________________
આપણને જોઇએ કેટલું ? દેહ ઢાંકવા વસ્ત્રો, શરીર ટકાવવા આહાર અને સમાજમાં રહેવા પૂરતું બચત. આજે આપણી મનોદશા વિચિત્ર બની ગઇ છે.
જો દસ વીસ પચાસ ભયે, શત હોય હજાર તો બનેગી લાખ. કોટિ અરબ અસંખ્ય ધરાપતિ હોને કી ચાહ જલેગી. સ્વર્ગ પાતાલકા રાજ્ય કરું, તૃષ્ણા અધિક અતિ આગ લગેગી સુંદર એક સંતોષ બિના, દુનિયા કી ભૂખ કભી ન મિટેગી
આજે દસ મળ્યા, કાલે વીસની લાલસા, વીસ મળે તો પચાસ, સો, હજાર, લાખ, કરોડ...સ્વર્ગ પાતાલનું રાજ્ય મળવા છતાં સંતોષ ન રાખ્યો, તો આ ભૂખ મટવાની જ નથી. મનની ભૂખ અગ્નિ જેવી છે. જેટલું એને અર્પણ કરો તેટલું બધું સ્વાહા, કદી તૃપ્ત ન થા। આગ વધતી જ જવાની, પરંતુ શાંત નહિ થાય.
લક્ષ્મીની ચાર ઉપમા છે.
૧) સુગંધી મૂળ :- જે ભૂમિમાં જ પડ્યું રહે. ભૂમિમાં ધન રાખનારા અથવા દાટનારાની લક્ષ્મી આવી હોય છે.
૨) ચમેલીનું ઝાડ :- દેખાવમાં સુંદર, પણ ફળ નહિ. જે કંજુસનું ધન શે૨, ડીપોઝીટ, તિજોરીમાં પડી રહે છે એની લક્ષ્મી આવી છે.
૩) કેળનું ઝાડ :– જેમાં ફળ છે પણ બીજ નથી. કેળ એક જ વાર ફળ આપે છે. ઉપભોગમાં આવવાવાળી લક્ષ્મી આવી છે. ઉપભોગ બાદ નાશ પામે.
૪) કેરીનું ઝાડ :– સુંદર કેરી જેવું ફળ અને બીજની પરંપરાની પ્રાપ્તિ. દાનમાં વપરાતી લક્ષ્મી સ્વઉપયોગ તથા પરઉપયોગની પરંપરા ચલાવે છે.
પહેલાં બે પ્રકારની લક્ષ્મીવાળા લક્ષ્મીદાસ છે. જે ગુલામ કે દાસની માફક લક્ષ્મીની ચિંતા અને ધ્યાનમાં જીવન પૂર્ણ કરે. ત્રીજા પ્રકારની લક્ષ્મીવાળા લક્ષ્મીપતિ છે. જે માત્ર ઉપભોગનો આનંદ મળે છે. ચોથા પ્રકારની લક્ષ્મીવાળો લક્ષ્મીનંદન છે, જે લક્ષ્મીરૂપી માતાને દાનાદિ દ્વારા ગૌરવવંતી કરે છે.
પરિગ્રહની વ્યાખ્યા કરતા ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે ‘મૂર્છા પરિગ્રહઃ’ વસ્તુ પર મૂર્છા રાખવી એ જ પરિગ્રહ છે. પરિગ્રહ બે પ્રકારે ૧) બાહ્ય ૨) આવ્યંતર. ધન ધાન્ય દાસ સ્ત્રી પશુ, ખેતર, મકાન, દુકાન, સોનું રૂપું ધરવખરી વગેરે નવ પ્રકારે બાહ્ય પરિગ્રહ છે, અને (૧) મિથ્યાત્વ ૨) ચાર કષાય (ક્રોધવગેરે) ૩) હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા આ છ નોકષાય અને ૪) પુરુષ સ્ત્રી નપુંસકવેદ આ ત્રણ વેદ=૧૪ (૧+૪+૬+૩) આપ્યંતર પરિગ્રહ છે. આ પરિગ્રહ
ન ૯૨
201
BORDERLESSER BE