________________
હવે કમજોરોનું પણ સહન કરીએ.
અને તેની જ સાથે શક્તિ હોય તો કમજોરોને બચાવતા પણ જઇએ. કુદરતનો નિયમ છે કે અન્યને બચાવશો તો તમે બચશો. બીજાને સમાધિ આપશો. તો સમાધિ પામશો. શાતા આપશો તો શાતા પામશો.
સાધુ ભગવંતોનાં પાંચ મહાવ્રતોમાં પ્રથમ મહાવ્રત અહિંસાનું છે. શ્રાવકનો બાર વ્રતમાં પણ પહેલું વ્રત સ્થૂલપ્રાણાતિપાતવિરમણ વ્રત છે. કલિકાલસર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ યોગશાસ્ત્રમાં ‘અહિંસા’ ને સર્વજીવોની માતા તરીકે ઓળખાવે છે. આના પરથી સમજાશે કે જીવનમાં ‘અહિંસા’ કેટલી મહત્ત્વની છે ?
યાદ રાખજો ‘પાપનું મૂળ પ્રમાદ છે !
તો... ધર્મનું મૂળ યતના છે !
તમામ પ્રવૃત્તિમાં ‘યતના’ નો ખાસ ખ્યાલ રાખીએ તો પ્રમાદના કારણે નિષ્કારણ થતી અનેક જીવોની હિંસા અટકી જાય ! કેવો વ્યાપક પ્રચાર આજે ચગ્યો છે હિંસાનો ! ‘કૃત્રિમ’ નિર્જીવ શાકાહારી ( ?) ઇંડાં... દરિયાઇ ખેતી ના નામે મત્સ્યોદ્યોગ....
પ્રોટીન વગેરેનાં જૂઠાણાં હેઠળ ઇંડાંઓનો ધૂમ પ્રચાર... આ બધામાં કોણ નથી ફસાતું તે પ્રશ્ન છે... યુવાનોમાં વ્યાપક પ્રમાણમાં આવા પ્રકારનો આહાર વધવા લાગ્યો છે... અને આ હિંસક આહારને પરિણામે અનેક પ્રકારનાં અનિષ્ટો તેઓના જીવનમાં ઘૂસી ગયાં
છે.
ક્યાં ભક્ષ્ય ઘેબરમાં પણ માસની થતી કલ્પનાથી એ ઘેબરનો સર્વથા ત્યાગ ક૨ના૨ અઢાર દેશના માલિક રાજા કુમારપાળ ! અને ક્યાં પોતાના ટેસ્ટ ખાતર નિર્જીવ ઇડાંના જૂઠા ઓઠા હેઠળ એ ઇંડાંઓને ટેસ્ટથી પોતાના પેટમાં પધરાવી પોતાના જાતને અહિંસક માનતી આજની જૂઠી ભ્રમણાનો ભોગ બનેલી મોટા ભાગની પ્રજા !
ખેર ! જવા દો એ વાત.
આપણા જીવનમાં આ પાપો... આવી ક્રૂરતાપૂર્વકની આત્મવંચનાવાળી હિંસા ન પ્રવેશી જાય તેની પૂરેપૂરી તકેદારી રાખીએ.
શાસ્ત્રકારો ગૃહસ્થનાં જીવનમાં નિરર્થક-હિંસા ન થાય.. શક્ય હિંસામાંય કઠોરતાના પરિણામે પેદા ન થાય તેના માટે યતના પર ખૂબ જ ભાર મૂકે છે.
કેવી સુંદર યતનાની પ્રવૃત્તિઓ આપણે ત્યાં પૂર્વે હતી ! શેઠ સાત માળનું બિલ્ડીંગ કડિયા પાસે બંધાવે તો ય એ બંગલાની પહેલી ઇંટ કડિયો નહોતો. મૂક્તો.... એ શેઠને જ