________________
વિચાર !
“પૌદ્ગલિક સુખોનાં સાધનોની પ્રાપ્તિમાં જ સુખ છે અને એ સુખનાં સાધનોની અપ્રાપ્તિમાં કે અલ્પપ્રાપ્તિમાં દુઃખ છે.” આ પાપી વિચારણાએ વિચારવંત જીવાત્માને મૂઢ બનાવી દીધો છે. અને આ મૂઢતા તે જ મિથ્યાત્વ છે અને આ મિથ્યાત્વ તે જ સમ્યગ્દર્શનનો મહાશત્રુ છે.
હવે વિચારદિશાને પલટીએ.
અણમોલ પ્રભુ મહાવીરનું શાસન પામ્યા છીએ. શુદ્ર વિષયોના આનંદને મેળવવાની પાછળ આત્માના અખૂટ અને અનુપમ આનંદને ગુમાવવાનું હવે આપણને ન પાલવવું જોઇએ.
મહાવીરનું શાસન પામ્યા છીએ. મહાવીર નહિ તો મહાવીરનાં સંતાન તો બનીએ.
વીરના સંતાનનું જીવન કેવું હોય! એનું જીવન તો એવું હોય છે અને કોને પ્રેરણાનો આદર્શ પૂરો પાડે.
એનું સાન્નિધ્ય એવું હોય જે બીજાઓને હિંમત અને હૂંફ આપે.પ્રેમ અને વાત્સલ્યના અમૃતનું દાન આપે.
પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં જો અટવાઇ જઇશું તો યાદ રાખજો આ જીવનનું મોત તો ભયંકર બનશે જ. પણ પરલોકમાંય ત્રાસદાયક દુર્ગતિઓ આપણો કેડો નહિ છોડે. દુર્ગતિઓની એ દારુણ વ્યથાઓને ભોગવી લેવાનું શું આપણને પોષાય એવું છે ખરું? જો ના... તો પછી એ વિષય વાસનાઓની આગને અડવાના. અને એને બાઝીને ભોગવી લેવાના આત્મઘાતક રસ્તેથી પાછા વળીએ. અને જીવીએ જિનની આજ્ઞાને શિરસાવંદ્ય કરીને જિનાજ્ઞા મુજબના સાત્વિક આનંદભર્યા જીવનને..
અનાદિ કાળના પરિભ્રમણ પછી મળેલો આ માનવ અવતાર હવે તો એળે નથી જ જવા દેવો. આટલો દઢ સંકલ્પ કરીએ. અનંત જન્મોની પુણ્યરાશિ એકઠી થયા પછી મળેલા જિનશાસનને સફળ બનાવીએ. આપણી ઉપર કરેલા તીર્થકર ભગવંતોના અનંત ઉપકારને આપણે સાર્થક કરીએ.
આપણે જે વર્તમાન જીવન જીવીએ છીએ તેમાં કેટ-કેટલાં માણસોનો સહયોગ સહકાર અને ઉપકાર છે ! એ બધાયના ઉપકારને માનનારા આપણે તારક તીર્થકર દેવોના જ ઉપકારને વિસરી જઇશું ? એ ઉપકારનો બદલો વાળવાનું કોઇ જ સામર્થ્ય આપણામાં નથી. ફરંતુ એ અનંત ઉપકારીઓના ઉપકારના ત્રણમાંથી મુક્ત થવા માટેની કાંઇક કોશિષ તો આપણે જરૂર કરવી જ રહી. એ કોશિષ એટલે જ પહેલાં જણાવી ગયા