SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૭ દીન દુઃખીયાને દાન દેવાનું આ વ્રતમાં આવે છે કે નહિ? ઉત્તર દીન દુઃખીને દાન દેવું એ અનુકંપા દાન છે. આ દાનની મનાઇ નથી પણ આ વ્રતમાં આવતું નથી પ્ર. ૮ અસુઝતા હોય ને સાધુ ગોચરીએથી પાછા જાય તો કયું કર્મ તમારું ઉદયમાં હતું? ઉત્તર અંતરાય, દાનાંતરાય. પ્ર. ૯ સંતોને, અતિથિને વહોરાવે તે કયું દાન કહેવાય? ગુખ, સુપાત્ર, ઉચિત, અનુકંપા, વગેરેમાંથી કયો પ્રકાર ? ઉત્તર સુપાત્રદાન પ્ર. ૧૦ દાન દેવામાં કેટલા પ્રકારની શુદ્ધિ જોઇએ ? ઉત્તર ત્રણ પ્રકારની દાતાની સામે પાત્રની તથા વસ્તુની શુદ્ધિ. પ્ર. ૧૧ દાન દઇ દંડાણ કોણ ? ઉત્તર નાગેશ્રી બ્રાહ્મણી.. પ્ર. ૧૨ સચિત્ત વસ્તુ અચિત્ત વજી ઉપર છે તે દેવાથી કયો અતિચાર લાગે ? ઉત્તર સચિત્તનિકMવણયાનો અતિચાર લાગે. પ્ર. ૧૩ સચિત્ત ફૂલ ફળાદિથી ઢાકેલા હોય અને તેવું વહોરાવે તો કયો અતિચાર લાગે ? ઉત્તર સચિત્તપિહરયાનો અતિચાર લાગે. પ્ર. ૧૪ ઘણાં દિવસ પહેલાંની બગડી ગયેલી વસ્તુ વહોરાવે અથવા ભિશાના સમયે દાનની ભાવના ન ભાવે તો કયો અતિચાર લાગે ? ઉત્તર “કાલાઇકમે'નો અતિચાર લાગે. પ્ર. ૧૫ મહારાજ (સંત) પધાર્યા છે. વહોરાવી દેજે આમ પોતે સૂઝતાં છતાં કહે તો કયો. અતિચાર લાગે ? ઉત્તર “પરોવએસે”નો અતિચાર લાગે. પ્ર. ૧૬ લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ને મોટું ધોવા જાય તો કયો અતિચાર લાગે? ઉત્તર પરોવએસેનો અતિચાર લાગે. સુપાત્રદાનનો અવસર મળ્યો ને છતાં વધાવી ન શકે.
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy