SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પણ..પણ... * અનાથતા નથી લાગી... જિનશાસન ન મળ્યાની કલ્પનામાં ! * અશરણતા નથી લાગી.. જિનશાસન મળવા છતાં તેને સફળ ન કરીને જીવનની પળોને આપણે સરિયામ વેડફી રહ્યા છે ત્યારે... * અસહાયતા નથી અનુભવાતી સદ્ગુરુદેવોનો સંગ મળવા છતાં જીવનનો કોઇ રંગ પલટાતો નથી ત્યારે.. * અકળામણ નથી અનુભવાતી.. નોટોનાં બંડલો ઉપર જ્યારે તમે આળોટો છો ત્યારે, કંઇ ભૂખ્યા દુખ્યા હજારો સાધર્મિકો અને લાખો દીન-દુઃખિતોની બિસ્માર હાલતનો કદી મનમાં વિચાર પણ નથી આવતો. જે સાંસારિક સુખોના રાગને જ્ઞાની તીર્થંકર પરમાત્માઓએ અનંત દુઃખોનું મૂળ અને દુર્ગતિઓનું દ્વાર કહ્યું, તેની જ પાછળ આપણે ભમ્યા-ભટક્યા અને હજી એ ભ્રમણ અને ભટકામણ ચાલુ જ છે. મનચાહાં સુખોને મેળવી લેવાને અણચાહાં દુઃખોને મિટાવી દેવા આપણે “બધું જ કરવા તૈયાર છીએ. હા... બધું જ. નીતિ-અનીતિ, ન્યાય કે અન્યાય, ધર્મ કે અધર્મ, પાપ કે પુણ્ય, વિશ્વાસઘાત કે લૂંટ, ચોરી કે જુગાર, ગમે તે રસ્તે, ગમે તે રીતે મેળવી લેવું સુખ.... મનગમતું ! અને ગમે તે રસ્તે ગમે તે રીતે કાઢી મૂકવું દુઃખ... અણગમતું ! આ જ છે આજના માનવનું એક માત્ર લક્ષ્ય ! “સુખ મેળવવા જેવું” અને “દુઃખ કાઢવા જેવું” એ બે મિત્રો મોહરાજે આજના માનવને એવા પાકા પઢાવી દીધા છે કે એનાથી ઊલટી વાત સાંભળવાયે એ તૈયાર નથી. આ કુસંસ્કારોના કાતિલ બંધને એવો બંધાણો છે આપણો આતમરામ ! કે હવે એને ભાઇ ! તું બંધાયેલો છે' એવું કહીને તેને જગાડનાર સદ્ગુરુમળે તોય તે માનવા ધરાર લાચાર છે. - જ્યાં બંધનથી હું બંધાયો છું ! સાંસારિક સુખોની કારમી રાગ-દશા અને દુઃખો પ્રત્યેની ક્રૂર દ્વેષબુદ્ધિ આ જ મહાબંધન છે એનું ભાન જ ન થાય ત્યાં સુધી એ બંધનોથી છૂટવાનું મન થાય જ શી રીતે ? અને જ્યાં સુધી એ બંધનોથી છૂટવાનું મન ન થાય ત્યાં સુધી એ બંધનોથી છૂટવાના ઉપાયોને પરમાત્મશાસન દ્વારા આપણી પાસે ઉપલબ્ધ હોવા છતાં પામવાનું આપણને સૂઝે પણ ક્યાંથી ? સુખોની વાસના એ એક એવી કારમી ખણજ છે એને તમે જેમ જેમ ખંજવાળો તેમ તેમ તેની ચળ વધુ ને વધુ તીવ્ર બનતી જાય.... ખંજવાળતાં આનંદની અનુભૂતિ નહિ, પણ “આભાસ' ઊભો થતો જાય. જેમ ખુજલીના દર્દીને ખણતી વખતે કેવી મઝા આવતી
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy