________________
બોલાવી શેઠને કહેતો
“શેઠ ! બંગલો એ તો બધા ય પાપોનું કારખાનું છે. માટે એ બંગલાની પહેલી ઇંટ હું નહિ મૂકું. તમે મૂકો. પાપની શરૂઆત હું નહિ કરું... તમે કરો... અને ખરેખર ! શેઠને જ પહેલી ઇંટ મૂકવી પડતી..
ચૂલાની ઉપર ચંદરવા બંધાતા. પાણીના ય સંખારા થતા. પર્વતિથિએ આરંભ-સમારંભ બંધ રહેતા.. કોલસા ચળાઈને પછી જ સગડીમાં નંખાતા. પાપનાં સાધનોનું દાન નહોતું થતું.
પ્રાપ્ત થતી ચીજો પાછળ કારમી હિંસા જો એક વાર પણ નજરોનજર દેખાઇ જાય તો તે વસ્તુઓનો રસપૂર્વક ઉપયોગ કરવાની બુદ્ધિ ખતમ થયા વિના રહે તેમ નથી.
કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવવા લાખો દેડકાં વાંદરાઓની નિકાસ વાસના ભુખ્યા માણસોની આગને સંતોષવા ગામડાઓની નિર્દોષ કન્યાઓને વેશ્યાપણે ધકેલી દેતાં અચકાતા નથી. માલામાલ થઇ જવાની વૃત્તિએ ત્રણથી ચાર કરોડ સાપોને ઊભા છોલાવી દેતાં હૈયું અચકાતું નથી.
આજે આપણે અહિંસાના પાલનમાં વધુને વધુ બેદરકાર બન્યા છીએ. હિંસાની અગનજવાળામાં જાયે અજાયે સપડાઇ ગયા છીએ. ભોગવિલાસના અને સૌંદર્ય પ્રસાધનોના સાધનો હજારો અબોલા જીવોનો ખાત્મો બોલાવ્યા પછી જ તૈયાર થાય છે. આ વસ્તુઓનો કાંતો ખ્યાલ નથી અને ખ્યાલ હોય તો એટલી હદે નિષ્ફર બની ગયા છીએ કે કોઇ અફસોસ થતો નથી.
હિંસામાં બીજાને મારવાની તાકાત જોઇએ છે જ્યારે અહિંસાનાં પાલનમાં જાતે મરવાની તૈયારી જોઇએ છે. કર્તવ્ય પાલન ખાતર પોતાનું બલિદાન આપી દેવાની ભાવનાનું સત્વ ન ખીલે ત્યાં સુધી અહિંસાનું પાલન પ્રાયઃ શક્ય બનતું નથી.
શ્રાવકના અણુવ્રતમાં જે હિંસા છે તે અનિવાર્ય છે કે નિવારી શકાય તેમ છે ? તે વિચારવા આ ચાર મુદાઓને સમજીએ.
૧) સગવડતા માટેના પાપ (Compulsion) ૨) બેદરકારીના પાપો (Careless) ૩) મોજશોખ ના પાપો (Comfort)