SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ચોરી નવિ કરીએ... ક્રિયાનું કામ બંધનું છે. રસનું કામ અનુબંધ છે. ♦ રસવિનાની ધર્મક્રિયા સદ્ગતિમાં લઇ જતી નથી. રસ વિનાની પાપક્રિયા દુર્ગતિમાં પ્રાયઃ કરીને લઇ જતી નથી. • પ્રવૃત્તિના સંસ્કાર આવતા જન્મે નહીં આવે પણ વૃત્તિના સંસ્કાર આવતા જન્મે જરૂર આવશે. ♦ જે ક્ષેત્રમાં ચોરી કરવાની તમારે બિલ્કુલ જરૂર નથી તેવા ક્ષેત્રમાં મોરી બિલ્કુલ નહીં કરવાનો નિયમ લો.’ .. ાર્થી માણસ કોઇ દિવસ ભલો ન હોય લોબી માણસ કોઇ દિવસ દાતા ન હોય ભોગી માણસ કોઇ દિવસ નિરોગી ન હોય ! • પેટના ભુખ્યાને ઠારી શકીએ પણ મનના ભુખ્યાને ઠારવું મુશ્કેલ છે. ૦ પગદંડી તો ક્યાંક અટકે છે પણ આ મનદંડી ક્યાંય અટકતી નથી ♦ જે પદાર્થની આસક્તિ હોય છે તેની અલ્પતા આપણને ફાવતી નથી. चितमन्त मचितं वा, अप्पं वा जड वा बहु । दंत्त सोहण मित्तं पि, उग्गहंसि अजारुया दशवैकालिक अ-६ गा. १४ ભાવાર્થ – સચિત હો યા અચિત્ત, અલ્પ હોય કે વધારે ચાહે દાંત સાફ કરવાની સળી કેમ ન હોય તો પણ પૂછ્યા વિના ગ્રહણ ન કરો. શરીર પુદ્ગલ, ભૌતિક સુખ સામગ્રીઓ આદિ બધા પદાર્થો આત્માથી સર્વથા ભિન્ન છે. એમાં ઇંચ માત્ર પણ સુખ નથી પરંતુ અજ્ઞાનવશ થઇ એમાં લુપ્ત બની નિજના ભાવો એમાં ગ્રહણકારી ઉપભોગ કરવું તે ભાવચો૨ી છે. આવા ભાવોથી રહિત બની આત્માના સહજ સ્વભાવમાં રમણતા કરવી એ રમણતાના આનંદને માણવું તે અસ્તેય વ્રત છે. શ્રાવકનાં ૧૨ વ્રતમાંનું ત્રીજા નંબરનું વ્રત છે.‘સ્કુલ અદત્તાદાન વિરમણ વ્રત’ ક 8888 888 ૫૪
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy