________________
ર જુ સ્થલ (દેશથકી) મૃષાવાદ વિરમણ વ્રત)
સ્થૂલ મૃષાવાદના ત્યાગરૂપ આ દ્વિતીયવ્રતમાં ખાસ નીચે જણાવાતાં પાંચ મોટા જૂઠનો ત્યાગ કરવામાં આવે છે.
(૧) કન્યાલીક – છોકરા છોકરીદાસ દાસી વગેરે કોઇપણ મનુષ્યના રૂપ ઉંમર ગુણ કે આદત વગેરે બાબતમાં જૂઠું બોલવું નહિ. કોઇ સલાહ માંગે તો સ્પષ્ટ વાત કરવી. પણ જૂઠું બોલવુ નહિ. ઉપરાંત કોઇને સખ્ત આઘાત લાગે, હાર્ટફેઇલ થઇ જાય અગરતો આપઘાત કરવાનો પ્રસંગ આવે તેવું જૂઠું બોલવું નહિ. ઇરાદાપૂર્વક જાણી જોઇને જૂઠું બોલવું નહિ.
(૨) ગવાલીક - ગાય, બળદ, ઘોડો વગેરે ચાર પગવાળા જાનવરને અંગે ઉંમર, દૂધ, વેતર કે આદત વગેરે બાબતમાં જૂઠું બોલવું નહિ.
(૩) ભૂમિ અલીક ભૂમિ, ખેતર, મકાન, બ્લોક, ફ્લેટ, ઘર, દુકાન, ઓફીસ, વાડી પ્રમુખ ભૂમિ સંબંધી જૂઠું બોલવું નહિ. બીજાની જમીન વગેરે ઉપર પોતાનો હક્ક કરીને દબાવવું નહિ. મકાનના કેસમાં પણ સામાને નુકસાન પહોંચાડવા ખાતર જૂઠું બોલવું નહિ.
(૪) થાપણ મોસો - પારકી થાપણ (મિલ્કત) ઓળવવી નહિ. (માલિક લેવા ન આવે અને રહી જાય તો જયણા) (૫) કૂટસાક્ષી - બીજાને નુકશાનમાં ઉતારે એવી જૂઠી સાક્ષી પૂરવી નહિ.
સાવચેતી : હાસ્ય, લોભ, ભય, ક્રોધ, આ ચાર મુખ્યતઃ અસત્યના કારણો જણાવાયા છે. તેથી તેના અતિરેકમાં નહિ આવવું... • ફરજવગરનીકોઇવ્યવહારિક પ્રવૃત્તિમાં રસ નહિ લેવો જેના કારણે અસત્યભાષણનો પ્રસંગે ઉપસ્થિત થાય.. • ખાસ જિનધર્મની નિન્દા થાય તેવા જૂઠથી તો વેગળા જ રહેવું.
જયણા : સાંસારિક ફરજ આદિના કારણે જૂઠું બોલવું પડે તો.. • હિતબુદ્ધિથી કે બીજાને મૃત્યુથી બચાવવા માટે અસત્ય બોલવું પડે તો... • આવેશમાં, આજીવિકા માટે કે પરાધીનતાથી અસત્ય બોલવું પડે તો...
- કરણી : શાસ્ત્રવિરૂદ્ધ, જિનાજ્ઞાવિરૂદ્ધ ભાષાનો ત્યાગ કરવો.... • ઉસૂત્ર - કુયુકિત - કુતર્કોનો પરિહાર કરવો.... • પુલ પ્રશંસા તથા રાગપોષક વાણીનો ત્યાગ કરવો..