________________
જિનાજ્ઞા મુજબ પરમાત્મભક્તિ કરવામાં જિનાજ્ઞાની આરાધના જ છે. જીવોની હિંસા નથી. આ વાત પ્રતિમાશતકવગેરે ગ્રંથો જોવાથી તદ્દન સ્પષ્ટ થાય છે.
પરમાઈત કુમારપાળના રાજ્યમાં કોઇપણ વ્યક્તિ મારી' શબ્દનો પ્રયોગ કરે તો તેને દંડ થતો.
હિંસાના પ્રકારો ઇરિયાવહિયં સૂત્રમાં સારી રીતે વર્ણવાયા છે. આ વાતો મનમાં બેસી જાય તો જીવન ધન્ય બને. જીવની વિરાધના મુખ્યત્વે આ સૂત્રથી ૧૦ પ્રકારે થાય છે. જીવના મુખ્ય ભેદો ૫૬૩ થાય. ૫૬૩x ૧૦ કરવાથી પ૬૩૦ થાય પછી રાગ દ્વેષ (૨) દંડ ત્રણ (૩) કરણ, કરાવણ, અનુમોદન (૩) કાળ (૩) છેલ્લે અરિહંતાદિની છ સાક્ષીએ ગુણતા ૧૮,૨૪,૧૨૦ પ્રકારો થાય. કહેવાનું એટલું જ કે સુક્ષ્માતિસુક્ષ્મ ભાવે આત્મા જીવ'ની વિરાધના કર્યા જ કરે છે. મારે વિરાધના નથી કરવી. અશાતા નથી આપવી આવા વિચારો કરવા પડશે.
ઘણી વખત અંધ, મૂરખા, બોબડા, લંગડા જેવા વચનો વાપરીને વચનથી હિંસા કરી નાંખીએ છીએ. દુઃખીના દુઃખ દૂર કરવાની દવા તો સાંત્વના છે.
ઘણીવાર જુગારના પાના લઇને રમનારા હોય છે. એમાં રાજા રાણી જોકર ને માર્યો એવા શબ્દ પ્રયોગો થાય છે. તે પણ વચન દ્વારા રસપૂર્વકની હિંસા કરી કહેવાય.
[ હિંસાના કારણે ભવ ભ્રમણ વધારનાર | - તંદુલીયો મત્સ્ય માત્ર મનથી પાપ બાંધી નરકે ગયો.
- શ્રેણિક હરણી અને હરણીના બચ્ચાને એક જ બાણે શિકાર કરી અભિમાન કર્યું. મિથ્યાત્વના કારણે કરેલું પાપ નરકે લઇ ગયું.
-મહેશ્વરદત્ત જૂ મારવાના બદલે યુકાવિહાર જિનાલય બાંધ્યું. - અઈમુત્તામુનિએ પાણીમાં પાતરુંતરાવ્યું પછી પશ્ચાતાપથી કેવળજ્ઞાન પામ્યા.
- ધર્મરૂચિ અણગાર તુંબડીનું શાક પરઠવતા હિંસા થતી જોઇ કરુણાથી અણસણ કરી વાપરી તરી ગયા.
કાલસીરિક કસાઇ રોજના ૫૦૦ પાડા મારતાં નરકગતિ પામ્યો. સુભૂમચક્રવર્તી બહ્મદર રૌદ્રધ્યાનનાં કારણે નરક ગતિને પામ્યા.
અહિંસાનો ધર્મ સર્વક્ષેત્રીય અને સર્વકાલીય બને તો જ જીવન સફળ થાય. અણું બોમ્બના ઓછાયા નીચે થરથર ધ્રુજતી ધરતી માટે અહિંસા એ શાંતિનો દૂત છે કતલખાનેથી જીવો જરૂર છોડાવીએ પણ પરિચયમાં આવતા જીવોને ધિક્કારવાનું બંધ કરીએ.
પારેવડાને ચણ જરૂર આપીએ પણ સાથોસાથ સહવર્તિને વાણીના ડામ આપવાનું