SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્કારો નહીં. મહાપુરુષોની વાતનો ઇન્કાર કરશો તો મનાવી શકશો નહીં. મંત્રીજી કહે તમારી વાત સાચી છે. પરંતુ ગુરૂદેવને પૂછ્યું ? રાજા કહે છે ના. મંત્રી કહે છે આપ આજ્ઞા આપો તો પૂછી આવું. કુમારપાળ કહે છે ભલે. મંત્રી જાય છે. કુમારપાળના વિચારો જણાવે છે. ગુરૂદેવ પાણી અને કોઇ એક પદાર્થ મંત્રિત કરી આપે છે. મંત્રીને કહે છે આ પાણી રાજાના શરીર ઉપર છાંટી દેજો. મંત્રી રાજા પાસે આવી કહ્યા પ્રમાણે ઉપચાર કરે છે. શરીર પૂર્વવત થઇ જાય છે. સવારના ગુરૂદેવ પાસે આવે છે ત્યાં કોઇક સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાય છે. ગુરુદેવને પૂછે છે કોણ છે ? ગુરુદેવ કહે છે જા જોઇ આવ. કુમારપાળ જઇને જુએ છે તો એ જ કંટકેશ્વરી દેવી હતી. એ રાજાને કહે છે બચાવો. રાજા ગુરુદેવને કહે છે મુક્ત કરી દો. ગુરુદેવ કહે છે તારે કાંઇ કહેવું હોય તો કહી દે. કુમારપાળ રાજા કહે છે કે હે દેવી ! હું અહિંસાનું પાલન કરાવું એમાં તમારે સાથ આપવાનો એવું તમે મને વચન આપો. કંટકેશ્વરીએ કહ્યું “તથાસ્તુ' કુમારપાળની આ પરીક્ષા હતી. શ્રદ્ધા હતી તો ટકી શક્યા. સમ્યકદષ્ટિ જીવોના જીવનમાં ખાનાખરાબીના ખેલ આવી જાય પણ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા ચલિત ન થાય. આપણી શ્રદ્ધા કેવી ? ચંચળ શ્રદ્ધામાં પણ સ્થિરતા આવે તો ફળ્યા વગર ન રહે. શ્રેણિક મહારાજા પાસે ચારિત્ર ન હતું પણ સમકિત પાવરફુલ હતું. અનાથિમુનિ સાથેના સત્સંગમાં જે પ્રાપ્ત થયું અને મહાવીર પ્રત્યેની અવિહડ પ્રીતિમાં એ સમકિતને ઝગારા મારતું કરી દીધું. શ્રેણિકની ચિતામાંથી પણ વીર વીરનો નાદ સંભળાતો હતો. પેલા બ્રહ્મદત્ત ચક્રવર્તિ નરકમાં છે. અત્યારે પણ નરકમાં દુખ પડે તો શું બોલે ? હા કુર્મા... હા કુર્મા... કહીને પોકાર કરે છે. કર્માવતી નામની પોતાની પત્ની પર રાગ હતો. જેના અસ્થિમજ્જામાં અરિહંત વસી ગયા છે તેના મુખમાંથી ગમે તેવી સુખની કે દુ:ખની પરિસ્થિતિમાં અરિહંત શબ્દ નીકળશે. જે ગમે એમાં જ મન રમે. એક મહાત્મા કાળધર્મ પામ્યા. ત્યારે એમની ઉપાધિમાંથી ડાયરીઓ નીકળી. એ ડાયરીઓમાં ૩ કરોડ અરિહંતના જાપ લખેલા હતા. ઘણીવાર ચડતીના નિમિત્તોમાં ઉત્થાન થતું નથી ત્યારે પતન નિમિત્તોમાં પણ ઉત્થાન થઇ જાય છે. શ્રેણિક મહારાજા રાજમાર્ગથી પસાર થતા હતા ત્યારે એક સાધ્વીજી જુએ છે. વંદના કરે છે. પણ નજર નીચી થઇ ગઇ. સાધ્વીના શરીરની પરિસ્થિતિ જોતાં દુઃખ લાગે છે. તમે તો વેશને લજવો છો. એવા ૨-૪ કડવા વેણ આપણે કહી દઇએ. શ્રેણિક કશું જ બોલ્યા. કોઇને કહેતા નથી. શ્રેણિક મહારાજા સાધ્વીજીનું તમામ કાર્ય પોતાના હાથે કરે છે. પરમાત્માના શાસન પ્રત્યે દઢ વિશ્વાસ પેદા થઇ જાય અને જગતના તમામ જીવો સાથે સદ્ભાવ આવે. જીવનમાં સમભાવ અંતે પરલોકમાં સદ્ગતિ. જીવો સાથે સભાવ નથી ત્યાં અકળામણ અને અથડામણ થાય છે. જીવનમાં મૈત્રીન આવે તો સમ્યક્ત આવવાની કોઇ શક્યતા નથી. સમ્યક્તરૂપી સૂરજનો
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy