SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નવ પ્રકારના પરિગ્રહો (પદાર્થો) નીચે મુજબ છે. ૧) ક્ષેત્ર - સેતુ, કેતુ, સેતુકેતુ દ્વારા અનાજ ઉત્પન્ન થાય તેવી ભૂમિ, જમીન, બગીચા વાડી વગેરે. ૨) વાસ્તુ - ઘર, મકાન, બંગલો, બ્લોક, રૂમ વિગેરે.. ૩) હિરણ્ય - દાગીના અલંકાર, ઘડેલું સોનું ૪) સુવર્ણ - નહીં ઘડેલું સોનું (લગડી, પાટ, બિસ્કીટ) ૫) ધન - ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય એમ ચાર પ્રકારે વજન કરાતું વ્યવહારમાં વપરાતું દ્રવ્ય. ૬) ધાન્ય - ઘઉં, ચોખા વિગેરે.... ૭) કુષ્ય - તાંબુ આદિના વાસણો, ઘરવખરી. ૮) દ્વિપદ - દાસ દાસી, નોકર, વાણોતર વિગેરે ૯) ચતુષ્પદ - હાથી, ઘોડા, ગાય કુતરા, બિલાડા, પોપટ પક્ષી વિગેરે આ નવ પ્રકારના મર્યાદાથી વધુ પરિગ્રહ ભેગા કરવાથી ઘણા જીવો દુઃખી થયા છે. તેમાના કેટલાક... ક્ષેત્ર - બ્રહ્મદત્ત ચક્રી. બીજા છ ખંડ જીતવા નીકળ્યા, નરકે થયા. વાસ્તુ - નાગદત. મહેલ બનાવ્યો પણ ભોગવી ન શક્યા. હિરણ્ય - મમ્મણ શેઠ. કોણિક દુર્ગતિ પામ્યા. સુવર્ણ - ઉંદરે પૂર્વ ભવ સંગ્રહેલી સુવર્ણ મુદ્રા કાઢી પણ કુમારપાળે લીધી તો માથું પછાડી મરી ગયો. ધન - દેવ દેવસમા બ્રહ્મણ ધન માટે બંને મૃત્યુ પામ્યા. ધાન્ય - સોનીએ મેતારજ ઋષીને દાન આપ્યું પણ પાછું માંગવા જતા કર્મ બંધાયું. કપિલા દાસીએ આપ્યું પણ મન વિનાનું હોવાથી પુણ્ય ન બંધાયું. કુષ્ય - કપિલે રાજાની પાસે ઘર ચલાવવા એક માસાના સ્થાને રાજ્યનો અડધો ભાગ માંગવા તૈયારી કરી. દ્રિક - કુમારનંદીને ૫૦૦ પત્નીથી સંતોષ ન થયો. હાસા પ્રહાસા માટે અગ્નિકુંડમાં બલિદાન કર્યું. ચતુષ્પદ - કોણિકે હાથીનું અપહરણ કરી યુદ્ધ ખેલ્યું.
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy