________________
પ્રભુ કહે છે. “હે અંબડ ! રાજગૃહીમાં શ્રેણિક રાજાના અંગત રાજપુરુષ નાગસારથિની ધર્મપત્ની સુલસા શ્રાવિકાને ધર્મલાભ કહેજો અને અમારા વતી એની ધર્મ પ્રવૃત્તિની ખબર પૂછજો ! અંબડ અચંબો પામી ગયો. આશ્ચર્ય થયું. ત્રણ લોકના નાથ એક શ્રાવિકાની પૂછા કરે. એમાં કોઇક દેવત હશે. લાવ હું એનું પારખું કરું.
અંબડ સુલસાના ભવનમાં આવી ચડે છે. એને જોતાંજ અંદર સુલતાએ તરત મોં ફેરવી લીધું. રખેને કુગુરુના દર્શનથી અનંતકાળે મળેલું સમ્યક્ત રત્ન મેલું થઇ જાય તો ? એ કારણથી મોં ફેરવી લીધું. અંબડ પાછો સાધુવેશ ધારણ કરી આવે છે. ત્યારે સુલાસાએ એને આવકાર્યો. પણ ત્યાં એણે આખા સચિત્ત ફળની માંગણી કરે છે. ત્યાં સુલસા ચમકીને બોલે છે. “સાધુથી સચિત્ત ને અડાય પણ ખરું? એને રવાનો કરે છે.
પછી અંબડે નગરના એક દરવાજા બહાર આકાશમાંથી જીવંત બ્રહ્માનું રૂપ ઉતાર્યું. લોકોના ટોળાં ઉભરાયાં, પણ સુલસા ન ગઈ. બીજે દરવાજે શંકરનું રૂપ ઉતાર્યું. લોક ઉભરાયું પણ સુલસા ન ગઈ, ત્રીજે દરવાજે વિષ્ણુનું રૂપ ઉતાર્યું. ખોળામાં લક્ષ્મીદેવી છે. લોકના ટોળે ટોળા જામ્યાં, સુલસાની પડેશણ કહે, “અલી બાઇ સુલસા ! હવે તો ચાલ, આ લક્ષ્મીદેવી સાક્ષાત્ પધાર્યા છે, એમનાં દર્શન કરીએ તો ઘરે ધનના ઢગલા થાય.
સુલસા કહે, મારે મારા મહાવીર ભગવાનનું જોવાનું એટલું બધું છે કે મને બીજો સમય નથી.” જોવું હોય એને ભગવાનનું ચારિત્રજીવન, વિકલ્પો વિનાનું ચારિત્રજીવન, અભિગ્રહોવાળા તપ, ૨૨ પરિષહ સહન, પ્રખર ત્યાગ, ઉપસર્ગ સહન, ચારિત્ર જીવનમાં જે તત્ત્વો વિચારતા હશે એ.... વગેરે વગેરે એટલું બધું જોવાનું છે કે કલાકો શું, દિવસોના દિવસો એમાં એવા પસાર થઇ જાય કે કુરસદનો સમય જ ન મળે. ચોથે દરવાજે તીર્થકરનું રૂપ અને સમવસરણનો દેખાવ કર્યો. પાડોશણો કહે,“લે બાઇ! હવે તો જોવા ચાલીશ ? આ તો તારા તીર્થકર પધાર્યા છે !” સુલસા હરખે હરખે કહે, “કોણ ? મહાવીર ભગવાન ?”. પાડોશણો કહે, “ના, ના, એ તો ચોવીસમાં, આ તો પચીસમાં તીર્થકર, સુલસા તરત કહે,“માયાજાળ !.. પચીસમાં તીર્થકર હોય નહિ. જાઓ, મારે કોઇ જોવું નથી.” અંબઇ ટોળા તરફ ઝીણી આંખે જુએ છે, સુલસા ક્યાંય દેખાય ?'શાની દેખાય? અંતે અંબડ થાક્યો. હવે શું કરે ? ભગવાનનો સંદેશો કહેવો છે, શ્રાવકનું રૂપ કરીને આવે છે. પગે પીતાંબર, ઉપર અંગરખું, ખસ, માથે પાઘોટી, કપાળે બદામિયો ચાલ્લો, સુલસા આવકારે છે,“પધારો પધારો, પાવન કીધું અમ ગરીબનું આંગ. ગાદી પર બેસાડી પૂછે છે, પરગામથી પધાર્યા લાગો છો ? ક્યાંથી પધારવું થયું?'
ચંપાનગરીથી”