________________
કરતાં પણ વધુ ભયંકર છે, તમે સાંભળી નહિ શકો, જવાદો એ વાત.” પણ રાજાએ સંન્યાસીને વિશ્વાસ આપી કહ્યું, “જો હું મારા મોતની વાત સાંભળીને પણ વિચલિત નથી થયો. તો પછી મોતથી વધુ ભયંકર બીજી કઈ વાત હોઇ શકે ? તમારે મને કહેવું જ પડશે.” સંન્યાસીએ કહ્યું, “સાંભળો રાજન, તમે મરીને તમારા નગરની બહાર આવેલા નાળામાં કીડારૂપે ઉત્પન્ન થશો.” મોત તો બધા માટે સમાન છે. આથી ભયજનક હોવા છતાં અપમાનજનક નથી લાગતું. જ્યારે ઉચ્ચપદે બિરાજેલાને પદમ્યુતિ કે અધમગતિ તેના અહંકારને ચોટ લગાડે છે. આથી રાજા આ સાંભળી વિચલિત થઇ ગયો. સંન્યાસીની ભક્તિ કર્યા પછી તેણે પોતાના સેનાપતિને બોલાવી કહ્યું, “સાતમેં દિવસે નાળામાં એક કિડો ઉત્પન્ન થશે. તેને તરત જ ખતમ કરી દેવો.” સાતમે દિવસે રાજા મરી ગયો અને કીડાના રૂપમાં ઉત્પન્ન થયો. સેનાપતિએ એને મારવા જેવો ઘા કર્યો, કે તરત જ કીડો મોતના ભયથી અંદર છુપાઇ ગયો. એને પણ મરવું પસંદ ન હતું.
આપણે વિચારીએ છીએ, કે આવું જીવન તો નથી જીવવું. કીડી મંકોડા બનવું કોને પસંદ હોય ? પરંતુ એ જ યોનિમાં જન્મ લીધા પછી મરવાનું પસંદ નથી પડતું.
સેનાપતિ એ કીડાને મારવામાં નિષ્ફળ ગયો એટલે આગળ શું કરવું? સલાહ લેવા સંન્યાસી પાસે ગયો. સંન્યાસીએ જવાબ આપ્યો, “રાજાને ભલે કીડાના રૂપમાં જીવવું પસંદ નહોતું. પણ કીડાને તો પસંદ છે. હવે એ ન ભૂલો કે એ રાજા નથી. પરંતુ કીડો છે.”
આમ પ્રાયઃ કોઇને મરવું, દુઃખી થવું, સંતાપ પામવો પસંદ નથી. હિંસાથી (૧) વેરભાવ ઊભા થાય છે. જેની ભવોભવ પરંપરા ચાલે છે. (૨) દુઃખી થયેલા એ જીવોની હાય હિંસકના દુઃખી કરનારના જીવનની શાંતિને હરી લે છે. (૩) તીવ્ર રાગદ્વેષ દુર્ગાનના કારણે ક્લિષ્ટ કર્મો બંધાય છે. આમ ક્ષણિક સુખ લાભના બદલામાં દીર્ધકાળ દુઃખ ઊભા થાય છે. (૪) બીજા ને અશાતા આપી હોવાથી વારંવાર પોતાને અશાતાનો અનુભવ થાય છે. (૫) બીજાને પીડા આપવા દ્વારા બીજાને દુર્બાન અસમાધિમાં નિમિત્ત બનનારાને પણ રોગાદિ વખતે અસમાધિ જ રહે છે. (૬) જીવો પ્રત્યે દયાભાવ પ્રેમભાવ ન રહેવાથી બીજા કરેલા કરાતા તમામ ધર્મો ઉચિત ફળથી રહિત બની જાય છે. (૭) બીજાની નબળી કમજોર પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવ્યો હોવાથી પોતાની તેવી પરિસ્થિતિ સર્જાય, એટલું નહીં એવી સર્જાયેલી નબળી પરિસ્થિતિમાં કોઇ સહાયક બનવાને બદલે ગેરલાભ ઉઠાવી વધુ ત્રાસદાયક પરિસ્થિતિ સર્જશે. (૮) જીવો પ્રત્યે પ્રેમભાવ રાખવાની પ્રભુની આજ્ઞાનો ભંગ થવાથી આ આજ્ઞાભંગના કારણે મિથ્યાત્વ દીર્ધસંસારવગેરે દંડ ઊભા થાય છે.