________________
પત્ની ખૂન કરાવી દે તેવી પનારે પડશે !...તમને નોકરી રાખવા કોઇ તૈયાર નહિ થાય !...તમારે તમારું જીવન ઝેર ખાઇને...ગળે ફાંસો ખાઇને...શરીર પર ઘાસતેલ છાંટીને...ગાડીના પાટા નીચે પડતું મૂકીને..ઊંઘવાની વધુ પડતી ગોળીઓ ખાઇને.... કે આવા જ કોઇ અખતરાઓ કરીને વહેલું પુરુ કરી દેવું પડશે !
પાપસલાહનાં ફ્ળ આવાં ગોઝારાં છે તો પાપનાં સાધનોનાં વેચાણો પણ આવાં જ ભયંકર પરિણામો લાવનારા છે ! અનેક નિમિત્તવાસી જીવોને આવા સાધનોનાં દાન કરવા દ્વારા પાપ ક૨વામાં સહાયક બનતા એ પણ ઓછા ગુનેગાર નથી !... સૌથી છેલ્લો અનર્થદંડનો પ્રકાર છે...પ્રમાદાચરણનો ! નિદ્રાં વિકથા વગેરે પ્રમાદનાં જીવનો એ મોતનાં જીવનો છે...કારણ કે શાસ્ત્રકારો કહે છે કે, પ્રમાદો હિ મૃત્યુઃ’ પ્રમાદ એ જ મોત છે !...
અર્થ અનર્થદંડની સમજ
ઇન્દ્રિય માટે, સ્વજનો માટે જે ક૨વામાં આવે તે સર્વ અર્થદંડ (સકારણ દંડ) છે. આનાથી વિપરીતે અનર્થકારી જે પ્રવૃત્તિ ક્રિયા તે અનર્થદંડ. તેના ચાર પ્રકા૨ નીચે મુજબ છે. (૧) પાપોપદેશ : પરોપદેશાય પાંડિત્ય ની જેમ ખેડૂત કે ભરવાડ આદિ જાતિવાળાઓને પાપના આરંભ સમારંભ કરવા માટે વગર પૂછી સલાહ, સૂચના, પ્રેરણા આપવી. (ઉદા. કષાયભિક્ષુ)
૨) હિંસક પ્રદાન : વિષ, અગ્નિ, શસ્ત્ર, વિગેરે હિંસક વસ્તુઓ બીજાંને આપવી. (ઉદા. ચોરપલ્લીનો ચોરો)
૩) અપધ્યાન આચરણ ઃ મને લક્ષ્મી મળો, વૈભવ વિલાસ મળો, વૈરીનું ખરાબ થાઓ. મરી જાઓ વિગેરે આર્તધ્યાન રૌદ્રધ્યાન કરવું. (ઉદા. સ્કંદકસૂરિએ બાળમુનિના નિમિત્તે આર્તધ્યાન કર્યું. મહાસેન પૂર્વભવે આપને મારવો જોઇએ. એવા અનર્થકારી વચન બોલ્યા)
(૪) ગુરુપ્રમાદ આચરણ : ગોળ, ઘી, તેલ વિ. બરાબર ઢાંક્યા સાચવ્યા નહિ. ચાર મહાવિગઇ વ્યસનોનું સેવન કર્યું. કષાયો વધાર્યા. વિ. અનર્થદંડ (આવશ્યક નથી તેવી પ્રવૃત્તિ) કર્યું. (ઉદા. ભેંસ ચરાવનાર શેખચલી. ગુણસેન અગ્નિશર્મા વિ.)
ઘણાં ભારે કર્મી આત્મા જ્યારે સંસારમાંથી નાસીપાસ થાય, દરેક સ્થળેથી જાકારો મળે ત્યારે અવિચાર્યું કરવા, આપઘાત આદિનો માર્ગ પસંદ કરવા અથવા ‘મરી જાઉં તો સારું’’ એવા કુવિચારો કરે છે. પણ આમ ઉતાવળે મરનારની ગતિ મતિ અશુભ હોવાથી જે સ્થળે જન્મ લેશે ત્યાં આથી વધુ આધિ, વ્યાધિ, ઉપાધિ આવશે. માટે અંત