________________
વિદેશપ્રધાન ડલેશ કેન્સરનો ભોગ થઇ પડ્યો.મારું કેન્સર મટાડશે તેને લાખ ડોલરનું ઇનામ આપીશ. તેવી જાહેરાતો કરવા છતાં તેનું કેન્સર થયું નહિ. અને રોતો રોતો આ દુનિયામાંથી વિદાય થયો..
આ શું બતાવે છે? એ જ કે સુખ સામગ્રીમાં નથી.પરંતુ સંતોષમાં છે. માટે ભૂલા ન પડશો...
વિચિત્રતા તો એ છે કે આપણે દુઃખની ફરિયાદો પુષ્કળ કરીએ છીએ...પરંતુ દુઃખનાં કારણોને છોડવા આપણે જરાય તૈયાર નથી...
પેલા બે ભિખારીઓ બપોરના ટાઇમમાં ભેગા થઇ ગયા.. એક ભિખારીએ બીજા ભિખારીને કહ્યું.
કિતની બદતર અપની ભિખારીકી જિંદગી હે ! કહાં ભી જાઓ શાંતિ સે કોઇ બેઠને નહીં દેતા !
રાતકો ફૂટપાથ પર સોને જાઓ તો પુલિસ સોને નહીં દેતા, કિસી કે પાસ હાથ લંબાઓ તો સબ લોગ સલાહ દેને લગતે હૈ કિ “અચ્છા શરીર હૈ તો કામ કરને મેં કયો દિક્કત પડતી હે ?' બસમેં ચઢો તો કંડક્ટર ઘુસને હી નહીં દેતા. ટ્રેનમેં બિન ટિકિટ મુસાફરી કરને મેં ભી કોઇ કમ હેરાનગતિ નહીં..કોઇ આદમી કભી કુછ દેતા ભી હૈ તો ભી ૧/૧૦ પૈસેસે જ્યાદા નહીં દેતા. મેહંગાઇ ઇતની જ્યાદા હૈ કિ દસ પૈસામેં તો મરને કે લિયે જહર ભી નહીં મિલતા. ક્યા કરના, કુછ સમજ મેં નહીં આતા.
છોડ દે યહ ભીખ માંગને કા ધંધા ”
ક્યાં તુ મુજે મૂરખ સમજતા હૈ ?' ધંધા તો યહી કરુંગા. આજ નહીં તો કલ સફલતા જરૂર મિલ જાયેગી.”
આપણી હાલત પણ આ ભિખારી જેવી જ છે. સફળતા નામની ય મળતી નથી અને બીજી બાજુ આશાઓ જરા ય તૂટતી નથી..!
જરાક સાવધ બનીને..પરિગ્રહના ટેર ઉપર જ ઉભા થતા તીવ્ર આરંભ સમારંભમાં પાપોને નજર સામે લાવીએ..“પરિગ્રહમાત્ર એ અનર્થદાયી છે.” આ ભાવના આત્મસાત્ કરીએ “ક્યારે સર્વથા પરિગ્રહરહિત થાઉં એ લક્ષ્યને સતતુ નજર સામે રાખીએ..
આ બધું બનશે તો જ મકાન, જમીન, વાડી, પશુ, વાહન, યંત્રો, દાગીના, સોનું, ચાંદી, ઝવેરાત અન્ય માલમિલકત વગેરેનું પરિમાણ નક્કી કરવાનું મન થશે...જરૂરિયાતથી આગળ ન વધવાની વૃત્તિ પેદા થશે. અને પેદા થયેલી એ વૃત્તિ જ જીવનમાં શાંતિ..સ્વસ્થતા. ચિત્તપ્રસન્નતા વગેરેને સ્થિર કરી દેશે.