________________
ભાઇને પસ્તાવાનો પાર ન રહ્યો...પણ કરે શું?
યાદ રાખજો...કર્મસત્તા નિષ્પક્ષ છે. તેનો ખુલ્લો સંદેશ છે કે તમારી અનુકૂળતા સાચવવા બીજા જીવોને અસમાધિ આપવાને બદલે તમે અગવડ વેઠીને પણ બીજા જીવોને સમાધિ જ આપવાનું રાખજો !.... બીજાને સમાધિ આપવાના તમારા પ્રયત્નો તમારી સમાધિને અકબંધ બનાવી દેશે !
અનર્થદંડનાં પાપોમાં સામાની સમાધિનો કોઇ વિચાર જ રહેતો નથી.આર્ત રૌદ્રધ્યાનમાં જેમ માત્ર પોતાની જ અનુકૂળતાનો વિચાર છે તેમ પાપોપદેશમાં પણ સામા જીવોના મોત સુધીના પરિણામની શક્યતાનો કોઇ વિચાર જ નથી.
ઋષભદેવ ભગવાનના જીવે પૂર્વના કો'ક ભવમાં ખાઇ જતાં બળદિયાઓને તેમ કરતાં અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં ખેડુતને માત્ર એટલી જ સલાહ આપેલી કે “મૂરખ ! બળદિયાને મોઢે કપડા જેવું કાં'ક બાંધી દે કે જેથી અનાજ ખાતા અટકી જાય !”..બસ, આટલી જ પાપ સલાહ આપવામાં કર્મ એવું બંધાયું કે ૪૦૦-૪૦૦ દિવસ સુધી આહારપાણી વિના વિચરવું પડ્યું....!
વિના કારણે પાપસલાહ આપનારાઓએ આ દૃષ્ટાંત ગંભીરતાથી વિચારવા જેવું છે..!.મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ?.. છંટાવી દો !
માંકડો હેરાન કરે છે ? .. મૂકી દો ! માથામાં જૂ વધી ગઇ છે...? ઉપયોગ કરતા જઓ ! ઉધઇ થઇ ગઇ છે ?...બોલાવી લો ! વાંદાઓ વધી ગયા છે ? મંગાવી લો ! અશક્તિ ખૂબ લાગે છે ?...ખાતા જાઓ ! કીડીઓનો ઉપદ્રવ થઇ ગયો છે ? છાંટી દો પાક બગડે છે ?..નાખી દો !
આવી ક્રૂરતાભવી સલાહ આપનારાઓને ખબર નથી કે તમારા આટલા જ શબ્દો કેટલા ય નિર્દોષ જીવોની અમૂલ્ય જિંદગી અકાળે સમાપ્ત કરી દેતા હશે !
સાવધાન ! લખલૂટ પુણ્યોદયે મળેલ જીભને કાબૂમાં રાખતા જાઓ. નહિતર તેનો દુરુપયોગ તમારા જન્મ જન્માંતરોના ભવને વિકરાળ બનાવી દેશે !..બોલવા જીભ નહિ મળે જોવા આંખ નહિ મળે...સાંભળવા કાન નહિ મળે...અકાળે રોગોના ભોગ બની જશો..દરિદ્રતાની ભૂતાવળ જીવનભર તમારો કેડો નહિ છોડે..ભીખ માગવા છતાં છતાં રોટલાના ટુકડાનાં ય ઠેકાણાં નહિ પડે..દીકરા ગળચી દાબી દે તેવો મળશે...