________________
• દિવસે જ ખવાય, રાતે નહીં (કાળની નિયમીતતા)
આજે આ ત્રણેયમાં બેફામ બન્યા માટે બિમારી છે. કંદમૂળમાં માત્ર હિંસાજ કારણભૂત નથી પણ દીર્ધદ્રષ્ટા ભગવાને શરીર બગાડે, પ્રકૃતિ તામસી બનાવે, માનસિક તંદુરસ્તી પણ બગાડે છે આથી એને પણ અભક્ષ્ય કહ્યું છે. આજે માણસ છ“વા” થી માંદો પડે છે. ૧) હવા ૨) ખાવા ૩) પીવા ૪) કુંકવા ૫) માવા ૬) દવા. આ છવાના પનારે ફસાયા છીએ. કાર્બન ડાયોકસાઇડ મોનોકસાઇડ ભરપુર શરીરમાં જાય છે. આથી શરદી, છીંક, આવ્યા જ કરે. ભરપુર વાહનોની વણઝારથી એની પ્રદુષણ ભરી હવાથી ફેફસાને નુકશાન થાય છે. જે નુકશાન સિગરેટ ફૂંકવાથી થાય તે આ હવાથી પણ થાય.
ભક્ષ્યાભઢ્યથી મર્યાદા તૂટી છે. સંસ્કૃતિનું શિર્ષાસન થઇ ગયું છે. પહેલાં ઘરમાં ખાતા અને જાડે ફરવા બહાર જાતા.આજે ઉધું થઇ ગયું. જ્ઞાનીઓએ લોટ વિગેરેના પણ કાળ બતાવ્યા છે. બ્રેડ બટર ઇત્યાદિ પણ ન ચાલે. સુખડી આદિના પણ કાળ બતાવેલ છે. શાસ્ત્રના ભંગમાં પણ આરોગ્યની હાની છે.
એક ભાઇ હોટેલમાં ગયો. સમોસા મંગાવ્યા અંદરનો મસાલો ખાવા લાગ્યો. વેઇટરે આમ કરવાનું કારણ પૂછતા જણાવ્યું કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે અર્થનો કેવો અનર્થ કર્યો. બે જડબાં વચ્ચે અનંતા તીર્થકરોની આજ્ઞાને ચાવી જવાનું પાપ ન કરશો. ઇંડા, માંસ દારૂ જેટલું અજુગતુ રાત્રિભોજનનું પાપ છે.
1 ઝીંઝુવાડામાં ૐકાર સૂરિ મહારાજાના પરિવારની વાત સાંભળી છે. કાંતીભાઇ નામ, ભાઇ અત્યંત ચુસ્ત ૧૫ મા વર્ષે માસક્ષમણ વગેરે કર્યા છે. દક્ષિાની ભાવના ન જ થાય તો નક્કી કરે કે લગ્નમાં બરફ નહીં, અભક્ષ્ય વગેરે તો નહિ જ. જમાઇ માથાનો ! જમાઇએ સસરાનું માથું નીચે નમાવવાની ટેક લીધી !
સૂર્યાસ્ત બાદ બહારથી આવ્યો. જમવાની ના પાડી, મામલો બિચકાઇ ગયો. કાંતીભાઇને બાંધછોળ કરવા કહ્યું. બેય નમવા તૈયાર નથી. સબંધ બગડવાથી દીકરી ઘરે રહેશે તે મને મંજૂર છે પણ ભગવાન સાથે સબંધ બગડે એ ન ચાલે ભગવાનની આજ્ઞારૂપ શ્રાવકની શોભારૂપ આદર્શ જીવનમાં ઉતારો. આન્નાદ્રોહી ન બનીએ. ગમે તે ઉપાય અજમાવીને પણ પ્રભુની આજ્ઞા પાળો.
એક અંધ દરિદ્રીએ દેવની આરાધના કરી. દેવ પ્રસન્ન થયો. એકજ વરદાન માંગવા કહ્યું. એણે માંગ્યું કે મારી આંખે ૭મા માળની હવેલીમાં બેસી સોનાના હિંચકે મારી સાતમી પેઢીને ઝૂલાવું. એકમાં કેટલું માંગ્યું? અમો પણ ચાર મહિના માટે વ્યાસણાના પચ્ચખાણ ગુરુદક્ષિણામાં માંગીએ છીએ. ઘણા પાપોથી બચી જશો.
કંઇક કરો.. કશુંક કરો.