________________
પર્યુષણમાં આઠ આઠ દિવસ સુધી ઉપવાસ ખેંચી નાંખનારો... એક દિવસ નિશ્ચિત સમયે દૂધ ન મળતાં, ચાહ પીવાનું/મોડું થઇ જાય છે તો તે બિચારો પાંગળો બની જાય છે. એનું માથું ચડી જાય છે. એ પોતાની જ વ્હાલી પત્ની ઉપર ઊકળી ઊઠે છે. ઊકળતી કડક મીઠી ગિરનાર ચાહની જેમ જ !
કેવી કારમી પરાધીનતા ! પરાધીનતામાં સુખ છે જ નહિ !
સુખ સ્વાધીનતામાં જ છે ! આ સત્ય જ્યાં સુધી નહિ સમજાય ત્યાં સુધી ‘કુંવાના દેડકાને દરિયાની વિશાળતાનું જ્ઞાન’ નહિ જ થાય. એની દશા હોકો પીવામાં જ જીવનનું પરમ સુખ સમજતા પેલા રબારી જેવી જ રહેવાની...
ત્યાં હોકો પીવા મળશે ?
પંડિતે રબારીને ધર્મનો ઉપદેશ આપવો શરૂ કર્યો. ત્યારે રબારીએ પૂછયું ધર્મથી શું મળે ?’’ પંડિત કહે, ‘ધર્મથી મોક્ષ મળે.’
રબારી કહે,‘‘મોક્ષ કેવો હોય ?’’
પંડિત કહે,‘‘મોક્ષમાં અપાર આનંદ હોય. બસ... ખૂબ આનંદ ! આનંદ આનંદ અને આનંદ. દુઃખનું તો ત્યાં નામ માત્ર ન હોય. ધર્મથી આવો મોક્ષ મળે.’’
ત્યારે રબારી કહે,‘‘આનંદની વાત તો ઠીક છે. પણ એ કહો. તમારા મોક્ષમાં ‘હોકો’ પીવા મળે ?'’
રબારીને મન હોકો પીવાના આનંદ કરતાં ચડિયાતો આનંદ બીજો હોઇ શકે છે, એ વાત ગળે ઊતરે તેમ જ નથી.
પ્રાયઃ આપણા જેવા બધા સંસાર રસિયા જીવોની આવી જ કરુણ દશા છે. રબારીને હોકો પીવામાં આનંદ અનુભવાય છે.
બિલાડીને ઉંદર ખાવા મળી જાય તો તે પોતાને સુખી માને છે.
તમને ફિલ્મના કોઇ હીરો સાથે ‘શેક-હેન્ડ' કરવા મળી જાય તો આનંદ. રાતે બાર વાગ્યે રસ્તા ઉપર પાઉભાજી અને ભેળપૂરી ખાવામાં.. અણ્ણાહારી પદ જેનો સ્વભાવ છે એવો આપણો આત્મા... આનંદ અનુભવે છે. હાય ! કરુણતા ! · પાંચે ઇન્દ્રિયોના વિષયોથી સદા માટે પર બનીને પરમાત્મ પદ પામવાની પાત્રતાવાળો આપણો આત્મા...એજ પાંચ ઇન્દ્રિયોના વિષયોની વિષ્ટામાં આળોટતો.. એને જ ચાટતો અને આરોગતો પોતાની જાતને ગૌરવશાળી સમજે છે.
હાય ! આત્મરામ ! તારી આ ભૂંડ જેવી કારમી દશા કોણે કરી ? કંઇક તો
૭