________________
સુલસા થાળ ને પાણી લાવી કહે, “આમાં આપના ચરણ રાખો, હું એને ધોઇ નાખું. સાધર્મિકના ચરણ પ્રક્ષાલવાનું મારું અહોભાગ્ય ક્યાંથી ?”
અંબડ કહે,“ઓ મહાન શ્રાવિકા ! તું મારા પગ શું ધુએ? હું તારા પગ ધોવાને લાયક છું.”
આવું કાં બોલો ?' કેમકે પ્રભુએ તને સંદેશો કહેવડાવ્યો છે.'
ચંપાથી આવતો હતો ત્યાં મહાવીર પ્રભુને પૂછ્યું, “પ્રભુ રાજગૃહી જાઉં છું મારા લાયક કોઇ સેવા ?'
“તો પ્રભુએ તારુ નામ આપી સંદેશો કહેવાનો આપ્યો.”
પ્રભુનું નામ સાંભળતાં સુલસા એકદમ અધીરી થઇ જાય છે ને કહે છે, “કહો કહો, મારા જેવી રાંકડીને જગદ્ગુરુએ શો સંદેશો કહેવરાવ્યો છે ?”
અંબડ કહે છે, “પ્રભુએ તમને ધર્મલાભ કહેવરાવ્યા છે અને તમારી ધર્મપ્રવૃત્તિની ખબર પૂછી છે !'
આ સાંભળતાં જ સુલસા ક્યાં ઊભી રહે ? એ તો પાણી પાણી થઇ ગઇ ! એના તો રોમ રોમ ખડા થઇ ગયા ! ઊભી થઇ થઇને ચંપાનગરીની દિશા તરફ મોં કરી ખમાસમણાં દેતાં પ્રાર્થના કરે છે “ઓ મારા પ્યારા પ્રભુ ! ઓ મારા તારણહાર ! ઓ મારા વહાલા મહાવીર ભગવાન ! આ રાંકડી પર આટલી બધી તમારી દયાનો ધોધ વહેવડાવ્યો !'
બોલતાં બોલતાં મોં લાલચોળ થઇ ગયું છે. આંખે શ્રાવણ-ભાદરવાનાં પાણી વહે છે. કહે છે, ઓ નાથ ! જ્યાં તમે ઇંદ્રોના યે પૂજ્ય, લોકના સ્વામી.. ને ક્યાં હું વિષયકષાયના કીચડમાં ખૂંપેલી રાંક સ્ત્રી !... મને તમે યાદ કરો ! ને તમે સંદેશો મોકલો ! પ્રભુ ! તમારા ઉપકારની અવધિ નથી. તમારા આટલા બધા ઉપકારનો બદલો ક્યાં ભવે વાળી શકીશ ? ઓ વીર ! ઓ વીર !'
અખંડ પણ આ જોતાં પાણી પાણી થઇ ગયો. ચકિત થાય છે કે “શું મહાવીરનો પ્રેમ ! શું મહાવીરના સંદેશાનો પ્રેમ ને બહુમાન !' આ બાઇના હૈયામાં “વીર વીર' ના નાદ સિવાય બીજો કોઇ અવાજ નથી દેખાતો. ધન્ય જીવન ! ધન્ય સમ્યગ્દર્શન ! ખરેખર, પ્રભુએ મને સુલતાને સંદેશો આપવા નથી કહ્યું. પરંતુ સુલતાના દર્શનમાં સમ્યગ્દર્શનનાં કરવા કહ્યું કે “જો સમ્યગ્દર્શન કેવું દર્શન હોય એ જોવું હોય તો તુલસાનું દર્શન કર.”
સુલસાનું અડોલ સમ્યક્ત ! કેવી અણનમ શ્રાવિકા ! સર્વધર્મ સમભાવ નહીં, સર્વધર્મ સહિષ્ણુતા જોઇએ. પોતાની માં ને મા કહે.