________________ મૈથુન વિરમણ વ્રત સ્વીકારનારે મોટી ઉંમરની વ્યક્તિને માતા પિતાના સ્થાને અને નાની ઉંમરની વ્યક્તિઓને ભાઇ બહેનના સ્થાને સ્થાપવા, માનવા, સ્વીકારવાના હોય છે. એટલું જ નહિં પણ ઉદ્ભર્ વેશ, અશ્લીલ સાહિત્યનું વાંચન, અયોગ્ય દ્રશ્યોનું અવલોકન અને રાગ વધારે એવો શબ્દપ્રયોગ કરવો ન જોઇએ. આ જીવને અનંતકાળથી ચાર સંજ્ઞાઓ વળગેલી છે. તેનાથી મુક્ત થવા એટલે જન્મ મરણ ઘટાડવાનો પ્રયત્ન એટલે વ્રતનો સ્વીકાર. શીયળને સારી રીતે પાળવા માટે આહાર ઉપર પણ કાબૂ રાખવો પડશે. આયંબિલ તપનું ભોજન ભલે લખ્યું કે નિરસ હોય પણ તે શરીરના રોગોને અને મનની ચંચળતાને દૂર કરે છે. જો ભારી પદાર્થ ભોજન કરવામાં આવે તો આળસ ને પ્રમાદ જીવનમાં પ્રવેશ કરશે અને એ દુષણો જ દોષને આમંત્રણ આપશે. પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં કહ્યા અનુસાર જો એક જીવની હિંસા થાય કરીએ તો 10 કે તેથી વધુ વખત મરણને શરણ થવું પડે છે. જ્યારે એક વખતના ભોગમાં અસંખ્ય જીવોની હિંસા થાય છે. શરીરની શક્તિ ઘટે છે. મન, વચન, કાયબળ ઢીલું થાય છે. ફરી ફરી ભોગોને ભોગવવાની લાલસા જાગે છે. ટૂંકમાં કામઇચ્છા કોઇ દિવસ પૂર્ણ થતી નથી. માટે જ જીવનને સારા વાતાવરણમાં રાખવા આગ્રહ કરાય છે. બાર વ્રતો અપેક્ષાએ ભલે સ્વતંત્ર છે. તેના અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત, એમ ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે તે પણ બરાબર છે. તેથી વધુ સ્પષ્ટ ને સમજવા જેવી વાત એ છે, કે - શીયળ એ સર્વોપરી છે. 18 પાપસ્થાનકમાં જેમ મિથ્યાત્વશલ્ય છે. તેમ બારે વ્રતોમાં શીયળ બ્રહ્મચર્ય પાલન સર્વોત્તમ છે. બાકીના 11 વ્રતો તેની સામે નબળા કહી શકાય. ઇન્દ્ર 32 લાખ વિમાનોના સ્વામી જ્યારે ઇન્દ્રસભામાં બેસે તે પહેલાં “નમો બંભયારણ” એ શબ્દનો ઉચ્ચાર કરી બ્રહ્મચર્યનો અને બ્રહ્મચારીનો મહિમા વધારે છે. કહી શકાય કે ત્રણે લોકમાં બ્રહ્મચર્ય વ્રતધારી પૂજનીય આદરણીય બને છે. જેમ આકાશમાં ગ્રહ, નક્ષત્ર, તારાઓ કરતાં ચંદ્ર સુશોભિત અને દર્શનીય છે. | મુનિજીવન અને મહાવ્રતા બ્રહ્મચર્ય જેમ શ્રાવકને સ્થૂલથી સ્વીકારવાનું હોય છે. તેમ સાધુ મહાપુરુષોને મૂળથી સ્વીકારવાનું હોય છે. યતિધર્મના 10 વિભાગમાં તેથી જ પ્રથમ “ક્ષમા” અને દશમું “બ્રહ્મચર્ય” દર્શાવાયું છે. ત્યાં એની ઘણી કિંમત છે. | મુનિઓ ચોથા વ્રતના પાલન માટે ખાસ નીચેની પાંચ ભાવના ભાવતા હોય છે. એ દ્વારા પોતાના મન, વચન, કાયાને, તેઓ નિર્મળ કરે, કરાવે છે.