________________
પુરાવીને પાછું મૂકી દીધું છે. અલબત્ત, તમને તકલીફ ઘણી પડી, તેથી દિલગીર છું, છતાં યત્કિંચિત્ બદલો વાળવા માટે આ સાથે આજ રાતના નવથી બારનો શો “ખેલ ખેલમેં ની બે ટિકીટ મૂકી છે. તમે જરૂર તેનો ઉપયોગ કરજો.” પેલા ભાઇતો આ વાંચી ખુશ થઈ ગયા. રાતના સાડા આઠ વાગે પત્ની સાથે ઘર બંધ કરીને પિશ્ચર જોવા ઊપડ્યા. સાડા બાર વાગે પિક્યર જોઇને પાછા ફર્યા. ઘર ખોલીને ઝવેરાત બધુંય ગાયબ થઈ ગયેલું. કબાટમાં તાળાં તૂટેલાં હતાં. રોકડ રકમ તથા જરઝવેરાત બધું ય ગાયબ થઈ ગયેલું. કિંમતી કપડાઓ નીચે પડેલાં ! પોક મૂકીને રોવા બેઠા.પણ કરે શું? ખેલ ખેલ મેં ની ટિકિટ મૂકી જનાર ગઠિયાનાં જ આ પરાક્રમો હતા !તો બીજી બાજુ પોતાની જ મૂર્ખાઇનું આ પરિણામ હતું !
અનર્થદંડમાં આવતા વિષયોમાંના કોઇ એકાદ વિષયનું આકર્ષણ પણ આત્માને ગુણોથી ભ્રષ્ટ કરવા માટે પર્યાપ્ત છે, એટલું જ નહિ ગૃહસ્થજીવનના તમામ સુખ શાન્તિ સમાધિને સળગાવી નાખવાની કાતિલ તાકાત પણ તેનામાં પડી છે..
વર્તમાનકાળના અનેક સાંભળવા મળતા પ્રસંગો તેની સાક્ષી પૂરે છે ! સિનેમા, ટી.વી. અને વિડિયોના દશ્યોએ ક્યાં ઓછા જીવોના જીવનમાં સદાચારની હોળી સળગાવી છે ?.રેસકોર્સ અને ક્રિકેટની પાછળ પાગલ થયેલાઓએ ક્યાં લાખો રૂપિયા નથી ગુમાવ્યા ?....કલબોના આંટાફેરાએ કેટલાય જીવોની પવિત્રતા સળગાવી નાખી છે ! પરસ્ત્રીના રૂપદર્શન ન કરવાના સ્થાને જનારાઓએ શરીરના રાજા વીર્યને કેવું ખલાસ કરી નાખ્યું છે ! પરનિંદા કરનારાઓએ કેટલાંય સુખી કુટુંબોમાં ક્લેશ અને કંકાસની આગ લગાડી દીધી છે !..મશ્કરા સ્વભાવની પડી ગયેલી આદતે કેટલાય જીવોને મોતને ઘાટ ઉતારી દીધાં છે ! સિનેમામાં આવતા વિલાસી દશ્યોએ કેટલાયને વ્યભિચારી બનાવ્યા છે..તો તેમાં જ આવતા લૂંટફાટનાં દશ્યોએ કેટલાયને ભયંકર ડાકુ બનાવ્યા છે. ત્યારે તો ફિલ્મ ડાયરેક્ટર વ્હી. શાંતારામ જેવાને હમણાં કહેવું પડ્યું છે કે, જો આ પદ્ધતિનાં દશ્યો સિનેમાના પડદા પર બતાવવાનાં ચાલુ રહેશે તો આ હિંદુસ્તાનની ધરતી ડાકુઓ ગુંડાઓ અને વ્યભિચારીઓથી ઉભરાઇ જશે.”
આટઆટલાં ભયંકર નુકશાની નજર સામે દેખાવા છતાં નથી તો પ્રજાની પવિત્રતાની આ સરકારને પડી કે નથી તો પ્રજાને પોતાને પડી !નથી કોઇ વર્તમાનપત્રવાળાને આની સામે જેહાદ જગાડવાની પડી કે નથી કો કોઇ માસિકવાળાને આની સામે ગરમા ગરમ લેખમાળા ચાલુ કરવાની પડી ! માતા પિતાઓ આ બાબતમાં બિલકુલ નિષ્ક્રિય છે તો સ્કુલ કોલેજના પ્રોફેસરો તો આમાં કાંઇ નુકશાન જ નથી જોતા !ભાઇ પોતાની સગી બહેનનો શીલની બાબતમાં માથું મારવા(?) માગતો નથી, તો બહેન પણ પોતાના સગા ભાઇના સદાચારની બાબતમાં હસ્તક્ષેપ (!) કરવા તૈયાર નથી. સહુ પોતપોતાનામાં