SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ જો પૂર્વભવમાં એક જૂઠું આળ આપ્યું શ્રમણને, સીતા સમી ઉત્તમસતીને રખડપટ્ટી થઇ વને; ઇર્ષા તજું બનું વિશ્વવત્સલ એક વાંછિત મનતણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૩ મારી કરે કોઇ ચાડીચૂગલી એ મને ન ગમે જરી, તેથી જ મેં આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ કરી; ભવોભવ મને નડજો કદી ના પાપ આ પશુન્યનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૪ ક્ષણમાં રતિ ક્ષણમાં અરતિ આ છે સ્વભાવ અનાદિનો, દુ:ખમાં રતિ સુખમાં અરતિ લાવી બનું સમતાભીનો; સંપૂર્ણ રતિ બસ મોક્ષમાં હું સ્થાપવાને રણઝણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૫ અત્યંત નિન્દાપાત્ર જે આ લોકમાં ય ગણાય છે, તે પાપ નિન્દા નામનું તજનાર બહુ વખણાય છે; તજું કામ નક્કામું હવે આ પારકી પંચાતનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૬ માયામૃષાવાદ ભરેલી છે પ્રભુ ! મુજ જિંદગી, તે છોડવાનું બળ મને દે, હું કરું તુજ બંદગી; બનું “સાચદિલ' આ એક મારું સ્વપ્ન છે આજીવનનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૭ સહુ પાપનું, સહુ કર્મનું, સહુ દુ:ખનું જે મૂલ છે, મિથ્યાત્વ ભૂંડું ફૂલ છે, સમ્યકત્વ રૂડું ફૂલ છે; નિષ્પાપ બનવા હે પ્રભુજી ! શરણ ચાહું આપનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ! ૧૮ જ્યાં પાપ જ્યારે એક પણ તજવું અતિ મુશ્કેલ છે, તે ધન્ય છે, જેઓ અઢારે પાપથી વિરમેલ છે ! ક્યાં પાપમય મુજ જિંદગી, ક્યાં પાપશૂન્ય મુનિજીવન ! જો તુમ સમું પ્રભુ ! “હીર” આપો તો કરું મુક્તિ ગમન ! ૧૯
SR No.032475
Book TitleVrat Dharie BhavTarie
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy