________________
જ્ઞાન દ્વારા જાણી કલ્પનીય ફાસુક આહાર વહોરાવી તીર્થંકર પરમાત્માનું ઇક્ષુરસથી પ્રથમ પારણું કરાવનાર શ્રેયાંસકુમાર ધન્યવાદને પાત્ર છે. તેઓ જ મહાપુણ્યવંત છે. એજ રીતે પ્રથમ ભીક્ષાચર થયેલા ભ. ઋષભદેવ પણ કોટી કોટી વંદનાને પાત્ર છે.
આત્માને સદ્ગતિમાં લઇ જવાની તાકાત ધરાવતાં શ્રાવકનાં ૧૨ વ્રતોની વાતેવો આપણે વિચારી
આસન્નોપકારી ચરમ તીર્થંપતિ શ્રી મહાવીર પરમાત્મા વૈશાખ સુદ ૧૦ ના રોજ કેવળજ્ઞાન પામ્યા... દેવતાઓએ સમવસરણની રચના કરી... ભગવંતે દેશનાનો ધોધ વહેવડાવ્યો... પરંતુ કોઇએ વિરતિ સ્વીકારી નહિ તેથી પ્રથમ દેશના નિષ્ફળ ગઇ... ભગવંત વિહાર કરીને અપાપાપુરી પધાર્યા. સમવસરણમાં દેશનાં આપી... શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ બ્રાહ્મણો સહિત અનેક આત્માઓ પ્રતિબોધ પામ્યા... ભગવાનના વરદ હસ્તે તેઓએ ચારિત્રનો સ્વીકાર કર્યો.. અને તે દિવસે એટલે કે વૈશાખ સુદ ૧૧ ના દિવસે શાસનની સ્થાપના થઇ. પાંચમા આરાના છેડા સુધી આ શાસન ચાલવાનું અને ત્યાર બાદ આ ભરતક્ષેત્રમાં શાસનનો વિચ્છેદ થઇ જવાનો... આના પરથી એક વાત ફલિત થાય છે કે શાસનનો જન્મ થાય છે વિરતિધરોથી.. શાસનનું જીવન છે વિરતિધરો... અને શાસનનો નાશ થાય છે વિરતિધરોના અભાવથી !
આ વાત આપણે આપણા જીવનમાં ઘટાવવી છે... ભરતક્ષેત્રમાં તો શાસન ચાલે છે.. પરંતુ આપણા જીવનમાં આ શાસનનો જન્મ થઇ ગયો છે ખરો ?... કારણ શાસનનો જન્મ છે વિરતિના સ્વીકારથી, અલબત્ત, વીર્ય ફોરવતાં આવડે... સંસાર નૈર્ગુણ્ય સમજાઇ જાય તો તો સર્વવિરતિનો સ્વીકાર જ કરી લેવા જેવો છે... પરંતુ તેવી તાકાત ન હોય છેવટે સમ્યગ્દર્શનમૂલક બાર વ્રતોના સ્વીકાર દ્વારા પણ જીવનને વિરતિના રંગે રંગી દેવા જેવું છે... આ સ્વીકારની ય તાકાત ન હોય અને શ્રી જિનશાસનમાં પ્રવેશ પામવો હોય તો છેવટે વીતરાગ સર્વજ્ઞ ભગવંત એ જ દેવ... પાંચ મહાવ્રતના પાલક નિગ્રન્થ સાધુ એ જ ગુરુ અને સર્વજ્ઞકથિત જે ધર્મ એ જ તારણહાર, આ શ્રદ્ધાને અસ્થિમજ્જા બનાવી તેના આચારોને જીવનમાં શક્ય અમલી બનાવ્યા વિના તો ચાલે તેમ જ નથી.. સમ્યગ્દર્શનની તાકાત છે કે એ વિરતિને ખેંચી લાવે છે !
કેટલું બધું કલ્યાણકારી આ જિનશાસન છે ! જીવ માત્ર પ્રત્યે મૈત્રી કેળવવાની તેણે માત્ર વાત જ નથી કરી પરંતુ મૈત્રી ટકી રહે તે માટે તમામ આચારો પણ તેણે બતાવ્યા છે... આ સુંદર આચારોના પાલન દ્વારા અનંતા આત્માઓ આજ સુધીમાં શાશ્વત સુખને પામી ચૂક્યા છે... વર્તમાનમાં પણ કેઇ આત્માઓ શાશ્વત સુખને પામી રહ્યા છે... ભવિષ્યમાં પણ અનંતા આત્માઓ આ જ આચારોના પાલન દ્વારા શાશ્વત સુખને પામશે !
૧૭૪ ૩૪