SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ આપણા જીવનમાં થવો જરૂરી છે. ચારિત્રભષ્ટ, જ્ઞાનભ્રષ્ટ, તપભ્રષ્ટ આત્માઓ હજી તરી જાય પણ દર્શનથી ભ્રષ્ટ આત્માઓ ક્યારેય નિર્વાણ ન પામે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ચારે ગતિમાં થઇ શકે છે. પણ એનું ફળ મનુષ્યગતિ સિવાય બીજે ક્યાંય મળતું નથી. એટલે જ મનુષ્ય જન્મની મહત્તા છે. સમકિતિ આત્માનો નાદ હોય છે. “જે જિનભક્ત થાય તે જગથી નવિ થાય.” દઢ વિશ્વાસથી એ આત્માઓ જીવે છે. સમકિતિ આત્મા શિખર જેવો હોય. ધજાની જેમ આમ-તેમ ફર્યા કરનારો ન હોય.સમકિત વિનાની બધી ક્રિયા એકડા વિનાના મીંડા જેવી છે. સમકિતની સહેજ પણ પ્રાપ્તિ આવી જાય તો સંસાર પરિમિત થયા વગર ન રહે. આજથી પ્રભુને ગદ્ગદ્ હૈયે પ્રાર્થજો, હે પ્રભુ! તારૂં શાસન પામ્યો. શાશ્વત સિદ્ધક્ષેત્ર પણ મળ્યું. હવે મારે સમ્યકત્વ મેળવવું છે. વ્રતધારી શ્રાવક બની શકું. પરમાત્માની સાથે વધુને વધુ પરિચય કરો. પરિચયથી પ્રેમ પ્રગટશે અને પ્રેમથી શ્રદ્ધા પ્રગટશે. જ્યાં શ્રધ્ધા આવી એટલે સમર્પણ આવશે. એ પ્રક્રિયા દ્વારા સમકિત ઝળહળશે. સુખ-દુઃખના નિવેદનો પ્રભુને જ કરો. સમ્યગ્દર્શનની વૃદ્ધિ માટે દ્રવ્યભક્તિ પણ અભૂત છે. ‘અરિહંત મારા પરમાત્મા, સુસાધુ મારા ગુરુ અને સર્વશભાષિત તત્ત્વો, તે મારો ધર્મ આવી શ્રદ્ધા તે સમ્યગ્દર્શનની પ્રાથમિક ભૂમિકા છે. ભલે, આ ત્રણે તત્ત્વોનું સ્વરૂપ ન જાણતા હોય, છતાં શ્રદ્ધા થઇ શકે. આવી શ્રદ્ધાનું મહત્ત્વ પણ ઘણું હોય છે. આવો શ્રદ્ધાભાવ આત્માનું ઉત્થાન કરતો હોય છે. આવું સમ્યગ્દર્શન કેટલાક જીવોને જન્મથી જ હોય. તેમને સહજભાવે દેવ ગુરુ ધર્મ ગમે અને શ્રદ્ધા થાય. કેટલાક જીવો એવા હોય કે સરનો સંપર્ક થાય, પરિચય થાય, શ્રદ્ધાવાન સાધર્મિકોનો પરિચય થાય અને સમ્યગ્દર્શન પ્રગટ થાય. કેટલાક આત્માઓને જાતિસ્મરણ જ્ઞાનથી શ્રદ્ધાભાવ પ્રગટે. કોઇ વખતે પૂર્વજન્મ યાદ આવી જાય, પૂર્વજન્મમાં આરાધેલા પરમાત્માની, સદ્ગુરુની અને ધર્મની સ્મૃતિ થઇ આવે ! અને આ જન્મમાં જીવાત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થઇ જાય. આ સમ્યગ્દર્શનની જુદી જુદી અપેક્ષાઓથી ઘણા પ્રકારો છે. તે સમજવા માટે તો વ્યવસ્થિત અધ્યયન કરવું પડે. આવું સમ્યગ્દર્શન આપણામાં પ્રગટ્યું છે કે કેમ, તેનો તમે સ્વયં નિર્ણય કરી શકો છો ! તે માટે પાંચ લક્ષણ બતાવવામાં આવ્યા છે. હા, કોઇ અવધિજ્ઞાની મહામુનિ કે કેવળજ્ઞાની તો સ્પષ્ટ રીતે કહી શકે કે તમારામાં સમકિતગુણ પ્રગટ્યો છે કે નહીં ? - પાંચ લક્ષણો છે.
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy