________________
દ્વિતીય ગુણવ્રતસંબંધી સૂર્યાસ્તની લગભગ વેળાએ ભોજન કર્યું. રાત્રિભોજન કર્યું. જાણતાં કે અજાણતાં રાત્રિભોજનસંબંધી નિયમનો ભંગ કર્યો. જાણતાં કે અજાણતાં માંસ-મદિરા-માખણ વગેરેનું ભક્ષણ કર્યું. સડેલાં શાક-ભાજી વાપર્યા. અભક્ષ્ય-અનંતકાય-અથાણાં વગેરે વાપર્યા. દ્વિદલ વાપર્યા. બે રાતથી અધિક કાળનું દહીં વાપર્યું. મદિરાદિસંબંધી નિયમનો ભંગ કર્યો. ચૌદ નિયમનો ભંગ કર્યો.
કર્માદાનનો ધંધો કર્યો. • ભોગોપભોગની સામગ્રી અધિક રાખી.
શસ્ત્ર-ભંગ-અફીણ આદિનો શ્રાવક માટે અયોગ્ય એવો ધંધો કર્યો. બરફ-આઇસ્ક્રીમ તથા અપેય પીણા વાપર્યા.
વાસી રોટલી વગેરે વાપરી. • અચિત્ત પાણીસંબંધી નિયમનો ભંગ કર્યો. • વનસ્પતિનો અયોગ્ય રીતે ઉપયોગ કર્યો.
તૃતીય ગુણવ્રતસંબંધી અનર્થદંડવિરમણ વ્રતસંબંધી નિયમનો જાણતાં અજાણતાં ભંગ કર્યો. “મારા શત્રુ વગેરે મરી જાય તો સારું-મને રાજ્યાદિ સુખો મળો, ભવાંતરમાં દેવ વિદ્યાધરની ઋદ્ધિ વગેરે મળો' ઇત્યાદિ દુષ્ટ ચિતવ્યું. બળદગાડાં વગેરે જોડ્યાં. હળ-મુશળ-કોદાળી વગેરે હિંસાનાં સાધનો બીજાને આપ્યાં. છરી-ચપ્પ વગેરે ખોવાઇ ગયા. સિનેમા, નાટક, ટી.વી. સરકસ જોયાં. એનાં સાધનો વસાવ્યાં, એનો વ્યાપાર કર્યો. મંત્ર-તંત્રનો પ્રયોગ કર્યો-કરાવ્યો.
પાપોપદેશ આપ્યો. વિકથા કરી. • જુગાર-પાના-ક્રિકેટ વગેરે રમતો રમ્યા. તે જોવા ગયા.