છે.
૧) સુગંધી મૂળ :- જે ભૂમિમાં જ પડ્યું રહે. ભૂમિમાં ધન રાખનારા અથવા દાટનારાની લક્ષ્મી આવી હોય છે.
૨) ચમેલીનું ઝાડ :- દેખાવમાં સુંદર, પણ ફળ નહિ. જે કંજુસનું ધન શે૨, ડીપોઝીટ, તિજોરીમાં પડી રહે છે એની લક્ષ્મી આવી છે.
૩) કેળનું ઝાડ :– જેમાં ફળ છે પણ બીજ નથી. કેળ એક જ વાર ફળ આપે છે. ઉપભોગમાં આવવાવાળી લક્ષ્મી આવી છે. ઉપભોગ બાદ નાશ પામે.
૪) કેરીનું ઝાડ :– સુંદર કેરી જેવું ફળ અને બીજની પરંપરાની પ્રાપ્તિ. દાનમાં વપરાતી લક્ષ્મી સ્વઉપયોગ તથા પરઉપયોગની પરંપરા ચલાવે છે.
પહેલાં બે પ્રકારની લક્ષ્મીવાળા લક્ષ્મીદાસ છે. જે ગુલામ કે દાસની માફક લક્ષ્મીની ચિંતા અને ધ્યાનમાં જીવન પૂર્ણ કરે. ત્રીજા પ્રકારની લક્ષ્મીવાળા લક્ષ્મીપતિ છે. જે માત્ર ઉપભોગનો આનંદ મળે છે. ચોથા પ્રકારની લક્ષ્મીવાળો લક્ષ્મીનંદન છે, જે લક્ષ્મીરૂપી માતાને દાનાદિ દ્વારા ગૌરવવંતી કરે છે.
પરિગ્રહની વ્યાખ્યા કરતા ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે ‘મૂર્છા પરિગ્રહઃ’ વસ્તુ પર મૂર્છા રાખવી એ જ પરિગ્રહ છે. પરિગ્રહ બે પ્રકારે ૧) બાહ્ય ૨) આવ્યંતર. ધન ધાન્ય દાસ સ્ત્રી પશુ, ખેતર, મકાન, દુકાન, સોનું રૂપું ધરવખરી વગેરે નવ પ્રકારે બાહ્ય પરિગ્રહ છે, અને (૧) મિથ્યાત્વ ૨) ચાર કષાય (ક્રોધવગેરે) ૩) હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા આ છ નોકષાય અને ૪) પુરુષ સ્ત્રી નપુંસકવેદ આ ત્રણ વેદ=૧૪ (૧+૪+૬+૩) આપ્યંતર પરિગ્રહ છે. આ પરિગ્રહ
ન ૯૨
201
BORDERLESSER BE
Page #100
--------------------------------------------------------------------------
________________
જીવને જીવો પ્રત્યે પ્રેમ વિનાનો બનાવે છે, તેથી જેમ શેરડીની ગાંઠ હોય, ત્યાં રસ ન હોય, એમ આ પરિગ્રહ ગાંઠરૂપ કહેવાય છે. આ પરિગ્રહ આત્માને ગુણોના આનંદના, પ્રસન્નતાના પ્રદેશમાં જતા અટકાવે છે, માટે પ્રતિબંધરૂપ પણ ગણાય છે. જેમ મૂચ્છિત થયેલો માણસ સારા સારને સમજી શકતો નથી, તેમ પરિગ્રહમાં ડૂબેલો પણ સારા સારને સમજી શકતો નથી, જેનો પરિગ્રહ થાય, તેમાં મમ” “મમ' મારું મારું થયા કરે છે, માટે તે મમતા કહેવાય છે, જન્મ પહેલા ને મરણ પછી નહીં હોનારા પૈસા વગેરે પગલોની સાથે જ વળગાડી રાખે છે, માટે વળગાડ અને સંગરૂપ પણ કહેવાય છે. બધી જડવસ્તુઓ એક યા બીજી રીતે એકેન્દ્રિયાદિ જીવોના કલેવરૂપ લલચાઇને આરાધનના ઊંચાઇનો ભવ મળવા છતાં કષાયોની નીચી ભૂમિ પર ઉતરી આવે છે, માટે પરિગ્રહ ગૃદ્ધિ (સંસ્કૃતમાં ગીધ માટે ગૃધ શબ્દ છે.) થી પણ ઓળખાય છે. જીવને જડપદાર્થોના વિચારોમાં ચોંટાડી રાખતો હોવાથી પરિગ્રહ આસક્તિ રૂપ છે. રૌદ્રધ્યાનના (૧) હિંસા (૨) જૂઠ (૩) ચોરી અને (૪) સંરક્ષણ આ ચારેય પ્રકાર માટે સંપત્તિ પરિગ્રહ મુખ્ય ભાગ ભજવે છે. જરૂરિયાતથી જે વધારાનું હોય, તે બધો પરિગ્રહ છે. જરૂરિયાતમાં પણ મમતા મૂર્છા આસક્તિ પરિગ્રહરૂપ છે. પ્રસંગને અનુરૂપ જરૂરિયાત જેટલા મનાતા ક્રોધ ઇચ્છા ક્રોધ કે ઇચ્છારૂપ છે. (જે પોતે સ્વતઃ ખરાબ જ છે.) જરૂરિયાતથી વધુ કરેલા ક્રોધ કે કરેલી ઇચ્છા પરિગ્રહરૂપ છે અને જરૂરિયાત જેટલા પણ ક્રોધાદિમાં કરવા જેવા લાગ્યા-ગમ્યા તો એ પણ પરિગ્રહરૂપ.
ધનાદિ અંગે સંરક્ષણની ચિંતા આગળ જતાં રૌદ્રધ્યાન બની નરકનો રસ્તો બની શકે છે. ધનપર આસક્તિ રાખનાર મમ્મણશેઠ સાતમી નરકે ગયા છે. છ ખંડના અધિપતિ ચક્રવર્તી સુભૂમની રાજ્યની લાલસા વધી. ધાતકીખંડના ભરતક્ષેત્રના છ ખંડ જીતવા જતાં પોતાની સંપૂર્ણ સેના સાથે લવણસમુદ્રમાં પડ્યો અને સાતમી નરકે ગયો. - એક શહેરમાં લક્ષ્મીદાસ શેઠ રહેતા હતા. ધનના લોભમાં દૃષ્ટાંતરૂપ હતા. એનો પુત્ર ભોલાશંકર બિચારો સાવ સીધોસાદો હતો. શેઠની તિજોરી ધનથી ભરાઇ ગઇ. આથી ધનની ચિંતામાં શેઠની ઉંઘ હરામ થઇ ગઇ. શેઠે વિચાર્યું - જંગલમાં કોઇક જગાએ દાટી દેવાથી ધન સલામત રહેશે. શેઠ પોતાના પુત્રને લઇને વહેલી સવારે મોટા થેલામાં ધન મુકી અંધારામાં જંગલમાં દાટવા ગયા. એક ચોરે શેઠ, પુત્ર તથા થેલાને જોઇ વિચાર્યું - શેઠ ધન સંતાડવાના હેતુથી જઇ રહ્યા છે. ચોર છાનોમાનો તેમનો પીછો કરવા લાગ્યો. જંગલ આવ્યું. શેઠે ધન છુપાવવા એક જગ્યા પસંદ કરી. ધન દાટતાં પહેલાં કોઈ જોતું તો નથી ને, તેની સાવધાની રાખવા પુત્રને આજુબાજુ તપાસ કરી લેવા મોકલ્યો. ચોરે શેઠની વાત સાંભળી હતી. પહેલાં વિચાર્યું - ભાગી જાઉં. પરંતુ પછી
Page #101
--------------------------------------------------------------------------
________________
લાગ્યું - ભાગી જઇશ, તો શેઠની શંકા વધુ મજબૂત થશે. આથી તે પ્રાણાયમનો યોગ કરી શ્વાસ રોકીને શબની માફક ભૂમિ પર સૂઈ ગયો. ભોલાએ ચારે બાજુ જોયા પછી પિતાને કહ્યું, આમ તો કોઇ દેખાતું નથી, પણ એક શબ પડ્યું છે, એનો શ્વાસ ચાલતો નથી. શેઠ કહે, તું સાવ ભોળો છે. એ ચોર હશે. પ્રાણાયમથી શ્વાસ રોકી લીધો હશે. આ લાકડી લઇને જોરથી તેને ફટકા મારી આવ. જીવતો હશે તો ચીસ પાડશે. આ સાંભળી ચોર ડરી ગયો. ભાગી જવાનો વિચાર કર્યો, પણ પછી વિચાર્યું કે આટલું ધન મેળવવું હોય, તો માર તો સહન કરવો પડે. ધન વગર અપમાન સહન કરવું, તેના કરતાં આ માર સહન કરવો એ વધુ યોગ્ય છે. ભોલો આવ્યો. લાકડીથી ફટકા માર્યા. ચોરે તો ચુકારો પણ ન કર્યો. ભોલાએ પાછા આવીને પિતાને કહ્યું, “નક્કી એ તો મડદું જ છે. આવા ફટકા મારવા છતાં તેણે બૂમ નથી મારી.” પિતાજીએ કહ્યું, “અરે બેવકુફ, એતો એણે સહન કરી લીધું. એમ કર, આ ચાકુ વડે તેનો કાન કાપી લાવ. જીવતો આદમી કાન નહીં કપાવે.” ચોર ગભરાયો. પછી ધનમાટે કાન કપાવવાનું પણ નક્કી કર્યું. ભોલાને મુડદાં સાથે આ રમત કરવાનું પસંદ નહોતું. પરંતુ કરે શું ? અનિચ્છાએ જઇને પિતાના વિશ્વાસ ખાતર એકને બદલે બંને કાન કાપી લાવ્યો. પિતાજીને તે બતાવી કહ્યું,“તે ખરેખર મડદું જ છે, નહિ તો કોણ પોતાના બે કાન કાપવા દે ?” પિતાજી કહે,“તારી વાત બરાબર છે. પરંતુ આટલું ગરમ લોહી જોઈ હજુ મારા મનને સમાધાન નથી થયું. ગમે તેમ પણ તું પાછો જા અને તેનું નાક કાપી લાવ.” આ સાંભળી ચોર ખરેખર ગભરાઇ ગયો, પણ તેણે મનમાં વિચાર્યું,“આ અભિનયનો નાટક કરી માર ખાધો, કાન કપાવ્યાં તો હવે તો અભિનય પૂરો જ કરવો. ભલે નાક કપાય.” ભોલો પિતાની વાત સાંભળી ખૂબ નારાજ થયો, છતાં તે નાક કાપીને લાવ્યો અને બરાડી ઊઠયો, આ શું વારે ઘડીએ મડદાને કાપવાનું ? હવે મને વધુ સતાવો નહિ. એ મડદું જ છે. નહિ તો કોણ નાક કપાવા છતાં બરાડી ન ઉઠે ? લક્ષ્મીદાસને હવે વિશ્વાસ બેઠો. બધું ધન જમીનમાં ખાડો ખોદી દાટી દીધું અને ઘેર પાછા ફર્યા. પછી ચોરે બધું ધન લઇ લીધું. એ તો કરોડપતિ બની ગયો. બનાવટી નાક બનાવડાવ્યું. પાઘડી એવી રીતે બાંધવા લાગ્યો કે લોકોને ખબર પણ ન પડે કે એને બંને કાન નથી. એકવાર લક્ષ્મીદાસે એને જોયો. ઢંકાયેલા કાન અને બનાવટી નાક જોઇ શંકા પડી. ભોલાને લઇ તરત જ જંગલમાં ગયા. ત્યાં ધનની જગ્યાએ માટી જોઇ છાતી કૂટવા લાગ્યા. પહેલા ભોલાની ભૂલ બતાવી. પછી કહ્યું, “ભૂલ તો મારી જ હતી. નાક, કાન કાપવાને બદલે તેનું ગળું જ કાપી નાખવાનું હતું.”
પછી રાજા પાસે જઇને ચોર પર ધન ચોરવાનો આરોપ મૂક્યો. ફરિયાદ કરી.
Page #102
--------------------------------------------------------------------------
________________
રાજાએ ચોરને બોલાવી બધી વાત વિશે પૂછ્યું. ચોરે બધું સંભળાવ્યા. પછી જણાવ્યું - મેં મારા નાક કાન પહેલા કપાવ્યા ને પછી ધન લીધું છે. માટે જો શેઠ મારાં નાક કાન પાછા આપી દે, તો હું બધું ધન પાછું આપી દઉં. રાજાએ શેઠને તે પાછા દેવાની વાત કરી, પરંતુ લાવવા ક્યાંથી ? રાજાએ નિર્ણય જણાવ્યો, “જ્યાં સુધી ચોરનાં કાન નાક પાછા ન મળે ત્યાં સુધી બધું ધન ચોર પાસે જ રહેશે. આ સાંભળી લક્ષ્મીદાસનું હાર્ટફેઇલ થયું. રૌદ્રધ્યાનમાં મરી નરકે ગયો.
ધનની મૂચ્છ, આસક્તિ, તૃષ્ણાની આ કથા છે, એ પણ સમજી લો કે ધનની પાછળ પાગલ થનાર મડદા સમાન છે, કારણ કે કોમળ ભાવનાથી ધબકતું હૃદય રહેતું નથી. ખુશામતખોર અને ચુગલીખોર બંને સારીનરસી ઊંઘી ચત્તી વાતો કરી બહેકાવવાવગેરે દ્વારા તેના કાન પોતાના કબજે લેવારૂપે બંને કાન કાપી નાખે છે, જેથી એ ધનલોભી આગળ ગુરુની હિતકારી વાણી અને દીનહીનની દયાની અરજ વ્યર્થ જાય છે. ધન મેળવવા માટે ઇજ્જતરૂપી નાકને કપાવવું પડે છે. પછી આડંબરરૂપી નવું નાક લગાડવું પડે છે. તેથી જ કહ્યું છે ને કે પહેલા ધન મેળવવા નાક કપાવનારો પછી નાક ખાતર ધન ખર્ચે છે. એવા અનેક દૃષ્ટાંત છે કે જે આપણને પરિગ્રહ મૂર્છાનું ફળ બતાવે છે.
પરિગ્રહ પાછળ પાગલ થનાર (૧) વારંવાર હિંસાવગેરેના રૌદ્રધ્યાનમાં રહે છે. ૨) બીજાને ખંખેરીને, લાગ આવે તો મારી નાંખીને પણ મેળવી લેવાની ક્રૂર લેશ્યાઓમાં રમે છે. ૩) સંતોષના સુખથી અને ત્યાગના આનંદથી વંચિત રહે છે. ૪) ચિંતા, ટેન્શન, અરતિના ચકડોળમાં ચકરાયા કરે છે. ૫) એક પણ ધર્મક્રિયા કરવાનું મન થતું નથી, ને કરે તો એમાં ચિત્ત ચોંટતું નથી. ૬) દરેક શુભ, સુંદર ધર્મક્રિયા કે સુકૃત કરે, તો પણ પછી એના બદલામાં સંપત્તિ વગેરે મેળવી લેવાની ઇચ્છા થઈ જાય છે. ૭) દર વખતે પૂર્વે કરતાં વધુ મળે, એવી કામનાથી પોતે જ પોતાની પાસે ગદ્ધાવૈતરું કરાવે છે. ને એમાં નિચોવાઇ જાય છે. ૮) પોતે મનથી માની લીધેલાં પોતાના સ્ટેટ્સ, પોઝીશન મૂડીને સલામત રાખવા ને વધારતા રહેવાના લોભમાં નવી નવી જંજાળો શેરબજારવગેરેના ધુતારાઓની જાળ, બીજાના કમાણીના (માત્ર કાગળ પર) વધી ગયેલા દેખાતા આંકડાઓમાં પોતે રહી ગયાના અફસોસની જાળમાં એવો ફસાઇ જાય છે, કે પછી આત્મચિંતા માટે મળેલા ભવમાં ધનચિંતા કરી કરીને જીવન પુરું કરે છે, અથવા આત્મહત્યા પણ કરી લે છે. ૯) પોતાની જરૂરિયાત કરતાં વધારાનું કે જે પોતાને માટે વ્યર્થ બીનોત્પાદક નકામું છે, એનો સંઘરો કરવામાં એ બીજી જરૂરિયાતવાળાને ન મળવારૂપે અંતરાયમાં નિમિત્ત બને.તેથી ભવિષ્યમાં પોતાને પણ અંતરાયો ઊભા થાય. વળી ૧૦) જીવોને આરંભ સમારંભ, ઘાત, થાય તેવા ઉદ્યોગ ધંધાઓમાં પણ
Page #103
--------------------------------------------------------------------------
________________
જરા પણ હાયકારો દુઃખ રહેતા નથી, બલ્ક ગૌરવ અભિમાન થાય છે, જેથી દુર્ગતિ, અશાતા, નીચગોત્ર, દીર્ભાગ્ય ને ગાઢ મોહજનક કર્મો બંધાય છે. ૧૧) ધન સાધનોની પરાધીનતા વધતી જાય, એ સુંવાળી ગુલામીમાં ગૌરવ લાગે, પછી જરા પણ પરિસ્થિતિ બદલાય, ત્યારે સહેવાનું સત્ત્વ ન રહેવાથી હોય એના કરતાં હજારગણુ દુ:ખ અનુભવે. ૧૨) પરિગ્રહના જોરપર દરેક ભ્રષ્ટાચારી હોવા છતાં માન સન્માન મેળવે. તેથી બીજાઓને પણ ભ્રષ્ટાચારઆદિના ખોટા માર્ગે જવાની પ્રેરણા મળે. આમ અધર્મના નવા નવા માર્ગો ખોલવાદ્વારા અધમાધમની પ્રવૃત્તિઓ આચરે. ૧૩) સદ્ગતિઓની પરંપરા અને અંતે પરમગતિમાટે આરાધના કરી લેવાની બધી સામગ્રીઓ સાથે મળેલા માનવભવને અનંતકાળ દુઃખમય બનાવી દે, એવા અને તદ્દન અનુપયોગી એવા ધનવગેરે તુચ્છમાટે વેડફી નાંખે છે. ૧૪) સ્વજન આપ્તજનને પણ દુશમન બનાવી દે છે. વેરની પરંપરા ઊભી કરે છે. ૧૫) અનીતિ-ઓછા વેતને વધુ કામ કરાવી લેવાની વૃત્તિના કારણે આ ભવમાં નોકરાદિને ત્રાસ આપે છે, ને પોતાના માટે પરભવમાં બળદ દાસ ગુલામીના ભવો બુક કરાવે છે. ઇત્યાદિ અનેક દોષનો ભાગી થાય છે.
તેથી જ કહેવાય છે કે પૂર્ણ થયેલી ઇચ્છા બીજી નવી ઇચ્છાની મા બને છે. એક ઇચ્યા પૂર્ણ થતાં જ બીજી ઇચ્છા તૈયાર થઇ જાય છે. અને અહીં જગતનું આશ્ચર્ય એ છે કે મા કરતા દીકરી મોટી. પૂરી થયેલી ઇચ્છા જે નવી ઇચ્છાને જન્મ આપે છે, તે પૂરી થયેલી ઈચ્છા કરતાં મોટી હોવાની.
ધનની લાલસાને લીધે સંતોષ નથી થતો. લોભ વધતો જાય અને લોભને લીધે જીવ માયા કપટનો આશરો લે છે. કપટ કરીને મેળવેલા ધનમાં આનંદ તથા અભિમાન વધુ થાય છે. અહંકાર આવે પછી ક્રોધ આવે જ. અપમાનને લીધે ક્રોધની જ્વાળા ભભૂકી ઊઠે છે. આમ પરિગ્રહ ચારે કષાયનો બાપ છે.
જીવનમાં કાયાને કારણે જેટલાં પાપો થાય છે તેના કરતાં વધુ પાપો તો મનને કારણે થાય છે.
આ સનાતન સત્ય જેટલું વહેલું સમજાશે તેટલું વહેલું આત્મકલ્યાણ શક્ય બનશે. સુખની સામગ્રીઓના ખડકલાઓ પાછળની આપણી આંધળી દોટ નિશ્ચિત સ્થગિત થઇ જશે...
એક વખતના જગત વિજેતા ગણાતા માંધાતાઓ પણ આ દુનિયામાંથી વિદાય લેતી વખતે કેવા દીન હીન થઇને ગયા છે તે નજર સામે લાવજો..
પોતાની વિદેશનીતિ જાહેર કરીને આખી દુનિયાને ધ્રુજાવતો અમેરિકાનો
Page #104
--------------------------------------------------------------------------
________________
વિદેશપ્રધાન ડલેશ કેન્સરનો ભોગ થઇ પડ્યો.મારું કેન્સર મટાડશે તેને લાખ ડોલરનું ઇનામ આપીશ. તેવી જાહેરાતો કરવા છતાં તેનું કેન્સર થયું નહિ. અને રોતો રોતો આ દુનિયામાંથી વિદાય થયો..
આ શું બતાવે છે? એ જ કે સુખ સામગ્રીમાં નથી.પરંતુ સંતોષમાં છે. માટે ભૂલા ન પડશો...
વિચિત્રતા તો એ છે કે આપણે દુઃખની ફરિયાદો પુષ્કળ કરીએ છીએ...પરંતુ દુઃખનાં કારણોને છોડવા આપણે જરાય તૈયાર નથી...
પેલા બે ભિખારીઓ બપોરના ટાઇમમાં ભેગા થઇ ગયા.. એક ભિખારીએ બીજા ભિખારીને કહ્યું.
કિતની બદતર અપની ભિખારીકી જિંદગી હે ! કહાં ભી જાઓ શાંતિ સે કોઇ બેઠને નહીં દેતા !
રાતકો ફૂટપાથ પર સોને જાઓ તો પુલિસ સોને નહીં દેતા, કિસી કે પાસ હાથ લંબાઓ તો સબ લોગ સલાહ દેને લગતે હૈ કિ “અચ્છા શરીર હૈ તો કામ કરને મેં કયો દિક્કત પડતી હે ?' બસમેં ચઢો તો કંડક્ટર ઘુસને હી નહીં દેતા. ટ્રેનમેં બિન ટિકિટ મુસાફરી કરને મેં ભી કોઇ કમ હેરાનગતિ નહીં..કોઇ આદમી કભી કુછ દેતા ભી હૈ તો ભી ૧/૧૦ પૈસેસે જ્યાદા નહીં દેતા. મેહંગાઇ ઇતની જ્યાદા હૈ કિ દસ પૈસામેં તો મરને કે લિયે જહર ભી નહીં મિલતા. ક્યા કરના, કુછ સમજ મેં નહીં આતા.
છોડ દે યહ ભીખ માંગને કા ધંધા ”
ક્યાં તુ મુજે મૂરખ સમજતા હૈ ?' ધંધા તો યહી કરુંગા. આજ નહીં તો કલ સફલતા જરૂર મિલ જાયેગી.”
આપણી હાલત પણ આ ભિખારી જેવી જ છે. સફળતા નામની ય મળતી નથી અને બીજી બાજુ આશાઓ જરા ય તૂટતી નથી..!
જરાક સાવધ બનીને..પરિગ્રહના ટેર ઉપર જ ઉભા થતા તીવ્ર આરંભ સમારંભમાં પાપોને નજર સામે લાવીએ..“પરિગ્રહમાત્ર એ અનર્થદાયી છે.” આ ભાવના આત્મસાત્ કરીએ “ક્યારે સર્વથા પરિગ્રહરહિત થાઉં એ લક્ષ્યને સતતુ નજર સામે રાખીએ..
આ બધું બનશે તો જ મકાન, જમીન, વાડી, પશુ, વાહન, યંત્રો, દાગીના, સોનું, ચાંદી, ઝવેરાત અન્ય માલમિલકત વગેરેનું પરિમાણ નક્કી કરવાનું મન થશે...જરૂરિયાતથી આગળ ન વધવાની વૃત્તિ પેદા થશે. અને પેદા થયેલી એ વૃત્તિ જ જીવનમાં શાંતિ..સ્વસ્થતા. ચિત્તપ્રસન્નતા વગેરેને સ્થિર કરી દેશે.
Page #105
--------------------------------------------------------------------------
________________
નવ પ્રકારના પરિગ્રહો (પદાર્થો) નીચે મુજબ છે. ૧) ક્ષેત્ર - સેતુ, કેતુ, સેતુકેતુ દ્વારા અનાજ ઉત્પન્ન થાય તેવી ભૂમિ, જમીન, બગીચા
વાડી વગેરે. ૨) વાસ્તુ - ઘર, મકાન, બંગલો, બ્લોક, રૂમ વિગેરે.. ૩) હિરણ્ય - દાગીના અલંકાર, ઘડેલું સોનું ૪) સુવર્ણ - નહીં ઘડેલું સોનું (લગડી, પાટ, બિસ્કીટ) ૫) ધન - ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય એમ ચાર પ્રકારે વજન કરાતું વ્યવહારમાં
વપરાતું દ્રવ્ય. ૬) ધાન્ય - ઘઉં, ચોખા વિગેરે.... ૭) કુષ્ય - તાંબુ આદિના વાસણો, ઘરવખરી. ૮) દ્વિપદ - દાસ દાસી, નોકર, વાણોતર વિગેરે ૯) ચતુષ્પદ - હાથી, ઘોડા, ગાય કુતરા, બિલાડા, પોપટ પક્ષી વિગેરે
આ નવ પ્રકારના મર્યાદાથી વધુ પરિગ્રહ ભેગા કરવાથી ઘણા જીવો દુઃખી થયા છે. તેમાના કેટલાક...
ક્ષેત્ર - બ્રહ્મદત્ત ચક્રી. બીજા છ ખંડ જીતવા નીકળ્યા, નરકે થયા. વાસ્તુ - નાગદત. મહેલ બનાવ્યો પણ ભોગવી ન શક્યા. હિરણ્ય - મમ્મણ શેઠ. કોણિક દુર્ગતિ પામ્યા.
સુવર્ણ - ઉંદરે પૂર્વ ભવ સંગ્રહેલી સુવર્ણ મુદ્રા કાઢી પણ કુમારપાળે લીધી તો માથું પછાડી મરી ગયો.
ધન - દેવ દેવસમા બ્રહ્મણ ધન માટે બંને મૃત્યુ પામ્યા.
ધાન્ય - સોનીએ મેતારજ ઋષીને દાન આપ્યું પણ પાછું માંગવા જતા કર્મ બંધાયું. કપિલા દાસીએ આપ્યું પણ મન વિનાનું હોવાથી પુણ્ય ન બંધાયું.
કુષ્ય - કપિલે રાજાની પાસે ઘર ચલાવવા એક માસાના સ્થાને રાજ્યનો અડધો ભાગ માંગવા તૈયારી કરી.
દ્રિક - કુમારનંદીને ૫૦૦ પત્નીથી સંતોષ ન થયો. હાસા પ્રહાસા માટે અગ્નિકુંડમાં બલિદાન કર્યું.
ચતુષ્પદ - કોણિકે હાથીનું અપહરણ કરી યુદ્ધ ખેલ્યું.
Page #106
--------------------------------------------------------------------------
________________
ટૂંકમાં પરિગ્રહ એ રાગ દ્વેષનું ઘર છે. ધીરજ શાંતિ સંતોષ જીવનમાંથી ઘટાડે છે. સુખનો નાશક અને દુઃખનો ઉત્પાદક છે. બુદ્ધિશાળીની બુદ્ધિને દોષિત કરનારા છે. સ્વાભાવિક રીતે જ પાપનો બંધ કરનાર કરાવના૨ છે. જો ધન અનર્થનું જ કારણ છે તે તેનો પરિગ્રહ કરવો એ મહાઅનર્થને આમંત્રે. અને નક તિર્યંચાદિ દુર્ગતિમાં લઇ જાય તેમાં નવાઇ શું ?
અતિચાર
૧. ધન ધાન્ય પરિમાણતિક્રમ - ધાર્યા (નક્કી કરેલા) પરિમાણથી ધનધાન્ય વધુ ન થાય તેની કાળજી.
૨. ક્ષેત્ર વાસ્તુ પરિમાણાતિક્રમ - નિર્ધારીત સંખ્યાના પરિમાણથી માલિકીના ક્ષેત્ર (જમીન) મકાન વધુ ન થાય તેની કાળજી.
૩. રોપ્ય સુવર્ણ પરિમાણતિક્રમ – ધારેલા વજન અને મૂલ્યાદિથી સોનું, રૂપું વિગેરે વધુ થઇ મર્યાદા ઓળંગી ન જાય તેની કાળજી.
૪. કુષ્ય પરિમાણતિક્રમ - ધાર્યા પરિણામથી ઘરની અંદર (જરૂર કરતા વધુ ન થાય તે માટે) સ્ટીલ, પિતળ, તાંબુ, કાસું, જર્મન, એલ્યુમિનિયમ વિગેરે ધાતુ (ના વાસણો) વધુ ન થાય તેની કાળજી.
૫. દ્વિપદ ચતુષ્પદ પરિમાણતિક્રમ - બે પગવાળા દાસ દાસી, ચાર પગવાળા ગાય ભેંસ વિગેરે ધાર્યા કરતાં વધુ ન થાય તેની કાળજી.
પરિગ્રહ પરિમાણ બને ત્યાં સુધી આ જીવન સુધીનું લેવાય છે. તેવી અનુકૂળતા ન દેખાય તો સમયનો નિર્ણય કરી લેવું. લીધા પછી ફરીથી બીજીવાર લેતી વખતે બાંધેલી મર્યાદા બને ત્યાં સુધી ઓળંગવી નહી.
ભગવતીજી સૂત્રમાં પરિગ્રહી થવાના કારણોને જણાવતા કહ્યું છે કે, - પૂર્વ ભવમાં આસક્તિથી બાંધેલા પાપોના કારણે આ જીવ પાપાચરણ, માયાચરણ, મિથ્યાચરણ, અસત્યાચરણ કે દુષ્ટાચરણ જેવા આચરણમાં આગળ વધે છે. પરિગ્રહના વમળમાં ફસાયેલા કેટલાક જીવો..
૧. કુચિકર્ણ લાખો ગાયોના દુગ્ધપાનથી પણ તૃપ્ત ન થયો.
૨. તિલક શેઠ ધાન્યના સંગ્રહથી વિરામ ન પામ્યો. છેવટે બધું અનાજ સડી ગયું. ૩. મંજુરાજા રાજ્યના લોભથી ભત્રીજા ભાજ નો વધ કરેલા પ્રેરાયો.
૪. નળરાજા જુગારમાં રાણી દમયંતિને ખોઇ બેઠા.
dence
LLLLL
Page #107
--------------------------------------------------------------------------
________________
૫. મધમાખી, કીડી, ઉંદર, પરિગ્રહ સંજ્ઞાથી ઘણું ભેગું કરે છે. પણ પોતે ભોગવી શકતા નથી. બીજી ભોગવે લઇ જાય તો આર્તધ્યાન કરી કર્મ બાંધી દુર્ગતિ જાય છે.
જે જે આત્માઓએ પરિમાણ વ્રત લીધું છે. તે બધા સંતોષી નર સદા સુખી ની જેમ સુખ અનુભવે છે. અનીતિ વિશ્વાસઘાત આરંભ સમારંભના વિપુલ ધંધામાંથી મુક્ત થાય છે. લોકમાં પ્રશંસા, ચિત્તમાં પ્રસન્નતા, જીવનમાં શાંતિને અનુભવે છે. પરલોકમાં, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિને પામે છે. દેવગતિના સુખો અનુભવી જન્મ મરણને ઘટાડે છે.
કેટલાક પ્રશ્નોત્તર !
પાવનકારી પરમાત્મા ! આપે બતાવ્યું છે. “ર કદી પોતાનું ! બનતું નથી. છતાં પરમાં મછરાખી “અપરિગ્રહ સ્વરૂપઆન્મ ગુણનો મેં ઘાત કર્યો. મારા તો રાગ, દ્વેષ, અાન, શરીર, ઇન્ક્રિય કાંઈ જ નથી. આત્મ વિશ્વ માં તમામ જી ગુર
ઉઠાવી લેવા અને શકિત આપો. પ્ર. ૧ પરિગ્રહ એટલે શું ? ઉત્તર અભાવ, આસક્તિભાવ, મમત્વ જ પરિગ્રહ છે. પ્ર. ૨ ની તત્વા સત્રમાં પરિગ્રહની શું વ્યાખ્યા છે ? ઉત્તર મુચ્છ-પરિગ્રહ: શ્રી તત્વાર્થ સૂત્રમાં વ્યાખ્યા છે. પ્ર. ૩ શ્રી દશવૈકાલિક સૂરમાં શું વ્યાખ્યા છે? ઉત્તર મુછ પરિગ્રહો વત્તો. શ્રી દશવૈકાલિક સૂત્રમાં વ્યાખ્યા છે. પ્ર. ૪ પરિગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર સ્કુલ રૂપી પરિગ્રહ પરિમાણ વ્રતના બે પ્રકાર છે.
૧) બાહ્ય પરિગ્રહ, ૨) અત્યંતર પરિગ્રહ. પ્ર. ૫ બાહ્ય પરિગ્રહ કોને કહે છે? ઉત્તર ઘન, સોનું, ચાંદી આદિ સ્થલ રૂપથી જે જે ચીજોનો સંગ્રહ કરવામાં આવે છે. તેને બાહ્ય પરિગ્રહ કહે છે. પ્ર. ૬. બાહ્ય પરિગ્રહ કેટલા પ્રકારના છે ? ઉત્તર બાહ્ય પરિગ્રહ નવ પ્રકારના છે.
૧) ક્ષેત્ર ૨) વાસ્ત, ૩) સોના, ૪) ચાંદી, ૫) ધન, ૬) ધાન્ય, ૭) દ્વિપદ, ૮) ચતુષ્પદ, ૯) કવિય ઘરવખરી
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭ આત્યંતર પરિગ્રહ કોને કહે છે? ઉત્તર રાગ દ્વેષ, વિષય વાસના, કર્મ આદિ આવ્યંતર પરિણતિ આધ્યેતર પરિગ્રહ છે. પ્ર. ૮ આત્યંતર પરિગ્રહ કેટલા છે? ઉત્તર આત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારના છે.
ચાર કષાય + નવ નોકપાય + મિથ્યાત્વ = ૧૪ આત્યંતર પરિગ્રહ છે. ચાર કષાય : ૧) ક્રોધ, ૨) માન, ૩) માયા, ૪) લોભ. નવ નોકષાય : ૧) હાસ્ય, ૨) રતિ, ૩) અરતિ, ૪) ભય, ૫) શોક,
૬) દુર્ગછા, ૭) સ્ત્રીવેદ, ૮) પુરુષવેદ, ૯) નપુંસકવેદ. પ્ર. ૯. ક્ષેત્રમાં આદિનું પરિમાણ કેવી રીતે કરવામાં આવે છે? ઉત્તર હું ધાન્યાદિના આટલાથી વધુ ખેતર આદિ, આટલાથી વધુ ગોચર ભૂમિ
આદિ, આટલાથી વધુ ક્રીડાંગન આદિ, આટલાથી વધુ ખુલ્લી જમીન આદિ, આટલાથી વધુ સેવક, દૂધવાળા પશુ આદિ નહિ રાખું. અમુક તોલાથી વધુ
સોનું ચાંદી મણિ રત્નાદિ નહીં રાખું. પ્ર. ૧૦. ક્ષેત્ર આદિના પરિવારનું ઉલ્લંધન કેવી રીતે થાય છે? ઉત્તર જેવી રીતે ૧૦ ખેતર રાખ્યા હોય તેના સ્થાન ઉપર ૧૩-૧૪ ખેતર કરી લેવા.
પોતાના ખેતર પાસે બીજનું બે તાર હોય તેને એક વાડ લગાવીને એક ખેતર ગણવું. દસા ઘર રાખ્યા હોય તે આવશ્યકતા થવા પર બે - ચાર વાવી દેવા.
દસ ખેતરથી અધિક મળવા પર તેને બીજાના નામે કરીને પણ અધિકાર પોતાનો રાખવો.
૧૧. પુણિયો અને મમ્માણ બંને યાદ આવે તેવું વ્રત કર્યું ? ઉત્તર પાંચમું વ્રત. અપરિગ્રહ – પુણિયો શ્રાવક, પરિગ્રહ – મમ્મણ શેઠ.
૧૨ પરિગ્રહના અતિચાર કેટલા છે ? કયા કયા ? ઉત્તર પરિગ્રહના અતિચાર પાંચ છે.
૧) ખિત-વત્યુમણાઇક્કમે, ૨) હિરણ-સુવણપમાણાઇક્રમે, ૩) ધણધનપમાણાઇક્કમે, ૪) દુપ્રય-ચપ્રિયપમાણાઇક્રમે,
૫) કુવિયપમાણઇક્કમે. પ્ર. ૧૩ મર્યાદા મૂકી મકાન રાખવામાં કયો અતિચાર લાગે? ઉત્તર ખિત-વષ્ણુ પમાણાઇક્કમેનો અતિચાર લાગે.
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૪. સોના રૂપાની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો કયો અતિચાર લાગે ? ઉત્તર હિરણ-સુવણ પમાણાઇક્કમેનો અતિચાર લાગે. પ્ર. ૧૫. ધન-અરની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો કયો અતિચાર લાગે ? ઉત્તર ધન-ધાન્ય પમાણાઇક્કમેનો અતિચાર લાગે. પ્ર. ૧૬. મનુષ્ય, પશુ, પંખી આદિમર્યાદાનું ઉલ્લંઘન કરે તો કયો અતિચાર લાગે? ઉત્તર દુપ્પય-ચપ્રિય પમાણાઇક્કમેનો અતિચાર લાગે. પ્ર. ૧૭. વાસણ આદિ ઘરવખરી મર્યાદાથી વધારે રાખે તો કયો અતિચાર લાગે ? ઉત્તર કુવિયપમાણાઇક્કમેનો અતિચાર લાગે. પ્ર. ૧૮. બંગલા (ફ્લેટ) નો પાઠ કયો ? ઉત્તર પાંચમું વ્રત વત્યુ. પ્ર. ૧૯ પરિગ્રહના કારણે ભાઇ-ભાઇ વચ્ચે મોટું યુદ્ધ કોને થયું ? ઉત્તર કોણિક અને હલ વિહલ વચ્ચે યુદ્ધ થયું. પ્ર. ૨૦. કઇ કઇ ચીજ માટે તે યુદ્ધ થયું હતું ? ઉત્તર હાર અને હાથી માટે થયું હતું. પ્ર. ૨૧. તે ચીજ કયા શબ્દોમાં આવે ? ઉત્તર તેમાં હાર હિરણ સુવણના શબ્દમાં સમાય છે અને હાથી ચઉપદમાં સમાય છે. પ્ર. ૨૨. પાંચમું પાપ, મૂકે કાપ, તો મનોરથ સફળ ગણાય ? ઉત્તર હે ભગવાન ! હું આરંભ પરિગ્રહ ક્યારે ઓછો કરું એમ પહેલો મનોરથ સફળ ગણાય. પ્ર. ૨૩. વર્તમાનકાળે પણ વિશ્વશાંતિ માટે ભગવાન મહાવીરે બતાવેલા સિદ્ધાંતોમાં મુખ્ય કયાં કયાં વ્રત છે? ઉત્તર અહિંસા અને અપરિગ્રહ વ્રત. પ્ર. ૨૪. પરિગ્રહની મમતા છોડી પરમકલ્યાણ કોણે કર્યું? ઉત્તર કપિલ કેવળી. પ્ર. ૨૫. પરિગ્રહ ઓછો કરવા માટે કયા પ્રકારનું ચિંતન કરવું જોઇએ ? ઉત્તર પરિગ્રહ પાપનું કારણ છે. સંકલ્પ વિકલ્પને વધારનાર છે. વિગ્રહનું કારણ છે. તેથી સંપૂર્ણ અપરિગ્રહી અને મુક્ત હું ક્યારે બનીશ ? પરિગ્રહમાં આસક્ત દુર્યોધન, કોણિક, સાગરદત્ત, મમ્મણ શેઠ વગેરેની કેવી દુર્દશા થઇ ? પરિગ્રહ સુખની ઉંઘ પણ લેવા દેતો નથી. સતત ભયમાં જીવાડે છે વગેરે....
Page #110
--------------------------------------------------------------------------
________________
'..દિશિ પરિમાણને રંગ
આ દ્રવ્ય હંમેશા ક્ષેત્રના આધારે રહે છે.
જગતમાં જેટલું જાણો એટલું મરો. 0 જેટલું જુઓ એટલું રૂઓ. 0 દીકરો માતાનું રક્ષણ કરે, માતા દીકરાનું પાલન કરે તેમ ધર્મક્ષેત્રમાં
ધર્મનું પાલન તમે કરો અને ધર્મ તમારું રક્ષણ કરે. T બધા પાપોનું પ્રવેશદ્વાર આંખ છે. આ જગતપતિનું દર્શન કરે તેને જગતના દર્શનની વાસના ખલાસ થઇ જાય આ પારકાની ચેષ્ટા માટે આંધડા, બહેરા અને મૂંગા બની જાઓ.
શ્રાવકમાં ૧૨ વ્રતમાંનું છઠ્ઠા નંબરનું વ્રત છે. “દિક્પરિમાણ વ્રત.” ઊંચે નીચે કે તછ વધુમાં કેટલું જવું તેનું પરિમાણ નક્કી કરી દેવું...
એક વાત સમજી રાખવી કે આવાગમન માટેના ક્ષેત્રના મર્યાદા જેટલી વધુ તેટલી પાપારંભની શક્યતા વધુ...કારણ કે તે તે ક્ષેત્રમાં રહેલાં દ્રવ્યોનાં દર્શનથી નથી...ઉપભોગથી આત્મામાં આસક્તિ વગેરેનાં કુસંસ્કારો મજબૂત બને છે. જો મર્યાદિત ક્ષેત્રમાં જ રહેવાનું હોય તો તે ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રોમાં થતી જીવહિંસા, આરંભ સમારંભ વગેરેનાં પાપોથી આત્મા પ્રાયઃ કરીને લપાતો નથી..
અનેક પ્રકારની વેજ્ઞાનિક શોધોએ માનવીના મનમાં પડેલી અનેક અતૃપ્ત ઇચ્છાઓ બહેકાવી છે...દેશ પરદેશમાં થતા પરિભ્રમણે માનવને વધુ ને વધુ વાસનાનો ભિખારી બનાવ્યો છે. પ્રત્યેક વસ્તુનું દર્શન રાગ દ્વેષની પરિણતિ પેદા કરાવી જાય છે. એ વસ્તુને મેળવવા જીવ સાચા ખોટા અનેક રસ્તાઓ અપનાવે છે. પરિણામે વસ્તુ કદાચ મળે તો આસક્તિ વધે છે. ન મળે તો મેળવવાની લાલસા સતત ઉભી રહે છે !
આ બધા સંભવિત અપાયોથી બચવા આવાગમનના ક્ષેત્રની મર્યાદા નક્કી કરી દેવી બહુ જરૂરી છે..
નહિતર તો કહેવાય છે ને કે આ જગતનું જેટલું વધુ જાણો તેટલા મરો, અને જેટલું વધુ જુઓ તેટલા રુઓ....
Page #111
--------------------------------------------------------------------------
________________
જાયાનું ઝેર છે....વર્તમાનપત્રો, મેગેઝીનો, નાટકો, સરકસો, સિનેમાઓ વગેરેએ અનેક આત્માઓના સુષુપ્ત પડેલા કુસંસ્કારોને ઉત્તેજિત કરીને તેઓને દુરાચારના માર્ગે ચઢાવી દીધા છે.
ચેષ્ટા પરસ્ય વૃત્તાન્ત મૂકાલ્પબધિરોપમેં પરની ચેષ્ટા માટે મૂંગા આંધળા બહેરા બની જાઓ પરનિંદા કરવા માટે મૂંગા. પરદોષદર્શન કરવા માટે આંધળા અને પરદોષ શ્રવણ કરવા બહેરા બની જાઓ...તો આત્મામાં અનેક પ્રકારના ગુણોનો પ્રવેશ ખૂબ સુલભ બની જશે.
દ્રવ્યો એ ક્ષેત્રના આધારે રહે છે...આરંભ સમારંભ એ દ્રવ્યોના આધારે થાય છે...માટે જેણે આવાગમનના ક્ષેત્રમાં નિયંત્રણ કરી દીધું તેણે દ્રવ્યનિમિત્તક થતા આરંભ સમારંભમાં પણ નિયંત્રણ કરી દીધું..
આ વાતને ખ્યાલમાં રાખી કદાચ ધંધા વગેરેને કારણે ક્ષેત્રની મર્યાદા વધારવી પડતી હોય તો ય મોજશોખ વગેરે માટે તો એ ક્ષેત્રમર્યાદાને વધારવી જ નહિ...અને તેનું ચોક્કસ નિયંત્રણ કરી દેવું.
સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં એક શ્રાવકે પોતાના જીવનમાં વરસો પહેલાં બનેલો પ્રસંગ તેમના જ શબ્દોમાં આપણે તે જોઇએ..
એક દિવસ મારે અચાનક રાતના મુંબઇ જવાનું થયું.. હું વિરમગામ આવ્યો...સૂવા રીઝર્વેશન ટિકિટ પણ મળી ગઇ... જગ્યા પર જઇને સૂઈ ગયો. ત્યાં અચાનક ડબ્બામા મારા નામની બૂમ પાડતો કોઇ માણસ ચડ્યો..મારી પાસે આવીને કહે કે “આ ગાડીમાં તમારે જવાનું જ નથી. નીચે ઊતરી જાઓ..”
પણ ભાઇ ! મારી પાસે ટિકિટ છે...મારે કોઇપણ હિસાબે આજે મુંબઈ જવું પડે તેમ જ છે.”
“એ કાંઇ સાંભળવા માંગતો નથી...તમે નીચે ઊતરી જાઓ..” જેની સાથે કોઇપણ જાતની મારે ઓળખાણ નહોતી તેવા માણસે મને કોઇપણ જાતના કારણ વિના સામાન સાથે નીચે ઉતાર્યો..બાંકડા પર મારી સાથે બેઠો. “આ ગાડી ચાલુ નહિ ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી...' એમ કહી તે વાતોએ વળગ્યો...ત્યાં અચાનક મને યાદ આવ્યું કે, ૧૪ નિયમમાં મેં આજે વિરમગામ સુધી જવાની જ છૂટ રાખી છે.” ચાલો, સારું થયું - આ માણસે મને ઉતારી દીધો....
આ વિચારતો હતો, ત્યાં તો ગાડી ચાલુ થઇ. હું સામાન લઇને વેઇટીંગ રૂમ તરફ જવા તૈયાર ગયો. હજી તો માંડવેઇટીંગ રૂમ સુધી પહોંચ્યો હોઇશ ત્યાં તો સ્ટેશન પર કોલાહલ થયો..
Page #112
--------------------------------------------------------------------------
________________
કેમ શું થયું?
“હમણાં જે ગાડી ઉપાડી તેનો જખી સ્ટેશને ભયંકર એકસીડન્ટ થયો છે. ઍન્જિનની બાજુના ત્રણે ય ડબ્બા સાફ થઇ ગયા છે.”
હું તો આ સાંભળી સજ્જડ થઇ ગયો. બીજા ડબ્બામાં જ મારી સીટ હતી. મને નિષ્કારણ ડબ્બામાંથી ઉતારનાર એ માણસને શોધવા હું આખો સ્ટેશન પર ફરી વળ્યો. પણ તે દેખાયો જ નહિ...આમ “એ માણસ કોણ'નું રહસ્ય આજ સુધી વણઉકેલ્યું રહ્યું છે.”
આપણી દષ્ટિમાં મામૂલી ગણાતો નિયમ પણ કેવો પ્રભાવશાળી હોય છે તેનો આવા પ્રસંગે ખ્યાલ આવે છે..અને એ નિયમ સ્વીકારવાની રુચિ પેદા થાય છે. પિાંચ અતિચાર) (૧) ઉર્ધ્વદિષ્ણુ પ્રમાણતિક્રમ - ધારેલી મર્યાદા કરતાં વિમાન દ્વારા અથવા પહાડ આદિ
ઉપર ઉચું જવું નહીં. (૨) અધોદિ પ્રમાણતિક્રમ- ધારેલી મર્યાદા કરતાં કુવા-ખાણ, પહાડ આદિથી નીચે
ઉતરવું નહીં. (૩) તિર્યગદિમ્ પ્રમાણતિક્રમ - ધારેલી મર્યાદા કરતાં ચાર અથવા કોઇ પણ એક
દિશા વિદિશામાં વધુ જવું નહીં. (૪) ક્ષેત્રવૃદ્ધિ પ્રમાણતિક્રમ-બધી દિશામાં ધારેલી મર્યાદાને ભેગી કરી કોઇ પણ એક
દિશા વધારે દૂર જવું નહીં. (૫) સ્મૃતિ અંર્તધ્યાન - કેટલી મર્યાદા ધારેલી છે તે ભૂલી જવી.
આ અતિચારોની સાથોસાથ (૧) દેશવિદેશમાં કાગળ, તાર, ફોન, ફેક્સ વિગેરે દ્વારા વિચારોની આપ-લે કરવા માટે (૨) ધારેલા ક્ષેત્રની બહાર અન્ય વ્યક્તિઓને પોતાના કામ માટે મોકલવામાં આવે તો. (૩) અજ્ઞાનતા આકસ્મીત કે પરાધીનતાના કારણે અવર જવર કરવી પડે તો (૪) તીર્થયાત્રાદિ ધર્મના કાર્ય માટે મર્યાદા ઓળંગી જવું પડે તો તે માટેની જયણા (છૂટ) રાખવામાં આવે છે. (સ્વીકારાય છે).
જે આત્મા દિગુ પરિમાણ વ્રત સ્વીકારે છે તેનું મન ધર્મધ્યાનમાં સહેલાઇથી સ્થિર થાય છે. મોક્ષપ્રાપ્તિની ઇચ્છાવાળા આત્માએ પોતાનું કાર્યક્ષેત્ર દિગુપરિમાણ દ્વારા નક્કી કરવું જોઇએ. ધ્યેય નિશ્ચિત થવાથી વધારાની દોડાદોડ જે કરવા આત્મા પ્રેરાય છે. તે બંધ થઇ જાય. ધારેલી દિશા ઉપરાંતની દુનિયામાં જે છ કાયના જીવોની વિરાધના થાય છે. તે અનુમોદનાના પાપોથી આત્મા બચી જાય છે. અર્થાત્ ત્રણ સ્થાવર જીવોને અભયદાન અપાય છે. વિષયો કષાયોની માત્રા ઘટી જાય છે. ઉદા. “જે ગામ જવું નહીં
Page #113
--------------------------------------------------------------------------
________________
તેનું નામ લેવું નહીં.”
-કોઇ પણ ધાર્મિક અનુષ્ઠાન ભલે એ પૂજન હોય કે સામાયિક. તેના પ્રારંભમાં વિધિકાર પ્રગટ અપ્રગટ દિગૂ પરિમાણ બંધન કરી મનને તેની બહાર ન જવા અથવા બહારના અશુભ તત્ત્વોના વિચારોનો સ્પર્શ કરતાં અટકાવવા પ્રયત્ન કરે છે. દશમે દેશાવગાસિક વ્રતની અંદર પોતાની હાજરી સંબંધની ચર્ચા આવે છે. તે પણ ક્ષેત્રની મર્યાદા માટે જ છે.
પ્રભુવીરના અલ્પ ઉપદેશથી ચંડકૌશિકે સંસારમાં પોતાની દ્રષ્ટિવિષ આંખો દ્વારા થતી બધી હિંસક પ્રવૃત્તિ બંધ કરી અણસણ સ્વીકારી ૧૫ દિવસના અંતે આઠમા દેવલોકમાં મહર્ષિક દેવ થયો. દિન્ પરિમાણ વ્રતનો આ રીતે પ્રત્યક્ષ સુખદ અનુભવ આ જીવને થયો.
મુનિવરો જ્યારે ગ્રામાનુગ્રામ વિચરે ત્યારે પોતાની દ્રષ્ટિથી ૫/૭ ફૂટ દૂર સુધીની જગ્યાની પ્રર્માજના કરતાં વિચરે જેથી કોઇ જીવોની હિંસા ન થવા પામે, ખાડામાં પડી ન જવાય, કાંટા કાંકરા, કાચ, વિગેરે ન વાગે. આમ દિમ્ પરિમાણ જેમણે કર્યું છે. તેમણે પરિમિત ક્ષેત્રમાં પણ ઇષ્ટફળની પ્રાપ્તિ અવશ્ય થઈ શકે છે.
આજના યુગમાં એક દેશની સરહદમાંથી બીજા દેશની સરહદમાં જવા આવવા ઉપર અંકુશ હોય છે. જો કે આ નિયમ વ્યાવહારિક રીતે અવસ્થા આદિને સાચવવા હશે પણ બીજા દેશનો માનવી જેમ મંજુરી વિના સરહદને ઓળંગે તો ગુનેગાર કહેવાય છે. તેમ દિન્ પરિમાણ વ્રતને ભાંગનાર પાપનો બંધ કરે છે. તે નિશ્ચિત છે. દિમ્ પરિમાણ વ્રત સંબંધી લાભ નુકશાનના ઉદાહરણો : આ શ્રેણિક પુત્ર કોશિક દક્ષિÍધ ભારતના ત્રણ ખંડ જીતી વૈતાઢ્યથી આગળ ત્રણ
ખંડ જીતવા ત્રિમિસ્તા ગુફા પાસે ગયો. ગુફાપાલક ગિરિમાલકને સમજાવી આગળ વધુવું હતું પણ ગુફાપાલકે ના પાડી. ઘણો વાદવિવાદ થયો. છેવટે ગુફા પાલકે થપ્પડ મારી પરિણામે મરીને છઠ્ઠી નરકે ગયો. કુમારપાળ રાજાએ ચોમાસામાં પાટણની બહાર ન જવાની બાધા લીધી છે. તે વાત શક રાજાએ જાણી. તેના ઉપર ચઢાઈ કરી. આ વખતે ગુરુદેવ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના પ્રતાપે શત્રુરાજા સ્વાધીન થયો. ભૂલ સ્વીકારી પાછો સ્વનગરે ગયો. ભગવાન વીરને ઋજુવાલિકા નદીના કિનારે કેવળજ્ઞાન તો થયું પણ વિરતિના પરિણામવાલા કોઇ યોગ્ય આત્મા ત્યાં હાજર ન હોવાથી અથવા એ ક્ષેત્રમાં સંઘ સ્થાપના માટેની યોગ્યતા ન હોવાથી અપાપાપુરીમાં સંઘની સ્થાપના થઇ.
Page #114
--------------------------------------------------------------------------
________________
* ૨૪ ભગવાનના નિવાર્ણ સ્થળમાં ૨૦ ભગવાનોના નિર્વાણ સમેતશિખરજી
તીર્થમાં થયા તે પણ ક્ષેત્રનો મહિમા સમજાયો. જ બ્રહ્મદત્ત ચક્રવર્તી બીજા છ ખંડ જીતવા નીકળ્યા પણ અતિ લોભના કારણે
નરકગતિને પામ્યા. મુનિઓના નિવાસ કરવા માટે વસ્તી (જગ્યા) ની અનુજ્ઞા માગે અને તેટલી જ જગ્યાને વાપરતા હોય છે. બીજા દેવલોક સુધી ગયેલા ચમરેન્દ્ર દેવને તરત જ પોતાની સભામાંથી (ક્ષેત્રમાંથી) કાઢી મૂક્યો એટલું જ નહીં અન્ય દેવોને શિક્ષા કરવા આજ્ઞા કરી.
કેટલાક પ્રશ્નોત્તર
પરમ વિશ્રામના ઘાટ પ્રભુ ! પૂર્વ ભવોમાં ને આ ભવે પણ દશે દિશામાં દોડ કરી કોઇ ગ્યા સ્પર્યા વિના બાકી નથી રાખી. હવે ચાર ગતિના પરિભ્રમણ ૩૫ શુભાશુભ કર્મોથી છૂટી. સ્વમાં સ્થિર બની, પ્રાંતે સિદ્ધ ક્ષેત્રે સ્થિર બનું. સ્થિરતા આલંબને અસ્થિરને દઉ અલંવિદા એજ ભાવના.
પ્ર. ૧ દિશા પરિમાણ વ્રત એટલે શું ? ઉત્તર જે જે દિશામાં જેટલું જવું પડે તેટલી મર્યાદા બાંધવી. પ્ર. ૨ દિશા કેટલી છે ? ઉત્તર દિશા દસ (૧૦) છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ કોણ, વાયવ્યકોણ,
ઇશાન કોણ, નૈઋત્યકોણ, ઉર્ધ્વ દિશા ને અધો દિશા. પ્ર. ૩ તે દસે દિશાનો સમાવેશ અહીં કેટલા શબ્દોમાં થયો છે ? ઉત્તર ઉર્ધ્વ દિશા, અધો દિશા ને તિર્ય દિશા. આ ત્રણમાં સમાવેશ થયો છે. પ્ર. ૪ 8in 1 એટલે શું ? એવું ક્યાં સમજાય છે ? ઉત્તર પૂર્વ આદિ આઠ (ઉર્ધ્વ અધો દિશા સિવાય) દિશાનો સમાવેશ તિર્ય દિશામાં
થાય છે. પ્ર. ૫ દિશાની મર્યાદા કરવાથી શું ફળ મળે છે ? ઉત્તર લોક અસંખ્યાત ક્રોડાક્રોડી યોજન વિસ્તારવાળો છે. દિશાઓની મર્યાદાથી,
બહાર જવાનો સંપૂર્ણ ત્યાગ થવાથી આશ્રવ રોકાય છે. તેટલા ક્ષેત્રની ક્રિયા
Page #115
--------------------------------------------------------------------------
________________
નથી લાગતી. તૃણા ઉપર અંકુશ રહે છે. પ્ર. ૬ સાધુ માટે દિશાની મર્યાદા શા માટે નથી? ઉત્તર સાધુ-સાધ્વી યત્નાપૂર્વક ઇર્યાસમિતિનું પાલન કરતાં થકા ગમનાગમન કરે છે.
તેથી જીવ હિંસા થતી નથી. સંત જ્યાં પણ જાય છે, ત્યાં ધર્મ પ્રભાવના કરે છે. ધર્મપ્રચાર કરે છે. હંમેશા વિચરતાં રહેવાથી રાગ દ્વેષની બુદ્ધિ થતી નથી, એટલા
માટે તેમને દિશાની મર્યાદા નથી પરંતુ હંમેશા વિચરતા રહેવાનું વિધાન છે. પ્ર. ૭ ભોંયરાનો શબ્દ કયો? ઉત્તર અધોદિસિ. પ્ર. ૮ દેવલોકનો સમાવેશ ક્યાં થાય છે? ઉત્તર ઉઢ દિસિ = ઉર્ધ્વ દિશામાં. પ્ર. ૯ દિશા પરિમાણના અતિચાર કેટલા છે? કયા કયા? ઉત્તર દિશા પરિમાણના પાંચ અતિચાર છે.
૧) ઉદિસિધ્ધમાણાઇક્રમે, ૨) અધોદિસિધ્ધમાણાઇક્રમે,
૩) તિરિયાદિસિપ્રમાણાઇક્કમ, ૪) ખેતવુઢી, ૫) સઇઅંતરુદાએ. પ્ર. ૧૦ ઊંચી દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર ઉઢદિસિધ્ધમાણાઇક્કમ નો અતિચાર લાગે. પ્ર. ૧૧ નીચી દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર અધોદિસિપ્રમાણાઇક્રમે નો અતિચાર લાગે. પ્ર. ૧૨ તિર્ય દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કરે તો કયો અતિચાર લાગે ? ઉત્તર તિરિય દિસિધ્ધમાણાઇક્રમે નો અતિચાર લાગે. પ્ર. ૧૩. અહીંનું ત્યાં જોડવું અથવા એક જગ્યાએ ઘટાડી બીજે વધારવું તો કયો અતિચાર
લાગે? ઉત્તર ખેતવુઢી, ક્ષેત્રવૃદ્ધિ, પૂર્વાદિ દિશાની મર્યાદિત ભૂમિથી વધુ ભૂમિમાં મારે જવું
નથી. પણ પશ્ચિમ દિશાની મર્યાદિત ભૂમિથી અધિક ભૂમિમાં જવું પડે તેમ છે. જવાથી વધુ ધનાદિ લાભ મળે તેમ છે તેવું વિચારી એક દિશામાં ઘટાડી બીજી
દિશામાં વધારવું તે અતિચાર લાગે. પ્ર. ૧૪ યાદશક્તિ પર આવરણ આવ્યું ને મર્યાદાનું ધ્યાન ચૂકાયું તો કયો અતિચાર લાગે? ઉત્તર પ્રમાદ કે મોહવશ ભૂમિની મર્યાદા રાખી છે તે ભૂલાઇ જાય તો પણ આગળ વધે તો સંતરદ્ધાએનો અતિચાર લાગે.
Page #116
--------------------------------------------------------------------------
________________
'વ્રત સાતમે વિરતિ આદરું રે લોલ ધંધો સીઝન પ્રમાણે, ખોરાક ઋતુ પ્રમાણે, વાતચીત વ્યક્તિ પ્રમાણે અને મનની વૃત્તિ જીવન પ્રમાણે જોઇએ.
વૃત્તિનો અર્થ છે ચોક્કસ પ્રકારનો માનસિક ઢાંચો 0 મનુષ્ય ગતિ વિવેક પ્રધાન છે.
તિર્યંચોની વૃત્તિ જીવન ટકાવવા માટે મનુષ્યની ગતિ જીવન સુધારવા માટે છે.
Difference of Kind અને Difference of degree નો વિચાર રાખો. આ કસ વિનાનો ખોરાક ધાતુન બનાવે તુચ્છ (હલકો) ખોરાક મનોવૃત્તિ બગાડે. આ જમીનમાંથી ફૂટતા એ તણખલાને પણ નમસ્કાર કરું છું કારણ કે એનામાં
વૃક્ષના દર્શન મને થાય છે. બગડેલા વિચારો માત્ર પોતાને બગાડે બગડેલો આચાર અનેકને બગાડે. આ જીવન ઊંચું છે - મીઠું જીવન કિંમતિ છે - ઝવેરાત જીવન જોખમી છે – સાપ જીવન જોખમી છે એના કરતા જીવન જે સ્થાને ગોઠવાયું છે તે સ્થાન
જોખમી છે. આ જે ગતિમાંથી મનુષ્યગતિ તરફ જલ્દી આવવા ન મળે તે ગતિ સૌથી ખરાબ. 0 નરક કરતાંય નિગોદ ખરાબ છે.
જે પાપ રોજનું થાય એમાંથી પશ્ચાતાપનો ભાવ જાય. જે ધર્મ રોજનો થાય એમાંથી અનુમોદનાનું તત્ત્વ નીકળી જાય. આજે લોકોમાં દુઃખનો ઇન્કાર છે. દોષોનો સ્વીકાર છે. ત્રણ પદાર્થ એવા છે જેની માલિકી કર્યા વગર રહેવાનું મન ન થાય- સંપત્તિ,
સત્તા, સૌંદર્ય. 0 આ જગતમાં સૌથી ઇમાનદાર શરીર છે અને સૌથી વધારે બેઇમાન મન છે.
જે ધંધામાં સૌથી વધારે હિંસા ન હોય..
Page #117
--------------------------------------------------------------------------
________________
.
જે ધંધામાં કઠોરતા ન હોય તેવો જ ધંધો કરવો. વ્યાજ વટાવવાનો ધંધો કઠોરતા ઉત્પન્ન કરે છે.
પાપના ભવોમાં પાપ સામગ્રી મળી માટે પાપ કર્યા. ધર્મના ભવોમાં ધર્મ સામગ્રી મળી તોય પાપ કર્યા. માણસ મકાન બનાવે ત્યારે એવી રીતે બનાવે જાણે પોતે મરવાનો જ નથી. માણસ જમવા બેસે ત્યારે એવી રીતે ખાય જાણે બીજા ટંકે મળવાનું જ નથી.
जत्थ बहू थाओ, जीवाणं होइ भुज्जमाणंमि । ते वत्युं वज्जेज्जा, अइप्पसंगं च सेसेसु ||
ભાવાર્થ જે વસ્તુ વાપરવામાં ઘણા જીવોને વિનાશ થાય, તે વસ્તુનો ત્યાગ કરે અને બાકીની વસ્તુઓમાં પણ (વા૫૨વાની) અતિશય આસક્તિનો ત્યાગ કરે.
સાતમા નંબરનું વ્રત છે ....ભોગોપભોગવિરમણ વ્રત... એક વાર વાપરવામાં આવે તે ભોગ...અનેક વાર વા૫૨વામાં આવે તે ઉપભોગ...ભોજન, અત્તર વગેરેનો સમાવેશ ભોગમાં થાય, જ્યારે વસ્ત્ર મોટ૨ મકાન વગેરેનો સમાવેશ ઉપભોગમાં થાય..આ ભોગ અને ઉપભોગ એ બન્નેમાં નિયંત્રણ તેનું નામ ભોગોપભોગવિરમણ વ્રત...આ વ્રતમાં ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય, ૧૫ કર્માદાનના ધંધાનો સર્વથા ત્યાગ કરવા સાથે રોજના વપરાશમાં આવતી ભોગોપભોગની સામગ્રીમાં પરિમાણ નક્કી કરી દેવાની વાત આવે છે..
અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવે પ્રાયઃ કરીને અનંતીવાર પ્રત્યેક સામગ્રીનો ઉપભોગ કર્યો છે...છતાં તેનાથી તૃપ્તિ થઇ નથી...મકાન, મોટર, કંચન, કામિની, ભોજન, વસ્ત્ર વગેરેની પ્રાપ્તિ નવી નથી....તેનો ઉપભોગ પણ નવો નથી..છતાં કોણ જાણે આ જીવ એ સામગ્રીનો ઉપભોગ એવી રીતે કરે છે કે આ બધી સામગ્રીઓ પહેલ વહેલી વા૨ જ તેને પ્રાપ્ત થઇ હોય !
પૂજ્યપાદ જ્ઞાનવિમલસૂરીશ્વરજી મહારાજ શ્રી સીમંધરસ્વામી ભગવાનના સ્તવનમાં ફરમાવે છે કે...
સાહેબ, ષટ્સ ભોજન બહુ કર્યાં, સાહેબ, તૃપ્તિ ન પામ્યો લગાર, સાહેબ, હું રે અનાદિની ભૂલમાં, સાહેબ, રઝળ્યો ઘણો સંસાર...
એક વાર મળો ને મારા સાહિબા...
૧૧૦] 888888
Page #118
--------------------------------------------------------------------------
________________
અનાદિની ભૂલ આ ઉત્તમ ભવમાંય પુનરાવૃત થઇ રહી છે. શરીરના રાગે અભક્ષ્ય અનંતકાયનાં ભક્ષણો ચાલુ છે.જ્યારે પૈસાના કાતિલ રાગે અસંખ્ય જીવોને મોતને ઘાટ ઉતારતા કર્માદાનના ધંધાઓ પણ મોટા ભાગના જીવો મજેથી કરી રહ્યા છે.ક્યાંય દુઃખ નથી.ક્યાંય અફસોસ નથી...
નહિતર નરકગતિના National Highway જેવાં ગણાતાં અભક્ષ્ય એવાં રાત્રિભોજનનાં પાપો આટલાં બધાં મજેથી શી રીતે થાય ?
વરસો પહેલાં પાલીતાણાની યાત્રાએ જઇ રહેલા એક યાત્રિક સંઘને બહાર વટિયાઓએ રસ્તામાં આંતર્યા. બહારવટિયાના આગેવાને સંઘપતિ શેઠને કહ્યું શેઠ ! યાત્રિકો આગળ જેટલાં ઘરેણાં હોય તેટલાં ઉતારી આપો. નહિતર આ બંદૂકો કોઇની ય સગી નહિ થાય.
શેઠે સમય જોઇ લીધો..૪૦૦ જેટલા બહારવટિયાઓ હતા..પ્રતિકાર કરવામાં લાભ કરતાં નુકશાન વધુ હતું.
યાત્રિકોને શેઠે ઓર્ડર કર્યો જેની પાસે જેટલું ઘરેણું હોય તેટલું ઊતારી આપો..મારી તાકાત પહોંચશે ત્યાં સુધી ઘરે જઇને બધાયને એટલું ઘરેણું પરત કરી દઇશ.
ટપોટપ ધરેણાંઓ ઉતરવા લાગ્યાં..આ બાજુ અસ્તાચલ તરફ જઇ રહેલા સૂર્યને જોઇને શેઠે બહારવટિયાના આગેવાનને વિનંતિ કરી, ભાઇ ! રાત્રિભોજન અમારામાંનો કોઇ યાત્રિક કરતો નથી...સૂર્યાસ્ત થવાની તૈયારી છે. એટલે જો તમે થોડીવાર રાહ જોઇ શકતા હો તો અમે બધા જમી લઇએ. પછી તમને ઘરેણાં સોંપી દઇએ...
પેલાએ હા પાડી. ભયના વાતાવરણ વચ્ચે સહુ જમવા બેઠા..ભોજન પિરસાઇ ગયું. યાત્રિકો ખાવાની શરૂઆત કરતા હતા. ત્યાં શેઠે બૂમ પાડી, સબૂર ! કોઇ વાપરશો નહિ..
પછી બહારવટિયાના આગેવાન તરફ શેઠ વળ્યા, ભાઇ ! રાત્રિભોજન ન કરવાની અમારા ભગવાનની જેમ આજ્ઞા છે તેમ આંગણે આવેલા અતિથિઓને જમાડ્યા વિના ન જમવાની પણ અમારા ભગવાનની આજ્ઞા છે..માટે યાત્રિકોની સાથે તમે સહુ જમવા બેસી જાઓ પછી જ યાત્રિકો જમવાનું શરૂ કરશે.
ઘણી આનાકાની પછી પેલા જમવા બેઠા.શેઠે ખૂબ ભક્તિથી જમાડ્યા....જમીને ઉઠ્યા પછી યાત્રિકો ધરેણાં ઉતારવા લાગ્યા..
ત્યાં પેલો બહારવટિયાઓનો આગેવાન બોલ્યો, શેઠ, ધરમ તો અમારા દિલમાંય વસે છે, હોં ! જેનું અનાજ ખાધું તેનું ઘર લૂંટવાનું અમારા લોહીમાં જ નથી, ચાલો. ધરેણાં તો એકેય ન જોઇએ પરંતુ તમારો આ સંઘ હેમખેમ પાલીતાણા પહોંચી
Page #119
--------------------------------------------------------------------------
________________
જાય ત્યાં સુધી તમારા સંઘના રખોપાની જવાબદારી અમારી.
એમ કહી આ બહારવટિયાઓએ સંઘને લૂંટવાને બદલે સંઘની રક્ષા કરી.રાત્રિભોજન ન કરવાની જિનાજ્ઞાના પાલનથી કેટલો ફાયદો થયો..
તિહાંરાત્રિભોજન કરતાં થકાં, માંજાર ધુવડ તણા અવતાર જો.”રાત્રિભોજનના ફળમાં બિલાડા અને ઘુવડ- ગિરોળી વગેરેના અવતારોની ભેટ ! એ ભવોમાં જીવહત્યાની જ ચાલતી વેશ્યા!પરિણામ ?. ઉત્તરોત્તર ખરાબ ગતિઓમાં આત્માની રખડપટ્ટી
અભક્ષ્યભોજનના કટુરિપાકો શાસ્ત્રચલુથી જોઇને તેને સર્વથા તિલાંજલિ આપી દેવા જેવી છે.
આજના કાળની વિષમતા ગણો કે ઝેરી પવન ગણો..અચ્છા અચ્છા ધર્માત્મા ગણાતા પણ કેટલાક ભાગ્યશાળીઓના ઘરે આવતા સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં જાગ્યે અજાયે પણ અભક્ષ્ય ભોજન પિરસાઇ રહ્યા છે. શ્રીખંડની સાથે મગની દાળ કે ચણાના લોટની કઢી વાપરવાથી દ્વિદળ થાય....અસંખ્ય ત્રસ જીવોની ઉત્પત્તિ થઇ જાય. આવા પણ ભોજનો લગ્નપ્રસંગોમાં અપાઇ રહ્યા છે...અભક્ષ્ય બરફનો પણ ઠંડા પાણી પીવા માટે છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે..
યજમાનના આમંત્રણથી જમવા ગયેલા સંતની થાળીમાં લાપસી પિરસાતાં સંતે લાપસીને બદલે યજમાન પાસે બાજરાનો રોટલો મંગાવ્યો.યજમાને કારણ પૂછ્યું આમ કેમ ?
“જા એક દર્પણ લાવ.'
દર્પણ આવતાં સંતે તેના પર ઘી થી લચપચ લાપસી ચોપડી. યજમાનને કહ્યું આમાં તારું મોઢું જો..
“શું જોઉં ? કાંઈ દેખાતું જ નથી..” હવે લે, આ રોટલો તેના પર ઘસવા લાગ. રોટલો ઘસતાં દર્પણ ચોખ્ખું થઇ ગયું. તેમાં પ્રતિબિંબ સ્પષ્ટ પડ્યું...
જો, આત્માને દર્પણ જેવો નિર્મળ બનાવવો હોય તો વિગઇઓના ભોજનને બદલે રુક્ષ ભોજન વધુ ઉપકારક છે...એ તને સમજાવવા માટે લાપસીને બદલે બાજરાનો રોટલો મંગાવ્યો.”
આ સાંભળી યજમાન સ્તબ્ધ થઇ ગયો !
ભક્ષ્ય ભોજનમાં પણ આત્માની પવિત્રતાને નજર સામે રાખવાની જ્યાં વાત હોય ત્યાં અભક્ષ્યભોજનના સેવનની તો વાત જ ક્યાંથી હોય ?.. માટે આ
Page #120
--------------------------------------------------------------------------
________________
અભક્ષ્યભોજનને તો જીવનમાંથી સર્વથા દેશવટો જ દઇ દો..
ભોગોપભોગવિરમણ વ્રત' ની વાત આપણે ચાલે છે. તેમાં મુખ્ય વાત તો એ સમજવાની છે કે આ જીવને માની લીધેલા સુખની સામગ્રીઓ પાછળનું આકર્ષણ ઘટે નહિ ત્યાં સુધી ઇંદ્રિયોના વિષયોમાં નિયંત્રણ લાવતાં આવાં વ્રતો પ્રત્યે તેને આકર્ષણ પેદા થાય નહિ. આ વ્રતો પ્રત્યે સ્વાભાવિક રીતે રુચિ પેદા થાય તે માટે મૂળમાં જવું જરૂરી છે.
પોતાની જાતને મહાન દાનેશ્વરી ગણાવતા રાજાની સભામાં નાનું ભિક્ષાપાત્ર લઇને એક ફકીર આવ્યો. “રાજન્ ! આખા રાજ્યમાં ફેલાયેલી દાનેશ્વરી તરીકેની તારી ખ્યાતિ સાંભળી અહીંયા આવ્યો છું...તને સાચો દાનેશ્વરી ત્યારે માનું કે જ્યારે તું આ મારું ભિક્ષાપાત્ર ભરી આપે.
“બોલો મહાત્મન્ ! આ પાત્ર શેનાથી ભરી દઉં ?'
તને ઠીક લાગે એનાથી ! હીરા માણેકથી ન ભરતાં પથરાઓથી ભરીશ તોય ચાલશે !”
ના...ના... ભરી આપીશ તો હીરા માણેકથી જ !'
ખજાનચી ! તિજોરીમાંથી કિંમતી હીરાઓ લાવી આ ફકીરનું પાત્ર ભરી આપો,.”
...અને ફકીરના પાત્રમાં હીરાઓ ઠલવાતા જ ગયા. પાત્ર ભરાય જ નહિ.. સોનું..ચાંદી...રૂપિયા જે કાંઇ હતું તે બધુંય આ પાત્રમાં નાખ્યું છતાં તળિયું ય ઢંકાય નહિ..રાજા થાકી ગયો..
“મહાત્મન્ ! આ પાત્ર શેનું બનાવ્યું છે ? ... કે જેમાં આટલી બધી અઢળક સંપત્તિઓ નાખવા છતાં તે ભરાતું જ નથી !
ખડખડાટ હસતાં હસતાં ફકીર બોલ્યો, રાજન્ ! આ પાત્ર માણસના મનમાંથી બનાવ્યું છે ! પાત્ર નથી ભરાતું તેનું કારણ એ છે કે તે જે માણસના મનમાંથી બનાવ્યું છે તે મન પણ ગમે તેટલું આપવા છતાં ક્યારેય તૃપ્ત નથી થતું.
આ સાંભળી રાજા સ્તબ્ધ થઇ ગયો..
મનના આ અતૃપ્ત સ્વભાવને જે સતત નજર સામે રાખે છે તેને આવા અણમોલ વ્રતોના પાલન વખતે જે આનંદ આવે છે તે કલ્પનાતીત હોય છે..અભક્ષ્ય અનંતકાયનાં ભક્ષણો દ્વારા પોતાના પેટને કબ્રસ્તાન બનાવવા તે તૈયાર નથી થતો. કર્માદાનના ધંધાઓ કરવા દ્વારા જીવો પ્રત્યે તે નિર્દય પણ નથી બની શકતો...
ભૂતકાળના અનંતકાળમાં આ જીવે શું નથી ખાધું? શું નથી ભોગવ્યું ? શું
Page #121
--------------------------------------------------------------------------
________________
નથી જોયું? શું નથી સાંભળ્યું ? શાસ્ત્રકારો.તો ત્યાં સુધી કહે છે કે આ જીવે અત્યાર સુધીમાં પીધેલા માતાના દૂધનું જો માપ કાઢવામાં આવે તો સ્વયંભૂરમણ સમુદ્રના પાણી પણ તેની આગળ કાંઇ વિસાતમાં ન આવે...અને ખાધેલા અનાજના દાણાઓનો જો ઢગલો કરવામાં આવે તો લાખ યોજનનો મેરુપર્વત પણ શરમાઇ જાય..ઓહ! આટઆટલું ખાધું પીધું તોય હજી એ જ ખાવાપીવાની લત ? અને તેમાં ય પછી કોઇ મર્યાદા નહિ ? અનંતાનંત તીર્થકર ભગવંતોએ જે ચીજોને અભક્ષ્ય કહી..જેને અનંતજીવોના સમૂહરૂપ હોવાથી અનંતકાય કહી, તેને ય આપણા જીભના ટેસ્ટ ખાતર પેટમાં પધરાવી દેવાની? પરમાત્માનું અણમોલ શાસન પામનાર આપણો નંબર મડદા ઉપર ઉજાણી કરતા ગીધડાઓની જમાતમાં લગાવી દેવાનો ?
હમણા એજીનીયરીંગમાં ખૂબ સારા માર્ક પાસ થયેલો એક યુવક સાધુ ભગવંતને કહે, “સાહેબ ! ધર્મ કરવામાં ક્યારે કોણ નિમિત્ત બની જાય છે તેની ખબર નથી પડતી !!
સાધુએ પૂછ્યું, “કેમ આમ બોલે છે ?'
“જુઓ, મહારાજ સાહેબ ! માતા પિતાના સુંદર સંસ્કારોને કારણે વરસોથી પરમાત્માની સ્વદ્રવ્યથી પૂજા કરું છું. પૂજા કરતી વખતે ક્યારેક ક્યારેક તો એવા ભાવોલ્લાસ પ્રગટે છે કે જેનું વર્ણન ન થઇ શકે. નવકારશી રોજ કરું છું. રાતના જમતો નથી. આમ એક પ્રકારની ધર્મક્રિયાઓ કરવા છતાં કોલેજમાં ભણતી વખતે કુસંગના કારણે કંદમૂળ ખાતો થઇ ગયો. હોટલમાં મસાલા ઢોંસા, સેંડવીચ, પોટેટો ચીપ્સ, પાઉં ભાજી, વગેરે ખાવાનું પૂર બહારમાં ચાલુ થઇ ગયું. અલબત્ત ઘરમાં કોઇને આની ખબર નહોતી પડી કોલેજની પરીક્ષા પૂરી કરી. નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા એક કંપનીમાં ગયો..કપાળ પર કેસરનું તિલક હતું. ઇન્ટરવ્યુ લેનાર મેનેજર મુસ્લિમ હતો. પહેલો જ પ્રશ્ન તેણે પૂછડ્યો, ‘તમે કંદમૂળ ખાઓ છો ?'
9914 241141, 'What non sense ! I Don't believe in religion ! 'Then you are not fit service in this company 'But Why?'
'I believe that, the man who is not faithful towards his religion, will not be faithful to the company !
જે માણસ પોતાના ધર્મને વફાદાર ન હોય તે માણસ કંપનીને વફાદાર રહે તે વાતમાં માલ નથી.. તમારો જૈનધર્મ તમને કંદમૂળ ખાવાની મનાઇ કરે છે છતાં તમે મજેથી કંદમૂળ ખાઓ છો એ બતાવે છે કે તમને તમારા ધર્મ તરફ શ્રદ્ધા નથી. અલબત્ત, હું મુસ્લિમ છું. છતાં અમારા ધર્મગ્રંથ કુરાનને નજર સામે રાખીને જ મારું જીવન જીવું
Page #122
--------------------------------------------------------------------------
________________
છું....એટલે આ કંપનીમાં કામ કરતા તમામ માણસો માટે મારો સતત એવો આગ્રહ રહે છે કે સહુ પોતપોતાના ધર્મને વફાદાર તો હોવા જ જોઇએ ! એટલે તમે મને માફ કરજો..ગમે તેટલા સારા માર્કે પાસ થવા છતાં તમે આ કંપનીમાં નોકરી કરવા માટે લાયક નથી તેમ હું માનું છું.’ મેનેજરે મને જવાબ આપ્યો.
મહારાજસાહેબ ! મેનેજરનો જવાબ સાંભળીને સજ્જડ થઇ ગયો...વરસોથી વ્યાખ્યાન સાંભળવા છતાં જે કંદમૂળ ખાવાનું નહોતો છોડી શકયો તે આ મુસ્લિમ મેનેજરના પાંચ જ મિનિટના વક્તવ્યથી કાયમ માટેનું છૂટી ગયું !
સાહેબ ! આ એક જ નિમિત્ત અને જીવનમાંથી અભક્ષ્ય અનંતકાયનું ભક્ષણ ગયું...એટલું જ નહિ, ત્યારથી ધર્મ તરફ ભારોભાર શ્રદ્ધા વધી ગઇ !
અનંતાનંત કાળે પ્રબળ પુણ્યોદયે ૧૪ રાજલોકમાં રહેલાં સમસ્ત જીવોની વાસ્તવિક ઓળખાણ કરાવનાર પરમકલ્યાણકારી જિનશાસનની આવા વિષયકાળમાં પણ આપણને પ્રાપ્તિ થઇ છે...એ જીવોની રક્ષાના સંપૂર્ણ ઉપાયો પણ શાસ્ત્રકારોએ આપણને બતાવ્યા છે...આ બધું આપણી સામે મોજુદ હોવા છતાં જો માત્ર ઇન્દ્રિયોની તૃપ્તિ ખાત૨...મનને મસ્ત રાખવા ખાતર ભગવાન જિનેશ્વરદેવોએ નિષેધ કરેલાં અભક્ષ્ય, અનંતકાયનાં ભક્ષણો નિઃસંકોચ આપણે ચાલુ રાખતા જ હોઇએ... હજી પણ ચાલુ રાખવા જ માંગતા હોઇએ તો અનંતકાળે પણ આ જિનશાસનની પ્રાપ્તિ આપણને થસે કે કેમ તે પ્રશ્ન છે ! કારણ કે કર્મ સત્તાનો કાયદો છે કે જે ચીજનો સદુપયોગ કરતાં ન આવડે તે ચીજની પ્રાપ્તિ માટે જીવને તે નાલાયક બનાવી દે ! બાપે દીકરાને વેપાર કરવા લાખ રૂપિયા આપ્યા....દીકરાએ લાખના પાંચ લાખ બનાવવાને બદલે લાખ રૂપિયા પણ ગુમાવી દીધા...હવે ફરીવાર દીકરો રૂપિયા માંગવા જાય તો બાપ આપે ? ... ન જ આપે ! એજ રીતે અનંતાનંત જીવોને અભયદાન આપવાની આજ્ઞા કરતા જિનશાસનની પ્રાપ્તિ થયા પછી શક્તિ, સામર્થ્ય હોવા છતાં પણ આપણે જો તેની ઉપેક્ષા જ કરતા હોઇએ તો ભવાંતરમાં કઇ મૂડી ૫૨ જિનશાસન મળે ?.. ન જ મળે ! આ વાત સતત નજર સામે રાખી અભક્ષ્ય અનંતકાયના ભક્ષણનો સર્વથા ત્યાગ જ કરી દેવા જેવો છે....સદગતિઓની પરંપરા ખડી કરવા માટે જિનાજ્ઞાનું પાલન એજ એક માત્ર તરણોપાય છે..એ તારક જિનાજ્ઞાની ઉપેક્ષા એટલે સદ્ગતિની, સમાધિની, શાંતિની ઉપેક્ષા !
ભૂલશો નહિ, કઠોરતા કેળવવાના ભાવો ઘણા...કોમળતા કેળવવાનો ભવ માત્ર આ એક જ ! શાસ્ત્રકારો તો ભીંતમાં ખીલી લગાવતી વખતે દાંત કચકચાવવાની પણ મનાઇ કરે છે ! જડ પ્રત્યે આત્મામાં આવી જતી કઠોરતા કદાચ જીવ પ્રત્યેની
L
Page #123
--------------------------------------------------------------------------
________________
કઠોરતામાં પણ પરિણામ પામે તેવી પૂરેપૂરી શક્યતા છે !
ઇન્ટરવ્યુ આપવા ગયેલા એક યુવકને ઓફિસનું બારણું ખોલતાં બહુ તકલીફ પડી..ઘણી મહેનત પછી બારણું ખૂલ્યું...ઓફિસમાં ઘૂસીને બારણું ધડાક કરતું બંધ કર્યું...પછી મેનેજર પાસે ગયો..
‘તમે ઇન્ટરવ્યુ આપવા આવ્યા છો ?'
હા”
“તો પહેલાં આ ઓફિસના બારણા પાસે જઇ તેની માંફી માંગી આવો...પછી બીજી વાત કરીશું!'
બારણાની માફી ?'
હા...કારણ કે તમે જે રીતે બારણું બંધ કર્યું તે મેં જોયું છે. બારણું બંધ કરતી વખતે મોઢાની રેખાઓ તંગ હતી. આજે બારણા પર ઉતારેલો ગુસ્સો આવતી કાલે મારા પર પણ ઉતરી શકે છે. એવું ન બને માટે બારણાની માફી તમારે માંગવી જ પડશે...”
અને ખરેખર ! તે યુવક બારણાની માફી માંગી આવ્યો પછી જ મેનેજરે તેની સાથે બીજી વાતો ચાલુ કરી.
અભક્ષ્ય અનંતકાયના ભક્ષણના ત્યાગથી તથા તીવ્ર આરંભ સમારંભવાળા કર્માદાનના ધંધાઓના ત્યાગથી આત્મામાં કોમળતાનાં ખૂબ સુંદર પરિણામો ઉત્પન્ન થાય છે.અને ઉત્પન્ન કોમળતાનાં આ પરિણામો સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ લાવ્યા વિના રહેતા નથી..મૈત્રી આવતાં દ્વેષ રવાના થાય છે, રાગ તૂટવા લાગે છે, આત્મામાં ઉત્તરોત્તર શુભભાવોની છોળો ઉછળે છે..અને અંતે વીતરાગદશાની પ્રાપ્તિ થઇ જાય છે.
આમ, આત્માના અનંતગુણોને પ્રગટ કરી દેવામાં ભારે સહાયક બનતા આ વ્રતને જીવનમાં અપનાવી જ લો.
તિલાંજલિ આપી દો અભક્ષ્ય અનંતકાયના ભક્ષણને !
આ રહ્યાં ૨૨ અભય માંસ, મદિરા, મધ, માખણ, બરફ, કરા, કાચી માટી, ઝેર, રીંગણાદિ, બહુબીજ (અંજીર, ખસખસ), તુચ્છ ફળ (બોર વગેરે) અજાણ્યાં ફળ, બોળઅથાણું, દ્વિદળ (કાચા દૂધ કે દહીં સાથે કઠોળનો સંયોગ) ચલિત રસ, વાસી માવોપૂરી વગેરે, રાત્રિભોજન, ઊંબરો, પીપળો પીપર, વડનાં ફળ, બે રાત્રિ ઓળંગી ગયેલું દહીં છાશ કે છાશની વસ્તુ, મૂળાનાં પાંચ અંગ, આદ્રા પછી કેરી, ફાગણ ચોમાસથી ભાજી પાન તલ ખોરાક ખજુર અને ૨૦ દિવસની મિઠાઇ, અષાઢ ચોમાસાથી મેવો અને
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૫ દિવસ ઉપરાંતની મિઠાઇ, કાર્તિક ચોમાસાથી ૩૦ દિવસ ઉપરાંતની મિઠાઇ, આ અભક્ષ્યોનો ત્યાગ.
- ૩૨ અનંતકાય - બટાટા, લસણ, કાંદા, સક્કરિયાં, આદુ, લીલી હળદર, ગાજર, કુણી આંબલી, મૂળા, રતાળું, નવા અંકુર, ગળો, લીલો કચરો, શતાવરી, હીરલીકંદ, કુંવારપાઠા, થોર, વંશ કારેલા, લુણી, લોઠી, ગિરિકર્ણિક, કુમળાં પાન, ખરસૈયો, થેગની ભાજી, લીલીમોથ, લોણ વૃક્ષની છાલ, ખીલૂડો, અમૃતવેલી, ભૂમિફોડા, વત્થલાની ભાજી, સુયર વલ્લી, પલંકાની ભાજી, પિડાલું આ અનંતકાયનો ત્યાગ.
પુણ્યના ઉદયથી મળેલા ભોગ ઉપભોગના સાધનોને કર્મ ખપાવવા માટે ઓછામાં ઓછા ભોગવીશ. વાપરીશ. ત્યાગ કરીશ એ સતત વિચારવું.
નવતત્ત્વ પ્રકરણમાં આશ્રય તત્ત્વના ૪૨ ભેદ કહ્યાં છે. આશ્રવ એટલે જેના દ્વારા કર્મોનું આગમન થાય છે. આ ભેદોમાં ઇન્દ્રિય-૫, કષાય-૪, યોગ-૩, અને ક્રિયા૨૫ જોઇ લઇએ.
આ ક્રિયા વિભાગમાં ૧૫ કર્માદાનની - ૧૮ પાપસ્થાનકની ચર્ચા છે. આ જીવ પૂર્વાપાર્જીત કર્મ અનુસાર અજ્ઞાનતાને વશ થઇ નાના પ્રકારની પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિ હકિકતમાં આરંભ સમારંભ વધુ અને નફો ઓછો થાય છે. તેથી આરાધક જીવે નીચેની ૨૫ ક્રિયાઓને જાણી સજી લેવી જરૂરી છે. ર૫. ક્રિયાની સંક્ષિપ્ત વ્યાખ્યા : ૧. કાયિકી ક્રિયા: જયણા, ઉપયોગ કે પ્રમાર્જન કર્યા વિના કાયા દ્વારા થતી પ્રવૃત્તિ.
(બાળકો બગીચામાં વનસ્પતિ ઉપર રમે વિગેરે.) ૨. અધિકરણિકીરિયા: જીવ વિનાસક નવા શસ્ત્રોને બનાવવા અથવા જૂના શસ્ત્રોને
સુધારવા જોડવાની પ્રવૃત્તિ. ૩. પ્રાàષિકી ક્રિયા: જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો. મારવું, તોડવું, બાંધવું. ૪. પારિતાપનિકી ક્રિયા પોતાને અથવા બીજાને પરિતાપ દુઃખ થાય તેમ કરવું. ૫. પ્રાણાતિપાતિકી કિયા કોઇ પણ નાના મોટા જીવની હિંસા કરવી. ૬. આરંભિકી ક્રિયાઃ પૃથ્વિકાયાદિ છ પ્રકારના જીવોની હિંસા કરવા, આરંભ સમારંભ
કરવો.
૭. પારિગ્રહિકી ક્રિયા પશુ, ધન ધાન્યાદિના સંગ્રહ (મારાપણાના ભાવ) સંબંધી. ૮. માયાપ્રત્યયિકી ફિયા: માયા, છળકપટ દ્વારા બીજાને છેતરવું.
Page #125
--------------------------------------------------------------------------
________________
૯. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા અરિહંત પરમાત્માના વચન ઉપર અશ્રદ્ધા રાખવાથી. ૧૦. અપ્રત્યાખ્યાનિકી ક્રિયા વ્રત પચ્ચખ્ખાણ ન કરવાથી (અનાદર કરવો.) ૧૧. દષ્ટિકી ક્રિયા: ગમતા અણગમતા પદાર્થો પર રાગ દ્વેષવાળી દ્રષ્ટિ કરવાથી. ૧૨. સૃષ્ટિની ક્રિયા : રાગભાવથી બાળક, પશુ વિગેરે જડ ચેતન પદાર્થને સ્પર્શ
(આલિંગન પંપાળવા) કરવાથી. ૧૩. પ્રાતિત્યની ક્રિયા બીજાની રિદ્ધિ સિદ્ધિ જોઇ મનમાં રાગ દ્વેષ કરવાથી ૧૪. સામંતો પરિપાતિકી ક્રિયા : પોતાની રિદ્ધિ સિદ્ધિ જોવા આવેલ લોકો પાસેથી
પ્રશંસા સાંભળી રાજી થવાથી, તથા ઘી, તેલ વિગેરેના પાત્ર ઉઘાડા રાખતાં, તેમાં
ત્રસ જીવોના આવાગમનથી અથવા નાટક, સિનેમા, નટના ખેલ આદિ દેખવાથી. ૧૫. નેશસ્ત્રિકી ક્રિયા: રાજા વિગેરેની આજ્ઞાથી બીજા પાસે શસ્ત્ર વિગેરે કરાવવાથી. ૧૬. સ્વાહસ્તિકી ક્રિયા : આપઘાત કરવાથી કે બીજાને હાથ કે અન્ય સાધન દ્વારા
મારવાથી,
૧૭. આશાપનિકી ક્રિયા આજ્ઞા કરી પાપવ્યાપારાદિ કાર્યો કરાવવાથી. ૧૮. વેદારણિકી ક્રિયા: જીવ કે અજીવ વસ્તુ (ફોટો મૂર્તિ)ને ફાડવા ભાંગવાથી કે કોઇ
ઉપર કલંક લગાડવાથી, અપશબ્દ બોલવાથી. ૧૯. અનાભોગિકી ક્રિયા: ઉપયોગ રહિત શૂન્ય ચિત્તે ક્રિયા કાર્ય કરવાથી. ૨૦. અનવકાંક્ષપ્રત્યયિકી ક્રિયાઃ સ્વપરના હિતનો વિચાર કર્યા વિના આલોકપરલોક
વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાથી ૨૧. પ્રાયોગિકી ક્રિયા મન, વચન, કાયાના અશુભ વ્યાપારો દ્વારા થતી ક્રિયા. ૨૨. સામુદાનિકી ક્રિયા: સમૂહમાં મળીને (ટી.વી. અથવા મનોરંજનાદિ સ્થળે) મન,
વચનાદિથી હિંસાદિ કરવાથી ૨૩. પ્રેમિકી ક્રિયા પ્રેમ (રાગ) કરવાથી યા તેવા મધુર વચનો બોલવાથી. ૨૪. સૈષિકી ક્રિયા દ્વેષ (ક્રોધ) કરવાથી યા બીજાને દ્વેષ ઉત્પન્ન થાય તેવા કટુવચન
અથવા તેવી પ્રવૃત્તિ કરવાથી. ૨૫. ઇર્યાપથિકી ક્રિયા: માર્ગમાં ગમનાગમન કરવા માત્રથ અર્થાત્ માત્ર યોગના
નિમિત્તવાલી ક્રિયા. (ઇરિયાવહિયં સૂત્રમાં આ ક્રિયાથી થયેલ પાપ અંગેની વિગત અને ક્ષમા માંગવામાં આવી છે.)
Page #126
--------------------------------------------------------------------------
________________
જેમ ૨૫ ક્રિયાઓ કરવાથી કોઇ પણ ક્રિયા કરવાથી જીવની નિર્વસ પરિણામ થાય છે. તેમાં નીચેના પાંચ અતિચાર તથા પ્રવૃત્તિ કરનાર, સેવનાર આત્માને ધર્મથી કે શુભ ભાવથી વિમુખ કરે છે. “આહાર તેવો ઓડકાર.” ની જેમ આ કારણોથી જીવની વેશ્યા અશુભ થવા પામે છે. પિાંચ અતિચાર (૧) સચિત્ત આહારઃ સચિત્ત જીવવાળી કાચી વસ્તુ ખાવી પીવી. (૨) સચિત્ત પરિબદ્ધ : સચિત્ત વસ્તુ સાથે સ્પર્શેલ આહાર(૩) અપક્વ આહારઃ પાકી થઇ નથી એવી અગ્નિથી પૂર્ણ સંસ્કારીત ન કરેલી કાચી
વસ્તુ. (૪) દુષ્પક્વ આહારઃ અધકચરી પધેલી વસ્તુ (મિશ્ર). (૫) તુચ્છૌષધિ ભલણઃ જેમાં ખાવાનું ઓછું ને ફેંકી દેવાનું ઘણું હોય તેવી વસ્તુ. (બોર, સિતાફળ વિ.)
ભોગ ઉપભોગ પરિમાણ વ્રતના પાલન માટે ૧૪ નિયમોને પ્રસંગોપાત સ્વીકારવાની જ્ઞાની પુરુષોએ પ્રેરણા આપી છે. આ નિયમો એટલા બધા અનુકૂળ છે કે સ્વીકારનાર ૧૨ કલાકની મર્યાદા પછી ધારે તે રીતે સુધારો વધારો કરી શકે છે. આમ જરૂર ન હોય તો તેનો ત્યાગ કરો અને જરૂર હોય તો વિવેકપૂર્વક વાપરો,“એ સિદ્ધાંત અપનાવી શકાય છે.
ચોદનિયમ એટલે જીવની ઇચ્છાઓ ઉપર સંયમ રાખવાની શિલા. આ જગતમાં આપણે જેટલું જાણીએ છીએ તેથી વધુ અજાયું છે. તેમ જેટલું જાણીએ તેટલું ભોગવી શકતા નથી. માટે ભોગવવું હોય તેમાંથી પણ ઓછું ભોગવી ઉણોદરી તપનો લાભ લેવા સાથોસાથ ત્યાગ ધર્મનો સ્વીકાર કરવા ભાવના કેળવવી જરૂરી છે. ૧િ૪ નિયમો અંગે ખાસ સૂચનો) (૧) નિયમો સવારે સાંજ સુધીના ધારવા અને સાંજના સવાર સુધીના ધારવા.
સવારે ધારેલા નિયમોની ગણતરી સાંજે ધારેલા નિયમોની ગણતરી સવારે કરી લેવી. જો ધારેલ કરતાં ઓછી ચીજ વસ્તુ વપરાયા હોય તો બાકીનું લાભમાં તેમ મનમાં બોલી લેવું. જો ભૂલથી મર્યાદા તૂટી હોય તો તેની નોંધ એક જુદી
આલોચના નોટ રાખી તેમાં કરી લેવી. તેનું પ્રાયશ્ચિત સદ્ગુરુ પાસે કરી લેવું. (૩) નિયમોની ધારામાં અલ્પષયોપશમના કારણે વિસ્મરણાદિના કારણે ભૂલ થાય
(૨)
સતા ,
Page #127
--------------------------------------------------------------------------
________________
તો તેની જયણા= છૂટ ધારી લેવી. ભૂલનો ખ્યાલ આવે તો પ્રાયશ્ચિત લઇ લેવું. (૪) ધારેલા નિયમોને સાંજે અને સવારે ગણતરી કર્યા બાદ ભૂલચૂક થઇ હોય તો
મિચ્છામિ દુક્કડ' એ પ્રમાણે બોલવું. (૫) નિયમો ધાર્યા પછી તુરંત નીચે પ્રમાણેનું દેસાવગાસિકનું પચ્ચખાણ બે હાથ
જોડી લેવું. જો ગુરુમહારાજ હોય તો તેમની પાસે પચ્ચખાણ લેતી વખતે વધારેનું
લેવું.
પચ્ચખાણ : દેસાવગાસિય ઉવભોગે પરિભોગ પચ્ચખ્ખાઇ (પચ્ચક્ઝામિ) અન્નત્થણાભોગેણે સહસાગારેણં મહત્તરાગારેણં સવસમાહિ-વત્તિયાગારેણં વોસિરાઈ (વોસિરામિ.) (૬) નિયમોની ધારણા કરવા માટે શરૂઆતમાં નોટબુકનો ઉપયોગ કરવો. ધારણા
મુજબ નોટબુકમાં નોંધી દેવું, જેથી ભૂલી જવાની ચિંતા નહીં પ્રેકટીસ પછી
નોટબુકની જરૂર નહીં પડે. (૭) સૂચનો :
૧. એકની એક વસ્તુ આખો દિવસ વાપરો તે પણ એક જ ગણાય. ૨. દ્રવ્યનું નામ બદલાય અથવા જાત બદલાય તો સંખ્યા બીજી. ૩. પલંગ ઉપર બેસો તો નીચે જેટલી ગાદી તકીયા રજાઇ હોય તે બધાની
સંખ્યા વધે. માટે વિવેકથી બેસવું. ૪. ધર્મકાર્ય માટે જે કોઇ પણ પ્રવૃત્તિ કરો તો જયણા સમજવી.
“સચર દબૈવિગઇ, ઉવાણ તંબોલ ચીર કુસુમેરુ
વાહણ સયણ વિલેણ બંભદિસિ નહાણ ભત્તે' ૧. સચિત્ત: જેમાં જીવ હોય તે સચિત્ત કહેવાય. જેમ કે, પુષ્પ, કાચું પાણી, ફૂટ,
દાતણ, લીંબુનો રસ વગેરે. ધારણા દાત. આજે ૨૫ સચિત્ત ચીજોથી વધુ વાપરવી નથી. દ્રવ્યઃ ખાવા પીવાની તમામ ચીજોની દ્રવ્યમાં ગણતરી થાય છે. જેમ કે પાણી, રોટલી, દાળ, શાક, ભાત, કેળા, કેરીનો રસ, પપૈયું, કચુંબર, લાપસી, ભજીયા વગેરે. એક નામવાળું એક જ દ્રવ્ય આખા દિવસમાં ગમે ત્યારે ગમે તેટલી વાર વપરાયું હોય તો પણ એક જ દ્રવ્ય ગણાય. (સચિત્ત, તંબોલની દ્રવ્યમાં પણ ગણતરી કરવી.) ધારણાઃ દાત. આજે ૫૦ થી વધુ દ્રવ્ય વાપરવાં નહીં.
Page #128
--------------------------------------------------------------------------
________________
૪.
વિગઇ છ વિગઇ છે. દૂધ, દહીં, ઘી, તેલ ગોળ, કડાવિગઇ (કડાઇમાં થયેલ સર્વપક્વાન્ન) જો વિગઇ મૂળમાંથી ત્યાગ કરવામાં આવે તો તે વિગઇવાળી કોઇ પણ વસ્તુ ન વાપરી શકાય. અને જો વિગઈ કાચી ત્યાગવામાં આવે તો તે વિગઇની અન્ય બનાવટો વાપરી શકાય. ધારણાઃ દાત. આજે દૂધ, ઘી મૂળમાંથી ત્યાગ અથવા કાચા ત્યાગ. ઉવાહણઃ ઉવાહણ એટલે પગમાં પહેરવાના પગરખાં જેમ કે બૂટ, ચંપલ, સ્લીપર, પાવડી વગેરે. ધારણાઃ દા.ત. આજે દસ જોડીથી વધુ પગરખાં વાપરવાં નહીં બીજા જોડા એક સેકન્ડ માટે પણ પહેરીએ તો તેની ગણતરી બીજા જોડા માટે થઇ જાય. તંબોલ તંબોલ એટલે વાપર્યા બાદ મુખશુદ્ધિ માટે વપરાતી ચીજો જેમકેવળીયારી, સોપારી, ઇલાયચી, ધણાની દાળ વગેરે. આમાં જેટલા તંબોલ વાપરવા હોય તેની સંખ્યા ધારવી તેમજ તેનું નિશ્ચિત પ્રમાણ (વજન) પણ ધારી શકાય. ધારણાઃ દા.ત. પાંચ તંબોલ ૨૫૦ ગ્રામથી વધુ ન વાપરવા. વસ્ત્ર પહેરવાની ચીજો વસ્ત્રમાં ગણાય. ધોતીયું, ખસ, શર્ટ, પેન્ટ, જાંગીયો, ટોપી, હાથના કે પગના મોજા, ગરમ સ્વેટર, ગરમશાલ વગેરે)બહેનોએ પોતાના સાડી વગેરે વસ્ત્રો સમજી લેવા) આખા દિવસમાં કેટલા વસ્ત્ર પહેરવા તેની સંખ્યા ધારવાની હોય છે. ધારણાઃ દા.ત. ૨૫ થી વધુ વસ્ત્રો ન પહેરવા. કુસુમ સુંઘવાની ચીજો અંગેની મર્યાદા અને પ્રમાણ બાંધવાની છે. દા.ત. છીંકણી, પુષ્પ, અત્તર, સેંટ, ઘી, તેલ વગેરે. ધારણા : દા.ત. ૫ થી વધુ ચીજો સુંઘવાના આશયથી સુંઘવી નહીં. વજનમાં કિલોથી વધુ નહીં વાહણઃ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઉપયોગમાં આવતા સાધનો જેમકે, ઘોડાગાડી, સ્કુટર, સાયકલ, મોટર, ટ્રેઇન, વિમાન, સ્ટીમર હોડી વગેરે. અહીં વાહનોની સંખ્યા ધારવી. ધારણાઃ દા.ત ૧૦થી વધુ વાહનનો ઉપયોગ કરવો નહીં શયન બેસવા અથવા સુવા માટે જે જે ચીજો વપરાય છે તેનો સમાવેશ શયનમાં થાય છે. જેમકે પાટપાટલા, પલંગ, ખાટલા, ટેબલ, ખુરશી, સોફાસેટ, ગાદલા, ઓશિકા, શેતરંજી, કોચ, ઓછાડ, વગેરે...
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦. હિલે,
ધારણાઃ દા.ત. ૫૦ થી વધુ શયનની ચીજો વાપરથી નહીં વિલેપનઃ શરીરે ચોપડવાની ચીજો જેમકે સાબુ, ચંદન, અત્તર, તેલ, ઘી, સ્નો, પાવડર, લાલી, લિપ્સટીક, અંજન વગેરે... ધારણાઃ દા.ત. વિલેપનમાં ૧૦ થી વધુ ચીજો વાપરવી નહીં બ્રહ્મચર્ય અબ્રહ્મનો સંપૂર્ણ ત્યાગ સર્વોત્તમ છે. છેવટે બ્રહ્મચર્યની સમય મર્યાદા ધારી લેવી. ધારણાઃ દા.ત. અબ્રહ્મનો ત્યાગ અર્થાત્ દિવસે કે રાત્રે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન
કરવું. શક્ય ન હોય ત્યારે સમય મર્યાદા પણ છેવટે ધારવી. ૧૨. દિસ્પરિમાણઃ ચારેય દિશામાં અમુક કિલોમીટરથી બહાર જવું નહીં. તે રીતે
ધારણા કરવી. ધારણા : દા.ત. આજે વિવક્ષિત ગામથી અથવા ચારેય દિશામાં ૧૦૦-૧૦૦
કિ.મી. થી બહાર જવું નહીં. ૧૩. સ્નાન સ્નાન સંબંધી મર્યાદા અને સ્નાન માટેના પાણી સંબંધી મર્યાદા બાંધવાની
હોય છે. ધારણા (૧) દા.ત. આજે સ્નાન કરવું નહીં(પૌષધ કરવાનો હોય, તાવ આવ્યો હોય વગેરે કારણસર સ્નાન નિષેધ ધારી શક્ય છે.) અથવા બે ડોલથી વધારે
વાપરવું નહીં. એક જ વાર સ્નાન કરવું. ૧૪. ભરઃ ભત્ત એટલે ભોજન, સચિત્ત, દ્રવ્ય અને વિગઇના નિયમોમાં સંખ્યાધારી
હવે ભોજનની ચીજો સંબંધી પ્રમાણ ધારવાનું હોય છે. ધારણા : દા.ત. દાળ, દૂધ વિગેરે પ્રવાહી પાંચ ગ્લાસ, પાણી વીસ ગ્લાસથી (અમુક ઘડાથી) વધુ ન વાપરવું. રોટલી, ભાખરી, રોટલા, ખાખરા, શાક, મીઠાઇ વગેરે એક કિલો વજનથી વધારે ન વાપરવા.
અહીં ચૌદ નિયમોની સમજૂતી પૂરી થાય છે. પરંતુ ચૌદ નિયમોની સાથે સાથે બીજી ધારવા જેવી ચીજો મહાપુરુષોએ બતાવી છે. તે પણ અહીં બતાવાય છે. જે શ્રમણોપાસકોએ સ્વીકારવા જેવી છે.
અસિઃ અસિ એટલે શસ્ત્ર, જેમકે સોય, ચપ્સ, કાતર, સ્ટેપલર, પંચ, નેઇલકટર, લેજર, પતરી, સૂડી, તલવાર, ભાલો, બંદૂક વગેરે આ અંગેની સંખ્યામાં મર્યાદા ધારવી. ધારણા: આજે અસિમાં ૧૦ થી વધુ ચીજ ન વાપરવી.
Page #130
--------------------------------------------------------------------------
________________
૨. મસિઃ લખવા વગેરેમાં વપરાતી સ્ટેશનરીની ચીજ. જેમકે – ચોપડી, પેન,
કાગળ ચોપડો, રીફીલ, શાહીનો ખડીયો, કંપાસ વગેરે. ધારણાઃ દા.ત. મસિમાં ૨૫ થી વધુ ચીજનો ઉપયોગ કરવો નહીં. (કાગળ જેવી
છૂટક વસ્તુ માટે જયણા = છૂટ) ૩. કૃષિ : ખેતીના ઉપયોગમાં આવતા સાધનો જેમકે – હળ, કોદાડો, પાવડો,
ટ્રેકટર વગેરે (ટ્રેકટરની ધારણા પણ કૃષિ કરવી અને વાહનમાં પણ કરવી.) ધારણાઃ દા.ત. કૃષિમાં ૧૫ થી વધુ ચીજોનો ઉપયોગ ન કરવો. જેટલી સંખ્યામાં પાવડો વગેરે વપરાય તેટલી ગણતરી વધે. તે ખાસ ધ્યાનમાં રાખવું. પૃથ્વીકાયઃ અમુક ક્ષેત્રફળથી વધારે ખેડાણ કરવું નહીં. ધારણાઃ દા.ત. ૫૦ વિધાથી વધારે ખેડાણ કરવું નહીં. અખાયઃ પીવામાં, સ્નાનમાં, ધોવામાં વગેરે કુલ નિશ્ચિત પ્રમાણવાળી ડોલ કે ઘડા પાણી ઉપયોગમાં લેવું. તેથી વધુ લેવું નહીં. (આ નિયમ ધારનારે નળ નીચે કે જળાશયમાં બાથ કે તળાવ વગેરેમાં સ્નાનાદિ જવું નહીં. નિશ્ચિત જ હોય તો બાથ. તળાવાદિની સંખ્યા ધારી લેવી.) ડોલ ઉપરાંત એક બાથની છૂટ. અગ્નિકાયઃ ગેસ, હિટર, લાઇટર, પ્રાઇસમ, લાઇટ, તાપણુ વગેરેમાં અગ્નિકાયની હિંસા થાય છે. તે માટે તે અંગે મર્યાદા ધારવી. ધારણા : દા.ત. ચૂલો, પ્રાઇમસ વગેરે રસોઇ માટેના સાધનો ૧૫ થી વધુ ન વાપરવા. અને ૧૦૦ થી વધુ વખત લાઇટ, ફોન, પંખો, ટી.વી. વગેરેની સ્વીચો
ચાલુ બંધ ન કરવી. ૭. વાયુકાય? વાયુની હિંસા પૂંઠાથી પંખો નાખવામાં, ઇલેક્ટ્રીક પંખાનો ઉપયોગ
કરવામાં, હિંચકો ખાવામાં વગેરે થાય છે. માટે તે અંગેની મર્યાદા ધારવી. ધારણા : દા.ત. ૧૫ થી વધુ પંખા, હિંચકા વિગેરે ને વાપરવા અને તે સર્વે દશ કલાકથી વધારે ન વાપરવા. જો કે બોલવા વગેરેમાં પણ વાયુકાયના જીવોની
હિંસા થાય છે. પરંતુ તેની ધારણા મુશ્કેલ હોય તેની જયણા જ સમજી લેવી. ૮. વનસ્પતિકાયઃ શાક, ફુટ, પુષ્ય, બાવળ વગેરેનું દાતણ, પત્ર, વૃક્ષ વગેરે જે જે
વનસ્પતિ છે. તે સંબંધી સંખ્યા મર્યાદા ધારવી. ધારણ: દા.ત. ૨૫ થી વધુ વનસ્પતિ ન વાપરવી. (ભૂલ કે અનિવાર્ય સંજોગોમાં ઘાસ ઉપર ચલાય કે વનસ્પતિનો સ્પર્શ થઇ જાય તેની જયણા)
Page #131
--------------------------------------------------------------------------
________________
ભિોગ ઉપભોગના પરિમાણ સંબંધી વિશેષ સુચના]
(૨)
(૩)
(૬)
આંબલી
આ વ્રતની સાથે જેમ કહ્યાનુસાર ખાસ દેસાવગાસિક (૧૪ નિયમો) નિયમો રોજના માટે સ્વીકારવાની ભાવના કેળવવાની હોય છે. તેજ રીતે થોડા નિયમો નીચે મુજબના લઇ શકાય છે. (૧) હોટેલ કે બજારમાં વેચાતી વસ્તુ(પ્રવાહીદ્રવ્યની જયણા) વાપરવી નહીં (અથવા
૧/૨ દુકાનમાંથી જ લેવી.) વ્યસન જેને કહેવાય તેવા બીડી, સીગારેટ, તમાકુ, માવો, હેરોઇન, ચરસ વિગેરે સદંતર ન લેવી. ત્યાગ.
મહિનામાં પાંચ, દશ તિથિએ લીલોતરી સચિત્ત વસ્તુનો ત્યાગ. (૪) મુખવાસ નો સદંતર ત્યાગ. (અથવા ૧/૨ વસ્તુની જયણા) (૫) લીલા પાન, પાનપરાગ, મસાલા, સોપારી, તમાકુ વિગેરેનો ત્યાગ.
આંબલી, કચુકા, કાળી માટી વિગેરેનો ત્યાગ. (૭) ઠંડા પાણી - જેમાં પાણી પણ અળગણ હોય તે થમ્સ અપ, કોકા કોલા, ફેન્ટા
આદિ બધાનો ત્યાગ. (૮) આઇસ્ક્રીમ, બરફ, કુલ્ફી, ઠંડુશ્રીખંડ, વિગેરેનો ત્યાગ. (૯) બ્રેડ, બિસ્કીટ, પાવભાજી જેવા અનેકાનેક પદાર્થ જે અભક્ષ છે. તે વાપરવા નહીં
માટે ત્યાગ કરવા.
ટૂંકમાં જે દ્રવ્યના નિર્માણમાં જીવોની વિરાધના છે. જે દ્રવ્ય અભક્ષ્ય શાસ્ત્રીય દ્રષ્ટિએ છે. જે દ્રવ્યને વાપરવાથી બુદ્ધિ, ભાવનાથી શરીર દુષિત થાય છે. રોગી થાય છે. તેવા દ્રવ્ય ન ખાવાથી આ જીવનું કાંઈ જ બગડતું નથી. આરોગવાથી જ અનેક રીતે નુકસાન છે. માટે ત્યાજ્ય છે.
સાતમા ભોગપભોગવિરમણ વ્રતના વિષયમાં હવે આપણે ૧૫ કર્માદાનના ધંધાના ત્યાગની વાત કરીએ...
કર્માદાનનો અર્થ છે જેના દ્વારા કર્મોનું ભારે આદાન અર્થાત્ ગ્રહણ થાય તે કર્માદાન આવા કર્માદાનના ધંધાઓ તીવ્ર આરંભ સમારંભવાળા હોવાની સાથે જીવો પ્રત્યેની કોમળતાની પરિણતિને ખલાસ કરી નાખનાર હોય છે.માટે તે ત્યાજ્ય છે..
મૂળ વાત તો એ છે કે અણમોલ જિનશાસન સાથેના મળી ગયેલા આ માનવજીવનની સફળતા સર્વવિરતિજીવનના સ્વીકારમાં છે. કદાચ શક્તિ અને સામર્થ્યના અભાવે એ જીવનનો સ્વીકાર ન થઇ શકે અને ઘરસંસાર ચલાવવો પડે તો ય ગૃહજીવનમાં આત્મામાં દયાના પરિણામો સતત જાગ્રત રહે તેની પૂરેપૂરી તકેદારી રાખવા જ્ઞાનીઓએ
Page #132
--------------------------------------------------------------------------
________________
અનેક પ્રકારના ઉપાયો બતાવ્યો છે...તેમાંનો એક મજેનો ઉપાય છે કર્માદાનના ધંધાના ત્યાગનો.
એક વાત સમજી રાખો કે ધનના સંગ્રહનો મોહ એ ધનના ઉપભોગ માટેનો મોહ નથી પરંતુ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ઊભી થાય..પાંચ માણસોમાં પોતાનો ભાવ પૂછાય એ માટેનો મોહ છે...પોતાની જાતને શક્તિશાળી સિદ્ધ કરવાના અનેક રસ્તાઓમાં એક રસ્તો છે ધનસંગ્રહનો !
આબુમાં Sun set point પર સૂર્યાસ્તના સમયે પોતાના નાના પુત્રને લઇને ફરવા ગયેલા બાપ પુત્રને કહ્યું, “તને ખબર છે, સૂર્યને દરિયામાં ડુબાડી દેવાની મારી તાકાત છે !'
પિતાજી ! તે ડુબાડી દો ને !'
જો.. એમ કહીને સૂર્ય સામે આંગળી કરી, 'Go down...Go down...Go down.. એમ ત્રણ વાર બૂમ મારી...
બેજ મિનિટમાં સૂર્યાસ્ત થઇ ગયો...!
છોકરો તો બાપની આ તાકાત જોઇને સ્તબ્ધ જ થઇ ગયો ! તેને ફરીવાર આ પ્રયોગ જોવાનું મન થયું બાપને તેણે કહ્યું, "Father! Do it again'
બાપ પણ કાંઇ કાંચો નહોતો...તરત જ તેણે દીકારને જવાબ આપ્યો, It cannot be twice in a day' દીકરો શું બોલે?
- સંસારની સળઘી ય શક્તિઓ આવી જ છે. મહાન વિજેતાઓ પણ છેવટે પરાજિત સિદ્ધ થયા છે..શક્તિશાળીઓ અંતે કમજોર સિદ્ધ થયા છે.
આ હકીકત જેના ખ્યાલમાં આવી જાય તેનો જીવનમાં ધન સંગ્રહ ની ઘેલછા ખલાસ થયા વિના રહે નહિ.પછી સંસાર ચલાવવા માટે જ ધનની જરૂરિયાત રહે તે ધન ક્યાંથી લાવવું તેની વિચારણા શરૂ થાય..
ભૂલશો નહિ, સંસાર ચલાવવા માટે ધન માત્ર સાધન જ છે...જેમ ઘરમાં કચરો કાઢવા માટે ઝાડુ રાખવું પડે છે. તેમ સંસાર ચલાવવા માટે ધન રાખવું પડે છે.. ઘરને સ્વચ્છ રાખવામાં ઝાડુ ગમે તેટલું ઉપયોગી હોય તો ય તેને કાંઇ માંથે રાખીને ફરાય નહિ, તેમ સંસાર ચલાવવા માટે ધન ગમે તેટલું ઉપયોગી હોય તો ય તેને અન્ય જીવોના મોતના ભોગે તો ઘરમાં લવાય જ નહિ ! અનંતકાળે આત્માની કોમળતાની પરિણતિ જળવાઇ રહે તેવા સુંદર ભવની આપણને પ્રાપ્તિ થઇ છે. તેમાં ય સર્વ જીવોને અભયદાન આપનાર જૈનશાસનના મર્મોને સરળતાપૂર્વક સમજાવતા સદ્ગુરુઓનો આપણને સુયોગ
Page #133
--------------------------------------------------------------------------
________________
થયો છે....દુર્ગતિઓને છેદી નાખવાની પ્રચંડ તાકાત ધરાવતા ધર્માનુષ્ઠાનો સ્વજીવનમાં આચરી શકીએ તેવું સ્વસ્થ શરીર આપણને મળ્યું છે.અનેક આત્માઓના જીવનને સન્માર્ગે લાવવાની તાકાત ધરાવતી બૌદ્ધિક સંપત્તિ પણ આપણને મળી છે...હવે આટઆટલી દુર્લભ ચીજોની સુલભતા થયા પછી એ પ્રાપ્તિના પુણ્યને નિષ્ફળ જવા દેવાની બાલિશ ચેષ્ટા આપણાથી થાય?
દિલ્હીપતિ બાદશાહ હુમાયુએ દુશ્મન રાજા પર ચઢાઈ કરીને તેને હરાવ્યો...એ રાજાના ૯૦૦૦ સૈનિકોને કેદી બનાવ્યા..સઘળા ય કેદીઓને પરદેશ જઇને વેચી દેવાનો તેણે નિર્ણય કર્યો. પોતાના એક અતિવિશ્વાસુ માણસને આ કેદીઓ પરદેશમાં લઇ જવા માટે હુમાયુએ સોંપ્યા....
પેલો માણસ તો કેદીઓને લઇને ચાલ્યો. રસ્તામાં કેદીઓને તરસ લાગે તો પાણી ન આપેભૂખ લાગે તો ખાવા ન આપે...ન ચાલે તો પીઠ પર કોરડો વીંઝે..ઉપાડી ન શકાય તેટલો ભાર પીઠ પર નાખ્યો..આંખમાં આંસુઓ સાથે લથડિયાં ખાતાં ખાતાં કેદી ચાલતા હતા.
એક દિવસ એક ગામમાં પડાવ નાખ્યો. એ ગામનો મંત્રી જેન આગેવાન ભેરુશા ૯૦૦૦ કેદીઓ જે છાવણીમાં હતા ત્યાં આવ્યો. હુમાયુના માણસને મળ્યો.ખબર પડી ગઇ તેને કે આ બિચારા કેદીઓ પરદેશમાં કૂતરાના મોતે મરશે ! ના..ના.પ્રાણનાં ભોગે પણ આ સહુને બચાવવા જ જોઇએ !
તરત જ કેદીને સાચવનાર માણસને ભેશા મળ્યો ! તું ત્રણ દિવસ ધીરજ ધરી જા... હું આવું પછી તારે અહીંથી રવાના થવું. તે પહેલાં નહિ
આટલી કબુલાત લઇને મારતે ઘોડે તે દિલ્હી પહોંચ્યો...કુરનીશ બજાવી હુમાયુના ચરણમાં કિંમતી ઝવેરાતનો થાળ મૂક્યો !
હુમાયુ તો આ વિનય જોઇને જ ખુશ થઇ ગયો “માંગ માંગ, માંગે તે આપી દઉં... હુમાયુ બોલ્યો.
રાજનુંઆ કોરા કાગળ પર આપ સહી કરી આપો- અને આપ વિશ્વાસ રાખો કે તેનો ઉપયોગ આપનું ગૌરવ વધારવામાં જ થશે !”
હુમાયુએ સહી કરી આપી.ભેરુશા એ કાગળ લઇને તુર્ત પાછો પોતાના ગામે આવી ગયો...સઘળાય કેદીઓને તાત્કાલિક છોડી દો.“એવું વાક્ય હુમાયુની સહીના ઉપરના ભાગમાં લખી દીધું...
હુમાયુના માણસ પાસે એકાગળ બતાવી સઘળાય કેદીઓને છોડાવી દીધા....અને પાછો તુર્ત જ હુમાયુ પાસે હાજર થઇ ગયો.
Page #134
--------------------------------------------------------------------------
________________
હાજર ! લો આ તલવાર અને ઉડાવી દો મારું ડોકું !” પણ શું કામ ?'
આપના ૯૦૦૦ કેદીઓને છોડી મૂકવા માટે મેં આપની સહીનો ઉપયોગ કર્યો છે..મારા જાનની કુરબાની પાછળ ૯૦૦૦ના જીવન જો બચી જતા હોય તો તે રસ્તો મને અપનાવવા જેવો લાગ્યો અને મેં તેનો અમલ પણ કરી દીધો. રાજન ! એક વાત કહી દેવા દો કે જે વખત મેં ૯૦૦૦ કેદીઓને એમ કહ્યું કે “પરવરદિગાર બાદશાહ હુમાહુ તમને સોને કાયમ માટે મુક્ત કરે છે તે વખતે તમારું નામ લઇને તે લોકો જે નાચ્યા છે તેનું વર્ણન મારાથી થઇ શકે તેમ નથી..!
આ સાંભળતાં હુમાયુ સ્તબ્ધ થઇ ગયો ! પોતાના મોતને હાથમાં રાખીને અન્યના જીવન બચાવવા નીકળેલા આ વણિકની ખુમારી જોતાં તેના પર આફરીન પોકારી ગયો !... સિંહાસન પરથી નીચે ઉતરીને ભેરુશાને હર્ષાશ્રુ સાથે ભેટી પડ્યો !
જિનેશ્વર ભગવંતના શાસનને પામેલો આત્મા પોતાની પાસે રહેલી સંપત્તિથી અનેક જીવોને અભયદાન આપે. પરંતુ સંપત્તિ મેળવવા તે નિર્દોષ જીવોને મોતને ઘાટ ઉતારવાનું પાપ તો તે હરગીજ ન જ કરે ! સંસાર ચલાવવા માટે ધનના માધ્યમને નજર સામે રાખીને એવો ધંધો તે પકડે કે જેમાં જીવદયાના પરિણામોની રક્ષા થવા સાથે ઓછામાં ઓછી જીવહિંસા હોય !
કર્માદાનના ધંધાના ત્યાગ પાછળના અનેક રહસ્યોમાંનું એક રહસ્ય એ છે કે આ ધંધામાં રોજની થતી ભારે જીવહિંસા ધીમે ધીમે આત્મામાં કઠોરતાના પરિણામો પેદા કરી દે અને પેદા થયેલા કઠોરતાના પરિણામો જીવને ક્યારેક નિર્દય ક્રૂર અને લંપટ પણ બનાવી દે. ભૂલશો નહિ, જે પાપો રોજનાં થઇ જાય છે તે પાપો પાછળ પશ્ચાતાપ થવો મુશ્કેલ બની જાય છે. અને પશ્ચાત્તાપ વિનાનું નાનું પણ પાપ આત્માને ક્યારેક દુર્ગતિમાં રવાના કરી દે છે...
આ તો આર્યભૂમિ છે ક્યાંક ઇતરોમાં ય આવા કર્મોદાનના ધંધાઓમાં પડેલાના મનમાં ઊંડે ઊંડે ખટકો હોવાનું જોવા મળે છે.
સૌરાષ્ટ્રના વિહારમાં એક દિવસ સવારના એક ગામથી બીજે ગામ જવા માટે સાધુઓ નીકળ્યા. ગામને છેડે જ સવારના પહોરમાં પોતાના ખેતરે જઇ રહેલો એક ખેડુત રસ્તામાં મળ્યો. એ વખતે સતત ત્રીજું વરસ દુકાળ જેવું જઇ રહ્યું હતું !
કેમ ભાઇ ! વરસ ખરાબ જતું લાગે છે કેમ ?'
“મહારાજ સાહેબ ! ખેતી કરતાં કરતાં આજ સુધીનાં જેટલાં જીવડાંઓ માર્યા છે એનો પાપે ત્રણ તો શું તેર વરહના દુકાળ પડે ને તો ય ઓછા છે.” આટલું બોલતાં
Page #135
--------------------------------------------------------------------------
________________
બોલતા તો ખેડુતની આંખમાં આંસુ આવી ગયા.
વરસોથી આ ધંધો લઇને બેઠેલા ખેડુતના મનમાં ય જીવદયાના કેવા સુસંસ્કારો બેઠા હશે કે ભારે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેના મોઢામાંથી આવા શબ્દો નીકળ્યા !
આપણી મૂળ વાત એ છે કે કર્માદાનના ધંધાઓ તીવ્ર આરંભ સમારંભ પૂર્વકના છે. આરંભ સમારંભ એ નરકગતિનાં કારણ છે માટે આત્માને દુર્ગતિઓમાં રઝળપાટ કરાવતા આ ધંધાઓને નવ ગજના નમસ્કાર કરીદો. કદાચ એવો કોઇ ધંધો પકડાઈ જ ગયો હોય હોય તો ય અનુકૂળતા હોય તો તે ધંધાને છોડી દો...ન જ છોડી શકો તો એ ધંધામાં શક્ય જીવદયાના પરિણામો ટકાવીને એ સિવાયના બાકીના સઘળા ય ધંધાઓનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી દો! આ રહ્યા છે ત્યાજ્ય ૧૫ કર્માદાનના ધંધા)
૧. અંગાર કર્મચૂનો, ઇંટ, કોલસા, ભસ્મો, મિઠાઇ વગેરે જે ભઠ્ઠીથી બનાવાતા હોય તે બનાવવાના તથા બનાવરાવી વેચવાનો વેપાર...હોટલ-લોજ, કુંભાર, લુહાર, ભાડભુજાદિના ધંધા..૨. વન કર્મ પાન, ફળ, ફૂલ, શાકભાજી, ઘાસ, લાકડાં ખેતી, બાગ, વાડી વગેરેના ધંધા.. ૩. શટક કર્મ ગાડાં, હળ, ગાડી, મોટર વગેરે વાહન વ્યા તેનાં સાધન બનાવવાનો અથવા વેચવાનો ધંધો....૪.ભાટક કર્મ વાહનો ભાડે ફેરવવાનો યા જમીન મકાન આદિ ભાડે આપવાનો ધંધો ૫. સ્ફોટક કર્મ ધાતુ પથ્થર આદિ ખોદાવવાનો કે સુરંગ, કૂવા, વાવ બોરીંગ આદિ કરી આપવવાનો ધંધો.૬.દંત વાણિજ્ય હાથી દાંત, મોતી, ચામર, રેશમ વગેરેનો વેપાર. ૭. લમ્બ વાણિજ્ય સાબુ, ગુંદર, ખાર ગળી, વગેરેનો ધંધો. ૮. રસ માંસ, મદિરાદિ, ગોળ, ઘી, તેલ, વગેરેનો વેપાર. ૯. કેશ પશુ પંખીના વાળ, પીંછા, ઉન, વગેરેનો ધંધો. ૧૦. વિષ અફીણ, ઝેર, નશાવાળી વસ્તુ, ઝેરી દવાઓ, શસ્ત્રો, વીજળી, દીવાસળી, ગર્ભપાત આદિનાં સાધન ઔષધ વગેરેનો વેપાર. ૧૧. યંત્ર પલણ મીલ, જીન, યાંત્રિક કારખાનું, યંત્રો, ધાણી યંત્રો બનાવવા વેચવાનો ધંધો. ૧૨.નિલંછન પશુને ખસી કરવાનો, ડામ દેવાનો, આંકવાનો, અંગચ્છેદ કાપવાનો વેપાર. ૧૩. દવદાન વન બાળવા ઉખેડવાનો ધંધો. ૧૪. શોષણ કૂવા તળાવ સુકાવવા, પુરાવવાં, ખાલી કરાવવાં વગેરેનો ધંધો. ૧૫. અસતી પોષણ વેપાર અર્થે કે સરકસાદિ રમત અર્થે પશુ પંખી પાળવાનો ધંધો, વાધરી, વેશ્યા, ચોર, કસાઇ, પારધી વગેરેને પોષવાનો ધંધો.
આ પંદરેય કર્માદાનના ધંધાઓનો ત્યાગ કરી આત્મામાં જીવદયાના ખૂબ સુંદર પરિણામો ઉત્પન્ન કરી દો...! સાથે સાથે ભોગ અને ઉપભોગમાં આવતા ભક્ષ્ય ભોજન વિગઇ, મકાન, વાહન વિલેપન આદિમાં પણ યથાશક્ય નિયંત્રણ લાવતા રહો...તો
Page #136
--------------------------------------------------------------------------
________________
અત્યારસુધીમાં આત્માને માટે ખતરનાર પુરવાર થયેલો ઇન્દ્રિયોનો અસંયમ કાબૂમાં આયા વિના નહિ રહે !
કેટલાક પ્રશ્નોત્તર
હૈ ત્રિલોકનાથ ! જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો માહરું શું માત્ર આ.' આપ સર્વજ્ઞનો હું દયાપાત્ર ભોગી જીવ. “ભોગો ભોગવાતાં નથી, તું જ ભોગવાઇ રહ્યો છે.” જ્ઞાનીના આ વચનોની ઉપેક્ષા કરી ભોગોપભોગ દ્વારા પૂરનો ધરાહાર કર્તા ભોકતા થવા જાય છે. (થઇ ન શકે), તેવા મારા આત્માને ધિક્કાર છે.
પ્ર. ૧
ઉત્તર
પ્ર. ૨
ઉત્તર
પ્ર. ૩
ઉત્તર
૫. ૪
ઉત્તર
પ્ર. ૫
ઉત્તર
પ્ર. ૬
ઉત્તર
ઉવભોગ કોને કહે છે ?
જે વસ્તુ એકવાર ભોગવવામાં આવે છે. તેને ઉપભોગ કહે છે. જેવી રીતે અન્ન, પાણી, ફળ આદિ...
પરિભોગ કોને કહે છે ?
જે
વસ્તુ વારંવાર ભોગવામાં આવે છે. તેને પરિભોગ કહે છે. જેવી રીતે વસ્ત્ર, પાત્ર, આભૂષણ મકાન આદિ..
ઉવભોગ પરિભોગ પરિમાણ વ્રત કેટલા પ્રકારનું છે ?
બે પ્રકારનું છે. ૧) વસ્તુઓનું પરિમાણ, ૨) વ્યાપારનું પરિમાણ. જીવન જરૂરિયાત તમામ વસ્તુ બે શબ્દમાં સમાય તે કયા બે શબ્દ ? ઉવયોગ - પરિભોગ.
વસ્તુ કેટલી છે ?
ઉવભોગ પરિભોગની ૨૬ પ્રકારની વસ્તુ કઇ કઇ છે ?
૧) ઉલ્લણિયાવિહિં = ટુવાલ, નેપકીન વગેરેની જાત અને સંખ્યાની મર્યાદા.
૨) દંતણવિહિં = દાતણની જાત અને સંખ્યાની મર્યાદા.
૩) ફ્લવિહિં = ફળની જાત અને સંખ્યાની મર્યાદા.
૪) અભંગણવિહિં = માલિસ કરવાના તેલની જાત અને તેના પ્રમાણની મર્યાદા
૫) ઉન્વટ્ટણવિહિં = પીઠી વગેરે શરીરે ચોળવાની વસ્તુની જાત અને સંખ્યાની
ઉવભોગ પરિભોગની
૨૬ પ્રકારની છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
મર્યાદા. ૬) મજ્જણવિહિં = નહાવાના પાણીની મર્યાદા. ૭) વFવિહિં = પહેરવાના વસ્ત્રોની મર્યાદા. ૮) વિલવણવિહિં= સુખડ, અત્તર, તેલ આદિ વિલેપન કરવાની વસ્તુની મર્યાદા. ૯) પુષ્કવિહિં = ફૂલની જાત અને સંખ્યાની મર્યાદા. ૧૦) આભરણવિહિં = ઘરેણાંની અને સંખ્યાની મર્યાદા. ૧૧) ધૂવણવિહિં = ધૂપની જાત અને સંખ્યાની મર્યાદા. ૧૨) પેન્દ્રવિહિં = પીવાના પદાર્થોની અને માપની મર્યાદા. ૧૩) ભક્ષ્મણવિહિં = સુખડી આદિની જાત અને વજનની મર્યાદા. ૧૪) ઓદનવિહિં = ધાન્યની જાતચ અને માપની મર્યાદા. ૧૫) સૂવવિહિં = કઠોળની જાત અને માપની મર્યાદા. ૧૬) વિનયવિહિં = ઘી, તેલ, દૂધ, દહીં ગોળ, સાકર આદિની જાત અને માપની મર્યાદા. ૧૭) સાગવિહિં = શાકની જાત અને વજનની મર્યાદા. ૧૮) માહુરયવિહિં = લીલા તથા સુકામેવાની જાત અને તેના માપની મર્યાદા. ૧૯) જમણવિહિં = જમવાના પદાર્થોની મર્યાદા. ૨૦) પાણીયવિહિં = પીવાના પાણીની મર્યાદા. ૨૧) મુહવાસવિહિં = મુખવાસની જાત અને તેના માપની મર્યાદા. ૨૨) વાહણવિહિં = વાહનની જાત અને સંખ્યાની મર્યાદા. ૨૩) ઉવાણહવિહિં = પગરખાંની જાત અને સંખ્યાની મર્યાદા. ૨૪) સયણવિહિં = સુવા બેસવાના સાધનોની જાત અને સંખ્યાની મર્યાદા. ૨૫) સચિત્તવિહિ = સચેત વસ્તુ ખાવાની જાત અને સંખ્યાની મર્યાદા.
૨૬) દવવિહિં = ખાવા પીવાના દ્રવ્યોની જાત અને સંખ્યાની મર્યાદા. પ્ર. ૭ ઉપભોગ વિહિં કેટલી છે? કઈ કઈ? ઉત્તર વીસ (૨૦)
૧) દંતણવિહિં, ૨) ફળવિહિં, ૩) અભંગણવિહિં, ૪) ઉન્નટ્ટણવિહિં, ૫) મજ્જણવિહિં, ૬) વિલવણવિહિં, ૭) પુષ્કવિહિં, ૮) ધૂવણવિહિ, ૯) પેજ્જવિહિં, ૧૦) ભષ્મણવિહિં, ૧૧) ઓદનવિહિં, ૧૨) સુવવિહિં, ૧૩) વિગયવિહિં, ૧૪) સાગવિહિં, ૧૫) માહુરયવિહિં, ૧૬) જમણવિહિં, ૧૭) પાણીયવિહિં ૧૮) મુહવાસવિહિં,
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૯) સચિત્તવિહિં, ૨૦) દશ્વવિહિં. પ્ર. ૮ પરિભોગ વિહિં કેટલી છે? કઇ કઇ ? ઉત્તર છ (૬).
૧) ઉલ્લણયાવિહિ, ૨) વFવિહિં, ૩) આભરણવિહિં,
૪) વાહણવિહિં, ૫) ઉવાહણવિહિં, ૬) સયણવિહિં. પ્ર. ૯. ઉવભોગ પરિભોગની મર્યાદાથી શું લાભ થાય છે ? ઉત્તર ૧) સંકલ્પ, વિકલ્પથી મુક્તિ મળે છે.
૨) જરૂરિયાતો ઘટે છે. ૩) જીવન ત્યાગ સંતોષમય બને. ૪) ધર્માચરણ માટે વધુ સમય મળે. મર્યાદિત ભૂમિમાં ઉપભોગ પરિભોગની વસ્તુઓનો સંપૂર્ણ ને મર્યાદિત ભૂમિમાં
બહુ ચીજોના ત્યાગથી આશ્રવ રોકાય છે. પ્ર. ૧૦ સચિત્ત ત્યાગી શ્રાવકને મર્યાદા ઉપરાંત સચેત વસ્તુનો ઉપયોગ થયો હોય તો
કયો અતિચાર લાગે ? ઉત્તર સચિત્તાહારનો અતિચાર લાગે. પ્ર. ૧૧ સચિત્તના ત્યાગથી શું લાભ ? ઉત્તર ૧) સ્વાદ પર વિજય થાય.
૨) જ્યાં અચિત્ત વસ્તુ ખાવાની સુવિધા ન હોય ત્યાં સંતોષ. ૩) જેને પકાવીને નથી ખવાતું એવા સચિત્ત તરબૂચ આદિનો ત્યાગ. ૪) પર્વ તિથિઓમાં ઘેર આરંભ ન થાય.
૫) જીવો પ્રતિ વિશેષ અનુકંપાનું લક્ષ વગેરે. પ્ર. ૧૨ સચેત સાથે લાગેલ અચેત વસ્તુનો ઉપયોગ થયો હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર સચિત્તપડિબદ્ધાહારનો અતિચાર લાગે. દા.ત. સચિત્ત વૃક્ષ સાથે લાગેલ અચિત્ત
ગુંદબીજ સહિત ફળ વગેરે. પ્ર. ૧૩ કાચી પાકી વસ્તુનો ઉપયોગ કર્યો હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર પૂરી અચેર ન થઇ હોય તેવી વસ્તુ ખાવાથી અપ્પોલિસહિભખ્ખણયાનો
અતિચાર લાગે. પ્ર. ૧૪ સલાડ ખાવાથી કયો અતિચાર લાગે? ઉત્તર અપ્પોલિયોસહિભષ્મણયાનો અતિચાર લાગે.
Page #139
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૫ માદી રીતે પકવેલી વસ્તુનો ઉપયોગ કર્યો હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર દુપોલિસહિભદ્માયાનો અતિચાર લાગે. દા.ત. ઓળી વગેરે. પ્ર. ૧૬ તુચ્છ આહારનો ઉપયોગ કર્યો હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર તુચ્છો સહિભક્ષ્મણયાનો અતિચાર લાગે. જેમાં ખાવાનું થોડું છે ને ફેંકવાનું વધું છે. પ્ર. ૧૭ શેરડી સીતાફળ ખાય તે અતિચાર શેમાં જાય ? ઉત્તર ભોજન અતિચારમાં = તુચ્છોસહિભક્ષ્મણયા. પ્ર. ૧૮ વ્યાપાર સંબંધી અતિચાર કેટલા ? તેને શું કહે છે? ઉત્તર વ્યાપાર સંબંધી અતિચાર ૧૫ છે. જેમાંથી હિંસાની પ્રેરણા મળે યા કર્મના
• હેતુઓ હોવાથી તેને કર્માદાન કહે છે. પ્ર. ૧૦ કર્માદાનના અતિચારમાં કર્મ' ના અતિચાર કેટલા? ઉત્તર ૧) ઇંગાલકમે, ૨) વણકમે, ૩) સાડીકમે, ૪) ભાડીકમે,
૫) ફોડીકમે, ૬) જતપિલણકમે, ૭) નિલૂંછણકમે આ સાત કર્મના અતિચાર
પ્ર. ૨૦ કર્માદાનના અતિચારમાં વ્યાપાર' ના અતિચાર કેટલા ? ઉત્તર ૧) દંતવાણિજે, ૨) લમ્બવાણિજ્જ, ૩) કેસવાણિજે, ૪) રસવાણિજે,
૫) વિસવાણિજે આ પાંચ વ્યાપારના અતિચાર છે. પ્ર. ૨૧ કર્માદાનના અતિચારમાં મંત્રાદિ પાપના અતિચાર કેટલા? ઉત્તર ૧) દવગ્નિદાવણિયા, ૨) સરદહ તલાવ પરિસોસણયા, ૩) અસહ જણ
પોસણયા આ ત્રણ યંત્રાદિ પાપના અતિચાર છે. પ્ર. ૨૨ પંદર કર્માદાનમાં કેવા કેવા કર્મોથી અતિચાર લાગે છે? ઉત્તર ૧) ઈગાલકમે = લુહાર, ભાડભુંજા વગેરે જેમાં અગ્નિનો આરંભ કરવો પડે
તેવાં કાર્યો કરવા. ૨) વણકમે = વન્નાં ઝાડો કાપવાના કાર્યો કરવા. ૩) સાડીકમેકગાડું રથ, જહાજ, મોટર આદિ બનાવી વેચવાના કાર્યો કરવા. ૪) ભાડીકમેગાડાં, ઘોડાં, મકાન, રીક્ષા, ટેક્સી વગેરે રાખી ભાડાં ખાધા હોય. ૫) ફોડીકમે= કુવા, વાવ, તળાવ આદિ ખોદવાના તથા પૃથ્વીના પેટ ફોડવાના ધંધા કર્યા હોય.
Page #140
--------------------------------------------------------------------------
________________
૫. ૨૩
ઉત્તર
૬) દંતવાણિજ્યું = દાંત, હાડકાં, શીંગડા આદિનો વેપાર કર્યો હોય.
-
૭) લક્ષ્મવાણિજ્યું = લાખ, રંગ, મીણ આદિનો વેપાર કર્યો હોય.
૮) કેસવાણિજ્યે
પશુના કેશ, ચામડી આદિનો વેપાર કર્યો હોય.
=
૯) રસવાણિજ્યું = દારૂ, માંસ, મધ, માખણ, ચરબી, આદિ રસનો વેપાર કર્યો હોય.
૧૦) વિસવાણિજ્યું = ઝે૨, અફીણ, સોમલ, જંતુ મારવાની દવા આદિનો વેપાર કર્યો હોય.
૧૧)જંત પિલણકમ્મે = તલ, શેરડી, મગફળી, કપાસ, બીયા વગેરેને ઘાણી, ચરખાદિ સંચાઓમાં પીલવાનો વેપાર કર્યો હોય.
૧૨) નિલંછણકમ્મે = અંગોપાંગ છેદવા, સ્ત્રી, પુરુષ, આખલા, ઘોડા આદિને ખસી કર્યા હોય, ડામ દીધાં હોય.
૧૩) દવગિદાવણિયા = જંગલ, ખેતર, પર્વત આદિને આગ લગાડવાનો વેપાર કર્યો હોય.
૧૪) સરદહ તલાવ પરિસોસણયા = સરોવર, કૂવા, તળાવ આદિ ઉલેચવાના વેપાર કર્યો હોય.
૧૫) અસઇ જણ પોસણયા = હિંસક પશુ, ગુલામ, દુરાચારી મનુષ્યો આદિનું આજીવિકા અર્થે પાલન પોષણ કર્યું હોય.
પારસી ડેરીના માલિકને કયો અતિચાર લાગે ? રસવાણિજ્યેનો અતિચાર લાગે.
૫. ૨૪ ઘરમાં કુતરા, બિલાડી ઉછેરે તો કયો દોષ લાગે ? ઉત્તર અસઇજણપોસણીયાનો અતિચાર લાગે.
કદ) ૧૩૩
Page #141
--------------------------------------------------------------------------
________________
..
ચાર પ્રકારના અનર્થદંડ
D પાપોપદેશ
Q દુર્ધ્યાન
– અધિકરણદાન
[] પ્રમાદાચરણ
તે કહું અનરથદંડ...
Q સળગેલી આગમાં પેટ્રોલ નાંખનાર ગુનેગાર છે તો પાપ પ્રવૃત્તિમાં મદદ કરના૨
મહા ગુનેગાર છે.
D આપણી ભોગની વૃત્તિ મર્યાદિત છે ?
જી પુણ્ય
એ હોજ છે. પરમાત્માનું એટેચમેન્ટ એ કૂવો છે.
કાયાના પાપો કરતા મનના પાપો વધુ ખરાબ છે.
બીજાના દોષ પ્રત્યે અને જાતના દુઃખ પ્રત્યે જેટલા સહિષ્ણુ બને તેટલી દુર્ધ્યાનની શક્યતા ઓછી.
D સામનો કરે તેને સમાધિ મુશ્કેલ. સહન કરે તેને સમાધિ આસાન
કાયિક અસહિષ્ણુતા તંદુરસ્તી જામવા ન દે. વાચિક અસહિષ્ણુતા સંબંધોને ટકવા ન દે. માનસિક અસહિષ્ણુતા મૈત્રી જમવા દેતી નથી.
ઉદારતા અને ઉડાઉપણા બન્નેને સમજી લો.
આળસ અને અનાદર બન્ને પ્રમાદાચરણના રસ્તા છે.
D ભોગવો અને ભેગુકરો આ માન્યતા ૫૨ વર્તમાન જગત ચાલે છે. — જેની અપેક્ષા ઊંચી તેને અપમાન વધુ લાગે જેને અપેક્ષા ઓછી તે સુખી. શાર્ટ કટ, સોફટકટ, અને સુપરકટ ને ઓળખી લો.
શ્રાવકના ૧૨ વ્રતમાંનું આઠમા નંબરનું વ્રત છે ‘અનર્થદંડવિરમણ વ્રત.’ ‘ભોગોપભોગવિરમણ વ્રત'માં જીવન જરૂરિયાતની વસ્તુઓમાં નિયંત્રણ મૂકવાની વાત કરી...જ્યારે આ વ્રતમાં જીવન જીવવા માટે જે ચીજોની બિલકુલ જરૂર જ નથી...માત્ર ઇન્દ્રિયોની ક્ષણિક તુષ્ટિ ખાતર મનને બહેલાવવાની ખાતર જે ચીજોનો ઉપયોગ ક૨વા જીવ દોડે છે તે ચીજોને છોડવાની વાત છે !
----
(૧૩૪
Page #142
--------------------------------------------------------------------------
________________
અર્થદંડ કરતાં પણ શાસ્ત્રકારો અનર્થદંડનો પાપને વધુ ભયંકર ગણાવે છે. કારણ કે અર્થદંડનો એટલે કે જરૂરિયાત ખાતર થતાં પાપોની પાછળ પશ્ચાતાપ થવાનો સંભવ છે પરંતુ અનર્થદંડનાં પાપો પાછળ પશ્ચાતાપ થવો જ મુશ્કેલ છે. આમ અનર્થદંડનાં પાપોના નિઃસંકોચ સેવન પાછળ કિંમતી સમયનો થતો બગાડ, કુસંસ્કારોની વૃદ્ધિ, સત્તહાનિ, ધનવ્યય, શારીરિક નિર્બળતા, કુટુંબ ક્લેશ ઇત્યાદિ અનેક નુકશાનો રહ્યાં છે..
જબરદસ્ત વિલાસી દિલ્હીપતિ મહમદશાહ પર નાદિરશાહ ચડી આવ્યો..નાદિરશાહની યુદ્ધની કુનેહ આગળ મહમદશાહ ઝૂકી ગયો.. વિજેતા નાદિશાહની ભવ્ય સવારી નીકળી.. રાજ મહેલે આવ્યા પછી નાદિરશાહે મહમદશાહને કહ્યું કે “મારે આજે રાતના તમારી બેગમોનો મુજરો જોવો છે.શરત એટલી કે જે જગ્યાએ આ મુજરો ગોઠવાય ત્યાં હું એકલો જ રહીશ અને તમારા તરફથી પણ માત્ર તમારી બેગમો જ આવવી જોઇએ..!
મહમદશાહે આ વાત કબૂલ રાખી પોતાની ૧૫૦ જેટલી સઘળી ય બેગમોને આ વાત કરી...રાતના સમયે સોળે શણગાર સજીને એ બેગમો નાદિરશાહના મહેલે પહોંચી ગઇ...શયનગૃહમાં પ્રવેશી. જોયું તો નાદિરશાહ શય્યા પર ઘસઘસાટ ઊંઘતો હતો. બાજુમાં ખુલ્લી કટાર પડી હતી. બેગમો અરસપરસ વાતોએ વળગી... નાદિરશાહ ઊઠે એટલે આપણે નૃત્ય દેખાડીએ.” એવો નિર્ણય કરી સઘળી ય બેગમો એક બાજુ બેઠી...ઊંઘવાનો ડોળ કરીને પડેલો નાદિરશાહ દોઢ કલાકે ઊઠ્યો...જેવો તે ઊઠ્યો કે તરત જ બેગમો નૃત્ય કરવા ઊભી થઇ...ત્યાં નાદિરશાહે ત્રાડ નાખી... “ખબરદાર ! કોઇએ નૃત્ય ચાલુ કર્યું છે તો ! હું કાંઇ તમારા નખરાઓ જોવા અહીંયા નથી આવ્યો...મારે તો તમારી તાકાતની પરીક્ષા કરવી હતી !
તમારી ૧૫૦ ની સંખ્યા સામે એક વિજેતા, પણ તમારા પતિનો દુશ્મન રાજા એકલો તમારી સામે મજેથી સૂતો છે..તેના બાજુમાં ખુલ્લી કટારી પડી છે...તમારી એટલી પણ બુદ્ધિ દોડી નહિ કે લાવો, આ ખુલ્લી કટારી લઈને તેને ખતમ જ કરી નાખીએ, ઊલટાનું તમે સહુ એક બાજુ તેના જાગવાની રાહ જોઇને બેસી રહ્યા ! અપરિમિત તાકાતવાળો પણ દિલ્હીપતિ મહમદશાહ પરાજિત થયો હોયતો તેનું કારણ તેનો વિલાસ અને તેના વિલાસને પોષનારી તમારા જેવી નાચીજ સ્ત્રીઓ છે !. વિલાસી જીવન સર્વનાશ નોતરે છે...બુદ્ધિ ભ્રષ્ટ કરી દે છે...તમામ સત્ત્વને હણી નાખે છે..આ વાત અત્યાર સુધી માત્ર સાંભળેલી. પરંતુ તમને જોઇને મને પાકી ખાત્રી થઇ ગઇ છે ! જાઓ. એક ક્ષણ પણ તમારે અહીંયા ઊભા રહેવાની જરૂર નથી !' સ્તબ્ધ થઇ ગયેલી બેગમો નીચી મૂડી ઘાલીને રવાના થઇ ગઇ !
Page #143
--------------------------------------------------------------------------
________________
આ દૃષ્ટાંત વર્તમાનકાળના વિલાસી વાતાવરણમાં જીવતા યુવકો માટે ચેતવણીરૂપ છે...સજ્જન માણસ પોતે બોલી પણ ન શકે તેવા અતિબિભત્સ કક્ષાનાં નામવાળા નાટકો...ભરપૂર કામોત્તેજક સિનેમાઓ, નોવેલો, માસિકો, મેગેઝીનો, બ્લ્યૂ પ્રિન્ટો વગેરેના કોઇપણ જાતના હિચાકચાટ વિના થતા પ્રચારોએ આજે સત્ત્વને કેટલું નિચોવી નાખ્યું છે તે કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે ! ...કોઇ સજ્જન માણસ આના વિરોધમાં પોતાની સંપત્તિ ખરચવા તૈયાર નથી..જીભ ખોલવા તૈયાર નથી..કોઇ સંસ્થા આ અંગે મોરચાઓ કાઢવા તૈયાર નથી..રેડિયો આના વિરોધમાં કોઇ દિવસ બોલ્યો હોય તેવું ખ્યાલ નથી.. અરે ! વિચિત્રતા તો એ છે કે એક બાજુ દુનિયાના ૧૦ ગરીબ દેશોમાં સૌથી વધુ ગરીબ દેશ તરીકે ખ્યાતિ (!) પામેલા આ હિંદુસ્તાનમાં સરકાર એશિયાઇ રમતોના આયોજન પાછળ કરોડો રૂપિયા ખરચવા તૈયાર છે.તો બીજી બાજુ દુનિયામાં સમૃદ્ધિની દૃષ્ટિએ સુખીમાં સુખી ગણાતા રશિયા અને અમેરિકાએ જે ક્રિકેટને પોતાના દેશમાં સ્થાન નથી આપ્યું તે ક્રિકેટની રમત પાછળ તેલ અને ખાંડ મેળવવા લાઇનમાં ઉભી રહેતી આ ભિખારી દેશની ભિખારી પ્રજા પણ દરવ૨સે કરોડો રૂપિયા હોંશે હોંશે ફેંકી દેવા તૈયાર છે ! કોણ બચાવશે આ દેશની સરકારને અને પ્રજાને તે જ પ્રશ્ન છે !
ભૂલશો નહિ, વ્યર્થના માર્ગે ખરચાતી માનસિક, વાચિક કે કાયિક કોઇ પણ પ્રકારની સંપત્તિ સાર્થકની પ્રાપ્તિ થવા દેતી જ નથી...Timepass કરવા અનેક પ્રકારના રસ્તાઓ આજના કાળે ખુલ્લા કરી દીધા છે..ક્રિકેટમેચ, રેસકોર્સ, બ્રેડમિન્ટન, વોલીબોલ ફૂટબોલ કેરમ, શતરંજ, ચેસ, વ્યાપાર, પાના, સરકસ, નાટક સિનેમા આ બધા ય અનર્થદંડના પ્રકારમાં આવે છે..કારણ આની પાછળ જીવને કોઇ અફસોસ જ નથી !...તેમાંય વળી વિજ્ઞાનની અવનવી શોધોએ ટાઇમ બચાવીને અનેકને આ વ્યર્થ પ્રવૃત્તિને પાછળ રસ કરતા કરી દીધા છે...
પહેલી જ વાર અમેરિકામાં રેલ્વેલાઇન ચાલુ થઇ રહી હતી..રેલ્વેના પાટાઓનું ચેકીંગ ક૨વા નીકળેલા ઇજનેરે નજીકના જ ખેતરમા કામ કરતા એક ખેડુતને જોયો..બુમ પાડી તેને બોલાવ્યો. અલ્યા ! ક્યાં રહે છે ?’
‘અહિથી ચાર પાંચ માઇલ દૂર !'
રોજ અહીંયા ચાલીને આવતાં કેટલો ટાઇમ લાગે છે ?’
‘જતાં આવતાં અઢી ત્રણ કલાક તો ખરા જ !'
‘જો, એક ખુશ ખબર છે, આ રસ્તે આજથી બરાબર એક મહિના બાદ રેલ્વે ચાલુ થવાની છે. ગાડીઓ પૂરપાટ દોડશે. તેમાં બેસીને તું આવીશ તો તને અઢી ત્રણ
LLLL
XX
LI
Page #144
--------------------------------------------------------------------------
________________
કલાકને બદલે માત્ર ત્રણ ચાર મિનિટ જ લાગશે...! તારો ઘણો સમય બચી જશે !'
તમારી એ વાત તો સાચી..પરંતુ બચી ગયેલા સમયમાં મારે કરવાનું શું ? પેલા ખેડુતે પૂછ્યું
ખેડુતના આ પ્રશ્નો જવાબ ઇજનેર ન આપી શક્યો..માત્ર ઇજનેર જ નહિ, આજસુધીમાં કોઈ ડાહ્યો માણસ એ પ્રશ્નો જવાબ નથી આપી શક્યો !
પહેલાંના જમાનામાં પાણી લેવા ગામ બહાર કૂવા પર જવું પડતું હતું. આજે ઘરઘરમાં નળ આવી ગયા. સમય બચી ગયો...કરવાનું શું ? રેલ્વે, બસ, મોટર, પ્લેન, કેલકયુલેટર, ટેલિફોન, હીટર, ગીઝર, સાયકલ, સ્કૂટર, આ બધાં ય સાધનોએ સમય તો બચાવ્યો, પરંતુ બચેલો એ સમય વાપરવો ક્યાં ? એ કળા કોની પાસે છે ? મનોરંજનનાં સાધનોની શોધ એ દિલથી નિર્ધન બની ગયેલા લોકોનાં ભેજાની પેદાશ છે. આ વાત જેટલી સાચી છે. તેટલી જ એ વાત પણ સાચી છે કે આવાં સાધનોનો ઉપભોગ કરવા માટે, તે સાધનોને મેળવવા માટે દોડધામ કરવાની મનોવૃત્તિ એ પણ દિલના ભિખારી પણાની જ સૂચક છે. નથી તેમાં કોઇ સાત્ત્વિક આનંદ નથી તેમાં કોઇ દુઃખિયારાનાં દુઃખને દુર કરવાની વાત...નથી તેમાં કોઇ જીવનના વિકાસ માટેની ગણત્રી ! છે માત્ર બે ઘડીની મોજ !...સત્ત્વનાશ, શક્તિનાશ...છેવટે સર્વનાશ !
આજથી લગભગ ૪૦૦ વરસ પૂર્વે બની ગયેલો એક પ્રસંગ થોડાક વખત પહેલાં ક્યાંક સાંભળ્યો..
રાજકુમાર વલ્લરાજ પોતાના મિત્ર સાથે રાજમહેલમાં ઝરુખે ઉભા હતા..પાણી ભરીને બે બ્રાહ્મણ કન્યાઓ રાજમાર્ગ પરથી પસાર થઇ રહી હતી...રાજકુમારની દૃષ્ટિ આ કન્યાઓ પર પડી. રૂપ જોતાં જ રાજકુમાર મોહિત થઇ ગયો. પરંતુ વળતી જ પળે પોતાની જાત તેણે સંભાળી લીધી. “મનમાં પેઠેલો આ વિકાર આવતી કાલે કદાચ કાયામાં પ્રવેશે તો ?' આ વિચારે તે વ્યથિત થઇ ગયો. બાજુમાં જ ઉભેલા પોતાના મિત્રને તેણે આ વાત કરી “આ દેશનો આવતી કાલનો જે રાજવારસ છે તે જો આવાં પાપો કરશે તો પછી પ્રજાને સદાચારના પાઠો કોણ ભણાવશે ? મિત્ર ! મારા આ માનસિક પાપનું મારે પ્રાયશ્ચિત કરવું જ જોઇએ....” આમ કહીને તુર્ત જ રાજકુમારે ઝરૂખામાંથી નીચે પડતું મૂક્યું ! ખોપરીના ભૂકેભૂકા થઇ ગયા !...
ચારેય બાજુ હાહાકાર મચી ગયો. પેલી બે બ્રાહ્મણ કન્યાઓને આ સમાચાર મળ્યા. “આપણા કાતિલ રૂપે એક કુશળ રાજવારસની હત્યા કરી છે. આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી' આ વિચારે તે બંને બાળાઓ ગળે ફાંસો ખાઇને પરલોક ભેગી રવાના થઇ ગઇ..!
Page #145
--------------------------------------------------------------------------
________________
બહારગામ ગયેલાં રાજાને રાજકુમારના તથા બે બ્રાહ્મણ કન્યાના મોતના સમાચાર મળ્યા...રાજા તુર્ત જ પાછા આવી ગયા !..રાજકુમાર અને બ્રાહ્મણ કન્યાના થયેલા અકાળ અવસાન નિમિત્તે શોકસભા રાખવામાં આવી યુવાન પુત્ર ગુમાવ્યાનું દુઃખ જેના મોઢા પર ભારોભાર દેખાતું હતું તે રાજા શોકસભામાં બોલવા ઊભા થયા.ટાંકણી પડે તો ય અવાજ આવે તેવી નીરવ શાંતિનો ભંગ કરતા રાજા બોલ્યા, પ્રજાજનો ! મારા પુત્ર અને મારી પ્રજાની પુત્રી / તુલ્ય ગણાતી બે કન્યાઓ આપણા વચ્ચેથી અકાળે વિદાય થઇ ગયા છે. તેનું ખૂબ દુ:ખ હોવા છતાં મને એક વાતનો ભારોભાર આનંદ છે કે ત્રણે ય યુવાન હૈયાઓ શીલની રક્ષા ખાતર આપઘાતના માર્ગે ગયા છે !..રાજકુમારનું મોત આપણને દૃષ્ટિદોષ ના પાપથી બચવાની પ્રેરણા આપે છે, તો બે બ્રાહ્મણ કન્યાઓનાં મોત રૂપનું પ્રદર્શન ક્યાંય ન થઈ જાય તેની ખૂબ કાળજી રાખજો ની મંગળમય પ્રેરણા આપે છે !...આ ધરતી આવા પુણ્ય શાળીઓથી ધન્ય બની ગઈ છે..માટે કોઇ પણ પ્રજાજને આનો શોક ન કરતાં આવાં પાપો પોતાના જીવનમાં ન થઇ જાય તેની ખૂબ તકેદારી રાખવી !'... પોતાના રાજવીના મુખે શીલ સદાચાર સુરક્ષાની આ વાતો સાંભળી સમસ્ત પ્રજા સ્તબ્ધ થઇ ગઇ !
માત્ર ૪૦૦ વરસ પહેલાંનો આ પ્રસંગ ક્યાં અને આ બાબતમાં આજનું વાતાવરણ ક્યાં ?
યુવકો ! તમે જ જાગી જાઓ...! એ રાજકુમારના તમે વારસદાર જ છો.. ક્ષણિક સુખોની પ્રાપ્તિ ખાતર શીલ સદાચારના જાજરમાન વારસાને લૂંટાવી દેવાની મૂર્ખાઇ તમે ન કરો..! અનેક અનર્થોને આમંત્રણ આપતા અનર્થદંડ નાં પાપોમાંથી તમારી જાતને બાકાત કરી દો..!
આ જીવનની પ્રત્યેક પળમાં આત્મકલ્યાણ કરી દેવાની અજોડ તાકાત પડી છે. ભગવાન મહાવીર પરમાત્માએ પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને એક સમયનો પણ પ્રમાદ ન કરવાનું કહીને હકીકતમાં તો આપણને જ ચીમકી આપી છે. આપણી પાસે ટાઇમ પાસ કરવાની વાત જ ન હોય...ઊલટું આપણને તો સાધના માટે ચોવીશ કલાકે ય ઓછા પડતા હોય !. આપણી જાગૃતિ અનેક આત્માઓની મોહની નિંદ ઉડાડનારી હોય !
પેલા તૈમુરલંગે જ્યોતિષીને પૂછ્યું, “સબ શાસ્ત્ર બતાતે હૈં કિ આદમીકો બ્રહ્મમુહૂર્ત મેં હી ઉઠના ચાહિયે મેં કભી દસ બજે કે પહલે ઉઠા નહિતો મેરે લિયે આપ કી ક્યા રાય છે ?'
“રાજન ! આપ તો ચોવીસ ઘંટે સોતે હી રહો, વહ હી આપ કે લિયે બ્રાહ્મમુહુર્ત
Page #146
--------------------------------------------------------------------------
________________
હે ક્યોંકિ આપકા નિંદત્યાગ કઈ આદમિયોં કા જીવનત્યાગ કરી દેતા હૈ ” જ્યોતિષીએ હિંમતથી જવાબ આપ્યો.
આપણા માટે આવું કાંઇ ન બને તે ખૂબ જરૂરી છે..
પાપીઓ ઊંઘતા સારા અને ધર્મીઓ જાગતા સારા આ શાસ્ત્રવચન નજર સામે રાખી માત્ર ખુલ્લી આંખે જ જાગતા નહિ પરંતુ મોહની નિંદ્રાના ત્યાગવાળી જાગૃતિ આપણા જીવનમાં આવે તો માટેના અનેક પ્રયત્નોમાં સૌથી વધુ સફળતા મળે છે “અનર્થદંડ' ના પાપોથી સર્વથા અટકી જવામાં..આ અનર્થદંડનું સેવન જીવનમાં કેવા અનર્થો સર્જા જાય છે તેની વિશેષ વાત હવે જોઇએ.
અનર્થદંડના પાપમાં મુખ્ય વાત એ છે કે તેમાં એકલી બહિર્મુખવૃત્તિ જ પોસાય છે. ચોવીસે ય કલાક વિચારણા બહિંભાવોની જ ચાલે છે. આત્મા ક્યાંય યાદ આવતો નથી. આનાં નુકશાન કેટલાં ? જે ભવમાં “આત્મા' સિવાયના બીજા કોઇ પદાર્થની ચિંતા જ કરવાની નથી તે ભવમાં “આત્મા” ની જ વિચારણા ન થાય એ કેટલું દયનીય ? શાસ્ત્રકારો કહે છે કે,
ઉત્તમાડહત્મચિંતા સ્યાતુ, વિષયચિંતા તુ મધ્યમાં
અધમાત્વર્થચિંતા સ્માત, પરચિંતાડધમાધમા ! આત્માની ચિંતા તે ઉત્તમ પ્રકારની ચિંતા, કામ ભોગોની ચિંતા એ મધ્યમ પ્રકારની ચિતા, અર્થ (પૈસા) ની ચિંતા અધમ પ્રકારની ચિંતા, પરંતુ પારકાની ચિંતા એ અધમાધમ પ્રકારની ચિંતા છે
અનર્થદંડના વિષયો વિચારવા એ અધમાધમ પ્રકારની ચિંતામાં જાય છે. કારણ કે તેમાં આત્મા જ ભુલાય છે તેવું નથી, માર્ગાનુસારીના ગુણોના પાલનમાં પણ દેવાળું નીકળે છે.
આટલાં બધાં ભયંકર નુકશાનો જેને નજરોનજર દેખાય જાય તે સ્વાભાવિક રીતે જ અનર્થદંડનાં પાપોથી અટકી જાય.
વરસો પહેલાં જામનગરમાં એક પ્રસંગ બની ગયો. એક ભાઇનું સ્કુટર કોઇ ઉઠાવી ગયું. તે ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. બે ત્રણ દિવસ થયા પણ કાંઇ પત્તો ખાધો નહિ. ચોથે દિવસે સવારના અચાનક નજર પડી તો બારણા પાસે સ્કુટર પડેલું જોયું ! આશ્ચર્ય થઇ ગયું ! આ શું ? નજીક જઇને જોયું તો વધુ આશ્ચર્ય થયું. કારણ સ્કુટરના હેંડલ પર એક રંગબેરંગી થેલી લટકતી હતી ! થેલી કાઢી અંદર હાથ નાખ્યો તો તેમાંથી એક ચિઠી નીકળી. તેમાં લખેલું કે “એકાએક ખૂબ જ અગત્યનું કામ આવી જવાથી તમને પૂછ્યા વિના હું તમારું સ્કુટર લઇ ગયેલો, કામ પતી જવાથી પેટ્રોલ
Page #147
--------------------------------------------------------------------------
________________
પુરાવીને પાછું મૂકી દીધું છે. અલબત્ત, તમને તકલીફ ઘણી પડી, તેથી દિલગીર છું, છતાં યત્કિંચિત્ બદલો વાળવા માટે આ સાથે આજ રાતના નવથી બારનો શો “ખેલ ખેલમેં ની બે ટિકીટ મૂકી છે. તમે જરૂર તેનો ઉપયોગ કરજો.” પેલા ભાઇતો આ વાંચી ખુશ થઈ ગયા. રાતના સાડા આઠ વાગે પત્ની સાથે ઘર બંધ કરીને પિશ્ચર જોવા ઊપડ્યા. સાડા બાર વાગે પિક્યર જોઇને પાછા ફર્યા. ઘર ખોલીને ઝવેરાત બધુંય ગાયબ થઈ ગયેલું. કબાટમાં તાળાં તૂટેલાં હતાં. રોકડ રકમ તથા જરઝવેરાત બધું ય ગાયબ થઈ ગયેલું. કિંમતી કપડાઓ નીચે પડેલાં ! પોક મૂકીને રોવા બેઠા.પણ કરે શું? ખેલ ખેલ મેં ની ટિકિટ મૂકી જનાર ગઠિયાનાં જ આ પરાક્રમો હતા !તો બીજી બાજુ પોતાની જ મૂર્ખાઇનું આ પરિણામ હતું !
અનર્થદંડમાં આવતા વિષયોમાંના કોઇ એકાદ વિષયનું આકર્ષણ પણ આત્માને ગુણોથી ભ્રષ્ટ કરવા માટે પર્યાપ્ત છે, એટલું જ નહિ ગૃહસ્થજીવનના તમામ સુખ શાન્તિ સમાધિને સળગાવી નાખવાની કાતિલ તાકાત પણ તેનામાં પડી છે..
વર્તમાનકાળના અનેક સાંભળવા મળતા પ્રસંગો તેની સાક્ષી પૂરે છે ! સિનેમા, ટી.વી. અને વિડિયોના દશ્યોએ ક્યાં ઓછા જીવોના જીવનમાં સદાચારની હોળી સળગાવી છે ?.રેસકોર્સ અને ક્રિકેટની પાછળ પાગલ થયેલાઓએ ક્યાં લાખો રૂપિયા નથી ગુમાવ્યા ?....કલબોના આંટાફેરાએ કેટલાય જીવોની પવિત્રતા સળગાવી નાખી છે ! પરસ્ત્રીના રૂપદર્શન ન કરવાના સ્થાને જનારાઓએ શરીરના રાજા વીર્યને કેવું ખલાસ કરી નાખ્યું છે ! પરનિંદા કરનારાઓએ કેટલાંય સુખી કુટુંબોમાં ક્લેશ અને કંકાસની આગ લગાડી દીધી છે !..મશ્કરા સ્વભાવની પડી ગયેલી આદતે કેટલાય જીવોને મોતને ઘાટ ઉતારી દીધાં છે ! સિનેમામાં આવતા વિલાસી દશ્યોએ કેટલાયને વ્યભિચારી બનાવ્યા છે..તો તેમાં જ આવતા લૂંટફાટનાં દશ્યોએ કેટલાયને ભયંકર ડાકુ બનાવ્યા છે. ત્યારે તો ફિલ્મ ડાયરેક્ટર વ્હી. શાંતારામ જેવાને હમણાં કહેવું પડ્યું છે કે, જો આ પદ્ધતિનાં દશ્યો સિનેમાના પડદા પર બતાવવાનાં ચાલુ રહેશે તો આ હિંદુસ્તાનની ધરતી ડાકુઓ ગુંડાઓ અને વ્યભિચારીઓથી ઉભરાઇ જશે.”
આટઆટલાં ભયંકર નુકશાની નજર સામે દેખાવા છતાં નથી તો પ્રજાની પવિત્રતાની આ સરકારને પડી કે નથી તો પ્રજાને પોતાને પડી !નથી કોઇ વર્તમાનપત્રવાળાને આની સામે જેહાદ જગાડવાની પડી કે નથી કો કોઇ માસિકવાળાને આની સામે ગરમા ગરમ લેખમાળા ચાલુ કરવાની પડી ! માતા પિતાઓ આ બાબતમાં બિલકુલ નિષ્ક્રિય છે તો સ્કુલ કોલેજના પ્રોફેસરો તો આમાં કાંઇ નુકશાન જ નથી જોતા !ભાઇ પોતાની સગી બહેનનો શીલની બાબતમાં માથું મારવા(?) માગતો નથી, તો બહેન પણ પોતાના સગા ભાઇના સદાચારની બાબતમાં હસ્તક્ષેપ (!) કરવા તૈયાર નથી. સહુ પોતપોતાનામાં
Page #148
--------------------------------------------------------------------------
________________
મસ્ત છે “રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો તેવી સ્થિતિ અત્યારે આ ધરતીની હોય તેવું લાગે છે.
ખેર ! જવા દો એ હતાશાભરી વાતને ! યુવકો ! તમે જ સજ્જ થઇ જાઓ.જીવનના તમામ સત્ત્વને નિચોવીને સાફ કરી નાખતાં અનર્થદંડનાં સઘળાય પાપોને દઢસંલ્પપૂર્વક જીવનમાંથી દેશવટો દઇ દો ! તો ચોક્કસ વ્યર્થના માર્ગે ખરચાઈ રહેલી શક્તિનો બચાવ સાર્થકની પ્રાપ્તિ કરાવ્યા વિના રહેશે નહિ !..
વ્યર્થ હરવા ફરવામાં શારીરિક શક્તિઓ નષ્ટ થઇ રહી છે તો વ્યર્થ વિચારણામાં માનસિક શક્તિ હણાઇ રહી છે.
અનર્થદંડમાં પાપો માત્ર તમારા જ જીવનમાં અર્નશો ફેલાવી દેશે તેવું નથી.અનેક નિર્દોષ જીવોના જીવનમાં ય અનર્થો ફેલાવી દેવાનું ગોઝારું પરિણામ તે અચૂક લાવી દેશે ! આ અનર્થદંડના કુલ ૪ પ્રકાર છે ૧. આર્તરોદ્ર ધ્યાન ૨. પાપોપદેશ ૩. અધિકરણ દાન ૪. પ્રમાદાચરણ.
ઇષ્ટના સંયોગની અને અનિષ્ટના વિયોગની સતત ચાલતી વિચારણા જીવને દુર્ગાનમાં ઢસડી જાય છે. ક્યારેક તો બહુ મામૂલી બાબત પણ ભયંકર પરિણામ લાવી દે છે. વરસો પહેલાં મુંબઇની ચાલીમાં રહેતા એક ભાઇની પત્ની પિયર ગઈ. ભાઈ એકલા પડ્યા. રાતના ખાટલા પર સૂતા. પરંતુ માંકડનો ઉપદ્રવ ખૂબ હોવાના કારણે આખી રાત ઊંઘ ન આવી. બીજે દિવસે રાતના પણ એજ હાલત થતાં ૧૨ વાગ્યે ઊઠ્યા. લાઇટર સળગાવીને ભીંત પર ફરી રહેલા માંકડોને મારવા લાગ્યા.
બાજુવાળા ભાઇ એજ વખતે બહારથી આવ્યા. તેમણે આ દશ્ય જોતાં જ બૂમ પાડી.. “અરે ! આ શું કરો છો ?'
શું કરો છો, શું? આ બધા એજ લાગના છે.આખી રાત ઊંઘવા દેતા નથી.આજ તો એકને જીવતો નહિ છોડું...આ બધાયને મારીશ !.” આમ કહીને વળી પાછા તે ભાઇ માંકડ મારવાની પ્રવૃત્તિમાં લાગી ગયા !
બે કલાક સુધી વીણી વીણીને માંકડોને માર્યા...પછી સૂતા...સવારના પાંચ વાગે ઊઠ્યા. આ પીવા માટે પ્રાયમસ સળગાવવા બેઠા.પ્રાયમસ સળગાવ્યો પણ ખરો પરંતુ તેને તેજ કરવા માટે જ્યાં પંપ લગાવવા ગયા ત્યાં એકાએક જોરદાર ભડકો થયો...ભાઇનું આખું મોટું સળગી ગયું ! રાડારાડ ને ચીસાચીસ પાડવા લાગ્યા..આજુબાજુવાળા આવી ગયા..સમયસર હોસ્પિટલમાં દાખલ કર્યા. તાત્કાલિક મળી ગયેલા ઉપચારોથી બચી તો ગયા પરંતુ મોટું કાયમ માટે વિકૃત બની ગયું!
પોતાની ઊંઘ સાચવવા ખાતર નિર્દોષ જીવોને મોતને ઘાટ ઉતારી દેનાર આ
Page #149
--------------------------------------------------------------------------
________________
ભાઇને પસ્તાવાનો પાર ન રહ્યો...પણ કરે શું?
યાદ રાખજો...કર્મસત્તા નિષ્પક્ષ છે. તેનો ખુલ્લો સંદેશ છે કે તમારી અનુકૂળતા સાચવવા બીજા જીવોને અસમાધિ આપવાને બદલે તમે અગવડ વેઠીને પણ બીજા જીવોને સમાધિ જ આપવાનું રાખજો !.... બીજાને સમાધિ આપવાના તમારા પ્રયત્નો તમારી સમાધિને અકબંધ બનાવી દેશે !
અનર્થદંડનાં પાપોમાં સામાની સમાધિનો કોઇ વિચાર જ રહેતો નથી.આર્ત રૌદ્રધ્યાનમાં જેમ માત્ર પોતાની જ અનુકૂળતાનો વિચાર છે તેમ પાપોપદેશમાં પણ સામા જીવોના મોત સુધીના પરિણામની શક્યતાનો કોઇ વિચાર જ નથી.
ઋષભદેવ ભગવાનના જીવે પૂર્વના કો'ક ભવમાં ખાઇ જતાં બળદિયાઓને તેમ કરતાં અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં ખેડુતને માત્ર એટલી જ સલાહ આપેલી કે “મૂરખ ! બળદિયાને મોઢે કપડા જેવું કાં'ક બાંધી દે કે જેથી અનાજ ખાતા અટકી જાય !”..બસ, આટલી જ પાપ સલાહ આપવામાં કર્મ એવું બંધાયું કે ૪૦૦-૪૦૦ દિવસ સુધી આહારપાણી વિના વિચરવું પડ્યું....!
વિના કારણે પાપસલાહ આપનારાઓએ આ દૃષ્ટાંત ગંભીરતાથી વિચારવા જેવું છે..!.મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ?.. છંટાવી દો !
માંકડો હેરાન કરે છે ? .. મૂકી દો ! માથામાં જૂ વધી ગઇ છે...? ઉપયોગ કરતા જઓ ! ઉધઇ થઇ ગઇ છે ?...બોલાવી લો ! વાંદાઓ વધી ગયા છે ? મંગાવી લો ! અશક્તિ ખૂબ લાગે છે ?...ખાતા જાઓ ! કીડીઓનો ઉપદ્રવ થઇ ગયો છે ? છાંટી દો પાક બગડે છે ?..નાખી દો !
આવી ક્રૂરતાભવી સલાહ આપનારાઓને ખબર નથી કે તમારા આટલા જ શબ્દો કેટલા ય નિર્દોષ જીવોની અમૂલ્ય જિંદગી અકાળે સમાપ્ત કરી દેતા હશે !
સાવધાન ! લખલૂટ પુણ્યોદયે મળેલ જીભને કાબૂમાં રાખતા જાઓ. નહિતર તેનો દુરુપયોગ તમારા જન્મ જન્માંતરોના ભવને વિકરાળ બનાવી દેશે !..બોલવા જીભ નહિ મળે જોવા આંખ નહિ મળે...સાંભળવા કાન નહિ મળે...અકાળે રોગોના ભોગ બની જશો..દરિદ્રતાની ભૂતાવળ જીવનભર તમારો કેડો નહિ છોડે..ભીખ માગવા છતાં છતાં રોટલાના ટુકડાનાં ય ઠેકાણાં નહિ પડે..દીકરા ગળચી દાબી દે તેવો મળશે...
Page #150
--------------------------------------------------------------------------
________________
પત્ની ખૂન કરાવી દે તેવી પનારે પડશે !...તમને નોકરી રાખવા કોઇ તૈયાર નહિ થાય !...તમારે તમારું જીવન ઝેર ખાઇને...ગળે ફાંસો ખાઇને...શરીર પર ઘાસતેલ છાંટીને...ગાડીના પાટા નીચે પડતું મૂકીને..ઊંઘવાની વધુ પડતી ગોળીઓ ખાઇને.... કે આવા જ કોઇ અખતરાઓ કરીને વહેલું પુરુ કરી દેવું પડશે !
પાપસલાહનાં ફ્ળ આવાં ગોઝારાં છે તો પાપનાં સાધનોનાં વેચાણો પણ આવાં જ ભયંકર પરિણામો લાવનારા છે ! અનેક નિમિત્તવાસી જીવોને આવા સાધનોનાં દાન કરવા દ્વારા પાપ ક૨વામાં સહાયક બનતા એ પણ ઓછા ગુનેગાર નથી !... સૌથી છેલ્લો અનર્થદંડનો પ્રકાર છે...પ્રમાદાચરણનો ! નિદ્રાં વિકથા વગેરે પ્રમાદનાં જીવનો એ મોતનાં જીવનો છે...કારણ કે શાસ્ત્રકારો કહે છે કે, પ્રમાદો હિ મૃત્યુઃ’ પ્રમાદ એ જ મોત છે !...
અર્થ અનર્થદંડની સમજ
ઇન્દ્રિય માટે, સ્વજનો માટે જે ક૨વામાં આવે તે સર્વ અર્થદંડ (સકારણ દંડ) છે. આનાથી વિપરીતે અનર્થકારી જે પ્રવૃત્તિ ક્રિયા તે અનર્થદંડ. તેના ચાર પ્રકા૨ નીચે મુજબ છે. (૧) પાપોપદેશ : પરોપદેશાય પાંડિત્ય ની જેમ ખેડૂત કે ભરવાડ આદિ જાતિવાળાઓને પાપના આરંભ સમારંભ કરવા માટે વગર પૂછી સલાહ, સૂચના, પ્રેરણા આપવી. (ઉદા. કષાયભિક્ષુ)
૨) હિંસક પ્રદાન : વિષ, અગ્નિ, શસ્ત્ર, વિગેરે હિંસક વસ્તુઓ બીજાંને આપવી. (ઉદા. ચોરપલ્લીનો ચોરો)
૩) અપધ્યાન આચરણ ઃ મને લક્ષ્મી મળો, વૈભવ વિલાસ મળો, વૈરીનું ખરાબ થાઓ. મરી જાઓ વિગેરે આર્તધ્યાન રૌદ્રધ્યાન કરવું. (ઉદા. સ્કંદકસૂરિએ બાળમુનિના નિમિત્તે આર્તધ્યાન કર્યું. મહાસેન પૂર્વભવે આપને મારવો જોઇએ. એવા અનર્થકારી વચન બોલ્યા)
(૪) ગુરુપ્રમાદ આચરણ : ગોળ, ઘી, તેલ વિ. બરાબર ઢાંક્યા સાચવ્યા નહિ. ચાર મહાવિગઇ વ્યસનોનું સેવન કર્યું. કષાયો વધાર્યા. વિ. અનર્થદંડ (આવશ્યક નથી તેવી પ્રવૃત્તિ) કર્યું. (ઉદા. ભેંસ ચરાવનાર શેખચલી. ગુણસેન અગ્નિશર્મા વિ.)
ઘણાં ભારે કર્મી આત્મા જ્યારે સંસારમાંથી નાસીપાસ થાય, દરેક સ્થળેથી જાકારો મળે ત્યારે અવિચાર્યું કરવા, આપઘાત આદિનો માર્ગ પસંદ કરવા અથવા ‘મરી જાઉં તો સારું’’ એવા કુવિચારો કરે છે. પણ આમ ઉતાવળે મરનારની ગતિ મતિ અશુભ હોવાથી જે સ્થળે જન્મ લેશે ત્યાં આથી વધુ આધિ, વ્યાધિ, ઉપાધિ આવશે. માટે અંત
Page #151
--------------------------------------------------------------------------
________________
સુધારવા ઘણું જોયું, ઘણું ભોગવ્યું, ઘણું ખાધું પીધું હવે એ અનર્થકારી અનર્થદંડની પ્રવૃત્તિઓ, બીજાના ઓટલા ભાંગવાની ટેવો ત્યજી શુભ ભાવના ભાવવી જરૂરી છે. સમાધિ મરણની જો ભાવના ભાવવાની આવે તો જન્મોજન્મ સુધરી જાય. અનાર્થદંડની કેટલીક પ્રવૃત્તિઓ
સરકસ જોવા મદારીના ખેલ જોવા * જાદુના પ્રયોગો જોવા નાટક, તમાશા જોવા
ટીવી, સિનેમા જોવા દાંડીયા રાસમાં જવું નવરાત્રીના ગરબા રમવા, પતંગ ચગાવવા શરતો લગાવવી, લોટરીની ટીકીટો ખરીદવી હોળી, ધૂળેટી રમવા, પત્તા જુગાર રમવા રાગદશા વિ. ૪ વિકથા કરવી વધારે પ્રમાદ કરી ઉઘવું બગીચામાં વનસ્પતિ ઉપર ચાલવું, બાથ માં સ્નાન કરવું મારી મારી, ગાળા ગાળી કરવી કુકડા કુતરાના યુદ્ધ જોવા નિંદા કુથલી કરવી, અપશબ્દો બોલવા
આ રીતે અનર્ધદંડનો સમુહ છે, તેમાંથી કાંઇ પણ લાભ થતો નથી. એવું આધ્યાત્મિક રીતે ચિંતવનાર તેની વિરતિ સ્વીકારવા પ્રમાદ કરતો નથી. યાદ રાખો રાગ દ્વેષથી વ્યાકુલ બનેલા અંકુશ રહિત મદિરાદિના પાન (મદ) થી વિવહળ બનેલા યાદવોએ દ્વૈપાયનષિ મુનિ) ને હેરાન કરીને અનર્થદંડના કારણે અકાળે મૃત્યુ પામ્યા. પિાંચ અતિચાર)
અનર્થદંડ વિરમણ વ્રતના નીચેના પાંચ અતિચારો વર્ણવાયા છે. ૧. કંદર્પ વિકાર વધે તેવી કુચેષ્ટાઓ કરવી. ૨. કોકુચ્ચ: કામ ઉત્પન્ન કરનારી (પ્રેમવાર્તા) વાતો કરવી. ૩. મીખાર્ય નિરર્થક મુખે હાસ્યાદિથી જેમ તેમ બોલવું. ખાનગી વાતો કોઇની પ્રગટ
કરવી. લોકોને અલ્પ સમય માટે ગમે તેમ હસાવવા. ૪. અધિકરણઃ જરૂર કરતાં અધિક હથિયારો રાખવા તૈયાર કરવા. ૫. ભોગોતિરિક્તતા: ભોગ ઉપભોગના સાધનો જરૂર કરતાં વધારે રાખવા વાપરવા.
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧) ચિંતનમાં ઉપયોગ – ‘ઉપયોગ’ જેનું લક્ષણ છે. તે સાધક, આત્માનું વારંવાર ચિંતન કરે. તે સિવાયના બધા પદાર્થ અને તેની સાથે સંબંધ અનર્થદંડ સુધી લઇ જનાર છે. એમ અંતરથી માને.
(૨) કરણમાં ઉપયોગ – ચૈત્યવંદન, પ્રતિક્રમણાદિ ક્રિયા નિષ્પાપ બને. અનુષ્ઠાન મારે એકાગ્રતાથી ક૨વા જોઇએ. અનુપયોગાદિ સહિત જો આચરણ થઇ જાય તો તે માટે મિચ્છામિ દુક્કડં આપે પશ્ચાતાપ કરે. આમ સાવધ આચરણ છોડી નિરવધ આચરણ કરે.
(૩) શયનમાં ઉપયોગ – મુનિઓને પોરસી ભણાવી સંથારો પૂંજીને પાથરે પછી હાથને ઓશિકું કરીને ડાબા પડખે આડા પડીને સૂવાનો પ્રયત્ન કરે. હાથ પગને સંકોચી રાખીને સૂવે. કદાચ શરીર હાથ પગ ખસેડવા હોય તો દ્રષ્ટિ પડિલેહણ અને રજોહરણથી ભૂમિ પૂંજી ખસેડે. કાયગુપ્તિ સાચવે.
(૪) ગમનમાં ઉપયોગ – ગમણાગમણ કરતાં ‘યુગ’ પ્રમાણ (સાત હાથ) જમીન ઉપર દ્રષ્ટિ રાખી ચંચળતા વિગેરેથી રહિત બની પગલા ભરે. વિના કારણે ગમણાગમણ કરી અનુપયોગાદિ પાપને ન બાંધે.
(૫) બોલવામાં ઉપયોગ – શાસ્ત્ર વચન વિધિના જ્ઞાતા બની સ્વ પરને હિતકારી, મધુર ભાષી બને. નિરવદ્ય વચન ઉચ્ચારે. બને તેટલું મૌન રહી વચનગુપ્તિ પાળે.
ટૂંકમાં જેને શાંતિ, પ્રસન્નતા, સ્વભાવિક આનંદ કે આર્તધ્યાનાદિથી નિવૃત્તિ વિગેરે જોઇએ તે આત્માએ પરપંચાત, પરનિંદા જેવા દુષણો જીવનમાંથી ત્યજ્વા જોઇએ. ચાલો, હવે ચેતી જઇએ, અર્થદંડના પાપોથી સર્વથા મુક્ત બની જઇએ. કેટલાક પ્રશ્નોત્તર
હે સર્વજ્ઞ સ્વામી ! અનંતકાળમાં ભવચક્રમાં ફસાઇ મેં કરી મોમઝા, તો મળી કર્મોની સજા, ભૂલી ગયો ઉપાસના ને સેવી વિષય વાસના, વિલાસે વિસાર્યો આત્મ વિકાસ. અનર્થ ભોગી પાપાત્મા બન્યો આજ તેનું પ્રતિક્રમણ કરી કર્મ બંધના કારણોથી મારા આત્માની રક્ષા કરવા સાવધાન બનું છું.
પ્ર. ૧ દંડ કોને કહે છે ?
ઉત્તર
જેનાથી આત્મા તેમજ અન્ય પ્રાણી દંડિત થાય એવી મન વચન કાયાથી ક્લુષિત 838&&& ૧૪૫ ...aa
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રવત્તિ તેને દંડ કહે છે. પ્ર. ર અનર્થદંડ કોને કહે છે ? ઉત્તર જે કાર્ય સ્વયંના પરિવારના સગા સંબંધી મિત્રાદિના હિતમાં ન હોય, જેનું કોઇ
પ્રયોજન ન હોય અને વ્યર્થમાં આત્મા પાપોથી દંડિત થાય છે. તેને અનર્થદંડ
કહે છે.
પ્ર. ૩ પ્રયોજન વિનાના પાપ કેટલા ? ઉત્તર પ્રયોજન વિનાના (નકામા) પાપ ચાર છે.
૧) અવજઝાણાચરિય, ૨) પમાયાચરિય, ૩) હિંસપ્રયાણ,
૪) પાવકસ્મોવએસ. પ્ર. ૪ અવજણાચરિયું કોને કહે છે? ઉત્તર ખોટું ચિંતન કરવું. બીજાના મરવાનો, નુકશાન કરવાનો, દુઃખી હોવાનું ચિંતન
કરવું, આર્તધ્યાન યુક્ત સંકલ્પ વિકલ્પ કરવા માથું પીટવું. દા.ત. તંદૂલ મત્સ્ય. પ્ર. ૫ અપ્રાપ્ત ભોગની મનમાં લાલસા રાખે તો કયો અનર્થદંડ લાગે? ઉત્તર અવઝણાચરિયું. પ્ર. ૬ પમાયાચરિયા કોને કહે છે ? ઉત્તર વિવેક વિનાની પ્રવૃત્તિ કરવી. ઘી,તેલ, દૂધ, દહીંઆદિના પાત્ર, વાસણ ખુલ્લા
રાખવા. પ્ર. ૭ હિંસપ્રયાણ કોને કહે છે? ઉત્તર બંદૂક, ચપ્સ, છરી, ભાલા, તલવાર, રીવોલ્વર આદિ હિંસા થાય તેવા શસ્ત્રો
આપવા અને તત્સંબંધી સાહિત્ય અન્યને દેવું. પ્ર. ૮ પાવકસ્મોવએસ કોને કહે છે ? ઉત્તર પ્રયોજન કે જવાબદારી ન હોવા છતાં બીજાને પાપકાર્યની પ્રેરણા કરવી જેવી
રીતે ફેક્ટરી ખોલવી, ગાડી ખરીદવી, મકાન બનાવવા, શાદી કરવાનું કહેવું
વગેરે. પ્ર. ૯. પડોશીને શાક સુધારવા ચપુ તો કયો દોષ? ઉત્તર હિંસપ્રયાણ. પ્ર. ૧૦. “નથી લેવા નથી દેવા” બંગલો બનાવવાનું શું જાય છે. કહેવા? - ઉત્તર પાવક—ોવએસ.
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૧. આઠમા વ્રતના અતિચાર કેટલા છે? કયા કયા ? " ઉત્તર આઠમા વ્રતના અતિચાર પાંચ છે.
૧) કંદખે, ૨) કુકકુઇએ, ૩) મોહરિએ, ૪) સંજુત્તાહિગરણે,
૫) ઉપભોગ પરિભોગ અઇરેગે. પ્ર. ૧૨ વિકથા કરે તથા રાગના આવેશથી હાસ્યુમિલિત મઝાક કરે તો કયો અતિચાર
લાગે ? ઉત્તર કંદખે. પ્ર. ૧૩ અંગોપાંગ વગેરેથી કુચેષ્ટા કરે કયો અતિચાર લાગે? ઉત્તર કુÉઇએ. પ્ર. ૧૪. વધારે પડતું બોલે યા ઉટપટાંગ બોલે તો કયો દોષ લાગે? ઉત્તર મુહરિએ પ્ર. ૧૫. હિંસા થાય તેવા હથિયાર ભેગા કર્યા હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર સંજુત્તાહિગરણે. પ્ર. ૧૬. સંજયદત્તની જેમ રાઇફલ રાખે તો કયો દોષ? ઉત્તર સંજુત્તાહિગરણે. પ્ર. ૧૭. એક વારને વારંવાર ભોગવવાની વસ્તુમાં અતિઆસક્તિ રાખે તો કયો અતિચાર
ઉત્તર વિભાગ, પરિભોગ અઇરેગે. પ્ર. ૧૮. પાપનું ધમધોકાર કારખાનું કયું? ઉત્તર આઠમું વ્રત. પ્ર. ૧૯ કંદર્પાદિથી કયા કયા અનદંડ થાય? ઉત્તર કંદર્પ અને કૌત્કચ્યથી અવઝાણાચરિયે, પમાયાચરિયે અનર્થદંડ થાય છે. મોખર્યથી પાવકસ્મોએસ. સંજુત્તાહિગરણેથી હિંસપ્રયાણ અને પમાયાચરિય અનર્થદંડ થાય છે.
(
૭)
Page #155
--------------------------------------------------------------------------
________________
નવમે સામાયિક ઉચ્ચરિએ...
કટાસણું = બે ઘડીની મોબાઇલ સિદ્ધશિલા છે.
॥ મનનો સ્વભાવ શિખર ઉપરની ધજા જેવો છે. જરા પવન આવે કે તરત હલવા માંડે.
ધર્મમાં મનને મારો, મનને મનાવો અને મનને ઉ૫૨ ચડાવો.
D કતલખાને ગાયને લઇ જવી પડે. વાછરડો એની પાછળ આવી જ જાય. મમત્વભાવ કતલખાના જેવું છે. ચિત્ત ગયું નથી ને શરીર પાછળ ઢસળાયું નથી.
D રાગ વધે એટલે મમતા વધે.
D ઘડીયાલ બંધ થાય છે લોલક અટકે ત્યારે રાગ દ્વેષના લોલક અટકે ત્યારે સંસાર પરિભ્રમણ બંધ થાય.
D સાધુ સુખનો ત્યાગી છે. શ્રાવક સુખનો વૈરાગી છે.
n મન જીતેલું હોય... મન થાકેલું હોય...
મન હારેલું હોય...
Q થાકેલા મનવાળો સુકૃતને વિલંબમાં મૂકે છે જ્યારે હારેલા મનવાળો તો સુકૃતની સંભાવનાથી પણ દૂર રહી જાય છે.
सामायिक विशुद्धात्मा सर्वथा धाति कर्मणः । क्षयात्केवल माप्नोति, लोकालोक प्रकाशकम् ॥
·
ભાવાર્થ - સામાયિકથી વિશુધ્ધ થયેલો આત્મા સર્વથા, સર્વ પ્રકારે ધાતીકર્મનો ક્ષયકારી લોક અલોક પ્રકાશી એવા કેવળજ્ઞાનને પામે છે.
શ્રાવકનાં ૧૨ વ્રતમાં નવમા નંબરનું વ્રત છે ‘સામાયિક વ્રત સમતાને લાવતા અને મમતાને કાપતા આ સામાયિકનો અપાર મહિમા શાસ્ત્રકારોએ ડગલે ને પગલે ગાયો છે.. બે ઘડી માટે દુનિયાના સર્વ જીવોને અભયદાન આપવાની તાકાત ધરાવતા
L
Page #156
--------------------------------------------------------------------------
________________
આ સામાયિકના આનંદનું તો પૂછવું જ શું?
મહારાજા શ્રેણિકે ભગવાન મહાવીર પરમાત્માને પૂછયું, પ્રભુ ! મારે મારીને નરકમાં જવાનું છે એ સાંભળી હું ધ્રૂજી ઊઠ્યો છું... શી રીતે સહન થશે એ નરકગતિના ત્રાસો ? કૃપા કરીને મને એવો કોઇ ઉપાય બતાવી દો કે જેથી મારે નરકમાં જવાનું અટકી જાય !
શ્રેણિક ! આ જ રાજગૃહીમાં રહેતો પુણિયો શ્રાવક જો તને પોતાના એક સામાયિકનું પણ ફળ આપવા તૈયાર થઇ જાય તો તારે નરકમાં જવાનું નિશ્ચિત અટકી જાય !
આ સાંભળી મગધ સમ્રાટ શ્રેણિક ઊપડ્યો પુરિયાને ત્યાં ! પુરિયાં શ્રાવકે સ્વસ્થિતિ અનુસાર રાજાની ઉચિત સરભરા કરી.. પછી પોતાને ત્યાં આવવાનું પ્રયોજન પૂછ્યું...
પુરિયા ! ભગવાન મહાવીર કહે છે તે તું જો તારા એક સામાયિકનું ફળ મને આપવા રાજી થઇ જાય તો મારી નરકગતિ અટકી જાય ! તું કહે તેટલી સંપત્તિ આપી દેવા હું તૈયાર છું.. પણ તારું એક સામાયિક મને આપી દે !.
રાજન્ ! આપ મને ખરીદી શકો છો, પરંતુ મારા સામાયિકને ખરીદવાની આપની કોઇ તાકાત નથી... કારણ હું તો આપનો પ્રજાજન છું. મને આપ આજ્ઞા કરીને પણ રાજમહેલમાં લઇ જઇ શકો છો. આપની ઇચ્છા પ્રમાણમાં કામ આપ મારી પાસે બળ જબરીથી પણ કરાવી શકો છો. પરંતુ મારા અંતરમાં ઉછળતા શુભ ભાવોને ખરીદવાની આપની શી હેસિયત છે? સામાયિકમાં જ્યારે હું બેઠો હોઉં છું ત્યારે ત્રણેય જગતની ઋદ્ધિ મને ઘાસના તણખલા જેવી લાગે છે. એ વખતની મારા ચિતની પ્રસન્નતાનું તો કોઇ વર્ણન થઇ શકે તેમ નથી ! રાજન્ ! મને તો એમ લાગે છે કે પ્રભુએ નરકગતિ તોડવા માટે સાટે સામાયિક ખરીદી લાવ” એવું આપને કહીને હકીકતમાં તો આખા મગધના સામ્રાજ્યને ભોગવવાના આનંદ કરતાં માત્ર બે ઘડીના સામાયિકનો આનંદ કેટલો જોરદાર હોય છે તે સમજાવવા અને સામાયિક એ કાંઇ સામ્રાજ્યથી ખરીદી શકાય તેવી મામૂલી ચીજ નથી... એ સત્યની પ્રતીતિ કરાવવા જ પ્રભુએ અને મોકલ્યા લાગે છે !
શ્રેણિક શું બોલે ? સમ્રાટ જેવા સમ્રાટ શ્રેણિકને પણ ગરીબ એવા પુણિયા પાસે જે સામાયિકના ફળની ભીખ માગવી પડી તે સામાયિક આજે પણ આપણી પાસે વિદ્યમાન છે. પછી શા માટે આડાઅવળા ફાંફા મારવા?“સમણો ઇવ સાવો હવઇ.” સામાયિકમાં બેઠોલો શ્રાવક, સાધુ જેવો જ હોય છે. આ શાસ્ત્ર પંક્તિને જીવનમાં અનુભવવા રોજ ઓછામાં ઓછું એક સામાયિક તો કરતા જ જાઓ.
Page #157
--------------------------------------------------------------------------
________________
I શુદ્ધિ : સામાયિકની આરાધના કરતી વખતે સાત પ્રકારની શુદ્ધિનો ખ્યાલ કાળજીપૂર્વક આરાધકે રાખવો જોઇએ.
n દુર્લભતા : ચા૨ ગતિમાંથી મુખ્યત્વે (૧) દેવગતિ અને (૨) નરકગતિના જીવોના ભાગ્યમાં સામાયિક નથી. તિર્યંચગતિના જીવો જાતિસ્મરણાદિના કારણે કદાચ ભાવ સામયિક કરી શકે, મનુષ્યગતિના જીવો દ્રવ્ય અને ભાવથી કરી શકે છે. ઉપકરણ : પુરુષ અને સ્ત્રીઓને શોભે તેવો શુદ્ધ વસ્ત્ર ચરવાળો, મુહપત્તી, કટાસણું, સ્થાપનાજી, સાપડો, ઠવણી, નવકારવાળી, ભણવા વાંચવા માટેના ધાર્મિક પુસ્તક. 2 સ્થાન : સામાયિક કરવાનું સ્થાન સાધુ મ. ની નિશ્રામાં, ઉપાશ્રય, પૌષધશાળા, ઘર આદિ કહ્યાં છે. મુખ્યત્વે જે સ્થળે સમભાવની વૃદ્ધિ થાય એટલે સમભાવનું પોષણ કરે તેવા યોગ્ય સ્થળે સામાયિક કરવું.
n
·
આવું આદરણીય સામાયિક કોઇ આરાધક સ્વીકારે પછી જો કર્મોદયના કારણે તરત પારી નાખે યા પારવાની ચિંતા કર્યા કરે તો શાસ્ત્રકારોએ તેવા આત્માને કંડરિકની જેમ ભવભ્રમણ વધારનાર કહ્યો છે. હકિકતમાં સામાયિક વ્રત લીધા પછી તરત ‘સ્વાધ્યાય કરું એ આદેશ અનુસાર સ્વાધ્યાય ધ્યાનમાં જીવે મગ્ન થવું જોઇએ. મોક્ષ અને સ્વર્ગના શ્રેષ્ઠ હેતુ – કારણરૂપ સામાયિકની આરાધનાની સાથે ભાવને જોડવામાં આવે તો તે આરાધના ધર્મધ્યાનની, સ્વાધ્યાયની વૃદ્ધિને કરાવે. દા.ત. સાગરચંદ્ર અને સુદર્શન વિગેરે ઉત્તમ પ્રકારે આરાધના કરવાનું છોડ્યું ન હતું. ‘બહુસો સામાઈયં કુજ્જા’ એ કથન અનુસાર શ્રાવકે શક્તિ અનુસાર ઘણા, વારંવાર સામાયિક કરવા જોઇએ. આ કથનની પાછળ મુખ્યત્વે શ્રાવકનો સમય ધર્મધ્યાનથી યુક્ત, પૂર્ણ થવો જોઇએ. એમ કરવાથી એ આત્મા મનથી અશુભ ચિંતવશે નહીં. વચનથી પાપવાળા વચન ઉચ્ચશે નહીં અને કાયાથી નિર્દોષ ભૂમિ શોધી પૂંજી પ્રમાજી સામાયિક કરવા બેસશે.
જેમ તરસ લાગવી, ભૂખ લાગવી, ઊંઘ આવવી કે થાક, પરિશ્રમ લાગવો એ શરીર ક્રિયાની સાથે છૂપાવેલી પ્રવૃત્તિ છે. તેમ મારે સામાયિક ક્યારે કરવાનું ? તેનો કાળ કયો ? નક્કી કર્યા મુજબ મેં સામાયિક કર્યા કે નહીં ? તે યાદ ન કરે. કારણ ધર્મમાં અનુષ્ઠાનોનું મૂળ સ્મૃતિ છે. ખાવાથી જેમ મીઠો ઓડકાર આવે તેમ ભાવપૂર્વક સ્વભાવિક રીતે આવું કર્મક્ષયનું કાર્ય કરવું જોઇએ. બીજા ઉ૫૨ ઉ૫કા૨ કરીને ક૨વાની જો દૃષ્ટિ આવી તો સમજવું કે આ સામાયિક નિષ્ફળ છે. વેઠ રૂપ યા કરવા ખાતર કરાય છે.
આત્મા જ્યારે બે ઘડીના સમય જેટલી સામાયિકની પ્રતિજ્ઞા કભિમંતે સુત્રોચ્ચાર દ્વારા સ્વીકારે છે. ત્યારે એ પ્રાયઃ શાશ્વત એવા સૂત્ર દ્વારા સામાયિકના પાલન વખતે છએ આવશ્યકનું પાલન કરવાની ભાવનાને ભાવે છે. એમ કહી શકાય. બીજી રીતે પ્રતિક્રમણાદિ કાન ૧૫૦,999,
LILABLE
Page #158
--------------------------------------------------------------------------
________________
કોઇ પણ વિશિષ્ટ ધાર્મિક અનુષ્ઠાનના પ્રારંભમાં સામાયિક લેવામાં આવે છે. આ રીતે પાપના આવવાના દ્વાર બંધ કરી જો અનુષ્ઠાન કરવામાં આવે તો તે શાંત ચિત્તે, શુભ ભાવે, શુદ્ધ અધ્યવસાયે થાય.
કર્મનો બંધ મિથ્યાત્વ આદિ ૪(૫) યોગ થાય છે. તેમાં અવિરતિ અને કષાયને સામાયિક સાથે સંબંધ છે. સામાયિક વિનાનું જીવન સમય એટલે અવિરતિમય જીવન. આ જીવનમાં જીવ મોટા કે નાના ગમે તેવા પાપ કરે તો તેનો કર્મબંધ અવિરતિના કારણે થાય જ. જો એ જીવ સામાયિક વ્રતમાં હોય તો કષાયોથી પાછો થાય. તેથી કર્મબંધથી થોડા ઘણા અંશે બચી શકે છે. - કષાયની અંદર અપ્રત્યાખ્યાન કષાયોનો જો ઉદય હો તો તે આત્મા વિરતિ ધર્મનો અનુરાગ ન કરે. વિરતિને ન સ્વીકારે તો દેવ કે મનુષ્ય ગતિને પણ ન પામે. તેથી જ્યારે આત્મા સામાયિકની પ્રતિજ્ઞા કરે છે ત્યારે પ્રતિજ્ઞા સૂત્ર દ્વારા પડિકમામિ, નિંદામિ, ગરિયામિ, અખાણ વોસિરામિ ચાર પ્રકારે (પાપથી પાછો હઠું છું, આત્મા સાક્ષીએ નિંદું છું. ગુરુની સાક્ષીએ ગૃહા કરું અને પાપ કરતી મારી કાયાને આત્માથી અલગ કરું છું. અર્થાત્ સ્વ સ્વભાવમાં સ્થિર થાઉં છું. સંકલ્પ કરી સમતા રસમાં સ્થિર થાય છે.
ચાલો, આપણે પણ એ સમતા રસનો અનુભવ કરીએ.
આ ચારે વ્રતોનું આત્મા પાલન કરવાનો પ્રારંભ કરે છે. ત્યારે હકિકતમાં પૂર્વના પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રતના પડછાયા તેની સાધના કાળ દરમ્યાન દેખાય વિના ન રહે. પાપવ્યાપાર બંધ કરવા અથવા પાપમય જીવનને સુધારવા પહેલું પગથિયું જીવનમાં ઘણું આવશ્યક છે. એક અપેક્ષાએ આ વ્રતનો સ્વીકાર પણ થઇ ગયો હોય સાથે ભાવ દયા રૂપ સામાયિકની આરાધનામાં વધે છે. તે અપૂર્વ કાર્યસિદ્ધિ છે. તેથી આ શિક્ષાવ્રતને જીવનના વિકાસમાં આત્માને પરમાત્મા બનાવવામાં છેલ્લો મહત્ત્વનો ફાળો છે. સામાયિકના પાંચ અતિચારઃ (૧) મન દુષ્મણિધાન મનમાં ખરાબ વિચાર ચિંતવી મનને સારા વિચારોના બદલે
ખરાબ વિચારોના માર્ગમાં રાખવું. (૨) વચનદુષ્પરિધાનઃ સાવદ્ય (પાપ બંધાવે તેવા) વચન બોલવા. (૩) કાયદુપ્રણિધાન : સામાયિકના કાળ દરમ્યાન ગમે તેમ બેસવું, ઉંઘવું, ભીંત
વિગેરેનો ટેકો લેવો. (૪) અનવસ્થા દોષઃ સામાયિક જે સમયે લીધું છે. તે પછી ૪૮ મિનીટ પૂરી કર્યા
વિના વહેલું સામાયિક પારવું.
Page #159
--------------------------------------------------------------------------
________________
(૫) સ્મૃતિવિહીન સામાયિક લીધું છે. તે ભૂલી જવું તથા પારવાનું ભૂલી જવું.(વિધિ
કર્યા વિના ઉભા થઇ જવું.) સામાયિક અંગેની જાણકારી નામ | અર્થ :
| ઉદાહરણ ૧ સામાયિક | સમભાવ રાખવો
દમદત્તરાજા ૨ સામાયિક | દયાભાવના સહિત કરવું
મેતાર્ય મુનિ ૩ સમવાદ રાગ દ્વેષ ત્યજી યથાસ્તિત બોલવું
કાલકાચાર્ય ૪ સિમાસ : થોડા અક્ષરમાં તત્ત્વ જાણવું
ચિલાતી પુત્ર ૫ સંક્ષેપ થોડા અક્ષરોમાં દ્વાદશાંગીના અર્થ વિચારવા. લૌકિકાચાર્ય
પંડિતો ૬ અનવદ્ય | પાપ વગરનું આદરવું
ધર્મરૂચિ અણગાર ૭ પરિક્ષા , (પરિહાર) તત્ત્વનું જાણપણું
| ઇલાચીકુમાર ૮ પ્રત્યાખ્યાન | નિષેધ કરેલી વસ્તુનો ત્યાગ કરવો તેતલી પુત્ર
ત્રણ પ્રકારઃ (૧) સમ્યકત્વ સામાયિક (૨) શ્રત સામાયિક (૩) દેશવિરતિ સામાયિક તે સમયઃ બે ઘડી (૪૮ મિનીટ) આ આત્મા શુભ લેગ્યામાં એક સાથે વધુમાં વધુ
બે ઘડી જ રહે છે. દોષઃ સામાયિકની વિધિ કરતી વખતે ૧૦ મનના ૧૦ વચનના ૧૨ કાયાના એમ ૩૨ દોષ લાગવાનો સંભવ હોય છે. શુદ્ધ સામાયિકથી થતાં લાભ? (૧) એક સામાયિક મન વચન કાયાની શુદ્ધિથી કરવામાં આવે તો આત્મા
૯૨ ક્રોડ ૫૯ લાખ ૨૫ હજાર ૯૨૫ પલ્યોપમનું દેવ આયુ બાંધે છે.
(બંધાય છે.) (૨) ૨૦ લાખ (ખાંડી) ક્રોડ સોનૈયાનું દાન આપવાથી જે પુણ્ય (ફળ) દાતાને
પ્રાપ્ત થાય છે. તેથી વધુ ફળ એક શુદ્ધ સામાયિક કરનાર પ્રાપ્ત કરે છે. (૩) સંપૂર્ણ સામાયિક જયણા ધર્મના શુભ પાલનપૂર્વક થાય છે. ત્યાગ (૧) સામાયિકની પ્રતિજ્ઞા કરેમિભંતે સૂત્ર દ્વારા લેવાય છે. તેમાં મન વચન કાયાથી પાપ કરીશ નહીં, કરાવીશ નહીં એવા ૬ પ્રકારના ત્યાગ
Page #160
--------------------------------------------------------------------------
________________
ભાવનાના પચ્ચકખાણ કરાય છે. (૨) છએ જીવકાયના જીવોને અભયદાન અપાય છે. (૩) બે ઘડી સુધીના સમય માટે બ્રહ્મચર્યનું પાલન થાય છે. (૪) બે ઘડી દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના થાય છે.
કેટલાક પ્રશ્નોત્તર
હે ત્રિલોકીનાથ ! શું કહું મારી વ્યથાની કથા ! “આશ્રવ થકી જીવ ભમીયો રે લોલ.... મારા આત્માએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ના પ્રતિબંધથી અનંત આશ્રવી ઉભો કર્યા. તેને રોકવા, સાવધ વ્યાપારના પ્રત્યાખ્યાન કરી oોય અનાત્મભાવે ચોગોને જે વ્યાપાર પ્રત્યાખ્યાન કરીનેય અનાત્મભાવે યોગીને જે સાવવામાં પ્રવર્તાવ્યા છે. તેનાથી પાછા ફરી સર્વ જીવોને આત્મવત જાણી સમભાવનું શુધા પાન કરું તે ઘડી, પળ મારા ધન્ય હશે.
પ્ર. ૧ સામાયિક એટલે શું ? ઉત્તર સમ+આય+ઇક એટલે સમભાવની આવક યાને પ્રાપ્તિ તે સામાયિક. પ્ર. ૨ સામાયિકમાં શેના પચ્ચકખાણ છે ? ઉત્તર સામાયિકમાં સાવદ્ય યોગનો ત્યાગ છે. પ્ર. ૩ સાવદ્ય યોગ એટલે શું? ઉત્તર મન, વચન, કાયાની પાપસહિત ક્રિયા એ સાવદ્ય યોગ કહેવાય. પ્ર. ૪ સાવદ્ય યોગ કોને કહે છે ? ઉત્તર અઢાર પાપસ્થાનકને સાવદ્ય યોગ કહે છે સાવદ્ય યોગ એટલે પાપક્રિયા. પ્ર. ૫ સામાયિકથી શું લાભ થાય છે ? ઉત્તર આવતાં નવા કર્મો રોકાય છે. જુના કર્મો ક્ષય થાય છે. આત્મિક શાંતિ મળે છે.
સાચી સુખની અને સમભાવની પ્રાપ્તિ થાય છે. પ્ર. સા ાયિકમાં શું કરવું જોઇએ? ઉત્તર બે ઘડી સુધી ધર્મધ્યાન તથા શુભચિંતનમાં મનને લગાડી સમભાવની સાધના
કરવી જોઇએ.
Page #161
--------------------------------------------------------------------------
________________
૩૮. ૭ સામાયિક કેટલા કરણ અને કેટલા યોગથી થાય છે ? ઉત્તર સામાયિક બે કરણ અને ત્રણ યોગથી થાય છે.
બે કરણ કરું નહિ અને કરાવવું નહિ.
ત્રણ યોગ મનયોગ, વચનયોગ, કાયયોગ. પ્ર. ૮ સામાયિક માટે જરૂરી ઉપકરણ કયા છે? ઉત્તર મુહપત્તિી, ચરવલો, માળા, સ્થાપનાચાર્ય ધાર્મિક પુસ્તક કટાસલું ધોતી, ખેસ
આદિ સામાયિક માટે જરૂરી સાધન છે. પ્ર. ૯. સામાયિકની કિંમત કરી શકાય ખરી ? ઉત્તર લાખ ખાંડી સોના તણું લાખ વર્ષ દે દાન,
તોય સામાયિક તુલ્ય ના ભાખે શ્રી ભગવાન. લાખ ખાંડી સોનાનું પ્રતિદિન દાન કરે તો પણ તેનું પુણ્ય એક શુદ્ધ સામાયિક જેટલું પણ ન થઇ શકે. દાનથી પુણ્ય મળે છે. પરંતુ સામાયિકથી કર્મ નિર્જરા
થાય છે. પ્ર. ૧૦. સામાયિકમાં શું કરવું જોઇએ? ઉત્તર સ્વાધ્યાય, ધ્યાન, જિનવાણી શ્રવણ, કે ધાર્મિક પુસ્તક વાંચન, ભજન, સ્તવન,
જ્ઞાનચર્ચા, સાંભળવી. પ્ર. ૧૧. સામાયિકમાં શું ન કરવું જોઇએ ? ઉત્તર બત્રીસ દોષોનું સેવન, ચાર વિકથા, ચાર સંજ્ઞા તથા પાંચ અતિચારનું સેવન
ન કરવું જોઈએ. પ્ર. ૧૨ સામાયિકનો સમય કેટલો છે ? ઉત્તર સામાયિકનો સમય ૪૮ મિનિટનો છે. કારણ કે છમસ્થના મનની એકાગ્રતા
વધુમાં વધુ ૪૮ મિનિટ સુધી જ રહે છે. પ્ર. ૧૩ સામાયિકમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ? ઉત્તર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું ધ્યાન રાખવું જોઇએ.
દ્રવ્યઃ સામાયિક ઉપકરણ, ક્ષેત્ર: નિરવદ્ય સ્થાન,
કાળઃ ૪૮ મિનિટ સુધી, ભાવ વિચારોની શુદ્ધિ, સમભાવ રાખવો. પ્ર. ૧૪. સામાયિક કેટલા પ્રકારની છે? ઉત્તર સામાયિક બે પ્રકારની છે. ૧) યાવસ્કથિત સામાયિક અને ૨) માવજીવનની
વધ
Page #162
--------------------------------------------------------------------------
________________
સામાયિક.
પ્ર. ૧૫. બંને સામાયિકમાં શું ફેરફાર છે ? ઉત્તર યાવતુકથિત સામાયિક: બે કરણ અને ત્રણ યોગથી તે સામાયિક ૪૮ મિનિટની
હોય છે. શ્રાવકની સામાયિક યાવત્ કથિત હોય છે. યાવત્નો અર્થ પર્યત. યાવજીવનની સામાયિકઃ ત્રણ કરણ અને ત્રણ યોગ મળી કુલ નવ કોટીથી કરવામાં આવતી આ સામાયિક જીવન પર્વતની હોય છે. આ સામાયિક સાધુ સાધ્વીને હોય છે.
પ્ર. ૧૬. સામાયિક કઇ જાતિના જીવો કરી શકે છે ? ઉત્તર પંચેન્દ્રિય જાતિના જીવો કરી શકે છે. પ્ર. ૧૭. સામાયિકમાં ગરમ પાણી પીવાય ? ઉત્તર ના ! શ્રાવકની સામાયિકમાં ન પીવાય. પ્ર. ૧૮. સામાયિકમાં બહાર જતાં કયો શબ્દ બોલાય છે ? ઉત્તર “આવસ્યહી' ત્રણ વાર બોલાય છે. પ્ર. ૧૯ ઉપાશ્રયમાં દાખલ થતાં ક્યો શબ્દ બોલાય ? ઉત્તર નિસ્ટિહી. પ્ર. ૨૦ સામાયિક ક્યારે થઇ શકે છે ? ઉત્તર દિવસે રાત્રે ગમે ત્યારે થઇ શકે છે. પ્ર. ૨૧ શુદ્ધ સામાયિક કોણે કરી ? તે સામાયિક કોણે વખાણી ? ઉત્તર પુણિયા શ્રાવકે. તે સામાયિકની પ્રશંસા પ્રભુ મહાવીરે કરી હતી. પ્ર. ૨૨ સામાયિકનાં અતિચાર કેટલા છે ? કયા કયા ? ઉત્તર સામાયિકના પાંચ અતિચાર છે.
૧) મણ દુપ્પણિહાણે, ૨) વય દુપ્પણિહાણે, ૩) કાયદુપ્પણિહાણે,
૪) સામાઈયસ્સઇ અકરણયાએ, ૫) સામાઈયસ્સ અણવુક્રિયસ્સ કરણયાએ. પ્ર. ૨૩ સામાયિકમાં મન આડુઅવડુ કર્યું હોય તો કયો અતિચાર લાગે ? ઉત્તર મણ દુપ્પણિહાણેનો અતિચાર લાગે.
Page #163
--------------------------------------------------------------------------
________________
પ્ર.૨૪ સામાયિકમાં વચન જેમ તેમ બોલ્યા હોય એટલે કે સાસુ વહુની નિંદા કરે તો
કયો અતિચાર લાગે ? ઉત્તર વય દુપ્પણિહાણોના અતિચાર લાગે. પ્ર. ૨૫ સામાયિકમાં કાયા ને જેમ તેમ કરી હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર કાયદુપ્પણિહાણનો અતિચાર લાગે. પ્ર. ૨૬ સામાયિક જેમ તેમ કરે તો કયો અતિચાર લાગે? ઉત્તર સામાઈયસ્સ સઇ અકરણયાનો અતિચાર લાગે. પ્ર. ૨૭ રામાયિક સમય પૂર્ણ થયા પહેલાં પાળી લે તો કયો અતિચાર લાગે? ઉત્તર સામાઈયસ્સ અણવુદ્ધિયસ્સ કરણયાનો અતિચાર લાગે. પ્ર. ૨૮ એક સામાયિક કરવાથી દેવનું કેટલું આયુષ્ય બંધાય ? ઉત્તર ૯૨, ૫૯, ૨૫, ૯૨૫ પલ્યોપમ દેવનું આયુષ્ય બંધાય.
Page #164
--------------------------------------------------------------------------
________________
દેશાવગાસિક કરીએ
• વધારે પડતા સ્થાનોના આવાગમનનું આવ્રત છે.
જગતના જીવોને જે ભય આપે છે તેને ડગલે પગલે ભવોની ભેટ મળતી જાય છે. કેટલાકના જીવનમાં વર્ષો ઉમેરાય છે. જ્યારે કેટલાકના વર્ષોમાં જીવન ઉમેરાય
• જેના જીવનમાં વરસ ઉમેરાય છે એના મરણ થાય છે. જેના વરસમાં જીવન
ઉમેરાય છે એની મુક્તિ થાય છે. • ધર્મી માણસ કઠણ બને છે પણ ભૂલેચૂકેય કઠોર બનતો નથી. • ત્રણ પ્રકારના જીવો છે. ઘાસના તણખલા જેવા, વૃક્ષ જેવા, પહાડ જેવા.
એક મરણની આગળ અડધો “સ મૂકવા માટે આખી જિંદગી સાચી મહેનત
કરવી પડે છે. મરણ/સ્મરણ. • અગ્નિસંસ્કાર થાય છે ત્યારે તમારું મરણ નથી પણ જે ક્ષણે બીજાના હૃદયમાં તિરસ્કારનો ભાવ પેદા થયો તે ક્ષણથી જ ભાવમરણ ચાલુ થઇ જાય છે...
દશમાં નંબરનું વ્રત છે ‘દેસાવગાસિક વત’
આખા દિવસમાં ઓછામાં ઓછા એકાશન સાથે બે પ્રતિક્રમણ અને આઠ સામાયિક કરવાં ટૂંકમાં, આ વ્રતનો આશય એ છે કે શક્ય એટલો સંસારવ્યવહાર બંધ કરવો..
પેલા ચંદ્રાવતંસક રાજાએ એક રાતે દીવાની જ્યોત જ્યાં સુધી જલતી હોય ત્યાં સુધી કાઉસ્સગ્નમાં રહેવું' એવા અભિગ્રહ સાથે કાઉસગ્ગ ચાલુ કર્યો. દીવામાં તેલ પુરું થવા આવ્યું પરંતુ તે જગ્યાએથી પસાર થતા દાસીઓ જોયું કે રાજાજી ધ્યાનમાં છે અને દિવો તો બુઝાવાની તૈયારીમાં છે. તો લાવ એમાં તેલ પૂરી દઉં !. આમ વિચાર કરી દાસીએ દીવામાં તેલ ખૂટતાં નવું તેલ પૂર્યું. રાજા મહાસત્ત્વશાળી છે.. જરાય આડોઅવળો વિચાર નથી. ખૂબ પ્રસન્નચિત્તે કાઉસગ્ગ ચાલુ રાખ્યો છે. આમ રાજાની નસેનસ તણાવા લાગી.. પડ્યા જમીન પર. પ્રાણપંખેરુ ઉડી ગયું... પરંતુ છેવટ સુધી ટકાવી રાખેલા આ સત્ત્વના પ્રભાવે કાળ કરીને દેવલોકમાં ગયા..
સાધનાનું જીવન એ તો કસોટીનું જીવન છે. તેમાં જે ટકી ગયો તે જીવન જીતી ગયો. તેમાં જે ડગી ગયો તે જીવન હારી ગયો. ઝાંઝરીયા ઋષિ મેતારજ ત્રષિ...
Page #165
--------------------------------------------------------------------------
________________
સુકોશલ મુનિ. સનકુમાર રાજર્ષિ ગજસુકુમાળ મુનિ.કામદેવ શ્રાવક વગેરેના પરિષદ અને ઉપસર્ગોના વાવંટોળ વચ્ચે પણ અડગ રહ્યાના ખુમારી ભય આલંબનો આપણી નજર સામે છે... તો આપણે પણ જખુમારી સાથે સાધનાના માર્ગે પ્રયાણ કરીએ.... પછી સિદ્ધિ તો હાથવેંતમાં છે !
મોક્ષના લક્ષ્ય સાથે જેની પાસે જબરદસ્ત સત્ત્વ છે તેને માટે ધર્મની, આરાધના ખૂબ જ સુગમ છે. બાકી, જેઓ સત્વહીન છે તેઓ આ માર્ગે પગ પણ નથી મૂકી શકતા.... કદાચ મૂકી દે તો આગળ ચાલી નથી શકતા. ત્યારે તો પેલા કવિએ ગાયું છે ને
હોય છે નિ:સત્વ ખુદ એ બીજ કે ફળતા નથી, ઝાંઝવા દેખાય છે કિન્તુ પીવા મળતા નથી, અન્યના આધાર પર રહેનાર કાં સમજે નહિ,
અંધના અંધકાર દીપકથી કદી ટળતા નથી, પેલા વિક્રમરાજાની કથામાં આવે છે ને કે રાજા વિક્રમ રાતના સૂતો છે. ત્યાં કોઇ તેની ચાદર ખેંચે છે... જાગીને જુએ છે તે સામે સરસ્વતી દેવી ઉભી છે. તેણી રાજાને કહે છે કે હવે મારે અહીંયા નથી રહેવું. હું જાઉં છું!...
વિક્રમ કહે “ખુશીથી પધારો!. ત્યાં તરત જ લક્ષ્મીદેવી આવ્યા..ય જાઉં છું આ સ્થાનમાંથી..”
ભલે ખુશીથી જાઓ..” લક્ષ્મી જતાં જ સત્ત્વપુરુષ આવ્યો. તેણે વિક્રમને કહ્યું કે, તો હું જાઉં છું અહીંથી !' '
| વિક્રમે તરત જ તલવાર કાઢી,“ખબરદાર ! અહીંથી તું ગયો છે તો !. લક્ષ્મી અને સરસ્વતી વિના ચલાવી લઇશ પરંતુ તારા વિના મારે એક મિનિટ પણ નહિ ચાલે ! એટલે તને તો અહીંથી નહિ જ જવા દઉં...” સત્પુરુષ ત્યાં રહી ગયો...એટલે તુર્ત જ સરસ્વતી અને લક્ષ્મી પાછા આવ્યા.“સત્ત્વપુરુષ જ્યાં રહે છે ત્યાં રહેવામાં જ અમારુ ગૌરવ છે. એટલે અમે તેને છોડીને ક્યાંય જવાના નથી..”
ટૂંકમાં, આ કથાનો ઉપનય એ છે કે સાધનાના માર્ગે સત્ત્વ ટકાવી રાખશો તો બાકીનું બધું તેની મેળે ચાલ્યું આવશે. અને જો સત્વ ગુમાવી દેશો તો રહીસહી મૂડી પણ નષ્ટ થઈ જશે !
વીતરાગ પરમાત્માએ અર્થથી વિસ્તૃત દેશના સમવસરણમાં બિરાજી આપી. તે દેશનાને ગણધરો, આદિએ શ્રવણ કરી સ્મરણ રહે તે માટે ‘સૂત્ર'માં લખી. એ સૂત્રોનો
Page #166
--------------------------------------------------------------------------
________________
સંગ્રહ એટલે આગમ.
આગમની વાતો સર્વગ્રાહ્ય થાય. સૌ સમજે તેથી તેના ઉપર ટીકા અવસૂરી, ચૂર્ણિ વિગેરે લખાયા. કહેવાનું તાત્પર્ય એજ કે સૂત્રના ગંભીર અર્થો ઉપર ફરી મહાપુરૂષોએ ‘પંચાગિ’ રચી. બરાબર એજ રીતે શ્રાવકે જીવનમાં જે કંઇ નાના મોટાં વ્રતો, પચ્ચક્ખાણો, નિયમો, બાધાઓ કે ત્યાગ કર્યો હોય. તે ત્યાગ નિયમમાં એક દિવસ કે અમુક સમય સુધી સંક્ષેપના, વધારાના ત્યજી દેવાનું જેમાં માર્ગદર્શન છે તે દેશાવગાસિક,
પરિગ્રહ, આસક્તિ, જરૂરીઆતને ઘટાડવા ‘મને જરૂર નથી’ એ ભાવે ભૂતકાળમાં જે નિયમો લીધા આરંભ સમારંભ ત્યજ્યા, મનને વશ કર્યું. હવે એમાંથી પણ અલ્પકાળ માટે ત્યજ્ઞાના ભાવના કરવી. વ્રત નિયમ લેવા તે દેશાવગાસિક,
વ્યવહારમાં જેમ બે ઘડીનું સામાયિક અથવા નાના મોટાં ચોવિહારાદિ પચ્ચકખાણ થાય છે. તેમ ચાલુ આવતાં નિયમોની ઉપર વધુ સંક્ષેપ ક૨વા માટેની ભાવના આવકા૨ણીય છે. આની પાછળ વર્તમાનકાળમાં જીવની ભાવના ત્યાગ માટે સુધારવાની ધર્મબુદ્ધિ વધારવાની દ્રષ્ટિ છે. જેમ રાઇ પ્રતિક્રમણમાં આરાધક તપચિંતવનના જે કાઉસ્સગ્ગ કરે છે. તેમાં સર્વ પ્રથમ ભાવ નથી શક્તિ નથી. એમ ચિંતવે છે. પછી બીજા વિભાગમાં ભાવ નથી પણ શક્તિ છે. એવું વચન સુધારાશે. અને છેલ્લે ત્રીજા સ્ટેપમાં ભાવ છે શક્તિ છે ને પચ્ચકખાણ કરૂં છું.' એવી દ્રષ્ટિથી વિરતી ધર્મનો અલ્પકાળ માટે સ્વીકાર કરશે. એજ રીતે લીધેલા વ્રત નિયમોમાં સુધારો કરવાનો છે.
પાંચ અતિચાર :
દેશાવગાસિક વ્રતના સ્વીકાર પછી આત્મા તેનું પાલન શુદ્ધ ભાવે કરવા તૈયાર થાય છતાં તેમાં નીચેના પાંચ અતિચારો ન લાગે તેની કાળજી રાખવી જોઇએ. (૧) આનયન પ્રયોગ – ધારેલી હદની બહારથી વસ્તુ મંગાવવી. (૨) પ્રેષ્ય પ્રયોગ – ધારેલી હદની બહાર વસ્તુ મોકલવી.
(૩) શબ્દાનુપાત – ધારેલી હદની બહારથી શબ્દ દ્વારા વસ્તુ મંગાવવી.
(૪) રૂપાનુપાત – ધારેલી હદની બહારથી રૂપ દેખાડવા દ્વારા મંગાવવું. (૫) પુદ્ગલ પ્રક્ષેપ - કાંકરાદિ દ્રવ્ય નાખી ધારેલી હદની બહાર રહેલાને પોતે અહિં છે. તે જણાવવું.
દેશાવગાસિક અને તેની વ્યાપકતા :
અગિયાર વ્રતોની અંદ૨ પોત પોતાના ક્ષેત્ર (વિભાગ)માં યોગ્ય પ્રવૃત્તિ કરો તો પુણ્ય અને અયોગ્ય આચરણ કરો તો પાપ બંધાય છે. તેવું સર્વ સામાન્ય દેખાય છે. જૂન ૧૫૯ Ed
Page #167
--------------------------------------------------------------------------
________________
જ્યારે આ વ્રતનું ક્ષેત્ર અમર્યાદિત છે. અગ્યારે અગ્યાર વ્રતોના પાલનમાં જે કાંઇ તમે બાધા, વિરતિ, પચ્ચકખાણ કે ત્યાગ કરેલા, સ્વીકારેલા હોય તેમાં અલ્પ પણ સમય માટે ઘટાડો કરવો કે ત્યાગ કરવો એ આ વ્રતના મુખ્ય વિચાર છે. એટલે અગિયાર વ્રત ઉપર કાબુ રાખવાનો તેમાં સંકેત છે.
વર્તમાનકાલીન આરાધક આત્માઓ વર્તમાનમાં જે પદ્ધતિથી આ વ્રતની આરાધના કરે છે. તેમાં ૨ પ્રતિક્રમણ અને ૮ સામાયિક કરાય છે. ઉપરાંત યથાશક્તિ તપ પણ કરવાનું હોય છે. આ પદ્ધતિને “દેશાવગાસિ' કહે, માને, બતાડે છે. અપેક્ષાએ આ કાર્ય પાછળ વિરાધનાથી બચવાનો મુખ્ય ઉદ્દેશ છે. આખા દિવસ દરમ્યાન વધુમાં વધુ આરાધના, તપ જપ, વાંચન કરી દિવસ સફળ કરવાનું, જીવન સફળ કરવાનું કાર્ય આરાધકે કરવાનું છે. આરંભ સમારંભ તેથી ઘટી જશે.
આદર્શ શ્રાવકે જૈન ધર્મને પામ્યા પછી દુર્લભ એવા મનુષ્ય જન્મને સફળ કરવા માટે જીવનમાં વિવિધ દ્રષ્ટિથી શુભ આરાધના કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેના સંક્ષિપ્ત વિચાર આવા છે.
' (૧) દેનિક કર્તવ્યો-૧૪(૧૬). (૨) રાત્રિ કર્તવ્યો-૯. (૩) પર્વ કર્તવ્યો-૯૮ (૪) ચાતુર્માસિક કર્તવ્યો ૧૦-૩.(૫) વાર્ષિક કર્તવ્યો-૧૧.(૬) જીવન કર્તવ્યો ૧૦+૩. (૭) સમાધિ માટેના કર્તવ્ય-૧૦.(૮) પર્યુષણ પર્વના કર્તવ્ય-૫. (૯) શ્રાવકની પડિમા સંબંધિના કર્તવ્ય-૧૧. (૧૦) આવશ્યક ક્રિયાના કર્તવ્ય-૬. (૧૧) આવશ્યક દૈનિક કાર્યના કર્તવ્ય-૬.
ઉપરના કર્તવ્યમાંથી દેશાવગાસિક વ્રત વર્તમાનમાં જે રીતે કરવામાં આવે છે. તેનો વિવેકી પુરુષોએ આખા દિવસમાં નીચે મુજબનો સામાયિકની સાથે સાથે કાર્યક્રમ કરી આ વ્રતને સફળ કરવું જોઇએ. સામાન્ય રીતે સામાયિક લીધા પછી જીવનમાં સમભાવની વૃદ્ધિ થવી જોઇએ. એ ત્યારે જ શક્ય છે જ્યારે સામાયિક કે દેશાવગાસિક વ્રત સ્વીકારવાનું મહત્ત્વ સમજાય અને વ્રત પાલન વખતે આરાધના માટે વ્રત પાલન કરવાની તૈયારી થાય. અન્યથા વ્રત લીધુ પણ સમયને પ્રમાદમાં પૂર્ણ કરી પુણ્યના બદલે પાપ બાંધવા જેવું કાર્ય કર્યું કહેવાય. સર્વ સામાન્ય આઠ સામાયિકનો કાર્યક્રમ :
સામાયિક - ૧ પૌષધવાળા કરે તે રીતે પડિલેહણ દેવવંદનાદિ કરવું. સામાયિક - ૨ નવું અધ્યયન કરવું. (ગાથા કરવી, વાચના લેવી વિગેરે.) સામાયિક - ૩ વીતરાગ પરમાત્માની વાણી (વ્યાખ્યાન) શ્રવણ કરવું. સામાયિક - ૪ બપોરના દેવવંદન, પચ્ચકખાણ પારવાની વિધિ કરવી.
Page #168
--------------------------------------------------------------------------
________________
સામાયિક -
સામાયિક - ૬
સામાયિક - ૭
સામાયિક - ૮
સ્વાધ્યાય, ગાથા પાકી કરવી, વાંચન, મનન, ચિંતનમાં
સમય પસાર કરવો.
જાપ, ખમાસમણા, વિધિ કરવી. પડિલેહણ, દેવવંદન કરવા. ધ્યાન, કાર્યોત્સર્ગ કરવું.
સૂચના :
આ કાર્યક્રમમાં વીતરાગ પરમાત્માના ત્રિકાળ દર્શન, સ્વદ્રવ્યથી અષ્ટ પ્રકારી પૂજા, અગ્ર, ભાવપૂજા, રાઇ દેવસિ પ્રતિક્રમણ વિગેરે દૈનિક કાર્યના વિચારો લખ્યા નથી. આરાધક સ્વયં પૌષધ લઇ શકતો નથી. માટે આવી આરાધના કરવી જોઇએ.
દેશાવગાસિક શબ્દનો શાબ્દિક અર્થ કરવો હોય તો દેશ = પૂર્વ લીધેલા વ્રતોનો થોડો ભાગ. (થોડું પરિમાણ રાખવું) અવકાશ = (અવસ્થાન) તેમાં રહેવું તે - અર્થાત્ પૂર્વે જે વ્રતો લીધેલા છે. તેમાંથી થોડા ભાગ અલ્પકાળ માટે ત્યજી બાકીના ભાગને સ્વીકારવો. (તેમાં રહેવું.)
આ સંબંધમાં ચતુર વૈદ્યનું દ્રષ્ટાંત આવે છે. વૈદ્ય જેમ શરીરમાં વ્યાપેલું વિષ ક્રમશઃ શરીરમાંથી મંત્રાદિ પ્રયોગ દ્વારા બહાર કાઢે છે. તેમ ઉત્તમ શ્રાવકે જીવનમાંથી પાપપોષક કાર્યો ધીરે ધીરે ત્યજી દેવા જોઇએ.
એટલે વારંવાર ત્યજવાના ભાવનાને કેળવવી, વધારવી અથવા પુષ્ટ કરવી. સાથો સાથ આ વ્રત ભંગ ન થાય તેની કાળજી રાખવી.
જે કોઇ સંસારનો રસીયો આત્મા પછી એ શ્રાવકના હોય કે પછી સાધુના વ્રતનો સ્વીકાર કરતો નથી. અર્થાત્ સંસા૨માં અપરિમિત દ્રવ્યોને ભોગવવા ન મળે તો પણ ભોગવવાની આકાંક્ષા રાખે - તે જીવ નકાદિ, દુર્ગતિને પામે છે. માટે વારંવાર ત્યાગ ભાવનાને વધારવા માટે ઉદ્યમ કરવો જોઇએ.
પૂર્વજન્મમાં વિવિધ જાતના સાધનો ઉભા કર્યા હતા. તે બધા અધિકરણાદિનો ત્યાગ કર્યા વિના (વોસિરાવ્યા વિના) જો જીવ બીજી ગતિઓમાં જન્મ લે તો જીવને જૂના અધિકરણ નિમિત્તના પાપો અનુમોદનાની દ્રષ્ટિથી લાગે છે. તેજ રીતે વર્તમાન જન્મમાં પણ અધિકરણ કાંઇને કાંઇ પાપ બંધાવે છે. માટે ‘ભવોભવના પુદ્ગલનોને વોસિરાવી’ પાપના દ્વારોને બંધ કરવા ઉદ્યમ કરવો જોઇએ.
ભગવાન મહાવીર સ્વામીએ પ્રસંગોપાત ચંપાનગરીના કામદેવ શ્રાવકનો અધિકાર વર્ણવતા કહ્યું કે -
Page #169
--------------------------------------------------------------------------
________________
કામદેવ શ્રાવક સંકલ્પ (ધારણા) પૂર્વક પ્રતિસાધારી કાઉસગ્નમાં ઉભા છે. તેની જ્યારે ઇન્દ્ર ઇજસભામાં પ્રસંશા કરી ત્યારે એક દેવ તેની પરીક્ષા લેવા ઉપસર્ગ કરવા મનુષ્યલોકમાં આવ્યો.દેવ જેમ ઉપસર્ગ કરે છે તેમ શ્રાવક ઉપસર્ગને સમભાવભાવે સહન કરે છે. આ રીતે શ્રાવકવતને નિષ્કલંક પાળી સૌધર્મદેવલોકમાં દેવપણાને પામે છે.”
આ છે શ્રાવકધર્મના વતનો, વિરતિને સ્વીકારવાનો અને દ્રઢતાપૂર્વક પાલન કરવાનો મહિમા.
કેટલાક પ્રશ્નોત્તર
હે અનંત કરુણા સાગર વિભો ! ભૌતિકતાનો ભિખારી મારો આત્માતૃષ્ણાનું ચપ્પણીયું લઈને પુદ્ગલની ભીખ દસે દિશામાં માંગ્યા કરે છે ને ભટકયાં કરે છે. આ ‘ભટકે છે” એ જો ખટકે તો જરૂર અટકે. શ્રુતના સહારે ૬ દ્વવ્યોને યથાર્થ જાણી મારા હ્રવ્યોનો મહિમા લાવું બે ભવની દિશાના ભ્રમણ ટાળે.
મ
૧
દેશાવગાસિક વ્રત કોને કહે છે ? ઉત્તર છઠ્ઠા વ્રતમાં જે મર્યાદાઓ ત્વત્ જીવન માટે કરી હતી તેનાથી પણ અધિક
સંક્ષેપમાં દિવસભર જે મર્યાદાઓ કરવી તેને દેશાવગાસિક વ્રત કહે છે. પ્ર. ૨ ૬ઠ્ઠા વ્રતમાં અને ૧૦ માં વ્રતમાં શું ફરક છે ? ઉત્તર છઠું વ્રત યાવજી વન માટે લેવામાં આવે છે અને ૧૦મું વ્રત ૧ દિવસ માટે
લેવામાં આવે છે. છઠ્ઠા વ્રતમાં દિશાની મર્યાદા કરાય છે. દસમાં વ્રતમાં અંતરની
મર્યાદા કરાય છે. પ્ર. ૩ ૧૦ માં વ્રતમાં અને ૧૧ માં વ્રતમાં શું ફરક છે? ઉત્તર ૧૦ વ્રતમાં ખાવા-પીવાની ચીજોની મર્યાદા કરવામાં આવે છે. તેમાં સંપૂર્ણ
ત્યાગ નથી, જ્યારે ૧૧ મા વ્રતમાં આહાર પાણી આદિનો આઠ પ્રહર માટે
સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. પ્ર. ૪ દસમાં વ્રતમાં બીજા કયા પચ્ચકખાણ કરવામાં આવે છે ? ઉત્તર આ વ્રત ત્રણ પ્રકારનું છે.
૧) જઘન્ય, ૨) મધ્યમ, ૩) ઉત્કૃષ્ટ. જન્યઃ તેમાં નવકારશી લઇને ૧૦ પચ્ચખાણ કરવામાં આવે છે. ૧૪
Page #170
--------------------------------------------------------------------------
________________
નિયમ ધારણ કરવામાં આવે છે. મધ્યમઃ દેસાવગાસિકમાં એક દિવસ માટે દિશાઓની અને દિનભરમાં કામ આવવાવાળા ભોગોપભોગની ચીજોની મર્યાદા કરવામાં આવે છે. ઉત્કૃષ્ટઃ દેસાવગાસિકમાં ઉપવાસની સાથે કરવામાં આવે છે. જે ચાર પ્રહરનો
હોય છે. પ્ર. ૫ મુનિ જીવનની મસ્તી માણવાનું કયું વ્રત છે? ઉત્તર ૧૦ મું વ્રત. પ્ર. ૬ દશમાં વ્રતમાં અનશર ઋતનાં ઉપયોગે અતિચાર બતાવો ? ઉત્તર સદાણવાએ, રૂવાણુવાએ, બહિયા પુગ્ગલપષખેવે, પ્ર. ૭ કાંકરી ચાળો કર્યો? ઉત્તર બહિયા પુગ્ગલપફખે. પ્ર. ૮ ૧૦મું વ્રત કેટલા કરણ અને યોગથી લેવામાં આવ્યું છે ? ઉત્તર બે કરણ અને ત્રણ યોગથી દિશાઓની મર્યાદા તથા ઉપભોગ પરિભોગ વસ્તુને
ભોગવવાની મર્યાદા એક કરણ અને ત્રણ યોગથી કરવામાં આવે છે. પ્ર. ૯. દેશાવગાસિક વ્રતના કેટલા અતિચાર છે ? ઉત્તર દેશાવગાસિક વ્રતના પાંચ અતિચાર છે. "
૧) આણવણMઓગે, ૨) પેસવણપ્પાઓગે, ૩) સદાશુવાએ,
૪) રૂવાણુવાએ, ૫) બહિયા પુગ્ગલાપખવે. પ્ર. ૧૦. મર્યાદા બહારની વસ્તુ મંગાવે તો કયો અતિચાર લાગે? ઉત્તર આણવણuઓગેનો અતિચાર લાગે. પ્ર. ૧૧. મર્યાદા બહારથી બીજા દ્વારા વસ્તુ મંગાવે તથા મોકલે તો કયો અતિચાર લાગે ? ઉત્તર પેસવણMઓગેનો અતિચાર લાગે. પ્ર. ૧૨ મર્યાદા બહારથી ખાંસી વગેરે ખાઇને અવાજ કરીને કોઇને બોલાવે તો કયો
અતિચાર લાગે ?' ઉત્તર સદાણુવાએનો અતિચાર લાગે.
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩ પોતાનું રૂપ બતાવીને મર્યાદા બહારથી કોઇને બોલાવેલ હોય કે વસ્તુ મંગાવેલ
હોય તો કયો અતિચાર લાગે? ઉત્તર રૂવાણુવાએનો અતિચાર લાગે. પ્ર. ૧૪. કાંકરો આદિ નાંખી મર્યાદા બહારથી કોઇને બોલાવેલ હોય તો કયો અતિચાર
લાગે ? ઉત્તર બહિયા પુગ્ગલપકુખેવેનો અતિચાર લાગે.
થાળી ધોઇને પીવાથી આયંબિલનો લાભ કેમ ?
આયંબિલમાં તો કષ્ટ છે. થાળી ધોવામાં કષ્ટ નથી તો પણ લાભ કેમ ? મુંબઇમાં બે હજારના જમણમાં ૨૦૦ માણસ જમે એટલો બગાડ થાય છે. વધારારૂપે યા એઠવાડરૂપે જાય છે. લોકો ભુખના કારણે અનાચારી, ચોર, ગુંડા બને છે. આવા ભુખ્યાઓને એ અનાજ આપો તેથી તે ગુંડાગીરી બંધ થશે. પોલિસને ટેન્શન ઘટશે અને કુટુંબીઓ બદનામ થતા અટકશે. થાળી ધોઇને પીવાથી સંમૂર્છાિમ જીવોને અભયદાન મળે છે. આમ ઉભય કારણથી આયંબિલનો લાભ મળે. આવા આયંબિલથી આલોચનાના આયંબિલ વળે? ના..૧ બદામ ખાવાથી ૪ રોટલીની કેલરી મળે તો તમે બે બદામ ખાઇને આઠ રોટલી બચાવશો? ના....
તમારા પુત્રને ૨૪ વર્ષની કન્યાન મળેતો ૧૨-૧૨ વર્ષની બે કન્યાથી ચાલે ? ના..
હવે સમજી ગયા ને ?..
Page #172
--------------------------------------------------------------------------
________________
પોસહ કરીએ
ભગવાન સાથે મુલાકાત કદાચ સહેલી, ગુરુ સાથે મુલાકાત કદાચ સહેલી, પણ જાત સાથેની મુલાકાત સૌથી કઠિન છે. ભગવાનની બેઠક કાન આગળ નથી, જીભ આગળ નથી, પણ હૃદય આગળ છે. ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું' ની શ્રેષ્ઠ અનુભૂતિ તે પૌષધ. પુણ્યના ઉદયકાળમાં પ્રલાપ સુલભ છે. પાપના ઉદયકાળમાં વિલાપ (ફરિયાદ) સુલભ છે. ધર્મના ઉદયકાળમાં સંલાપ સુલભ છે. કાર્ય સારું કરવું તે વિચારીને કરવું, તરત કરવું, સરસ કરવું, જાતે કરવું અને પુરુ કરવું.
નિર્મળવૃત્તિ નિર્મળ પ્રવૃત્તિ વગર રહેતી નથી. | સંગ અને રંગ બન્ને ફેરવી નાંખે તેનું નામ સંત
અગિયારમું વ્રત છે, પૌષધોપવાસ. ચાર પ્રહરનો કે આઠ પ્રહરનો પૌષધ કરવો. આ પૌષધમાં દેશથી કે સર્વથી આહારનો ત્યાગ તથા શરીર સત્કારનો સર્વથા ત્યાગ.. બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન અને સંસાર વ્યાપારનો ત્યાગ કરવાનો હોય છે. સંયમજીવનનો કંઇક આસ્વાદ કરાવનાર આ પૌષધ એ શ્રાવક જીવનનું સુંદર આભૂષણ છે. દુર્ગતિદાયક આરંભ સમારંભથી સર્વથા નિવૃત્તિ બનાવવાની સાથે અનંતા જીવોને અભયદાન આપનાર આ પૌષધની આરાધના કરવાની તક જ્યારે મળે ત્યારે ઝડપી લેવી...
- પેલા પૌષધમાં રહેલ સુવ્રતશેઠને ત્યાં ચોરો ચોરી કરવા આવ્યા. ચોરી કરવાની તો બાજુએ રહી પણ ઘરમાં જ થંભી ગયા... રાજાના સૈનિકોએ તેઓની પકડીને રાજાની પાસે રજૂ કર્યા. રાજાએ તેઓને ફાંસીને માંચડે લટકાવી દેવાનો હુકમ આપ્યો.. સવારના સુવ્રતશેઠે જ્યારે પૌષધ પાર્યો ત્યારે તેમને આ સમાચાર મળ્યા... તુર્ત જ ઝવેરાતનો થાળ લઇ રાજા પાસે ગયા. રાજાના ચરણે થાળ મૂકી વિનંતિ કરી કે, “મારા ઘરમાં ચોરી કરતા પકડાયેલા ચોરને છોડી મૂકો પછી જ પારણું કરીશ..” રાજા તો સ્તબ્ધ થઇ ગયો... પરંતુ સુવ્રતશેઠના આગ્રહને વશ થઇને ચોરોને છોડી મૂક્યાં.. ચોરો તુર્ત જ અભયદાન આપનારા દરિયાવ દિલ સુવ્રતશેઠના ચરણમાં આળોટી પડ્યા.. “શેઠ ! માફ કરો ! ISISIના ૧૬૫ DESIકાના
Page #173
--------------------------------------------------------------------------
________________
જિંદગીમાં આવા ધંધા હવે પછી નહિ કરીએ..” સુવતશેઠે તેઓને સારો ધંધો કરવા માટે રકમ આપી અને પાછું કહ્યું કે “ભવિષ્યમાં ક્યારેય જરૂર પડે તો મારી પાસે આવી જજો પરંતુ ચોરીના આવા પાપી ધંધા ન કરતા.' આવી ઉદાત્ત મનોવૃત્તિ પેદા કરવામાં ભારે ઉપકારી બનતા આ પૌષધવ્રતને જીવનમાં આચરવું જોઇએ.
પૌષધ ચાર કે આઠ પહોરનો અને ઉપવાસ આયંબિલ નીવિ એકાસણાદિ તપ સહિત કરવાનો હોય છે. પૌષધના પચ્ચકખાણ કરેમિભંતે સૂત્ર દ્વારા જ થોડા સુધારા સાથે થાય છે. તેમાં મુખ્યત્વે શ્રાવક છ કોટી (પ્રકારના)ના પચ્ચકખાણ કરે ઉપરાંત નીચેની ચાર પ્રવૃત્તિનો વિશેષ ત્યાગ કરવાનો જ હોય છે. ૧. આહાર પોસહ - વ્રત દરમ્યાન ભોજન આહારનો સંપૂર્ણ ત્યાગ (અથવા ધારણા
પ્રમાણે વસ્તુઓ વાપરવાની સ્વીકારી બાકીના ભોજનનો ત્યાગ) કરૂં . ૨. શરીર સક્કાર પોસ- શરીરની શોભા કરવા માટે પ્રવૃત્તિ કરાય છે. તે ન કરવા
રૂપ પોસહ (પચ્ચકખાણ કરું છું.) ૩. ગંભીરે પોસહ-પૌષધના કાળ દરમ્યાન બ્રહ્મચર્યના પાલન કરવા રૂપ પોસહ કરું
૪. અવાયારય પોસહ - અવ્યાપાર (મન, વચન, કાયાના સાવદ્ય વ્યાપારરૂપ)ને
પાલન કરવા પોસહ કરૂં છું. પૌષધની ૧૧ પડિયા ૧. સર્વદર્શન પડિમા- સુધી મહિના ધર્મમાં દ્રઢશ્રધ્ધા રૂચિ, સમ્યક્ત સમકિતના
દોષોના ત્યાગ, ત્રિકાળ દર્શન, પૂજા, એકાસણું, પ્રતિક્રમણ વિ. ૨. વ્રત પડિયા - બે મહિના સુધી દર્શન પડિયા સહિત ૧૨ વ્રતોનું પાલન ત્રિકાળ
પૂજા, એકાસણું પ્રતિક્રમણ વિ. - ૩. સામાયિક પડિયા - પ્રથમ બે પડિયા સહિત ત્રણ મહિના સુધી દેશાવગાસિક
વ્રતનું પાલન. ૪. પૌષધ પરિમા - પ્રથમ ત્રણ ઉપરાંત ચાર મહિના (પાંચ દશ તિથી) પૌષધવ્રત
પાલન. ૫. કાર્યોત્સર્ગ પડિ મા - પ્રથમ ચાર ઉપરાંત પાંચ મહિના સુધી ધ્યાન સંપૂર્ણ રાતના
કરવી. તથા ૧. સ્નાન ન કરવું. ૨. રાત્રી ભોજન ત્યાગ. ૩. ધોતિયાનો કછોટો ન
બાંધવો. ૪. બ્રહ્મચર્ય પાલન. ૫. રાત્રે અલ્પ પ્રમાદ કરે. ૬. બ્રહ્મચર્ય પડિયા - પ્રથમ પાંચ સહિત છ મહિના સુધી મન વચન કાયાથી બ્રહ્મચર્યનું
Page #174
--------------------------------------------------------------------------
________________
પાલન. આભૂષણ, શરીરશ્રુંગારાદિ ત્યાગ.
૭. સચિત્તાહાર વર્જન પડિમા – પ્રથમ છ સહિત સાત મહિના સુધી સચિત્ત દ્રવ્યનો
ત્યાગ.
૮. આરંભ વર્જન પડિમા – પ્રથમ સાત પડિયા ઉપરાંત આઠ મહિના સુધી આરંભ સમારંભ પોતે ન કરવા. (કરાવવા છૂટ જયણા)
આઠ પડિમા સહિત નવ પડિમા સુધી આરંભ કરવા,
૯. મહારંભ ત્યાગ પડિમા કરાવવા નહીં.
૧૦. પ્રખ્યારંભ પડિમા – નવ પડિયા ઉપરાંત દશ મહિના સુધી પોતાના નિમિત્તે બનાવેલ ભોજન ત્યાગ. માથે મુંડન કરાવવું. સંસાર સંબંધિ જવાબ જવાબ હા, ના આપવામાં ઉપયોગ.
૧૧. શ્રમણ ભૂત પડિમા - દશ પડિયા સાથે સ્વજન સંબંધ ત્યજી અગિયાર મહિના સુધી સાધુના જેવું જીવન ગાળવું. ભીક્ષા (ગોચરીની જેમ) લાવીને વાપરવી. શ્રમણોપાસક બનવું.
કુલ અખંડ આરાધન કરે તો સાડા પાંચ વર્ષે પૂર્ણ થાય.
આ સામાયિક કે પૌષધ ગુરુ સાધુ મહારાજની નિશ્રામાં કરવાની ભાવના રાખવી જોઇએ. તેનું કારણ ‘ભંતે’ પદથી સમજાઇ જાય છે, કે ત્યાગીની નિશ્રામાં, કરેલી આરાધના ત્યાગમાં સ્થિર કરે. પ્રવિણ બનાવે અને કલ્યાણ કરાવે.
પૌષધમાં આરાધકે (પુરુષ) નીચે મુજબ ખૂબ જરૂરી એવી મર્યાદિત ઉપધિ રાખવી જોઇએ. જેથી પડીલેહણ આદિમાં પ્રમાદ ન થાય યા પરિગ્રહની વૃદ્ધિ કરવાનું
મન ન થાય.
ઉપધિ ઉપકરણના નામ :
૧. કટાસણું, ૨. ચરવળો, ૩. મુહપત્તિ, ૪. કંદોરો, ૫. કામળી, ૬. ધોતીયું(૨), ૭. ખેસ. ૮. સંથારો. ૯. ઉત્તરપટ્ટો, ૧૦. સુપડી, ૧૧. પુંજણી, ૧૨. દંડાસણ, ૧૩. સ્થાપનાજી, ૧૪. નવકારવાળી, ૧૫. સાપડો, ૧૬. પુસ્તક, ૧૭. હાથરૂમાલ. પૌષધ દરમ્યાન નીચેની ક્રિયા કરવાની હોય છે :
(૧) પ્રતિક્રમણ (૨) પડિલેહણ (૩) દેવવંદન (૪) રાઇમુહપત્તી (૫) પોરસી (૬) પચ્ચકખાણ પારવાની વિધિ (૭) સજ્ઝાય (૮) સંથારા પોરસી (૯) ચૈત્યવંદન (૧૦) ગમણાગમશે.
૧૬૭
Page #175
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત જિન મંદિરમાં દેવવંદન, વ્યાખ્યાન શ્રવણ, કાઉસગ્ગ ધ્યાન, સ્વાધ્યાય, નવિ ગાથા ગોખવી આદિ સમજી લેવું.
પૌષધ કરનાર જો ચિત્ન કરે તો તેને (૧) સ્વીકારેલ સામાયિક પૌષધ આદિ વિરતિ ધર્મના ફળનું જ્ઞાન થાય. (૨) ભોગસુખની આશાથી તેની પાછળ કરેલી ઘોડાદોડના ફળસ્વરૂપ પામેલા અનુભવેલા વિવિધ દુઃખોનું પણ જ્ઞાન ભાન થાય. (૩) અને વિતરાગ પ્રરૂપિત સર્વવિરતિધર્મના આરાધક પૂ. સાધુઓના જીવનની ચર્યાની સુખની વ્યાખ્યા કહેવાનો ભાવાર્થ એજ પૌષધ કરનારને ધર્મમાં પુષ્ટ, દ્રઢ કરવાનું કામ આ રીતે અવશ્ય પાર પડે.
ચાર પ્રકારનો જે આત્મા પૌષધ કરવાનો ઉદ્યમ કરે તે (૧) અનાહારી પદનો સર્વપ્રથમ અનુરાગી થાય. (૨) શરીરાદિ અનિત્ય છે તેના ઉપર રાગ મોહ કરવા જેવો નથી એવી ઉત્તમ અનિત્યાદિ ભાવના પણ દ્રઢ થાય. (૩) પવિત્ર જીવન જીવવા માટે પાયારૂપ બ્રહ્મચર્યનું પાલન કરવા તેના દ્વારા થતાં લાભને નજર સામે રાખવા આત્મા તૈયાર થાય અને અંતે (૪) આરંભ સમારંભ પંદર કર્માદાન, ૧૮ પાપસ્થાનકાદિના વ્યાપાર સાવદ્ય પ્રવૃત્તિથી મુક્તિનો અપૂર્વ ૪/૮ પહોર સુધી આનંદ અનુભવે. ધીરતાપૂર્વક દ્રઢતાપૂર્વક જે આત્મા પૌષધાદિ કરે છે. ઉપસર્ગ આવે તો પણ ચલિત થતા નથી. એ શંખ આનંદ શ્રાવક જેવા ધન્ય બને છે. પાંચ અતિચાર : (૧) અપ્રતિ લેખિત શવ્યાસંથારઃ બેસવા, ઊઠવા, સૂવા આદિ માટેની ભૂમિનું બરાબર
પડિલેહણ ન કર્યું. (દ્રષ્ટિ પડિલેહણ પણ ન કરી) (૨) અપ્રમાર્જિત દુષ્પમાર્જિનઃ ઉપકરણો પડિલેહણ કર્યા વગરના તથા બરાબર
વિવેકથી પડિલેહણ કર્યું ન હોય તેવા વાપર્યા. (૩) અપ્રતિ દુષ્પતિ ઉચ્ચાર ત્યજવા યોગ્ય પદાર્થ સ્પંડિલમાત્રાદિની જગ્યા સાંજે
બરાબર નિર્દોષ શોધી ગવેષણા કરી નહીં. (૪) અપમા દુષ્પમા, ઉચ્ચાર પાસવણ ભૂમિ સ્પંડિલમાત્રાદિની જગ્યા પ્રમાર્યા
વિના વાપરી, બરાબર પ્રમાર્જ નહીં (ભૂલી ગયો) (૫) પૌષધ વિધિ વિપરિતતાઃ પૌષધ સમયસરન લીધો સમયસર પાર્યો નહીં (કવેળાએ
લીધો, કવેળાએ પાર્યો) પૌષધના સમયે ઉત્સાહ વગર પૂર્ણ કર્યો.
પૌષધની આરાધના કરતા સંભવ છે કે ઉપસર્ગ કે પરિસહ થાય. (સાધુ મ. પણ સંયમમાં ૨૨ પરિષહ સમભાવે સહન કરે છે.) તે વખતે ચિંતામણિ રત્નથી પણ અધિક મહિમાવાળું, પુણ્ય બંધાવનારું, સંસારથી પાર પમાડનારું પૌષધવ્રત ખંડિત ન
Page #176
--------------------------------------------------------------------------
________________
થાય. ૧૮ પ્રકારના દોષોમાંથી કોઇ પણ દોષ લાગી ન જાય તેની કાળજી રાખવી. એક અહોરાત્રીને જે આત્મા પોષધ કરે તે આત્માને ૨૭ અબજ, ૭૭ કરોડ, ૭૭ લાખ, ૭૭ હજાર ૭૭૭ પલ્યોપમથી પણ અધિક દેવગતિનું આયુષ્ય બંધાય છે. પૌષધ સંબંધિ કેટલાક નિયમો (વિચારો) : • પૌષધ સૂર્યોદય પૂર્વે ન લેવો. સૂર્યાસ્ત પછી પારવો.
પૌષધ આરંભ/સમારંભને ત્યજીને કરવો. પૌષધમાં ૧૮ દોષથી અલિપ્ત રહી કરવો. ત્યાજ્ય વસ્તુને ત્યજતા પૂર્વે “જયણા'ને પાળવી. ભોગ્ય વસ્તુને ભોગવતા પ્રથમ ભાગ્યનો વિચાર કરો. પૌષધની બધી ક્રિયા મૌન પૂર્વક કરો. પૌષધમાં પૈસા, દાગીના, ઘડિયાળાદિ વસ્તુ પાસે ન રાખો. પૌષધમાં જીવદયા પાળવા દરેક ક્રિયામાં પૂજવાનો ઉપયોગ રાખવો. આવત્સહિ, નિસીહી, અણુજ્જાણહ જસુગ્રહો, વોસિરે જેવા શબ્દોચ્ચાર સમયસમય પર ઉપયોગ સહિત કરો. આઠમ પાંખી પર્વ તિથિએ અવશ્ય પૌષધ કરો. પૌષધમાં જીવમાત્ર સાથે ભાવદયાના પરિણામ રાખો. મોક્ષપ્રાપ્તિ વિરતિ વિના શક્ય નથી. પૌષધ એ વિરતિમય જીવન છે. પૌષધ એ ધર્મારાધના છે. ધર્મ એ મંગળમય છે. શરણરૂપ છે. લોકમાં ઉત્તમોત્તમ
કેટલાક પ્રશ્નોત્તર હે વિશ્વવત્સલ વિભુ ! આપે આત્માને પુષ્ટ કર્યા તો પરમાનંદ પામ્યા. મેં તો આજ સુધી શરીર ઈન્દ્રિયોનું પોષણ અને આત્માનું શોષણ કર્યું ને રાગથી રંગાયો, દ્વેષથી દાઝવો. પક્ષપાતે પ્રજળ્યો, અજ્ઞાને આથડ્યો, કષાયોથી કૂટાયો બસ.. બસ હવે બસ થાઓઆ યાતનાઓથી હવે હું આત્માને પુષ્ટ કરી આ ગતિમાં | પરમ સમાધિ પામે.....
Page #177
--------------------------------------------------------------------------
________________
(
પ્ર. ૧
ઉત્તર
પ્ર. ૨
આઠ પ્રકારની અણહારી આરાધના કંઇ ?
ઉત્તર પોષધ વ્રત ‘જાવ અહોર’ યુક્તનું છે એટલે કે આઠ પ્રહરનું.
પ્ર. ૩
ઉત્તર
પ્ર. ૪
ઉત્તર
પ્ર. પ
ઉત્તર
પૌષધ વ્રત એટલે શું ?
આત્માના ગુણોને પોષવાવાળુ વ્રત તે પૌષધ વ્રત.
પ્ર. ૭
ઉત્તર
આઠ પ્રહર પૌષધની આરાધના કોણે કરી હતી ?
શંખ શ્રાવકે.
શ્રાવકને કેટલા પૌષધ કરનાર બતાવ્યા છે ?
મહિનામાં છ પૌષધ કરનાર બતાવ્યા છે.
સાધુ સાધ્વી કરાવે છે, અનુમોદે છે પણ કરતાં નથી તે શું ? પૌષધ વ્રત.
પ્ર. ૬
ઉત્તર અગિયાર વસ્તુનો ત્યાગ છે.
અગિયારમાં વ્રતમાં અગિયાર શું છે ?
૧) અસણં, ૨) પાણં, ૩) ખાઇમં, ૪) સાઇમં, ૫) અબ્રહ્મ, ૬) મણિ, ૭) સુવન્ન, ૮) માલા, ૯) વિલેપણ, ૧૦) સત્ય, ૧૧) મુસલ.
ઔષધની જગ્યાએ પોષધ કોણે કર્યો ?
પરદેશી રાજાએ.
પ્ર. ૮
સામાયિક અને પૌષધ વ્રતમાં શું ફરક છે ?
ઉત્તર સામાયિક કેવળ બે ઘડીની હોય છે. જ્યારે પૌષધ ઓછામાં ઓછા ચાર પ્રહરનો હોય છે. સામાયિકમાં નિદ્રા અને આહારનો ત્યાગ હોય છે. જ્યારે પૌષધ વ્રત તો આઠ પ્રહરનો હોય તેમાં આહારનો તો ત્યાગ હોય જ છે પણ નિદ્રા લઇ શકે છે. ચાર પ્રહરનો હોય તો આહાર અને નિદ્રા કરે તેને ‘જયણા’ કહે છે.
પ્ર. ૯. સામાયિકમાં આહાર પાણીની છૂટ કેમ નથી ?
ઉત્તર
સામાયિક અલ્પ સમયની હોય છે. તેથી છૂટો વગર થઇ શકે. જો સામાયિકમાં આહા૨ પાણીની છૂટ આપવામાં આવે તો સામાયિકમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના થઇ શકે નહિ. (સાધુની સામાયિક જીવન પર્યંતની હોવાથી છૂટ વગર પાળવી મુશ્કેલ છે એટલે સામાયિકમાં સાધુને આહારની છૂટ છે.) પ્ર. ૧૦. પ્રતિલેખન અને પ્રમાર્જન કોને કહેવાય છે ?
ઉત્તર
પ્રતિલેખન : વસ્ત્રાદિ કામમાં આવવાવાળા બધા ઉપકરણોમાં કોઇ જીવ છે કે 9727
૧૭૦
Page #178
--------------------------------------------------------------------------
________________
નહિ તે ધ્યાનપૂર્વક કપડાં આદિ જોવા તેને પ્રતિલેખન કહેવાય.
પ્રમાર્જન : જીવાદિ જોઇને એને કોઇ પણ પ્રકારનું દુઃખ ન થાય તે પ્રકારે પૂંજણી અથવા રજોહરણ થી સુરક્ષિત સ્થાન પર મુકવા તેને પ્રમાર્જન કહે છે. પ્ર. ૧૧. શું પ્રતિલેખન કરવાથી પણ અતિચાર લાગે છે ?
ઉત્તર હાં ! વિધિ અને યતનાપૂર્વક પ્રતિલેખન ન કરીએ તો અતિચાર લાગે.
પ્ર. ૧૨ પાટ, સંથારા પ્રતિલેખન વ્યવસ્થિત ન કર્યું હોય તો કયો અતિચાર લાગે ? અપ્પડિલેહિય દુપ્પડિલેહિય સિજ્જાસંયારએનો અતિચાર લાગે.
ઉત્તર
પ્ર. ૧૩ લઘુનીતી તથા વડીનીતી ભૂમિની પ્રતિલેખના વ્યવસ્થિત ન કરી હોય તો કયો અતિચાર લાગે ?
ઉત્તર અપ્ટિલેહિય દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણ ભૂમિનો અતિચાર લાગે. પ્ર. ૧૪. પૌષધ વ્રતનું વિધિપૂર્વક પાલન ન કર્યું હોય તો કયો અતિચાર લાગે ? પોસહસ્ય સમ્મે પાલણયાનો અતિચાર લાગે.
ઉત્તર
સચિત્ત પાણીમાં સમયે સમયે જીવહિંસા થાય છે. ઉકાળવાથી અલ્પ પણ અનિવાર્ય હિંસા જરૂર થાય છે પણ અલ્પ થાય છે. સચિત્તથી પરિણતિ પણ નિષ્ઠુર બને છે. કાચા પાણીની જગ્યાએ ગરમ પાણી જ પીવાનું લક્ષ રાખવું. નિયમ જ લઇ લેવું. હોટેલ, લારી, ગલ્લા, કેન્ટીન આદિના અભક્ષ્યના કંઇક દોષોથી બચી જવાશે.
Page #179
--------------------------------------------------------------------------
________________
(અતિથિ કહ્યા અણગારને...
બારમું વ્રત છે “અતિથિ સંવિભાગ વત'
ઉપવાસ સહિત અહોરાત્ર પૌષધને પારણે સાધુ યા સાધ્વીને વહોરાવીને પછી એકાસણું કરવું. સાધુ કે સાધ્વીજી ભગવંતનો યોગ ન હોય તો સાધર્મિકની ભક્તિ કરીને પછી એકાસણું કરવું. આખા વરસમાં એક વખત તો આ વ્રતનું પાલન કરવું જ !
અતિથિ = અભ્યાગત, જેને તિથિ વાર સાથે કોઈ સંબંધ નથી, સ્વભાવિક મળે તે. સંવિભાગ = સમાન વિભાગવાળું વ્રતના પારણાના દિવસે સ્વીકારવું, વાપરવું તે.
શિક્ષાવ્રતનું ચોથું આ વ્રત આરાધકને ચારેય પ્રકારના ધર્મ કરવાની પ્રેરણા, તક આપે છે. જેમકે પારણામાં પૂજ્ય સાધુ, સાધ્વી, સાધર્મિક ભક્તિ કરી દાન ધર્મ પાળવામાં આવે. પૌષધ દરમ્યાન બ્રહ્મચર્યનું સુવિશુદ્ધ પાલન કરવું. તપ, વ્રત દરમ્યાન ચોવિહાર ઉપવાસ અને પારણામાં એકાસણું કરવાનું હોય છે. ભાવ ધર્મારાધના ઉચ્ચ પ્રકારની કરવાથી જીવનમાં શિક્ષાવ્રતનો વિકાસ થાય છે. એના દ્વારા આરાધકને ઘણાં લાભ થાય છે. જીવન આદર્શ બને. ”
સાધુ અતિથિને ગ્રહાંગણે આદરથી વિનયથી બોલાવવી નિદોષ કથ્ય આહાર પાણી આપવા, વહોરાવવા અને લાભ આપેલા મુનિને સન્માનપૂર્વક ભાવપૂર્વક વળાવવાની શિક્ષા આ વ્રતને આચરણને અવસરે આરાધકને થાય છે. જો સાધુને ઉત્તમભાવથી દાન આપવામાં આવે તો દાન આપનાર જીવ તીર્થકર નામકર્મ સુધીના પુણ્યકર્મને બાંધી શકે છે. અન્યથા જો દાન આપતા તો લાભાંતરાય દાનાંતરાય વિગેરે અંતરાય કર્મને જીવ બાંધે. નરકાદિ દુર્ગતિને પામે. તેમાં નવાઇ નથી. પાંચ અતિચાર
આ વ્રતના દાન આપવા સંબંધિ પાંચ અતિચાર નીચે મુજબ ધ્યાન ન રાખવાથી આરાધકને લાગે છે. તેનાથી બચવું જોઇએ. (૧) સચિત્તનિક્ષેપ - સચિત્ત (જીવવાળી) અચિત્ત (જીવ વગરની) વસ્તુ ભેગી કરી
(વહોરાવવી) રાખવી. (૨) સચિત્ત પરિધાન - સચિત્ત વસ્તુ વડે અચિત્ત વસ્તુ ઢાંકવી, સ્પર્શ કરી રાખવી.
અન્ય પ્રદેશને પોતાની વસ્તુને બીજાની કહેવી અથવા વહોરાવવાની ભાવનાથી
બીજાની વસ્તુને પોતાની કહેવી. (૪) સંમત્સરદાન - ક્રોધ કષાય કરી અથવા મુનિની અવજ્ઞા કરી દાન આપવું.
(૩)
Page #180
--------------------------------------------------------------------------
________________
(૫) કાલાસિકર્મ- ગોચરીના સમય વિતી ગયા પછી દાન માટે લાભ આપવા આગ્રહ
કરવો.
શાસ્ત્રોમાં “સાધર્મિક'નો ગૂઢ અર્થ વર્ણવતા કહ્યું છે, કે જે સહધર્મો સમાનધર્મી આચાર, વિચાર, વર્તન, જીવન, માન્યતાદિ સમાન હોય તે સહધર્મી. ધ્યાનાદિમાં તત્પર છે, પાપોથી (કર્મ બંધ કરવા માટે) વિરામ પામેલો છે. અને શાન્ત, દાત્ત છે, તે અતિથિ છે. બીજા શબ્દોમાં પર્યાદિ લૌકિક વ્યવહારનો ત્યાગ કરે તે અતિથિ.
કહેવાનું તાત્પર્ય એજ કે અતિથિ કે સાધર્મિકની વ્રત પાલનના અવસરે આરાધકે સેવા, ભક્તિ કરી જીવન ધન્ય કરવું જોઇએ. ત્યાગી, તપસ્વીના સેવા સુશ્રુષા ભક્તને ત્યાગ તપનો અનુરાગી બનાવે છે.
જે સમયે દાતાની દાન આપવાની પ્રવૃત્તિ કરવાની હોય છે. તે સમયે જો વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિચારણા કરવામાં આવે તો તે દાન સુશોભિત થાય, ઉત્તમ ફળ આપવા માટે નિમિત્તરૂપ થાય છે. અનીતિપૂર્વકનું ધન પણ ફળમાં કચાશ, ઉણપ બતાડે છે.
અતિથિ સંવિભાગ વ્રતના પાલન અવસરે સાધુની ભક્તિ યોગ્ય રીતે કરવી જોઇએ. એવો પણ હિતોપદેશ પ્રેરણા આરાધકને વ્રત પાલન વખતે મનન દ્વારા પ્રાપ્ત થઇ શકે છે. જો સાધુને અશુભ ભાવથી અકલ્પનીય આહાર વહોરવવામાં આવે તો તે દુર્ગતિનું કારણ પણ થઇ શકે છે. તેજ રીતે માત્ર ભાવથી (દ્રવ્યાદાન આપ્યા વિના) જીરણ શેઠે ૪ મહિના સુધી પ્રભુ વીરને ચોમાસી તપના પારણા ઉપર પધારવા વિનંતિ કરી તો શેઠ શાતા વેદનીય કર્મ બાંધવાવાળા થયા.
શ્રી ધર્મદાસ ગણિ કહ્યું છે કે, આ અતિથિ સંવિભાગ વ્રતના આરાધનામાં ટેવાયેલ શ્રાવકને રોજ ભોજન કરતાં પૂર્વે કોઇ સાધુ મુનિવર્યોનો લાભ મળ્યો કે નહીં ? તેની ચિંતા ભાવના કરે, કરવી જોઇએ. ગુરુનો લાભ મળે તે માટે થોડી ક્ષણ રાહ જોવી જોઇએ. ગુરૂનો યોગ થાય, લાભ મળે તો કૃતાર્થ થાઉં. એવી ઉત્કૃષ્ટ ભાવના દાન આપવા માટે ભાવવાથી અગણિત પુણય બંધાય.
- પારણાના અવસરે સાધુનો યોગ ન મળે તો સમજવું કે દાનાંતરાય કર્મનો ઉદય હશે. આવા કર્મને ટાળવા ખાસ સાધુને વસ્ત્ર, પાત્ર, સ્થાન, શયન, જલ, આહારદિની ઉચિત ભક્તિ કરવા પ્રયત્ન કરવો જોઇએ. બીજાં કોઇ લાભ લેતાં હોય તો તેની ઇર્ષા ન કરતા અનુમોદના કરવી જોઇએ દાનને આપતા અટકાવવું, દાન કદાચ આપ્યું હોય તો પાછળથી પશ્ચાતાપ કરવાથી. એથી નવું અંતરાય કર્મ બંધાય છે.
આ અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ મુનિને દાન આપવાની ક્રિયા જાતિસ્મરણ
Page #181
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન દ્વારા જાણી કલ્પનીય ફાસુક આહાર વહોરાવી તીર્થંકર પરમાત્માનું ઇક્ષુરસથી પ્રથમ પારણું કરાવનાર શ્રેયાંસકુમાર ધન્યવાદને પાત્ર છે. તેઓ જ મહાપુણ્યવંત છે. એજ રીતે પ્રથમ ભીક્ષાચર થયેલા ભ. ઋષભદેવ પણ કોટી કોટી વંદનાને પાત્ર છે.
આત્માને સદ્ગતિમાં લઇ જવાની તાકાત ધરાવતાં શ્રાવકનાં ૧૨ વ્રતોની વાતેવો આપણે વિચારી
આસન્નોપકારી ચરમ તીર્થંપતિ શ્રી મહાવીર પરમાત્મા વૈશાખ સુદ ૧૦ ના રોજ કેવળજ્ઞાન પામ્યા... દેવતાઓએ સમવસરણની રચના કરી... ભગવંતે દેશનાનો ધોધ વહેવડાવ્યો... પરંતુ કોઇએ વિરતિ સ્વીકારી નહિ તેથી પ્રથમ દેશના નિષ્ફળ ગઇ... ભગવંત વિહાર કરીને અપાપાપુરી પધાર્યા. સમવસરણમાં દેશનાં આપી... શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ બ્રાહ્મણો સહિત અનેક આત્માઓ પ્રતિબોધ પામ્યા... ભગવાનના વરદ હસ્તે તેઓએ ચારિત્રનો સ્વીકાર કર્યો.. અને તે દિવસે એટલે કે વૈશાખ સુદ ૧૧ ના દિવસે શાસનની સ્થાપના થઇ. પાંચમા આરાના છેડા સુધી આ શાસન ચાલવાનું અને ત્યાર બાદ આ ભરતક્ષેત્રમાં શાસનનો વિચ્છેદ થઇ જવાનો... આના પરથી એક વાત ફલિત થાય છે કે શાસનનો જન્મ થાય છે વિરતિધરોથી.. શાસનનું જીવન છે વિરતિધરો... અને શાસનનો નાશ થાય છે વિરતિધરોના અભાવથી !
આ વાત આપણે આપણા જીવનમાં ઘટાવવી છે... ભરતક્ષેત્રમાં તો શાસન ચાલે છે.. પરંતુ આપણા જીવનમાં આ શાસનનો જન્મ થઇ ગયો છે ખરો ?... કારણ શાસનનો જન્મ છે વિરતિના સ્વીકારથી, અલબત્ત, વીર્ય ફોરવતાં આવડે... સંસાર નૈર્ગુણ્ય સમજાઇ જાય તો તો સર્વવિરતિનો સ્વીકાર જ કરી લેવા જેવો છે... પરંતુ તેવી તાકાત ન હોય છેવટે સમ્યગ્દર્શનમૂલક બાર વ્રતોના સ્વીકાર દ્વારા પણ જીવનને વિરતિના રંગે રંગી દેવા જેવું છે... આ સ્વીકારની ય તાકાત ન હોય અને શ્રી જિનશાસનમાં પ્રવેશ પામવો હોય તો છેવટે વીતરાગ સર્વજ્ઞ ભગવંત એ જ દેવ... પાંચ મહાવ્રતના પાલક નિગ્રન્થ સાધુ એ જ ગુરુ અને સર્વજ્ઞકથિત જે ધર્મ એ જ તારણહાર, આ શ્રદ્ધાને અસ્થિમજ્જા બનાવી તેના આચારોને જીવનમાં શક્ય અમલી બનાવ્યા વિના તો ચાલે તેમ જ નથી.. સમ્યગ્દર્શનની તાકાત છે કે એ વિરતિને ખેંચી લાવે છે !
કેટલું બધું કલ્યાણકારી આ જિનશાસન છે ! જીવ માત્ર પ્રત્યે મૈત્રી કેળવવાની તેણે માત્ર વાત જ નથી કરી પરંતુ મૈત્રી ટકી રહે તે માટે તમામ આચારો પણ તેણે બતાવ્યા છે... આ સુંદર આચારોના પાલન દ્વારા અનંતા આત્માઓ આજ સુધીમાં શાશ્વત સુખને પામી ચૂક્યા છે... વર્તમાનમાં પણ કેઇ આત્માઓ શાશ્વત સુખને પામી રહ્યા છે... ભવિષ્યમાં પણ અનંતા આત્માઓ આ જ આચારોના પાલન દ્વારા શાશ્વત સુખને પામશે !
૧૭૪ ૩૪
Page #182
--------------------------------------------------------------------------
________________
આ આચારોનું પાલન જીવનમાં જે શાંતિ અર્પે છે તે શાંતિ કરોડો રૂપિયા આપવા છતાં ખરીદી શકાતી નથી. હિટલરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, “જો તમારે શાંતિથી જીવવું હોય તો દુશ્મન ન હોય તો પણ ઉભા કરી જ દેજો. કારણ કે વિના દુશ્મન શાંતિ કેવી...?' આની સામે પરમાત્માનું શાસન કહે છે કે, જો તમારે ખૂબ સ્વસ્થતાપૂર્વક જીવવું હોય તો જીવનમાં સહુ કોઇ ને મિત્ર બનાવી જ દેજો. કારણ કે વિના મિત્રના શાંતિ કેવી ?' ક્યાં મેળ સંસારનો અને શાસનનો...? જે હેયામાં પરમાત્માનું શાસન છે, તે હૈયામાં સંસાર નથી.. જે હૈયામાં સંસાર છે તે હૈયામાં પરમાત્માનું શાસન નથી.
આ તારણહાર દેવાધિદેવ પરમાત્મા પ્રત્યે જેને ભારોભાર પ્રીતિ જામી જાય છે તેના ચિત્તની પ્રસન્નતાનું.. તેની અવિહડ ભક્તિની ખુમારીનું વર્ણન પણ થાય તેમ નથી... જુલસા શ્રાવિકા શ્રેણિક મહારાજા, મંત્રીશ્વર પેથડશા, શાસન સુભટ વસ્તુ તેજપાળ વગેરેનાં જ્વલંત દૃષ્ટાંતો આજે ય આપણને ભારે પ્રેરણા આપી રહ્યા હોય તેવું નથી લાગતું..? ૩૨-૩૨ પુત્રોના મોત પાછળ પણ સમાધિ ટકાવી રાખતી સુલતા.. રોજ હંટરોના ફટકા ખાવા છતાં ચિત્તની સ્વસ્થતા જાળવી રાખતા મહારાજા શ્રેણિક.... તુર્ત જ પોતાને મળી જવાની રાજાની આજ્ઞા છતાં પ્રભુભક્તિમાં લયલીન બની રહેતા મંત્રીશ્વર પેથડશા... ધરતીમાંથી પ્રાપ્ત થયેલી સંપત્તિ ઘર ભેગી કરવાને બદલે દેલવાડાના બેનમૂન મંદિરના નવનિર્માણ પાછળ પાણીની જેમ ફેંકી દેતી વસ્તુપાળ તેજપાળની બાંધવ બેલડી.. આ અને આવા અનેક પુણ્યવાન આત્માઓના જીવનનાં ભવ્ય પરાક્રમોની યશોગાથા વર્તમાનકાળમાં અનેકના જીવનમાં પ્રભુ પ્રત્યે અવિહડ ભક્તિ પ્રગટાવી રહી છે.
' અરે ! જિનશાસનને પામેલા આત્માઓની વાત તો છોડો...! જે આત્માઓને આવા સર્વગુણસંપન્ન દેવાધિદેવ વીતરાગ સર્વજ્ઞ ભગવંત પ્રાપ્ત નથી થયા પરંતુ પોતાના જીવનને શાંતિ બક્ષતી પ્રભુભક્તિ પણ જેના જીવનમાં વ્યાપ્ત થઇ ગઇ છે તેવા આત્માની ખુમારી પણ કેવી હોય છે તે જોવા જેવું છે.
અકબરના દરબારમાં સતત હાજર રહેતા મહાકવિ ગંગા ક્યારેય અકબરની ખોટી ખુશામત ન કરતા. ઇર્ષાળુઓએ અકબરની કાન ભંભેરણી કરી કે, “આ ગંગ આપના દરબારમાં હાજર રહે અને આપની પ્રશંસા ક્યારેય ન કરે ?'
અકબરને આ વાત બેસી ગઇ... કવિ ગંગ પાસે મારી પ્રશંશા ન કરાવું તો મારું નામ અકબર નહિ... ! બીજે દિવસે રાજસભામાં કવિગંગને અકબરે એક પાદપૂર્તિ આપી.. જેનું છેલ્લું પાદ હતું,“આશ કરો અકબરકી..” કવિ ગંગ ! આની પાદપૂર્તિ કરી આપો.”
Page #183
--------------------------------------------------------------------------
________________
કવિ ગંગે તે લીટી વાંચી.... સમજી ગયા... પોતાની ખુશામત કરાવવા રાજાએ આ યુક્તિ વાપરી છે. પણ કાંઇ નહિ.. જેવાણી દ્વારા પરમાત્મા સિવાય કોઇનાં ગુણગાન થયાં નથી એ જવાણી દ્વારા એક અહંકારીની ખુશામત થાય એ અસંભવિત વાત છે...અને જો ખુશામત નહિ કરું તો પરિણામ મોતનું આવે એવી પણ સંભાવના છે. ખેર ! જે થવું હોય તે થાય. એમ વિચારી કવિ ગંગે કહ્યું, “રાજન ! આની પાદપૂર્તિ કરાવવાનો આગ્રહ છોડી દો તો વધુ સારું..”
કેમ ?'
“એન સાંભળવામાં જ મજા છે. કારણ કે મારા સ્વભાવને તમે બહુ સારી રીતે જાણો છો !'
એ કાંઇ નથી જાણવું મારે ! તમારે આ પાદપૂર્તિ કરવાની જ છે !' સારું. એમ કહી કવિ ગંગે પાદપૂર્તિ કરી આપી જિસકો હરિ પે વિશ્વાસ નહીં, સોહી આશ કરો અકબરકી.” આત્મા કેવી ખુમારી આપણને જોવા મળે છે.
સંભવનાથ ભગવાનના શાસનમાં એક ઘટના બની એક નગરના ઉદ્યાનમાં કેવલી ભગવંત સમોસર્યા, એમની દેશના સાંભળવા રાજા સાથે નગરજનો પણ ગયા, કેવલી ભગવંતની દેશના સાંભળીને રાજા સાથે આવેલ નવ વરસની ઉંમરનો રાજકુમાર ચારિત્ર લેવા ઉલ્લસિત થઈ ગયો. રાજાએ તેને સમજાવ્યો કે “પ્રભુભક્તિનો ભવ્ય મહોત્સવ કરીએ પછી તું ચારિત્ર લે.” રાજકુમાર કહે, “ચારિત્ર પહેલાં અપાવો અને મહોત્સવ તમે પછી કરો !”.. રાજકુમારના તીવ્ર વૈરાગ્યને જોઇએ રાજાએ ચારિત્રની અનુમતિ આપી...
ચારિત્રસ્વીકારની ક્રિયા વખતે કેવળીભગવંતના વરદ હસ્તે રાજકુમારે રજોહરણ સ્વીકાર્યો..ષ ખંડનું સામ્રાજ્ય મળતાં જે આનંદ થાય તેના કરતાં ય વિશેષ આનંદથી આનંદિત થયેલ આ રાજકુમાર રજોહરણ હાથમાં આવતાં જ નાચવા લાગ્યો. પરંતુ નાચતાં નાચતાં જ ધબ દઈને નીચે પડ્યો !. રાજા દોડતો આવ્યો. પણ જોયું તો રાજકુમારનું પ્રાણ પંખેરુ ઊડી ગયેલું. રાજાના કલ્પાંતનો પાર નથી..બીજો પરિવાર પણ રડે છે. ત્યાં તો ઉપરથી પાંચમા દેવલોકમાંથી દેવતા નીચે ઊતર્યો. “રાજનું! જેના શરીરને જોઇને તમે સહુ રડો છો તે શરીરને ધારણ કરનારો હું અલ્પ સમયના પણ સંયમના પ્રભાવે કાળ કરીને પાંચમા દેવલોકમાં દેવ બન્યો છું!..મડદાને રોવાના બદલે તમે તેમાંથી બોધપાઠ લઇને સંયમજીવનને અંગીકાર કરી લો.”
Page #184
--------------------------------------------------------------------------
________________
દેવાત્માની આ વાણી સાંભળીને ત્યાં ને ત્યાં જ સહુએ ચારિત્ર સ્વીકારી લીધું ! શાસ્ત્રકારો કહે છે, પાપના કાર્યને વિલંબમાં નાખજોજ્યારે ધર્મને તો હાજરમાં જ પતાવજો.... કારણ કે જેને વિલંબમાં નાખશો તેની તાકાત ઘટી જશે.. જેને તુર્ત અમલમાં મૂકી દેશો તેની તાકાત વધી જશે !
જીવનને સન્માર્ગે લાવનારા વ્રત નિયમોના પાલનના અપૂર્વ લાભો તમે આટલા દિવસો સુધી સાંભળ્યા છે... તો એ નિયમોને ન સ્વીકારવાથી થતાં ભારે નુકશાનો પણ તમે સાંભળ્યા છે. હવે નિર્ણય તો તમારે જ કરવાનો છે કે આત્માને જિનાજ્ઞાના પાલન દ્વારા સાચી સ્વત્રતતા અપાવવી કે પછી જિનાજ્ઞા નિરપેક્ષ જીવન જીવવા દ્વારા આત્મામાં સ્વચ્છંદતા વધારવી ?
ભૂલશો નહિ, અત્યાર સુધીમાં મળેલા જન્મો ચાલેલાં જીવનો અને આવેલાં મરણો જેવાં આ ગતિનાં જન્મ જીવન અને મરણ નથી... પરંતુ વિશિષ્ટ કોટિનાં છે.. ! જન્મ થઇ ગયો છે. જીવન ચાલી રહ્યું છે. મરણ નજીક આવી રહ્યું છે ! ચાલી રહેલા જીવનની તાકાત આ ગતિના મરણને સુધારવાની તો છે જ ઉપરાંત પછીના ભાવના જન્મને સુધારવાની પણ છે. પણ ક્યારે ? જિનાજ્ઞાપ્રધાન જીવન જીવાય ત્યારે.. ! ચાલો, સમર્પિત થઇ જઇએ જિનાજ્ઞાને !
આ સમર્પણના તીવ્ર સંકલ્પને અમલી બનાવવા દ્વારા આપણે વહેલામાં વહેલી તકે શાશ્વત સુખને પામી જઇએ !
આ બારેય વ્રતના પાલનથી આત્મા શું પામે છે તે ઉપદેશમાળાકાર શ્રી ધર્મદાસગરિજી મહારાજ પોતે ફરમાવે છે.
તવનિયમસલકલિયા સુસાવગા જે હવંતિ સુગુણા.
તેસિં ન દુલ્લહાર્દ, નિવાણવિમાસુમ્બાઈ ! જે ગુણિયલ સુશ્રાવકો તપ, નિયમો અને સદાચારોથી યુક્ત હોય છે, તેઓને સ્વર્ગ અને મોક્ષનાં સુખ દુર્લભ નથી.
મોડું ન કરો.. જીવનને શીધ્ર આ વ્રતોના પાલનથી સુશોભિત કરી દો.
Page #185
--------------------------------------------------------------------------
________________
કેટલાક પ્રશ્નોત્તર હે વિશ્વવત્સલ વિભુ ! આપે આત્માને પુષ્ટ કર્યા તો પરમાનંદ પામ્યા. મેં તો આજ સુધી શરીર ઈન્દ્રિયોનું પોષણ અને આત્માનું શોષણ કર્યું ને રાગથી રંગાયો, દ્વેષથી દાઝયો. પક્ષપાતે પ્રજળ્યો, અજ્ઞાને આથડ્યો, કષાયોથી કૂટાયો બસ હવે બસ થાઓ આ યાતનાઓથી હવે હું આત્માને પુષ્ટ કરી આ ગતિમાં પરમ સમાધિ પામું..
પ્ર.૧ અતિથિ એટલે શું ? ઉત્તર જેની આવવાની તિથિ નક્કી નથી તે અતિથિ. પ્ર. ૨ અતિથિ કોને કહે છે ? ઉત્તર અચાનક ધરે આવનાર મહેમાનોને અતિથિ કહેવાય છે તથા સાધુ સાધ્વીને
પણ અતિથિ કહેવાય. પ્ર. ૩ અતિથિ વિભાગવત કોને કહેવાય છે ? ઉત્તર અતિથિને સાધુ સાધ્વીને) વિધિ પ્રમાણે અસણં, પાણે, ખાઇમં, સાઇમં આદિ
દાન દેવું તે. પ્ર.૪ દાન કેટલા પ્રકારના દેવાય છે ? ઉત્તર ૧૪ પ્રકારના
અન્ન, પાણી, મુખવાસ, મેવો, વસ્ત્ર, પાત્ર, કાંબળી, રજોહરણ, પાટપાટલા બાજોઠ, પાટીયું, ઉપાશ્રય, સંસ્કારક, દાભ વગેરેની પથારી, ઔષધ, ભેષજ
આમ ૧૪ પ્રકારના છે. પ્ર. ૫ ઔષધ અને ભેષજમાં શું ફરક છે? ઉત્તર ઔષધ એટલે એક દ્રવ્યવાળી ચીજ જેમ કે હરડે, બેહડા, સુંઠ, અનેક ઔષધિ
ભેગી કરીને બનાવેલ ચીજ ભેષજ જેમકે ત્રિફળા આદિ. પ્ર. ૬ સાધુએ ગ્રહણ કર્યા પછી પાછું અપાય નહિ તેવા કેટલા દાન છે ? ઉત્તર આઠ પ્રકારના છે. અન્ન, પાણી, મુખવાસ, મેવો, વસ્ત્ર, પાત્ર, કાંબળી અને
રજોહરણ.
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૭ દીન દુઃખીયાને દાન દેવાનું આ વ્રતમાં આવે છે કે નહિ? ઉત્તર દીન દુઃખીને દાન દેવું એ અનુકંપા દાન છે. આ દાનની મનાઇ નથી પણ આ
વ્રતમાં આવતું નથી પ્ર. ૮ અસુઝતા હોય ને સાધુ ગોચરીએથી પાછા જાય તો કયું કર્મ તમારું ઉદયમાં
હતું? ઉત્તર અંતરાય, દાનાંતરાય. પ્ર. ૯ સંતોને, અતિથિને વહોરાવે તે કયું દાન કહેવાય? ગુખ, સુપાત્ર, ઉચિત,
અનુકંપા, વગેરેમાંથી કયો પ્રકાર ? ઉત્તર સુપાત્રદાન પ્ર. ૧૦ દાન દેવામાં કેટલા પ્રકારની શુદ્ધિ જોઇએ ? ઉત્તર ત્રણ પ્રકારની દાતાની સામે પાત્રની તથા વસ્તુની શુદ્ધિ. પ્ર. ૧૧ દાન દઇ દંડાણ કોણ ? ઉત્તર નાગેશ્રી બ્રાહ્મણી.. પ્ર. ૧૨ સચિત્ત વસ્તુ અચિત્ત વજી ઉપર છે તે દેવાથી કયો અતિચાર લાગે ? ઉત્તર સચિત્તનિકMવણયાનો અતિચાર લાગે. પ્ર. ૧૩ સચિત્ત ફૂલ ફળાદિથી ઢાકેલા હોય અને તેવું વહોરાવે તો કયો અતિચાર
લાગે ? ઉત્તર સચિત્તપિહરયાનો અતિચાર લાગે. પ્ર. ૧૪ ઘણાં દિવસ પહેલાંની બગડી ગયેલી વસ્તુ વહોરાવે અથવા ભિશાના સમયે
દાનની ભાવના ન ભાવે તો કયો અતિચાર લાગે ? ઉત્તર “કાલાઇકમે'નો અતિચાર લાગે. પ્ર. ૧૫ મહારાજ (સંત) પધાર્યા છે. વહોરાવી દેજે આમ પોતે સૂઝતાં છતાં કહે તો કયો.
અતિચાર લાગે ? ઉત્તર “પરોવએસે”નો અતિચાર લાગે. પ્ર. ૧૬ લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ને મોટું ધોવા જાય તો કયો અતિચાર લાગે? ઉત્તર પરોવએસેનો અતિચાર લાગે. સુપાત્રદાનનો અવસર મળ્યો ને છતાં વધાવી ન
શકે.
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૭ નામ છે ચોરેન્દ્રિયનું, રૂપ છે કષાયનું, દોષ છે દાનનો આનો અર્થનો મૂળ શબ્દ કયો છે ?
ઉત્તર મસ્જીરિયાએ ચોરેન્દ્રિય - મચ્છ૨, અહંકારના દાન દઇને કરે કષાય ને ૧૨ માં વ્રતનો આ અતિચાર છે.
પ્ર. ૧૮ તિર્યંચ કયું વ્રત પાળી ન શકે ?
ઉત્તર
૧૨ મું વ્રત (અપવાદે હાથીએ કંદોઇની દુકાનેથી સંતને લાડુ વહોરાવ્યો તે પ્રસંગ)
પ્ર. ૧૯ આ અવસર્પિણી કાળમાં દાનની શરૂઆત કોણે કરી ? ઉત્તરશ્રેયાંસકુમારે.
૫. ૨૦ અશુદ્ધ ભાવનાથી દાન દઇને નરકમાં કોણ ગયું ? ઉત્તર નાગેશ્રી બ્રાહ્મણી.
પ્ર. ૨૧ દાનનું વર્ણન કયાં આગમમાં આવે છે ?
ઉત્તર સુખવિપાક સૂત્રમાં ઉત્કૃષ્ટ દાન દેવાનું ફળ શું મળે છે તે બતાવ્યું.
પ્ર. ૨૨ દાનની ભાવના વધારવા માટે શું ચિંતન કરવું જોઇએ ?
ઉત્તર
દાનથી ત્યાગ તથા સંતોષની ભાવના વધે છે, ભાવપૂર્વક દાન દેવાથી ભવઓછા થાય છે. શુદ્ધ ભાવનાથી દાન દેવાવાળા ચંદનબાળા, સુબાહુકુમાર, શ્રેયાંસકુમાર, શાલીભદ્ર આદિના આદર્શ ઉદાહરણ ધ્યાનમાં રાખી ચિંતન કરવું.
અમદાવાદમાં એક ભાઇ સગાઇ પૂર્વે કહ્યું કે ‘મારું ઘર ધર્મશાળા છે અને રસોડું ભોજનશાળા છે એમ સમજીને આવવું હોય તો આવજો. કેટલી આતિથ્યસત્કારની ભાવના ! લગ્નના ફેરામાં આગ છે માટે જીવનમાં ભડકાં છે. વ્રત ગ્રહણના ફેરામાં આગ નથી ભગવાન છે.
૧૮૦ D
Page #188
--------------------------------------------------------------------------
________________
* ભવ-આલોચના * જ્ઞાનાચારસંબંધી
અકાલે અધ્યયન કર્યું.
ગુરુ તથા જ્ઞાનનો વિનય કર્યા વિના અધ્યયન કર્યું. સૂત્ર અને અર્થ વિપરીત રીતે ગ્રહણ કર્યાં.
કાગળ-પુસ્તક...વગેરે જ્ઞાનનાં સાધનોને પગ લગાડચો-બાળ્યાં. તે ઉપર બેઠા. આહાર-નિહાર કર્યો. તેની આશાતના કરી.
ભણનારને અંતરાય કર્યો.
જ્ઞાનીની નિંદા કરી.
અંતરાયમાં જ્ઞાનના સાધનોનો ઉપયોગ કર્યો, અધ્યયન કર્યું. તોતડા-બોબડા વગેરે અજ્ઞાનીની અવહેલના મશ્કરી કરી. જ્ઞાનાદિ દ્રવ્યનું ભક્ષણ કર્યું. છતી શક્તિએ તેની રક્ષા ન કરી.
દર્શનાચારસંબંધી
શ્રી જિનેશ્વર દેવના વચનમાં શંકા કરી. એનાથી વિપરીતપણે પ્રરુપણા કરી. દેવ-ગુરુ-ધર્મ તથા સાધર્મિકની નિંદા કરી. છતી શક્તિએ તેમની ભક્તિસેવા-બહુમાન કર્યું નહિ.
અન્ય ધર્મની ઇચ્છા કરી, તેને સારો માન્યો.
મિથ્યાત્વીઓને પોષ્યા. તેમનો પરિચય કર્યો. તેમને ઉત્તેજન આપ્યું.
પાસસ્થાદિની જાણી-જોઇને ભક્તિ કરી.
બીજાઓ ધર્મથી વિમુખ બને એવી પ્રવૃત્તિ કરી.
પ્રતિમાજી પડી ગયાં. તેની સાથે કળશ વગેરે ઉપકરણો અથડાયાં.
અશુદ્ધ વસ્ત્ર તેમજ અશુદ્ધ દ્રવ્યોથી પૂજા કરી.
મુખકોશ બાંધ્યા વિના પૂજા કરી.
અવિધિથી પૂજા કરી.
વાળાકૂંચી વગેરેનો અયોગ્ય રીતે ઉપયોગ કર્યો.
સૂક્ષ્મ રીતે દેવદ્રવ્યાદિનો ઉપયોગ કર્યો.
દેરાસરમાં નાક-કાન આદિનો મલ નાંખ્યો. થૂંક પડ્યું, ખાન-પાન કર્યું, હાંસી-મશ્કરી કરી...વગેરે આશાતના કરી.
૧૮૧ મ
Page #189
--------------------------------------------------------------------------
________________
0
C
દેરાસરમાં ઘરની-વ્યાપારની વાત કરી. • દેરાસરમાં અંતરાયવાળા થયા.
તીર્થભૂમિમાં ડુંગર ઉપર આહાર-વિહાર કર્યો, અંતરાયવાળા થયા.
સાધુ-સાધ્વી પાસે પોતાનું કામ કરાવ્યું. • ગુર્નાદિકને પગ લગાડ્યો. તેમના આસન વગેરેને પગ લગાડ્યો.
ગુર્નાદિકની સાથે અયોગ્ય રીતે બોલ્યા. સ્થાપનાજીને પડી ગયા. પડિલેહણ ન કર્યું. સ્થાપનાજીને પગ લાગ્યો. દેવ-દેવીની માનતા કરી. નદી-કુંડાદિમાં સ્નાન કર્યું. હોળી વગેરે લૌકિક પર્વો માન્યાં-ઊજવ્યાં. પ્રયોજન વિના સાધુ-સાધ્વીને અશુદ્ધ આહાર વહોરાવ્યો.
પ્રથમ અણુવ્રતસંબંધી અનંતકાય-એકેન્દ્રિય-વિકેન્દ્રિય પંચેન્દ્રિય જીવોની હત્યા કરી-થઇ. તેનો સ્પર્શ કર્યો, તેને પડ્યા. અણગળ પાણી વાપર્યું. ખારું-મીઠું, કાચું-પાકું, ગરમ-ઠંડું પાણી ભેગું કર્યું. છાણાં-કોલસા-લાકડાં વગેરેના પૂંજ્યા વિના ઉપયોગ કર્યો. જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો. માખી-મચ્છર-કીડી આદિની વિરાધના કરી. ખેતી કરી-કરાવી.
જીવથી યુક્ત ખાટલા-ગાદી-ગોદડાં વગેરે તડકે નાખ્યાં. • ગર્ભપાત કર્યો-કરાવ્યો.
પંખીઓના માળા-દાળા પાડ્યા. તેની જયણા ન કરી. પર્વતિથિએ કપડાં ધોયાં વગેરે આરંભ-સમારંભના કાર્યો કર્યા. સડેલાં ધાન્ય તડકે રાખ્યાં. ખાંડ્યાં-પીસ્યાં.
ઉકરડા બાળ્યા. • ઘંટી-સાંબેલા-ચુલા આદિ સાધનોનો જયણા વિના ઉપયોગ કર્યો. • ઘાસ પર બેઠા.
Page #190
--------------------------------------------------------------------------
________________
બગીચો વિકસાવ્યો. • રાત્રે સ્નાન કર્યું.
કૂવા-તળાવ આદિમાં કપડાં ધોયાં. કૂમિ-જૂ-માખી-ઉઘેઇ વગેરેની વિરાધના કરી. મનુષ્યાદિના અંગ કાપ્યાં. વાસી ભોજન વાપર્યા-રાખ્યાં. નોકર-ચાકરાદિને નિર્દય રીતે માર માર્યો-મરાવ્યો. તેમની પાસે અતિશય કામ કરાવ્યું. જલક્રીડા કરી. ગાય-બળદ-ઘોડા વગેરે જનાવરોને નિર્દય માર માર્યો મરાવ્યો. અતિશય ભાર વહન કરાવ્યો-ચારો-પાણી રોક્યા.
દ્વિતીય અણુવ્રતસંબંધી ક્રોધાદિના કારણે અસત્ય બોલ્યા. • ભૂમિ-કન્યા-ઘનાદિ સંબંધી અસત્ય બોલ્યા.
ઝઘડો કર્યો. ખોટા આરોપ કર્યા, શાપ દીધા. ખોટા દસ્તાવેજ કર્યા. બીજાની ગુપ્ત વાતો કરી. ખોટી સાક્ષી આપી. અયોગ્ય રીતે શિક્ષા કરી. વિશ્વાસઘાત કર્યો, છેતર્યા. કલંક આપી કોઇને મારી નંખાવ્યા.
પકુખી આદિના દિવસે ક્ષમાપના ન કરી. • છતી વસ્તુનો અપલાપ કર્યો.
તૃતીયા અણુવ્રતસંબંધી કોઇની પણ વસ્તુ પૂળ્યા વિના લીધી. • નાની-મોટી ચોરી કરી-કરાવી.
ટેક્ષની ચોરી કરી. • ખોટાં તોલ-માપ કીધાં. ભેળસેળ કરી.
Page #191
--------------------------------------------------------------------------
________________
ચોરીનો માલ લીધો-વેચ્યો.
છે રાજદંડયોગ્ય ચોરી કરી.
ચતુર્થ અણુવ્રતસંબંધી
જાણતાં કે અજાણતાં સ્વસ્ત્રી-સ્વપુરુષસંપબંધી વ્રતનો ભંગ કર્યો. જાણતાં કે અજાણતાં પરસ્ત્રી-વેશ્યાદિસંબંધી વ્રતનો ભંગ કર્યો. રખાત રાખી.
બળાત્કાર કર્યો. સમ્મતિપૂર્વક પરસ્ત્રી સેવી.
હાસ્યાદિથી વ્રતનો ભંગ કર્યો.
સ્વપ્નમાં શીલભંગ થયો.
સ્વપ્નદોષ થયો.
• સ્વ-૫૨, સ્ત્રી-પુરુષની સાથે હસ્તમૈથુન કર્યું.
પરસ્ત્રી-વેશ્યાદિનાં અંગોપાંગને સ્પર્ષા, રાગથી નીરખ્યા, દબાવ્યાં.
સૃષ્ટિવિરુદ્ધ કર્મ કર્યું. સંતાનોને પરણાવ્યાં.
બીજાના વિવાહ કરાવ્યા. કુમારાવસ્થામાં શીલભંગ કર્યો.
વિધવાનો ઉપભોગ કર્યો.
અતિ વિષય-સેવન કર્યું.
ચોથાવ્રતસંબંધી ગ્રહણ કરેલ નિયમનો ભંગ કર્યો. પ્રસુતિકર્મ કર્યું-કરાવ્યું.
પંચમ અણુવ્રતસંબંધી
જાણતાં કે અજાણતાં પરિગ્રહપરિમાણનો ભંગ કર્યો. પરિમાણથી અધિક દ્રવ્યને પુત્રાદિના નામે ચઢાવ્યું.
પ્રથમ ગુણવ્રતસંબંધી
જાણતાં કે અજાણતાં દિગવ્રતમાં ધારેલી મર્યાદાનો ભંગ કર્યો. એક દિશાનું પરિમાણ ઘટાડીને બીજામાં વધાર્યું.
૧૮૪
Page #192
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ગુણવ્રતસંબંધી સૂર્યાસ્તની લગભગ વેળાએ ભોજન કર્યું. રાત્રિભોજન કર્યું. જાણતાં કે અજાણતાં રાત્રિભોજનસંબંધી નિયમનો ભંગ કર્યો. જાણતાં કે અજાણતાં માંસ-મદિરા-માખણ વગેરેનું ભક્ષણ કર્યું. સડેલાં શાક-ભાજી વાપર્યા. અભક્ષ્ય-અનંતકાય-અથાણાં વગેરે વાપર્યા. દ્વિદલ વાપર્યા. બે રાતથી અધિક કાળનું દહીં વાપર્યું. મદિરાદિસંબંધી નિયમનો ભંગ કર્યો. ચૌદ નિયમનો ભંગ કર્યો.
કર્માદાનનો ધંધો કર્યો. • ભોગોપભોગની સામગ્રી અધિક રાખી.
શસ્ત્ર-ભંગ-અફીણ આદિનો શ્રાવક માટે અયોગ્ય એવો ધંધો કર્યો. બરફ-આઇસ્ક્રીમ તથા અપેય પીણા વાપર્યા.
વાસી રોટલી વગેરે વાપરી. • અચિત્ત પાણીસંબંધી નિયમનો ભંગ કર્યો. • વનસ્પતિનો અયોગ્ય રીતે ઉપયોગ કર્યો.
તૃતીય ગુણવ્રતસંબંધી અનર્થદંડવિરમણ વ્રતસંબંધી નિયમનો જાણતાં અજાણતાં ભંગ કર્યો. “મારા શત્રુ વગેરે મરી જાય તો સારું-મને રાજ્યાદિ સુખો મળો, ભવાંતરમાં દેવ વિદ્યાધરની ઋદ્ધિ વગેરે મળો' ઇત્યાદિ દુષ્ટ ચિતવ્યું. બળદગાડાં વગેરે જોડ્યાં. હળ-મુશળ-કોદાળી વગેરે હિંસાનાં સાધનો બીજાને આપ્યાં. છરી-ચપ્પ વગેરે ખોવાઇ ગયા. સિનેમા, નાટક, ટી.વી. સરકસ જોયાં. એનાં સાધનો વસાવ્યાં, એનો વ્યાપાર કર્યો. મંત્ર-તંત્રનો પ્રયોગ કર્યો-કરાવ્યો.
પાપોપદેશ આપ્યો. વિકથા કરી. • જુગાર-પાના-ક્રિકેટ વગેરે રમતો રમ્યા. તે જોવા ગયા.
Page #193
--------------------------------------------------------------------------
________________
•
·
કામાદિ વિકાર વધારનારી દુષ્ટચેષ્ટાઓ કરી. કુતૂહલવૃત્તિ દાખવી.
પ્રથમ શિક્ષાવ્રતસંબંધી
સામાયિક વ્રતસંબંધી નિયમનો ભંગ કર્યો.
સામાયિકમાં સ્વાધ્યાય ન કર્યો.
વ્યવહારસંબંધી વાતો કરી. ચરવળો-મુહપત્તિની આડ પડી.
• મુહપત્તિ વગેરે ઉપકરણો ખોવાઇ ગયાં.
•
·
સમય પૂર્વે સામાયિક પાર્યું. સામાયિકમાં સ્થંડિલ-માતું જવું પડયું.
ચિત્તનો સંઘટ્ટો થયો.
ઉજેઇ પડી.
• સ્ત્રીનો સંઘટ્ટો થયો.
વિકથા કરી.
નવકારવાળી પડી ગઇ, તૂટી ગઇ. સામાયિકમાં નિદ્રા આવી.
દ્વિતીય શિક્ષાવ્રતસંબંધી
દેસાવગાસિક વ્રતસંબંધી નિયમોનો ભંગ કર્યો. એમાં અતિચાર લગાડયા. ઉપયોગ રાખ્યો નહિ.
તૃતીય શિક્ષાવ્રતસંબંધી
પૌષધ વ્રતસંબંધી નિયમોનો ભંગ કર્યો.
સૂર્યોદય પછી પૌષધ લીધો, સૂર્યોદય પૂર્વે પાર્યો.
દિવસે ઊંધ્યા.
પૌષધમાં કાજો-દેવવંદન-પોરિસી-ચૈત્યવંદન-પડિલેહણ આદિ ક્રિયાઓ બરાબર કરી નહિ.
સ્વાધ્યાય કર્યો નહિ.
સચિત્તાદિની વિરાધના કરી.
વાડામાં ઠલ્લે ગયા.
ન ૧૮૬
Page #194
--------------------------------------------------------------------------
________________
• રાત્રે ઠલ્લે ગયા.
પરઠવતાં જયણા પાળી નહિ. પેસતાં-નીકળતાં નિહિ આવસ્યહિ કહેવામાં ઉપયોગ રાખ્યો નહિ. પરઠવતાં “અણુજાણહ જસુગ્ગહો વોસિરે વોસિરે” કીધું નહિ. સ્ત્રીનો સંઘટ્ટો થયો. પચ્ચકખાણ પારવાનું રહી ગયું. પારણાની ચિંતા કરી. દેરાસર જવાનું રહી ગયું. ગુરુવંદનાદિ રહી ગયું.
ચતુર્થ શિક્ષાવ્રતસંબંધી અતિથિસંવિભાગ વ્રતનો ભંગ કર્યો. અશુદ્ધ આહાર વહોરાવ્યો. આદર-બહુમાનથી રહિત પણે વહોરાવ્યું. દાતાની નિંદા કરી.
સંલેષણાદિસંબંધી પાક્ષિકાદિસંબંધી ઉપવાસાદિ તપ કર્યો નહિ. પચ્ચકખાણનો ભંગ થયો, પારવાનું ભૂલી ગયા.
અભિગ્રહ ભાંગ્યા. નિયાણું કર્યું. આલોક-પરલોકનાં સુખ ઇચ્છયાં. એકાશનાદિમાં ઊઠતા પચ્ચખાણ કર્યું નહિ. વાચનાદાતાનો વિનય ન કર્યો, અવિનય કર્યો. તપની નિંદા કરી. પ્રતિક્રમણમાં ઊંઘ આવી. બેઠાં પ્રતિક્રમણ કર્યું. વાંદણાદિ અવિધિપૂર્વક દીધાં. છતી શક્તિએ દાનાદિ ધર્મ કર્યો નહિ. તપ-વિનય-વૈયાવચ્ચ આદિ ધર્મકાર્યોમાં પ્રમાદ-અવિધિ કરી. આત્મહત્યાના વિચારો આવ્યા...ઇત્યાદિ.
Page #195
--------------------------------------------------------------------------
________________
'સંયમ અભિલાષા
આ પ્રાણમય શંશા છોડી,
શ્રમણ હું ક્યારું છું ! ડગલે અને પગલે સતત હિંસા મને કરવી પડે, તે ધન્ય છે જેને અહિંસાપૂર્ણ જીવન સાંપડે; ક્યારે થશે કરૂણાઝરણથી આÁ અંતર આંગણે, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧ ક્યારેક ભય ક્યારેક લાલચ ચિત્તને એવાં નડે, સંસારના વ્યવહારમાં જૂઠું તરત કહેવું પડે ; છે સત્યમહાવ્રતધર શ્રમણનું જીવનઘર રળિયામણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૨ જે માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહીં, વંદન હજારો વાર હો તે શ્રમણને પળપળ મહીં; હું તો અદત્તાદાન માટે ગામપરગામે ભમ્, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું જ્યારે બનું ! ૩ જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાય ના, મુજ આયખું આખું વીત્યું તે ઇન્દ્રિયોના નાચમાં; લાગે હવે શ્રીસ્થૂલભદ્રતણું સ્મરણ સોહામણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૪ નવવિધ પરિગ્રહ જિંદગીભર હું જમા કરતો રહ્યો, ધનલાલસામાં સર્વભક્ષી મરણને ભૂલી ગયો; મૂર્છારહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૫ અબજો વરસની સાધનાનો ક્ષય કરે જે ક્ષણમહીં, જે નરકનો અનુભવ કરાવે સ્વ-પરને અહીંને અહીં;
Page #196
--------------------------------------------------------------------------
________________
તે ક્રોધથી બની મુક્ત સમતાયુક્ત હું ક્યારે બનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૬ જિનધર્મતરુના મૂલ જેવા વિનયગુણને જે હણે, જે ભલભલા ઊંચે ચડેલાને ય તરણા સમ ગણે; તે દુષ્ટ માનસુભટની સામે બળ બને મુજ વામણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૭ શ્રી મલ્લિનાથ જિનેન્દ્રને જેણો બનાવ્યા સ્ત્રી અને, સંકલેશની જાલિમ અગનમાં જે ધખાવે જગતને; તે દંભ છોડી સરળતાને પામવા હું થનગનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૮ જેનું મહાસામ્રાજય એકેન્દ્રિય સુધી વિલસી રહ્યું, જેને બની પરવશ જગત આ દુ:ખમાં કણસી રહ્યું; જે પાપનો છે બાપ તે ધનલોભ મેં પોષ્યો ઘણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૯ તન-ધન-સ્વજન-જીવન ઉપર મેં ખૂબ રાખ્યો રાગ પણ, તે રાગથી કરવું પડયું મારે ઘણા ભવમાં ભ્રમણ; મારે હવે કરવું હૃદયમાં સ્થાન શાસનરાગનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૦ મેં દ્વેષ રાખ્યો દુ:ખ ઉપર તો સુખ મને છોડી ગયું, સુખદુ:ખ પર સમભાવ રાખ્યો, તો હૃદયને સુખ થયું; સમજાય છે મુજને હવે છે દ્વેષ કારણ દુ:ખનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૧ જે સ્વજન-તન-ધન ઉપરની મમતા તજી સમતા ધરે, બસ, બારમો હોય ચન્દ્રમાં તેને કલહ સાથે ખરે; જિનવચનથી મઘમઘ થજો મુજ આત્મના અણુએ અણુ, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૨
Page #197
--------------------------------------------------------------------------
________________
જો પૂર્વભવમાં એક જૂઠું આળ આપ્યું શ્રમણને, સીતા સમી ઉત્તમસતીને રખડપટ્ટી થઇ વને; ઇર્ષા તજું બનું વિશ્વવત્સલ એક વાંછિત મનતણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૩ મારી કરે કોઇ ચાડીચૂગલી એ મને ન ગમે જરી, તેથી જ મેં આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ કરી; ભવોભવ મને નડજો કદી ના પાપ આ પશુન્યનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૪ ક્ષણમાં રતિ ક્ષણમાં અરતિ આ છે સ્વભાવ અનાદિનો, દુ:ખમાં રતિ સુખમાં અરતિ લાવી બનું સમતાભીનો; સંપૂર્ણ રતિ બસ મોક્ષમાં હું સ્થાપવાને રણઝણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૫ અત્યંત નિન્દાપાત્ર જે આ લોકમાં ય ગણાય છે, તે પાપ નિન્દા નામનું તજનાર બહુ વખણાય છે; તજું કામ નક્કામું હવે આ પારકી પંચાતનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૬ માયામૃષાવાદ ભરેલી છે પ્રભુ ! મુજ જિંદગી, તે છોડવાનું બળ મને દે, હું કરું તુજ બંદગી; બનું “સાચદિલ' આ એક મારું સ્વપ્ન છે આજીવનનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૭ સહુ પાપનું, સહુ કર્મનું, સહુ દુ:ખનું જે મૂલ છે, મિથ્યાત્વ ભૂંડું ફૂલ છે, સમ્યકત્વ રૂડું ફૂલ છે; નિષ્પાપ બનવા હે પ્રભુજી ! શરણ ચાહું આપનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૮
જ્યાં પાપ જ્યારે એક પણ તજવું અતિ મુશ્કેલ છે, તે ધન્ય છે, જેઓ અઢારે પાપથી વિરમેલ છે ! ક્યાં પાપમય મુજ જિંદગી, ક્યાં પાપશૂન્ય મુનિજીવન ! જો તુમ સમું પ્રભુ ! “હીર” આપો તો કરું મુક્તિ ગમન ! ૧૯
Page #198
--------------------------------------------------------------------------
________________ RAJUL 2514 9863, 2511 0056