________________
જરા પણ હાયકારો દુઃખ રહેતા નથી, બલ્ક ગૌરવ અભિમાન થાય છે, જેથી દુર્ગતિ, અશાતા, નીચગોત્ર, દીર્ભાગ્ય ને ગાઢ મોહજનક કર્મો બંધાય છે. ૧૧) ધન સાધનોની પરાધીનતા વધતી જાય, એ સુંવાળી ગુલામીમાં ગૌરવ લાગે, પછી જરા પણ પરિસ્થિતિ બદલાય, ત્યારે સહેવાનું સત્ત્વ ન રહેવાથી હોય એના કરતાં હજારગણુ દુ:ખ અનુભવે. ૧૨) પરિગ્રહના જોરપર દરેક ભ્રષ્ટાચારી હોવા છતાં માન સન્માન મેળવે. તેથી બીજાઓને પણ ભ્રષ્ટાચારઆદિના ખોટા માર્ગે જવાની પ્રેરણા મળે. આમ અધર્મના નવા નવા માર્ગો ખોલવાદ્વારા અધમાધમની પ્રવૃત્તિઓ આચરે. ૧૩) સદ્ગતિઓની પરંપરા અને અંતે પરમગતિમાટે આરાધના કરી લેવાની બધી સામગ્રીઓ સાથે મળેલા માનવભવને અનંતકાળ દુઃખમય બનાવી દે, એવા અને તદ્દન અનુપયોગી એવા ધનવગેરે તુચ્છમાટે વેડફી નાંખે છે. ૧૪) સ્વજન આપ્તજનને પણ દુશમન બનાવી દે છે. વેરની પરંપરા ઊભી કરે છે. ૧૫) અનીતિ-ઓછા વેતને વધુ કામ કરાવી લેવાની વૃત્તિના કારણે આ ભવમાં નોકરાદિને ત્રાસ આપે છે, ને પોતાના માટે પરભવમાં બળદ દાસ ગુલામીના ભવો બુક કરાવે છે. ઇત્યાદિ અનેક દોષનો ભાગી થાય છે.
તેથી જ કહેવાય છે કે પૂર્ણ થયેલી ઇચ્છા બીજી નવી ઇચ્છાની મા બને છે. એક ઇચ્યા પૂર્ણ થતાં જ બીજી ઇચ્છા તૈયાર થઇ જાય છે. અને અહીં જગતનું આશ્ચર્ય એ છે કે મા કરતા દીકરી મોટી. પૂરી થયેલી ઇચ્છા જે નવી ઇચ્છાને જન્મ આપે છે, તે પૂરી થયેલી ઈચ્છા કરતાં મોટી હોવાની.
ધનની લાલસાને લીધે સંતોષ નથી થતો. લોભ વધતો જાય અને લોભને લીધે જીવ માયા કપટનો આશરો લે છે. કપટ કરીને મેળવેલા ધનમાં આનંદ તથા અભિમાન વધુ થાય છે. અહંકાર આવે પછી ક્રોધ આવે જ. અપમાનને લીધે ક્રોધની જ્વાળા ભભૂકી ઊઠે છે. આમ પરિગ્રહ ચારે કષાયનો બાપ છે.
જીવનમાં કાયાને કારણે જેટલાં પાપો થાય છે તેના કરતાં વધુ પાપો તો મનને કારણે થાય છે.
આ સનાતન સત્ય જેટલું વહેલું સમજાશે તેટલું વહેલું આત્મકલ્યાણ શક્ય બનશે. સુખની સામગ્રીઓના ખડકલાઓ પાછળની આપણી આંધળી દોટ નિશ્ચિત સ્થગિત થઇ જશે...
એક વખતના જગત વિજેતા ગણાતા માંધાતાઓ પણ આ દુનિયામાંથી વિદાય લેતી વખતે કેવા દીન હીન થઇને ગયા છે તે નજર સામે લાવજો..
પોતાની વિદેશનીતિ જાહેર કરીને આખી દુનિયાને ધ્રુજાવતો અમેરિકાનો