________________
।। શ્રી અનંતનાથાય નમઃ ।।
શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ-નીતિ-ગુણ-ગુણોદય-કલાપ્રભ-મહોદય ગુરુભ્યો નમઃ દષ્ટિ બદલો. દશા બદલાશે...
રસ્તા પરથી પસાર થયેલા ઊંટને જોઇને માણસ ખડખડાટ હસવા લાગ્યો...પોતાની મશ્કરી થઇ રહી હોય એવું ઊંટને લાગ્યું અને એટલે તે ઊભું રહ્યું...સામે જ ઊભેલા માણસને તેણે પૂછયું, ‘તું મને જોઇને હસ્યો ?’
‘હા...’ ‘કેમ?’
‘આવું ઢંગધડા વગરનું શરીર લઇને આ પૃથ્વી પર તું ફરે છે...તેના કરતાં તું હયાત ન હોય એ વધુ સારું છે...શી રીતે તને જીવન ટકાવવાનું મન થાય છે એ મને સમજાતું નથી...તારા જેવાથી આ પૃથ્વી ભારે થઇ રહી છે...' માણસે ઊંટને કહ્યું.
‘અલ્યા મૂરખ ! ભાર તે હું વધારું છું કે તું ? અમે તો કાંટાઓ ખાઇને અમારું જીવન ચલાવવાની સાથે આ પૃથ્વી પરથી કાંટાઓ ઓછા કરી રહ્યા છીએ...જ્યારે તું તો અનેકના જીવનપથ પર કાંટાઓ વેરીને આ પૃથ્વીને વધુ ને વધુ કાંટાળી અને કલંકિત બનાવી રહ્યો છે...બીજાના રસ્તામાં કાંટાઓ વેર્યા વિના તને ચાલતું જ નથી...અને એટલે જ કહું છું, આ પૃથ્વીને ભાર અમારા જેવા ઢંગધડા વિનાના શરીરવાળા પશુઓથી નથી લાગતો પરંતુ તારા જેવા સુડોળ શરીરવાળા પણ બેડોળ દિલવાળા માણસોનો લાગે છે...' ઊંટે રોકડો જવાબ આપ્યો. માણસ શું બોલે ?
ઊંટની વાત ક્યાં ખોટી છે ? આખી દુનિયાને લેવાની તાકાત જે માનવીને મળી છે એ માનવી સાવ મામૂલી સ્વાર્થ ખાતર આખી દુનિયાને ખતમ કરી નાખવાની પેરવીમાં આજે પડ્યો છે...એવું કહેવાય છે કે ૨૫૦ વાર આ દુનિયાનો નાશ થઇ શકે તેટલો શસ્ત્ર સરંજામ આ દુનિયામાં આજે ખડકાયો છે ! માનવે કીડા-મંકોડાને માર્યા...પશુ-પંખીને માર્યા...અરે ! પોતાના જાતભાઈઓને માર્યા...અને એથીય આગળ વધીને પોતાના સંતાનોનેય આ પૃથ્વી પર આવવા દેતા પહેલાં જ એને માતાના પેટમાં ને પેટમાં ખતમ કરી નાખ્યાં !
માત્ર પોતાના જીવનને ટકાવવા ખાતર માણસ આજે એટલી હદ સુધીનો ક્રૂર બન્યો છે કે તેનું વર્ણન થાય તેમ નથી...૫-૧૫ હડકાયા કૂતરાઓ કરડે તો એ કૂતરાની આખી જાતિને ખલાસ કરી નાંખવા તૈયાર થઇ જાય છે ! ૨-૫ સાપ કો'કને ડંખ મારી જાય તો એ સાપ માત્રને નામશેષ કરવા તૈયાર થઇ જાય છે...તો ઉંદર સપ્તાહ, માખી સપ્તાહ, મચ્છર સપ્તાહ ઊજવી ઊજવીને લાખો-કરોડોની સંખ્યામાં નિર્દોષ જીવોને મોતને ઘાટ ઉતારી દેવા આજે તૈયાર છે ! હમણાં જ પશ્ચિમના દેશમાં એક માણસનું હડકાયો કૂતરો કરડવાના કારણે મોત થયું...દવાઓ પુષ્કળ કરી છતાં ન જ બચ્યો...માણસ એકદમ સ્થિતિસંપન્ન હતો...તેના મોત પછી તેણે બનાવેલું વિલ ખોલવામાં આવ્યું...તેમાં લખ્યું હતું કે
‘મારી અમૂલ્ય જિંદગી એક નાચીઝ એવા હડકાયા કૂતરાએ ખતમ કરી નાંખી છે...હું