________________
ન હોય તો નાહકના એ નિર્દોષ જીવો મોતને ઘાટ ઊતરી જાય !
ભૂલશો નહિ, આપણી અલ્પ પણ સાવધાની અનેક જીવોની સુરક્ષા કરનારી બને છે. તો આપણો અલ્પ પણ પ્રમાદ અનેક જીવોના મોતનું પણ કારણ બની જાય
છે..
સાંભળો, બીજો સુંદર પ્રસંગ..
એક ભાઇ અમદાવાદમાં વ્યાખ્યાનમાં યતનાની મહત્તા સાંભળી. ગેસનો ચૂલો સળગાવતા પહેલાં પૂંજણીથી તેને પૂંજી લેવો એ નિયમ લીધો. એક દિવસ કોઇ કારણસર પોતાને જ ચા બનાવવાનો પ્રસંગ આવ્યો.. ચા બનાવવા બેઠા ગેસના ચૂલા પાસે જ લટકતી પૂંજણી જોઇ પૂજવાનો નિયમ યાદ આવ્યો.. પૂંજવા બેઠા. બરનરના કાણામાં વાંદો જોયો. પૂંજણીથી કાઢવા ગયા. પણ વાંદો ન નીકળ્યો. બરનર બહાર કાઢી ખંખેર્યું... તો લગભગ ૨૫૦ થી ૩૦૦ જેટલી કીડીઓ નીચે પડી !... સ્તબ્ધ થઇ ગયા.. પત્નીને પૂછતાં ખબર પડી કે આગલે દિવસે સાંજના ચા બનાવતાં ચા ઉભરાયેલી તેમાં રહેલી મીઠાશ બધી બરનર પર ચોંટી ગઇ.... તેનાથી કીડીઓ ખેંચાયેલી ! પેલા ભાઇના આનંદનો પાર ન રહ્યો ! પૂંજીને જે ચૂલો સળગાવવાની આ યતનાએ કેટલા બધા જીવોની રક્ષા કરી દીધી !
આવી યતના ને તમામ પ્રવૃત્તિમાં ગોઠવી દો. સ્નાન કરવા બેસતાં પહેલાં, પાટલો બરાબર ચારેય બાજુથી જોઇ લો. કપડાં ધોવા નાખતાં પહેલાં, કપડામાં રહેલા પોલાણના ભાગો ખાસ જોઇ લો. કોઇ જીવજંતુઓ ભરાયા હશે તો તમારી આટલી સાવધાનીથી જરૂર બચી જશે. જો આવું જીવન બની જશે તો પછી શ્રાવકનાં બારવ્રતમાંનું પહેલું વ્રત હાલતા ચાલતા નિરપરાધી ત્રસ જીવોને મારવાની બુદ્ધિથી મારું નહિ એ આપણા જીવનમાં અમલી બન્યા વિના રહેશે નહિ, એ નિશંક છે.
હિંસાનો પંજો જ ખતરનાક છે, એ જ્યાં પળે છે ત્યાં રાખ સર્જે છે. આ ખતરનાક હિંસામાં આપણો નંબર ન ગોઠવાઇ જાય તેની તકેદારી રાખીએ. હિંસાના પરિણામોથી કષાય ભરપૂર જીવન બને છે. સતત સંક્લેશ વાળુ ચિત્ત બની જાય છે. એનાથી દુઃખ ભરપૂર અને પાપ ભરપૂર દુર્ગતિઓને ભેટ લમણે ઝીંકાય છે.
જીવને મારવા માટેની બુદ્ધિ થાય છે તે અતિક્રમ નામનું પ્રથમ પગથિયું છે. ત્યાર બાદ એ બુદ્ધિમાં વર્તમાન જીવના પરિણામ ભળે છે તે વ્યતિક્રમ. હવે પછી હિંસાદિ કરવા માટે પુરુષાર્થ કરી તૈયાર થાય છે અતિચાર અને કોઇપણ જાતના રોકાણ, અંતરાય, વિદ્ધ કેડર કે ચિંતા વગર જીવ અશુભ કાર્ય કરે તો અનાચાર. દુર્ગતિઓમાં લઇ જવાનું જો કોઇ કારણ હોય તો તે અનાચાર.