________________
ધરાકને એક જ ભાવ કહ્યો હોય તો તમારે કાંઇ યાદ રાખવું ન પડે ! તમે સીધેસીધું કહી શકો કે આટલા રૂપિયે મીટર છે ! સત્ય બોલનારની યાદશક્તિ ઓછી હોય તો ચાલે પરંતુ જૂઠ બોલનારની યાદશક્તિ તો મજબૂત જ હોવી જોઇએ ! કેટલી વિચિત્રતા છે ?
જૂઠ બોલવું આટલું કઠિન હોવા છતાં જૂઠ આટલું બધું વ્યાપક કેમ બની ગયું છે તે વિચારણીય છે..પૂર્વના કાળમાં રાજા મહારાજાઓને નાની ઉંમરથી જ તેમના ભોજનમાં થોડી થોડી માત્રામાં ઝેર અપાતું હતું...ક્રમસર ઝેરની માત્રા વધારતા...આની પાછળ કારણ એ હતું કે કોઇ દુશ્મન વ્યક્તિ રાજાના ભોજનમાં કદાચ ઝેર મેળવો દે તો ય એ ઝે૨ રાજાને મારે નહિ....એટલે ધીમે ધીમે ખવાતું ઝેર જેમ પચી જાય છે, તેમ ધીમે ધીમે પણ સતત બોલાતું જુઠ ઘણાયને પચી ગયું છે...
સાંભળ્યું છે કે વરસો પહેલાં અમેરિકામાં અબ્રાહમ લિંકનની જયંતિ ઉજવાતી હતી..તેની ઉજવણી એક વરસ સુધી ચાલવાની હતી...તેમાં જે માણસ લિંકનનું પાત્ર ભજવવાનો હતો તેને, એક વરસની મુદત પૂરી થઇ ગયા પછી પણ ભ્રમ જ થઇ ગયો કે.‘હું’ લિંકન જ છું...’ બધી ય જગ્યાએ તે ‘લિંકન' ની જેમ જ વર્તે..લોકોએ બહુ સમજાવ્યો તો ય સમજ્યો નહિ...વાત વધતી ગઇ... જતે દહાડે લોકો તરફથી હેરાનગતિ વધતી ગઇ...ક્યાંક ગાળો ખાવી પડતી તો ક્યાંક લાતો ખાવી પડતી....આ અરસામાં કોઇએ કોર્ટમાં કેસ દાખલ કર્યો કે ‘આ લિંકન નથી અને પોતાની જાતને લિંકન તરીકે ઓળખાવે છે.’ આ માણસ કોર્ટમાં હાજર થયો... રોજની હેરાનગતિથી ત્રાસી ગયેલો...તેણે નિર્ણય કર્યો કે ‘હું કોર્ટમાં કહી દઇશ કે હું લિંકન નથી...’ એ કોર્ટમાં લાઇ ડીટેકટર મશીન હતું કે જે મશીન ૫૨ આરોપીને ઉભો રાખી જુબાની લેવાતી... આરોપી જે જૂઠ્ઠું બોલે તો મશીનમાં ગોઠવાયેલ ગ્રાફ પર તરત આડી લીટી થઇ જતી... આ લિંકન ને ઉભો રાખ્યો..ઘણા પ્રશ્નો પૂછાયા પછી કોર્ટમાં જજે પૂછ્યું,‘તમે લિંકન છો ?’ પેલાએ જવાબ આપ્યો,‘ના’ તરત જ ગ્રાફમાં આડી લીટી થઇ ગઇ...મશીને બતાવ્યું કે માણસ જૂઠ્ઠું બોલે છે, હકીકતમાં તે લિંકન જ છે !
એક વરસ સુધી લિંકનમય થઇ ગયેલા આ માણસના મનમાં ઊંડે સુધી કેવા લિંકનપણાના સંસ્કાર બેસી ગયા હશે કે સત્ય બોલવા છતાં મશીને ‘અસત્ય બોલ્યો છે’ તેવું જાહે૨ કર્યું ! એક વરસ માટે પણ જૂઠને સત્ય તરીકે સ્વીકારી લે તો પછી જૂઠ, જૂઠ તરીકે ઓળખાય નહિ... તો પછી વરસોથી જૂઠ બોલવાનો જ સ્વભાવ બનાવી દીધો હોય તેને આ જૂઠ જૂઠ તરીકે દેખાય નહિ તેમાં શું આશ્ચર્ય છે ?
આપણે જૂઠા છીએ માટે આપણને જૂઠ ગમે છે...સરળ લાગે છે...લાભકારી લાગે છે...તેના વિના જીવાય જ નહિ તેવું લાગે છે...ઉપાદેય લાગે છે...અને તેના જ કા૨ણે સત્ય બોલનારો વેદીયો લાગે છે... સત્ય બોલીએ તો મરી જ જઇએ તેવું લાગે