________________
લાખ સોનામહોરનું ઇનામ આપી દીધું !
વાણીનો ઉપયોગ કરતાં આવડે તો ઝઘડાની શક્યતાં હોવા છતાં શાંતિ થઇ જાય અને જો તે કળા ન હોય તો શાંત...વાતાવરણમાં ય કલહ ઉત્પન્ન થઇ જાય !
આમ વાણીની આટલી જબરદસ્ત તાકાતનો ખ્યાલ રાખીને જીવનમાં પ્રિય પથ્ય સત્ય વચન બોલવા માટે સતત્ ઉપયોગ રાખવો...
તેમાં ય કોઇને ભારે નુકસાનમાં ઉતારી દે તેવા મોટા જૂઠાનો તો સર્વથા ત્યાગ જ કરી દેવો. કન્યા નોકર ચાકર વગેરે સંબંધી જમીન મકાન વગેરે સંબંધી જૂઠું ન બોલવું..કોઇની થાપણ ઓળવવી નહિ. જૂઠી સાક્ષી ભરવી નહિ....
આ વ્રતને જાળવવા વિચારીને બોલવું. જરૂર પૂરતું જ બોલવું શક્ય મૌન રાખવું..ક્લેશ કંકાસથી બને તેટલા આધા રહેવું....
જો આટલી સાવધાની ન રાખી અને ફાવે તેમ...ફાવે ત્યારે બોલતા જ ગયા, તો જીવનમાં ક્યા જુઠાણાં નહિ પ્રવેશે તે પ્રશ્ન છે?
શરાબી ઘરમાં પાંચ છ બોટલ દારૂ ચડાવીને એક શરાબી ઘરે આવ્યો. નશો ઉતાર્યા પછી તેના મિત્રે તેને પૂછ્યું.
કિતની બોટલ તુ પીતા છે ? મેં તો એકહી બોટલ પીતા હું, યાર ઇતના જૂઠ બોલતા હૈ?..મને મેરે સામને તુજે છહ બોટલ પીતે દેખા હૈ |
સુન દોસ્ત ! મેં તો સિર્ફ પહલી બોટલ પીતા હૂં ફિર દૂસરી બોટલકા પીનેકા કામ પહલી બોટલ કરતી હે ! તીસરી કો પીનકા કામ દૂસરી બોટલ કરતી હે ! ઇસી તરહ છ બોટલ ગલે કે ચે ચલી જાતી હૈ પહલી બોટલ પીના યા ન પીના વહ મેરે હાથ મેં હૈ | મગર જબ પહલી બોટલ પેટ મેં ગઇ ફિર બાકી સબ બોટલ કા સહાલના મેરે લિયે મુશ્કિલ છે !
કેટલી સીધી વાત છે ! જૂઠની શરૂઆત કરવી કે ન કરવી એ આપણી મરજીની વાત છે. પરંતુ, એક વાર જૂઠ શરૂ કર્યા પછી, બાકીનાં જૂઠને અટકાવવાં બહુ મુશ્કેલ છે. માટે જ જીવનમાં અસત્યોચ્ચારણને તિલાંજલિ દઇ દો..
જૂઠના સ્વીકારમાં મિથ્યાત્વનો સ્વીકાર છે,
સત્યના સ્વીકારમાં સમ્યગ્દર્શનનો સ્વીકાર છે.... જૂઠના બચાવ માટે માયા આચરવી પડે...માયાનું સેવન મિથ્યાત્વને લાવે...
મિથ્યાત્વને આત્માનો અનંત સંસારવધારે...આ બધા સંભવિત અપાયોથી બચવા જીવનમાંથી જૂઠને કાયમી વિદાય આપી દઇએ.. અને તે દ્વારા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી લેવા જેવું છે.