________________
રાજાએ ચોરને બોલાવી બધી વાત વિશે પૂછ્યું. ચોરે બધું સંભળાવ્યા. પછી જણાવ્યું - મેં મારા નાક કાન પહેલા કપાવ્યા ને પછી ધન લીધું છે. માટે જો શેઠ મારાં નાક કાન પાછા આપી દે, તો હું બધું ધન પાછું આપી દઉં. રાજાએ શેઠને તે પાછા દેવાની વાત કરી, પરંતુ લાવવા ક્યાંથી ? રાજાએ નિર્ણય જણાવ્યો, “જ્યાં સુધી ચોરનાં કાન નાક પાછા ન મળે ત્યાં સુધી બધું ધન ચોર પાસે જ રહેશે. આ સાંભળી લક્ષ્મીદાસનું હાર્ટફેઇલ થયું. રૌદ્રધ્યાનમાં મરી નરકે ગયો.
ધનની મૂચ્છ, આસક્તિ, તૃષ્ણાની આ કથા છે, એ પણ સમજી લો કે ધનની પાછળ પાગલ થનાર મડદા સમાન છે, કારણ કે કોમળ ભાવનાથી ધબકતું હૃદય રહેતું નથી. ખુશામતખોર અને ચુગલીખોર બંને સારીનરસી ઊંઘી ચત્તી વાતો કરી બહેકાવવાવગેરે દ્વારા તેના કાન પોતાના કબજે લેવારૂપે બંને કાન કાપી નાખે છે, જેથી એ ધનલોભી આગળ ગુરુની હિતકારી વાણી અને દીનહીનની દયાની અરજ વ્યર્થ જાય છે. ધન મેળવવા માટે ઇજ્જતરૂપી નાકને કપાવવું પડે છે. પછી આડંબરરૂપી નવું નાક લગાડવું પડે છે. તેથી જ કહ્યું છે ને કે પહેલા ધન મેળવવા નાક કપાવનારો પછી નાક ખાતર ધન ખર્ચે છે. એવા અનેક દૃષ્ટાંત છે કે જે આપણને પરિગ્રહ મૂર્છાનું ફળ બતાવે છે.
પરિગ્રહ પાછળ પાગલ થનાર (૧) વારંવાર હિંસાવગેરેના રૌદ્રધ્યાનમાં રહે છે. ૨) બીજાને ખંખેરીને, લાગ આવે તો મારી નાંખીને પણ મેળવી લેવાની ક્રૂર લેશ્યાઓમાં રમે છે. ૩) સંતોષના સુખથી અને ત્યાગના આનંદથી વંચિત રહે છે. ૪) ચિંતા, ટેન્શન, અરતિના ચકડોળમાં ચકરાયા કરે છે. ૫) એક પણ ધર્મક્રિયા કરવાનું મન થતું નથી, ને કરે તો એમાં ચિત્ત ચોંટતું નથી. ૬) દરેક શુભ, સુંદર ધર્મક્રિયા કે સુકૃત કરે, તો પણ પછી એના બદલામાં સંપત્તિ વગેરે મેળવી લેવાની ઇચ્છા થઈ જાય છે. ૭) દર વખતે પૂર્વે કરતાં વધુ મળે, એવી કામનાથી પોતે જ પોતાની પાસે ગદ્ધાવૈતરું કરાવે છે. ને એમાં નિચોવાઇ જાય છે. ૮) પોતે મનથી માની લીધેલાં પોતાના સ્ટેટ્સ, પોઝીશન મૂડીને સલામત રાખવા ને વધારતા રહેવાના લોભમાં નવી નવી જંજાળો શેરબજારવગેરેના ધુતારાઓની જાળ, બીજાના કમાણીના (માત્ર કાગળ પર) વધી ગયેલા દેખાતા આંકડાઓમાં પોતે રહી ગયાના અફસોસની જાળમાં એવો ફસાઇ જાય છે, કે પછી આત્મચિંતા માટે મળેલા ભવમાં ધનચિંતા કરી કરીને જીવન પુરું કરે છે, અથવા આત્મહત્યા પણ કરી લે છે. ૯) પોતાની જરૂરિયાત કરતાં વધારાનું કે જે પોતાને માટે વ્યર્થ બીનોત્પાદક નકામું છે, એનો સંઘરો કરવામાં એ બીજી જરૂરિયાતવાળાને ન મળવારૂપે અંતરાયમાં નિમિત્ત બને.તેથી ભવિષ્યમાં પોતાને પણ અંતરાયો ઊભા થાય. વળી ૧૦) જીવોને આરંભ સમારંભ, ઘાત, થાય તેવા ઉદ્યોગ ધંધાઓમાં પણ