SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) કાલાસિકર્મ- ગોચરીના સમય વિતી ગયા પછી દાન માટે લાભ આપવા આગ્રહ કરવો. શાસ્ત્રોમાં “સાધર્મિક'નો ગૂઢ અર્થ વર્ણવતા કહ્યું છે, કે જે સહધર્મો સમાનધર્મી આચાર, વિચાર, વર્તન, જીવન, માન્યતાદિ સમાન હોય તે સહધર્મી. ધ્યાનાદિમાં તત્પર છે, પાપોથી (કર્મ બંધ કરવા માટે) વિરામ પામેલો છે. અને શાન્ત, દાત્ત છે, તે અતિથિ છે. બીજા શબ્દોમાં પર્યાદિ લૌકિક વ્યવહારનો ત્યાગ કરે તે અતિથિ. કહેવાનું તાત્પર્ય એજ કે અતિથિ કે સાધર્મિકની વ્રત પાલનના અવસરે આરાધકે સેવા, ભક્તિ કરી જીવન ધન્ય કરવું જોઇએ. ત્યાગી, તપસ્વીના સેવા સુશ્રુષા ભક્તને ત્યાગ તપનો અનુરાગી બનાવે છે. જે સમયે દાતાની દાન આપવાની પ્રવૃત્તિ કરવાની હોય છે. તે સમયે જો વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિચારણા કરવામાં આવે તો તે દાન સુશોભિત થાય, ઉત્તમ ફળ આપવા માટે નિમિત્તરૂપ થાય છે. અનીતિપૂર્વકનું ધન પણ ફળમાં કચાશ, ઉણપ બતાડે છે. અતિથિ સંવિભાગ વ્રતના પાલન અવસરે સાધુની ભક્તિ યોગ્ય રીતે કરવી જોઇએ. એવો પણ હિતોપદેશ પ્રેરણા આરાધકને વ્રત પાલન વખતે મનન દ્વારા પ્રાપ્ત થઇ શકે છે. જો સાધુને અશુભ ભાવથી અકલ્પનીય આહાર વહોરવવામાં આવે તો તે દુર્ગતિનું કારણ પણ થઇ શકે છે. તેજ રીતે માત્ર ભાવથી (દ્રવ્યાદાન આપ્યા વિના) જીરણ શેઠે ૪ મહિના સુધી પ્રભુ વીરને ચોમાસી તપના પારણા ઉપર પધારવા વિનંતિ કરી તો શેઠ શાતા વેદનીય કર્મ બાંધવાવાળા થયા. શ્રી ધર્મદાસ ગણિ કહ્યું છે કે, આ અતિથિ સંવિભાગ વ્રતના આરાધનામાં ટેવાયેલ શ્રાવકને રોજ ભોજન કરતાં પૂર્વે કોઇ સાધુ મુનિવર્યોનો લાભ મળ્યો કે નહીં ? તેની ચિંતા ભાવના કરે, કરવી જોઇએ. ગુરુનો લાભ મળે તે માટે થોડી ક્ષણ રાહ જોવી જોઇએ. ગુરૂનો યોગ થાય, લાભ મળે તો કૃતાર્થ થાઉં. એવી ઉત્કૃષ્ટ ભાવના દાન આપવા માટે ભાવવાથી અગણિત પુણય બંધાય. - પારણાના અવસરે સાધુનો યોગ ન મળે તો સમજવું કે દાનાંતરાય કર્મનો ઉદય હશે. આવા કર્મને ટાળવા ખાસ સાધુને વસ્ત્ર, પાત્ર, સ્થાન, શયન, જલ, આહારદિની ઉચિત ભક્તિ કરવા પ્રયત્ન કરવો જોઇએ. બીજાં કોઇ લાભ લેતાં હોય તો તેની ઇર્ષા ન કરતા અનુમોદના કરવી જોઇએ દાનને આપતા અટકાવવું, દાન કદાચ આપ્યું હોય તો પાછળથી પશ્ચાતાપ કરવાથી. એથી નવું અંતરાય કર્મ બંધાય છે. આ અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ મુનિને દાન આપવાની ક્રિયા જાતિસ્મરણ
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy