________________
બીજાની માં ને ડાકણ ન કહેવાય. એ એની માં છે. પોતાના બાપ ને બાપ કહે. બીજાને રાક્ષસ કહે એ બરાબર નથી એ બિન સાંપ્રદાયિકતા છે. ચોઇસ કરવાની કળા જોઇએ. ગમે તે કાપડ ન લેવાય. ગમે તે જ લેવાય. સમ્યગ્દર્શન શ્રધ્ધાનો વિષય છે. તમે બધે વસ્તુ બુધ્ધિથી જ લો છે. બીજા ધર્મનાં તિરસ્કાર ન કરાય. ઉતારી ન પડાય. અપમાન ન કરાય તે સર્વધર્મ સહિષ્ણુતા. સ્ત્રી પોતાના મિત્રોને ચા પીવડાવે પણ વહાલ તો પોતાના જ પતિને કરે. “નમે તે સર્વને ગમે' આ વાત સાચી નથી. ગમે ત્યાં ન નમાય. સ્થાને નમો તો ગમો. આપણા ગુરૂ જેવા તો મરાઠી બાઇના દેવ પણ નથી પણ આપણને આની ખુમારી ખમીરી ખરી?
સમ્યક્તનો દીવડો પ્રગટાવવાનો છે. પણ એ દીવડા ના પાયામાં સદાચાર જોઇએ. શાક ગમે ત્યાં ન મૂકાય તેમ સંતાનોને પણ ગમે ત્યાં રખડવા ન દેવાય. તમારી છાતી ગજવેલની બની ગઇ છે.મોડી મોડી રાત સુધી દીકરા દીકરીઓ ગમે ત્યાં રખડે તોય રોકી શકતા નથી. સુલસા મયણાનું રો મટેરીયલ રૂપ આજના સંતાનો છે. ઉકરડામાં રત્ન સડે તેમ નવરાત્રિમાં એ સડે એ ન ચાલે. જ્યાં લજ્જા મર્યાદા ન હોય એને પર્વ કેમ કહેવાય ?
નવરાત્રી લફરાબાજી માં પતી ગઇ. શિવરાત્રી ભાંગ પીવામાં ગઇ. ગોકુલાષ્ટમી જુગારમાં પતી ગઈ. એક પ્રસંગ
સાહેબ ! નવરાત્રિ માટે આ વખતે ડ્રેસ આવી જ ગયા છે તો એક વખત હવે જઇ આવીએ. તો ? જવાબ : એક ભાઇ હતા એને એટેક આવ્યો શરીર ઠંડું પડી ગયું ડોક્ટર આવીને કહ્યું કે કેસ ખલાસ છે. સ્ત્રી વિગેરે રડે છે. ઠાઠડીમાં બાંધે છે પેલો માણસ ઠાઠડીમાં ઉભો થઇ કહેવા લાગ્યો કે મને કેમ લઇ જાઓ છો ? બધા પરિવારજનો કહે હવે આ વખતે તો બાળીજ આવીએ.. હવે આટલી તૈયારી તો થઇ ગઇ છે. આ બધી મૂર્ખતાભરી વાતો છે. કુતુહલથી પણ એ ત્યોહારની ઉજાણી ન જોવાય. સંઘજમણમાં જૈન” બનીને જઇએ. અને બહાર જઇએ ત્યારે “જન' બનીએ એ ન ચાલે. જૈન શ્રાવકથી આમ ન જ થાય. (સાવચેતી)
૧) સમ્યકત્વ સ્વીકારનારે લૌકિક પર્વો આચરણાઓ છોડી દેવી જોઇએ.
૨) કોઇપણ વાર/ ગ્રહોની નડતર દૂર કરવા કરાતા તપો/વ્રતો/ જાપો વગેરેમાં પણ અતિચારનો સંભવ છે.
૩) દેવ ગુરુ ધર્મના સોગંદ ખાવા નહીં કોર્ટ આદિમાં સોગંદ ખાવા પડે તો