________________ સુદર્શન શેઠ વગેરેના બ્રહ્મચર્યના પાલનમાં જોમ પૂરે તેવાં દૃષ્ટાંતો આપણી સામે મોજુદ છે.તો બીજી બાજુ મહામુનિ નંદિષેણ, લબ્ધિધર ફૂલવાલક મુનિ વગેરેનાં કર્મના પરિણામના ભોગ બનેલાઓનાં લાલબત્તી ધરનારાં દષ્ટાંતો પણ મોજુદ છે.... સાવધાન બનીએ.. અપવિત્રતાના જીવનો આ દુનિયામાં ઘણાં છે. પવિત્રતાનું જીવન માત્ર અહિયા જ ! તેને કુસંસ્કારોને આધીન થઇને ગુમાવી દેવાની મૂર્ખાઇ હવે ન જ કરીએ ! અનંતકાળે મળેલ આ માનવભવને પવિત્રતાના જીવનથી અજવાળીએ એ પવિત્રતા જાળવવા કુનિમિત્તોની ભયંકરતા સદાય નજર સામે રાખીએ ! પેલો રાજાનો હસ્તી યુદ્ધના મેદાનમાં જવા છતાં લડવા તૈયાર જ ન થયો. સાંજના ટાઇમે રાજાએ મંત્રીને પૂછ્યું, સદા ય મર્દાનગી દાખવતો આ પરાક્રમી હાથી સાવ શાંત કેમ થઇ ગયો છે.' મંત્રીએ તપાસ કરી મહાવતને પૂછવું,“આ વખતે હાથીને બાંધ્યો કયાં હતો?” સાધુ ભગવંતોની વસતીની સામે ! બસ, મંત્રીને કારણે મળી ગયું, સાધુ ભગવંતોની પ્રતિલેખનાની ક્રિયા હાથી રોજ જોતો હતો..જીવદયાની એ પવિત્ર ક્રિયાઓ જોઇને હાથીના મનમાં પણ જીવદયાના ભાવો પેદા થઇ ગયા છે. અને તેને કારણે જ હાથી. લડવા તૈયાર થતો નથી. મંત્રીએ તુરત જ સૈનિકો જ્યાં કવાયત કરતા હતા ત્યાં હાથીને બાંધી દીધો. શસ્ત્રોના ખડખડાટને સતત જોતાં જ હાથીના મનમાં પડેલા શૂરાતનના સંસ્કારો પાછા જાગૃત થઇ ગયા... ચારે ય પગે કૂધો. અને બીજે જ દિવસે યુદ્ધના મેદાનમાં હાથી પોતાની તમામ તાકાતથી લડ્યો. | નિમિત્તોની કેવી ભારે અસર છે તેનું જ્યવંત દૃષ્ટાંત છે. માટે જ કનિમિત્તોને છોડી સુનિમિત્તોને સદા સેવો... તો જ સંભવિત અનેક અનર્થોમાંથી જાતને બચાવી શકશો. જીવનમાં જેમ 1. બ્રહ્મચર્યાશ્રમ, 2. ગૃહસ્થાશ્રમ, 3. વાનપ્રસ્થાશ્રમ અને 4. સંન્યાસશ્રમની વ્યવસ્થા છે. તેમ કુમાર (કુમારી) અવસ્થા, બ્રહ્મચર્ય અવસ્થા અને મૈથુન સેવનની આદત એમ મુખ્ય વિભાગો પાડી શકાય. જન્મથી જીવ મૈથુન સંજ્ઞાનો શિકાર સ્વીકાર કરતો નથી. અજ્ઞાનતાના કારણે પૂર્વકૃત કર્મના કારણે એ અયોગ્ય ઉંમરે, અયોગ્ય સમયે, અયોગ્ય રીતે મૈથુનનું સેવન કરે છે. તેનાથી બચવા માટે આ મૈથુન વિરમણ વ્રત સ્વીકારવાનું પાળવાનું હોય છે.