SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે ! એ જ્યારે ખણતો હોય નખ વડે કે કોઇ તીક્ષ્ણ છરી વડે ત્યારે એ સમયનો આનંદ કેવો અવર્ય લાગતો હોય છે ! શું હકીકતમાં આ આનંદ છે કે આનંદનો આભાસ માત્ર ! આનંદ મળી રહ્યાની જૂઠી ભ્રમણ માત્ર ! જો ખણવામાં સાચો આનંદ હોય તો પણ શાંત થયા પછી પણ આનંદની અનુભૂતિ ચાલુ જ રહેવી જોઇએ. પણ ઊલટ પશે. ખણ્યા પછી એ ભાગમાં બળતરાની તીવ્ર પીડા ઉપડે છે. ખુજલીનો દર્દી હાય. લ્હાય. પોકારી ઉઠે છે. એની વેદના અસહ્ય છે. વેદનાની એ અસહ્ય પીડા સામે, ખુજલી સમયની આનંદની કાલ્પનિક અનુભૂતિ અગ્નિ પાસે મૂકેલા બરફની જેમ ઓગળીને વિલીન થઇ જાય છે. - સાંસારિક સુખોની વાસનાની ખણજો બરાબર આવી જ છે પછી ભલે તે સુંદર સ્પર્શવાની.. હોય ! કામવાસના ભોગવવાની હોય !જીભેથી સુમધુર ભોજન આરોગવાની હોય ! નાકેથી સુગંધી સેંટ અત્તર સૂંઘવાની કે આંખેથી રૂપાળાં રૂપદર્શનની હોય ! કે પછી કર્ણપ્રિય સુમધુર ફિલ્મી-ગીતો સાંભળવાની હોય ! પાંચેય ઇન્દ્રિયોના સુંદર પદાર્થોને ભોગવવાની લાલસા તે “વાસના' છે. “વાસના' શબ્દનો આ વ્યાપક અર્થ બરોબર સમજી લેવા જેવો છે. “વાસના' નો અર્થ વર્તમાન સામાન્ય સમાજ -સ્પર્શેન્દ્રિયના વૈષયિક સુખને (sex) ભોગવવા રૂપ જ સમજે છે. પણ તે સ્થૂલ અર્થ છે. સૂક્ષ્મ અર્થ છે પાંચ ઇન્દ્રિયોના મનગમતા પદાર્થોને ભોગવવાની ઝંખના તે વાસના. અને વાસના એ પણ છે. જેને તમે જેમ જેમ ખણતા જશો, ભોગવતા જશો, માણતા જશો તેમ તેમ તે વધુ ને વધુ ભભૂકશે. ભડકશે. અને તેની આગ તીવ્ર ને તીવ્ર બનતી જશે. આગમાં ઇંધનને નાંખો તો આગ વધે કે ઘટે ? ચોક્કસ, વધે. ઇંધન નાંખો અને આગ ઘટે એ કદી શક્ય જ નથી. આગને ઠારવાનો એક જ ઉપાય છે પાણી. વાસનાની આગમાં તમે ભોગ ભોગવવા રૂપી ઇંધન (લાકડાં) નાંખે જ જશો તો તે આગ ભડકે જ બળવાની છે વાસનાની આગમાં ભોગના પેટ્રોલ નાંખવાનું કામ કદી ન કરશો. તેના ઉપર તો પાણી જ નંખાય... અને વાસનાની આગને બુઝાવનારું પાણી છે જિનેશ્વર પરમાત્માની ઉપાસના. ઉપાસનાના અનેક પ્રકાર છે ઃ (૧) જિનેશ્વર પ્રભુએ બતાવેલા સર્વવિરતિ ધર્મના સંપૂર્ણ આશા પાલનના સ્વીકાર રૂપ. (૨) સર્વવિરતિ ધર્મને જ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય માનીને, હૃદયથી સ્વીકારીને, તેના યથાશક્ય અલ્પ અંશના દેશવિરતિ ધર્મના પાલન રૂપ ૧૨ વ્રતો નો સ્વીકાર. (૩) એ સર્વવિરતિ અને દેશવિરતિના સન્માર્ગ સુધી પહોંચવા માટેના જરૂરી
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy