________________
સભાધ્યક્ષે તેમને રોકવા પ્રયત્ન કર્યો. બધું નકામું ગયું. છેવટે ભાષણના અંતે પ્રવચન પુરુ કરતાં વક્તાઓ માફી માંગતા કહ્યું - માફ કરજો. મારી પાસે ઘડિયાળ ન હતી. અધ્યક્ષે કટોક્ષ કરતાં કહ્યું - પણ સામે કેલેન્ડર તો હતું. જે પોતે સમજતો નથી અથવા સમજાવતાં આવડતું નથી તે જ વધુ બોલે છે. એક વાક્યથી સમાધાન થાય છે, બે વાક્યથી સંશય અને ત્રણ વાક્યોથી મુંઝવણ. બ્રેક વિનાની કાર, અંકુશ વિનાનો હાથી કે લગામ વિનાનો ઘોડો જો જોખમી છે, તે બ્રેક વિનાની વાણી તો મહા જોખમી છે. જેને ક્યાં અટકવું ? ક્યારે અટકવું ? એ ખબર નથી. એણે ચાલુ જ કરવું જોઇએ નહિ.
(૨) મધુર- કર્ણપ્રિય વચન બીજાના મનને જીતવાની ચાવી છે. કાગડા કોયલ વચ્ચે આ જ ફરક છે.
(૩) નિપુર્ણ : અર્થસભર બોલવું જોઇએ. અર્થ વગરનું બોલનારને પાગલ ગણવામાં આવે છે.
(૪) કાર્યાપતિતં ઃ અવસ૨૫૨ અવસરને યોગ્ય બોલવું જોઇએ. ન બોલવાથી કાર્યમાં કોઇ અવરોધ ઉભો થતો હોય, તો જ બોલવું જોઇએ.
(૫) અનુચ્છે : વક્તા તથા શ્રોતા બંનેનું ગૌરવ વધે, એવા વચન બોલવા જોઇએ. વાણી એ તો આપણી પાત્રતાની ઓળખ છે. વાણીથી બીજાને તુચ્છકરનાર પોતે તુચ્છ મનનો ગણાય છે.
(૬) ગર્વરહિત : સ્વપ્રશંસા, આપવડાઇ, મેં અમેં એવા પોતાના ગર્વને પ્રગટ કરનારા શબ્દો પોતાને જ પ્રિય લાગે છે, બીજાને નહિ. ગર્વોકિત કદી યુકિત ન બની શકે. એને ક્યારેય વન્સ મોર મળતું નથી.
(૭) પૂર્વ સંકલિત : પૂર્વાપર સંબંધ, આગળ પાછળનો વિચાર, પૂર્વે કહેલા વચનોને ખ્યાલમાં રાખી બોલવું જોઇએ.
(૮) ધર્મસંયુક્ત : પોતાની વાણી બીજાની ધર્મશ્રધ્ધા વધારે એવી ધર્મપ્રેરક હોવી જોઇએ. નીતિસંપન્ન હોવી જોઇએ. ધર્મનીતિની ઘાતક ન હોવી જોઇએ.
વધુ બોલવું એટલે જૂઠ્ઠું બોલવું. એમ સમજી ક્યા સમયે કેટલું બોલવું જોઇએ એનો વિવેક રાખવો જોઇએ. વગર વિચાર્યે આવેશમાં આવીને કે જ્ઞાનના અહંથી બોલવાથી એનું પરિણામ ખરાબ આવે છે. ઉદાહરણ -
(૧) કામથી થાકેલો પુત્ર ઘરે આવ્યો. ભૂખ લાગી હતી. મા ઘરમાં ન હતી. શોધવા છતાં ખાવાનું ન મળ્યું. મા બહારથી પાણી લઇ ઘેર આવી. પુત્રે કહ્યું,‘‘ક્યાં ગઇ હતી ? શું શૂળી પર ચડવા ગઇ હતી ?'' માએ પણ ગુસ્સામાં કહ્યું,“ આટલી ભૂખ લાગી હતી, તો તારા હાથ શું કપાઇ ગયા હતા ? ખાવાનું અહી રાખીને ગઇ હતી. તો
LLLL
நில்